________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) નિશ્ચય-વ્યવહારનયાભાસાવલંબી મિથ્યાષ્ટિઓનું
સ્વરૂપ જે જીવ એમ માને છે કે જિનમતમાં નિશ્ચય-વ્યવહાર બે નય કહ્યા છે, માટે અમારે એ બન્ને નયોનો અંગીકાર કરવો. તેની એ માન્યતા મિથ્યાત્વ છે. ભગવાને બે નય કહ્યા છે. કયારેક નિશ્ચયનય અને કયારેક વ્યવહારનય, એમ બન્ને નયોને અંગીકાર કરવા, કેમકે ભગવાનનો માર્ગ અનેકાંત છે; એકાંત કરવું નહિ એમ મિથ્યાદષ્ટિ માને છે; પણ વ્યવહારનયના અંગીકારના અર્થને તે સમજતો નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે એને જાણવો તે વ્યવહારનયનો અંગીકાર છે. આત્મામાં અલ્પજ્ઞાનની પર્યાય છે એને જાણવું કે મારી પર્યાય અલ્પજ્ઞાનરૂપ છે તે વ્યવહારનય છે. રાગને આદરવો તેને અજ્ઞાની વ્યવહારનય કહે છે તેણે તો વીતરાગભાવ અને રાગભાવ બન્નેથી લાભ માન્યો; તે એકાંત છે.
મિથ્યાદષ્ટિ બને નયોને આદરણીય માને છે. તે જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે, પણ એમાં તો પરસ્પર વિરોધ આવે છે; કેમ કે નિશ્ચયનય અંગીકાર કરવા જેવો છે અને વ્યવહારનય હેય છે, એ વાત તેને ખ્યાલમાં આવી નથી. બન્ને નયોનું સાચું સ્વરૂપ અને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે, તેમાં કોઈને પણ છોડ્યો જતો નથી, તેથી તે ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. એ જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા.
હવે તે અજ્ઞાની મિથ્યાષ્ટિની પ્રવૃત્તિ કેવી હોય છે તેને વિશેષતાથી કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com