Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮ ૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(ઉપાશ્રયના દ્વાર પાસે )અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૩. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૪. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૫. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૬. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૩. ત્રીજાં છ માંડલાં.*
૧. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં પાસેની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૨. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં પાસેની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
ગળાડે - જ્યારે આગાઢ કારણ ન હોય, મકાનની બહાર જવામાં હરકત ન હોય, ત્યારે મકાન બહારની બે જગ્યાઓ રાખવામાં આવે છે. તેમાં અહિયાસેના પ્રસંગમાં (ઉપાશ્રયના) બારણાની બહા૨માં પાસેની ભૂમિ અને ક્રિયાસેના પ્રસંગમાં સો ડગલાંની અંદરની નિર્જીવજગ્યાનો વડીનીતિ લઘુનીતિ કરવાને માટે) ઉપયોગ ક૨વાનો હોય છે. પ્રથમ પાઠમાં ૩વારે – પાસવળે - એ બે પાઠથી ઝાડો-પેશાબ બન્ને સમજવાં. બીજા પાઠમાં પાસવળે માત્ર પ્રસ્રવણ-પેશાબ સમજવો.
-ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧ પૃ. ૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org