________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯
અધિકાર સાતમો]. જાય છે. મુનિદશા વખતે અમુક વખત છઠા ગુણસ્થાનમાં હોય છે. અને પાછા સાતમા ગુણસ્થાનમાં આવે છે. એવા મુનિને વિકલ્પ વખતે શાસ્ત્રના અભ્યાસનો વિકલ્પ હોય છે. મહાવિદેહક્ષેત્રમાં ભાવલિંગી મુનિઓ બિરાજે છે તે આવા મુનિઓ હોય છે. ગણધર જ્યારે નમસ્કારમંત્ર ભણે ત્યારે તેના નમસ્કાર આવા ભાવમુનિને પહોંચે છે. ગણધર વ્યવહારમાં તે મુનિને સીધો નમસ્કાર ન કરે, પણ નમસ્કારમંત્રમાં આવા મુનિઓનો સમાવેશ થઈ જાય છે.
| નિશ્ચયાભાસી ઘણા એવા હોય છે કે તેઓ પ્રમાદી થઈ ચોવીસ ચોવીસ કલાક પડ્યા રહે ને એમ માને કે અમારી દશા ઘણી ઊંચી થઈ ગઈ છે. તે નિશ્ચયના
સ્વરૂપને સમજ્યા નથી અને એકલા અશુભભાવમાં રહે છે. અહીં તો કહે છે કે મુનિ પણ શાસ્ત્રાભ્યાસ કરે છે. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે મુનિ જો ધ્યાનમાં રહે તો સારું છે; જો ધ્યાનમાં ન રહી શકે તો શાસ્ત્રાભ્યાસમાં રોકાવું તે કર્તવ્ય છે, પણ બીજા ઠેકાણે ઉપયોગ લગાવવો યોગ્ય નથી. શાસ્ત્રાભ્યાસ વડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શનજ્ઞાન નિર્મળ થાય છે.
વીર સં. ૨૪૭૯ માહ વદ ૬ ગુરુવાર, તા. પ-ર-પ૩
શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન વળી નિશ્ચયાભાસી કહે છે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી તો પછી શાસ્ત્ર ભણવા તે નિરર્થક છે. તેને કહે છે કે-શાસ્ત્રથી જ્ઞાન થતું નથી એ વાત તો બરાબર છે પણ સવિકલ્પ દશાવાળાને શાસ્ત્રનો અભ્યાસ કરવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. શાસ્ત્ર વડે તો તત્ત્વોના વિશેષો જાણવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-નિર્મળ થાય છે. જુઓ શાસ્ત્રાભ્યાસથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે એમ કહેલું છે, પણ ખરેખર તો શાસ્ત્રાભ્યાસથી નિર્મળ થાય નહિ, પણ નિશ્ચયાભાસી પર્યાયને માનતો જ નથી તેને કહે છે કે આત્માનું અવલંબન લઈને જે જીવ સમ્યગ્દર્શન નિર્મળ કરે છે તેને શાસ્ત્ર નિમિત્તરૂપે થાય છે. માટે શાસ્ત્રાભ્યાસ કરતાં નિર્મળ થાય છે એમ કહેલ છે.
વળી જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે ત્યાં સુધી કષાય પણ મંદ રહે છે અને ભાવી વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે; તેથી એવાં કાર્યોને નિરર્થક કહી શકાય નહિ. સમ્યજ્ઞાનીને વીતરાગભાવની વૃદ્ધિ થાય છે એનો અર્થ એવો છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com