________________
૫૮
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬ સમયના જગતને ઇતિહાસ તપાસતાં હિંદની બહાર બેલીબેન સિવાય એવું એક પણ મહારાજ્ય નથી કે જેને મગધપતિ ભેટ મોકલાવે.
પ્રભાસપાટણને તામ્રપત્રથી એ પુરવાર થયું છે કે તેણે ભગવાન નેમિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે સંભવિત છે કે જ્યારે આર્કકમાર હિંદ ચાલી આવ્યું અને પાછળ તેના પર દેખરેખ રાખવાને નીમેલા ૫૦૦ સામત પણ ભાગી આવ્યા, ત્યારે નેબુચન્દનેઝાર પુત્રની શોધમાં તેની પાછળ કાઠિયાવાડમાં આવ્યો હોય અને તેના પર જૈન ઘને પ્રભાવ પડતાં તેણે તે ધર્મ અપનાવ્યું હોય.
ઉત્તરાવસ્થામાં નેબુચન્દનેઝાર કયો ધર્મ પાળતો હતો, તેને હજી નિર્ણય થયો નથી. કેમકે, સાયરસના શિલાલેખથી એ તે પુરવાર થયું છે કે બેબીલેનમાં વંશપરંપરાગત ચાલી આવતી મકની પૂજા અને બલિદાન આપવાની પ્રથા તેણે બંધ કરી હતી. ઉત્તરાવસ્થાના તેના પિતાના શિલાલેખોમાં તે પ્રજાને ઉદ્દેશીને જે ઢંઢેરો બહાર પાડે છે, તેમાં મ ક ઈત્યાદિને “તમારા દેવ” તરીકે ઓળખાવે છે. તેમ જ બાઈબલના જુના કરારમાં નેબુચન્દનેઝારની રાજકીય પ્રભુતને સ્વીકાર થયા છતાં તેને અને તેના વારસોને ભયંકર નાસ્તિક તરીકે ઓળખાવવામાં આવેલ છે તથા નેબુચન્દનેઝારે પોતે પણ જેરુસેલમમાં લુંટ ચલાવેલી છે તે જોતાં તે યહુદી ધર્મને પણ ન હતો. શરૂઆતમાં મને તેણે બંધાવેલા ભવ્ય મંદિરથી એ તે નિશ્ચિત છે કે પુર્વાવસ્થામાં તે મકને પૂજારી હત; પણ ઉત્તરાવસ્થામાં પુત્રની દીક્ષા પછી તેણે જૈન ધર્મ સ્વીકારેલ હેવાને વિશેષ સંભવ છે.
ઉત્તર વયમાં તેણે બેબીલોનમાં નવ ફટ પહેળી એક સુવર્ણની પ્રતિમા બનાવરાવેલી. તે જ અસામાં તેણે બંધાવરાવેલા પિતાના મુખ્ય પૂજન-મંદિરમાં એક મૂર્તિની સમીપ સાપનું અને બીજીની સમીપ
સિંહનું બિબ હતું. નેબુચન્દનેઝારે બંધાવેલા ઈસ્ટારના દરવાજાને કેટલેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com