________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
ભગવાન મહાવીરના નિર્વાણ પછી બે સદી પછી મહારાજા ખારવેલે બનાવરાવેલી ખંડગિરિ તથા ઉદયગિરિની ગુફાઓ પણ મેજુદ છે.
એ તથા બીજી સર્વ ગુફાઓમાં તીર્થકરોની મૂર્તિઓ પણ કતરેલી છે અને તે આજે પણ હયાત છે. આથી પણ સાબિત થાય છે કે તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ હતી.
વળી ભગવાન મહાવીરની પહેલાંના સ્વપની હકીકત પણ શાસ્ત્રોમાં આવે છે તે સ્વરૂપોમાં પણ મૂર્તિઓ કોતરેલી કે બેસાડેલી હતી તે વાત કંટાલીતીલાના તથા બીજા સ્વપના મળી આવેલા અવશેષ ઉપરથી સાબિત થાય છે.
એટલે ભગવાન મહાવીરના વખત પહેલાં પણ મંદિરે ઉપરાંત ગુફાઓ તથા સ્તૂપોમાં પણ મૂતિઓ હતી તે સાબિત થાય છે,
બદ્ધ ગ્રંથની સાક્ષી
બૌદ્ધ ગ્રંથ મહાવગ્ગ -૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા બુદ્ધ પહેલ વહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે ત્યાંના સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાર્શ્વને સંક્ષેપમાં પાલી ભાષામાં “સુપ તિથ્થ” લખેલ છે. (જુઓ “મૂળ જૈન ધર્મ” પુસ્તકના પૃષ્ટ ૧૦૭ તથા ૧૧૦.)
આ ઉપરથી સાબિત થાય છે કે–ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહ નગરીમાં તેમની પૂર્વેના પ્રાચીનતર તીર્થકરના મૂર્તિમંદિરે હતાં
આ વાત શ્રી ડોશીજીએ સંદેહાત્મક ગણી છે. પરંતુ મૂર્તિ મંદિર તે વખતે હતા તેના પ્રમાણે તે છે તેથી આ વાત પણ સાચી હાઈ શકે. કારણ કે દિગંબર પંડિત શ્રી કાનતાપ્રસાદજીએ આ વાત અનેક
પ્રમાણેથી સિદ્ધ કરેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com