________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૮ ]
(2
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અનાદિની વ્યવહારષ્ટિ છોડી નહિ. તો તે જીવે અમારો ઉપદેશ સાંભળ્યો જ નથી. ઉપદેશમાં વ્યવહાર આવે ત્યાં કહે કે “ જીઓ, અમારો વ્યવહાર આવ્યો કે નહિ!” એમ કહીને વ્યવહારના આશ્રયથી લાભ માને છે, તે મિથ્યાદષ્ટિ છે. અભવ્યના અભિપ્રાયમાં ને તેના અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. કેમ કે શ્રી સમયસારમાં કહ્યું છે કેઃ- “ અભવ્યને વ્યવહારના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે.” ૫રમાર્થની દૃષ્ટિ કરતો નથી તે વ્યવહારના આશ્રયથી લાભ માને છે તે જીવ ઉપદેશને લાયક નથી. ઉપદેશ આપીને અમારે તો અભેદની દૃષ્ટિ કરાવવી છે, કાંઈ ભેદનું અવલંબન નથી કરાવવું, પણ ઉપદેશમાં વ્યવહાર આવ્યા વિના રહેતો નથી; કેમ કે:
उपादानविधि निर्वचन है निमित्त उपदेश "
એ જ પ્રમાણે
“ निश्चयविधि निर्वचन है व्यवहार उपदेश "
**
66
ઉપદેશથી લાભ નથી” એમ કહે, ત્યાં અજ્ઞાની કહે કે “જો ઉપદેશથી અમને લાભ ન થતો હોય તો આપ ઉપદેશ કેમ આપો છો?” તો જ્ઞાની કહે છે કે અરે મૂઢ ! તારે માટે અમારો ઉપદેશ નથી. અમારા ઉપદેશનું રહસ્ય તું સમજ્યો નથી.
દિગંબરનો સિદ્ધાંત છે કે પરમાર્થ વગર વ્યવહાર હોય જ નહિ. ૫૨માર્થના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, ને ૫૨માર્થ થયો ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે, વ્યવહારના આશ્રયથી જે લાભ માને તે જીવ દેશનાને પાત્ર નથી. અંતરમાં જ્ઞાનવસ્તુ છે તેને પકડી ત્યારે રાગમાં વ્યવહારનો આરોપ આવ્યો અંત૨માં પરમાર્થ વસ્તુને પકડયા વગર વ્યવહા૨ કોનો ? સિંહને ઓળખવા માટે કહે કે “ જો, બિલાડી જેવો સિંહ હોય,” ત્યાં બીલાડીને જ સિંહ માની લે તે સાચા સિંહને જાણતો નથી. તેમ જે પરમાર્થને તો જાણતો નથી અને વ્યવહા૨થી ૫૨માર્થ સમજાવવા ઉપદેશ કર્યો, ત્યાં વ્યવહારને જ ૫૨માર્થ માનીને શ્રદ્ધા કરે છે જીવ પરમાર્થને સમજતો નથી વ્યવહાર અસત્યાર્થ છે તેને જ જે સત્યાર્થ માને તેને તો અસત્યાર્થ જ સત્યાર્થપણાને પ્રાપ્ત થાય છે, એટલે કે તે જીવ અસત્ય શ્રદ્ધાન કરે છે.
વ્યવહા૨ને સત્ય કહ્યો તેથી કોઈ અજ્ઞાની જીવ એમ કહે કે વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com