Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચોવીસ માંડલાં ૭૪૭
માટે (સંથારા પાસેની જગ્યા છોડીને)* મધ્યની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે.
૫. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની તથા મધ્યની જગ્યા છોડીને) દૂરની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે.
૬. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની તથા મધ્યની જગ્યા છોડીને) દૂરની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે.
એમ સંથારાની પાસે છ માંડલાંનો અર્થ સમજવો. ૨. બીજાં છ માંડલાં,
૧. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વા૨ પાસે અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૨. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે * ત્રાસન્ને નજીક, મળ્યે – મધ્યનાં, રે – દૂર એમ દરેકમાં ત્રણ ત્રણ સ્થાનો એટલા માટે રાખવાનાં હોય છે કે જો રાત્રિએ બહારની જમીનમાં કોઈ બળદ વગેરે પશુઓનો અને અંદરની જમીનમાં કોઈ કીડી, કથુ આદિ જીવોનો ઉપદ્રવ થાય તો નજીકની (જગ્યા) છોડીને મધ્યની જગ્યા અને મધ્યની જગ્યામાં પણ ઉપદ્રવ હોય તો દૂરની - એમ ત્રણમાંથી કોઈ એક જગ્યાનો યથાસંભવ ઉપયોગ થઈ શકે. આગાઢ કારણો - વિશિષ્ટ રોગ કે રાજા, ચોર વગેરેનો ભય હોય અથવા સંયમનો ઉપઘાત થાય તેવાં વિશેષ કારણો હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતિએ માંડલાંના પાઠનો અર્થ જાણવો. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧ પૃ. ૨૬૧ થી ૨૬૨
-
૧. મકાનમાં જ વડી-લઘુનીતિ કરવાને માટે બે જગ્યાઓ રાખવામાં આવે છે, એક સંથારાની પાસે અને બીજી (ઉપાશ્રયના) દ્વાર પાસે. અંદરના ભાગમાં-તેમાં અળદિયાસે - સ્થંડિલ-માત્રાની હાજત વધુ પડતી અસહ્ય હોવાના કારણે વિલંબ ન કરી શકાય તેમ હોય તો સંથારા પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે, અને અદિયાને તેવી વધુ પડતી હાજત ન હોય-વિલંબ કરી શકાય તેમ હોય તો બારણા પાસેની અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૨૬૧-૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org