________________
સ્થા. જૈનાનુ ધન્ય, પ્ર. પ
૪૯
બધુ મજબૂત બન્યું હાય કે જેથી તેમને મૂર્તિના આલંબનની જરૂર ન હાય તા તેમને પણ મૂર્તિની જરૂર છે જ એમ કાઈ કહેતું નથી.
આ બાબત વિશેષ વિસ્તારથી સમજવા માટે “મૂળ જૈન ધર્મ” પુસ્તક્ના પાના ૯૦ થી ૯૩, ૧૭૦ થી ૧૮૧ તથા ૪૧૯ થી ૪૪૯ વાચા અને સમજો.
મૂર્તિની ઉપચાગિતા અને પ્રભાવ તે સૌએ જાણવા સમજવા જોઈ એ અને તે જાણ્યા પછી જેમ તેને પેાતાને યાગ્ય લાગે તેમ તેણે વવું જોઈ એ.
મૂર્તિના પ્રભાવ કેમ ઉત્પન્ન થાય છે, કેમ વધે છે અને કેમ ટકે છે તે વાત જ્ઞાની ગુરુ પાસેથી જિજ્ઞાસુએ જાણી લેવી, સમજી લેવી ચેાગ્ય થશે.
( ૧ ) મૂર્તિ ધરુચિ, ધર્મભાવના ઉત્પન્ન કરે છે, ટકાવે છે.
સ્થાનકવાસીએ ધર્મ ભાવના અને ધર્માં રુચિ ઉત્પન્ન કરવા માટે સાધુ-સાધ્વીએના ઉપદેશ ઉપર જ આધાર રાખે છે, પરંતુ માધુસાધ્વીએ તેા માટા ભાગે વિહારમાં જ હોય છે. એટલે કાઈ પણ ગામ કે શહેરમાં નિયમિત સાધુ-સાધ્વીએને યેાગ મળી શકતા નથી. વળી ચામાસામાં પણ દરેક ગામ કે શહેરમાં સાધુ-સાધ્વીને જોગ હાય તે પણ નકકી હેતુ નથી. કારણ કે તેમની સંખ્યા જ બહુ ઓછી છે અને ગામડામાં તે ભાગ્યે જ સાધુ-સાધ્વીના દર્શનને મેગ મળે છે.
પરંતુ મદિરમાં મૂર્તિના દર્શનના યાગ તે હંમેશ મળે જ છે. અને વીતરાગ મૂર્તિના દર્શનથી જ ધર્મ ભાવનામાં ઘણી વૃદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com