________________
૩૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
તેની પુષ્ટિમાં દિગંબર આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યના બધપ હુડની ૮મી ગાથા ઉધ્ધત કરે છે. તે કાથાને અર્થ આ પ્રમાણે છે
“જે આત્માને જ્ઞાન સ્વરૂપ જાણે છે તથા ચસ્વરૂપ અન્ય આત્માઓને પણ જ્ઞાન સ્વરૂપ જાણે છે અને પાંચ મહાવ્રતોથી જે પવિત્ર છે એવા જ્ઞાનમય આત્માને ચૈત્યગૃહ, જાણવા ”
આત્મજ્ઞાન એજ સાચું જ્ઞાન છે અને ચત્ય-જિનપ્રતિમા એ ભગવાનનું પ્રતીક છે. તે પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્ય અહીં આત્મજ્ઞાની મહાત્માને ચૈત્યગૃહ-ભગવાનના પ્રતીક જેવા કહ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યો આ વાત નિશ્ચયનયથી કરી છે ત્યારે મૂર્તિની માન્યતા એ તો વ્યવહાર ધર્મ છે.
વ્યવહાર ધર્મમાં વ્યવહારને છોડીને નિશ્ચયની વાત કરવી એ તે શુદ્ધ ધર્મને અપલાપ જ છે. શું સ્થાનકવાસીઓ વ્યવહાર ધર્મ પાળ્યા વિના એકદમ સીધા નિશ્ચય ધર્મમાં આવી શકે છે? નહિ જ.
દિગંબરે કે જેઓ શ્રી કુંદકુંદાચાર્યના ખાસ અનુયાયી છે તેઓ જિનપ્રતિમાને નથી માનતા એમ શું (કુંદકુંદાચાર્યના ગાથા ઉધ્ધત કરનાર) શ્રી ઉમેશમુનિજી કહી શકશે ? નહિ જ. દિગંબરે તે જિનપ્રતિમાને બરાબર વ્યવહાર ધર્મ સમજીને માને જ છે.
વ્યવહાર ઘર્મને છોડશે અને નિશ્ચય ધર્મમાં તે આવી શકાતું નથી એટલે બંને બાજુથી રખડયા. આ તે મુનિએ રઝળવાને જ માર્ગ બતાવ્યો !
આમ છતાં અહીં એક વાત કહું કે જ્ઞાનીને ચૈત્યના જેવા કહીને ચૈત્યની મહત્તા તે વધારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com