________________
૭૨
સ્થા. જૈનેનું ધર્મર્તવ્ય. પ્ર. ૭ અર્થ–તે ચંપા નગરીની ઉત્તર-પૂર્વ દિશાના મધ્ય ભાગમાં ઈશાન ખુણામાં પૂર્વના પુરુષોએ પ્રજ્ઞ-પ્રશસિત કરેલ, ઉપાદેય રૂ૫માં પ્રકાશિત કરેલ, ઘણું કાળનું બનેલું અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ પૂર્ણ ભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે વજા, ઘંટા, પતાકા, લેમહસ્ત, મોરપિચ્છી તથા વેદિકા આદિથી સુશોભિત હતું.
ચૈત્યની અંદરની ભૂમિ ગમય (છાણ) આદિથી લીંપેલી હતી અને દિવાલ પર તરંગની ચમકદાર માટી લગાડેલી હતી. અને તેના ઉપર ચંદનના થાપા લગાવેલા હતા. તે ચિત્ય ચંદનના સુંદર કળશોથી મંડિત હતું. તથા તેના દરેક દરવાજા ઉપર ચંદનના ઘડાનું તોરણ બાંધેલું હતું. તેમાં ઉપર નીચે સુગધી પુષ્પોની મોટી મોટી માળાઓ લટકાવેલી હતી. પચરંગી સુગંધી કુલે તથા ઉત્તમ પ્રકારની સુગંધ યુક્ત ધૂપથી તે ખૂબ મહેકી રહ્યું હતું.
તે ચૈત્યને અંદરના ભાગ નટ, નર્તક, જલ્લ, મલ્લ, મોષ્ટિક વિદૂષક, કૂદવાવાળા, તરવાવાળા, જ્યોતિષી, રાસ કરવાવાળા, કથા કરવાવાળા, ચિત્ર બતાવવાવાળા, વણે બજાવવાવાળા, ગાવાવાળા ભેજક આદિ લેકેથી વ્યાપ્ત રહેતું હતું.
એ ચૈત્ય અનેક લેકમાં અને અનેક દેશોમાં વિખ્યાત હતું. ઘણું લેકે ત્યાં આહુતિ દેવાને, પૂજા કરવાને, વાંદવાને તથા પ્રણામ કરવાને માટે આવતા હતા, આ ચૈત્ય ઘણું લેકેને સત્કાર, સન્માન તેમજ ઉપાસનાનું સ્થાન હતું તથા કલ્યાણ અને મંગળરૂપ દેવતાના ચયની માફક વિનયપૂર્વક પર્વ પાસનીય હતું.
તેમાં દેવી શકિત હતી અને તે સત્ય તથા સત્ય ઉપાય વાળા એટલે ઉપાસકોની લૌકિક કામનાઓને પૂર્ણ કરવાવાળું હતું. અને ત્યાં હજારો યજ્ઞોના ભાગ, નૈવેદ્યના રૂપમાં અર્પણ કરવામાં આવતા હતા. એ પ્રકારે અનેક લેકે દૂર દૂરથી આવીને એ પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચા પૂજા કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com