Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૬. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
(૬-૭) સૂત્રપરિચય તથા પ્રકીર્ણક આ ચોવીસ માંડલા પોષ વ્રતમાં દૈવસિક પ્રતિક્રમણની પૂર્વે રાત્રિક પોષધ કરનાર શ્રાવક તથા શ્રાવિકા દ્વારા સામુદાયિકમાં ભણાવવામાં આવે છે તથા સાધુ ભગવંત અને સાધ્વીજી મહારાજ પણ દરરોજ દેવસિક પ્રતિક્રમણપૂર્વે ભણાવે છે. આ માંડલાંની વિધિ કર્યા બાદ સંપૂર્ણ રાત્રિમાં સો ડગલાં પ્રમાણ ભૂમિમાં જ રહેવાનું હોય છે. યાવત્ પ્રાતઃકાળનું રાત્રિક પ્રતિક્રમણ કરીને પડિલેહણાદિ વિધિ કરવા સુધી. ઉપર્યુક્ત પ્રમાણે વસતિમાં રહેવાનું હોય છે.
આ માંડલાનો પાઠ ભણવા માટે નીચે પ્રમાણે વિધિ દર્શાવાય છે.
ખમાં. પ્રાણિ. કરી ઈરિયા. કરી યાવત્ પ્રગટ “લોગસ્સસૂત્ર ભણવું. પુનઃ ખમા. પ્રણિ. પછી ઇચ્છા. સંદિ. સ્વૈડિલ પડિલેહું ? (એમ કહી ગુરુ પાસે આદેશ માગે) ગુરુ કહે-પડિલેહેહ (એમ આજ્ઞા આપે) ત્યારે ઇચ્છે' કહી ચોવીસ માંડલાંનો પાઠ ભણવો.
શ્રી ઉપદેશમાલા ગાથા ૩૭૫માં આ માંડલા માટે નીચે પ્રમાણે કહ્યું છે :
बारस बारस तिन्नि अ, काइअ उच्चार कालभूमीओ । अंतो बहिं अहिआरो, अण हिआसेण पडिलेहा ॥
ભાવાર્થ-બાર, બાર અને ત્રણ એમ અનુક્રમે લઘુનીતિ, વડી નીતિ અને કાળગ્રહણ માટે કુલ ૨૭ સ્થાનો(જગ્યા)નું પડિલેહણ-પ્રમાર્જન કરે તેમાં હાજત સહન થાય તો મકાનની બહારની અને સહન થાય નહીં ત્યારે અંદરની ભૂમિનો ઉપયોગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org