________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ચૂકીને રાગાદિભાવ કરે છે ત્યારે કર્મનું બળવાનપણું કહેવાય છે. કર્મ બળવાનપણે રાગાદિ કરાવતું નથી.
પ્રશ્ન- સમયસારમાં જ એમ કહ્યું છે કે:- વથા વા રામોદાયા વા भिन्ना भावा सर्व एबास्य पुंसः।
અર્થ:- વર્ણાદિ અથવા રાગાદિભાવ છે તે બધાય આ આત્માથી ભિન્ન છે. વળી ત્યાં જ રાગાદિને પણ પુદ્ગલમય કહ્યા છે.
જુઓ, અહીં ગ્રંથકાર પ્રશ્નકાર તરફથી પ્રશ્ન કરે છે કે-રાગાદિ અને શરીર વગેરે, દયાદાનનો ભાવ, વ્યવહારરત્નત્રયનો ભાવ આત્માથી ભિન્ન છે અને પુદ્ગલમય છે એમ કહેલ છે. રાગથી આત્મા અને આત્માથી રાગ પરસ્પર ભિન્ન છે, એમ બીજા શાસ્ત્રોમાં પણ આવે છે તો તે કેવી રીતે છે?
- રાગાદિભાવ ઔપાધિક ભાવ છે ઉત્તરઃ- પરદ્રવ્યના નિમિત્તથી એ રાગાદિભાવ ઔપાધિકભાવ છે. આત્મામાં જેટલો ઉપાધિભાવ થાય છે તે બધો પરદ્રવ્યના લક્ષે થાય છે. કર્મના નિમિત્ત વખતે આત્મા પોતે નૈમિત્તિકભાવ રાગાદિ કરે છે, તેથી તે ઉપાધિભાવ છે. હવે આ જીવ તેને સ્વભાવ જાણે તો તેને બૂરો કેમ માને ? અથવા નાશનો ઉપાય પણ કેવી રીતે કરે? એટલે કે જો જીવ રાગાદિ ઉપાધિભાવને પોતાનો સ્વભાવ જાણે તો તેને નાશ કરવાનો ઉપાય તે કરતો નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં અઠાવીસ મૂળગુણના વિકલ્પ આવે છે, તે ઉપાધિભાવ છે, વિકારભાવ છે, અધર્મભાવ છે. સમ્યગ્દષ્ટિને વ્યવહારરત્નત્રય ઉપચારથી ધર્મ કહેવાય છે, પણ ખરેખર તો વ્યવહારરત્નત્રયભાવ છે તે પણ અધર્મભાવ છે. તે રાગને જીવ પોતાનો સ્વભાવ માને તો તેનો નાશ કરવાનો ઉપાય કેવી રીતે કરે ? તેથી નિમિત્તની મુખ્યતાએ પુદ્ગલનો છે એમ કહેલ છે.
નિમિત્તની મુખ્યતાથી રાગાદિભાવ પુગલમય છે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, આગમજ્ઞાન અને કષાયની મંદતા તે વ્યવહાર છે, ઉપાધિ છે, મલિન છે. તેને અજ્ઞાની ભલો માને છે, માટે તે તેના નાશનો પુરૂષાર્થ કરતો નથી. જેનાથી લાભ માને તેને કેવી રીતે નાશ કરે? સ્વભાવની રુચી કરું તો મિથ્યાત્વનો નાશ થાય છે અને સ્વભાવમાં સ્થિર થાઉં તો અસ્થિરતારૂપ રાગનો નાશ થાય છે. તેથી તે ઉપાધિભાવને છોડાવવા માટે, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com