________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છૂટી જાય છે એટલે કે શુભની ઉત્પતિ જ ત્યાં થતી નથી.
- કમબદ્ધપર્યાયમાં તો કાંઈ ફેર નથી પડતો, પણ ઉપદેશમાં તો એમ જ કથન આવે કે પાપ છોડો, અશુભ છોડો. શુભ અને અશુભ બન્ને ઉપયોગ અશુદ્ધ જ છે; પણ તેમાં શુભ કરતાં અશુભમાં વધારે અશુદ્ધતા છે. જ્યાં શુદ્ધોપયોગ છે ત્યાં તો બહારમાં લક્ષ જ નથી. ચૈતન્યના અનુભવમાં જ એકાગ્રતા વર્તે છે એટલે પરદ્રવ્યનો તો તે સાક્ષી જ છે. તેથી ત્યાં પારદ્રવ્યનું તો કાંઈ પ્રયોજન નથી. પરંતુ શુભ ઉપયોગ વખતે બાહ્યમાં અહિંસા પાળું, જોઈને ચાલુ ઇત્યાદિ વ્રતાદિકની પ્રવૃત્તિ હોય છે. તથા અશુભ ઉપયોગ વખતે હિંસા વગેરે અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે. આ રીતે શુભ અને અશુભ ભાવરૂપ અશુદ્ધ ઉપયોગ વખતે પરદ્રવ્યની પ્રવૃત્તિ સાથે નિમિત્તનૈમિત્તિકપણું હોય છે. જ્યાં શુદ્ધોપયોગ છે ત્યાં તો પરદ્રવ્ય સાથે સંબંધ જ નથી; શુદ્ધ ઉપયોગને તો સ્વભાવની સાથે જ સંબંધ છે. આ ગ્રહું ને આ છોડું ઈત્યાદિ ગ્રહણત્યાગના વિકલ્પ શુદ્ધોપયોગમાં નથી હોતા. જ્યારે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુદ્ધ ઉપયોગમાં શુભ-અશુભ રાગ હોય છે.
પ્ર. વૈશાખ સુદ ૧૦ ગુવાર, તા. ૨૩-૪-પ૩ શુભને અને શુદ્ધને કારણે કાર્યપણું નથી કોઈ એમ માને છે કે-શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. હવે ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ જો કારણકાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો મિથ્યાદષ્ટિને યોગ્ય ઉત્કૃષ્ટ હોય છે ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી. તેથી વાસ્તવિકપણે એ બન્નેમાં કારણ-કાર્યપણું નથી.
અશુભમાંથી સીધો શુદ્ધોપયોગ કોઈને ન થાય. અશુભ ટળીને શુભ થાય, ને શુભ ટળીને પછી શુદ્ધ થાય છે. જો કે વ્રતના પરિણામ પણ છોડવા જેવા છે, પણ સમ્યગ્દષ્ટિને પહેલાં અવ્રતના પરિણામ છૂટીને વ્રતનાં પરિણામ થાય છે ને પછી શુદ્ધોપયોગ થતાં વ્રતના શુભ પરિણામ પણ છૂટી જાય છે. વાસ્તવિકપણે શુભ તે શુદ્ધનું કારણ નથી. જો શુભ તે શુદ્ધિનું કારણ હોય તો તો અશુભ તે શુભનું કારણ થાય, પણ એમ નથી. વળી જો શુભ તે શુદ્ધનું કારણ થાય તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com