Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan
Catalog link: https://jainqq.org/explore/008266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો (ભાગ- ૨: અધ્યાય સાતમો ) પંડિતપ્રવર શ્રી ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ કરેલા પ્રવચનોનો સાર : પ્રકાશક : શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ શ્રી દિગંબર જૈન સંઘ શ્રી કાનજીસ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રતઃ ૧OOO વીર સંવત ૨૫૧૬ વિ. સં. ૨૦૪૬ ત્રીજી આવૃત્તિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Hevika Foundation (hastè Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Mokshmarg Prakashak Na Kirno Part-II is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate, 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates = Version History Date Changes Version Number 001 22 Dec 2002 First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મયુગગ્નષ્ઠા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય ત્રીજી આવૃત્તિ પ્રસંગ શ્રીમાન પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથને સૂર્યની ઉપમા આપી છે, સૂર્યની જેમ તે મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે. આ ગ્રંથમાં લેવામાં આવેલ વિષયો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ બે વખત અપૂર્વ પ્રવચનો આપેલ છે; પ્રથમ ઈ. સ. ૧૯OO (સંવત ૨OOO ) માં અને બીજી વખત ઈ. સ. ૧૯૫ર (સંવત ૨OO૮) માં તેમાં અલૌકિક ભાવોના રહસ્યોનું ઉદ્ઘાટન કરેલ છે. આ બન્ને વખતના પ્રવચનોમાંથી ઈ. સ. ૧૯૪૪માં પ્રવચનો, પુસ્તક આકારે “મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો ભાગ-૧ તથા ભાગ-ર પ્રકાશિત થઈ ચુક્યા હતા; પહેલા ભાગમાં અધિકાર ૧ થી ૬ અને બીજા ભાગમાં અધિકાર ૭નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બન્ને ભાગો ઉપલબ્ધ નહિ હોવાથી તેની દ્વિતીય આવૃત્તિ આ સંસ્થા તરફથી પ્રકાશન કરવામાં આવી છે. બીજા ભાગથી એટલે અધિકાર સાતમા ઉપરના પ્રવચનોની દ્વિતિય આવૃત્તિ હાલે ઉપલબ્ધ રહેવા પામી નથી એટલે આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવે છે. અધિકાર ૮ તથા ૯ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનું પણ ભાગ ત્રીજારૂપે આ સંસ્થાએ પ્રકાશન કરેલ છે. આ રીતે મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રના બધા અધિકારો ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો મુમુક્ષુ સમાજને ત્રણ ભાગમાં ઉપલબ્ધ થાય છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનો બહોળા પ્રમાણમાં લાભ લેશે. પૂ. ગુરુદેવશ્રીની સરળ- ભાવવાહી- હૃદયસ્પર્શી શૈલીથી તો સમાજ પરિચિત છે જ. એ રીતે આ મહાન કલ્યાણકારી ગ્રંથમાં રહેલા અતિશય ગુઢ આશયો સમજવામાં આ ત્રણ ભાગો સહાયરૂપ થશે. આશા છે કે આ પુસ્તક મુમુક્ષુ સમાજને ઉપયોગી થશે. શ્રી કહાનગુરુ સત સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષયાનુક્રમણિકા ક્રમ વિષય ૧ કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું વર્ણન સંસારપર્યાયમાં મોક્ષપર્યાયની માન્યતા તે ભ્રમ છે ત્રણ પ્રકારની ઊંધી માન્યતા શક્તિમાંથી વ્યક્તિ આત્માનો પારિણામિકભાવ સ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે સૂર્ય અને મેઘપટલનું દષ્ટાંત આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે પાંચ મહાવ્રતાદિના પરિણામ તે રાગ છે પ્રથમ શું નક્કી કરવું જોઇએ? કર્મ- ઉદયનો અર્થ નિમિત્ત અને ઉપાદાન નિમિત્ત અને નૈમિત્તિક વ્યવહારનયના કથનનો આશય શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે તેનો આશય વિકાર જીવ અને કર્મપ્રકૃતિ એ બન્નેનું પણ કર્તવ્ય નથી રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું કાર્ય નથી રાગાદિ ભાવો આત્મામાં જ થાય છે કર્મ રાગ કરાવતું નથી રાગાદિ ભાવ ઔપાધિકભાવ છે નિમિત્તની મુખ્યતાથી રાગાદિ ભાવ પુગલમય છે વિભાવભાવના નાશનો ઉધમ કરવો યોગ્ય છે નિશ્ચયાભાસીની ભૂલના ચાર પ્રકાર પૃષ્ઠ ક્રમ વિષય ૫૯ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન આત્મા અને શરીર બન્નેની અવસ્થા સ્વતંત્ર દ્રવ્યદૃષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે આત્માને કર્મ-નોકર્મ સાથે તાદાભ્ય સંબંધ નથી પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે ૧૧ સ્વ-પરપ્રકાશકશક્તિ આત્માની છે પદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે ૧૫ સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે ૧૫ આત્માની નિર્મળ અનુભૂતિ થઈને અકપાયભાવ થવો તે પર્યાયની શુદ્ધતા છે જ્ઞાનીને પણ શાસ્ત્રાભ્યાસ વગેરે શુભ વિકલ્પો હોય છે શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી ધર્મ ન થાય પહેલાં તત્ત્વજ્ઞાન કરવું જોઈએ ૧૦ ૧૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમ ૫૪ ૫૬ ૨. વિષય પૃષ્ઠ ક્રમ વિષય પૃષ્ઠ પરિણામ અને બાહ્ય ક્રિયાનો ૪. જૈનભાસી મિથ્યાદષ્ટિઓની નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પર ધર્મસાધના ૧૦૨-૧૦૮ સમ્યગ્દર્શન પછી જ સાચી પ્રતિજ્ઞા આત્માના ભાન પછી શુભરાગ હોય હોય છે છે; કર્મથી રાગથી થતો નથી ૧૦૪ શુભભાવથી કર્મનો સ્થિતિ જાણનાર તે કર્તા નહિ.. કર્તા તે અનુભાગ ઘટી જાય છે. જાણનાર નહી ૧૦૫ શુભાશુભ બન્ને આસ્રવ છે પણ સર્વશાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગ ભાવ છે; અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે પ૭ શુભ ભાવ ધર્મ નથી પણ પુણ્ય છે ૧/૬ કેવળ નિશ્ચયાવલંબી જીવની વ્યવહારરત્નત્રયઆસ્રવ છે, અરિહંતનું પ્રવૃત્તિ ૬૦-૭૫ મહાનપણું વૈભવથી નહિ પણ વીતરાગભાવ સહિત સ્વ-પરનું વીતરાગીથી વિજ્ઞાનથી છે ૧/૮ જાણપણું તે નિર્વિકલ્પ દશા ૬૮ ૫. જૈનાભાસોની સુદેવ- ગુરુ- શાસ્ત્ર પદ્રવ્ય રાગદ્વેષનું કારણ નથી ભક્તિનું મિથ્યાણું ૧૦૯-૧૨૭ પદ્રવ્યનું જાણપણું દોષ નથી કેવળજ્ઞાનના કારણે દિવ્યધ્વનિ આત્માની શ્રદ્ધા- જ્ઞાન આચરણનો અર્થ ૭૪ ખરતો નથી ૧૧) કેવળ વ્યવહારાવલંબી જૈનભાસોનું જ્ઞાનીને જ સાચી ભક્તિ હોય છે ૧૧૬ નિરૂપણ ૭૬-૧૦૧ જ્ઞાની અને અજ્ઞાનીની ભક્તિમાં જડ-ચેતનની પર્યાયો ક્રમબદ્ધ છે ૭૮ વિશેષતા સ્વભાવની દૃષ્ટિ કરવી તે ચારે અજ્ઞાનીની ગુરુભક્તિ ૧૧૮ અનુયોગનું તાત્પર્ય છે ગુરુનું સ્વરૂપ સમજ્યા વિના ગુરુ સામાન્ય-વિશેષ બને નિરક્ષેપ માનવા તે અજ્ઞાન છે ૧૧૯ કુળક્રમથી ધર્મ થતો નથી મુનિનું સાચું લક્ષણ ૧૨૨ કેવળ આજ્ઞાનુસારી સાચા જૈન નથી શાસ્ત્રભક્તિસંબંધી અજ્ઞાનીની ભૂલ પરીક્ષા કરીને આજ્ઞા માનવી તે જૈનશાસ્ત્રનું સાચું લક્ષણ ૧૨૪ આજ્ઞા સમ્યકત્વ ૯૨ ૬. તત્ત્વાર્થ શ્રદ્ધાનનું યથાર્થપણું ગણધરના નામે લખેલાં કલ્પિત ૧૨૮-૧૭૩ શાસ્ત્રોની શ્રદ્ધા છોડવી ભાવભાસનનું દૃષ્ટાંત સહિત નિરૂપણ ૧૨૯ શુભરાગથી સંસાર પરિત થતો નથી જીવ-અજીવતત્ત્વના શ્રદ્ધાનની પર જીવાની દયા પાળવી વગેરે અયથાર્થતા જૈનધર્મ સાચું લક્ષણ નથી ૯૬ નૈમિત્તિક ક્રિયા સ્વતંત્ર થાય છે, તેમાં દયા, દાન, તપથી સમ્યત્વ થતું નથી ૯૭ અન્ય પદાર્થ નિમિત્તમાત્ર છે ૧૩૩ લૌકિક પ્રયોજન અર્થે ધર્મક્રિયા કરે આસ્રવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ૧૩૫ તેને પુણ્ય પણ થતું નથી બંધતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ૧૪) ૧૧૭ ૧૨૩ ૯૪ = ૧૩૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૭. ૮. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય શુભરાગ સંવર નથી પણ આસ્રવ છે નિર્જરાતત્ત્વના બ્રહાનની અયથાર્થતા નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે નિર્જરાના ચાર પ્રકાર જૈન કોણ? અર્જુન કોન ? આત્માના ભાન વિનાનો ઉપવાસ લાંઘણ છે કેવળી ભગવાનને અશાતા શાતારૂપે પરિણમે છે. વિશુદ્ધતા અનુસાર નિર્જરા થાય છે, બાહ્ય પ્રવર્તન અનુસાર નહિ મોક્ષતત્ત્વના કાનની અયથાર્થના અનંતતાના સ્વરૂપને કેવળી અનંતપણે જાણે દેખે અજ્ઞાનીને તત્ત્વાર્થ શ્રદ્ધાન નામનિક્ષેપથી છે સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદજ્ઞાન સમ્યગ્દર્શન વિના એકલો વ્યવહાર નમો છે. સમ્યજ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા શાસ્ત્રાભ્યાસ પોતાના જ્ઞાનલાભ માટે છે. બીજાને સંભળાવવા માટે નહિ શાસ્ત્રવાંચનનું પ્રયોજન આત્મા ઉપર જકર્મનો પ્રભાવ નથી ચારે અનુયોગના અભ્યાસનું પ્રયોજન દેશનાલબ્ધિમાં નિમિત્ત સમ્માની જ હોય છે. સમ્યક્ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા સમ્યગ્દર્શનભૂમિ વિના પ્રતરૂપી વૃક્ષ ન થાય પૃષ્ઠ ક્રમ ૧૪૫ ૧૫૨ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૬૧ ૧૬૨ ૧૬૫ ૧૬૬ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૪-૧૮૫ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૮૦ ૧૮૨ ૧૮૬-૨૧૪ ૧૮૯ વિષય તત્ત્વજ્ઞાન વિના સર્વ આચરણ મિથ્યા છે. જ્ઞાન પચ્ચખાણ છે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે જ્ઞાની પોતાની શક્તિ-અનુસાર પ્રતિજ્ઞા લે છે. ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે તે નિમિત્તનું કથન છે છએ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે. જૈન ધર્મની આમ્નાય તત્ત્વજ્ઞાનપૂર્વક જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે આત્માના ભાન વિનાનું આચરણ મિથ્યાચારિત્ર છે તત્ત્વજ્ઞાનપૂર્વક આચરણ સમ્યક્ચારિત્ર છે ચારિત્ર આનંદદાયક છે તેને કષ્ટદાયક માનવું તે મિથ્યાત્વ છે તે પ્રકારનું ચારિત્ર મંદકષાય છે ધર્મ નથી અતિસ્મરણ જ્ઞાન ૯. દ્રવ્યલિંગીના ધર્મસાધનમાં અન્યથાપણું પણને ઇષ્ટ અનિષ્ટ જાણી ગ્રહણત્યાગ કરવો તે બુદ્ધિમિથ્યા છે પરદ્રવ્ય ભલાં-બૂરાં નથી, છતાં માનવા તે વિધ્યાબુદ્ધિ છે નિમિત્તના કારણે ભાવ બગડતો નથી સાચી ઉદાસીનતા પર ચીજ પરિણામ બગાડવા સમર્થ નથી. મત્રતાદિ ચારિત્ર નથી પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com પૃષ્ઠ ૧૯૧ ૧૯૩ ૧૯૩ ૧૯૬ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૭ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૨૧૫-૨૨૩ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્રમ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ચારિત્રમાં દોષ છે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રતાદિને સરાગ ચારિત્ર વાય છે ૧૦. દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું તત્ત્વજ્ઞાન વિના દ્રવ્પલિંગી કાયનું પોષણ કરે છે જૈન એટલે સ્વતંત્ર વસ્તુ સ્વભાવ કહેનાર શુભભાવ જ્ઞાનીને દંડ સમાન, મિથ્યાદષ્ટિને વ્યાપાર સમાન છે દ્રવ્યલિંગી કર્મ અને આત્માને ભિન્ન માનતો નથી દ્રવ્યલિંગી સાધુ અસંયત સમ્યગ્દષ્ટિ તથા દેશસંચન કરતાં ટીન છે. સંયોગ વાળાને શ્રી ધર્મ ધતો નથી. સંસારતત્ત્વ કોણ ? ૧૧. નિશ્ચય-વ્યવહારનયાભાસાવલંબી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ મોક્ષમાર્ગ બે નથી; તેનું નિરૂપણ બે પ્રકારે છે સાચું નિરૂપણ તે નિશ્ચય; ઉપચાર નિરૂપણ તે વ્યવલર સંસારનું મૂળ મિથ્યાદર્શન છે; તેના નાશથી સંસારનો નાશ થાય છે અવસરનય અસત્યાર્થ. નિશ્ચયનય સત્યાર્થ છે પૃષ્ઠ ક્રમ ૨૨૧ ૨૨૨ ૨૨૪-૨૩૨ નિશ્ચયનય અને વ્યવસરની વ્યાખ્યા વ્રતાદિ મોક્ષમાર્ગ નથી, છતાં નિમિત્તાદિની અપેક્ષાએ તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૩-૨૭૮ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૯ ૨૪૧ વિષય કારણ-કાર્યમાં નિશ્ચય-વ્યવહાર પ્રવૃત્તિ નયરૂપ નથી. અભિપ્રાયઅનુસાર પ્રરૂપણાથી પ્રવૃત્તિમાં બન્ને નય બને છે. નિશ્ચયને ઉપાદેય અને વ્યવહારને હેય માનવો તે બન્ને નયનું શ્રદ્ધાન છે જે આત્માર્થમાં જાગે છે તે વ્યવહારમાં સૂતા છે વ્યવહાર જાણવા યોગ્ય છે ઉપાય નથી. નવ પ્રકારના આરોપ વ્યવહાર વ્યવહારનય પદાર્થનું અસત્યાર્થ કથન કરે છે; તે પ્રમાણે માનવું મિથ્યાત્વ છે બન્ને નયોના ગ્રહણનો અર્થ બન્ને નોને સમાન સત્યાર્થ ન જાણવા નિમિત્તનો કાંઈ પ્રભાવ પડતો નથી. આત્મામાં રાગની ઉત્પત્તી ન થવી તે ખરી અહિંસા વ્યવહારનય પરમાર્થને સમજાવવા માટે છે. વ્યવહારનયથી કથનના ત્રણ પ્રકાર વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના વ્રતાદિને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. “બોલે તેના બે “ વ્યવહારનો પહેલો પ્રાર વ્યવહારનો બીજો પ્રકાર વ્યવહારનો ત્રીજો પ્રકાર વ્રતાદિને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે ત્રણે પ્રકારના વ્યવહાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com પૃષ્ઠ ૨૪૨ ૨૪૩ ૨૪૫ ૨૪૮ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૦ ર૬ર ૨૬૩ ૨૬૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમ પૃષ્ઠ ૨૮૪ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ વિષય પૃષ્ઠ ક્રમ વિષય વ્યવહારનય કાર્યકારીનો અર્થ! ર૬૬ છે, કર્મને કારણે વિકાર નથી જે કેવળ વ્યવહારને જ સમજે શુભરાગથી સંસાર પરિમિત છે તે ઉપદેશને લાયક નથી ૨૬૭ થતો નથી વ્રતાદિક વ્યવહાર નથી, પણ વ્રતાદિકને ભાવભાસનપૂર્વક પ્રતીતિ તે જ મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે સાચી પ્રતીતિ છે સમ્યગ્દર્શન થયા પછી વ્રતાદિ પરીક્ષા કરીને હેય-શૈય-ઉપાદેય શુભભાવને મોક્ષમાર્ગનો ઉપચાર તત્ત્વોને ઓળખવા આવે છે, અશુભને નહિ ૨૭) પ્રયોજનભૂત હેય-ઉપાદેય તત્ત્વોની એક જ પર્યાયમાં પરસ્પર વિરૂદ્ધ બે પરીક્ષા કરી બરાબર નિર્ણય કરવો ભાવો માનવા તે મિથ્યા શ્રદ્ધા છે ૨૭ર અવશ્ય જાણવા યોગ્ય તત્ત્વો શુદ્ધ ઉપયોગ જ ધર્મનું કારણ છે ૨૭૪ સમ્યકત્વસમ્મુખ જીવનો ઉત્સાહુવીતરાગ શુદ્ધોપયોગ જ મોક્ષનું પૂર્વક પ્રયત્ન કારણ છે ૨૭૫ તત્ત્વવિચાર થતાં જ સમ્યકત્વનો શુભને અને શુદ્ધને કારણકાર્યપણું અધિકારી નથી ૨૭૬ ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ તે નિશ્ચય-વ્યવહાર રત્નત્રય સંબંધી જ સમ્યગ્દર્શન અજ્ઞાનીનો ભ્રમ સમ્યકત્વ સાથે દેવ- ગુરુ આદિની સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિનું પ્રતીતિનો નિયમ છે નિરૂપણ ૨૭૯-૩૦૧ પાંચ લબ્ધિઓનું સ્વરૂપ સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની પાત્રતા ૨૭૯ પરિણામોની વિચિત્રતા વિકાર જીવનો તે સમયનો કાળ સંસારનું મૂળ મિથ્યાત્વ છે ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૧૨. ૨૯૪ ૨૯૫ ૨૯૮ ૩OO Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates श्रीसिद्धेभ्यः नमः श्रीमोक्षमार्ग प्रकाशकेभ्यः नमः જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ વીર સં. ૨૪૭૯ મહાસુદ ૧૦ શનિ, ૨૪-૧-૫૩ દિગંબર સંપ્રદાયમાં સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતા હોવા છતાં જીવ મિથ્યાદષ્ટિ કેવી રીતે છે? તેની વાત કરે છે. વેદાંત, બૌદ્ધ શ્વેતામ્બર, સ્થાનકવાસી વગેરે જૈનમતને અનુસરનારા નથી. તેમની વાત તો આ શાસ્ત્રના પાંચમા અધિકારમાં કહી છે. અહીં તો વીતરાગની પ્રતિમાને પૂજે, નગ્ન મુનિને માને, એમનાં કહેલાં શાસ્ત્રોને માને એવા જૈનમત-અનુયાયી પણ મિથ્યાદષ્ટિ કેવી રીતે છે તે કહે છે. સત્તાસ્વરૂપમાં શ્રી ભાગચંદજી છાજડે કહ્યું છે કે દિગંબર જૈન કહે છે કેઅમે તો સાચા દેવાદિને માનીએ છીએ માટે અમને ગૃહીત મિથ્યાત્વ તો છૂટયું છે. તો કહે છે કે-ના. તમને ગૃહીત મિથ્યાત્વ તો છૂટયું નથી. કેમ કે તમને ગૃહીત મિથ્યાત્વની ખબર જ નથી. અન્ય દેવાદિને માનવા એટલું જ ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ નથી. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને બહારમાં પણ યથાર્થ વ્યવહા૨ જાણીને શ્રદ્ધા કરવી જોઈએ, સાચા વ્યવહારને જાણ્યા વિના દેવાદિની શ્રદ્ધા કરે તો તે પણ ગૃહીત મિથ્યાદષ્ટિ છે. અહીં તો અગૃહીત મિથ્યાત્વની વાત કરે છે. આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાભાવ, તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો આ સંસારરૂપી ઝાડનું મૂળ એક મિથ્યાત્વભાવ જ છે, તે મિથ્યાત્વભાવને મૂળમાંથી નાશ કરે તો મોક્ષનો ઉપાય થાય છે. સાચા દેવાદિને જે માને તે સિવાયના બીજા જીવો જૈની પણ કહેવાતા નથી; અને જે જીવો જૈની છે, તથા જિનઆજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. તેનું અહીં વર્ણન કરીએ છીએ. દિગંબર સનાતન જૈનના કુળમાં જેઓ જન્મેલા હોય છે તે જિનઆજ્ઞાને માને, પણ દેવાદિનું યથાર્થ સ્વરૂપ કેવું હોય એની તેમને ખબર નથી તેથી તેમને પણ મિથ્યાત્વ હોય છે. અઢાર દોષરહિત સર્વજ્ઞ વીતરાગને દેવ માને, નગ્ન દિગંબર અઠાવીસ મૂળગુણના ધારક જે મુનિ અને ગુરુ માને અને એમનાં કહેલાં શાસ્ત્રોને માને છે તેને પણ આત્માના યથાર્થ સ્વરૂપનું ભાન નથી તેથી મિથ્યાત્વ હોય છે. જેને સાચા દેવાદિની ખબર નથી એની તો અહીં વાત નથી. જેને આત્માનું યથાર્થ ભાન થયું હોય છે તેને તો સાચા દેવાદિની સાચી શ્રદ્ધા અને ભક્તિ આદિ આવ્યા વિના રહે નહિ. ભલે નામ ન લે પણ અંતરમાં તો એને ભક્તિભાવ હોય છે. અહીં તો જેને દિગંબર સંપ્રદાયમાં જન્મીને સાચા દેવાદિની શ્રદ્ધા હોય છે પણ યથાર્થ આત્માનું ભાન નથી તેવા મિથ્યાષ્ટિની વાત કરે છે. અમે તો સનાતન જૈનધર્મી છીએ અને વીતરાગની આજ્ઞા માનીએ છીએ એમ માનનાર જૈની પણ મિથ્યાષ્ટિ હોય છે. તે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. હવે કહે છે કે જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. પખંડાગમ અને સમયસારાદિને આગમ કહેવાય છે. એમાં જેવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહેલ છે તેવું સ્વરૂપ જેમ છે તેમ જે જાણતા નથી અને વિપરીત રીતે માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. એની વાત અહીં કરે છે. કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું વર્ણન એકલા નિશ્ચયને માને છે પણ વ્યવહારને માનતા જ નથી એવા મિથ્યાષ્ટિ જીવોનું સ્વરૂપ કહે છે. કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે તે નિશ્ચયના સ્વરૂપને જાણતા નથી. તેઓ મોક્ષમાર્ગ અમને પ્રગટયો છે એમ માને છે તથા પોતાના આત્માને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૩ સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને વર્તમાન પર્યાયમાં સિદ્ધસમાન માની રહ્યા છે તે જ મિથ્યાદષ્ટિ-નિશ્ચયાભાસી છે. જૈનમાં જન્મીને સમયસારાદિ શાસ્ત્રો વાંચીને પણ પોતાની મતિકલ્પનાથી પર્યાયમાં થતા વિકારને જે માનતા નથી તે મિથ્યાદષ્ટિ છે. સંસાર પર્યાયમાં મોક્ષ પર્યાયની માન્યતા તે ભ્રમ છે આત્માના પર્યાયમાં રાગાદિ છે તે સંસાર છે, તે પ્રત્યક્ષ હોવા છતાં સંસારપર્યાયને મોક્ષપર્યાય માનવો તે ભ્રમ છે. એક સમયમાં બે પર્યાય ન હોયસંસાર વખતે સિદ્ધપર્યાય ન હોય અને સિદ્ધપર્યાય વખતે સંસાર પર્યાય ન હોય. આત્મામાં રાગ અથવા વિકારી પર્યાય પોતાના કારણે પોતાના અપરાધથી થાય છે, તેને કર્મના કારણે માને અથવા તેને પોતાના પરિણામ ન માને, પણ જડના પરિણામ માને તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. “સિદ્ધસમાન સેવા પર્વ મેરો” શાસ્ત્રમાં આત્માને સિદ્ધસમાન કહ્યો છે તે દ્રવ્યદૃષ્ટિથી કહ્યો છે. આત્મામાં સિદ્ધ થવાની તાકાત ત્રણે કાળે છે એ અપેક્ષાએ કહેલ છે પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધસમાન કહેલ નથી. સ્વભાવની દષ્ટિએ વિકાર છૂટી જાય છે. એ અપેક્ષાએ વિકારને અભૂતાર્થ-વ્યવહાર કહેલ છે. અંતર છઠા ગુણસ્થાનની મુનિદશા હોય છે ત્યારે યથાર્થ નગ્નપણું હોય છે. એને યથાર્થ જાણવું જોઈએ; માત્ર નગ્ન થઈ જાય એ મુનિપણું નથી, ત્રણ કષાયનો નાશ થતાં નગ્નદશાં તો સહજ થાય છે, પણ નગ્નદશા ન હોય અને મુનિપણું માને તો તે પણ બરાબર નથી. પર્યાય અપેક્ષાએ સંસારી અને સિદ્ધ સરખા નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સરખા છે, તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ સરખાં છે. ચાર જ્ઞાન પણ પૂર્ણ કેવળજ્ઞાનરૂપ દશાની અપેક્ષાએ અનંતમાં ભાગે છે. તો પછી મિથ્યાત્વની પર્યાય જે સંસારભાવ છે તેને અને સિદ્ધ પર્યાયને સરખી માનવી તે ભ્રમણા છે, પર્યાયમાં અનાદિથી શુદ્ધ દશા હોય તો સંસાર કોનો? ચૌદમાં ગુણસ્થાનમાં પણ ઔદયિકભાવ-અસિદ્ધત્વ છે. માટે પર્યાયમાં સિદ્ધ છે એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. જીવના બે ભેદ છે-સિદ્ધ અને સંસારી. ચૌદમાં ગુણસ્થાન સુધી સંસારી કહેવાય છે. પર્યાયબુદ્ધિ છોડાવવા દ્રવ્યદષ્ટિની વાત શાસ્ત્રમાં કરી હોય ત્યાં નિશ્ચયાભાસી જીવ પર્યાયને માનતો નથી. આમ તે દ્રવ્યની ભૂલ કરે છે. એ વાત કરી. હવે કેવળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જ્ઞાનપર્યાયમાં કેમ ભૂલ કરે છે તેની વાત કરે છે. વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સભાન માને છે, અનંત-આનંદ-વીર્ય આદિ વર્તમાનમાં પ્રગટ છે એમ માને છે. પણ વર્તમાન પર્યાયમાં તો પોતાને ક્ષાયોપથમિકભાવરૂપ મતિધૃતાદિ જ્ઞાનનો સદ્દભાવ છે. અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. આ પર્યાયના સ્વરૂપને જાણતા નથી એવા જૈનમતમાં હોવા છતાં મિથ્યાષ્ટિ છે એની વાત કરી છે. ه વીર સં. ૨૪૭૯ મહા સુદ ૧૧ રવિવાર, ૨૫-૧-પ૩ શાસ્ત્રમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ આદિ સ્વભાવ શક્તિ અપેક્ષાએ કહ્યા છે કારણ કે સર્વ જીવોમાં તે-રૂપ થવાની શક્તિ છે. ત્રણ પ્રકારની ઊંધી માન્યતા ૧. આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન શક્તિરૂપે છે તેને વ્યક્ત પર્યાયમાં છે એમ માને તો તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. આત્મામાં કેવળજ્ઞાન સત્તારૂપે છે એટલે કે પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે પણ કર્મના કારણે તે રોકાયેલું છે, એમ માને છે તે વ્યવહારભાસી મિથ્યાષ્ટિ છે, કેમકે જડકર્મના કારણે પર્યાય રોકાણી એમ માનવું તે મિથ્યાત્વ છે. આત્મા શક્તિએ કેવળજ્ઞાનસ્વરૂપ છે એમ જે માને છે પણ નિમિત્ત કે શુભભાવ હોય તો એ પ્રગટે એમ જે માને તે પણ વ્યવહારભાસી મિથ્યાષ્ટિ છે. કેમકે જે શક્તિરૂપે ધ્રુવ છે તેમાં એકાગ્ર થાઉં તો પ્રગટ થાય એમ તે માનતો નથી. તેથી તે દિગંબર જૈન સંપ્રદાયમાં હોવા છતાં વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. આમ ત્રણે પ્રકારે ઊંધી માન્યતા જેની છે તેને મિથ્યાત્વ ટળ્યું નથી, તેથી તેને સમ્યત્વ નથી. શ્વેતાંબર માને છે કે કેવળજ્ઞાન સત્તારૂપે છે, કર્મના આવરણથી તે પ્રગટ નથી. તે ભ્રમ છે અને તેથી તે વ્યવહારાભાસી છે. દિગંબરમતવાળા એમ કહે છે કે કેવળજ્ઞાન શક્તિરૂપે છે પણ વ્યવહારરત્નત્રય હોય તો નિશ્ચયરત્નત્રય પ્રગટે. પંચ له Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [પ મહાવ્રતાદિ શુભરાગ હોય તો શુદ્ધભાવ થાય એમ માને તો તે રાગને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સાધન માને છે. શક્તિરૂપે કેવળજ્ઞાન છે તેના અંતર અવલંબને તે પ્રગટ થાય છે એમ માનતા નથી માટે તે પણ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. શક્તિમાંથી વ્યક્તિ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ શક્તિરૂપે છે, પણ પ્રગટરૂપ નથી. તેને વર્તમાન પ્રગટરૂપે માને તો તે મૂર્ખ છે. વળી કોઈ ચોસઠ પહોરી માને અને ઉપર ડાબલી કે કોઈ બીજી ચીજનું આવરણ છે એમ માને તો તે પણ મૂર્ખ છે. અને જે શક્તિરૂપે છે તે પથ્થરના કારણે કે નિમિત્તના કારણે પ્રગટ થાય છે એમ માને તો તે પણ મૂર્ખ છે. ચોસઠ પહોરી તીખાશ તો શક્તિરૂપે એમાંથી પ્રગટરૂપે થાય છે–એમ માનવું તે ડહાપણ ભરેલું છે. તેવી રીતે આત્મામાં પણ કેવળજ્ઞાનાદિ શક્તિરૂપે છે તેના ઉપર દૃષ્ટિ જવી જોઈએ. દીવાસળીમાં અગ્નિ પ્રગટરૂપ નથી પણ શક્તિરૂપે છે. તેમાંથી તે પ્રગટ થાય છે. બારમાંથી તે અગ્નિ આવતી નથી. તેમ શક્તિમાં કેવળજ્ઞાન છે એનો જેને વિશ્વાસ નથી તે જૈન દિગંબર સાધુ કે શ્રાવક નામ ધરાવે તો પણ તે મિથ્યાદષ્ટિ છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” આંબાના ઝાડ ઉપર કેરી જ પાકે એવો એક જ પ્રકાર હોય છે, તેમ આત્માનો યથાર્થ ધર્મ તો એક જ પ્રકારે થાય છે. શુભથી કે નિમિત્તથી ધર્મ થાય એમ માનનાર, ખરેખર શક્તિ પડી છે, તેમાંથી વ્યક્તરૂપે થાય છે, તેમ માનતો નથી. માટે તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યમાં કેવળજ્ઞાનની શક્તિ ત્રિકાળ પડેલ છે તેનો ભરોસો આવે અને નિમિત્ત વ્યવહારની દૃષ્ટિ છૂટે તો સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. જે આત્માના પુરુષાર્થ વડે શક્તિમાંથી કેવળજ્ઞાન પ્રગટ થશે એમ માનતો નથી તેને તો સમ્યક્ત્વનો પણ પુરુષાર્થ થતો નથી. કેવળજ્ઞાન ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણે તે કર્મના આવરણના કારણે અટકે એમ બને નહિ, પણ પોતાની પર્યાયમાં એટલી કમજોરી છે માટે વ્યક્ત નથી; તેમાં કર્મ નિમિત્તમાત્ર છે. કોઈ કહે કે કર્મ છે જ નહિ તો એમ પણ નથી. આત્મા પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરતો નથી ત્યારે પર ઉપર એનું લક્ષ જાય છે, તેમાં કર્મ નિમિત્તમાત્ર છે; પણ કર્મના કારણે આત્માની પર્યાય રાગરૂપે છે કે અધૂરી દશારૂપે છે એમ નથી. વર્તમાન પર્યાયમાં પોતાના કારણે કેવળજ્ઞાનાદિ નથી, તેમાં વર્તમાન કર્મનું નિમિત્ત છે એમ માનવું જોઈએ. આ સિવાય આડું અવળું માને તો તે વસ્તુના સ્વભાવને માનતો નથી. નિમિત્ત નિમિત્તમાં છે અને આત્મામાં નૈમિત્તિકભાવ પોતાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કારણે છે; તેનું જેમ છે તેમ જ્ઞાન કરવું જોઈએ. આત્માનો પારિણામિકભાવ આત્મામાં પરમ પરિણામિકભાવ ત્રિકાળ છે. કેવળજ્ઞાન ત્રિકાળ શક્તિરૂપે છે. કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળ હોતી નથી, પણ તે નવી થાય છે. તે વ્યક્તરૂપે થાય છે. અને પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ હોય છે. પૂર્ણ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. તે પારિણામિકભાવ નથી. ક્ષાયોપથમિકભાવ તે અપૂર્ણ દશા છે, તેનો અભાવ થઈને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે, તે પારિણામિકભાવ નથી. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ પારિણામિકભાવ છે. આત્માનો ચૈતન્યસ્વભાવ ત્રિકાળ છે; નિગોદમાં પણ ચૈતન્યભાવ છે. મતિશ્રુત-જ્ઞાનાદિ જે પ્રગટરૂપે છે તે પારિણામિકભાવ નથી. ચૈતન્યભાવ અનાદિ અનંત છે. સમ્યક્રમતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયજ્ઞાન આદિ અને અંતવાળો ભાવ છે અને કેવળજ્ઞાનની આદિ છે પણ અંત નથી. સમયસારની ગાથા છઠ્ઠીમાં કહેલ છે કે આત્મા જ્ઞાયક છે તે પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી; જ્ઞાયક તો એક જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવ કહો કે પરમપરિણામિકભાવ કહો તે એક જ છે. ધ્રુવ એકરૂપ શક્તિરૂપે છે તેની વાત છે. નિયમસારમાં તેને કારણપરમાત્મા કહેલ છે. તેના અવલંબને કેવળજ્ઞાન નવું પ્રગટે છે; પણ કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી. વીર સં. ૨૪૭૯ મા સુદ ૧૨ સોમવાર, ર૬-૧-૫૩ સ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે કર્મ કે શરીરમાંથી કેવળજ્ઞાન આવતું નથી. આત્મા કર્મ ને શરીરથી ભિન્ન છે; રાગદ્વેષ ને અલ્પજ્ઞતા પર્યાયમાં છે. જેને રાગદ્વેષ ને અલ્પજ્ઞતા ટાળવાં હોય તેણે નક્કી કરવું જોઈએ કે મારો સ્વભાવ જ્ઞાન ને આનંદથી પરિપૂર્ણ ભરેલો છે. એવી માન્યતાથી વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટે છે. દેહની ક્રિયાથી કે વિકાસની ક્રિયાથી શાંતિ આવતી નથી. વિકાર તો અશાંતિ છે. અશાંતિમાંથી શાંતિ આવતી નથી. જ્ઞાન, આનંદ ને શાંતિ શક્તિ-સ્વભાવમાં ભરેલાં છે. તેમાં એકાગ્ર થવાથી જ્ઞાન ને શાંતિ પ્રગટે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો]. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે તેવા ભગવાન કેવી રીતે થયા? અંદર સ્વભાવમાં એકાગ્રતા કરવાથી થયા છે. તેમ પોતાના આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાથી કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે-એમ માનવું જોઈએ. સૂર્ય અને મેધપટલનું દષ્ટાંત શાસ્ત્રમાં સૂર્યનું દષ્ટાંત આપેલ છે. તેનો એટલો પરમાર્થ સમજવો કે જેમ મેઘપટલ દૂર થતાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે તેમ કર્મોદય દૂર થતાં કેવળજ્ઞાન થાય છે. કર્મ તો જડ છે. આત્મા પોતામાં એકાગ્ર થાય ને કેવળજ્ઞાન પ્રગટ કરે તો કર્મ કર્મના કારણે દૂર થાય છે. દાંતમાં સૂર્ય જાજ્વલ્યમાન છે ને વાદળાં આડાં છે તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ જાજ્વલ્યમાન અથવા પ્રકાશરૂપ છે ને ઉપર કર્મનાં વાદળાં આડાં આવી ગયાં છે એમ નથી. વર્તમાન પર્યાયમાં તો અતિશ્રુતજ્ઞાન છે. જીવને કર્મ તરફનું વલણ છે; તે પોતાના તરફ વલણ કરતો નથી ત્યાં સુધી પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી ત્યારે કર્મ નિમિત્તરૂપ હોય છે. આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે જેમ અગ્નિનો ભડકો હોય ને ઉપર કોઈએ વાસણ ઢાંકી દીધું હોય તેમ આત્માની અંદર કેવળજ્ઞાનનો ભડકો પ્રગટ છે ને ઉપર કર્મના આવરણે તેને ઢાંકી દીધેલ છે એમ સમજવું નહિ. પણ જેમ દીવાસળીના ટોપકામાં ભડકો થવાની શક્તિ છે તેમ આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે. પોતામાં એકાગ્ર થાય તો કેવળજ્ઞાનરૂપી ભડકો પ્રગટ થાય ને કર્મરૂપી વાદળાં દૂર થાય. તેવી રીતે બધા ગુણોમાં સમજવું. શરીરની ક્રિયાથી કે પાંચ મહાવ્રતથી ચારિત્ર પ્રગટતું નથી. વસ્તુમાં ચારિત્રશક્તિ ભરેલી પડી છે તેમાં એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે. પ્રથમ ચારિત્રશક્તિની પ્રતીત થવી જોઈએ ને પછી એકાગ્રતા કરવી જોઈએ. કોઈ કહે કે વસ્ત્રપાત્ર હોય ને મુનિપણું પ્રગટે તો તે વાત ખોટી છે. વળી કોઈ મુનિ નિર્દોષ આહાર લે, પોતા માટે બનાવેલ આહાર ન લે, છતાં તે વૃતિ ધર્મ નથી, તેનાથી ચારિત્ર પ્રગટતું નથી. અંદર એકાગ્ર થતાં ચારિત્ર ને શાંતિ પ્રગટે છે ને આવી અંતરદશા પ્રગટે ત્યારે બાહ્ય નગ્ન દશા ન હોય એમ બને નહિ, અને બાહ્ય નગ્નદશા ને પાંચ મહાવ્રતાદિના પરિણામ થવા માટે ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પાંચ મહાવ્રતાદિના પરિણામ તે રાગ છે અહીં કહે છે કે પાંચ મહાવ્રતાદિના પરિણામ રાગ છે. તેમાં આનંદ નથી. આનંદ અંતરમાં ભર્યો પડ્યો છે. માટે વિકાર ને પર પદાર્થની રુચિ છોડી પોતાના સ્વભાવની રુચિ કરવી જોઈએ, ને પછી સ્થિરતા કરવાથી આનંદ પ્રગટે છે. આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર પડયાં છે, તેમાંથી તેની દશા પ્રગટ થાય છે. દયાદાનાદિથી કે પરમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા આવતી નથી. માટે નિમિત્તની, વિકારની અને અલ્પજ્ઞ પર્યાયની રુચિ છોડી સ્વભાવની રુચિ કરવી જોઈએ. સ્વભાવની રુચિ કરી માટે વર્તમાનમાં કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું એમ નથી પણ ક્રમશ: કેવળજ્ઞાન પ્રગટ થાય છે. લીંડીપીપર ને પથ્થર બે જુદી ચીજ છે. દરેક ચીજ પોતપોતામાં વર્તે છે. એક બીજાને સ્પર્શતી નથી. આ બે આંગળી છે. દરેક આંગળીનું વર્તવું પોતપોતામાં છે. પોતાની પર્યાયમાં તે વર્તન કરે છે. વર્તના=વર્તમાન પર્યાય. એકનો બીજામાં અભાવ છે છતાં એક ચીજ બીજાને અડે છે એમ કહેવું તે વ્યવહારનું કથન છે. પ્રથમ શું નક્કી કરવું જોઈએ આત્મા શું છે, તેની શક્તિઓ શું છે; ને વર્તમાનમાં શું છે, તે જાણીને સ્વભાવ તરફ વળવાથી સુખ પ્રગટે છે. અજ્ઞાની ઉઠાવગીર થઈ પરમાં સુખ માને છે, પણ પરમાં આત્માનું સુખ નથી. પોતામાં સુખ-આનંદ ત્રિકાળ છે, તે પ્રથમ નક્કી કરવું જોઈએ. હીરો વજન કરવામાં જરા ફેર પડે તો ઘણી નુકશાની જાય માટે હીરાનો કાંટો બારીક હોય છે; તેમ અહીં મુનિપણાને તથા ધર્મને તોલવાનો કાંટો ઘણો સૂક્ષ્મ છે. આત્મા શું છે, ગુણ શું છે, પર્યાય શું છે વગેરેનું જેને જ્ઞાન નથી તેને ધર્મ થતો નથી. કર્મ-ઉદયનો અર્થ જેમ મેધપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી તેમ કર્મઉદય થતાં કેવળજ્ઞાન થતું નથી. કર્મઉદયનો અર્થ શો ? પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છે એવી પ્રતીતિ ને એકાગ્રતા ન કરે તો કેવળજ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે, ને સર્વથા એકાગ્રતા કરી કેવળજ્ઞાન પ્રગટ કરે તો કેવળજ્ઞાનાવરણીય કર્મ છૂટી જાય છે. જેમ કે સાચી શ્રદ્ધા કરતાં દર્શનમોહનીય કર્મ ટળી જાય છે ને વીતરાગતા કરતાં ચારિત્રમોહનીય કર્મ ટળી જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૯ પ્રથમ સમ્યગ્દર્શન-નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે પણ પ્રતીતિ થઈ એટલે ચારિત્ર થઈ ગયું-એમ નથી. પરંતુ આત્મામાં વિશેષ એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે ને તે વખતે મુનિને વિકલ્પદશામાં ૨૮ મૂળગુણના પાલનનો વિકલ્પ આવે છે. સંતોએ માર્ગ સહેલો કર્યો છે, કાંઈ બાકી રાખ્યું નથી. પરમાં કે રાગમાં આત્માની શક્તિ નથી, પર્યાયમાં આત્માની આખી શક્તિ નથી, આખી શક્તિ શુદ્ધદ્રવ્યમાં ભરી છે. આવી પ્રતીતિ વિના સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વિના ચારિત્ર થાય નહિ. વર્તમાન પર્યાયમાં ચારિત્ર નહિ હોવા છતાં ચારિત્ર માની લે તો તે મૂઢ છે. વર્તમાન પર્યાયમાં જેટલી પ્રગટતા છે તેટલી માનવી એમ કહે છે. આ લાકડીની લાલ અવસ્થા છે, વર્તમાનમાં લીલી અવસ્થા પ્રગટ નથી. પુગલમાં રંગ ગુણ ત્રિકાળ છે. તેની લીલી, લાલ વગેરે અવસ્થા વખતે બીજી અવસ્થાનો અભાવ છે. લાલ વખતે લીલી નો અભાવ છે. લીલી થવાની શક્તિ છે; પણ લાલ વખતે લીલી પ્રગટ માને તો ભૂલ છે; તેમ આત્મામાં જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેમાં મતિ-શ્રુતજ્ઞાન અવસ્થા વખતે કેવળજ્ઞાન પ્રગટ માને તો ભૂલ છે. કેવળજ્ઞાન શક્તિરૂપે છે પણ પ્રગટ માને તો ભૂલ છે. આત્મા અને જ્ઞાનગુણ ત્રિકાળ છે. તેની પર્યાયમાં મતિજ્ઞાન વખતે કેવળજ્ઞાન પ્રગટ હોય તેમ બને નહિ, ને કેવળજ્ઞાન પ્રગટ વખતે મતિજ્ઞાન રહે તેમ બને નહિ. અલ્પ પર્યાય હોવા છતાં પૂર્ણ પર્યાય માનવી તે અસત્ય છે. અસત્ય એટલે અધર્મ છે. આત્મામાં જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેના આશ્રયે પૂર્ણ પર્યાય પ્રગટે છે, અધૂરી પર્યાયમાં પૂર્ણ પર્યાય ન માનવી તે સત્ય છે, ધર્મ છે ને તે અહિંસા છે. અને નિમિત્ત, શરીર કે રાગમાંથી ધર્મ થશે એમ માનવું તે અધર્મ છે ને હિંસા છે. સંસાર ને મોક્ષ અને વિપક્ષ છે. જે પંથે સંસાર છે તે પંથે મોક્ષ નથી, ને જે પંથે મોક્ષ છે તે પંથે સંસાર નથી. પ્રશ્ન- આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે. હવે જો કેવળજ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી તો કેવળજ્ઞાનાવરણીય કેમ કહો છો? વર્તમાનમાં અલ્પજ્ઞ પર્યાય છે ને સર્વજ્ઞદશા પ્રગટ નથી તો પછી કેવળજ્ઞાનાવરણીય કેમ કહો છો? વળી કોઈ જીવ અભવ્યને કેવળજ્ઞાનાવરણીય કર્મ હોય એમ માનતો નથી તેને મન:પર્યયજ્ઞાનાવરણીય ને કેવળજ્ઞાનાવરણીય કર્મ ન હોય એમ તે માને છે. તેની દલીલમાં કહે છે કે અભવ્યને મન:પર્યયજ્ઞાન ને કેવળજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પ્રગટવાનાં નથી માટે આ બે આવરણ ન હોય એમ તે દલીલ કરે છે પણ તે વાત ખોટી છે. અભવ્ય હોય કે અનાદિનો મિથ્યાદષ્ટિ હોય-બન્નેને પાંચ જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિ નિમિત્તરૂપે હોય છે. વીર સં. ૨૪૭૯ મહા સુદ ૧૩ મંગળવાર, ૨૭-૧-૫૩ શક્તિમાં તો આવરણ હોય નહિ, પર્યાયમાં આવરણ હોય, માટે કેવળજ્ઞાનને પ્રગટ માનીએ તો શું વાંધો છે? ઉત્તરઃ- શક્તિને વ્યક્ત ન થવા દે તે અપેક્ષાએ આવરણ કહ્યું છે. શાસ્ત્રમાં નિમિત્તકર્તાની વાત છે. નિમિત્તકર્તા કહો કે વ્યવહારથી કર્તા કહો તે એક જ છે. એટલે કે નિશ્ચયથી નિમિત્ત કર્તા નથી એમ તેનો અર્થ સમજવો. નિમિત્તની અપેક્ષાએ કેવળજ્ઞાનાવરણીય છે. તે કેવળજ્ઞાન પ્રગટ ન થવામાં કારણ છે–એમ અહીં ઉપચારથી કહેવામાં આવે છે. નિમિત્તકર્તા, કરણ, અધિકરણ આદિ કહેવાય છે ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા કહેલ છે. પરંતુ પહેલાં નિરપેક્ષ પોતે પોતાથી કર્તા કરણાદિ છે એમ નક્કી કર્યા પછી ઉપચારથી નિમિત્તમાં સાપેક્ષતાથી કર્તા, કરણાદિ કહેવામાં આવે છે. છએ કારક નિમિત્તમાં લાગુ પડે છે. નિશ્ચય-વ્યવહારને જેમ છે તેમ જાણવા જોઈએ. જે સમયે ઉપાદાનમાં છ કારક લાગુ પડે છે તે જ સમયે નિમિત્તમાં ઉપચારથી છ કારક લાગુ પડે છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કર્તા-કરણાદિ છે એમ નથી, પણ નિમિત્તની ઉપસ્થિતિ છે એમ જણાવે છે. નિમિત્ત અને ઉપાદાન અહીં આત્મામાં જે શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે એમાં નિમિત્તરૂપે કર્મ કારણ છે એમ કહેવાય છે. આત્મા પોતે શક્તિમાં કેવળજ્ઞાન છે તેને વ્યક્ત કરતો નથી ત્યારે કેવળજ્ઞાનાવરણીય કર્મ વ્યક્ત ન થવા દે એમ નિમિત્તથી કહેલ છે. આત્મા પોતે કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે કર્મને તે અભાવરૂપ નિમિત્તકર્તા કહેવાય છે. એવી રીતે કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એ છએ કારક લાગુ પડે છે. સાધન બે પ્રકારે છે, નિશ્ચય સાધન કર્યું ત્યારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] વ્યવહાર સાધન થયું કહેવાય છે. નિમિત્ત ઉપાદાનનું કામ કરે તો બે સાધન રહેતાં નથી. નિમિત્ત અને નૈમિત્તિક આત્મા સ્વભાવનું અવલંબન લઈને શુદ્ધતા પ્રગટ કરે તો પંચમહાવ્રતાદિને વ્યવહાર સાધક કહેવાય. ખરેખર તો શુભભાવ બાધક છે. છતાં આત્મા પોતાનું સાધન કરીને શુદ્ધભાવ પ્રગટ કરે તો શુભભાવને નિમિત્તથી સાધક કહેવાય. નિમિત્તે થવા ન દીધું એમ કહ્યું હોય એનો અર્થ એમ છે કે નૈમિત્તિક પોતાની અવસ્થા પ્રગટ ન થઈ તો નિમિત્તે પ્રગટ થવા ન દીધી એમ કહેવાય. ખરેખર તો નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે કે નૈમિત્તિક સ્વતંત્ર પોતાના કારણથી પરિણમન કરી રહેલ છે. તો ઉપસ્થિત બીજી અનુકૂળ વસ્તુને નિમિત્ત કહેવાય છે. નૈમિત્તિક પર્યાય થાય ત્યારે નિમિત્તમાં કર્તાનો આરોપ આવે છે. તે અપેક્ષાએ કર્મે આવરણ કર્યું એમ કહેલ છે. હવે દષ્ટાંત આપે છે. આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી દેશચારિત્ર એટલે પાંચમું ગુણસ્થાન પ્રગટ ન થવા દેવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણ કષાય કહેલ છે. થોડું પણ પ્રત્યાખ્યાન ન થવા દે એટલે કે અંશે પણ સ્થિરતા ન થવા દે તેમાં નિમિત્ત અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે પ્રગટ દશા છે ને કર્મ આવરણ કર્યું છે એમ નથી પણ આત્મા પોતે સ્વભાવની લીનતા કરીને અંશે ચારિત્રની દશા પ્રગટ કરતો નથી એટલે નિમિત્તથી અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ ચારિત્ર પ્રગટ થવા ન દીધું એમ કહેવાય છે. પ્રશ્નકારે પ્રશ્ન કર્યો હતો કે અમે કેવળજ્ઞાનને પ્રગટ માનીએ છીએ અને કર્મ એને રોકયું છે, કેમ કે કેવળજ્ઞાનાવરણીય કર્મ નામ છે; તો તેને કહે છે કે ભાઈ ! જેમ ચોથે ગુણસ્થાને દેશચારિત્રની દશા નથી ત્યાં અપ્રત્યાખ્યાનાવરણીયકર્મ દેશચારિત્રની પર્યાયને પ્રગટ થવા દેતું નથી એમ કહેવાય છે; પણ ત્યાં દેશચારિત્ર પ્રગટ રૂપે છે અને તેને અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ રોકયું છે એમ નથી. આત્મામાં યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય એવો સ્વભાવ તો શક્તિરૂપે ત્રિકાળ છે. તેને પ્રગટ થવા દેતું નથી એમાં નિમિત્તરૂપે કર્મ છે એમ કહેલ છે; નૈમિત્તિકભાવ પોતે પ્રગટ કરતો નથી તો કર્મ ઉપર આરોપ આવે છે. અહીં તો કર્મ નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવે છે, પણ તે નિમિત્તના કારણે આત્માનું દેશચારિત્ર રોકાણું છે એમ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો આત્મામાં મુનિપણાની દશા પ્રગટ થાય છે તે વખતે નિમિત્તરૂપે પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણનો વિકલ્પ હોય છે. તેથી તેને નિમિત્તકર્તા પણ કહેવાય છે. શરીરમાં નગ્નદશા થયા વિના આત્મામાં મુનિપણું હોય નહિ એમ નિમિત્તકર્તા તરીકે યથાર્થ છે; પણ એનો અર્થ એવો છે કે આત્મામાં નૈમિત્તિક પર્યાય મુનિપણાની પ્રગટ કરે તો નગ્નતાને નિમિત્તકર્તાપણાનો આરોપ લાગુ પડે છે. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૫ માં કહ્યું છે કે-મુનિલિંગ ધાર્યા વિના મોક્ષ ત્રણ કાળમાં ન થાય. આત્મા કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરે અને નગ્નદશા ન હોય એમ બને નહિ. માટે મુનિલિંગ વિના મોક્ષ નહિ એમ કહેલ છે; પણ એનો અર્થ એવો નથી કે નગ્નદશાના કારણે મોક્ષ થાય છે. આત્મામાં ચારિત્રદશા થયા વિના મોક્ષ ન થાય. તે ચારિત્ર તો આત્માના આશ્રયે પ્રગટ થાય છે. આત્માના સ્વભાવને યથાર્થ જાણી એમાં લીન થતાં યથાર્થ ચારિત્ર જીવ પોતે પ્રગટ કરે છે ત્યારે નિમિત્તરૂપે નગ્નદશા હોય છે. એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પરંતુ આત્માના ભાન વિના ખાલી નગ્નદશા ધારણ કરે તેથી કાંઈ મુનિપણું નથી માટે નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવે જે માર્ગ કહ્યો છે એનાથી વિરૂદ્ધ જેની પ્રરૂપણા છે એને પરંપરા માર્ગ કહેવાય નહિ. એને વ્યવહારમાર્ગની પણ યથાર્થ ખબર નથી. તે મુનિનામ ધરાવી ખાલી નગ્નદશા ધારણ કરે તો તેને મુનિ માનવા તે ભ્રમણા છે. તેનો વિનય સત્કારાદિ કરવાથી ગૃહીત મિથ્યાત્વનું પોષણ થાય છે. સાગારધર્મામૃતમાં ૮૧ મા પૃષ્ઠ પદટિપ્પણમાં ઉદ્ધત શ્લોકમાં સોમદેવ આચાર્ય કહેલ છે કે જેવી રીતે જિનબિંબ પૂજનિક છે તેવી રીતે પૂર્વ મુનિઓની સ્થાપના કરી આધુનિક મુનિ પણ પૂજ્ય છે. એટલે મુનિનું દ્રવ્યલિંગ તો બહારમાં બરાબર હોવું જોઈએ. એને વ્યવહારથી પૂજનિક કહેલ છે; પણ આત્મજ્ઞાન હોય નહીં અને વ્યવહારમાં પણ ઠેકાણાં ન હોય અને મુનિ માને તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. નિશ્ચય મુનિપણું પ્રગટ થયું ન હોય પણ વ્યવહાર તો બરાબર હોવો જોઈએ. તો જ એનો વ્યવહારથી સત્કાર કરવો જોઈએ. જો વ્યવહાર પણ બરાબર ન હોય તો તેને દ્રવ્યલિંગી પણ માનવા ન જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૧૯૪ માં કહ્યું છે કે પદ્મપુરાણમાં એક કથા છે કે કોઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૩ શ્રેષ્ઠી ધર્માત્માએ ચારણ મુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો જ્યાં પ્રત્યક્ષ ભ્રષ્ટ હોય તેને ભક્તિથી આહારાદિ આપવા તે કેમ સંભવે? એટલે ભ્રષ્ટ હોય તેને પૂજનિક ગણીને અથવા તો મુનિ છે એમ માનીને દાનાદિ આપે તો તે મિથ્યાદષ્ટિ છે. માટે પ્રથમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ભૂલ કરે અને ભૂલ માને નહિ તો ભૂલ ટળે નહિ. પ્રથમ ભૂલને ભૂલપણે જાણવી જોઈએ તો જ ભૂલ છૂટે. અહીં કહે છે કે આત્મામાં દેશચારિત્ર પ્રગટ ન થવામાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાય નિમિત્ત છે. વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિકભાવ છે. તથા પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવભાવ છે. આત્મામાં શક્તિરૂપે જે સ્વભાવ છે એના અવલંબને જે ભાવ થાય તે સ્વભાવભાવ છે; પણ પોતાનો આશ્રય ન કરતાં પરલક્ષે જે ભાવ થાય તે ઔપાધિક ભાવ છે. એમાં નિમિત્તની અપેક્ષા છે. માટે જ્યાં જેમ છે તેમ સમજવું. જેમ જળને અગ્નિ નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું એટલે કે પાણી ઉષ્ણરૂપ થયું છે તેમાં અગ્નિ નિમિત્ત છે. પાણીની ઉષ્ણદશા વખતે શીતળપણાની અવસ્થા નથી, પણ અગ્નિનું નિમિત્ત મટતાં પાણીની અવસ્થા ઠંડી થઈ જાય છે; માટે પાણીનો સ્વભાવ શીતળ છે-એમ સિદ્ધ થાય છે. વર્તમાન ઉષ્ણ હોવા છતાં સ્વભાવ તો શીતળ જ છે, પણ ઉષ્ણ પર્યાય વખતે શીતળતા પ્રગટ નથી. પરંતુ શક્તિરૂપે તો ત્રિકાળ છે. તે શક્તિ જ્યારે વ્યક્તરૂપે થાય છે ત્યારે સ્વભાવ વ્યક્ત થયો કહેવામાં આવે છે. વીર સં. ૨૪૭૯ માહ સુદ ૧૪ બુધવાર, તા. ૨૮-૧-૫૩ આત્મા સ્વભાવે જેમ શુદ્ધ છે તેમ પર્યાયે પણ વર્તમાન દશામાં શુદ્ધ છે એમ કોઈ માને તો તે ભ્રાંતિ છે. પર્યાયમાં જો પ્રગટ શુદ્ધ દશા હોય તો કાંઈ કરવાનું રહેતું નથી. અહીં પાણીનું દષ્ટાંત આપ્યું છે કે પાણીનો સ્વભાવ તો શીતળ છે, પણ વર્તમાન અગ્નિના નિમિત્તે ઉષ્ણ દશા છે તે પાણીનો સ્વભાવ નથી એમ આત્મામાં કર્મના નિમિત્તે વર્તમાન પર્યાયમાં વિકાર છે ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છે. પણ જ્યારે કર્મનાં નિમિત્ત તરફનો ભાવ રહેતો નથી ને વીતરાગતા પ્રગટે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. અહીં કર્મનું નિમિત્ત મટતાં કેવળજ્ઞાન થાય એમ કહેલ છે; એનો અર્થ એવો છે કે આત્મા કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને તે વખતે કર્મનું નિમિત્ત રહેતું નથી. માટે નિમિત્તનો અભાવ થતાં સ્વભાવ પ્રગટ થાય છે એમ કહેલ છે. આત્મા કેવળજ્ઞાન પ્રગટ કરે છે માટે આત્માનો સદાકાળ કેવળજ્ઞાન સ્વભાવ છે એમ કહેવામાં આવે છે. આવી શક્તિ તો આત્મામાં સર્વદા હોય છે, પણ તે પ્રગટ થાય ત્યારે પ્રગટ થયું કહેવાય છે. હવે જેમ પાણી વર્તમાનમાં ગરમ હોય તેને વર્તમાનમાં ઠંડુ માનીને કોઈ પીએ તો દાઝે, તેમ કેવળજ્ઞાન સ્વભાવ વડ, અશુદ્ધઆત્માને પણ કેવળજ્ઞાની માની અનુભવવામાં આવે તો તેથી દુઃખી જ થાય. એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે તે મિથ્યાદષ્ટિ છે. વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી પોતાને રાગાદિ રહિત માને છે તે મિથ્યાષ્ટિ છે. વર્તમાન પર્યાયમાં રાગાદિ નથી એમ જે માને છે તે, અને જૈનમાં પણ કોઈ રાગાદિ પરિણામ કર્મના કારણે થાય છે એમ માને તો, તે બન્ને એક સરખા મિથ્યાદષ્ટિ છે. વ્યવહારનયના કથનનો આશય આત્મામાં શુભાશુભ ભાવો વર્તમાન થાય છે છતાં જે, આત્માને રાગાદિ રહિત માને છે તેને અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે તે કોનામાં થાય છે? જો તે શરીરમાં કે કર્મમાં થતા હોય તો તે ભાવો અચેતન અને મૂર્તિક હોય, પણ તે રાગાદિભાવો તો પ્રત્યક્ષ અમૂર્તિક જણાય છે; માટે સિદ્ધ થાય છે કે એ આત્માના જ ભાવો છે. એક ભાઈ એમ કહેતા હતા કે આ ક્રોધ થયો છે તે કર્મના ઉદયને કારણે થયો છે કેમ કે ગોમ્મદસારમાં લખેલું છે તે કર્મનો પ્રબળ ઉદય આવે છે માટે ક્રોધાદિ થાય છે. તે ગોમ્મદસારના લખાણને સમજતો જ નથી, કેમકે ક્રોધાદિ થાય છે તે તો આત્મામાં થાય છે. તે આત્માની વિકારી પર્યાય છે, કર્મમાં તે થતા નથી, કેમ કે કર્મ તો અચેતન અને મૂર્ત છે અને વિકાર તો ચેતનભૂમિમાં થાય છે. માટે વિકાર તો ચેતન અને અમૂર્તિક છે. છતાં કર્મના કારણે તે થાય છે એમ માને છે તે મિથ્યાદૃષ્ટિ છે. વસ્તુના સ્વભાવને તે સમજતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૫ શાસ્ત્રમાં વિકારને પુદ્ગલ જન્ય કહેલ છે તેનો આશય ક્રોધાદિભાવો જે થાય છે તે પાધિક ભાવો છે. તે આત્માની ભૂમિકામાં થાય છે, કેમ કે તે ચેતનનો આભાસ છે, અચેતન મૂર્તિક જડના તે નથી. ચારિત્રમોહનીયકર્મના કારણે તે વિકારીભાવો નથી. સંજ્વલનના તીવ્ર ઉદયથી છઠ્ઠ ગુણસ્થાન હોય છે અને મંદ ઉદયથી સાતમું ગુણસ્થાન હોય-એમ નથી. કર્મના કારણે આત્માની શુદ્ધતા કે અશુદ્ધતા નથી. આત્માની પર્યાય જડના કારણે ત્રણ કાળમાં હોય નહિ. શાસ્ત્રમાં વિકારને પુગલજન્ય કહેલ છે એ તો વિકાર આત્માનો સ્વભાવ નથી એમ બતાવવા તથા વિકાર નીકળી જાય છે એમ બતાવવા માટે તેને પુગલજન્ય કહેલ છે, પણ પ્રથમ આત્મામાં પોતાના કારણે વિકાર થાય છે એમ માને, પછી આત્માનો તે સ્વભાવ નથી એવી સ્વભાવદષ્ટિ કરવા માટે અને વિકાર કાઢી નાખવા માટે તે પુદગલનો વિકાર છે એમ કહેલ છે. શ્રી સમયસારના કળશમાં કહેલ છે કે - कार्यत्बादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयीरजायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।। २०३।। એ રાગાદિરૂપ ભાવકર્મ કોઈએ નથી કર્યા એમ નથી; કેમકે એ કાર્યભૂત છે. રાગાદિ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી પણ પર્યાયમાં નવા નવા ભાવો જીવ પોતે કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં ઔદયિકભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. એટલે કે આત્માનું તે કાર્ય છે તેનો કર્તા આત્મા છે, માટે રાગાદિ ભાવો કાર્ય નથી-એમ નથી અને એને કોઈએ કર્યા નથી એમ પણ નથી. વળી તે, જીવ અને કર્મપ્રકૃતિ એ બન્નેનું કર્તવ્ય નથી જીવ અને જડ બન્ને ભેગાં થઈને રાગાદિ ભાવો કરે છે એમ પણ નથી. આત્મા પોતે પોતાના અપરાધથી ક્રોધાદિ વિકારી ભાવો કરે છે એમાં કર્મ નિમિત્ત છે; પણ ખરેખર બને ભેગા થઈને રાગાદિભાવો કરતાં નથી. બન્ને ભેગાં થઈને જો રાગાદિ કરે તો તે ભાવકર્મનું ફળ જે સુખદુઃખાદિ છે તે કર્મને પણ ભોગવવું પડે પણ એમ બનતું નથી. હળદર અને ફટકડી બે ભેગા થાય છે ત્યારે લાલ રંગ થાય છે, તેમ કર્મ અને જીવ ભેગાં થઈને રાગાદિ કરે છે એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈ માને તો તે વાત ખોટી છે. હળદર અને ફટકડીમાં પણ બન્નેનાં રજકણો પોતપોતાની લાયકાતથી લાલરૂપે પરિણમે છે. તેમ પર્યાયમાં આત્મા પોતે વિકાર કરે છે, વિકાર કર્મ કરાવ્યો નથી. અન્યમતી માને છે કે ઈશ્વર કર્યા છે અને કોઈ જૈની એમ માને કે કર્મના કારણે વિકાર થાય છે તો બન્નેની એક જાતની માન્યતા થઈ, તેથી તે મિથ્યાષ્ટિ છે. અન્યમતી તો પોતાના દોષમાં કોઈ ઈશ્વરને કર્તા તરીકે માને છે અને આ જૈની તો અચેતન જડને પોતાના ભાવનો કર્તા માને છે માટે તે તો અન્યમતીની માન્યતા કરતાં પણ ઘણી વિપરીત માન્યતાવાળો થયો. તેને જૈન વીતરાગ માર્ગની ખબર નથી. વળી રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું પણ કાર્ય નથી કારણ કે કર્મ તો અચેતન જડ છે અને વિકારી ભાવો ચેતન છે. માટે તે ભાવોનો કર્તા જીવ પોતે જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે; કારણ કે ભાવકર્મ તો ચેતનના અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદગલ જ્ઞાતા નથી. એ પ્રમાણે રાગાદિભાવો જીવમાં થાય છે. કોઈ એમ કહે કે રામચંદ્રજી છ માસ સુધી વાસુદેવનું મૃતક કલેવર લઈને ફર્યા છે તે બધું ચારિત્રમોહકર્મના કારણે હતું, પણ તે વાત તદ્દન ખોટી છે. આત્માની રાગાદિ પર્યાય અને કર્મ અચેતન પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત-અભાવરૂપી વજનો મોટો કિલ્લો વચ્ચે પડ્યો છે, માટે કર્મની પર્યાયના કારણે આત્માના વિકારી ભાવો થતા નથી એમ સમજવું જોઈએ. આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને રાગાદિ પરિણામ કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરીને સ્વરૂપમાં લીન થાય તો રાગાદિ ભાવો થતા નથી એમ જાણવું. જે રાગાદિમાં કર્મનું કારણ માને છે તેણે વ્યવહારરત્નત્રય જે રાગ છે તેને કર્મના કારણે માન્યું. હવે વ્યવહારના કારણે નિશ્ચય પ્રગટે એમ જેણે માન્યું તેણે નિશ્ચય કર્મથી પ્રગટે-એમ જ સ્વીકાર્યું. પ્રથમ તો વિકાર આત્મા સ્વતંત્રપણે પોતે કરે છે એમ માનવું. કોઈ કહે કે બે હાથથી તાળી પાડીને અવાજ થાય છે, તો તે વાત પણ ખોટી છે; કેમ કે એક હાથ બીજા હાથને અડતો નથી, અને જે અવાજ થાય છે તે હાથના કારણે થતો નથી પણ તે જગ્યાએ શબ્દવર્ગણાનાં રજકણો છે તેની અવસ્થા તેના કારણે તે વખતે થાય છે. વિકાર તો ચેતન એવા આત્માને અનુસરીને થાય છે. એટલે કે આત્મા પોતે અનુસરેકરે તો થાય છે. કર્મ રાગાદિમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૭ અનુસરતા નથી; કર્મની ભૂમિકામાં તે થતા નથી. હવે આનો સાર એ છે કે રાગાદિભાવો તું સ્વતંત્ર કરે એવા થાય છે પણ કર્મના કારણે થતા નથી; જો વિકારને સ્વતંત્ર માને તો તેનો નાશ કરવાનો ઉપાય પોતે સ્વતંત્ર કરી શકે છે એમ નક્કી થાય. રાગાદિભાવો આત્મામાં જ થાય છે સંસાર, પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી, જડ કર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું; પણ જે રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરુદ્યમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે, પણ એ તેનો દુ:ખદાયક ભ્રમ છે. આત્મા પોતે વિકાર અને દોષ કરે અને નાખે કર્મ ઉપર તે પ્રમાદી થઈને મિથ્યાદષ્ટિ રહે છે. બનારસીદાસજીએ કહ્યું છે કે બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ. વીર સં. ૨૪૭૯ માહુ વદ ૧ શુક્રવાર, તા. ૩૦-૧-૫૩ કર્મ રાગ કરાવતું નથી જે એમ માને છે કે કર્મના નિમિત્તના કારણે વિકાર થાય છે તે, નિશ્ચય અને વ્યવહાર બન્નેનો આભાસી છે. કર્મ પ્રેરક થઈને રાગ કરાવતું નથી. છતાં અજ્ઞાની મૂઢ એમ માને છે કે કર્મ પ્રેરક થઈને જબરજસ્તીથી રાગ કરાવે છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસાર કળશમાં પણ કહ્યું છે કે – रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी शुद्धबोधविधुरान्धबुद्धगः।। २२१।। અર્થ:- જે જીવ રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે તે જીવ પણ શુદ્ધ જ્ઞાનથી રહીત છે અંધબુધ્ધિ જેની, એવો બની મોહ નદીની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પાર ઊતરતો નથી. સમયસારમાં એમ પણ આવે છે કે વિકાર અને કર્મને વ્યાપ્યવ્યાપકભાવ છે, પણ એ તો વિકારને આત્મામાંથી કાઢી નાખવા માટે ત્રિકાળ સ્વભાવદષ્ટિ કરાવવા કહેલ છે. ખરેખર વિકાર કાંઈ કર્મમાં વ્યાપતો નથી. હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું એના ભાન વિના ઉપવાસાદિ કરે તોપણ, તે જીવ વિકાર પોતાના કારણે પોતાની પર્યાયમાં થાય છે એમ માનતો નથી, તેથી તે આંધળો છે. તેનો મોહ નાશ થતો નથી. કોઈ એમ કહે છે કે જેટલો કર્મનો ઉદય હોય તેટલો રાગ થાય છે; જેમ કે જેટલો તાવ હોય એટલો ડીગ્રીના માપમાં આવે છે. ચાર ડીગ્રી તાવ હોય તો માપમાં ચાર ડીગ્રી આવે છે; પણ તે ભ્રમણા છે. વળી તે દષ્ટાંત આપે છે કે સ્ફટીકમાં જેવો રંગ આવે એવી ઝાંય દેખાય છે, એમ જે પ્રકારના કર્મના ઉદય આવે એના પ્રમાણે વિકાર થાય છે. એમ તે માને છે પણ તે મોટી ભૂલ છે. સમયસારના કળશમાં કહ્યું છે કે આવું જે માને તે આંધળો છે. એને શ્રુતજ્ઞાન નથી. એનો મિથ્યાત્વભાવ કદી નાશ થતો નથી. એક સમય પણ કર્મના પ્રભાવના કારણે વિકાર કરવો પડે છે એમ માને તો તેને કોઈ સમય પણ આત્મામાં પુરુષાર્થ કરીને સંસાર નાશ થવાનો અવસર રહેતો નથી. માટે કર્મના કારણે આત્મામાં વિકાર થતો નથી એમ માનવું. વળી જે આત્માને સર્વથા અકર્તા માને છે તેને કહે છે કે-કર્મ જ જગાડે છે, સુવાડે છે, પરઘાતકર્મથી હિંસા છે, વેદકર્મથી અબ્રહ્મ છે; માટે કર્મ જ કર્તા છે-એમ માનનાર જૈનીને પણ શ્રી સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં સાંખ્યમતી કહ્યો છે. દર્શનાવરણી કર્મનો ઉદય હોય ત્યારે ઊંધ આવે. એનો ક્ષયોપશમ હોય ત્યારે જાગે છે. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય તો અમારું જ્ઞાન હીન થાય છે અને ક્ષયોપશમ હોય ત્યારે જ્ઞાનનો ઉઘાડ થાય છે. એમ જે માને છે તે સાંખ્યમતી છે, કેમ કે કર્મના દોષના કારણે આત્માની પર્યાયમાં દોષ ત્રણ કાળમાં થતો નથી. વળી તેઓ કહે છે કે અમારો હિંસાનો ભાવ નથી, પરંતુ પરઘાતકર્મનો ઉદય આવે છે માટે હિંસા થાય છે. પુરૂષવેદ-સ્ત્રીવેદનો ઉદય આવે ત્યારે અમને વિષયભાવ થાય છે. માટે કર્મ જ કર્તા છે. જૈની થઈને પણ એમ માને તો તેને સાંખ્યમતી કહેલ છે. કોઈ પદાર્થનો પ્રભાવ કોઈ પદાર્થ ઉપર પડતો નથી. અગ્નિના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૯ પ્રભાવના કારણે કપડું બળે છે એમ નથી, કપડું પોતાની યોગ્યતાના કારણે બળે છે. માટે કોઈપણ એમ માને કે કર્મના પ્રભાવને કારણે વિકાર થાય છે તો તે સાંખ્યમતી જેવો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની સ્વચ્છંદી થાય છે તેમજ આ પણ થયો. વૈરાગી-ત્યાગી હોય પણ જો કર્મના કારણે વિકાર થાય છે એમ માને તો તે જૈની હોવા છતાં સાંખ્યમતી છે, કાંઈ ફેર નથી. જગતનો કર્તા કોઈ ઈશ્વરને માને અને જૈન કહે કે પરજીવની દયા હું પાળી શકું છું તો તે બન્ને મિથ્યાદષ્ટિ છે. બન્નેની કર્તાપણાની માન્યતા એક સરખી છે. કર્મના ઉદયથી વિકાર થાય છે–એવી શ્રદ્ધાથી એવો દોષ થયો કે રાગાદિકને પોતાના અપરાધથી થયા ન જાણ્યા, અને પોતાને તેનો અકર્તા માન્યો, એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહિ. અથવા રાગાદિ ટાળવાનો ઉપાય પણ એને કરવાનો રહ્યો નહિ. તેથી તે સ્વચ્છંદી બની માઠાં કર્મો બાંધી અનંત સંસારમાં રખડે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આત્મા કરે છે એમ માને અને વળી પાછો કહે કે રાગાદિ કર્મના કારણે થાય છે; તો ત્યાં કાંઈ મેળ રહેતો નથી. કેમ કે દેવાદિની શ્રદ્ધા પણ રાગ છે; તે શ્રદ્ધા પણ કર્મના કારણે માની; તો તે શુભભાવ પણ આત્મા કરી શકે નહિ એમ તેણે માન્યું એટલે રાગ કર્મના કા૨ણે માને તો રાગ ટાળીને સ્વભાવષ્ટિ કરવાનો અવસર રહેતો નથી અને સ્વચ્છંદી થાય છે. સમયસારાદિ ગ્રંથો વાંચે એટલે કર્મ આત્માને રાગ કરાવે છે એમ તો કહી શકે નહિ, પણ કર્મના નિમિત્ત વિના કોઈને કાંઈ રાગ થતો નથી, માટે કર્મની અસર પડે છે, નિમિત્તનો પ્રભાવ પડે છે એમ તો હોવું જોઈએ એમ કેટલાક માને છે. પરંતુ જીવને એક સમય પણ પરનો પ્રભાવ જો માનવામાં આવ્યો તો તેને સદાય માટે-કોઈ વખત કર્મના ઉદય વિના રહેતો નથી માટે ત્રિકાળ કર્મનો પ્રભાવ થયો; એટલે કે એને કદી પણ પુરૂષાર્થ કરવાનો વખત રહેતો નથી. તેથી તે સ્વચ્છંદી બની ચાર ગતિરૂપ સંસારમાં રખડે છે. સમયસાર નાટકના બંધ અધિકારમાં તથા ઈષ્ટ-ઉપદેશમાં આવે છે કે કર્મનું બળવાનપણું છે. કોઈ વખત આત્માનું બળવાનપણું છે. અને કોઈ વખત કર્મનું બળવાનપણું છે; પણ એનો અર્થ એવો છે કે જ્યારે સ્વભાવને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ચૂકીને રાગાદિભાવ કરે છે ત્યારે કર્મનું બળવાનપણું કહેવાય છે. કર્મ બળવાનપણે રાગાદિ કરાવતું નથી. પ્રશ્ન- સમયસારમાં જ એમ કહ્યું છે કે:- વથા વા રામોદાયા વા भिन्ना भावा सर्व एबास्य पुंसः। અર્થ:- વર્ણાદિ અથવા રાગાદિભાવ છે તે બધાય આ આત્માથી ભિન્ન છે. વળી ત્યાં જ રાગાદિને પણ પુદ્ગલમય કહ્યા છે. જુઓ, અહીં ગ્રંથકાર પ્રશ્નકાર તરફથી પ્રશ્ન કરે છે કે-રાગાદિ અને શરીર વગેરે, દયાદાનનો ભાવ, વ્યવહારરત્નત્રયનો ભાવ આત્માથી ભિન્ન છે અને પુદ્ગલમય છે એમ કહેલ છે. રાગથી આત્મા અને આત્માથી રાગ પરસ્પર ભિન્ન છે, એમ બીજા શાસ્ત્રોમાં પણ આવે છે તો તે કેવી રીતે છે? - રાગાદિભાવ ઔપાધિક ભાવ છે ઉત્તરઃ- પરદ્રવ્યના નિમિત્તથી એ રાગાદિભાવ ઔપાધિકભાવ છે. આત્મામાં જેટલો ઉપાધિભાવ થાય છે તે બધો પરદ્રવ્યના લક્ષે થાય છે. કર્મના નિમિત્ત વખતે આત્મા પોતે નૈમિત્તિકભાવ રાગાદિ કરે છે, તેથી તે ઉપાધિભાવ છે. હવે આ જીવ તેને સ્વભાવ જાણે તો તેને બૂરો કેમ માને ? અથવા નાશનો ઉપાય પણ કેવી રીતે કરે? એટલે કે જો જીવ રાગાદિ ઉપાધિભાવને પોતાનો સ્વભાવ જાણે તો તેને નાશ કરવાનો ઉપાય તે કરતો નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં અઠાવીસ મૂળગુણના વિકલ્પ આવે છે, તે ઉપાધિભાવ છે, વિકારભાવ છે, અધર્મભાવ છે. સમ્યગ્દષ્ટિને વ્યવહારરત્નત્રય ઉપચારથી ધર્મ કહેવાય છે, પણ ખરેખર તો વ્યવહારરત્નત્રયભાવ છે તે પણ અધર્મભાવ છે. તે રાગને જીવ પોતાનો સ્વભાવ માને તો તેનો નાશ કરવાનો ઉપાય કેવી રીતે કરે ? તેથી નિમિત્તની મુખ્યતાએ પુદ્ગલનો છે એમ કહેલ છે. નિમિત્તની મુખ્યતાથી રાગાદિભાવ પુગલમય છે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, આગમજ્ઞાન અને કષાયની મંદતા તે વ્યવહાર છે, ઉપાધિ છે, મલિન છે. તેને અજ્ઞાની ભલો માને છે, માટે તે તેના નાશનો પુરૂષાર્થ કરતો નથી. જેનાથી લાભ માને તેને કેવી રીતે નાશ કરે? સ્વભાવની રુચી કરું તો મિથ્યાત્વનો નાશ થાય છે અને સ્વભાવમાં સ્થિર થાઉં તો અસ્થિરતારૂપ રાગનો નાશ થાય છે. તેથી તે ઉપાધિભાવને છોડાવવા માટે, તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૧ બધા આત્માથી ભિન્ન છે; અને નિમિત્તની મુખ્યતાથી પુદગલમય છે-એમ કહેલ છે; વિકાર રાખવા માટે ભિન્ન કહેલ નથી. ગો—ટસારમાં આવે છે કે-દર્શનમોહના ઉદયથી મિથ્યાભાવ થાય છે. ત્યાં આત્મા પોતે મિથ્યાત્વભાવ કરે છે એમાં દર્શનમોહ નિમિત્ત છે એમ કહેવું છે; પણ અહીં તો કહે છે કે આત્માથી રાગાદિને ભિન્ન અને પુદગલમય કેમ કહેલ છે? કે રાગાદિને છોડાવવા માટે તે રાગાદિને નિમિત્તની મુખ્યતાથી-એટલે વિકારમાં નિમિત્ત કર્મ છે એની મુખ્યતાથી કથન કરીને-રાગાદિ ઉપાધિભાવને આત્માથી ભિન્ન અને પુદ્ગલમય કહેલ છે. હવે કહે છે કે-જેમ વૈધનો હેતુ રોગ મટાડવાનો છે, તે જો શીતની અધિકતા દેખે તો રોગીને ઉષ્ણ ઔષધિ બતાવે તથા ઉષ્ણતાની અધિકતા દેખે તો તેને શીત ઔષધિ બતાવે, તેમ શ્રી ગુરુ વિકાર છોડાવવા માગે છે. હવે જે રાગાદિને પરના માની સ્વછંદી બની નિવમી થાય તેને તો ઉપાદાન કારણની મુખ્યતાથી “રાગાદિક આત્માના છે” એવું શ્રદ્ધાન કરાવ્યું, તથા જે રાગાદિને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી તેને નિમિત્તકારણની મુખ્યતાથી “રાગાદિ પરભાવ છે” એવું શ્રદ્ધાન કરાવ્યું છે. વિભાવભાવના નાશનો ઉદ્યમ કરવો યોગ્ય છે અહીં અજ્ઞાની ગોટો વાળે છે કે-રાગાદિ આત્માના છે અને પુદગલના પણ છે. તો તે વાત બરાબર નથી. ખરેખર તો રાગાદિ ઉપાધિભાવ તો આત્માના જ છે, પણ છોડાવવા અર્થે પુદગલના કહેલ છે એમ સમજવું જોઈએ. હવે, રાગાદિ આત્માના પણ છે અને પુગલના પણ છે; એ બન્ને વિપરીત શ્રદ્ધાન છે. એનાથી રહિત જે થાય છે તે આત્મા એમ માને કે- આ રાગાદિભાવ આત્માનો સ્વભાવ તો નથી પણ કર્મના નિમિત્ત વખતે આત્મામાં પોતે પોતાના અપરાધથી રાગાદિ કરે છે ત્યારે તે વિભાવપર્યાય થાય છે. તે આત્મા પોતે નૈમિત્તિક વિકાર ન કરે તો તે સમયે કર્મ નિમિત્ત કહેવાતું નથી. માટે અહીં કહેલ છે કે તે નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવભાવ રહી જાય છે. અહીં વિભાવભાવ છે ત્યારે ત્યાં સામું કર્મનું નિમિત્ત છે, અને અહીં વિભાવ હોતો નથી ત્યારે તે નિમિત્ત પણ નથી. માટે વિભાવભાવના નાશનો ઉધમ કરવો યોગ્ય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો મહા વદ ૨ શનિવાર, તા. ૩૧-૧-૫૩ નિશ્ચયાભાસીની ભૂલના ચાર પ્રકાર જુઓ, અહીં ચાર પ્રકારથી નિશ્ચયાભાસી ભૂલ કરે છે તે વાત કહી છે. એમાં પહેલાં તો એ વાત કરી હતી કે તે આત્માની સંસાર પર્યાયમાં વર્તમાન સિદ્ધપર્યાય નથી છતાં સિદ્ધદશા માને છે. અને બીજી વાત એ કહી કે તે વર્તમાન અલ્પજ્ઞદશામાં કેવળજ્ઞાન માને છે. ત્રીજી વાત-રાગાદિ વર્તમાન પર્યાયમાં થતા નથી એમ કોઈ માને છે. અને ચોથી વાત એ કહી કે વિકાસ નિમિત્તના કારણે થાય છે એમ કોઈ માને છે એ ચારે અભિપ્રાયવાળા મિથ્યાદષ્ટિ છે. પહેલા બોલમાં દ્રવ્યપર્યાય એટલે સિદ્ધપર્યાય વર્તમાન નહિ હોવા છતાં તેને વર્તમાન માને છે. બીજામાં, જ્ઞાનગુણની પર્યાય પૂર્ણ શુદ્ધ નહિ હોવા છતાં પૂર્ણ શુદ્ધ માને છે. ત્રીજી વાતમાં વર્તમાન રાગાદિ વિકારી પર્યાય થતી જ નથી–એમ માને છે. અને ચોથી વાતમાં, કર્મના નિમિત્તના કારણે રાગ થાય છે એમ માને છે. તે બધા મિથ્યાષ્ટિ છે. હવે પ્રશ્ન કરે છે કે જો કર્મના નિમિત્તથી રાગાદિ થાય છે તો જ્યાં સુધી કર્મનો ઉદય રહે, ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉધમ કરવો તો નિરર્થક છે? જાઓ, અહીં રાગદ્વેષઆત્માના કારણે જે માનતા નથી અને નિમિત્તના કારણે થાય છે-એમ માનનારની ભૂલ કેવી થાય છે? એ વાતને પ્રશ્ન ઉઠાવીને નિર્ણય કરાવે છે. તે એમ માને છે કે-કર્મનો ઉદય હોય ત્યાં સુધી રાગના નાશનો ઉધમ થતો નથી, તો ઉદ્યમ કેવી રીતે કરવો? ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા છે. તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય તેને તો પોતે ઉદ્યમ કરી મેળવે તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે ત્યારે કાર્યસિદ્ધ થાય છે. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ અહીં બે વાત કરી છે કે બુદ્ધિપૂર્વકનાં કારણને પોતે ઉદ્યમ કરીને મેળવે અને અબુદ્ધિપૂર્વકનાં કારણ તો એની મેળે સ્વયં મળી જાય છે. જેમકે: પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાદિ કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક કારણ ભવિતવ્ય છે. હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહાદિકનો તો ઉધમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય. તેમ વિભાવ એટલે મિથ્યાત્વાદિ દૂર કરવાનું કારણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૩ બુદ્ધિપૂર્વક તત્ત્વની રુચિ, જ્ઞાન અને રમણતા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ કષાયાદિને દૂર કરવાનું કારણ તો તત્ત્વની રુચિ, વિચાર અને લીનતા છે, તે બુદ્ધિપૂર્વક તો કરવી. તત્ત્વનો વિચાર તે સમ્યગ્દર્શનનું કારણ છે. તત્ત્વવિચાર અને તત્ત્વની રમણતા પોતે પુરુષાર્થ કરે તો થાય છે. અને એવો પુરુષાર્થ કરે ત્યારે મોહકર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય સ્વયં થઈ જાય છે. મોહકર્મના ઉપશમાદિ અબુદ્ધિપૂર્વક થાય છે. અબુદ્ધિપૂર્વકનો અર્થ એવો છે કે-આત્માનો પુરુષાર્થ જડકર્મના ઉપશમાદિ કરતો નથી, કેમ કે મોહકર્મના ઉપશમાદિ સ્વયં (જડકર્મના પોતાના કારણે ) થાય છે. એમ અહીં કહે છે. હવે જેને આત્માની રુચિ, જ્ઞાન અને રમણતા કરવી હોય તે તત્ત્વાદિના વિચારાદિનો ઉદ્યમ કરે તથા મોહકર્મના ઉપશમાદિ સ્વયં થાય ત્યારે રાગાદિ પણ દૂર થાય; એટલે કે તત્ત્વાદિનો વિચાર કરે છે ત્યારે મોહકર્મના ઉપશમ આદિ અવશ્ય થાય છે, પણ આત્માના પુરુષાર્થના કારણે મોહકર્મના ઉપશમાદિ થતા નથી. માટે અબુદ્ધિપૂર્વક સ્વયં તેના ઉપશમાદિ થાય છે એમ કહેલ છે; અને તે વખતે રાગાદિ પણ હોતા નથી. નિમિત્ત મટતાં રાગાદિ થતા નથી, એમાં પણ એ જ વાત છે કે બુદ્ધિપૂર્વક રાગાદિનો નાશ થાય છે ત્યારે કર્મનું નિમિત્ત સ્વયં એના કારણે ઉપશમાદિ થઈ જાય છે. આનો સાર એ છે કે આત્મા તત્ત્વાદિના વિચારપૂર્વક સમ્યગ્દર્શનાદિનો પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિ આત્માના પુરુષાર્થ વિના એના કારણે સ્વયં થાય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વળી, નિમિત્ત મટતાં રાગાદિનો નાશ થાય છે અને તત્ત્વાદિનો વિચાર થતાં મોહકર્મના ઉપશમાદિ થાય છે; એનો અર્થ-એકબીજાના કારણે થાય છે એમ નથી. ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ, અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે-એમ પણ નથી. આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શનમોહના નાશ વગેરેનો કાળ છે. અહીં જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે; અને આત્મામાં રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્રમોહના નાશનો કાળ છે, પણ કર્મના કા૨ણે તે નથી અને આત્માના પુરુષાર્થના કા૨ણે કર્મનો નાશ નથી-એમ સમજવુ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હવે પ્રશ્ન કરે કે વિવાહાદિ પણ ભવિતવ્ય-આધીન છે તેમ તત્ત્વવિચારાદિ પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નકામો છે. ઉત્તર- તત્ત્વવિચારાદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ. અસંજ્ઞી જીવોનો ક્ષયોપશમ એવો નથી તેથી તેને શા માટે ઉપદેશ આપીએ? એટલે એને ઉપદેશ આપતા નથી. આત્માનો ઉપયોગ અજ્ઞાનથી પરમાં લાગુ પડી ગયો છે તેની અમો દિશા બદલાવવા માગીએ છીએ. તત્ત્વાદિના વિચારનો અને શ્રદ્ધાનો પુરુષાર્થ કરી શકે એટલો તને વર્તમાન ઉઘાડ છે, માટે અમે તને ઉપદેશ આપીએ છીએ. અસંજ્ઞી જીવોની વર્તમાન એના કારણે યોગ્યતા નથી તેથી એને ઉપદેશ આપતા નથી; ત્યાં કર્મનું જોર છે એમ નથી, પણ એ જીવોની લાયકાત જ એવી છે. પ્રશ્ન:- હોનહાર હોય તો આત્મામાં ઉપયોગ લાગે પણ હોનહાર સિવાય કેવી રીતે લાગે? ભલું થવાનું હોય તો જ અમારો પુરુષાર્થ કામ કરે નહિતર ન કરે. ઉત્તર- જો એવું શ્રદ્ધાન છે તો સર્વકાળ કોઈપણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું ખાનપાન વ્યાપારાદિનો તો ઉદ્યમ કરે છે અને અહીં હોનહાર બતાવે છે, તેથી અમે જાણીએ છીએ કે તારો અનુરાગ જ અહીં નથી, માત્ર માનાદિ માટે એવી વાતો કરે છે. જે થવાનું હશે તે થશે એમ હું માને છે તો બધી વખતે એમ માન, પણ ઘરનાં કામમાં, વ્યાપારનાં કામમાં તો પુરુષાર્થ માને છે અને ધર્મની વાત આવે ત્યારે થવાનો હશે તો થશે એવી વાતો કરે છે. તેથી નક્કી થાય છે કે તારો પ્રેમ જ ધર્મ ઉપર નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં પુરુષાર્થ થયા વિના રહે નહિ. જો બધું થવાનું હશે એમ થશે એમ માને તો જ્ઞાન થઈ જવાય છે; પણ તને ધર્મની રુચિ નથી, માત્ર માનાદિથી આવી જૂઠી વાતો કરે છે. કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન વળી તે કર્મ-નોકર્મનો પર્યાયમાં સંબંધ નિમિત્તરૂપે હોવા છતાં પણ આત્માને નિધિ માને છે. ચૌદમાં ગુણસ્થાન સુધી નિમિત્તનૈમિત્તિકસંબંધ કર્મની સાથે હોય છે દ્રવ્યદષ્ટિએ તો આત્મા નિબંધ છે, પણ અહીં તો પર્યાયમાં સંસારની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૫ અંદરમાં પર્યાયદષ્ટિએ કર્મ-નોકર્મ સાથે સંબંધ છે, છતાં બિલકુલ સંબંધ નથી એમ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે; કેમ કે કર્મ નોકર્મનું નિમિત્તપણે બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ. આત્મા અને શરીર બન્નેની અવસ્થા સ્વતંત્ર જ્ઞાનાવરણાદિથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ એટલે કે તેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ અહીં બતાવે છે કે આત્મામાં જ્ઞાનની પૂર્ણ દશા નથી ત્યારે નિમિત્તરૂપે જ્ઞાનાવરણીય કર્મ છે. વળી આત્માને અને શરીરને પણ નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, કેમ કે શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ. શરીરના ચાલવાને અનુસાર આત્માના પ્રદેશની અવસ્થા થતી દેખાય છે. આત્માની અવસ્થામાં શરીરનું નિમિત્ત તો પ્રત્યક્ષ દેખાય છે. શરીરના કારણે આત્માની અવસ્થા થાય છે એમ નથી, પણ બન્નેની અવસ્થા સ્વતંત્ર પોતપોતાની યોગ્યતાથી થાય છે, એમાં નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. શરીરની અવસ્થા અનુસાર આત્માની અવસ્થા થાય છે-એમ અહીં કહેલ છે. હાથ ઊંચો થાય છે તો આત્માના પ્રદેશો તે જ પ્રમાણે ઊંચા થાય છે. ત્યાં આત્માની અવસ્થા તો પોતાના કારણે થાય છે, પણ સંસાર દશામાં શરીરનો સંબંધ છે. તેથી ત્યાં સુધી નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એમ બરાબર માનવું જોઈએ. જો બિલકુલ સંબંધ જ ન હોય તો આવી અવસ્થા દેખાય છે તે ન હોય. સંબંધ હોવા છતાં સંબંધ રહિત માને તો જ્ઞાન ખોટું થાય છે, અને નિમિત્તનૈમિત્તિકસંબંધ કર્તાકર્મસંબંધ માને તો પણ ખોટું થાય છે. માટે જેમ છે તેમ માનવું જોઈએ. દ્રવ્યદષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે જ્ઞાન તો સ્વ-પરપ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્યદષ્ટિએ આત્મામાં નિમિત્તનૈમિત્તિકસંબંધ છે જ નહીં, પણ પર્યાયદષ્ટિએ બિલકુલ કર્મનોકર્મની સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે જ નહિ એમ નથી. હા, સામાન્ય સ્વભાવદષ્ટિમાં સિદ્ધદશા, રાગાદિ અને કર્મ નોકર્મનો સંબંધ બધું અભૂતાર્થ છે. દ્રવ્યદષ્ટિએ એ બધું નથી, પણ પર્યાયદષ્ટિએ બધું છે એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે એમ જાણવું જોઈએ; તો જ્ઞાન સમ્યક થાય છે. પર્યાયદષ્ટિએ કર્મનોકર્મનો સંબંધ ન માને તો તે મિથ્યાષ્ટિ છે. જો બિલકુલ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો સંબંધ ન હોય તો વર્તમાન સિદ્ધદશા હોવી જોઈએ, પણ વર્તમાન સિદ્ધદશા નથી, એટલે કે વર્તમાન શરીરના નિમિત્તે આત્મામાં અવસ્થા થાય છે, એમ કર્મ-નોકર્મનો સંબંધ છે; અને પર્યાયદષ્ટિએ વર્તમાનમાં બંધ છે એમ જાણવું જોઈએ. હવે જો વર્તમાન પર્યાયમાં સર્વથા બંધ જ ન હોય તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે છે? વર્તમાન પર્યાયમાં વિકાર જ ન હોય અને એનું નિમિત્ત એવું મોહકર્મ જ ન હોય તો પુરુષાર્થ કરીને એનો નાશ કરવાનું રહેતું નથી, અને સ્વભાવ સન્મુખ થવું-એવું પણ રહેતું નથી. જ્ઞાની તો સ્વભાવ સન્મુખ થઈને રાગાદિનો નાશ કરે છે. માટે આત્માને બંધન છે એમ માનવું. માહ વદ ૨ રવિવાર તા. ૧-૨-૫૩ આત્મામાં વર્તમાન વિભાવભાવ થાય છે અને તેમાં કર્મ-નોકર્મનો સંબંધ છે એને માનતો નથી અને કહે છે કે શાસ્ત્રમાં તો આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધસ્પષ્ટ કહ્યો છે તે કેવી રીતે છે? તેનો જવાબ આપે છે. આત્માને કર્મ અને નોકર્મ સાથે તાદાભ્યસંબંધ નથી; પણ નિમિત્તનૈમિતિકસંબંધ છે સંબંધ અનેક પ્રકારના છે. ત્યાં તાદાત્મસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ નોકર્મથી ભિન્ન કહ્યો છે; માટે આત્મા કર્મમાં અને શરીરમાં એકમેક થઈ જાય એમ બનતું નથી; તો પણ આત્માને અને શરીરને નિમિત્તનૈમિત્તિકસંબંધ નથી એમ નથી. વળી દ્રવ્ય પલટી જઈ, એક બીજાથી મળી જઈ એક થઈ જતું નથી. માટે તે અપેક્ષાએ આત્માને અબદ્ધસ્પષ્ટ કહેલ છે. આત્મા પરની સાથે એકમેક થતો નથી માટે અબદ્ધસ્પષ્ટ કહ્યો છે. પર્યાયમાં વિકાર સ્વતંત્રપણે કરે છે ત્યારે કર્મ નિમિત્ત છે, અને આત્માનું ક્ષેત્રમંતર થાય છે એમાં શરીરનું નિમિત્ત છે; માટે નિમિત્તનૈમિત્તિકસંબંધ અપેક્ષાએ આત્માને બંધન છે અને કર્મનો કર્મના નિમિત્તે આત્મા અનેક અવસ્થાને ધારણ કરે છે. માટે જે, આત્માને સર્વથા નિબંધ માને છે તે મિથ્યાદષ્ટિ છે. નિમિત્તનૈમિત્તિકસંબંધ સર્વથા છૂટી જાય તો તો સિદ્ધદશા હોવી જઈએ. કેવળીને પણ કર્મ-નોકર્મ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. અહીં કર્મ અને શરીરના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [ ૨૭ નિમિત્તથી આત્મા વિકાર અને ક્ષેત્રોતરની ક્રિયા ધારણ કરે છે એમ કહેલ છે; એમાં આત્માની યોગ્યતા વખતે આવું નિમિત્ત હોય છે એવું જ્ઞાન કરાવે છે. નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ કે જે નિમિત્તને માનતો જ નથી, તેને અપેક્ષાથી કહેલ છે; પણ તેથી નિમિત્તના કારણે આત્માની અવસ્થા થાય છે, એમ નથી. માટે આત્માને સર્વથા નિબંધ માનવો તે ભ્રમણા છે-એમ કહેલ છે. ત્યારે હવે પ્રશ્ન કરે છે કે-અમારે તો બંધ-મોક્ષનો વિકલ્પ કરવો નથી, કારણ કે, શાસ્ત્રમાં કહ્યું છે કે નો વંધ૩, મુB૩ સો વંધરું ત્મતિ અર્થ-જે જીવ બંધાયો તથા મુક્ત થયો માને છે તે નિઃસંદેહ બંધાય છે.' एक देखिये जानिये, रमि रहिये इक ठौर। समल विमल न विचारिये। यहै सिद्धि नहि और।। -એમ કહેલ છે, માટે અમારે બંધ મોક્ષનો વિચાર જ કરવો નથી. ઉત્તર:- જે જીવ કેવળ પર્યાયદષ્ટિ થઈ બંધ-મુક્ત અવસ્થાને જ માને છે, એકલી પર્યાયને માને છે અને દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરતો નથી, એને માટે કહેલ છે; અને એને ઉપદેશ આપ્યો છે કે-દ્રવ્યસ્વભાવને નહિ જાણતો એવો જીવ બંધાયો-મુક્ત થયો માને છે તે જ બંધ છે. જો સર્વથા બંધ જ ન હોય તો આ જીવ બંધાયો છે એમ શા માટે કહેવાય છે? સામાન્ય જીવસ્વભાવને માનતો નથી તે એકલો પર્યાયદષ્ટિ છે. તેને બંધ થયા વિના રહેતો નથી; કેમ કે બંધના નાશનું કારણ તો ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ છે. તે ત્રિકાળી સ્વભાવમાં બંધ-મોક્ષ એવા બે પ્રકાર છે જ નહિ, પણ એથી કરીને પર્યાયમાં અનેકતા નથી જ-એમ નથી. એકાંત દ્રવ્યસ્વભાવને માને અને પર્યાયને માને જ નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. જો વર્તમાન પર્યાયમાં સર્વથા બંધ-મોક્ષ ન જ હોય એટલે બંધ છે એનો અભાવ કરીને મોક્ષ થાય છે એમ ન માનીએ તો એ જીવ “બંધ છે” એમ શા માટે કહે છે? અને બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉધમ પણ શા માટે કરવામાં આવે છે? માટે પર્યાયમાં વિકાર અને બંધ છે એમ માનવું જોઈએ. ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરી બતાવતાં, પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહીને અભાવ છે-એમ કહેલ છે. જો પર્યાયમાં બંધ ન હોય તો બંધનો નાશ અને મોક્ષનો ઉત્પાદ કરવાનો ઉપાય શા માટે કરવો જોઈએ? અને આત્માનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો અનુભવ પણ શા માટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદષ્ટિ વડે તો એક દશા છે અને પર્યાયદષ્ટિ વડે અનેક અવસ્થા થાય છે-એમ માનવું યોગ્ય છે. સામાન્યને સ્વીકારે અને વિશેષને ન સ્વીકારે તે નિશ્ચયાભાસી છે; અને વિશેષને સ્વીકારે પણ સામાન્યને ન સ્વીકારે તો વ્યવહારાભાસી છે; તે બન્ને મિથ્યાદષ્ટિ છે. માટે સામાન્ય વિશેષ-બન્નેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આ નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન કરવું તે પ્રયોજનભૂત છે. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પૃ. ર૬૪ માં કહેલ છે કે-જીવાદિ દ્રવ્યો અથવા તત્ત્વોને પીછાણવા અને જે ત્યાગવાયોગ્ય મિથ્યાત્વાદિ છે તે જાણવા અને ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિને પણ બરાબર જાણવાં. વળી નિમિત્તનૈમિત્તિકસંબંધને પણ બરાબર જાણવો જોઈએ; કેમ કે એને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. નય-પ્રમાણયુક્તિ વડ વસ્તુને જાણવી. માટે એકલા નિશ્ચયને નહિ માનતાં બન્ને નયોનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જે એકલા નિશ્ચયનો સ્વીકાર કરે છે તે મિથ્યાદષ્ટિ છે. એ જ પ્રમાણે તે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયનયના અભિપ્રાયથી વિરૂદ્ધ શ્રદ્ધાનાદિક કરે છે. જિનવાણીમાં તો નાના નય અપેક્ષાએ કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. એને બરાબર ન સમજતાં આ અજ્ઞાની પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન કર્યું હોય તેને જ ગ્રહણ કરી મિથ્યાદષ્ટિપણાને ધારણ કરે છે, એટલે કે એકાંત એક જ પક્ષને તે ગ્રહણ કરે છે. આત્માની પર્યાયમાં વિકાર છે અને નિમિત્ત કર્મ છે એમ જાણવું તે વ્યવહાર છે; પણ તેને આદરણીય માનવો તે વ્યવહારનયનું સાચું જ્ઞાન નથી. નિશ્ચયનયનો વિષય ત્રિકાળ જ્ઞાતાસ્વભાવ છે. એનો આશ્રય કરીને રાગ-વિકારનો નાશ થાય છે, એમ જાણવું તેને નિશ્ચયનયનું યથાર્થ જ્ઞાન કર્યું કહેવાય છે. નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય જાણવાયોગ્ય છે એમ સમજવું તે બન્ને નયનું સાચું જ્ઞાન છે. આમ બન્નેનું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. કોઈ એમ કહે કે બન્ને નય સમકક્ષી છે માટે નિશ્ચયનયની જેમ વ્યવહારનય પણ આદરણીય છે, તો તે વાત પણ બરાબર નથી. ત્રિલોકનાથ તીર્થંકરદેવ તો એમ કહે છે કે સ્વભાવનો આશ્રય લઈને વ્યવહારને છોડો, ત્યારે અજ્ઞાની કહે છે કે વ્યવહારને આદરો; માટે અજ્ઞાનીની વાત બરાબર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૯ વળી, જિનવાણીમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેલ છે. હવે સમ્યગ્દર્શન-જ્ઞાનમાં તો સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન-શાન થવું જોઈએ, પણ તેનો તો આને કાંઈ વિચાર નથી; તથા સમ્યક્રચારિત્રમાં રાગાદિ દૂર કરવા જોઈએ, તેનો પણ આને ઉધમ નથી. સમ્યગ્દર્શનમાં તો સાત તત્ત્વો બરાબર જાણવાં જોઈએ પણ નિશ્ચયાભાસી તેને જાણતો નથી. જીવ-અજીવ તત્ત્વ છે, પર્યાયમાં આસ્રવાદિ છે, તેનો તે સ્વીકાર કરતો નથી, અને એકલા આત્માની વાત કરે છે; વળી, આત્માના આશ્રયે રાગનો નાશ થવો જોઈએ તેનો તે પુરુષાર્થ કરતો નથી. ચારિત્રનો અર્થ તો એવો છે કે વિકારને ટાળવો પણ તેના નાશનો ઉદ્યમ તે કરતો નથી, અને માત્ર એક પોતાના આત્માને શુદ્ધ અનુભવવો તેને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે; તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થવી તે મોક્ષમાર્ગ છે અને તે માનતો નથી. રાગ છે તો તેનો અભાવ કરીને શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, પણ રાગને જ માને નહિ તો શુદ્ધ આત્માનો અનુભવ કરવો એ પણ રહેતું નથી. માટે સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જેમ છે તેમ જાણે નહિ તો સમ્યજ્ઞાન થાય નહિ. શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે વળી, તે આત્માનું ચિંતવન કેવી રીતે કરે છે તે કહે છે. આત્માનો અનુભવ કરવા માટે તે ચિંતવન કરે છે કે “હું સિદ્ધસમાન શુદ્ધ છું.' તે પણ એની ભૂલ છે એમ કહેશે; કેમકે તે પર્યાયને માનતો નથી. “ત્રિકાળ શુદ્ધ છું” એ વાત પણ એની સાચી નથી. તે કહે છે કે (૧) હું સિદ્ધસમાન શુદ્ધ છું, (૨) કેવળજ્ઞાનાદિ સહિત છું, (૩) દ્રવ્યકર્મ-નોકર્મથી રહિત છું, (૪) પરમાનંદમય છું, (૫) જન્મમરણાદિ દુ:ખ મને નથી, એમ અનેક પ્રકારથી ચિંતવન કરે છે, પણ તે તેનો ભ્રમ છે, કેમકે જો એ ચિંતવન દ્રવ્યદૃષ્ટિથી કરે છે, તો શુદ્ધ અશુદ્ધ સર્વ પર્યાયોનો પિંડ છે, તેને તો તે જાણતો નથી. અશુદ્ધ સંસાર પર્યાય વીતી ગઈ છે એને પણ અહીં દ્રવ્યમાં નાખી છે. કેમકે પર્યાયને તે બિલકુલ માનતો નથી. માટે તેને સમજાવવા-પર્યાયની કબૂલાત કરાવવા આ રીતે વાત કરી છે. તેને કહે છે કે તારી દ્રવ્યદૃષ્ટિ પણ સાચી નથી. દ્રવ્યમાં એકરૂપતા હોવા છતાં પણ જેને શુદ્ધ-અશુદ્ધ બન્ને પર્યાય આત્માની છે, એવી ખબર નથી અને એનો સ્વીકાર કરતો નથી, તેને કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોનો પિંડ છે. માટે દ્રવ્યદૃષ્ટિથી તું ચિંતવન કરે છે કે આત્મા સિદ્ધસમાન છે, તારી એ વાત બરાબર નથી; કેમ કે શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયો સહિત દ્રવ્ય છે એમ માનવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જોઈએ. ગયા કાળની અશુદ્ધ પર્યાય વીતી ગઈ છે તે કયાં ગઈ? તેનો સર્વથા તુચ્છઅભાવ નથી. તે કથંચિત્ દ્રવ્યમાં છે એમ ન માને તો તેણે દ્રવ્યને પણ બરાબર માન્યું નથી. જેને આત્મદ્રવ્યના સામાન્ય સ્વભાવની યથાર્થ દષ્ટિ થઈ છે એ તો પર્યાયને બરાબર જાણે છે. જો અશુદ્ધ પર્યાયને માનવામાં ન આવે તો અત્યાર સુધી જે અશુદ્ધ પર્યાય વીતી ગઈ તે ક્યાં રહી? તેનો કાંઈ તુચ્છ અભાવ નથી. અનાદિ અનંત સર્વ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. જે પર્યાયો વીતી ગઈ છે એ વર્તમાન નથી અને દ્રવ્યમાં પણ તે પર્યાયો નથી એમ જો માનશો તો દ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ, વીતી ગયેલી પર્યાયોનો સર્વથા તુચ્છ–અભાવ નથી. માટે અહીં કહેલ છે કે જો દ્રવ્યદૃષ્ટિ કરવી હોય તો પૂર્વ પર્યાય જેટલી થઈ ગઈ છે તે દ્રવ્યની છે એમ માનો તો દ્રવ્યદૃષ્ટિ યથાર્થ કહેવાય છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. માહ વદ ૩ સોમવાર, તા. ૨-૨-૫૩ આ દ્રવ્ય પ્રમાણનો વિષય નથી. પ્રમાણનો વિષય તો વર્તમાન વિશેષ અને વર્તમાન સામાન્ય તે બને છે. તેમાં દ્રવ્યાર્થિક નયનો સામાન્ય એટલે કે સર્વપર્યાયોનો સમુદાય વિષય છે, અને બીજો પર્યાયાર્થિકનય છે, તે વિશેષ એટલે વર્તમાન પર્યાયનો વિષય કરે છે, માટે અહીં પ્રમાણની વાત નથી. આત્મા વર્તમાન દ્રવ્યપર્યાયરૂપ છે, એ બન્ને પ્રમાણનો વિષય છે. હવે દ્રવ્યદૃષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો, દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયોનો સમુદાય છે. તે વર્તમાન સમુદાય દ્રવ્યદૃષ્ટિનો વિષય છે; અને વર્તમાન અશુદ્ધ પર્યાય એક સમયની છે તે પર્યાયદષ્ટિનો વિષય છે. એ બન્ને થઈને પ્રમાણનો વિષય થાય છે; પણ દ્રવ્યદૃષ્ટિનો વિષય જે શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયોનો પિંડ કહેલ છે તે પ્રમાણનો વિષય નથી. અહીં તો કહે છે કે-નિશ્ચયાભાસી, આત્મા શુદ્ધછે એમ ચિંતવન કરે છે તે ભ્રમરૂપ છે; કેમકે તમે જો દ્રવ્યદૃષ્ટિથી ચિંતવન કરો છો તો દ્રવ્ય એકલું શુદ્ધ નથી પણ શુદ્ધ-અશુદ્ધ બન્નરૂપ છે; અને પર્યાયદષ્ટિથી ચિંતવન કરો છો તો વર્તમાન પર્યાય તો તારે અશુદ્ધ છે. માટે બન્ને રીતે શુદ્ધનું ચિંતવન કરવું તે ભ્રમણા છે, કેમકે વર્તમાન પર્યાય તો નીચલી દશામાં અશુદ્ધ છે અને દ્રવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૩૧ તો શુદ્ધ-અશુદ્ધ બન્નેરૂપ છે; માટે શુદ્ધ ચિંતવન કોઈ રીતે તારે બનતું નથી. પર્યાયમાં શુદ્ધ છે એમ પણ માનવું ન જોઈએ. વર્તમાન અશુદ્ધ પર્યાય છે છતાં તેને શુદ્ધ કેમ માનો છો? વળી જો તમે શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો હું આવો હોવાયોગ્ય છું' એમ માનો; ‘હું સિદ્ધ થવાને લાયક છું' એમ માનો, પણ આવો છું' એમ માનવું તે ભ્રમ છે. વળી વર્તમાન આત્માની પોતાની વિકારી પર્યાય પોતાના કારણે થાય છે એમાં કર્મ નિમિત્તમાત્ર છે એમ માનવું જોઈએ. કર્મ એક ચીજ છે પણ એનો પ્રભાવ આત્મા ઉપર કાંઈ પડે છે એમ નથી. અગિયારમા ગુણસ્થાનથી કર્મના કારણે પડે છે એમ અજ્ઞાની માને છે તે પણ ભ્રમણા છે. પોતાની પર્યાયની યોગ્યતાના કારણે પડે છે, એને બદલે કર્મ ઉ૫૨ નાખે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. અહીં તો કહે છે કે પર્યાયમાં અધૂરી દશા છે, પૂર્ણ દશા નથી. અને જો વિકાર અને અલ્પજ્ઞતા છે તો એના નિમિત્તરૂપે દ્રવ્યકર્મ અને નોકર્મ છે. જો નિમિત્તરૂપે શરીરાદિ ન હોય તો સિદ્ધદશા અશરીરીદશા વર્તમાન હોવી જોઈએ, પણ તે સિદ્ધદશા વર્તમાન નથી; માટે કર્મ-નોકર્મનો સંબંધ પણ છે એમ માનવું જોઈએ. જો કે આત્માની વિકારી પર્યાય કે અધૂરી પર્યાયના કા૨ણે દ્રવ્યકર્મ-નોકર્મ નથી; પણ અધૂરી દશા વખતે કર્મ આદિ એના કારણે હોય છે એમ જાણવું જોઈએ. અને આત્માની પૂર્ણદશા થાય છે ત્યારે નિમિત્તરૂપે કર્માદિ હતા તે એના કા૨ણે છૂટી જાય છે, તે વખતે નિમિત્તરૂપે કર્માદિ હોતા નથી એમ સમજવું જોઈએ. વળી જો કર્મ-નોકર્મ નિમિત્તરૂપે ન હોય તો જ્ઞાનાદિની વ્યક્તતા કેમ નથી ? જ્ઞાનાદિની વ્યક્તતા નથી માટે કર્મ-નોકર્મ નિમિત્તપણે છે. આત્મદ્રવ્યમાં શક્તિરૂપે જ્ઞાનાદિ ગુણો છે એમાંથી વ્યક્તરૂપ પર્યાય થાય છે. તે પર્યાય વર્તમાનમાં નથી માટે એમાં નિમિત્તરૂપે કર્મને માનવું જોઈએ, જાઓ, અહીં સમ્યજ્ઞાન કોને કહેવાય છે એ વાત ચાલે છે. સમ્યજ્ઞાન વિના ચારિત્ર હોતું નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ શું છે? નિશ્ચયવ્યવહાર શું છે? એને પણ જાણે નહિ અને ત્યાગી થઈ જાય તો તેથી કરીને કાંઈ સાચું ચારિત્ર હોતું નથી. હજુ તો જેને વ્યવહારનાં ઠેકાણાં નથી એને તો દ્રવ્યચારિત્ર પણ હોતું નથી. વળી દ્રવ્યચારિત્ર વિના પણ ભાવચારિત્ર હોતું નથી. માટે પ્રથમ ચારિત્રનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો સ્વ-પરપ્રકાશકશક્તિ આત્માની છે. સ્વ-પરપ્રકાશકશાનશક્તિ આત્માની છે, માટે જ્ઞાન પરથી થતું નથી; પ્રતિમાથી જ્ઞાન થતું નથી. સ્વજ્ઞય-પરય બન્નેને જાણવાની શક્તિ આત્માની છે. પરજ્ઞયથી સ્વયને જાણવાની શક્તિ થતી નથી. આત્મામાં સ્વ અને પરને જાણવાની શક્તિ છે એવી જેને ખબર નથી અને પરના કારણે આત્મામાં જ્ઞાનાદિ થઈ જાય એમ માને તે તો મિથ્યાદષ્ટિ છે. વળી આત્માના ભાન વિના દ્રવ્યલિંગ ધારણ કરે, નગ્ન થાય, પણ અધ:કર્મી તથા ઉદેશિક આહાર લે તો તે દ્રવ્યલિંગી પણ નથીઃ અને યથાર્થ દ્રવ્યલિંગ વિના ભાવલિંગીપણું પણ હોતું નથી. વસ્ત્ર-પાત્ર રાખે અને મુનિ કહેવડાવે છે તે તો સ્થૂલ ગૃહીત મિથ્યાષ્ટિ છે. હવે અહીં નિશ્ચયાભાસી માને છે કે હું વર્તમાનમાં પરમાનંદમય છું. તો જો તે પરમાનંદમય હોય તો તેને કાંઈ કરવાનું રહેતું નથી. માટે ખરેખર વર્તમાન પરમાનંદમય નથી. વર્તમાન અવસ્થામાં તો આનંદ પ્રગટ નથી છતાં આનંદમય માનવું તે ભ્રમ છે. વળી તે માને છે કે જન્મમરણાદિ દુ:ખ જ આત્માને નથી. તો તે વાત પણ ખોટી છે, કેમ કે વર્તમાન દુ:ખી થતા તો દેખાઓ છો; એટલે દુ:ખી હોવા છતાં દુઃખ નથી એમ માનવું તે ભ્રમ છે. માટે એ પ્રમાણે બીજી અવસ્થામાં બીજી અવસ્થા માનવી તે ભ્રમ છે. પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે પ્રશ્ન:- તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? શ્રી સમયસાર, પ્રવચનસારમાં શુદ્ધ ચિંતવન કરવાનું કહેલ છે, આસવ-શુભાશુભભાવનું ચિંતવન છોડવાનું કહેલ છે, અને તમે તો અહીં બન્ને પ્રકારથી શુદ્ધ ચિંતવન કરવાની ના કહો છો. તો ભગવાને જે શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ આપ્યો છે તે નિરર્થક ઠરે છે. માટે એમાં યથાર્થ શું છે? ઉત્તર- શુદ્ધપણું કેવી રીતે છે તે કહીએ છીએ. એક દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધપણું છે. તથા એક પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું છે ત્યાં દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિન્નપણે તથા પોતાના ભાવોથી અભિન્નપણે તેનું નામ શુદ્ધપણું છે. આ દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું પહેલાં સામાન્ય દ્રવ્ય કહેલ તે જ છે. હવે અહીં, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહેલ છે. તે દ્રવ્ય પોતાના ભાવોથી અભિન્ન છે અને પરદ્રવ્યભાવોથી ભિન્ન છે. એવું દ્રવ્યનું શુદ્ધપણું છે. માટે અપેક્ષાએ બરાબર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૩૩ સમજવું જોઈએ. જે દ્રવ્યનું શુદ્ધપણું ઉપર કહ્યું હતું તે પ્રમાણે અહીં સામાન્ય દ્રવ્યનું શુદ્ધપણું કહીને પરદ્રવ્યથી ભિન્નરૂપ પોતાનું સ્વરૂપ છે અને શુદ્ધપણું કહ્યું છે. એ અપેક્ષાએ શુદ્ધપણું માનવું તે યથાર્થ છે. વીર સં. ૨૪૭૯ માહ વદ ૪ મંગળવાર, તા. ૩-ર-પ૩ સમ્યગ્દષ્ટિ એવું ચિંતવન કરે છે કે હું પરદ્રવ્યથી ત્રિકાળ ભિન્ન છું. શરીર કર્મ જડ છે-અજીવ છે. તેના દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું ભિન્ન છું એટલે શરીર, કર્મ, ભાષા આદિની પર્યાય મારાથી થતી નથી. મારી પ્રેરણાથી શરીર ચાલતું નથી; કેમ કે તે પદાર્થો મારાથી ભિન્ન છે અને હું તેનાથી ત્રણે કાળે ભિન્ન છું. માટે આત્મા બોલવાની, ચાલવાની ક્રિયાનો કર્તા નથી. વર્તમાનમાં લોકોને એટલી બધી ભ્રમણાગરબડ થઈ ગઈ છે કે –શરીરની ક્રિયા આત્માથી થાય છે-એમ માને છે; પણ અહીં તો સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારો આત્મા દ્રવ્ય-સામાન્ય અપેક્ષાએ પરથી ભિન્ન અને મારી ત્રિકાળવર્તી જેટલી શુદ્ધ-અશુદ્ધ પર્યાયો તે સર્વ પર્યાયોથી અભિન્ન છે. હું મારા ભાવોથી એકમેક છું, મારી બધી પર્યાયોથી હું અભિન્ન છુંએવી દષ્ટિ કરવી તે દ્રવ્યસામાન્યદષ્ટિ છે. લોકોને ધર્મની ખબર નથી. એક સેકંડમાત્ર ધર્મ કર્યો હોય તો તેની મુક્તિ થયા વિના રહે નહિ એવું ધર્મનું સ્વરૂપ છે. અનંત કાળમાં અનંત વખત નવમી રૈવેયક દ્રવ્યલિંગી મુનિપણું પાળીને ગયો પણ એક સેકંડમાત્ર તેને ધર્મ થયો નહિ. તે ધર્મનું સ્વરૂપ લોકોએ સાંભળ્યું નથી. આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે અને પોતાના ભાવોથી અભિન્ન છે અને અહીં દ્રવ્યનું શુદ્ધપણું કહ્યું છે. તે આ અપેક્ષાએ સમજવું જોઈએ. ભૂતકાળમાં અશુદ્ધપર્યાય થઈ ગઈ. તે મારી લાયકાત હતી; વિકાર વખતે પણ, “મારો સ્વભાવ તો શુદ્ધપર્યાય થાય એવી શક્તિવાળો છે –એવી દષ્ટિ કરે તો “હું છું તે છું, એ સાચું નક્કી કર્યું કહેવાય. પરદ્રવ્યથી ભિન્ન હું છું એમ નક્કી કર્યું એટલે પરદ્રવ્ય ને નિમિત્તનો ભાવ મારામાં નથી એમ નિર્ણય થતાં નિમિત્ત અને પર ઉપરની દષ્ટિ છૂટી ગઈ. હવે પોતાના ભાવોથી અભિન્ન છે, એમાં ભૂત-ભવિષ્યનું જેમ છે એમ જ્ઞાન કરાવ્યું છે. આત્મા ભૂતભવિષ્યમાં આવી લાયકાતવાળો હતો અને થશે એવા વિકલ્પો પણ દષ્ટિમાં હોતા નથી. પણ જે જીવ પર્યાયને માનતો જ નથી તેને સમજાવવા માટે પ્રથમ જેમ છે તેમ ભૂત-ભવિષ્યની પર્યાયોનું યથાર્થજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કરાવે છે, એને એટલે કે શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોના સમુદાયને ૫૨દ્રવ્યભાવોથી ભિન્ન કહીને શુદ્ધ દ્રવ્ય કહેલ છે. એવા દ્રવ્યને જાણીને દષ્ટિ ત્રિકાળ પરથી ભિન્ન શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કરે છે. સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે મારો સ્વભાવ તો સદા સિદ્ધસમાન છે. એટલે ખરેખર મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે. એમાં સંસા૨પર્યાયનો આદર નથી; કેમ કે સંસાર પર્યાય સિદ્ધ પર્યાયથી અનંતમે ભાગે અલ્પ છે. મારો સ્વભાવ શુદ્ધ પર્યાય જ પ્રગટ કરવાનો છે–એમ સમ્યગ્દષ્ટિ જાણે છે, શુદ્ધ થવાની લાયકાત નિમિત્તમાંથી કે રાગમાંથી આવતી નથી એમ તે જાણે છે. ભૂતકાળમાં અશુદ્ધ પર્યાય વીતી ગઈ છે પણ તે દ્રવ્યમાં અંતર્લીન છે, માટે પ૨થી ભિન્ન અને સ્વના ભાવોથી અભિન્ન દ્રવ્યને શુદ્ધ કહેલ છે. જીવ વેપારધંધાના કામમાં મોટો વિચાર કરે, પરના કામમાં વિચાર કરે પણ અહીં તો વિચાર કરતો નથી, તો આત્માનું સાચું જ્ઞાન કેવી રીતે થાય? માટે દ્રવ્યદષ્ટિએ પરથી ભિન્ન ને પોતાના ભાવોથી અભિન્નને શુદ્ધપણું કહેલ છે; અને પર્યાય અપેક્ષાએ તો વર્તમાન પર્યાયમાં ઉપાધિભાવનો અભાવ થવો તે શુદ્ધપણું છે. પર્યાય-અપેક્ષાએ તો કેવળજ્ઞાન થાય તે શુદ્ધપણું છે. સાધકદશામાં ઉપાધિભાવ હોય છે, કેમકે સર્વથા ઉપાધિભાવ રહિત થયો નથી. નિયમસાર આદિ શાસ્ત્રોમાં દષ્ટિ-અપેક્ષાએ પારિણામિકભાવ સિવાય ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એ ચારે ભાવોને વૈભાવિકભાવ કહેલ છે, તે અપેક્ષા બીજી છે. અહીં તો ક્ષાયિકભાવ સિવાય ઉદય, ઉપશમ, ક્ષયોપશમ-એ ત્રણેને ઉપાધિભાવ કહેલ છે. વર્તમાન પર્યાય-અપેક્ષાએ શુદ્ધપણું તો થયું નથી માટે પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું છે એમ માનવું તે ભ્રમ છે. હવે શુદ્ધ ચિંતવનમાં તો દ્રવ્ય-અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. ઉપર કહ્યા પ્રમાણે શ૨ી૨-કર્મથી ભિન્ન અને પોતાના શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોથી અભિન્નપણાને મુખ્ય કરીને અહીં શુદ્ઘ દ્રવ્ય કહેલ છે. એ વાત બરાબર સમજવી જોઈએ. આ રીતે જ્ઞાની ત્રિકાળી સ્વભાવનું ચિંતવન કરે છે. શ્રી સમયસાર ગાથા ૬ ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે ‘પ્રમત્તોપ્રમત્તÆ ન ભવત્પ્રેષ વાશેષદ્રવ્યાંતરમાવેો મિત્રત્વેનોપાસ્યમાન: શુદ્ધ કૃત્યમિનષ્યતે' અર્થ-આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી એ જ સર્વ પદ્રવ્યોના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૩૫ ભાવોથી ભિન્નપણા વડે સેવતાં “શુદ્ધ' એવો કહીએ છીએ. સમયસારના પ્રણેતા શ્રી કુંદકુંદાચાર્યદવ ભાવલિંગી મુનિ હતા ને છઠ્ઠ સાતમે ગુણસ્થાને ઝૂલતા હતા, તેથી હું અપ્રમત્ત-પ્રમત્ત નથી-એમ કહેલ છે. વ્રત-અવ્રત અને સયોગ-અયોગથી રહિત છું એમ કહેલ નથી. વર્તમાન પર્યાય વર્તે છે તેનો નિષેધ કરે છે. પોતાની વર્તમાન જે દશા છે તેનો નિષેધ કરે છે; દ્રવ્યની દષ્ટિ કરાવી છે. પદ્રવ્યથી ભિન્ન માન્યા વિના, પોતાની વર્તમાન વિકારી પર્યાયથી પોતે ભિન્ન છે એમ માની શકે નહિ. માટે ત્યાં પણ પરદ્રવ્યથી ભિન્નપણાને શુદ્ધ જ કહેલ છે. પરદ્રવ્યથી ભિન્ન થયો એટલી તો પર્યાય શુદ્ધ થઈ છે; પણ મુનિદશામાં વિશેષ શુદ્ધતા હોય છે. ધર્મ તો અત્યંતરની ચીજ છે, બહારની ચીજ નથી, માટે જ્ઞાનને સૂક્ષ્મ કરવું જોઈએ અને અંતરમાં જોવું જોઈએ; તો આ વાત સમજાય એમ છે. દ્રવ્ય શું? પર્યાય શું? પર શું? વગેરે બધું બરાબર જાણવું જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાદિ કાળથી યથાર્થ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. બાકી બીજું બધું કર્યું છે, પણ ધર્મ થયો નથી. માટે યથાર્થ સમજવાનો પ્રયત્ન કરવો. વીર સં. ૨૪૭૯ માહ વદ ૫ બુધવાર, તા. ૪-૨-૫૩. આત્માની નિર્મળ અનુભૂતિ થઈને અકષાયભાવ થયો તે પર્યાયની શુદ્ધતા છે. અહીં સુધી તો દ્રવ્યની વાત કરી. હવે પર્યાયની શુદ્ધતાની વાત કરે છે, એમાં સમયસાર ગાથા ૭૩ ની શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આધાર આપ્યો છે કેસવનવIRવપ્રક્રિયોત્તીર્ણનિર્મનાનુભૂતિમાત્રર્વાચ્છુદ્ધ: અર્થ- સમસ્ત કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી જે નિર્મળ અનુભૂતિ-અભેદજ્ઞાન તન્માત્ર છે તેથી શુદ્ધ છે. એટલે કે-રાગાદિનો હું કર્તા છું, રાગ મારું કાર્ય છે, રાગનો આધાર હું છું, એવી છે કારકોની બુદ્ધિ જેને છૂટી ગઈ છે, તેને પર્યાયની શુદ્ધતા કહે છે. જે જ્ઞાનનો ક્ષયોપશમ છે તેને અહીં શુદ્ધતા કહી નથી; કેમ કે નિત્યનિગોદના જીવને પણ જ્ઞાનનો ઉઘાડ હોય છે. જો એટલો ક્ષયોપશમ ન હોય તો જડ થઈ જાય. માટે એ વાત અહીં નથી. મોક્ષમાર્ગપ્રકાશકના પૃષ્ઠ ૯૧ માં ક્ષયોપશમને કેવળજ્ઞાનનો અંશ કહેલ છે, એનો અર્થ તો એ છે કે ત્યાં જ્ઞાનનો સ્વભાવભાવ બતાવવો છે, પણ એ વાત અહીં નથી. અહીં તો, પરદ્રવ્યોનો કર્તા આદિ તો હું નથી પણ રાગ-વિકલ્પપુણ્ય-પાપની ક્રિયાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છૂટીને-પાર થઈને, આત્માની નિર્મળ અનુભૂતિ થઈ અકષાયભાવ થયો, તેને પર્યાય અપેક્ષાએ શુદ્ધતા કહી છે. છ કારકોની અશુદ્ધતાના ત્રણ પ્રકાર છે. (૧) આત્મા કર્તા અને શરીર, કર્મ આદિ મારૂં કાર્ય છે; એ છ સંયોગી કારકોની તો અહીં વાત જ નથી. આત્મા આધાર છે તો શરીરનું કામ થાય છે–એમ નથી; પણ અહીં તો કહે છે કે (૨) રાગાદિ મારી પર્યાય છે એનો આત્મા કર્તા અને તે આત્માનું કર્મ ઈત્યાદિ પણ નથી. (૩) એ સિવાય આત્માના આશ્રયે શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો હું કર્તા આદિ છું એવો વિકલ્પ પણ અહીં નથી. અભેદ અખંડ ત્રિકાળ શુદ્ધ સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પદશા પ્રગટ થઈ છે તે પર્યાય-અપેક્ષાએ શુદ્ધતા છે–એમ સમજવું જોઈએ. હું મારી વીતરાગ પર્યાયનો કર્તા છું. એવો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી પર્યાયની શુદ્ધતા થઈ નથી. અજ્ઞાની દ્રવ્યની શુદ્ધતાને સમજતો નથી અને પર્યાયની શુદ્ધતાને પણ સમજતો નથી. છ કારકોમાં ત્રણ પ્રકારથી અશુદ્ધતા આવે છે. એક તો ૫દ્રવ્યનો કર્તા આદિ માનવો; બીજું રાગાદિ વિકારી પર્યાયનો કર્તા આદિ માનવો; અને ત્રીજું પોતાની શુદ્ધ નિર્મળ પર્યાયનો હું કર્તા આદિ છું એવો ભેદ પડવો-એ ત્રણે અશુદ્ધતા છે; એનાથી રહિત અભેદ જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવી મારૂં સ્વરૂપ એકરૂપ છે, એની દૃષ્ટિ જેને થઈ છે તેને પર્યાયમાં જે શુદ્ધ અનુભવ-આનંદદશા પ્રગટ થાય છે તે પર્યાયની શુદ્ધતા છે. શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિના શુભભાવને મોક્ષનું વ્યવહાર સાધન કહેલ છે પણ એનો અર્થ બરાબર સમજવો જોઈએ. ૫૨ની તો વાત નથી પણ શુભભાવનો હું કર્તા, અને શુભભાવ મારૂં કર્મ ઈત્યાદિ, એ પણ સાધન નથી; અને પોતાની વીતરાગી નિર્મળ દશાઓનો હું કર્તા છું એવો ભેદ તે પણ સાધન નથી. અભેદ સ્વભાવના આશ્રયે પર્યાયની શુદ્ધતા પ્રગટે છે; એ વાત સમજ્યા વિના શુભભાવને વ્યવહાર સાધન પણ કહેવાતો નથી. માટે બરાબર સમજવું જોઈએ. સમ્યગ્દષ્ટિનું ધ્યેય કેવું હોય છે? એનું અહીં વર્ણન ચાલે છે. એમાં જ્ઞાની પર્યાયની શુદ્ધતા કોને માને છે કે-છ કારકોની પ્રક્રિયાથી પારંગત એવી જે નિર્મળ અનુભૂતિ અભેદ જ્ઞાનમાત્ર દશા થાય છે તેને પર્યાયની શુદ્ધતા કહેવાય છે. પહેલાં દ્રવ્યની શુદ્ધતા બતાવતાં જીવને અજીવથી જુદો બતાવ્યો હતો; અને અહીં પર્યાયમાં શુદ્ધતા બતાવતાં કર્તા-કર્મ આદિ છ કારકોના ભેદના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૩૭ અભાવથી પ્રગટતી નિર્મળ અનુભૂતિ બતાવી. આ રીતે બે પ્રકારે શુદ્ધતા જાણવી. પરથી ભિન્ન સામાન્ય સ્વભાવ તે દ્રવ્યથી શુદ્ધતા અને પર્યાયમાં અભેદ નિર્મળદશા પ્રગટ થવી તેને પર્યાયની શુદ્ધતા માનવી. હવે કેવળનો અર્થ કરે છે. કેવળ શબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે પરભાવથી ભિન્ન નિઃકેવળ પોતે જ; તેનું નામ કેવળ છે. આ પ્રમાણે અન્ય પણ અર્થ અવધારવા. જ્યાં જ્યાં જે પ્રમાણે અર્થ થાય ત્યાં ત્યાં તે પ્રમાણે જાણવું. સામાન્ય એકરૂપ જ્ઞાન, જેમાં ઉપાધિ નથી એને કેવળજ્ઞાન માનવું જોઈએ. એકલો જ્ઞાનસ્વરૂપી આત્મા છે એવો કેવળનો અર્થ માનવો જોઈએ, પણ કેવળ શબ્દનો અર્થ પર્યાય અપેક્ષાએ કેવળી થયો માનવો તે વિપરીતતા છે. પર્યાયમાં અભેદજ્ઞાન તન્માત્ર થયા વિના કેવળજ્ઞાન માને તો તે ભ્રમણા છે. માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્ય સ્વરૂપ અવલોકવું તથા પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી. એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે, કારણ કે સત્ય જાણ્યા વિના સમ્યગ્દષ્ટિ નામ કેવી રીતે પામે? પર્યાયમાં તો, જેવી જેવી પર્યાય હોય એવી જ માનવી જોઈએ. એ રીતે દ્રવ્ય-પર્યાયનું સાચું ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે. અવસ્થાને અવસ્થા જેવી છે તેવી જાણે, અને દ્રવ્યને દ્રવ્યસામાન્ય જાણે. જેમ છે એમ જાણે તો તેનું જ્ઞાન સાચું કહેવાય છે. અહીં જ્ઞાનઅપેક્ષાએ કથન છે, માટે એને સમ્યગ્દષ્ટિ કહેલ છે. જ્ઞાનીને પણ શાસ્ત્રાભ્યાસ વગેરે શુભ વિકલ્પો હોય છે વળી મોક્ષમાર્ગમાં તો રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ કરવાનું હોય છે, તેનો તો નિશ્ચયાભાસીને વિચાર જ નથી. માત્ર પોતાને શુદ્ધ અનુભવવાથી જ પોતાને સમ્યગ્દષ્ટિ માને છે અને અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. પોતાને શુદ્ધતા પ્રગટ થઈ હોય અને શુદ્ધ માને તો તો વાંધો નથી, પણ શુદ્ધતા તો તેને થઈ નથી; અને “હું પર્યાયમાં પણ શુદ્ધ થઈ ગયો છું, મને તો વિકલ્પ ઊઠતો જ નથી.'—એમ શુભભાવનો તે નિષેધ કરે છે, તથા તે શાસ્ત્રાભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, એટલે કે તે શાસ્ત્રાભ્યાસનો ઉપાધિ માને છે; પણ પૂર્ણદશા થઈ ન હોય ત્યાં સુધી જ્ઞાનીને શાસ્ત્રાભ્યાસનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. તે માને છે કે અમારે એવો વિકલ્પ કરવો નથી, પરંતુ શુદ્ધ દશા સંપૂર્ણ પ્રગટ થઈ નથી અને શુભ વિકલ્પમાં ન રહે તો અશુભ વિકલ્પ થયા વિના રહે નહિ. એ વાતને અજ્ઞાની સમજતો નથી. ભાવલિંગી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮] [શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો મુનિઓને પણ છઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. ધર્મની પૂર્ણ પર્યાય પ્રગટી નથી તેને વિકલ્પ ન આવે-એમ બને નહિ. વળી તે દ્રવ્ય-ગુણ-પર્યાયના, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે. અહીં માર્ગણા કહી છે તે ભાવમાર્ગણા છે, કેમ કે જીવના સ્વરૂપની એ વાત છે. અને તે સમજતો નથી. અહીં કહે છે કે સમ્યજ્ઞાનચારિત્રનો લાભ તો આત્માથી થાય છે; જડથી થતો નથી. ગુરુ પાસેથી જ્ઞાન આવતું નથી પણ પૂર્ણ જ્ઞાન થયું તેને શાસ્ત્રાભ્યાસનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. શાસ્ત્રમાં આવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનો વિચાર કરવો તે કર્તવ્ય નથી; ત્યાં તો ભેદ પાડીને વિચાર કરતાં રાગી જીવને વિકલ્પ ઊઠે છે, તેથી એનો નિષેધ કર્યો છે, પણ એનો અર્થ એવો નથી કે સાધકદશામાં એવો વિકલ્પ આવતો જ નથી. સાધકદશામાં એવો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. ગુણસ્થાન-માર્ગણાસ્થાન વગેરેનો વિકલ્પ અમારે કરવો નથી, એમ તે માને છે, પણ સાધકદશામાં તે આવ્યા વિના રહેતો નથી, તેમ તે સમજતો નથી. નિશ્ચયાભાસી તપશ્ચરણ કરવાને વૃથા કલેશ કરવો માને છે. ધર્માત્માને સ્વભાવના લક્ષે જેટલે અંશે અકષાય-વીતરાગી દશા પ્રગટી છે તેટલે અંશે આહાર આદિનો વિકલ્પ છૂટી જાય છે, અને તે સમજતો નથી. એ રીતે તપશ્ચરણના સ્વરૂપને સમજતો નથી, તેથી તે તેને કલેશ કહે છે. વળી તે વ્રતાદિ કરવા તેને બંધનમાં પડવું ઠરાવે છે; તે ખોટું છે, કેમ કે ભગવાનની પૂજા વગેરે છાંડવા યોગ્ય છે-એમ જાણીને શુભમાં વર્તતો નથી અને અશુભમાં વર્તે છે. શુદ્ધતામાં આવતો હોય તો તે શુભભાવનો નિષેધ બરાબર છે, પણ આ તો સ્વરૂપની દષ્ટિપૂર્વક સ્થિરતા કરતો નથી અને પ્રમાદી થઈને અશુભમાં વર્તે છે. તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. - હવે તે વાતનો વિશેષ ખૂલાસો કરે છે કે શાસ્ત્રાભ્યાસ તો મુનિને પણ હોય છે. છઠું-સાતમું ગુણસ્થાન એક દિવસમાં અનેકવાર આવે છે; એવી દશાને મુનિપણું કહેવાય છે. ઘડીમાં સાતમું ગુણસ્થાન આવી જાય છે, અને ઘડીમાં વિકલ્પ આવે ત્યારે છઠું. છઠા ગુણસ્થાનમાં શાસ્ત્રાભ્યાસ વગેરે કરે છે એવો માર્ગ છે; એને તો અજ્ઞાની નિશ્ચયાભાસી સમજતો નથી, છઠા ગુણસ્થાનની સ્થિતિ અમુક અંતર્મુહુર્તની ભગવાને જોઈ છે. ભગવાને જોઈ છે એટલી છઠા ગુણસ્થાનની પૂરી સ્થિતિ કોઈ મુનિ ભોગવે તો તે મિથ્યાદષ્ટિ થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૯ અધિકાર સાતમો]. જાય છે. મુનિદશા વખતે અમુક વખત છઠા ગુણસ્થાનમાં હોય છે. અને પાછા સાતમા ગુણસ્થાનમાં આવે છે. એવા મુનિને વિકલ્પ વખતે શાસ્ત્રના અભ્યાસનો વિકલ્પ હોય છે. મહાવિદેહક્ષેત્રમાં ભાવલિંગી મુનિઓ બિરાજે છે તે આવા મુનિઓ હોય છે. ગણધર જ્યારે નમસ્કારમંત્ર ભણે ત્યારે તેના નમસ્કાર આવા ભાવમુનિને પહોંચે છે. ગણધર વ્યવહારમાં તે મુનિને સીધો નમસ્કાર ન કરે, પણ નમસ્કારમંત્રમાં આવા મુનિઓનો સમાવેશ થઈ જાય છે. | નિશ્ચયાભાસી ઘણા એવા હોય છે કે તેઓ પ્રમાદી થઈ ચોવીસ ચોવીસ કલાક પડ્યા રહે ને એમ માને કે અમારી દશા ઘણી ઊંચી થઈ ગઈ છે. તે નિશ્ચયના સ્વરૂપને સમજ્યા નથી અને એકલા અશુભભાવમાં રહે છે. અહીં તો કહે છે કે મુનિ પણ શાસ્ત્રાભ્યાસ કરે છે. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે મુનિ જો ધ્યાનમાં રહે તો સારું છે; જો ધ્યાનમાં ન રહી શકે તો શાસ્ત્રાભ્યાસમાં રોકાવું તે કર્તવ્ય છે, પણ બીજા ઠેકાણે ઉપયોગ લગાવવો યોગ્ય નથી. શાસ્ત્રાભ્યાસ વડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શનજ્ઞાન નિર્મળ થાય છે. વીર સં. ૨૪૭૯ માહ વદ ૬ ગુરુવાર, તા. પ-ર-પ૩ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન વળી નિશ્ચયાભાસી કહે છે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી તો પછી શાસ્ત્ર ભણવા તે નિરર્થક છે. તેને કહે છે કે-શાસ્ત્રથી જ્ઞાન થતું નથી એ વાત તો બરાબર છે પણ સવિકલ્પ દશાવાળાને શાસ્ત્રનો અભ્યાસ કરવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. શાસ્ત્ર વડે તો તત્ત્વોના વિશેષો જાણવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-નિર્મળ થાય છે. જુઓ શાસ્ત્રાભ્યાસથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે એમ કહેલું છે, પણ ખરેખર તો શાસ્ત્રાભ્યાસથી નિર્મળ થાય નહિ, પણ નિશ્ચયાભાસી પર્યાયને માનતો જ નથી તેને કહે છે કે આત્માનું અવલંબન લઈને જે જીવ સમ્યગ્દર્શન નિર્મળ કરે છે તેને શાસ્ત્ર નિમિત્તરૂપે થાય છે. માટે શાસ્ત્રાભ્યાસ કરતાં નિર્મળ થાય છે એમ કહેલ છે. વળી જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે ત્યાં સુધી કષાય પણ મંદ રહે છે અને ભાવી વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે; તેથી એવાં કાર્યોને નિરર્થક કહી શકાય નહિ. સમ્યજ્ઞાનીને વીતરાગભાવની વૃદ્ધિ થાય છે એનો અર્થ એવો છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કે-ચિદાનંદ સ્વભાવની પ્રતીતિ તેને વર્તે છે તથા કષાયની મંદતા હોય છે. સમ્યગ્દષ્ટિપૂર્વક શાસ્ત્રાભ્યાસથી અશુભ રાગ ટળતો હોવાથી તેને વીતરાગભાવ થાય છે-એમ નિમિત્તથી કહેલ છે. ત્રિકાળી અકષાયસ્વભાવની પ્રતીતિવાળાને કષાયની મંદતા થાય છે, એને શાસ્ત્રાભ્યાસાદિ કરતી વખતે અશુભ ભાવ થતો નથી; એની કષાયમંદતાને વીતરાગતાનું કારણ ઉપચારથી કહેલ છે. ખરેખર કષાયની મંદતાથી શુદ્ધતા ત્રણ કાળમાં થાય નહિ. જ્યાંસુધી શાસ્ત્રમાં ઉપયોગ રહે છે ત્યાંસુધી કષાયની મંદતા વીતરાગતાની વૃદ્ધિમાં નિમિત્તકારણ છે. ખરેખર તો, ભગવાન આત્મા અકષાય ચૈતન્યસ્વરૂપી છે તેના અવલંબને અકષાય પરિણતિ થાય છે. કષાયના અવલંબને શુદ્ધતા થાય નહિ, પણ અહીં જે એકાંત નિશ્ચયને જ માને છે ને શાસ્ત્રાભ્યાસના શુભભાવનો નિષેધ કરે છે તેને કહે છે કે તે શુદ્ધતાનું નિમિત્ત છે; તેથી તેને નિરર્થક કેમ કહેવાય ? અશુભના અભાવમાં શુભભાવ આવ્યા વિના રહે નહિ. અને તે શુભભાવ વીતરાગભાવમાં નિમિત્ત છે; માટે શાસ્ત્રાભ્યાસ નિરર્થક નથી-એમ અહીં કહેલ છે. હવે પ્રશ્ન કરે છે કે-જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મ-ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, પણ અન્ય શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી. ઉત્તર- જો તારી દષ્ટિ સાચી થઈ છે એટલે કે તને યથાર્થ, શ્રદ્ધા-જ્ઞાન છે તો પછી બધાંય જૈનશાસ્ત્રો તારા માટે કાર્યકારી છે. કોઈ પણ જૈનશાસ્ત્ર ભણે તેનો નિષેધ કરવા જેવું નથી. અધ્યાત્મશાસ્ત્રમાં તો આત્મસ્વરૂપનું કથન મુખ્ય છે. હવે સમ્યગ્દષ્ટિ થતાં આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂક્યો છે; પછી જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે વા ઉપયોગને મંદકષાયરૂપ રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ પણ મુખ્ય જરૂરનો છે. હવે જે, એકલાં અધ્યાત્મ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, બીજાં શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો એમ એકાંત કરે છે, તેને કહે છે કે અધ્યાત્મશાસ્ત્રમાં તો સમ્યગ્દર્શનનું જે કારણ એવા આત્મસ્વરૂપનું કથન કર્યું છે. જેને સમ્યગ્દર્શન થયું છે તેને જ્ઞાનની નિર્મળતા માટે અને કષાયની મંદતા માટે અન્ય શાસ્ત્રો વાંચવા કાર્યકારી છે. સમ્યગ્દર્શન જેને થયું છે એને તો અધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૪૧ શાસ્ત્રોના અભ્યાસને પણ અહીં મુખ્ય જરૂરનો કહેલ છે; કેમકે થયેલા નિર્ણયને સ્પષ્ટ રાખવા માટે પણ બીજાં શાસ્ત્રોનો અભ્યાસ જરૂરનો છે. ક્ષાયિક સમ્યગ્દર્શન તો વળી કે શ્રુતકેવળી સમીપે થાય છે. ત્યાં કાંઈ કેવળીના કારણે થાય છે એમ નથી, પણ આત્મા પોતે ક્ષાયિક સમ્યકત્વ આત્માની સમીપ થઈને કરે છે ત્યારે નિમિત્તરૂપે કોણ હોય છે? તે બતાવવા માટે વ્યવહારથી કેવળી કે શ્રુતકવળીની સમીપે થાય છે એમ કહેલ છે. પોતાને ક્ષાયિક સમ્યકત્વ થવાનો કાળ જ એ છે, અને તે વખતે તે જીવા ભગવાન અને શ્રુતકેવળી સમીપ જ હોય છે. એ રીતે શાસ્ત્રો જ્ઞાનની નિર્મળતા થવામાં નિમિત્તરૂપે છે; માટે આધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં શાસ્ત્રોની અરુચિ કરવી જોઈએ નહિ. નિમિત્તરૂપે બીજાં શાસ્ત્રો હોય છે અને જે માનતો નથી અને બીજાં શાસ્ત્રો વાંચવાનો વિકલ્પ જ જ્ઞાનીને હોતો નથી. એમ જે માને છે તેને કહે છે કે-જ્ઞાનીને અધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી છે અને એમ જે માનતો નથી તેને ખરેખર અધ્યાત્મશાસ્ત્રોની પણ રચી નથી. જેમ કે-જેનામાં વિષયાસકતપણું હોય તે વિષયાસકત પુરુષોની કથા પણ રુચીથી સાંભળે, વિષયના વિશેષોને પણ જાણે. વિષયાચરણમાં જે સાધનો હોય તેને પણ હિતરૂપ જાણે, તથા વિષયના સ્વરૂપને પણ ઓળખે; તેમ જેને આત્માની રુચી થઈ છે, તથા આત્માનું જેને ભાન થયું હોય છે તે (૧) આદિપુરાણ આદિ કે જેમાં આત્મરુચિના ધારક તીર્થકર ભગવાન વગેરેની કથા હોય છે તેને પણ જાણે. જ્ઞાનીને એનો વિકલ્પ આવે છે, પણ તે વિકલ્પના કારણે નિર્મળતા થાય છે-એમ નથી. (૨) આત્માના વિશેષો જાણવા માટે માર્ગણાસ્થાન, ગુણસ્થાનાદિકને પણ જાણે. સમયસારમાં ગુણસ્થાનાદિના વિકલ્પો કરવા તેને બંધન કહેલ છે, પણ અહીં તો દષ્ટિપૂર્વક કરણાનુયોગનાં શાસ્ત્રોના અભ્યાસનો વિકલ્પ આવે છે. તે કહે છે. ચારે અનુયોગનો વિકલ્પ જ્ઞાનીને આવે છે. નિશ્ચયાભાસી એકલો દ્રવ્યાનુયોગનો જ અભ્યાસ કરવો જોઈએ એમ એકાંત ખેંચે છે. તેને કહે છે કેગુણસ્થાનાદિનું વર્ણન જેમાં હોય તે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી નિર્મળતા થાય છે. તે વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો ગુણસ્થાનાદિના વિકલ્પો પણ કાર્યકારી નથી એમ કહેલ છે. (૩) આત્મઆચરણમાં સાધનરૂપ જે વ્રતાદિક છે તેને પણ હિતરૂપ માને એમ કહેલ છે; કેમ કે સાધકદશામાં એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. વ્રતાદિના પરિણામ જે શુભ છે-વિકાર છે એને પણ અશુભભાવ ટાળવા અહીં ઉપચારથી હિતરૂપ કહેલ છે, સમ્યગ્દષ્ટિને વ્રતાદિના શુભવિકલ્પ આવે છે, માટે અહીં વ્યવહારથી હિતરૂપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો કહેલ છે; ખરેખર તો તે હિતરૂપ નથી. વ્રત-તપાદિનો વિકલ્પ તો મુનિને પણ આવે છે. મુનિ થયા પહેલાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન તો થયું છે. વ્રતાદિને તે હિતરૂપ માનતો નથી પણ હજુ પૂર્ણ દશા થઈ નથી તેથી વચ્ચે વ્રતાદિના વિકલ્પો સહજ આવે છે. માટે ઉપચારથી તેને હિતરૂપ કહેલ છે. અજ્ઞાનીની જેમ હુઠથી વ્રતાદિ લઈ લે તે ભગવાનનો માર્ગ નથી. દર્શનવિશુદ્ધિ આદિ સોળકારણભાવનાની વાત આવે છે તે બરાબર છે. શ્વેતામ્બરમાં વીસ કારણથી તીર્થકર નામકર્મ બંધાય છે એમ કહેલ છે; અને તેમાં પહેલો બોલ અરહંતભક્તિ છે, તે બરાબર નથી. દિગંબરમાં સોળકારણભાવનામાં પ્રથમ દર્શનવિશુદ્ધિ આવે છે તે યથાર્થ છે. સોળકારણભાવના તો આસ્રવ છે; પણ જ્ઞાનીને સોળકારણભાવના વ્યવહારે સંવરનું કારણ કહેલ છે. (૪) વળી જ્ઞાની આત્મસ્વરૂપને પણ વિશેષ ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે. પ્રશ્ન- પાનંદિપંચવિંશતિમાં એમ કહ્યું છે કે જે બુદ્ધિ આત્મ-સ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે. ઉત્તર:- પદ્મનંદી ભગવાન એમ કહે છે કે-આત્માને ચૂકીને શાસ્ત્રમાં જેની બુદ્ધિ જાય છે તે વ્યભિચારિણી છે. તે તો સત્ય છે; કારણ કે પરદ્રવ્યનું જ્ઞાન કરવું તે રાગનું કારણ નથી પણ પરદ્રવ્ય વિષે પ્રેમ થયો છે અને વ્યભિચારિણી કહેલ છે. જ્ઞાનીને પણ પરમાં બુદ્ધિ જતાં જેટલો રાગ થાય છે તેટલો દુઃખદાયક છે; માટે તે બુદ્ધિને વ્યભિચારિણી કહેલ છે. એ અપેક્ષાએ વાત કરી છે. ભગવાન આત્માનો જેને નિર્ણય થયો છે તે પરદ્રવ્યના જ્ઞાનનો પ્રેમ કરે તો તેને વ્યભિચાર કહેલ છે; કેમ કે તે પુણ્ય-રાગ છે. સ્ત્રી બ્રહ્મચારી રહે તો તે બરાબર છે, પણ બ્રહ્મચર્ય ન પાળી શકે તો પોતાને લાયક પુરૂષ હોય તેને છોડી ચંડાળ આદિનું સેવન કરતાં તો તે અત્યંત નિંદનીક થાય. સ્ત્રી શીયળ પાળે તો તે પુણ્યબંધ છે–એ તો અહીં દષ્ટાંત છે; તેવી રીતે બુદ્ધિ આત્મામાં રહે તો બરાબર છે, પણ આત્મામાં સ્થિર ન રહી શકે તો શાસ્ત્રાભ્યાસનો પ્રશસ્તરાગ છોડીને અશુભભાવ કરે તો તે મહા નિંદનીક છે. શાસ્ત્રઅભ્યાસ છોડીને સંસારનાં કાર્યોમાં લાગી જાય તો તે પાપ છે. ભગવાન આત્મા જ્ઞાનમાં રમે તો તે સારું છે; પણ આત્મામાં રમી શકે નહિ તો શુભભાવમાં રહેવું તે સારું છે. પણ અશુભભાવ તો કરવા જેવો નથી જ. અહીં આત્મદષ્ટિ થઈ છે તેને, અપેક્ષાએ શુભભાવ ઠીક છે, એમ વ્યવહારથી કહેલ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૩ અધિકાર સાતમો ] અશુભભાવ કરીને સંસારકાર્યમાં લાગ્યો રહે ને શાસ્ત્રના અભ્યાસને છોડી દે તો મહા નિંદનીક છે. અહીં અશુભ ન કરવો અને શુભભાવ કરવો યોગ્ય છે એમ કહેલ છે; તે પણ વ્યવહારથી કઠેલ છે. ખરેખર નિશ્ચયથી તો અશુભના કાળે અશુભ અને શુભના કાળે શુભ જ હોય છે-એમ જ્ઞાની જાણે છે; પણ સાધકદશામાં જ્ઞાનીને કેવો વિકલ્પ હોય છે એનું અહીં જ્ઞાન કરાવેલ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે શુભભાવ આવે છે ત્યારે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ લગાવવી યોગ્ય છે; કેમ કે મુનિઓને પણ સ્વરૂપમાં ઘણો કાળ સ્થિરતા રહેતી નથી; ગણધરદેવ પણ ભગવાનના દિવ્યધ્વનિને સાંભળે છે. જે ચાર જ્ઞાન-ચૌદ પૂર્વ ધારી છે, બાર અંગ જેણે રચ્યાં છે, તેમને પણ સ્થિરતા ઘણો કાળ રહેતી નથી, તેથી તેમને ઘણી ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ હોય છે; માટે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિને લગાવવી યોગ્ય છે. * વીર સં. ૨૪૭૯ માહ વદ ૭ શુક્રવાર તા. ૬-૨-૫૩ છદ્મસ્થને નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી. છદ્મસ્થનો ઉપયોગ એકરૂપ રહે તો ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત રહે, એથી વિશેષ રહે નહિ. એથી વિશેષ રહે તો વીતરાગ થઈ કેવળજ્ઞાન પામે. અહીં સાધક જીવને શુભરાગ આવે છે, તેનું જ્ઞાન કરાવે છે. શુભરાગ આવે છે તેને જાણવો, તે વ્યવહાર છે. કેટલાક લોકો કહે છે કે વ્યવહાર ને નિમિત્તથી લાભ માનો, તો વ્યવહાર ને નિમિત્ત માન્યાં કહેવાય; પણ તે બરાબર નથી. ૫૨થી શુભભાવ થતો નથી. મંદિર નિમિત્ત હોવા છતાં કેટલાક લોકો મંદિરમાં ચોરી કરે છે. માટે જે શુભભાવ કરે છે તેને નિમિત્ત કહેવાય છે. નિમિત્તથી શુભભાવ થતો નથી; વળી શુભથી ધર્મ થતો નથી; આત્માથી ધર્મ થાય છે, તેમ માનવું તે નિશ્ચય છે; ને અધૂરી દશામાં શુભરાગ આવે છે તેને જાણવો તે વ્યવહાર છે. અહીં નિશ્ચયાભાસી કહે છે કે- ‘હું આત્મસ્વરૂપનું જ ચિંતવન અનેક પ્રકારે કર્યા કરીશ.' તો તેને કહે છે કે-સામાન્ય ચિંતવનમાં અનેક પ્રકાર બનતા નથી. રાગરહિત સ્વભાવ એક જ પ્રકારે છે; તથા વિશેષ વિચાર કરે તો આત્મા અનંત ગુણોનો પિંડ છે, વર્તમાન પર્યાય છે; માર્ગણાસ્થાન, ગુણસ્થાન આદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થાનો વિચાર આવશે. આવો શુભરાગ આવે તેને જાણવો તે વ્યવહાર છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો વળી કેવળ આત્મજ્ઞાનથી જ મોક્ષમાર્ગ થાય નહિ. પણ સાત તત્ત્વોનું શ્રદ્ધાનજ્ઞાન થતાં, તથા રાગાદિક દૂર થતાં મોક્ષમાર્ગ થશે. જીવ, અજીવ, આસ્રવ બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ-એ સાત તત્ત્વો પૃથક પૃથક છે એમ જાણવું જોઈએ. હું શુદ્ધ ચિદાનંદ છું તે જીવ; શરીર, કર્મ આદિ અજીવ છે, તે મારાથી ભિન્ન છે; દયા, દાનાદિ તથા હિંસા જૂઠું વગેરે આસ્રવ છે; તેમાં અટકવું તે બંધ છે; આત્માના ભાન દ્વારા સંવર થાય છે; વિશેષ સ્થિરતા દ્વારા શુદ્ધિની વૃધ્ધિરૂપ નિર્જરા થાય છે, સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. જો કર્મને લઈને આસ્રવ માને તો અજીવ ને આસ્રવ એક થઈ જાય. શરીરનું હાલવું ચાલવું વગેરે અજીવની પર્યાય છે, તે આત્માની પર્યાય નથી. આત્માથી શરીર ચાલે એમ માને તો આત્મા ને શરીર જુદાં ન માન્યા. પુણ્ય-પાપના ભાવ આસ્રવ છે; તેમાં અટકી જવું તે બંધ છે. આત્માના અવલંબને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે સંવર-નિર્જરા છે. પૂર્ણદશા પ્રગટે તે મોક્ષ છે. કર્મથી વિકાર માને તો અજીવ ને આસ્રવ એક માન્યાં. આત્માથી શરીર ચાલે એમ માને તો જીવ ને અજીવ એક માન્યાં-આમ માનવાથી સાત તત્ત્વ રહેતાં નથી. સાત તત્ત્વ જુદાં જુદાં ન માને તો મિથ્યાષ્ટિ થઈ જાય છે. શરીરની ક્રિયા અજીવની છે, ઈચ્છા આસ્રવ છે, જ્ઞાતાદ્રષ્ટા જીવતત્ત્વ છે–આમ સાતે તત્ત્વ જુદાં જુદાં છે. અજ્ઞાની કહે છે કે અમને આત્માનું જ્ઞાન છે. તેને કહે છે કે સાત તત્ત્વના યથાર્થ જ્ઞાન વિના એકલા આત્માનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી. જીવાદિ સાત તત્ત્વ જેમ છે તેમ માનવાં જોઈએ. વળી વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય માને તો આસ્રવ ને સંવર એક થઈ જાય છે, સાત રહેતાં નથી. સાત તત્ત્વના ઠેકાણાં નથી ને આત્મજ્ઞાન માને તો તે જૂઠો છે, વ્યવહારથી ધર્મ માને તે પણ જૂઠો છે. સાતની શ્રદ્ધા ને જ્ઞાન વિના રાગાદિનો ત્યાગ થઈ ચારિત્ર થતું નથી. અહીં નિશ્ચયાભાસીને કહે છે કે પ્રથમ સાત તત્ત્વોનાં સ્વતંત્ર શ્રદ્ધાનજ્ઞાન થવાં જોઈએ, ત્યાર પછી સ્વભાવના આશ્રયે વીતરાગતા થાય છે. સાત તત્ત્વોનાં શ્રદ્ધાન-જ્ઞાન તે સમ્યગ્દર્શન–જ્ઞાન છે તે રાગાદિનું દૂર થવું તે ચારિત્રદશા છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. મુનિને ૨૮ મૂળગુણનું પાલન હોય છે તે આસ્રવતત્ત્વ છે, તે ચારિત્ર નથી. જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા થતાં આસવ-બંધ હીન થઈ જાય છે ને સ્થિરતા થાય છે તે ચારિત્ર છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૫ અધિકાર સાતમો ] હવે સાત તત્ત્વોનાં વિશેષો જાણવા માટે જીવના ને અજીવના વિશેષો જાણવાં. પુણ્ય-પાપ પરિણામ આસ્રવ છે; જડકર્મ સ્વતંત્ર આવે છે તે દ્રવ્યઆસ્રવ છે; જીવ વિકારી પરિણામમાં અટકે છે તે ભાવબંધ છે, ને કર્મ બંધાય છે તે દ્રવ્યબંધ છે. જ્યાં ભાવ-આસ્રવ છે ત્યાં દ્રવ્ય-આસ્રવ થાય છે. એકબીજાને લીધે આવે છે એમ કહેવું તે નિમિત્તનું કથન છે. પરિણામનું થવું સ્વતંત્ર છે. ને કર્મનું આવવું સ્વતંત્ર છે; કોઈને લીધે કોઈ નથી. જીવની પર્યાયમાં જે પરિણામ થાય તે ભાવ-આસ્રવ છે, ને તેટલા પ્રમાણમાં કર્મનું આવવું થાય છે. એટલો નિમિત્તનૈમિત્તિકસંબંધ બતાવવા ભાવ-આસવને લીધે દ્રવ્ય-આસ્રવ થાય છે એમ કહેવાય છે; પણ એકને લીધે બીજો થતો નથી. કર્મની પર્યાય નૈમિત્તિક સ્વતંત્ર થાય છે તો ભાવઆસવને નિમિત્ત કહેવાય છે; તેવી રીતે જીવ પોતે વિકાર કરે તો કર્મના ઉદયને નિમિત્ત કહેવાય છે. અશુભ નિમિત્તોથી ઉપયોગ ખેસવી દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરવોઃ હું ત્રિકાળી દ્રવ્ય છું, ગુણો પણ ત્રિકાળી છે; વળી ગુણસ્થાનાદિનો વિચાર કરવોઃ તે રાગ ઘટાડવામાં નિમિત્ત છે; કારણ કે એમાં કોઈ રાગાદિકનું નિમિત્ત નથી. અહીં રાગના ક્રમને ફેરવવો નથી. જે વખતે જે રાગ આવવાનો તો આવવાનો. રાગ ઘટાડવાનો ઉપાય આત્માના અવલંબને જ છે; પણ ઉપદેશકથનમાં એમ આવે કે અશુભ ઘટાડી શુભમાં રહેવું, ગુણસ્થાનાદિનો વિચાર કરવો. માટે સમ્યગ્દષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાવવો. પ્રશ્ન:- રાગાદિ મટાડવાનાં કારણો જે હોય તેમાં તો ઉપયોગ લગાવવો ઠીક છે; પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો એ શું કાર્યકારી છે? ઉત્તર:- એવા વિચારથી રાગ વધતો નથી. આત્મા જ્ઞાયક છે; લોક, કર્મ વગેરે જ્ઞાનનાં શૈય છે. જગતના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટ નથી પણ તે જ્ઞેય છે, ને આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રમાણ છે. પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટ માને તે મિથ્યાદષ્ટિ છે. ત્રિલોકના વિચારમાં ઈષ્ટ-અનિષ્ટપણું નથી. માટે શેયનો વિચાર વર્તમાન રાગાદિકનું કારણ નથી; પણ લોક આદિનો અભ્યાસ ને વિચાર કરવાથી જ્ઞાન નિર્મળ થાય છે, તથા તે વિચાર વર્તમાન રાગાદિ ઘટાડવાનું કારણ છે. ને આગામી રાગ ઘટાડવાનું કારણ છે. વર્તમાન શુભરાગ ઊઠયો છે તે રાગ ઘટવાનું ખરેખર કારણ નથી. ખરેખર તો શુદ્ધ આત્માના આશ્રયે જ રાગ ઘટે છે; પણ શુભરાગ આવે છે ને અશુભ ઘટે છે, માટે શુભરાગને રાગ ઘટવાનું કારણ ઉપચારથી કહ્યું છે. માટે તે કાર્યકારી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પ્રશ્ન:- સ્વર્ગ-નરકાદિકને જાણવાથી તો ત્યાં રાગદ્વેષ થાય છે. ઉત્તરઃ- જ્ઞાની સ્વર્ગને અનુકૂળ તથા નરકને પ્રતિકૂળ માનતો નથી. પુણ્યથી સ્વર્ગ મળે છે ને પાપથી નરક મળે છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની શુભાશુભને હેય માને છે તો પછી તેનું ફળ જે સ્વર્ગ-નરકાદિ તેને તે ઉપાદેય માને તેમ કદી બને નહિ. અજ્ઞાની પુણને અને તેના ફળને ઉપાદેય માને છે. જ્ઞાની પુણ્યને પુણ્ય માને છે. ધર્મને ધર્મ માને છે. પુણ્યને બંધનું કારણ સમજે છે. માટે તેને સ્વર્ગનરકાદિકને જાણતાં રાગદ્વેષની બુદ્ધિ થાય નહિ; અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી પુણકાર્યમાં લાગે ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે. પ્રશ્ન- શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે પ્રયોજનભૂત થોડું જ જાણવું કાર્યકારી છે માટે ઘણા વિકલ્પ શા માટે કરવા? ઉત્તર- સાત તત્ત્વ અથવા નવ પદાર્થ જાણવા જરૂરના છે, જે જીવ બીજાં બહું જાણે ને પ્રયોજનભૂત ન જાણે તેને કહ્યું છે કે પ્રયોજનભૂત જાણો; અથવા જેનામાં બહુ જાણવાની શક્તિ નથી તેને આ ઉપદેશ આપ્યો છે. જેની બુદ્ધિ થોડી છે તેને કહ્યું કે થોડું પણ પ્રયોજનભૂત જાણો. શિવભૂતિ મુનિને વિશેષ બુદ્ધિ ન હતી, પણ તેમણે પ્રયોજનભૂત તત્ત્વ જાણું હતું. વળી જેને બુદ્ધિ ઘણી છે તેને કીધું નથી કે બહુ જાણવાથી બૂરું થશે; ઊલટું બહું જાણવાથી જ્ઞાન નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે–સામન્યશાસ્ત્રાઁ નૂન, વિશેષો વત્તવાન્ ભવેત્ સામાન્ય કરતાં વિશેષ બળવાન છે. અહીં સામાન્ય એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય એવો અર્થ નથી. પર્યાયષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવી એ વાત પણ અહીં કરવી નથી; પણ સામાન્ય એટલે સંક્ષેપથી જાણવા કરતાં વિશેષતાથી–બહોળતાથી–ઘણાં પડખાંથી જાણવું તે નિર્મળતાનું કારણ છે. આત્માનું ભાન થયું છે તેવા જીવને વિશેષ જ્ઞાન નિર્મળતાનું કારણ છે. સામાન્ય એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય માટે દ્રવ્ય કરતાં પર્યાય બળવાન છે એમ કહેવું નથી. ધર્મ પ્રગટ કરવામાં બળવાન તો દ્રવ્ય છે, ને દ્રવ્ય સામાન્યના આશ્રયે જ નિર્મળતા થાય છે; પણ તે અહીં કહેવું નથી. અહીં વિશેષ જ્ઞાન થવું તે નિર્મળતાનું કારણ છે એમ કહેવું છે. હું આત્મા જ્ઞાયક છું એવી સામાન્યની દૃષ્ટિ તો કાયમ રાખવી. સામાન્ય આત્મા ઉપર દષ્ટિ રાખવી ને જ્ઞાનની વિશેષતા કરવી તે નિર્મળતાનું કારણ છે એમ અહીં કહેવું છે. વિશેષ જાણવાથી વિકલ્પ થાય છે એમ અજ્ઞાની એકાંત ખેંચે છે તેને સમજાવ્યું છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] વીર સં. ૨૪૭૯ માહુ વદ ૯ રવિવાર, તા. ૮-૨-૧૩ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં' સીક્વનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા:' એમ પહેલા સૂત્રમાં કહેલ છે. તેમાંથી અહીં સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આત્મા ત્રિકાળી ધ્રુવ પદાર્થ છે તેનો શ્રદ્ધા નામનો ગુણ પણ ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે, અને મિથ્યાદર્શન શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. સમ્યગ્દર્શન આત્માના આશ્રયે થાય છે, એમાં શાસ્ત્ર પરંપરા નિમિત્ત છે; એને માને નહિ, અને એ નિમિત્ત જ નથી એમ માને તે મિથ્યાષ્ટિ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જાણે નહિ અને કહે કે આત્માના વિકલ્પના કારણે પર વસ્તુ આવે છે તો તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને સમજતો નથી; તથા આત્માના વિકલ્પમાં પરવસ્તુ નિમિત્ત જ નથી એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. જ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો વિકલ્પ આવે છે પણ વિકલ્પ આવ્યો માટે શાસ્ત્ર આવે છે–એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા નથી. કોઈ, ઈશ્વરને જગતનો કર્તા માને છે, તેમ કોઈ જૈની, આત્માને શરીરાદિ પરદ્રવ્યનો કર્તા માને, તો તે “જગતકર્તા ઈશ્વર છે” એવી માન્યતાવાળાની જેમ મિથ્યાદષ્ટિ છે. એક પદાર્થ બીજા પદાર્થનો કર્તા તો નથી પણ બીજા પદાર્થને સહાય થાય છે એમ પણ નથી,-એમ જ્ઞાની જાણે છે. સ્વભાવના અવલંબને આત્મામાં નિર્મળતા થાય છે, ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. તેથી શાસ્ત્રથી નિર્મળતા થાય છે. એમ પણ વ્યવહારથી કહેવાય છે. વળી નિશ્ચયાભાસી તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે; પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવાથી ઊલટી પરિણતિ હોવી જોઈએ. જુઓ, અહીં અજ્ઞાની એમ કહે છે કે અમારે તપશ્ચરણની જરૂર નથી; તો તેને કહે છે કે જેને મોક્ષમાર્ગ પ્રગટ થયો હોય તેને સંસારી જીવો કરતાં ઊલટી દશા થવી જોઈએ. સ્વભાવના અવલંબને રાગ ઘટાડવાનો પ્રયત્ન કરે નહિ અને માની લે કે અમે પૂર્ણ થઈ ગયા છીએ તો તે એકાંત નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. જે મોક્ષમાર્ગી છે તેનો રાગ ઘટવો જોઈએ. ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી રાગદ્વેષનું કારણ નથી. અજ્ઞાની સંસારી જીવો ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીથી રાગદ્વેષ થાય છે એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮] શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માને છે. જ્ઞાનીને અજ્ઞાન ટળી ગયું હોવાથી એવો રાગદ્વેષ હોતો નથી. સંસારીને અનુકૂળ ભોજનાદિમાં પ્રીતિ થાય છે ને પ્રતિકૂળ સામગ્રીમાં વૈષ થાય છે. સામગ્રી અનુકૂળ-પ્રતિકૂળ છે જ નહિ, કેમ કે તે તો જડની પર્યાય છે; જ્ઞાની તો એને જ્ઞાનનું જ્ઞય જાણે છે. અજ્ઞાની સામગ્રીને ઈષ્ટ-અનિષ્ટ માને છે. સુધા લાગવી તેને અનિષ્ટ માને છે પણ અનિષ્ટ નથી; અને ભોજન મળવું એને અજ્ઞાની ઈષ્ટ માને છે પણ તે ઈષ્ટ નથી. માટે પર વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટપણે માનવું તે મિથ્યાત્વ છે. જ્ઞાની પદ્રવ્યને ઈષ્ટ-અનિષ્ટ માનતો નથી. તેથી તેને પરદ્રવ્યના કારણે રાગદ્વેષ થતો નથી. પોતાની નિર્બળતાથી અલ્પ રાગાદિ થાય છે, તેના નાશ માટે નિમિત્તથી ભોજન આદિ છોડવાનો ઉપદેશ આપે છે. તત્ત્વદષ્ટિ કેવી છે? તે, લોકોએ સાંભળી નથી. મોક્ષમાર્ગની મૂળ રકમ શું છે એની ખબર નથી. સમ્યગ્દર્શન તે મૂળ રકમ છે. એની અહીં વાત કરે છે. સમ્યગ્દષ્ટિને પરવસ્તુ ઈષ્ટ-અનિષ્ટ માનીને રાગ થતો નથી. પરવસ્તુના કારણે રાગ થતો નથી. પરના કારણે રાગ થાય તો કેવળીને પણ રાગ થવો જોઈએ. અહીં પંડિતજીએ યથાર્થ વાત કરેલ છે. સુકીશલ મુનિના શરીરને વાઘણ ખાય છે. તે તેમની પૂર્વભવની માતા હતી. સુકોશલ મુનિને એના ઉપર દ્વેષ થતો નથી. જે નિમિત્તના કારણે દ્વેષ થતો હોય તો મુનીને દ્વેષ થવો જોઈએ, પણ એમ બનતું નથી. જો ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી જોઈને રાગદ્વેષ થાય તો તે સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદષ્ટિ છે. આત્માની પર્યાયમાં વિકાર થાય છે, તે ભાવબંધ છે; અને તે વખતે એકક્ષેત્રોવગાહીપણે કર્મનું બંધન થાય છે, તે દ્રવ્યબંધ છે. દ્રવ્યબંધ થયો તે જડ છે અને ભાવબંધ આત્માની પર્યાયમાં છે. દ્રવ્યબંધમાં ભાવબંધનો અભાવ છે. બે ચીજ જુદી છે. તે નજીક રહે માટે એકબીજામાં ભળી જાય-એમ નથી. કર્મ પોતાનાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં રહે છે; અને આત્મા પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહે છે. માટે આત્મામાં કર્મ નથી અને કર્મમાં આત્મા નથી. બન્નેને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. અજીવતત્ત્વ અને જીવતત્ત્વ અન્ન ભિન્ન ભિન્ન છે; એમ ન માને તો સાત તત્ત્વની પણ યથાર્થ પ્રતીતિ રહેતી નથી; માટે જીવાદિ તત્ત્વની જેને ખબર નથી એને સમ્યગ્દર્શન હોય નહિ. જો સ્વાધિનપણે એવું સાધન થાય તો પરાધીનપણે ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી મળતાં પણ રાગ-દ્વેષ ન થાય. ઈચ્છાના નાશનો ધર્મીને પુરુષાર્થ હોવો જોઈએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૪૯ જો ઈચ્છાનો નાશ થાય તો તેનાં નિમિત્તનો અભાવ પણ થયા વિના રહે નહિ. પર વસ્તુના કારણે રાગ થાય છે એમ જ્ઞાની માનતો નથી. સ્વભાવના પ્રયોજન વિના રાગ છૂટતો નથી. ૫૨વસ્તુ છૂટવાથી રાગ છૂટી જાય એમ નથી. જ્ઞાનના પુરુષાર્થથી રાગ સહજ છૂટી જાય છે. ત્યારે કર્મ એના કા૨ણે છૂટી જાય છે. જ્ઞાનીએ સ્વાધીનપણે પુરુષાર્થ કરીને રાગદ્વેષને છોડવા જોઈએ. એવા સાધનમાં ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી ગમે તેવી મળે તો પણ જ્ઞાનીને રાગદ્વેષ થતો નથી. હવે જોઈએ તો એ પ્રમાણે, પણ એકાંત નિશ્ચયાભાસીને અનશનાદિથી દ્વેષ થયો છે તેથી તેને તે કલેશ ઠરાવે છે. અનશનાદિને કલેશનું કારણ માન્યું. તો ભોજનાદિ કરવામાં ઈષ્ટપણું થયું. આ રીતે ૫૨વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટપણું થયા વિના રહ્યું નહિ; એવી દશા તો પર્યાયષ્ટિ સંસારીઓને પણ હોય છે, તો તેં મોક્ષમાર્ગી થઈ શું કર્યું ? તારામાં અને મિથ્યાદષ્ટિમાં કાંઈ ફેર રહ્યો નહિ એમ કહે છે. * વીર સં. ૨૪૭૯ માહ વદ ૧૦ સોમવાર, તા. ૯-૨-૫૩ મિથ્યાદષ્ટિ નિશ્ચયાભાસીને યથાર્થ રાગ ઘટાડવાની ભાવના પણ હોતી નથી, તેથી તે કહે છે કે સમ્યગ્દષ્ટિ પણ તપશ્ચરણ કરતા નથી, માટે અમે પણ તપ કરતા નથી. તેનો ઉત્ત૨:- તપનો અર્થ તો ઈચ્છાનો નિરોધ છે. સમ્યગ્દષ્ટિને જ યથાર્થ ઈચ્છાનો નિરોધ હોય છે, મિથ્યાદષ્ટિને હોતો નથી. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ સંસારમાં લાખો વર્ષ સુધી રહે છે. ત્રાસી લાખ પૂર્વ ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા હતા. સમ્યગ્દષ્ટિ હતા પણ મુનિપણું લીધું ન હતું. અંતરમાં સ્વભાવદષ્ટિ તો હતી, પણ પુરુષાર્થની નબળાઈના કારણે ચારિત્રદશા અંગીકાર કરી શક્યા નહિ. સમ્યગ્દષ્ટિને તપ થઈ શકતું નથી, પણ શ્રદ્ધાનમાં તો તપ એટલે ચારિત્રને તે ભલું જાણે છે. શ્રાવદશામાં રહ્યા છતાં પણ ધર્મીને મુનિપણાની ભાવના વર્તે છે. પોતાની પર્યાયમાં કમજોરી છે, તેથી ચારિત્ર પ્રગટતું નથી, એમ જાણે છે. ચક્રવર્તીને છત્તું કરોડ ગામ હોય છે, છત્તું હજા૨ સ્ત્રી હોય છે, છત્તું કરોડ પાયદળ હોય છે, ચોસઠ હજાર પુત્ર હોય છે, બત્રીસ હજાર પુત્રી હોય છે; છતાં એમને ભાવના તો ચારિત્રદશાની હોય છે. મિથ્યાદષ્ટિનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો શ્રદ્ધાન જ એવું હોય છે કે તે તપને કલેશ માને છે; તેથી તેને તપ એટલે રાગાદિનો નાશ કરીને સ્વભાવમાં રમણતા કરવી, એની ભાવના પણ હોતી નથી. ધર્મીને બહારમાં ઉપવાસાદિ ન હોય, છતાં સમ્યગ્દષ્ટિમાં બીલકુલ દોષ આવતો નથી. મિથ્યાદષ્ટિ હઠથી ચારિત્ર લે, તે કાંઈ યથાર્થ ચારિત્ર કહેવાતું નથી, કેમ કે સમ્યગ્દર્શન વિના ચારિત્ર-તપ થતું નથી. અજ્ઞાનીને ચક્રવર્તી કે તીર્થંકરપદનો બંધ હોય નહિ. આત્મામાં નબળાઈથી રાગાદિની પર્યાય થાય છે, એને ઉપાદેય માનતા નથી, એવા કોઈ જ્ઞાનીને વિકલ્પ આવે છે, તેમાં ચક્રવર્તી કે તીર્થંકરાદિપદનું બંધન થાય છે. જે શુભભાવને ભલો જાણે છે, તે તો મિથ્યાદષ્ટિ છે. એને ચક્રવર્તીપદ કે તીર્થંકરપદ હોય નહિ. સમ્યગ્દષ્ટિને ભાવના તો તપની જ હોય છે, ત્યારે પ્રશ્ન થાય છે કેઃ- શાસ્ત્ર વિષે એમ કહ્યું છે કે તપાદિ ક્લેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી તેનું શું કારણ ? તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી ધર્મ ન થાય ઉત્ત૨:- જે જીવો તત્ત્વજ્ઞાનથી પામુખ છે તથા તપથી જ મોક્ષ માને છે તેને એવો ઉપદેશ આપવામાં આવે છે કે તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય; તત્ત્વજ્ઞાન થતાં આત્માની દષ્ટિ થઈ, આસ્રવની ભાવના છૂટી ગઈ, સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે એવી દિષ્ટ છૂટી ગઈ છે, તેને આત્મામાં લીન થતાં ઈચ્છાનો નિરોધ થાય છે, તે તપ છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ યમ નિયમ સંજમ આપ ક્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો; વનવાસ લયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧ મનપૌન નિરોધ સ્વરબોધ ક્યિો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપભેદ જપે તપ ત્યાઁહિ તપે, ઉસેંહિ ઉદાસિ લહી સબર્ષે ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત ક્યિો, તદપિ કછુ હાથ હજૂ ન પર્યો. ૩ અબ કર્યો ન બિચા૨તહે મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગળ હૈ કહ બાત કહૈ? ૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૧ અધિકાર સાતમો] કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુગમકી ; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સગુરુચર્ન સુપ્રેમ બસે. ૫ તનસે, મનસે, બનસે, સબસે, ગુરુદેવ કિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘનો. ૬ પંચમહાવ્રત ધારણ કર્યા, બાર બાર મહિનાના ઉપવાસ કર્યા, જંગલમાં રહ્યો, મૌન રહ્યો, તપ કરીને સૂકાઈ ગયો, શાસ્ત્ર ભણ્યો, અગિયાર અંગનું જ્ઞાન કર્યું, મતનું મંડન-ખંડન કર્યું, પણ પર લક્ષ છોડીને આત્માનું લક્ષ કર્યું નહીં. બહારનાં સાધન અનંતવાર કર્યો પણ આત્મકલ્યાણ થયું નહિ, સદગુરુનો સમાગમ કરીને વસ્તુનો મર્મ જાણો નહિ. અહીં એમ કહ્યું છે કે તત્ત્વજ્ઞાનથી પરામુખ છે તે મિથ્યાદષ્ટિ છે. સાતે તત્ત્વ પૃથક પૃથક છે એમ જેણે યથાર્થ જાણ્યું નથી તે આત્માથી પરામુખ છે. એમ એમાં આવી જાય છે. જે તત્ત્વજ્ઞાનથી પરાભુખ છે અને એકલા બાહ્ય તપથી મોક્ષ માને છે તે મિથ્યાષ્ટિ છે. પહેલાં તત્ત્વજ્ઞાન કરવું જોઈએ કોઈ કહે કે તત્ત્વજ્ઞાન ન હોય તેણે શું કરવું? તેને કહે છે કે પહેલાં તત્ત્વજ્ઞાન કરવું. શુભાશુભ ભાવ તો ક્રમ પ્રમાણે આવે છે. શુભ-અશુભ ભાવમાં દષ્ટિ અને રુચિ છે એને ફેરવીને હું આત્મા ચિદાનંદ છું એની દષ્ટિ અને રુચિ કરવી. પર પદાર્થની પર્યાય તો આત્મા કરી શકતો નથી. સ્ત્રી, કુટુંબ, પૈસા, શરીર, કર્મ, આદિની પર્યાય જે કાળે થવાની તેને ફેરવવી નથી. વળી આત્માની પર્યાયમાં જે શુભાશુભ પરિણામ થાય છે તેને પણ ફેરવવા નથી. આત્મા જ્ઞાનાનંદ છે, એમ રુચિ કરવી તે સમ્યગ્દર્શનનો યથાર્થ ઉપાય છે. વીર સં. ૨૪૭૯ મહા વદ ૧૧ મંગળવાર તા. ૧૦-૨-૧૩ આત્મામાં વિકાર થાય છે તે આસ્રવ છે. શુદ્ધાત્માની દૃષ્ટિએ રાગ ઘટી જાય છે તેને બાહ્યમાં ત્યાગ એ પ્રકારનો હોય છે. એનો શાસ્ત્રમાં નિષેધ કર્યો નથી. જો શાસ્ત્રમાં રાગનો અભાવ કરવાનો ઉપદેશ ન આપ્યો હોય તો તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ ] [શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ગણધરાદિ એનો ઉદ્યમ શા માટે કરે ? માટે શક્તિ-અનુસાર તપ-ત્યાગ કરવો યોગ્ય છે. શક્તિને ઓળંગીને જ્ઞાની તપાદિ કરતા નથી. જ્ઞાનીને સહજ દશા હોય છે; તેને તપમાં કંટાળો હોતો નથી. તપમાં જો કલેશ થાય તો ધર્મ તો નથી પણ આર્તધ્યાન છે. જો વિશુદ્ધ (શુભ) પરિણામ હોય તો પુણ્ય થાય છે. માટે શક્તિ-અનુસાર તપ કરવો યોગ્ય છે. આ વાત તપની કહી. હવે વ્રતની વાત કરે છે. વળી તું વ્રતાદિને બંધન માને છે. પણ સ્વચ્છંદવૃત્તિ તો અજ્ઞાન-અવસ્થામાં પણ હતી જ. જ્ઞાન પ્રાપ્ત થતાં તો પરિણતિને તે રોકે જ છે. જ્ઞાનમાં એકાગ્ર થાય છે ત્યારે રાગપરિણતિ રોકાય છે, તથા પરિણતિ રોકવા માટે બાહ્યથી હિંસાદિકનાં કારણોનો પણ ત્યાગી અવશ્ય થવો જોઈએ. આ નિમિત્તથી વાત કરી છે. બાહ્ય ક્રિયાથી પરિણામ ન રોકાય, પણ એ પ્રકારનો રાગ નથી હોતો ત્યારે એવી ક્રિયાથી રહિત જ્ઞાની હોય છે, એટલે બાહ્ય પદાર્થો છૂટયા એમ કહેવાય છે. હવે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિનો પ્રશ્ન છે કે-અમારા પરિણામ શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો? પરિણામ અને બાહ્ય ક્રિયાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઉત્તર:- આ નિશ્ચયાભાસી હોવાથી તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવો છે એ સમજાવે છે કે-જો એ હિંસાદિ કાર્ય તારા પરિણામના નિમિત્ત વિના સ્વયં થતાં હોય તો અમે એમ જ માનીએ. હિંસાદિની પર્યાય તો જડ છે, તે તો જડના કારણે સ્વયં થાય છે પણ તેનું નિમિત્ત તું થાય છે. મા૨વા આદિના પરિણામ તો તું કરે છે. છતાં તારા પરિણામ શુદ્ધ છે એમ કેમ બને? તારા પરિણામ નિમિત્ત છે માટે અમે પરિણામ વડે કાર્ય થાય છે એમ કહીએ છીએ. લીલોતરી કપાય છે તે વખતે લીલોતરી કપાવાની ક્રિયા તો જડની છે; પણ તે વખતે જીવના પરિણામ શુદ્ધ હોય એમ બને નહિ. મુનિને એવી ક્રિયા હોતી નથી, કેમ કે મુનિને એવા પરિણામ નથી. હિંસા કરું, જૂઠું બોલું વગેરે પરિણામ જીવ કરે છે અને તે વખતે બહારની ક્રિયા તો એના કારણે સ્વયં થાય છે. વિષયસેવનની ક્રિયા શરીરથી થાય અને કહે કે મારા પરિણામ એવા છે જ નહિ, તો તે પરિણામને સમજતો નથી. પ્રમાદથી ચાલવાની ક્રિયા થાય છે, તે એવા પ્રકારના પરિણામ વિના કેમ હોય ? એવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૫૩ પરિણામ ન હોય તો એવી ક્રિયા ન હોય, એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ખાવાના પરિણામ કરે છે અને બહારમાં ખાવાની ક્રિયા થાય છે, છતાં ત્યાં પરિણામ શુદ્ધ છે એમ માને તે મિથ્યાદષ્ટિ છે. શરીર આદિની ક્રિયા તો જડની છે, પણ તે વખતે પરિણામ તો જીવના છે. લક્ષ્મીનો સંગ્રહ થાય છે તે જડની ક્રિયા છે, પણ તે વખતે પરિગ્રહ અને લોભના પરિણામ જીવના છે; તેને શુદ્ધભાવ માને તે મિથ્યાષ્ટિ છે. લડાઈની ક્રિયા સ્વયં જડના કારણે થાય છે, પણ તે વખતે તે ક્રિયામાં જે જીવ ઊભો હોય તે એમ કહે કે મારા પરિણામ શુદ્ધ છે તો તે વાત ખોટી છે, કેમકે તે પરિણામને અને જડની ક્રિયાને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. નિમિત્તથી કાર્ય થાય એમ જે માને તે મિથ્યાદૃષ્ટિ છે; પણ જડમાં કાર્ય થાય છે તે વખતે પોતાના પરિણામ અશુદ્ધ છે એને ન માને તો તે પણ મિથ્યાષ્ટિ છે. મકાનાદિની ક્રિયા થાય છે તે તો જડની ક્રિયા છે, પણ તે બનતી વખતે તે રાગી જીવનું નિમિત્ત છે તે જીવ એમ કહે કે મને ત્યાં વીતરાગ ભાવ હતો, તો તે વાત ખોટી છે. આત્મા જડની ક્રિયા તો ત્રણ કાળમાં કરી શકતો નથી; પણ પૈસા આદિના સંબંધમાં જે અશુભ ભાવ પોતાને થાય છે તેને શુદ્ધ પરિણામ માને તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. ખાવાપીવાની તથા પૈસા લેવા આદિની ક્રિયા તો તું ઉદ્યમી થઈને કરે છે એટલે કે એ પ્રકારનો રાગ તો તું ઉદ્યમી થઈને કરે છે; એ રાગનો આરોપ જડની ક્રિયામાં કર્યો છે. કોઈ એમ કહે કે આપણે પચીસ માણસને જમવાનું કહો અને પછી જમવા આવે ત્યારે કહેવું કે ભોજનની ક્રિયા થવાની ન હતી તેથી ન થઈ; પણ પચીસ માણસને જમવાનું કહેવાનો રાગ તો પોતે કર્યો હતો, તો તેની વ્યવસ્થાનો રાગ પણ પોતે કરે છે; તેથી પરની ક્રિયા ઉદ્યમી થઈને પોતે કરે છે એમ કહેલ છે. એવો નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, એનું જ્ઞાન કરાવે છે. આહાર લે છે અને ઈચ્છા નથી એમ બને નહિ. કેવળીને ઈચ્છા નથી તો આહાર પણ નથી. મુનિ વસ્ત્રપાત્ર રાખે અને કહે કે અમારી ઈચ્છા નથી, અમને મૂછ નથી તો તે જૂઠો છે. ભાવલિંગી મુનિને એવા મૂછના પરિણામ નથી તો તેમને વસ્ત્રાદિનો પરિગ્રહ પણ હોતો નથી, એવો નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. આત્મા હિંસાદિના પરિણામ તો પુરુષાર્થપૂર્વક પોતે કરે છે. તે પરિણામ થાય છે માટે પરમાં હિંસાદિની ક્રિયા થાય છે એમ પણ નથી; છતાં હિંસાદિની ક્રિયા વખતે પોતાના પરિણામ અશુભ હોય છે; તેને શુદ્ધ પરિણામ માને તો તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જૂઠો છે-મિથ્યાદષ્ટિ છે. આમ પરિણામ પોતે કરે અને માને કે તે પરિણામ મને થતા જ નથી. તો તેને તે હિંસાદિ પરિણામનો નાશ કરવાનો પુરુષાર્થ થતો નથી. પોતામાં અશુભભાવ થાય છે તે વખતે હિંસાદિની ક્રિયા બહારમાં થાય છે તેને તો તું ગણતો નથી અને પરિણામ શુદ્ધ છે એમ હું માને છે; પણ એમ માનતાં તારા પરિણામ કદી પણ સુધરશે નહિ. એટલે કે અશુદ્ધ પરિણામ જ રહેશે. આત્મજ્ઞાની મુનિ સંત આહારની ક્રિયામાં દેખાય છે તે વખતે પણ એમને શુભભાવ હોય છે. આહારનો વિકલ્પ શુદ્ધભાવ નથી. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એમ માનવું જોઈએ. હવે એમાંથી પ્રશ્ન કરે છે કે-પરિણામને રોકવાથી બાહ્ય હિંસાદિ ઘટાડી શકાય છે-એ વાત તો બરાબર છે, પણ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે. માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવા નહિ. સમ્યગ્દર્શન પછી જ સાચી પ્રતિજ્ઞા હોય છે ઉત્તર:- જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. રાગનો જેટલો ભાવ છે એટલું બંધન છે. પ્રતિજ્ઞા કરવાની વાત તો સમ્યગ્દર્શન થયા પછીની છે. સમ્યગ્દર્શન વગર યથાર્થ પ્રતિજ્ઞા હોતી નથી. પ્રતિજ્ઞા લેવાનો વિકલ્પ જ્ઞાનીને આવ્યા વિના રહેતો નથી. જ્ઞાની સમજે છે કે વિકલ્પ તે રાગ છે, છતાં વ્રતાદિની પ્રતિજ્ઞાનો વિકલ્પ આવે છે. સમ્યગ્દષ્ટિને પ્રતિજ્ઞામાં પરિણામની દઢતા થાય છે. અહીં પરની વાત નથી, તેથી બહારમાં આવા કાર્યો ન કરવાં એ તો નિમિત્તથી કથન છે; પણ એવા પરિણામ ન કરવા એમ જ્ઞાની સ્વભાવ દષ્ટિપૂર્વક પરિણામ દઢ કરે છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય અથવા પ્રયોજન પડયા વિના પણ તેની આશા રહે છે. માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી જો આત્માના ભાન વિના પ્રતિજ્ઞા લઈ લે તો તે બાળ વ્રત છે. પ્રશ્ન- પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે અને તેથી પાછળથી પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બને પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકા૨ સાતમો ] [૫૫ ઉત્તર:- પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા ન કરે. સાધુપણું-નગ્નપણું લઈ લીધું હોય અને આત્માનું ભાન તો ન હોય, પછી ઉદ્દેશિક આહાર પણ લઈ લે તો તે દોષ છે. સમજ્યા વિના હઠથી મુનિપણું લઈ લે ને પછી પ્રતિજ્ઞાભંગ કરે. પ્રતિજ્ઞા ન લેવી તે પાપ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવી તે મહા પાપ છે. પ્રતિજ્ઞા એવી ન લેવી જોઈએ કે જેનો નિર્વાહ થઈ શકે નહિ. પોતાની શક્તિ-અનુસાર પ્રતિજ્ઞા લેવી જોઈએ. પ્રતિમા-વ્રત પણ સહજ હોય છે. આહા૨-પાણી બનાવે મુનિ માટે અને ગૃહસ્થ કહે કે-‘આહારશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાર્યશુદ્ધિ, ' તો તે અસત્ય છે; એમાં ધર્મ તો નથી પણ યથાર્થ શુભભાવ પણ નથી. " વળી પ્રતિજ્ઞા વિના અવિરત સંબંધી બંધ મટતો નથી માટે પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. કોઈ કહે કે સમંતભદ્રાચાર્યે મુનિપણું લીધા પછી પ્રતિજ્ઞા ભંગ કરી હતી તો, ત્યાં સ્વચ્છંદની વાત નથી. ત્યાં તો એવો રોગ થયો અને એવા રોગમાં મુનિપણું ટકાવી શકે એટલો પુરુષાર્થ નહોતો; તેથી એ પ્રમાણે થયું છે. વખત આવ્યે મુનિપણું પાછું લઈ લીધું હતું. હઠથી મુનિપણું લીધું ન હતું. વર્તમાન નિર્વાહ થઈ શકે એવું લાગ્યું નહિ તેથી મુનિપણું છોડયું હતું; પણ પ્રથમથી જ વખત આવ્યે છોડી દઈશું એવી ભાવના ન હતી. માટે પ્રતિજ્ઞા યથાશક્તિ લેવી યોગ્ય છે. * વીર સં. ૨૪૭૯ માહ વદ ૧૨ બુધવા૨, તા. ૧૨-૩-૫૩ અજ્ઞાની કહે છે કે કર્મનો તીવ્ર ઉદય આવે ને પડી જઈએ તો? તો તે વાત બરાબર નથી. ઉદયનો વિચાર કરે તો કાંઈ પણ પુરુષાર્થ થઈ શકે નિહ. કર્મ કર્મનાં કારણે આવે છે, તેના ઉપર દષ્ટિ દેવાની જરૂર નથી. કર્મનો ઉદય આત્માને નડતો નથી. પોતે સ્વભાવનો પુરુષાર્થ કરે તો કર્મ સ્વયં ટળી જાય છે. જેમ પોતાને જેટલું ભોજન પચતું જાણે તેટલું ભોજન લે; પણ કદાચિત્ કોઈને અજીર્ણ થયું હોય તે ભયથી ભોજન છોડી દે તો મરણ થાય. તેમ આત્માના ભાનસહિત સહનશીલતાપૂર્વક પ્રતિજ્ઞા લે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા ન લે તો અસંયમ જ થાય. માટે બને તેટલી પ્રતિજ્ઞા લેવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈને થોડા વખતે પ્રતિજ્ઞા આવે, કોઈને ઘણાં વખતે પ્રતિજ્ઞા આવે. ભરત ચક્રવર્તીને ચારિત્ર ઘણાં વખત પછી આવેલ છતાં ચારિત્રની ભાવના છૂટતી નહોતી. સંસારમાં પૈસાનું આવવું-જવું વગેરે કાર્ય તો કર્મના નિમિત્ત અનુસાર જ બને છે, છતાં પણ તું ત્યાં કમાવા આદિનો અશુભરાગ પુરુષાર્થપૂર્વક કરે છે. કર્મથી અશુભરાગ થતો નથી, પણ વિપરીત પુરુષાર્થથી અશુભરાગ થાય છે, તો સવળા પુરુષાર્થથી આત્માના ભાનારા રાગ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં નિશ્ચયાભાસીને કહે છે કે જો ત્યાં (ભોજનાદિકમાં) ઉદ્યમ કરે છે તો ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. જ્યારે તારી દશા પ્રતિભાવત્ થઈ જશે ત્યારે અમે પ્રારબ્ધ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ; પણ તારી પ્રતિમાવત નિર્વિકલ્પદશા થઈ નથી, તો પછી સ્વચ્છંદી થવાની યુક્તિ શા માટે બનાવે છે? બને તેટલી પ્રતિજ્ઞા કરી વ્રત ધારવા યોગ્ય છે. શુભભાવથી કર્મનાં સ્થિતિ-અનુભાગ ઘટી જાય છે. વળી ભગવાનની પૂજા વગેરે પુણ્ય આસ્રવ છે. ધર્મ નથી; પણ તેથી તે શુભભાવ છોડી અશુભભાવ કરવો ઠીક નથી. જાત્રા આદિમાં કષાયની મંદતાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી; તેથી તે હેય છે એમ અજ્ઞાની નિશ્ચયાભાસી માને છે. શુભભાવ ધર્મ નથી તેથી તે હેય છે તે વાત સત્ય છે; પણ તે શુભભાવને છોડીને વીતરાગ થાય તો તો ઠીક છે, પરંતુ અશુભમાં વર્તે તો તે તારું બૂરું જ કર્યું. આત્માનું ભાન થયા પછી પણ સ્વરૂપમાં લીન ન થઈ શકે તો શુભ આવે છે, પણ શુભ છોડી અશુભમાં પ્રવર્તવું ઠીક નથી. અજ્ઞાની સ્વભાવનો પુરુષાર્થ માનતો નથી ને રાગ ટાળવાનું માનતો નથી. તેને કહે છે કે શુભ પરિણામથી સ્વર્ગાદિ મળે, ભલી વાસના અને ભલાં નિમિત્તોથી કર્મનો સ્થિતિ-અનુભાગ ઘટી જાય તો સમ્યકત્વાદિની પ્રાપ્તિ પણ થઈ જાય. શુભ પરિણામથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ સ્વભાવનો પુરુષાર્થ કરવાથી પ્રાપ્તિ થાય છે. હું ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ તે સમ્યગ્દષ્ટિનું કારણ છે, પણ સમ્યગ્દર્શનમાં દેવદર્શન-પૂજન, તત્ત્વશ્રવણ આદિ શુભ ભાવ નિમિત્ત છે, તેથી વ્યવહારે તેનાથી થાય એમ કહેલ છે. શુભભાવના નિમિત્તે કર્મનાં સ્થિતિ-રસ ઘટી જાય છે. જડ કર્મનો સ્થિતિરસ ઘટવાનો તે ક્રમ હતો, તે સમયની લાયકાત હતી તે પર્યાય શુભભાવને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૫૭ અધિકાર સાતમો] આધીન નથી, પણ શુભભાવની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવો હોય તે બતાવે છે. છતાં કોઈ પદાર્થ કોઈ પદાર્થને આધીન નથી, દરેક દ્રવ્ય અસહાય છે, અશુભ ઉપયોગથી નરક-નિગોદાદિક થાય વા બૂરી વાસના અને બૂરાં નિમિત્તોથી કર્મનાં સ્થિતિ-અનુભાગ વધી જાય તો સમ્યકત્વાદિ પણ મહા દુર્લભ થઈ જાય. શુભોપયોગથી કષાયમંદતા થાય છે ને અશુભોપયોગથી તીવ્રતા થાય છે, માટે શુભ છોડી અશુભભાવ કરવો તે વ્યાજબી નથી. અહીં ઉપદેશનાં વાક્યો છે. અજ્ઞાની શુભ-અશુભના વિવેકને સમજતો નથી. તેને સમજાવે છે કે જેમ કડવી વસ્તુ ના ખાવી અને વિષ ખાવું એ અજ્ઞાન છે, તેમ શુભનાં કારણો છોડી તીવ્ર અશુભના કારણો સેવવાં તે અજ્ઞાન છે. પ્રશ્ન- શાસ્ત્રમાં શુભ-અશુભ પરિણામને સમાન કહ્યા છે-આસ્રવ કહ્યા છે, બન્ને બંધનાં કારણ છે; માટે અમારે વિશેષ જાણવું યોગ્ય નથી. ઉત્તર- જે જીવ શુભ પરિણામને-દયા, દાન, પૂજા, વ્રતાદિને મોક્ષનાં કારણ માની ઉપાદેય માને છે તે મિથ્યાષ્ટિ છે. તે, શુભથી ક્રમે ક્રમે શુદ્ધતા થશે એમ માને છે અને પુણ્ય-પાપ રહિત શુદ્ધસ્વભાવને ઓળખતો નથી. સાધકદશામાં શુભભાવ આવે છે, પણ તે ધર્મનું કારણ નથી. શુભભાવ મંદ મલિન પરિણામ છે. તેને મોક્ષનું કારણ માને છે તે વીતરાગ દેવને તથા તેમના શાસ્ત્રને માનતો નથી; તેથી તે મિથ્યાદષ્ટિ છે. પુણ્ય-પાપથી રહિત શુદ્ધ આત્માના અવલંબને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે તેની તેને ખબર નથી. આત્મામાં શુભ પરિણામ હો કે અશુભ પરિણામ હોબન્ને અશુદ્ધ છે, ને આત્માના આશ્રયે જે પરિણામ થાય તે શુદ્ધ છે. શુભ-અશુભ બન્ને આસ્રવ છે-બંધ છે, મોક્ષનાં કારણ નથી; તેથી બન્નેને સમાન બતાવીએ છીએ. શુભાશુભ બને આસ્રવ છે પણ અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે. શુભ પરિણામમાં કપાય મંદ છે ને અશુભ પરિણામમાં તીવ્ર છે; તેથી જેને આત્માની દષ્ટિ થઈ છે તેને વ્યવહારની અપેક્ષાએ અશુભ કરતાં શુભને ઠીક કહ્યો છે. ચોથે, પાંચમે, છઠે ગુણસ્થાને જ્ઞાનીને શુભ પરિણામ થાય છે, પણ જ્ઞાની તેને બંધનું કારણ માને છે. મુનિને ૨૮ મૂળગુણ પાલનનો વિકલ્પ આવે છે તે પુણ્ય આસ્રવ છે, તે મોક્ષનું કારણ નથી. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ જ મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ પણ મોક્ષનું કારણ વ્યવહારથી કહેવાય છે; કેમ કે તે અધૂરી પર્યાય છે. અધૂરી પર્યાય મોક્ષનું ખરું કારણ નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ખરેખર તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવના આશ્રયે જ મોક્ષ પ્રગટે છે. રોગ તો થોડો અથવા ઘણો બૂરો જ છે. જેમાં તાવ આવે તોપણ ખરાબ છે. ૯૯ ડીગ્રી તાવ છ-બાર માસ રહે તો ક્ષય રોગ થઈ જાય છે. પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો કહીએ છીએ, તેમ કષાયમંદતાના પરિણામની રુચિ રાખે તો આત્માની પર્યાયમાં ક્ષય લાગુ પડે છે. શુભાશુભ રાગ બન્નેને હેય સમજવા છતાં સ્વરૂપમાં લીનતા ન હોય ત્યારે અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી. પ્રશ્ન- કામાદિક વા સુધાદિક મટાડતાં અશુભ પરિણામ થયા વિના રહેતા નથી-કર્યા વિના રહેવાતું નથી, પણ શુભપ્રવૃત્તિ તો ઈચ્છા કરીને કરવી પડે છે. હવે જ્ઞાનીને ઈચ્છા કરવી નથી, માટે શુભનો ઉદ્યમ ન કરવો. ઉત્તર:- સમ્યજ્ઞાનીને પોતાના શુદ્ધ આત્માની દષ્ટિ થઈ છે. જ્ઞાનાનંદના આશ્રયે યથાર્થ રીતે રાગ ઘટે છે. મિથ્યાષ્ટિ જીવને પણ કોઈ વખત શુક્લ લશ્યાના પરિણામ આવે છે, તે અપૂર્વ નથી; પણ આત્માના ભાનપૂર્વક શુદ્ધ પરિણામ થવા તે અપૂર્વ છે. જ્ઞાનીને પણ શુદ્ધતામાં લીન ન થાય ત્યાં સુધી શુભ પરિણામ આવે છે. તેમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે. અશુભ પરિણામમાં સંકલેશતા વધારે છે; ને શુભ પરિણામથી સુધાદિકમાં સંકલેશતા થોડી થાય છે. જે અજ્ઞાની જીવ એકાંત માને છે, તેને ઉપદેશ આપે છે કે શુભ પરિણામમાં રાગની મંદતા થાય છે; ને સ્વભાવની દષ્ટિ હોય તો જેટલો અશુભ ટળે છે તેટલી અશુદ્ધતા ઘટતી જાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે. વળી ઉધમ કરવા છતાં પણ કામાદિક રહે વા સુધાદિક રહે તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તેમ કરવું; પણ શુભઉપયોગ છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું યોગ્ય નથી. વળી તું કહે છે કે “જ્ઞાની ઈચ્છા નથી અને શુભ ઉપયોગ ઈચ્છા કરવાથી થાય છે; પણ જેમ કોઈ પુરુષ જરા પણ ધન આપવા માગતો નથી પણ જ્યાં ઘણું દ્રવ્ય જતું જાણે ત્યાં ઈચ્છાપૂર્વક અલ્પ દ્રવ્ય આપવાનો ઉપાય કરે છે. આ તો દષ્ટાંત છે; તેમ ધર્મી જીવને જરા પણ કષાયની ભાવના નથી. આમ્રવની ભાવના કરે તો મિથ્યાષ્ટિ થઈ જાય છે; પણ ઘણાં કપાયરૂપ અશુભભાવ થતાં જાણે, ત્યાં ઈચ્છા કરીને પણ અલ્પકષાયરૂપ શુભભાવ કરવાનો તે ઉધમ કરે છે. તેમાં જે વ્યક્ત રાગાદિ થાય છે તે અસદ્દભૂત ઉપચરિત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૫૯ અધિકાર સાતમો ] વ્યવહારનયનો વિષય છે, ને અવ્યકત રાગાદિ અસદભૂત અનુપચરિત વ્યવહારનયનો વિષય છે. જ્ઞાની તેને જાણે છે. અહીં કહે છે કે અશુભ પરિણામમાં તીવ્ર ઉલટો પુરુષાર્થ છે, ને શુભ પરિણામમાં મંદ ઉલટો પુરુષાર્થ છે; ને શુદ્ધ પરિણામમાં સવળો પુરુષાર્થ છે. અજ્ઞાની શુભ પરિણામને ધર્મ માને છે અથવા કર્મથી વિકાર થયો માને છે અથવા શુભ પરિણામ આવતા જ નથી એમ માને છે. તે બધી ભૂલ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨) કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ [ આ મોક્ષમાર્ગપ્રકાશકનાં પ્રવચનોમાં પૂર્વ જ્યારે અનેક યાત્રાળુઓ સોનગઢ આવતા હતા ત્યારે, પૃષ્ઠ ૨૧ર થી ર૧૮ સુધીનો ભાગ બાકી રાખીને આગળ વંચાયું હતું. તે બાકી રહેલા ભાગનાં આ પ્રવચનો છે. વિષયની સુસંબદ્ધતા માટે મૂળ ગ્રંથના ક્રમ પ્રમાણે આ પ્રવચનો અહીં ગોઠવવામાં આવ્યા છે. ] પ્રથમ વૈશાખ વદ ૧ ગુવાર, તા. ૩૦-૪-૫૩ જેને આત્માની યથાર્થ પ્રતીતિ અને જ્ઞાન નથી, પણ પોતાને જ્ઞાની માનીને સ્વચ્છંદ વર્તે છે એવા જીવની પ્રવૃત્તિનું આ વર્ણન છે. તે જીવ એક શુદ્ધ આત્માને જાણવાથી જ્ઞાનીપણું હોય છે, અન્ય કશાની જરૂર નથી, એવું જાણી કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી “હું સર્વ કર્મઉપાધિ રહિત સિદ્ધસમાન આત્મા છું.” ઈત્યાદિ વિચાર વડ તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિતઅસંભવિત છે, તેનો વિચાર નથી; અથવા અચલ અખંડિત અને અનુપમાદિ વિશેષણો વડે આત્માને ધ્યાવે છે, પણ એ વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર નથી; કોઈ વેળાં સૂતાબેસતાં જે તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને છે. જ્ઞાનીને આસ્રવ બંધ નથી, એમ આગમમાં કહ્યું છે, તેથી કોઈ વેળા વિષય-કપાય રૂપ થાય છે; ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છેદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે. પર્યાયનો વિવેક કરતો નથી, સાત તત્ત્વને જાણતો નથી ને “હું જ્ઞાની છું –એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે છે, તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. તેને નિશ્ચયનું ભાન નથી પણ નિશ્ચયનું નામ લઈને માત્ર પોતાનો સ્વચ્છેદ પોષે છે. પર્યાયમાં સિદ્ધદશા પ્રગટી ન હોવા છતાં “હું કર્મ રહિત સિદ્ધસમાન છું' એમ માની સંતુષ્ટ થાય છે. દ્રવ્યદૃષ્ટિથી આત્માને સિદ્ધસમાન કહ્યો છે પણ એવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૬૧ દષ્ટિ તો પ્રગટી નથી ને પર્યાયથી પોતાને સિદ્ધ માને છે; પર્યાયમાં રાગાદિ વિકાર થાય છે તેને તો જાણતો નથી. વળી અચલ, અખંડ, અનુપમ એવા વિશેષણથી આત્માનું ધ્યાન કરે છે, પણ એવું અચલપણું અખંડિતપણું વગેરે તો જડમાં પણ સંભવે છે. જીવના સ્વભાવની તો ખબર નથી, ને પર્યાયનો પણ વિવેક કરતો નથી અને કહે છે કે જ્ઞાનીને આસ્રવ-બંધ નથી એમ આગમમાં કહ્યું છે; આગમનું નામ લે છે પણ પોતાને તો તેવી દષ્ટિ પ્રગટી નથી, ને “હું પણ જ્ઞાની છું' એવા અભિમાનથી સ્વચ્છેદે પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન-વૈરાગ્ય હોય છે, ત્યાં તેને દૃષ્ટિઅપેક્ષાએ અબંધ કહ્યો છે, પણ પર્યાયમાં જેટલો રાગ છે તેટલું તો બંધન છે. અવિરત સમ્યગ્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિથી અબંધ જાણે છે, પણ પર્યાયથી પોતાને તરણાતુલ્ય માને છે કે,-અહો! મારી પર્યાયમાં હજી પામરતા છે. સ્વભાવની પ્રભુતા હોવા છતાં પર્યાયમાં હજી ઘણી અલ્પતા-પામરતા છે. અહો, ક્યાં કેવળીની દશા, ક્યાં સંત-મુનિઓનો પુરુષાર્થ! અને ક્યાં મારી પામરતા! એમ સમ્યગ્દષ્ટિને પર્યાયનો વિવેક હોય છે. આ નિશ્ચયાભાસી અજ્ઞાનીએ તો સ્વભાવની દષ્ટિ કરીને પર્યાયમાં અનંતાનુબંધીનો અભાવ કર્યો નથી. “જ્ઞાન-વૈરાગ્યનું પરિણમન તો તેને થયું નથી. ને અભિમાનથી ક્રોધ-માન માયાદરૂપે સ્વચ્છેદે પ્રવર્તે છે. શ્રી સમયસારના કળશમાં કહ્યું છે કે सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युनोत्पुलक्रवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽधापि पापा आत्मानात्त्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ता।। १३७।। અર્થ:- પોતાની મેળે જ “હું સમ્યગ્દષ્ટિ છું, મને કદી પણ બંધ નથી' એ પ્રમાણે ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજી પણ તે પાપી છે. એ બન્ને આત્મા-અનાત્માના જ્ઞાનરહિતપણાથી સમ્યત્વ રહિત જ છે. જેને ચૈતન્યની રુચિ નથી, વિષયાદિથી ભિન્નતાનું ભાન પણ નથી, વિષય કષાયોમાં મીઠાશથી વર્તે છે ને વૈરાગ્યશક્તિથી રહિત છે; અને આત્માને પર્યાયથી પણ શુદ્ધ માનીને અભિમાનથી સ્વચ્છેદે વર્તે છે તે પાપી જ છે, તથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૬૨ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈ જીવો વ્રત–સમિતિ વગેરે કરે તોપણ તે નિશ્ચયથી પાપી જ છે. ચૈતન્યની દૃષ્ટિ નથી, અનંતાનુબંધી કષાયનો અભાવ થઈને વૈરાગ્યનું પરિણમન થયું નથી. અને પોતાને સમ્યગ્દષ્ટિ માનીને પ્રવર્તે છે, તો તે પાપી જ છે. કહ્યું છે કેઃ ज्ञानकला जिनके घट जागी, ते जगमांहि सहज वैरागी । ज्ञानी मगन विषयसुखमांही, यह बिपरीत संभवै नाहीं ॥। જેનાં અંતરમાં ભેદજ્ઞાનરૂપી કળા જાગી છે, ચૈતન્યના આનંદનું વેદન થયું છે એવા જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે તે જ્ઞાની વિષયકષાયોમાં મગ્ન હોય એવું વિપરીતપણું સંભવતું નથી. જેને વિષયોમાં સુખબુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી. અંતરના ચૈતન્યસુખ સિવાય બધાં વિષયસુખ પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા હોય છે. હજી અંતરમાં આત્માનું ભાન ન હોય, તત્ત્વોનો કાંઈ વિવેક ન હોય, વૈરાગ્ય ન હોય અને ધ્યાનમાં બેસીને પોતાને જ્ઞાની માને છે તે તો સ્વચ્છંદ સેવે છે. જ્ઞાનવૈરાગ્યશક્તિ વિના તે પાપી જ છે. આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન જ તેને નથી. જો સ્વ-૫૨નું ભેદજ્ઞાન હોય તો ૫૨દ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય થયા વિના રહે નહિ. પ્રશ્નઃ- મોહના ઉદયથી રાગાદિ થાય છે; પૂર્વે ભરત વગેરે જ્ઞાની થયા તેમને પણ વિષય-કષાયનો રાગ તો હતો? ઉત્ત૨:- જ્ઞાનીને હજી ચારિત્રમોહની અસ્થિરતા છે, તેથી રાગાદિક થાય છે, તે સત્ય છે; પરંતુ ત્યાં રાગ કરવાનો અભિપ્રાય નથી, રુચિ નથી, બુદ્ધિપૂર્વક રાગ થતો નથી. બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક-અભિપ્રાયપૂર્વક રાગાદિક ધર્મીને થતા નથીઃ પણ જેને હજી રાગાદિક થવાનો કાંઈ પણ ખેદ નથી-ભય નથી અને રાગાદિકમાં સ્વચ્છંદે પ્રવર્તે છે તેને તો શ્રદ્ધા જ સાચી નથી. રાગ થાય તે બૂરો છે-દોષ છે. અરે ! પર્યાયમાં હજી પામરતા છે તેથી આ દોષ થઈ જાય છે-એમ જ્ઞાનીને પાપનો ભય હોય-પાપભીરૂતા હોય. એવા વિવેક વગર તો સમ્યગ્દષ્ટિપણું હોય જ નહિ. જેને પરભવનો કાંઈ ભય નથી તે તો મિથ્યાદષ્ટિ પાપી જ છે. ધર્મી જીવને રાગાદિક ભાવ કરવાનો અભિપ્રાય તો નથી, ને અસ્થિરતાના રાગને પણ ટાળવા માટે ચૈતન્ય તરફનો ઉધમ વારંવાર કર્યા કરે છે. ભરત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૬૩ ચક્રવર્તી વગેરેને તો અંતરમાં રાગરહિત દષ્ટિ હતી, ને અનંતાનુબંધીનો અભાવ હતો. તેનું ઉદાહરણ લઈને મિથ્યાદષ્ટિ સ્વચ્છેદે પ્રવર્તે તો તો તેને તીવ્ર આસ્રવ-બંધ થશે. હું જ્ઞાની છું, મને કાંઈ દોષ લાગતો નથી એમ માનીને જે સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી થઈને પ્રવર્તે છે, તે તો સંસારમાં ડૂબે છે. વળી પારદ્રવ્યથી જીવને દોષ લાગતો નથી-એમ કહ્યું છે, પણ એમ સમજે તે જ્ઞાની નિરર્ગલ સ્વચ્છેદ પ્રવૃત્તિ કરતો નથી. પરદ્રવ્યથી દોષ લાગતો નથી-એમ સમજનારને પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય હોય છે. પરની રુચિ કરે, પરનાં કાર્યનું અભિમાન કરે, સ્વચ્છેદે પ્રવર્તે તો ત્યાં પોતાના અપરાધથી બંધન થાય છે. પરદ્રવ્યના કર્તાપણાનો અભિપ્રાય તો કરે અને હું જ્ઞાતા છું' એમ કહે, પણ એમ કદી બની શકે નહિ; કેમ કે: करे करम सोई करतारा। जो जानै सो जाननहारा।। जो करता नहि जानै सोई। जानै सो करता नहि होई।। કર્તાપણું માને તે જ્ઞાતા રહેતો નથી, ને જે જ્ઞાતા છે તે કર્તાપણું માનતો નથી. માટે પર્યાયમાં રાગ-દ્વેષાદિ વિકારભાવ થાય છે તેને બૂરા જાણવા જોઈએ, અને તે વિકારને છોડવાનો ઉદ્યમ કરવો જોઈએ. પહેલાં અશુભ-પાપભાવો છૂટી જાય ને શુભ થાય; પછી શુદ્ધોપયોગ થતાં વ્રતાદિનો શુભરાગ પણ છૂટી જાય છે; માટે પર્યાયનો વિવેક રાખીને શુદ્ધોપયોગનો ઉધમ રાખવો. વળી કોઈ જીવ, વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને તો ઘટાડે છે પરંતુ શુભને ય જાણી શાસ્ત્રાભ્યાસાદિકાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગ ભાવરૂપ શુદ્ધોપયોગને પણ પ્રાપ્ત થયા નથી, તે જીવ ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ-નિરુદ્યમી થાય છે. તેની નિંદા શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દષ્ટાંત આપ્યું છે કે “જેમ ઘણી ખીર-ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુધમી છે, તેમ તે જીવો આળસુ-નિરુધમી થયા છે” હવે તેમને પૂછીએ છીએ કે-તમે બાહ્ય તો શુભ-અશુભ કાર્યોને ઘટાડયાં, પણ ઉપયોગ તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ ક્યાં રહે છે? તે કહો. જો તે કહે કે આત્માનું ચિંતવન કરીએ છીએ ” તો શાસ્ત્રાદિવડ અનેક પ્રકારના વિચારોને તો તેં વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહિ; કારણ કે વારંવાર એકરૂપ ચિંતવનમાં છબસ્થનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ઉપયોગ લાગતો નથી. શ્રી ગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી; તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં પ્રવર્તે છે. તો તારો ઉપયોગ શ્રી ગણધરાદિકથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારૂં કહેવું પ્રમાણ નથી. જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરૂધમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, તેમ તું પણ ધર્મમાં નિરૂધમી થઈ પ્રમાદમાં એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. ચૈતન્યનો ઉદ્યમ કરે તેને વિષય-કષાય સહેજે મંદ હોય છે. ચૈતન્યનો ઉધમ કરતો નથી–સ્વાધ્યાયાદિ કરતો નથી ને પ્રમાદી થઈને ઝાડની જેમ પડયો રહે છે, તારો ઉપયોગ તો પ્રમાદી થઈ અશુભમાં પ્રવર્તે છે; તેને તું શુદ્ધોપયોગ ઠરાવે છે; પણ ગણધરદેવ જેવાને પણ શુદ્ધોપયોગ લાંબો કાળ રહેતો નથી. તેમને પણ શાસ્ત્રભ્યાસ વગેરેનો શુભભાવ આવે છે, તો તું શુદ્ધોપયોગમાં લાંબો કાળ ક્યાંથી રહી શકે? શુભ આવ્યા વિના રહેતો નથી. રાગના કાળે શુભમાં સ્વાધ્યાયાદિનો ઉદ્યમ ન કરે તો અશુભ-પાપભાવ થશે. માટે પરિણામનો વિવેક રાખવો જોઈએ. નિશ્ચયાભાસી અજ્ઞાની જીવ પરિણામનો વિવેક રાખ્યા વિના નિરુધમી થાય છે ને જેમતેમ પ્રમાદમાં જ કાળ ગુમાવે છે. અંતરમાં આનંદની વૃદ્ધિ થાય-ઘણી શાંતિ વધી જાય-એનું નામ શુદ્ધોપયોગ છે; પણ નિરુધમી થઈને જેમતેમ બેસી રહેવું તેનું નામ કાંઈ શુદ્ધોપયોગ નથી. નિશ્ચયાભાસી ઘડીકમાં ચિંતવન જેવું કરે અને વળી વિષયોમાં પ્રવર્તે, ક્યારેક ભોજનાદિમાં પ્રવર્તે, પણ શાસ્ત્રનો અભ્યાસ, પૂજા-ભક્તિ વગેરે કાર્યોને રાગ ક્લીને છોડે છે, શુભમાં વર્તતો નથી ને અશુભમાં વર્તે છે, અને શુદ્ધોપયોગની તો તેને ખબર નથી. જેમ સ્વપ્નમાં કોઈ પોતાને રાજા માને છે તેમ તે નિશ્ચયાભાસી જીવ પણ સ્વચ્છંદે પોતાની કલ્પનાના ભ્રમથી જ પોતાને શુદ્ધોપયોગી-જ્ઞાની માનીને પ્રવર્તે છે. માત્ર શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગી ઠરાવી, ત્યાં ક્લેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડયા રહેવામાં સુખ માને તેમ તું આનંદ માને છે; અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી સિદ્ધસમાન શુદ્ધ માનીને પોતાની મેળે જ આનંદિત થાય છે; અથવા જેમ કોઈ ઠેકાણે તિ માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રિત માની સુખી થાય તેને તું અનુભવનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરિત માની ઉદાસ થાય છે, તેમ વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે. તેને તું વૈરાગ્ય માને છે, પણ એમાં જ્ઞાન-વૈરાગ્ય તો કષાયગર્ભિત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] પરનો દોષ માનીને તેનાથી ઉદાસીનતા કરે છે તે તો વૈષ છે જ્ઞાનીને તો અંતરમાં ચૈતન્યના આનંદનો અનુભવ થયો છે. ત્યાં નિરાકુળતા થઈ છે, તેથી તેમને પર પ્રત્યે સહેજે વૈરાગ્ય થઈ ગયો છે. અજ્ઞાનીને સાચો વૈરાગ્ય નથી. જ્ઞાનીને તો અંતરના સાચા આનંદનો અનુભવ થયો છે, તેથી અંતરમાં વીતરાગરૂપ ઉદાસીન છે. ક્યાંય પરમાં સુખબુદ્ધિ સ્વપ્ન પણ રહી નથી. અંદરની શાંતિના અનુભવપૂર્વક યથાર્થ જ્ઞાન-વૈરાગ્ય જ્ઞાનીને હોય છે. તેને ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે. અજ્ઞાની વેપારધંધો વગેરે છોડીને મનગમતા ભોજન વગેરેમાં પ્રવર્તે છે ને તેમાં પોતાને સુખી માને છે, તથા ત્યાં પોતાને કષાયરહિત માને છે; પરંતુ તે પ્રમાણે વિષયભોગમાં આનંદ માનવો તે તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે-પાપ છે. ચૈતન્યના અનુભવપૂર્વક એવો વીતરાગભાવ પ્રગટે કે અનુકૂળ સામગ્રીમાં રાગ ન થાય ને પ્રતિકુળ સામગ્રીમાં દ્વેષ ન થાય ત્યારે જ કષાયરહિતપણું થયું કહેવાય. પ્ર. વૈશાખ વદ ૨ શુક્રવાર તા. ૧-૫-પ૩ નિશ્ચયનયાભાસી અજ્ઞાની જીવની વાત ચાલે છે. પોતાની પર્યાયમાં રાગાદિ થાય છે તેને જાણતો નથી અને પોતાને એકાંત શુદ્ધ માનીને સ્વચ્છંદી બની વિષય-કષાયમાં વર્તે છે. સુખ-દુઃખની બાહ્ય સામગ્રીમાં રાગ દ્વેષ ન થાય તેનું નામ વીતરાગતા છે; પણ અંદરમાં દ્વેષભાવથી ત્યાગ કરે તે કાંઈ વીતરાગતા નથી. પ્રતિકુળતાનો સંયોગ થાય ત્યાં અંદર કલેશના પરિણામ જ ન થાય, ને સુખ સામગ્રી મળતાં અંદર આનંદ ન માને,-એવી ચૈતન્યમાં અંતરલીનતા થાય તેનું નામ વીતરાગભાવ છે. હું તો જ્ઞાનાનંદ છું-એવી દષ્ટિ થઈ, પછી તેમાં એકાગ્રતા થતાં એવો વીતરાગભાવ પરિણમી ગયો કે અનુકુળ-પ્રતિકુળ સામગ્રીમાં રાગદ્વેષ ન ઊપજે. તેને બદલે પર્યાયમાં રાગ-દ્વેષ- અલ્પજ્ઞતા છે તેને ન માને અને શુદ્ધતા જ માનીને ભ્રમથી વર્તે તે તો મિથ્યાદષ્ટિ છે. વેદાંતી અને સાંખ્યમતી, જીવને એકાંત શુદ્ધ માને છે તેમ નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ પણ પોતાની પર્યાયને જાણતો નથી ને આત્માને એકાંત શુદ્ધ માને છે. એટલે તેને પણ વેદાંત જેવી જ શ્રદ્ધા થઈ. વેદાંત તો અશુદ્ધતા માનતા જ નથી, સાંખ્યમતવાળા અશુદ્ધતા માને છે પણ તે કર્મથી જ થવાનું માને છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો તેમ નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ પણ પોતાને એકાંત શુદ્ધ માનીને અશુદ્ધતાને માનતા નથી અથવા અશુદ્ધતા કર્મની જ છે એમ માને છે. એટલે તેને વેદાંત અને સાંખ્યનો ઉપદેશ ઈષ્ટ લાગે છે. જુઓ, નિશ્ચયનું યથાર્થ ભાન હોય અને તેનો આશ્રય કરે તો તો તે મોક્ષમાર્ગ છે; પણ આ તો નિશ્ચયને જાણતો નથી. નિશ્ચયનો આશ્રય કરતો નથી, ને માત્ર નિશ્ચયનું નામ લઈને ભ્રમથી વર્તે છે; એવા જીવની આ વાત છે. અનંત આત્માઓ ભિન્ન ભિન્ન, એકેક આત્મામાં અનંતા ગુણો, તે દરેકની સમય સમયની સ્વતંત્રપર્યાય; અને તેમાં શુદ્ધતા તેમ જ વિકાર પણ, પોતાના કારણે છે. ચૌદમાં ગુણસ્થાન સુધી જીવની પર્યાયમાં અશુદ્ધતા છે-તે પોતાના કારણે છે એને માને નહિ ને પર્યાયમાં શુદ્ધિ જ માની લે તે તો નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. ધર્મી તો દ્રવ્યનો આશ્રય કરીને પર્યાયનો પણ વિવેક કરે છે. વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કે-કેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવરનિર્જરા થાય છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું વા પોતાના સિવાય અન્ય જીવ-પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આસ્રવ-બંધ થાય છે. માટે તે અન્ય વિચારથી પરામુખ રહે છે. હવે એ પણ સત્યશ્રદ્ધાન નથી, કારણ કે શુદ્ધ-સ્વદ્રવ્યનું ચિંતવન કરો વા ન કરો અથવા અન્ય ચિંતવન કરો, પણ જો વીતરાગતાસહિત ભાવ હોય તો ત્યાં સંવર-નિર્જરા જ છે; અને જ્યાં રાગાદિરૂપભાવ હોય. ત્યાં આસ્રવ-બંધ છે. જો પરદ્રવ્યને જાણવાથી આગ્નવ-બંધ થાય તો કેવળી ભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે; તેમને પણ આસ્રવ-બંધ થાય. સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ છે. તે પર જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી. છતાં અજ્ઞાની, “પરનો વિચાર કરશું તો આસ્રવ બંધ થશે –એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે, તે તેની માન્યતા જૂઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો તે પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે-એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલા સંવરનિર્જરા છે, અને જ્યાં રાગાદિભાવ છે ત્યાં આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન તે બંધનું કારણ હોય તો કેવળી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે. છતાં તેમને બંધન જરાપણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૬૭ પ્રશ્ન:- છમ0ને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવ-બંધ થાય છે. ઉત્તર:- એમ પણ નથી, કારણ કે-શુક્લધ્યાનમાં મુનિજનોને પણ છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિમન:પર્યયાદિમાં પણ પદ્રવ્યને જાણવાની વિશેષતા હોય છે. વળી ચોથા ગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે તેને આસ્રવ-બંધ વધારે છે. તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમા-છઠ્ઠી ગુણસ્થાનમાં આહાર-વિહારાદિ ક્રિયા થતાં પરદ્રવ્યચિંતવનથી પણ આસ્રવ-બંધ થોડો થાય છે, વા ગુણશ્રેણી–નિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્ય-પદ્રવ્યના ચિંતવનથી નિર્જરા–બંધ નથી પણ રાગાદિક ઘટતાં નિર્જરા છે તથા રાગાદિક થતાં બંધ છે. તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેથી અન્યથા માને છે. - શુક્લધ્યાનમાં ધ્યેયરૂપ તો એક આત્મદ્રવ્ય જ છે, પણ ત્યાં દ્રવ્ય-ગુણપર્યાયમાં ઉપયોગનું સંક્રમણ કહ્યું છે, છતાં તે જાણવાના કારણે રાગદ્વેષ કે બંધન નથી. અવધિજ્ઞાનમાં તો અસંખ્ય ચોવીશી જણાય, જાતિસ્મરણશાન થાય તેમાં અનેક ભવો દેખાય. અહો ! પૂર્વભવમાં ભગવાન પાસે હતા ને ભગવાને આમ કહ્યું હતું-એમ બધું જણાય, પણ તે જાણપણું કાંઈ બંધનું કારણ નથી. સ્વરૂપની દષ્ટિ અને વીતરાગભાવ તે જ સંવર-નિર્જરાનું કારણ છે, ને મિથ્યાત્વ તથા રાગદ્વેષરૂપ ભાવ તે જ બંધનનું કારણ છે. જુઓ, ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પ ઉપયોગમાં હોય ને પાંચમા છઠ્ઠા ગુણસ્થાનવાળો આહારાદિ શુભ ઉપયોગમાં વર્તતો હોય છતાં ત્યાં ચોથા કરતાં આસ્રવ-બંધ થોડો છે ને સંવર નિર્જરા વધારે છે, કેમ કે તેમને અકષાય પરિણતિ વિશેષ છે. ચોથા ગુણસ્થાને અમુક અંશે તો ગુણશ્રેણી નિર્જરા છે, પણ પાંચમાં છઠ્ઠી ગુણસ્થાનની અપેક્ષાએ તેને વિશેષ ગુણશ્રેણી નિર્જરા નથી. પાંચમા ગુણસ્થાનવાળો જીવ તિર્યંચ હોય ને લીલોતરી ખાતો હોય, અને તીર્થકરનો જીવ ચોથા ગુણસ્થાને હોય, ત્યાં તિર્યંચના પાંચમા ગુણસ્થાનવાળા જીવને વિશેષ અકષાયભાવ છે, ને સંવર-નિર્જરા પણ વિશેષ છે. માટે અંદરમાં ચૈતન્યનું અવલંબન વધતાં જેટલી અકષાય વીતરાગ પરિણતિ થઈ તેટલા આસ્રવ-બંધ નથી. જેટલા રાગદ્વેષ હોય તેટલા આસ્રવ-બંધ છે. છઠ્ઠાગુણસ્થાન વાળાને નિંદ્રા હોય ને ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પધ્યાનમાં હોય છતાં છઠ્ઠી ગુણસ્થાને ત્રણ કષાયનો અભાવ છે ને ઘણી જ સંવર-નિર્જરા છે. કોઈવાર શિષ્યને પ્રાયશ્ચિત્ત આપતા હોય-ઠપકો આપતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો હોય કે અરે ! આ શું કર્યું? છતાં તે વખતે ત્રણ કપાયનો અભાવ છે અને ચોથાવાળાને નિર્વિકલ્પ ધ્યાન વખતે પણ ત્રણ કષાયો વિદ્યમાન છે, તેથી તેને સંવર-નિર્જરા થોડાં છે ને આસ્રવ-બંધ વિશેષ છે. શાંતિથી અને કરુણાથી ઉપદેશ આપે કે અરે ભાઈ ! તને આવો ભવ મળ્યો, આવો અવસર મળ્યો, તો હવે આવા દોષ છોડ! તારું સુધાર! આમ ઉપદેશ આપતી વખતે પણ મુનિને ત્રણ કષાયનો તો અભાવ જ છે, ને તેટલા પ્રમાણમાં બંધન થતું જ નથી. માટે પરદ્રવ્યનું જ્ઞાન તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો મોહ છે. જેટલો મોહ ટળ્યો તેટલું બંધન નથી. જેટલો મોહ તેટલું બંધન છે. પ્રશ્ન:- જો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નય-પ્રમાણ-નિક્ષેપાદિનો વા દર્શન-જ્ઞાનાદિનો વિકલ્પ કરવાનો નિષેધ કર્યો છે. તેનું શું કારણ? વીતરાગભાવ સહિત સ્વ-પરનું જાણપણું તે નિર્વિકલ્પ દશા ઉત્તર:- જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે-એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, પણ વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી, માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે-સામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન રહ્યા કરે. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે, પણ તે વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે. વિકલ્પ આવે પણ વિકલ્પમાં જ ધર્મ માનીને અટકી રહે તો મિથ્યાષ્ટિ છે. ભેદના આશ્રયે નિર્વિકલ્પ અનુભવ નહિ થાય; માટે નય-પ્રમાણ-નિપક્ષના વિકલ્પો છોડાવ્યા છે પણ તેનું જ્ઞાન નથી છોડાવ્યું. વિકલ્પ છોડીને અભેદ આત્માનો અનુભવ કરાવવા માટે ઉપદેશ છે. અહીં તો એ બતાવવું છે કે પરનું જ્ઞાન તે બંધનું કારણ નથી પણ મોહ જ બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિ ધર્મીને વસ્તુસ્વભાવનો અનુભવ થયો છે, છતાં તેને નિર્વિકલ્પદશા કાયમ રહેતી નથી, તેને પણ વિકલ્પ તો આવે છે; પણ તેથી કાંઈ મિથ્યાત્વ થઈ જતું નથી. નિર્વિકલ્પ પ્રતીતિ થયા પછી સામાન્ય દ્રવ્યમાં જ ઉપયોગ રહ્યાં કરે એવું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૬૯ સ્વદ્રવ્ય-પદ્રવ્ય-બધાંને જાણે છે, પણ ત્યાં જેટલો વીતરાગભાવ છે તેટલી તો નિર્વિકલ્પદશા જ છે. ઉપયોગ ભલે નિર્વિકલ્પ ન હોય, પણ જેટલો કષાય ટળીને વીતરાગભાવ થયો છે તેટલી નિર્વિકલ્પદશા કાયમ છે. પ્રશ્ન:- દ્રવ્ય-ગુણ-પર્યાય, સ્વ-પર વગેરે અનેક પદાર્થોને જાણવામાં તો ઘણાં વિકલ્પ થયા, તો ત્યાં નિર્વિકલ્પસંજ્ઞા કેવી રીતે સંભવે? ઉત્તર:- નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પતા નથી. છદ્મસ્થને વિચારસહિત જાણવું હોય છે. તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય, ત્યારે એ તો જડપણું થયું પણ આત્માને એ હોતું નથી, માટે વિચાર તો રહે છે. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિ, એમ કહીએ, તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી. અહીં નિશ્ચયાભાસી જીવની સામે આ કથન સમજાવ્યું છે. અનુભવમાં નિર્વિકલ્પ ઉપયોગ હોય તે વખતે તો પરદ્રવ્યનું કે ભેદનું ચિંતન હોતું નથી, પણ અહીં જેટલી વીતરાગી પરિણતિ થઈ છે તેને નિર્વિકલ્પદશા કહી છે. વળી, જે વિશેષને માનતો જ નથી અથવા વિશેષને જાણવું તે બંધનું કારણ માને છે, ને એકલા સામાન્યને જ માને છે તેને અહીં કહે છે કે વિશેષ વગર સામાન્યનો નિર્ણય જ ન થાય. વિશેષને જાણવું તે કાંઈ દોષ નથી. સ્વ અને પર બન્નેને તથા સામાન્ય-વિશેષ બન્નેને યથાર્થ જાણ્યા વિના સમ્યજ્ઞાન જ થાય નહિ. તે નિશ્ચયાભાસી જીવ સમયસારનો આધાર લઈને એમ કહે છે કે સમયસારમાં એમ કહ્યું છે કે भावयेत् भेदविज्ञानमिदमच्छिन्न धारया। तावधावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।। અર્થ:- આ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન પરથી છૂટી જ્ઞાનમાં સ્થિર થાય. માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જ જાણ્યા કરે છે.' હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ-પરને એક જાણતો હતો. પછી એ બને જુદાં જાણવા માટે ભેદવિજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ] [શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો સુધી જ્ઞાન પરૂપને ભિન્ન જાણી પોતાના સ્વરૂપમાં જ નિશ્ચિત થાય. તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી. પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પણ અહીં એમ નથી કે-૫૨દ્રવ્યને જાણવાનું જ મટી જાય છે; કારણ કે-પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. તો કેવી રીતે છે? તો કહીએ છીએ-‘રાગદ્વેષવશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો વા કોઈ જ્ઞેયને જાણતાં ઉપયોગને છોડાવવો-એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે; અન્ય શેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી. ૫૨નું જાણવું છૂટી જાય ને એકલા આત્માને જ જાણ્યા કરે તેનું નામ કાંઈ ભેદજ્ઞાન નથી, પણ સ્વપર બન્નેને જાણવા છતાં, સ્વને સ્વરૂપે જ જાણે ને પરને ૫૨રૂપે જાણે-તેનું નામ ભેદજ્ઞાન છે. સ્વ-૫૨ને એકપણે માનવા તે મિથ્યાત્વ છે; પણ પરને પરરૂપે જાણવું તે તો યથાર્થજ્ઞાન છે, તે કાંઈ દોષ નથી. સ્વ-૫૨ને જાણવાનો જ્ઞાનનો વિકાસ થયો તે બંધનું કારણ નથી. ૫૨ને જાણવાનું જ મટી જાય–એમ નથી. સ્વને સ્વરૂપે જાણવું ને પરને પરરૂપે જાણવું તે કાંઈ વિક્લ્પ કે રાગ-દ્વેષ નથી; પણ રાગ-દ્વેષ પૂર્વક જાણવું થાય ત્યાં વિકલ્પ છે. છદ્મસ્થને ૫૨ને જાણતી વખતે વિકલ્પ હોય છે તે તો રાગ-દ્વેષને કારણે છે, પણ કાંઈ જ્ઞાનને કારણે વિક્લ્પ નથી. માટે જેટલા રાગદ્વેષ મટયા ને વીતરાગતા થઈ તેટલી તો નિર્વિકલ્પદશા છે એમ જાણવું. અહીં ઉપયોગ અપેક્ષાએ નિર્વિકલ્પતાની વાત નથી. મિથ્યાદષ્ટિ જીવ પર્યાયનો તો વિચાર કરતો નથી, પર્યાયમાં કેટલા રાગદ્વેષ છે તે વિચારતો નથી અને ઉપયોગને સ્વમાં રાખવાને નિર્વિકલ્પ માને છે; પણ છદ્મસ્થનો ઉપયોગ એકલા સ્વદ્રવ્યમાં સ્થિર રહેતો નથી અને ઉપયોગનો તો સ્વ-૫૨ને જાણવાનો સ્વભાવ છે. તે ઉપયોગ બંધનનું કારણ નથી, પણ રાગદ્વેષ જ બંધનનું કારણ છે–એમ જાણવું. પ્રશ્ન:- છદ્મસ્થનો ઉપયોગ તો નાના જ્ઞેયોમાં અવશ્ય ભમે, તો ત્યાં નિર્વિકલ્પતા કઈ રીતે સંભવે ? ઉત્ત૨:- જેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે. સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ પણ એવું જ કહ્યું છે, યથા-‘પાદ્મચિંતાનિરોધો ધ્યાનમ્' (મોક્ષશાસ્ત્ર, અ. ૯. સૂત્ર ૨૭) અર્થાત-એકનું મુખ્ય ચિંતવન હોય તથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭૧ અધિકાર સાતમો] અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે. સૂત્રની સર્વાથસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય.” વળી એવી પણ વિવક્ષા છે કે-સંતાન અપેક્ષા નાના શેયનું જાણવું પણ થાય, પરંતુ જ્યાં સુધી વીતરાગતા રહે, અર્થાત્ રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહિ ત્યાં સુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ. ઉપયોગને સ્વમાં લગાવવાના ઉપદેશનું પ્રયોજન પ્રશ્ન:- જો એમ છે, તો પરદ્રવ્યોથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? ઉત્તર- જે શુભ-અશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે તેમાં ઉપયોગ લાગતાં જેને રાગદ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપચિંતવન કરે તો રાગદ્વેષ ઘટે છે, એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વોકત ઉપદેશ છે. જેમ-કોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘેર જતી હતી તેને મનાઈ કરી કે પર ઘર ન જા, ઘરમાં બેસી રહે; પણ જે સ્ત્રી નિર્વિકારભાવથી કોઈના ઘેર જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી. તેમ ઉપયોગરૂપ પરિણતિ, રાગદ્વેષભાવથી પરદ્રવ્યોમાં પ્રવર્તતી હતી તેને મના કરી કહ્યું કે “પરદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે;' પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી. ગણધરાદિક ઋદ્ધિધારક મુનિઓ અંતર્મુહૂર્તમાં બાર અંગની સ્વાધ્યાય વચનથી બોલીને કરે. છતાં ત્યાં આકુળતા નથી-રાગદ્વેષ નથી; ને ચોથા ગુણસ્થાનવાળો મૌનપણે વિચારમાં બેઠો હોય છતાં ત્યાં રાગદ્વેષ વિશેષ છે, તેથી આકુળતા છે; માટે પરદ્રવ્ય કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પરના જ્ઞાનનો નિષેધ નથી કર્યો પણ પર પ્રત્યે રાગદ્વેષનો નિષેધ કર્યો છે-એમ જાણવું. પ્ર. વૈશાખ વદ ૩ શનિવાર ૨-૫-૫૩ પરદ્રવ્ય રાગદ્વેષનું કારણ નથી જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની ખબર નથી છતાં પોતાને જ્ઞાની માને છે, તથા પરદ્રવ્યના જ્ઞાનને રાગદ્વેષનું કારણ માનીને ત્યાંથી ઉપયોગને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છોડાવવા માગે છે તે અજ્ઞાની છે. ખરેખર જ્ઞાન કાંઈ રાગદ્વેષનું કારણ નથી. જે જીવને રાગદ્વેષ થાય છે તે પોતાના અપરાધથી થાય છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરેને જાણવા તે તો જ્ઞાનની નિર્મળતાનું કારણ છે; તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી, પરદ્રવ્ય તો રાગદ્વેષનું કારણ નથી, પણ જેને રાગદ્વેષ થઈ આવે છે તે પરદ્રવ્યને રાગદ્વેષનું નિમિત્ત બનાવે છે. પ્રશ્ન:- જો એમ છે તો મહામુનિ, પરિગ્રાદિના ચિંતવનનો ત્યાગ શા માટે કરે છે? ઉત્તરઃ- જેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરનો ત્યાગ કરે છે, તેમ વીતરાગ પરિણતિ રાગ-દ્વેષ ના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે. વળી જે વ્યભિચારના કારણ નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગદ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય જાણવાનો ત્યાગ નથી. ત્યારે તે કહે છે કે-જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘેર જાય તો ભલે જાય, પણ પ્રયોજન વિના જેના તેના ઘેર જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે; પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય નથી. તેનું સમાધાન:- જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘેર પણ જાય છે, તેમ પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવાના કારણરૂપ ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે છે. પરદ્રવ્યનું જાણપણું દોષ નથી મોક્ષપાહુડમાં કહ્યું છે કે મુનિઓને તો સ્વભાવનું જ વિશેષ ચિંતવન હોય છે. તેઓ સંઘ-શિષ્ય વગેરે પરદ્રવ્યના ચિંતવનમાં વિશેષ રોકાતા નથી. પરદ્રવ્યોનો વિચાર છોડીને જ્ઞાનાનંદ આત્માનું ધ્યાન કરવું-એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ તેનો અર્થ કાંઈ એમ નથી કે પરદ્રવ્યનું જ્ઞાન રાગદ્વેષનું કારણ છે! અહીં નિશ્ચયાભાસી જીવની સામે આ કથન છે. ધર્મીને પણ ગુણસ્થાન-માર્ગણાસ્થાન, કર્મોની પ્રકૃતિ વગેરેનો સૂક્ષ્મ વિચાર આવે. તેના બદલે નિશ્ચયાભાસી કહે છે કે આપણે તો શુદ્ધ આત્માનો જ અનુભવ કરવો ને વિકલ્પ ન આવવા દેવો; પણ તેને પોતાની પર્યાયના વ્યવહારનો વિવેક નથી. નિર્વિકલ્પ ધ્યાન વધારે વખત રહી શકે નહિ. ગણધરદેવને પણ શુભ વિકલ્પ તો આવે છે, ને દિવ્યધ્વનિ સાંભળે છે. દેવ-ગુરુની ભક્તિ, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે ભાવ આવે ને જ્ઞાનનો ઉપયોગ તે તરફ જાય, પણ તેથી કાંઈ રાગદ્વેષ વધી જતા નથી. તીર્થકરો વગેરેને જાતિસ્મરણશાન થાય ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૭૩ પૂર્વભવો જણાય. ત્યાં ભવને જાણવા તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે, તેથી જ્ઞાન બધાને જાણે છે. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન કરવું તે કાંઈ દોષ નથી. ગુણસ્થાન વગેરેને જાણતી વખતે શુભરાગ હોય છે, પણ તે તો પોતાની પરિણતિ હજી વીતરાગી નથી થઈ તે કારણે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવશ્રુતજ્ઞાનના આવલંબનપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો. મુનિવરો આગમચક્ષુવાળા છે એટલે આગમજ્ઞાનદ્વારા બધાં તત્ત્વોને દેખે છે, માટે કર્મ વગેરેને જ્ઞાન જાણે છે તે દોષ નથી. અહીં એમ જાણવું કે-જેમ શીલવંતી સ્ત્રી ઉધમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ પરવશતાથી જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિકના કારણરૂપ પરદ્રવ્યોમાં લાગે નહિ, પણ સ્વયં તેનું જાણવું થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેમ સ્ત્રી આદિનો પરિષહ મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જ જાણવું રહે એમ માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી. એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું. - જે એકાંત એમ માને છે કે પરદ્રવ્યને જાણવું તે રાગદ્વેષનું કારણ છે; તો તેની સામે આ ખૂલાસો કર્યો છે. છદ્મસ્થના જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં લાંબો કાળ સ્થિર રહી શકતો નથી. મુનિ હોય ને સામે દેવાંગના આવીને ઊભી હોય-અનેક પ્રકારની ચેષ્ટા દ્વારા મુનિને ઉપસર્ગ કરતી હોય, તેને મુનિ દેખે છતાં મુનિને રાગદ્વેષ થતા નથી, તો કાંઈ અપરાધ નથી; ને બીજો જીવ સ્ત્રી જાણતાં રાગી-દ્વષી થઈ જાય છે. જુઓ, સ્ત્રીને તો બન્ને જાણે છે, છતાં એક ને રાગદ્વેષ થતા નથી ને બીજાને રાગદ્વેષ થાય છે; માટે પરદ્રવ્યને જાણવા તે રાગ-દ્વેષનું કારણ નથી. પૃથ્વી ફરે છે-એમ લૌકિકમાં કહે છે તે મિથ્યા છે. ધર્મી જીવ સર્વજ્ઞના આગમથી જાણે છે કે આ પૃથ્વી તો સ્થિર છે, ને સૂર્ય ફરે છે. અસંખ્યાત હીપસમુદ્ર વગેરેને ધર્મી જીવ આગમથી જાણે છે, તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. મુનિરાજ ધ્યાનમાં હોય ને સિંહણ આવીને ખાઈ જતી હોય ત્યાં મુનિને વિકલ્પ ઊઠતાં તે ખ્યાલમાં આવી જાય, પણ દ્વેષ ન થાય. શરીરમાં રોગ થાય ને મુનિને તે ખ્યાલમાં આવી જાય, પણ તેથી મુનિને દેહ ઉપર રાગ થતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માટે અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યને જાણવા છતાં મુનિવરોને રાગદ્વેષ અલ્પ જ હોય છે ને સમ્યકત્વીને ચોથા ગુણસ્થાને સ્વદ્રવ્યમાં ઉપયોગ હોય તે વખતે પણ મુનિ કરતાં વિશેષ રાગદ્વેષ છે. માટે સ્વદ્રવ્યમાં ઉપયોગ છે કે પરદ્રવ્યમાં ઉપયોગ હો-તેના ઉપરથી રાગદ્વેષનું માપ નથી. આત્માની શ્રદ્ધા-જ્ઞાન-આચરણનો અર્થ પ્રશ્ન - જો એમ છે, તો શાસ્ત્રમાં આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે એમ શા માટે કહ્યું છે? ઉત્તર- અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ હતું તેને છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં પોતાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થતાં, અને પદ્રવ્યમાં રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ મટી જતાં સમ્યગ્દર્શનાદિક થાય છે, પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો કવળી ભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું જાણવું, ત્યાં તો રાગ-દ્વેષ સહજ જ થયો, પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જાણા કરે ત્યાં રાગ-દ્વેષ નથી, તથા તેમ જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક હોય છે-એમ જાણવું. અજ્ઞાની જીવને અનાદિથી આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ નથી, તેથી તેને આત્માની શ્રદ્ધા-જ્ઞાન-આચરણ કરવાનો ઉપદેશ કરવામાં આવે છે. તું પરદ્રવ્યની એકાગ્રતા છોડીને તારા આત્માની શ્રદ્ધા કર, તારા આત્માને જાણ ને તારા આત્મામાં એકાગ્ર થા -આમ ઉપદેશ કર્યો છે, પણ તેનો અર્થ એવો નથી કે પરદ્રવ્ય દોષ કરાવે છે. પરદ્રવ્ય બૂરું છે એમ માનવું છે તો મિથ્યાત્વ છે. અહિંસા તે વીરનો ધર્મ છે. માટે જેનું શરીર બળવાન-પુષ્ટ હોય તે જ અહિંસાધર્મ પાળી શકે એમ અજ્ઞાની માને છે, પણ અરે ભાઈ અહિંસાધર્મ તે કાંઈ શરીરમાં રહેતો હશે કે આત્મામાં? વીરતા તો આત્મામાં છે કે શરીરમાં? પુષ્ટ શરીર ન હોય ને દૂબળું શરીર હોય તો શું અહિંસાનો ભાવ ન થાય? અહિંસાને શરીર સાથે શું સંબંધ છે? અજ્ઞાની પરદ્રવ્યથી જ ધર્મમાનીને ત્યાં રોકાય છે, પણ સ્વ દ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરતો નથી. માટે તેને કહે છે કે તું તારા આત્માની શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતા કર, ને પરદ્રવ્યની શ્રદ્ધાજ્ઞાન-એકાગ્રતા છોડ! પરદ્રવ્ય બૂરાં છે એમ નથી. પરદ્રવ્યને બૂરાં માનવાં તે તો દ્વષનો અભિપ્રાય થયો. અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૭૫ સ્વપણે ને પરને પરપણે જેમ છે તેમ જાણવા તે સમ્યજ્ઞાન છે. પરને પર જાણવા ને અને સ્વ જાણવું તેમાં રાગદ્વેષ ક્યાં આવ્યો? પરને કારણે મને લાભ થાય અથવા પરને કારણે મને નુકસાન થાય-એમ માને તો તે રાગદ્વેષ છે. અજ્ઞાની માને છે કે “અન્ન એવું મન,” પણ એમ નથી. અન્નના પરમાણુ તો પુદ્ગલ છે અને ભાવમન તો જીવની પર્યાય છે. પરદ્રવ્યથી આત્માનો ભાવ સારો રહે એમ છે જ નહિ. આમ ભેદવિજ્ઞાનપૂર્વક પોતાનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થાય અને પદ્રવ્યમાં રાગ-દ્વેષ પરિણામ કરવાનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ મટે ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય છે. પરદ્રવ્ય-નિમિત્ત મારામાં અકિંચિત્કર છે-એમ જણાવવા માટે આત્માનાં શ્રદ્ધાદિ તે જ સમ્યગ્દર્શનાદિ છે, પણ પરદ્રવ્ય જાણતાં રાગાદિ થઈ જાય છે-એમ નથી. પરદ્રવ્યના જ્ઞાનનો નિષેધ નથી. પરમાં લાભ-હાનિની બુદ્ધિ કરી રાગાદિ કરવા તે મિથ્યાશ્રદ્ધાનાદિ છે. પ્રવચનસાર ગાથા ૨૪ર માં શેય અને જ્ઞાતાના સ્વરૂપની યથાવત્ પ્રતીતિને સમ્યગ્દર્શન કહ્યું છે. જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ થતાં ન હોય તો કેવળજ્ઞાનીને તે સમ્યગ્દર્શનાદિનો અભાવ થઈ જાય ! પદ્રવ્યને બૂરું જાણવું તથા નિજદ્રવ્યને ભલું જાણવું તે તો મિથ્યાત્વસહિતના રાગ-દ્વેષ સહજ જ થયા. જગતમાં કોઈ પરદ્રવ્ય દેવ-ગુરુ-શાસ્ત્ર ખરેખર ઈસ્ટલાભદાયક છે અને સ્ત્રી-પુત્રાદિ અનિષ્ટ છે-એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. પોતાને પોતારૂપ અને પરને પરરૂપ યથાર્થપણે ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ રહિતપણે જાણ્યા કરે ત્યાં રાગદ્વેષ નથી, તથા તે જ પ્રમાણે શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તે ત્યારે જ સમ્યગ્દર્શનાદિ થાય છે એમ જાણવું. માટે વિશેષ શું કહેવું? રાગથી લાભ થાય-એમ જૈનદર્શનમાંવસ્તુસ્વભાવમાં છે જ નહિ. જેમ રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિ મટાડવાનું જાણવું થાય તે જ સમ્યજ્ઞાન છે, તથા જેમ રાગાદિ મટાડવાનું આચરણ થાય તે જ સમ્યક્રચારિત્ર છે. અને એ જ મોક્ષમાર્ગ છે. એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંત પક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કર્યું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩) કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરૂપણ મહા વદ ૧૩ ગુસ્વાર તા. ૧૨-૨-૫૩ [બહારગામના મહેમાનો આવવાથી ખાસ કરીને નિશ્ચય-વ્યવહારના સ્વરૂપ ઉપર વ્યાખ્યાન થયેલ હતું] લગભગ સાડાત્રણસો વર્ષ પહેલાં શ્વેતામ્બર ઉપાધ્યાય યશોવિજયજી થઈ ગયા. તેમણે દિકપટના ચોરાશી બોલમાં દિગંબરની ૮૪ ભૂલ કાઢી છે. તે કહે છે કે- “દિગમ્બર લોકો નિશ્ચય પહેલાં કહે છે તે દિગમ્બરની ભૂલ છે. પરંતુ તેની તે વાત બરાબર નથી. રાગ-વ્યવહારને અભુતાર્થ કરીને સ્વભાવને ભુતાર્થ કરવો જોઈએ. હું જ્ઞાયકસચ્ચિદાનંદ છું એમ નક્કી કરતાં રાગબુદ્ધિ ને પર્યાયબુદ્ધિ ઊડી જાય છે. તે કહે છે કે “દિગમ્બરો નિશ્ચય પહલો કહે છે પણ વ્યવહાર પહેલો હોવો જોઈએ; પણ તે ભૂલ છે. સામાન્ય સ્વભાવ પરિપૂર્ણ છે તેની શ્રદ્ધા કરવી તે નિશ્ચય છે. અધૂરી દશામાં શુભરાગ આવે છે પણ તેને જાણવો તે વ્યવહાર છે. જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિ થયા વિના રાગને વ્યવહાર કહેનાર કોણ છે? સમ્યજ્ઞાન વિના કોણ નક્કી કરશે? આત્મા જ્ઞાયક છે. રાગાદિ મારું ખરું સ્વરૂપ નથી. એવું ભાન થયા પછી રાગને વ્યવહાર કહે છે. - મિથ્યાષ્ટિ શુભરાગથી લાભ માને છે. તેના શુભરાગને વ્યવહાર કહેતા નથી. શુદ્ધ આત્માના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને શુક્લધ્યાન આદિની પર્યાય પ્રગટે છે. છયે દ્રવ્યો સ્વતંત્ર છે એમ સમજવું જોઈએ. વળી જીવમાં થતી પર્યાય ક્ષણિક છે તે ઉત્પાદ-વ્યયરૂપ છે. ધર્મ પર્યાયમાં થાય છે પણ પર્યાયના આશ્રયે ધર્મ થતો નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો શુભ રાગ આવે તેના આધારે ધર્મ નથી. તેનું પણ લક્ષ છોડી શુદ્ધ સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટાવે તે નિશ્ચય છે; માટે નિશ્ચય પ્રથમ હોય છે. આવું નિશ્ચયનું ભાન હોય તેવા ધર્મી જીવના શુભરાગને વ્યવહાર કહે છે. યશોવિજયજી કહે છે તે યથાર્થ નથી. આવી રીતે વ્યવહાર પહેલાં કહીને બે હજાર વર્ષ પહેલાં શ્વેતાંબર મત નીકળ્યો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૭૭ સર્વજ્ઞની વાણીમાં નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ આમ આવ્યું છે. વાણીના કર્તા ભગવાન નથી. પણ સહજ વાણી નીકળે છે. અહીં નિશ્ચય-વ્યવહારની વાત બતાવવી છે. યશોવિજયજી કહે છે કેઃ निश्चयनय पहेले कहै, पीछे ले व्यवहार । भाषक्रम जाने नहीं, जैनमार्गको सार ।। -આમ કહીને તે દિગમ્બરની ભૂલ બતાવે છે. પહેલાં વ્યવહાર હોય તો ધર્મ થાય એ વાત ખોટી છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એમ દષ્ટિ થયા પછી જે રાગ થાય અથવા પર્યાયની જે હીનતા છે તેનું બરાબર જ્ઞાન કરવું તે વ્યવહારનયનો વિષય છે. ચોથા ગુણસ્થાને નિશ્ચય પ્રથમ હોય છે, એટલે કે ધર્મ કરવો હોય તેણે આત્માની દૃષ્ટિ પ્રથમ કરવી જોઈએ. ભાવશ્રુતજ્ઞાન થયું હોય તેને વ્યવહાર હોય છે. નિશ્ચયની દષ્ટિ વિના પુણ્યને વ્યવહાર કહેતા નથી. ‘શિષ્યને સાંભળવાનો રાગ આવે છે માટે પ્રથમ વ્યવહાર આવે છે, ને વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે. '–એમ યશોવિજયજી કહે છે, પણ તે વાત યથાર્થ નથી. વિકલ્પનો આશ્રય છોડી આત્માના સામાન્ય સ્વભાવનો આશ્રય લે ત્યારે ધર્મ થાય છે. જેણે સામાન્ય સ્વભાવનો આશ્રય લઈ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું' તેણે બધું જાણી લીધું. જે શુભરાગ આવે છે તે વ્યવહાર છે, અને આત્માના અવલંબને જે શુદ્ધતા પ્રગટે છે તે નિશ્ચય છે. આમ બન્ને થઈને પ્રમાણ થાય છે. શિષ્ય શુભરાગનું અવલંબન છોડી શુદ્ધ આત્માનો આશ્રય લે છે, ને અંતર પ્રમાણ જ્ઞાન થાય છે ત્યારે તેને નય લાગુ પડે છે. નિશ્ચયનું જ્ઞાન થયા પછી રાગને વ્યવહાર લાગુ પડે છે. નય શ્રુતજ્ઞાનનો અંશ છે. શ્રુતજ્ઞાનપ્રમાણ થયા પહેલાં વ્યવહાર લાગુ પડતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે-રાગથી જુદો ને સ્વથી એકત્વ આત્મા છેએવી વાત જીવોએ સાંભળી નથી. કર્મથી રાગ થાય છે એ માન્યતા ભૂલભરેલી છે. કર્મ તો પૃથક્ ચીજ છે. તેનાથી રાગ થતો નથી. જો પરથી અથવા કર્મથી વિકાર થતો હોય તો પોતાની પર્યાયમાં પુરુષાર્થ કરવાનો કે વ્યવહારનો નિષેધ કરવાનો અવસર રહેતો નથી. રાગને છોડી સ્વભાવબુદ્ધિ કરે તો પૂર્વના રાગને ભૂતનૈગમનયથી સાધન કહેવાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વળી યશોવિજયજી કહે છે: तातै सो मिथ्यामती, जैनक्रिया परिहार। व्यवहारी सो समकिती, कहैं भाष्य व्यवहार।। તું નિશ્ચયને પ્રથમ કહે છે તેથી મિથ્યામતી છો, દયા, દાનાદિ પરિણામની ક્રિયા જૈનની છે, તે ક્રિયાનો તે પરિહાર કર્યો છે.”—એમ દિગમ્બર ઉપર આક્ષેપ કરે છે. પણ તે વાત ખોટી છે. “અમે વ્યવહારીને સમકિતી કહીએ છીએ, અને વ્યવહાર પછી નિશ્ચય આવે છે.” એમ યશોવિજયજી કહે છે, પણ તે ભૂલ છે; કેમકે નિશ્ચય જાણ્યા વિના વ્યવહારનો આરોપ આવતો નથી. વળી યશોવિજયજી કહે છે: जो नय पहले परिणमे सोई कहै हित होई। निश्चय क्यों धुरि परिणमे, सूक्ष्म मति करो जोई।। તે કહે છે કે “શિષ્ય સર્વજ્ઞની અથવા ગુરુની વાણી પ્રથમ સાંભળે છે. માટે વ્યવહાર પહેલો આવે છે, તેથી તે હિતકારી છે. માટે હે દિગમ્બરો ! પહેલો વ્યવહાર આવે છે, સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરો.” પરંતુ એ વાત ભૂલવાળી છે. દિગંબર સંપ્રદાયમાં જન્મીને પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ જે માને તે પણ શ્વેતામ્બર જેવા જ છે. નિશ્ચય પ્રથમ પ્રગટે તો રાગ ઉપર વ્યવહારનો આરોપ આવે છે. વસ્તુસ્વરૂપ બીજું થતું નથી. એક સમયમાં જે ઉત્પાદ-વ્યય થાય છે તેને ગૌણ કરી, સામાન્ય ધૃવસ્વભાવ તરફ જે દષ્ટિ થઈ તે નિશ્ચય છે ને પછી જે રાગ આવે છે તે વ્યવહાર છે-એમ જાણવું તે જૈન દર્શન છે. પ્રથમ વ્યવહાર જોઈએ-એમ કહેનાર ભૂલમાં છે કેમકે વ્યવહાર આંધળો છે; નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. સામાન્ય એકરૂપ સ્વભાવનું અવલંબન કરવું તે ધર્મ છે, તે જૈનશાસનનો સાર છે. જડ-ચેતનની પર્યાયો દમબદ્ધ છે જડ ને ચેતનની પર્યાયો આડી અવળી થતી નથી-એમ નિર્ણય કરતાં પરનું કર્તુત્વ ઊડી જાય છે. પરમાં હું ફેરફાર કરી શકતો નથી તેમ જ મારામાં પણ આડી અવળી પર્યાય થતી નથી. માટે તેના ઉપરની દષ્ટિ છોડી દ્રવ્યદષ્ટિ કરવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭૯ અધિકાર સાતમો] તે ધર્મ છે. સામાન્યની દૃષ્ટિ થતાં અનંત નિમિત્ત ઉપરની દષ્ટિ ઊડી ગઈ. હું જ્ઞાનસ્વભાવી છું એવો નિર્ણય થતાં પરની કર્તાબુદ્ધિ છૂટી ગઈ ને જ્ઞાતાદા થઈ ગયો. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો કે દ્રવ્યદૃષ્ટિ કહો-તે બધું એક જ છે. | સર્વ પદાર્થના પરિણામ ક્રમબદ્ધ છે. જે પર્યાય જે કાળે થવાની તે જ થવાની. પર્યાય સત્ છે. શ્રી પ્રવચનસાર ગાથા ૯૯ માં આ વાત સ્પષ્ટ લખેલ છે. જે પર્યાય જે વખતે થવાની તે આગળ પાછળ થવાની નથી. આત્મા તથા બીજા પદાર્થોની પર્યાય વ્યવસ્થિત છે. સર્વજ્ઞ બધું જાણે છે. સર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે થાય? પોતાની પર્યાય અલ્પજ્ઞ છે, અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞનો નિર્ણય થશે નહિ. પોતાનો સ્વભાવ સર્વજ્ઞ છે એવા જ્ઞાનગુણમાં એકાગ્ર થવાથી સર્વજ્ઞ સ્વભાવના આશ્રયે નિર્ણય થાય છે. સર્વજ્ઞ ભગવાન આત્મામાંથી થયા છે. શું સર્વજ્ઞપણાનો ઉત્પાદ વ્યયમાંથી થાય? ના. રાગમાંથી થાય? ના. સર્વજ્ઞસ્વભાવના આશ્રયે ધર્મદશા પ્રગટે છે. આમ સ્વભાવનો આશ્રય લે છે તેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરનાર પરનો અકર્તા થાય છે. વળી પોતામાં પર્યાય ક્રમસર થાય છે તેમ નક્કી કરતાં અક્રમ સ્વભાવનો નિર્ણય થાય છે, ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. સ્વભાવદષ્ટિ કરવી તે ચારે અનુયોગનું તાત્પર્ય છે. ચારે અનુયોગનું તાત્પર્ય એ છે કે નિમિત્તદષ્ટિ હઠાવી, રાગદષ્ટિ હઠાવી ને સ્વભાવદષ્ટિ કરવી. તે સમ્યગ્દર્શન ને ધર્મ છે. આને વીતરાગશાસન કહે છે. આ ન્યાય છે. જેવી વસ્તુની મર્યાદા છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેને ન્યાય કહે છે. મહા વદ અમાસ શુક્રવાર, તા. ૧૩-ર-પ૩ [ બહારનાં મહેમાનો આવતા હોવાથી કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરૂપણ (પૃ. ૨૧૭ ઉપર વ્યાખ્યાનો શરૂ થયેલ છે. ] હવે વ્યવહારાભાસીની વાત કરે છે. જિનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. આત્મા જ્ઞાતાદષ્ટા છે એવી જેને દષ્ટિ થઈ છે તેના શુભરાગને વ્યવહાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કહે છે. અજ્ઞાની દયા-દાનાદિને ધર્મનું સાધન માને છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પાંચ મહાવ્રતનો રાગ, અને શાસ્ત્રનું જ્ઞાન અજ્ઞાની જીવે અનંતવાર કર્યું છે, પણ અંતરમાં દ્રવ્ય સાધન છે તેની દષ્ટિ તેણે કરી નહિ. કષાયમંદતાને તથા દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાને નિમિત્તથી સાધન કહેવાય છે પણ તે યથાર્થ સાધન નથી. કષાયમંદતાથી જે ધર્મ માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. ધર્મનું સાધન તો કારણપરમાત્મા છે-કારણશુદ્ધ જીવ છે. ત્રિકાળી ધ્રુવ શક્તિને કારણશુદ્ધ જીવ કહે છે. તેમાંથી કેવળજ્ઞાનાદિરૂપ કાર્ય થાય છે. કેવળજ્ઞાન, કેવળ-આનંદ આદિ પ્રગટ થવાની શક્તિ દ્રવ્યમાં છે. વર્તમાન પર્યાયમાં અથવા વ્યવહાર રત્નત્રયમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તાકાત નથી. હું શુદ્ધ ચિદાનંદ છું એમાંથી સમ્યગ્દર્શન જ્ઞાન રૂપી કાર્ય પ્રગટે છે. શુદ્ધ જીવ કારણપરમાત્મા છે, તેમાંથી મોક્ષમાર્ગ ને મોક્ષરૂપી કાર્ય પ્રગટે છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય કાર્યપરમાત્મા છે, ને શુદ્ધ જીવ શક્તિરૂપ કારણ પરમાત્મા છે. જેની કારણપરમાત્મા ઉપર દૃષ્ટિ નથી પણ વ્યવહાર ઉપર દષ્ટિ છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. દયાદાનાદિ પરિણામ સાધન નથી. પરમપરિણામિક- ભાવ કે જેને પરની અપેક્ષા લાગતી નથી તે સાધન છે. ઔદયિકભાવ જીવનું તત્ત્વ છે. કર્મને લીધે દયાદાનાદિ અથવા કામક્રોધાદિ થતા નથી. ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, ઔદયિક ને પારિણામિક એ પાંચે ભાવો જીવનું તત્ત્વ છે. કર્મ અજીવતત્ત્વ છે. કર્મની અસ્તિ છે માટે ઔદયિકભાવ છે-એમ નથી. પોતાના કારણે ઔદયિકભાવ પર્યાયમાં થાય છે. દયા, દાન, વ્રત, પૂજા આદિ ઔદયિકભાવ છે. અજ્ઞાની તેને ધર્મનું સાધન માને છે. આત્મામાં કરણ નામની શક્તિ છે. તેનું અવલંબન લે તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. તે મોક્ષમાર્ગનો વ્યય થઈ મોક્ષ પ્રગટે છે. કારણપરમાત્મા એકરૂપ સદેશ ભગવાન છે, તેના અવલંબનથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપર્યાય પ્રગટે છે; તેમાં સમ્યગ્દર્શન ઔપશમિક શાયોપથમિક અથવા ક્ષાયિક હોય છે, જ્ઞાન ને ચારિત્ર ક્ષાયોપથમિક ભાવે છે. સાત તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વ ક્યારે રહે? કર્મ અજીવ તત્ત્વ છે પોતાની પર્યાયમાં થતા રાગ-દ્વેષ આસ્રવતત્ત્વ છે. કર્મથી આસ્રવ થયો માને તો સાત તત્ત્વ રહેતાં નથી. અજીવથી આસ્રવ માને, કર્મના ઉદયથી વિકાર માને, તેણે અજીવ અને આસ્રવ એક માન્યા. અહીં ભાવ આસ્રવની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૮૧ વાત છે. દ્રવ્યઆસવ, દ્રવ્યપુણ્ય-પાપ, દ્રવ્યબંધ, દ્રવ્યનિર્જરા દ્રવ્યમોક્ષ વગેરે અજીવતત્ત્વમાં આવી જાય છે. એક સમયની પર્યાયમાં થતા રાગદ્વેષ આસ્રવતત્ત્વ છે. કર્મથી વિકાર માને તેણે વિકારને-આસ્રવને સ્વયં ન માન્યો, તેથી સાતતત્ત્વ રહેતાં નથી. અજીવથી આસ્રવ માનનાર વ્યવહારાભાસમાં જાય છે. આસ્રવથી ધર્મ માને તો તે પણ ભૂલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સંવર નિર્જરામાં આવે છે. સામાન્યવિશેષ બને નિરપેક્ષ વળી સામાન્યથી વિશેષ થાય છે એમ પણ અહીં કહેવું નથી. સામાન્યને વિશેષ પ્રથમ નિરપેક્ષ કબૂલ ન કરે તો એક બીજાની હાનિ થાય છે. સ્વયંસિદ્ધ ન હોય તો બન્નેનો નાશ થાય છે. સમતભદ્ર-આચાર્યકૃત આપ્તમીમાંસામાં આ વાત આવે છે. જીવ છે, સંવર છે, નિર્જરા છે-બધા છે. તેમાં જીવ સામાન્યમાં આવે છે; ને આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-આ પાંચ પર્યાય છે, અથવા વિશેષ છે. આમ સામાન્ય ને વિશેષ પણ સ્વતંત્ર નિરપેક્ષ માનવા જોઈએ. પ્રથમ સાતે તત્ત્વને નિરપેક્ષ જાણવાં જોઈએ. અજીવની પર્યાય અજીવથી છે. આસ્રવ અજીવથી નથી. તત્ત્વ વસ્તુ છે, અવસ્તુ નથી. પર્યાયની અપેક્ષાએ પર્યાય વસ્તુ છે. એક પર્યાયમાં અનંત ધર્મો આવે છે. એક આસ્રવ પર્યાયમાં સંવરની નાસ્તિ, અજીવની નાસ્તિ, તથા પૂર્વ અને ઉત્તરપર્યાયની નાસ્તિ છે. નવ તત્ત્વને પૃથક પૃથક ના માને તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. આસ્રવ વિકારી તત્ત્વ છે. આસ્રવથી સંવર નિર્જરા માને તો સંવરને નિર્જરા નિરપેક્ષ રહેતા નથી. આસ્રવ ઔદયિકભાવ છે, સંવર-નિર્જરા ઔપથમિક-ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકભાવથી ઔપથમિકક્ષાયોપથમિક ભાવ થાય નહિ વળી કર્મ અજીવ છે, અજીવથી ઔદયિકભાવ થાય નહિ. ભાવબંધ ઔદયિકભાવ છે. સંવર-નિર્જરા અપૂર્ણ શુદ્ધ પર્યાય છે. મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. જીવતત્ત્વ પરમપારિણામિકભાવમાં આવે છે. પુદ્ગલમાં પારિણામિકભાવ તથા ઔદયિકભાવ બે કહ્યા છે. કારણ શુદ્ધજીવ-કારણપરમાત્મા છે તે જીવતત્ત્વ છે. સાતની નિરપેક્ષતા નક્કી કર્યા પછી સાપેક્ષતા લાગુ પડે. સંવર-નિર્જરા ક્યાંથી આવે છે? સંવર-નિર્જરાની પર્યાય પ્રથમ ન હતી; તો તે ક્યાંથી આવે છે? દ્રવ્યસ્વભાવમાંથી આવે છે, તે સાપેક્ષ કથન છે. વળી વિકાર ક્યાંથી આવે છે? સ્વભાવનું લક્ષ છોડી, નિમિત્તનું લક્ષ કરે છે તેને વિકાર થાય છે. તે પણ સાપેક્ષ કથન છે. નિશ્ચય મોક્ષમાર્ગ સંવર-નિર્જરામાં આવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ત્રણ કાળના જેટલા સમયો તેટલી ચારિત્રગુણની પર્યાયો છે. ધર્મી જીવને શુભરાગ લાવવાની પણ ભાવના નથી. જ્ઞાનની મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ-એમ પાંચ પર્યાય છે. કેવળજ્ઞાન પણ એક સમયની પર્યાય છે. જ્ઞાનગુણની સ્થિતિ ત્રિકાળ છે, પણ કેવળજ્ઞાનપર્યાય બીજે સમયે રહેતી નથી. એવી ને એવી સદેશ રહે તે જુદી વાત છે; પણ પૂર્વ પર્યાય પછીની પર્યાય વખતે રહેતી નથી. તેવી રીતે શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. તેની મિથ્યાદર્શન પર્યાય છે. તે કર્મને લીધે નથી. તે પર્યાય સત્ છે. પૂર્વની મિથ્યાશ્રદ્ધાનો વ્યય, નવી મિથ્યાશ્રદ્ધાનો ઉત્પાદ ને શ્રદ્ધાળુણ ધ્રુવ છે. આમ ત્રણે સત્ છે. આ સ્વતંત્ર સને જે માનતો નથી ને કર્મથી પરિણામ માને તથા રાગથી ધર્મ માને તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. આત્માનું ભાન થતાં મિથ્યાદર્શનનો વ્યય થઈ, સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે ને શ્રદ્ધાળુણ કાયમ રહે છે. જે નવ તત્ત્વોને સ્વતંત્ર માનતો નથી તેને મિથ્યાદર્શનની પર્યાય હોય છે, ને જે નવતત્ત્વો સ્વતંત્ર માની સ્વ તરફ વળે છે. તેને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે. હવે ચારિત્રની વાત. કર્મના ઉદયને લીધે આત્મામાં કાંઈ થતું નથી. કર્મને લીધે કાંઈ અસર અથવા વિલક્ષણતા થતી નથી. ચારિત્રની વિકારી અથવા અવિકારી પર્યાય સ્વતંત્ર થાય છે. નવ પદાર્થોને સ્વતંત્ર માનવા જોઈએ. શુદ્ધ જીવની પ્રતીતિ થયા પછી સાધકને શુભરાગ આવે છે. કર્મની પર્યાય કર્મમાં છે, કર્મના ઉદયને લીધે રાગ થતો નથી. અજ્ઞાની જીવની સંયોગ ઉપર ને કર્મ ઉપર દષ્ટિ છે, તેથી આસ્રવથી આત્મા શુદો છે એવી ભાવના તે કરી શકે નહિ. પરનું લક્ષ છોડી શાયકનું લક્ષ કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ જાય છે ને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આવું ભાન નથી તે વ્યવહારાભાસી છે. વિકારથી નિર્વિકારી ધર્મ પ્રગટે એમ માને તે વ્યવહારાભાસી છે. ધર્મી જીવ સમજે છે કે શ્રદ્ધાગુણ નિર્મળ થયો છે પણ ચારિત્રગુણ પૂર્ણ નિર્મળ થયો નથી. જો શ્રદ્ધા સાથે ચારિત્ર તથા બધા ગુણો તુરત જ પૂર્ણ નિર્મળ થઈ જાય તો સાધક ને સિદ્ધમાં ફેર રહેતો નથી. આત્માનું ભાન ને લીનતા થઈ છે તેમાં ધ્રુવ ઉપાદાન કારણપરમાત્મા છે ને ક્ષણિક ઉપાદાન તે તે સમયની સંવરનિર્જરાની પર્યાય છે. કેવળજ્ઞાન નિમિત્તમાંથી આવતું નથી, આમ્રવને બંધમાંથી આવતું નથી, સંવર-નિર્જરામાંથી પણ કેવળજ્ઞાન આવતું નથી. સંવર-નિર્જરા અધૂરી નિર્મળ પર્યાય છે તેમાંથી પૂર્ણ નિર્મળ પર્યાય આવતી નથી, પણ કારણપરમાત્મામાંથી કેવળજ્ઞાન પ્રગટે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૮૩ આસ્રવથી સંવર-નિર્જરા નથી. વળી કોઈ સંવર-નિર્જરાને પણ સ્વતંત્ર સિદ્ધ કરી દ્રવ્યના આશ્રયે તે પ્રગટે એમ સાપેક્ષ નિર્ણય કરે, પણ નિમિત્ત આવે તો પર્યાય પ્રગટે એમ માને, તો શું નિમિત્ત અવ્યવસ્થિત છે? અથવા પર્યાય અનિશ્ચિત છે? અમુક નિમિત્ત આવે તો અમુક પર્યાય પ્રગટે તો અનિશ્ચિતતા થઈ જાય. એમ થતાં બધી પર્યાયો અનિશ્ચિત થઈ જાય. મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. પ્રથમ “છે” એમ નક્કી કરો. તે કોની છે. તે પછી નક્કી થાય છે સ્વતંત્ર અસ્તિ સિદ્ધ કર્યા વિના સાપેક્ષતા લાગુ પડતી નથી. મોક્ષ છે એમ નક્કી કર્યા પછી તે જીવની પૂર્ણ શુદ્ધ પર્યાય છે એમ સાપેક્ષતા લાગુ પડે છે. સંવર-નિર્જરા છે એમ નિરપેક્ષ નક્કી કર્યા પછી તે જીવની અધૂરી નિર્મળ પર્યાય છે એમ સાપેક્ષતા લાગુ પડે. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે વ્યય વ્યયથી છે, ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ ધ્રુવથી છે-એમ ત્રણે અંશો નિરપેક્ષ છે. વ્યય ઉત્પાદથી નથી, ઉત્પાદ વ્યયથી નથી અને ધ્રૌવ્ય ઉત્પાદ-વ્યયથી નથી. ત્રણે અંશોસ છે. ત્રણે એકી સમયે છે. વ્યયમાં ઉત્પાદ-ધ્રુવનો અભાવ, ઉત્પાદમાં વ્યય-ધ્રુવનો અભાવ, ને ધ્રુવમાં ઉત્પાદ-વ્યયનો અભાવ છે. આમ ત્રણે અંશો સત્ સાબિત કરેલ છે. વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશવું તે અનેકાંત છે. ઉત્પાદ ઉત્પાદથી છે, પણ વ્યયથી નથી, આસ્રવ આસ્રવથી છે પણ અજીવથી નથી. આસ્રવ વિશેષ છે, તે વિશેષથી છે ને જીવસામાન્યથી નથી. સંવર સંવરથી છે, સંવર જીવથી નથી. સંવરથી નિર્જરા નથી. મોક્ષ મોક્ષથી છે ને નિર્જરાથી નથી-એમ નવ તત્ત્વ પૃથક પૃથક સિદ્ધ થયા પછી સાપેક્ષતા લાગુ પડે છે. સામાન્યથી વિશેષ માનો તો બન્નેની હાનિ થઈ જાય. સામાન્ય પણ છે ને વિશેષ પણ છે; છે એમાં કોની અપેક્ષા? બન્ને નિરપેક્ષ છે. એમાં કોઈની અપેક્ષા નથી. વળી ઉત્પાદ, વ્યય, ધ્રુવ-ત્રણ અંશો કોઈની અપેક્ષા રાખે તો ત્રણ રહેતા નથી. નવ પદાર્થમાં કોઈની અપેક્ષા રાખે તો નવ રહેતા નથી. છ દ્રવ્યમાં કોઈની અપેક્ષા રાખે તો છ રહેતા નથી. ઉત્પાદથી વ્યય માનો તો વ્યય સિદ્ધ થતો નથી. વ્યય ન હોય તો ઉત્પાદન થાય તેવું સાપેક્ષતાવાળું કથન પછી આવે છે. વિકારી પર્યાય હો કે અવિકારી પર્યાય હો દરેક પર્યાય નિરપેક્ષ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો ફાગણ સુદ ૨ રવિવાર, તા. ૧૫-૨-૧૩ પૂર્વના કેટલા પંડિતો યથાર્થ દષ્ટિવાળા હતા. શ્રાવક ટોડરમલ્લ, દોલતરામ, દીપચંદજી યથાર્થ હતા. તેની સાચી દષ્ટિનો જે વિરોધ કરે છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. શુદ્ધ આત્મા સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદક છે. નિમિત્ત, રાગ કે પર્યાયમાંથી સમ્યગ્દર્શન આવતું નથી. વળી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર્યાય છે. નવી પર્યાય-ઉત્પન્ન થાય છે તે ગુણ નથી. ગુણનો ઉત્પાદ થતો નથી. શ્રદ્ધાની વિપરીત પર્યાયનો નાશ થઈને અવિપરીત પર્યાયનો ઉત્પાદ થાય છે; તે ક્યાંથી થાય છે? સમ્યગ્દર્શનપર્યાય શુદ્ધ છે તે ક્યાંથી આવે છે? નિમિત્ત, રાગ કે પર્યાયમાંથી આવતી નથી, દ્રવ્યસ્વભાવમાંથી તે પર્યાય આવે છે. અજ્ઞાની જીવને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે. અહીં એમ જાણવું કે દયા દાન, જાત્રાદિના ભાવથી પુણ્યબંધ થાય છે. પુણ્યને છોડી પાપવૃત્તિ કરવાની નથી. તે અપેક્ષાએ શુભનો નિષેધ નથી, પણ જે જીવ આત્માની દષ્ટિ કરતો નથી ને દયા-દાનાદિમાં ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે. કોથળીમાં કરિયાતું નાખીને ઉપર સાકર નામ લખે તો કરિયાતું સાકર થતું નથી. તેમ અંતર જૈનધર્મ પ્રગટયો નથી, ને બાહ્ય જૈન નામ ધરાવે તો જૈન થતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય આદિ સમર્થ મુનિવરોએ યથાર્થ પ્રકાશ કરેલ છે કે જે વ્યવહારથી સંતુષ્ટ થાય છે, ને કષાયમંદતાથી ધર્મ માને છે તથા “હું જ્ઞાયક છું, પુણ્ય પાપ રહિત છું'- એવી નિશ્ચય દષ્ટિ કરતો નથી ને ઉદ્યમી થતો નથી, તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. નવ તત્ત્વમાં ચારિત્ર સંવર-નિર્જરામાં આવે છે. અજ્ઞાની ભક્તિ, પૂજામાં સંતોષ માને છે. લાખો રૂપિયા મંદિરમાં આપવાથી ધર્મ થતો નથી. રૂપિયા આવવા જવા તે જડની ક્રિયા છે, ને કષાયની મંદતા કરે તો પણ છે. પુણ્યથી રહિત આત્માની શ્રદ્ધા કરે તો ધર્મ છે. અજ્ઞાની જીવે સત્યમાર્ગ વિષે પ્રયત્ન કરેલ નથી. આત્મા જ્ઞાનાનંદ છે, પુણ્ય મારું સ્વરુપ નથી, પુણ્ય અપરાધ છે. ધ્રુવ સ્વભાવ નિર્દોષ છે. તેની રુચિ કરતો નથી તે વ્યવહારાભાસી છે. વર્તમાનમાં ભગવાન શ્રી સીમંધરસ્વામી વાણી દ્વારા એ જ કહે છે. અજ્ઞાની જીવ સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી નથી. આત્મા શુદ્ધ નિર્વિકલ્પ છે એવી દષ્ટિ, જ્ઞાન ને સ્થિરતા કરી નથી, ને વ્યવહારમાં ધર્મ માની લીધો છે તેવા જીવને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] . [૮૫ મોક્ષમાર્ગ સન્મુખ કરવા માટે તેની શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિનો નિષેધ કરીએ છીએ આત્માનું ભાન નથી ને શુભથી ધર્મ માની સંતુષ્ટ થાય છે તેથી તેની પ્રવૃત્તિ મિથ્યા છે. નિશ્ચયના ભાન વિના વ્યવહાર પણ રહેતો નથી. અમારો આશય એવો નથી કે શુભ છોડીને અશુભ કરો. જો તેમ તમો કરશો તો તમારું બૂરું થશે, પણ યથાર્થ શ્રદ્ધા કરશો તો કલ્યાણ થશે. આત્માનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે એવી યથાર્થ શ્રદ્ધા કરશો તો તમારું ભલું થશે. પુણ્ય છોડી પાપમાં લાગશો તો ભલું થશે નહિ તે પુણ્યને ધર્મ માનશો તોપણ ભલું થશે નહિ. સ્વભાવની દષ્ટિમાં ધર્મ છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' પુણ્યથી ને પરથી કલ્યાણ થશે એ મોટી ભ્રાંતિ છે. શરીરનો રોગ પુણ્યથી મટી જાય છે પણ તે ખરો રોગ નથી. ચિદાનંદ આત્મામાં વિકાર થાય છે, તે વિકારથી કલ્યાણ થશે તેવી માન્યતા છે ખરો મોટો રોગ છે, તે ક્ષયરોગ છે; માટે યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. અહીં દષ્ટાંત આપે છે કે જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી, જો કુપથ્થસેવન કરે તો તે મરે છે. સાચા વૈદ્યને છોડી કુપથ્થસેવન કરશે તો મરશે, તો તેમાં વૈદ્યનો દોષ નથીઃ તેમ કોઈ સંસારી જીવ પુણ્યરૂપ ધર્મોના નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે તો નરકાદિ દુઃખને પામશે. આત્મામાં થતી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રદશા આત્માને લાભકર્તા છે. પણ પરિણામ નિર્ગુણ છે, લાભકર્તા નથી, બંધનું કારણ છે; તેનાથી જન્મ-મરણનો અંત આવતો નથી. શુદ્ધ ચિદાનંદની દષ્ટિ વિના ધર્મ થતો નથી. પુણ્યને નિર્ગુણ ઔષધિ કહેલ છે. પર્યાયમાં પુણ્ય થાય છે તે વિપરિત પરિણામ છે, તેનાથી આત્માને લાભ થતો નથી; તે નિર્ગુણ ઔષધિ છે, કારણ કે પુણ્યથી ધર્મરૂપી ગુણ થતો નથી. પુણ્યથી સ્વર્ગમાં જઈ સીમંધર પરમાત્મા પાસે જશું, એમ માનનારની દષ્ટિ સંયોગ ઉપર છે; ત્યાં જઈને તે જ બુદ્ધિ રાખવાનો છે. શુદ્ધ ચિદાનંદની દૃષ્ટિ કરી નહિ તેથી સમવસરણમાં જવા છતાં ભગવાનની વાણીનું રહસ્ય સમજ્યો નહિ. પુણ્ય છોડાવી પાપ કરાવવાનો અભિપ્રાય નથી. અજ્ઞાની પુણ્યથી ધર્મ માને છે તેથી પુણ્યનો ધર્મના કારણ તરીકે નિષેધ કર્યો છે. કોઈ વિપરીત સમજે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો તો તેમાં ઉપદેશદાતાનો દોષ નથી. ઉપદેશદાતાનો અભિપ્રાય સાચી શ્રદ્ધા કરાવી અસત્ શ્રદ્ધા, અસત્ જ્ઞાન ને અસત્ આચરણ છોડાવવાનો છે. સમ્યગ્દર્શન વિના બાહ્ય ચારિત્ર અરણ્યમાં રુદન સમાન છે. તેનાથી જન્મ-મરણનો નાશ થશે નહિ. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે; પર્યાયમાં પુણ્ય-પાપના પરિણામ થાય છે તે બેકાર છેનકામા છે; તેથી રહિત આત્માની દષ્ટિ ન કરે તો ધર્મ થતો નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય અસત્ય શ્રદ્ધા છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો છે. જાત્રા ને દયાદાનાદિ પરિણામ છોડાવી દુકાનાદિના પાપભાવ કરાવવાનો અભિપ્રાય નથી; પણ અજ્ઞાની જીવ દયા-દાન કરતાં કરતા ધર્મ થશે-એમ માને છે તેથી અસત્ય શ્રદ્ધાનો નિષેધ કરાવે છે. આત્માના ભાન વિના વ્યવહાર સાચો નથી. નિશ્ચય સ્વભાવ આદરણીય છે ને વ્યવહા૨ જાણવાયોગ્ય છે, વ્યવહાર આદરણીય નથી. અમારો તો મોક્ષમાર્ગમાં લગાવવાનો અભિપ્રાય છે ને એવા અભિપ્રાયથી જ અહીં નિરૂપણ કરીએ છીએ. વળી, કોઈ જીવ તો કુળક્રમ વડે જ જૈની છે. અંતર જૈનની ખબર નથી ને બાહ્યમાં જૈન નામ ધરાવે; તેથી જૈન કુળમાં જન્મવાથી જૈન થઈ જતો નથી. તેને જૈનદર્શનની ખબર નથી પણ તે કુળક્રમથી જૈન થઈ ગયો માને છે; પણ ખરેખર તો આત્મા જ્ઞાનાનંદ છે-એમ ઓળખાણ કરી; પર્યાયમાં થતા વિકારને દ્રવ્યદૃષ્ટિથી નાશ કરે તે જૈન છે. અમારા બાપદાદા જૈન હતા માટે અમે જૈન છીએ એમ કોઈ કહે તો તે યથાર્થ જૈની નથી. અંતરદષ્ટિથી જૈની થવાય છે. * ફાગણ સુદ ૩ સોમવાર તા. ૧૬-૨-૫૩ કુળક્રમથી ધર્મ થતો નથી દિગમ્બર જૈની હોવા છતાં વ્યવહારાભાસને માનનારા જીવ એકાંત મિથ્યાદષ્ટિ છે. અહીં કોઈ જીવ તો કુળક્રમ વડે જ જૈન છે, પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી. તે બાપદાદાથી જૈન છે એમ માને છે. જેવી રીતે અન્યમતી વેદાંતી, મુસલમાન વગેરે કુળક્રમ વિષે પ્રવર્તે છે તેમ આ પણ એમ વર્તે છે. જો કુળપરંપરાથી ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ ધર્માત્મા ઠરે; તો પછી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૭ અધિકાર સાતમો] જૈનધર્મની વિશિષ્ટતા શું? કહ્યું છે કે लोयम्मि रायणीई णायं ण कुलकम्म कझ्यावि। किं पुण तिलोयपहुणो जिणंदधम्मादिगारम्मि।। લોકમાં એવી રાજનીતિ છે કે કુળક્રમ વડે કદી પણ ન્યાય થતો નથી. જેનું કુળ ચોર છે તેને ચોરીથી પકડે છે ત્યાં કુળક્રમ જાણી તેને છોડતા નથી પણ દંડ જ દે છે. તો સર્વજ્ઞ ભગવાનના ધર્મના અધિકાર વિષે શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે? જૈનકુળમાં જન્મ લઈને જૈનધર્મની પરીક્ષા કરતો નથી તે વ્યવહારાભાસી છે. જૈનધર્મમાં પરીક્ષા કરવી જોઈએ. બાપ ગરીબ હોય ને પોતે પૈસાવાળો થાય તો બાપ ગરીબ હતો માટે પૈસા છોડી દેતો નથી. વ્યવહારમાં કુળનું પ્રયોજન નથી તો પછી ધર્મમાં કુળનું પ્રયોજન શું છે? પિતા નરકમાં જાય ને પુત્ર મોક્ષમાં જાય, તેમાં કુળની પરંપરા કેવી રીતે રહી? કુળક્રમની પરંપરા હોય તો પિતા પાછળ પુત્રને પણ નરકમાં જવું પડે, પણ તેમ બનતું નથી, માટે ધર્મમાં કુળક્રમની જરૂર નથી. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે જીવે પરીક્ષાપ્રધાની થવું જોઈએ. એકલા આજ્ઞાપ્રધાનીપણા વડે ન ચાલે. ઘણાં કહે છે કે નિમિત્તથી ધર્મ થાય, વ્યવહારથી ધર્મ થાય માટે અમે માનીએ છીએ પણ તેમ ન ચાલે. પરીક્ષા કરવી જોઈએ. વળી શાસ્ત્રોના અન્ય-વિપરીત અર્થ લખે તે પાપી છે. દિગમ્બર શાસ્ત્રના નામે દેવીની પૂજા કરવી, ક્ષેત્રપાળની પૂજા કરવી તે વિપરીત પ્રવૃત્તિ છે. પાપી પુરુષોએ કુદેવની પ્રરૂપણા કરી છે. જેને આત્માનું ભાન નથી તથા ઉદ્દેશીક આહાર લે છે, મુનિ માટે ખાસ પાણી ઉનાં કરવાં, કેળાં, મોસંબી વગેરે લાવવાં તે ન્યાય નથી. આહાર દેનાર ને લેનાર બન્નેની ભૂલ છે. આવો ઉદેશિક આહાર લેવા છતાં મુનિપણું માને તે મિથ્યાદષ્ટિ છે. અજ્ઞાનીઓએ આવી પ્રવૃત્તિ ચલાવી છે. નિગ્રંથ મુનિને સહજ નગ્નદશા હોય છે. તેઓ નિર્દોષ આહાર લે. પ્રાણ જાય છતાં દોષવાળો આહાર ન લે એ મુનિની રીત છે; છતાં મુનિનું સ્વરૂપ ન સમજે ને ઉદ્દેશિક આહાર લે તે સાચા ગુરુ નથી. આમ વિષય-કષાય પોષણાધિરૂપ વિપરિત પ્રવૃત્તિ ચલાવી હોય તેને છોડી દેવી જોઈએ. દિગમ્બર જૈન ધર્મમાં જન્મવા છતાં કુદેવ, કુગુરુની માન્યતા ચલાવી હોય તો તે માન્યતા છોડી દેવી. વ્યવહારથી ધર્મ મનાવ્યો હોય તો તે કુધર્મ છે. તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માન્યતા છોડી દેવી, અને જિન-આજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે. પ્રશ્ન:- અમારી દિગમ્બરની પરંપરા આવી ચાલે છે તો અમારે શું કરવું? પાંચમાં અધિકારમાં શ્વેતામ્બર ને સ્થાનકવાસીની વાત આવી ગઈ. અહીં તો દિગમ્બર સંપ્રદાયની વાત કરે છે. અમારે કુળપરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી. સમાધાન - પોતાની બુદ્ધિથી નવીન માર્ગમાં પ્રવર્તે તો તે યોગ્ય નથી, પરંતુ યથાર્થ વસ્તુનું સ્વરૂપ કહે તે નવીન માર્ગ નથી. સ્વભાવથી ધર્મ છે ને રાગથી ધર્મ નથી એમ સમજવું જોઈએ. રઘુકુલ રીતિ ઐસી ચલી આઈ, પ્રાણ જાય અરૂ વચન ન જાઈ ' એમ અન્ય મતમાં કહે છે. એવી રીતે “જૈનધર્મ રીતિ ઐસી ચલી આઈ, પ્રાણ જાય અરૂ ધર્મ ન જાઈ –એમ સમજવું જોઈએ. શ્રી કુંદકુંદાદિ આચાર્યોએ જૈનધર્મનું જેવું સ્વરૂપ કહ્યું છે તે બરાબર છે. વસ્ત્રસહિત મુનિપણું અથવા સ્ત્રીને કેવળજ્ઞાન માને તે બરાબર નથી. શાસ્ત્રમાં લખ્યું છે તેને છોડી કોઈ પાપી પુરુષ જાદુ કહે તો તે બરાબર નથી. સર્વજ્ઞની વાણી અનુસાર પુષ્પદંત, ભૂતબલિ આદિ આચાર્યોએ પખંડ-આગમ લખેલ છે, તેમાં ફેરફાર કરવો યોગ્ય નથી. લહિયાથી લખવામાં ફેરફાર થયો હોય તો સુધારવું; પણ પ્રયોજનભૂત વાતમાં કોઈ આચાર્યની ભૂલ નથી. દ્રવ્ય-સ્ત્રીને છઠું ગુણસ્થાન કદી આવતું નથી, છતાં તેની વિરૂદ્ધ કહું ને ફેરફાર કરે તે પાપી છે. દ્રવ્યસંગ્રહમાં માર્ગણાની વાત આવે છે, તે જીવની ભાવમાર્ગણા છે, દ્રવ્યમાર્ગણાની વાત નથી. જીવ કઈ ગતિ આદિમાં છે તે શોધવું તેની વાત છે, છતાં તેનાથી વિરૂદ્ધ તે મિથ્યા પ્રવૃત્તિ છે. પુરાતન જૈનશાસ્ત્ર-ધવલ, મહાધવલ, સમયસારાદિ અનુસાર પ્રવર્તવું તે બરાબર છે. તે નવીન માર્ગ નથી. પરંપરા સત્યનો બરાબર નિર્ણય કરવો જોઈએ. કુળપરંપરાની વાત ચાલી આવે છે માટે નહિ, પણ સર્વજ્ઞ કહે છે અને તે પ્રમાણે સત્ય છે માટે અંગીકાર કરવું. કુળનો આગ્રહ કરવો નહિ. જિનઆજ્ઞાથી કુળ પરંપરા વિરૂદ્ધ હોય તો કુળ પરંપરા છોડવી જોઈએ. જે કુળના ભયથી કરે છે તેને ધર્મબુદ્ધિ નથી. લગ્નાદિમાં કુળક્રમનો વિચાર કરવો પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮૯ અધિકાર સાતમો] ધર્મમાં કુળની પરંપરા મુજબ ચાલવું તે યોગ્ય નથી. ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ઘરના મોટા માણસ કહે છે માટે ધર્મનું પાલન કરવું તે બરાબર નથી. માટીનું વાસણ લેવા જાય ત્યારે તપાસીને લે છે, એમ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. કેવળ આજ્ઞાનુસારી સાચા જૈન નથી. કુળક્રમ પ્રમાણે ચાલે છે તે વ્યવહારાભાસી છે. તે વાત થઈ ગઈ. હવે બીજી વાત કરે છે. કોઈ આજ્ઞાનુસારી જૈન છે. તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પણ પોતે આજ્ઞાની પરીક્ષા કરતા નથી. સર્વમતવાળા પોતપોતાના ધર્મની આજ્ઞા માને છે, તો બધાને ધર્મ માનવો જોઈએ; પણ એમ નથી નિર્ણય કરીને ધર્મ માનવો જોઈએ; પણ ભગવાનના કહેવા માત્રથી ન માનવું, પણ વીતરાગી વિજ્ઞાનની પરીક્ષા કરીને જિન આજ્ઞા માનવી યોગ્ય છે. પરીક્ષા વિના સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? નિર્ણય વિના શાસ્ત્રને માને તો અન્યમતીની જેમ આજ્ઞા માની. ધર્મ શું છે તે બધું નિર્ણયપૂર્વક માનવું જોઈએ. માત્ર દિગમ્બરનો પક્ષ કરીને માનવું નહિ. રાગાદિ વિકાર છે ને સ્વભાવ વિકાર રહિત છે એમ નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કર્યા વિના જેમ અન્ય પોતાના શાસ્ત્રની આજ્ઞા માને છે તેમ આ પણ જૈનશાસ્ત્રની આજ્ઞા માને તો એ પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર છે. પ્રશ્ન- શાસ્ત્રમાં સમ્યકત્વના દસ પ્રકારમાં આજ્ઞા સમ્યકત્વ કહ્યું છે. ભગવાને જે સ્વરૂપ કહ્યું છે તેમાં શંકા ન કરવી, તેમ જ આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે; તથા નિઃશંકિત અંગમાં જિનવચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે તે કેવી રીતે ? ઉત્તર:- શાસ્ત્રના કોઈ કથનની પ્રત્યક્ષ-અનુમાનાદિ વડે પરીક્ષા કરી શકાય છે ને કોઈ વાત એવી છે કે જે પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર નથી. અજ્ઞાની કહે છે કે પાણી અગ્નિથી પ્રત્યક્ષ ગરમ થાય છે, પણ તે ભૂલ છે. પાણીના સ્પર્શગુણની ગરમરૂપ અવસ્થા થાય છે તે પ્રત્યક્ષ છે, તેને અજ્ઞાની જતો નથી. પાણીના પરમાણુઓ છે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સમયે સમયે થયા કરે છે. શીત અવસ્થાનો વ્યય થઈ ગરમ અવસ્થાનો ઉત્પાદ થાય છે ને સ્પર્શગુણ ધ્રુવ રહે છે. અગ્નિ ને પાણીમાં અન્યોન્યઅભાવ છે. અગ્નિને લીધે પાણી ગરમ થતું નથી તે પ્રત્યક્ષ છે. તેમ નિર્ણય કરવો જોઈએ; પણ પર્યાયમાં અવિભાગપ્રતિચ્છેદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વગેરેનો ખ્યાલ ન આવે તો તે આજ્ઞાથી માનવું; પણ જે પદાર્થ ખ્યાલમાં આવે તેની તો પરીક્ષા કરવી જોઈએ. જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાત સાચી હોય તેની અપ્રયોજનભૂત વાત સાચી સમજવી જોઈએ; અને જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાતમાં ભૂલ હોય તેની બધી વાત અપ્રમાણ માનવી. પ્રશ્ન:- પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં અપ્રમાણ ભાસે તો શું કરવું? ઉત્તર- સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્રમાં કાંઈ વિરૂદ્ધ નથી, કેમ કે જેનામાં પૂર્ણ જાણપણું જ ન હોય અગર રાગદ્વેષ હોય તે જ અસત્ય કહે. વીતરાગ સર્વજ્ઞદેવમાં એવો દોષ હોય નહિ. તે પરીક્ષા બરાબર કરી નથી માટે જ તને ભ્રમ છે. પ્રશ્ન:- છમસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું? ઉત્તર:- સત્ય-અસત્ય બન્ને વસ્તુઓને મેળવી પરીક્ષા કરવી. સોનું, કપડાં વગેરે લેતાં પરીક્ષા કરે, તેણે શાસ્ત્રની આજ્ઞા મેળવવી, સત્ય અસત્યને મેળવીને પ્રમાદ છોડી પરીક્ષા કરવી. જે સંપ્રદાયમાં જન્મ્યા તેની વાત જ સાચી એમ નથી. જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે ત્યાં જ અન્યથા પરીક્ષા થાય છે. પ્રશ્ન- શાસ્ત્રમાં પરસ્પર વિરૂદ્ધ કથનો તો ઘણાં છે તો કોની કોની પરીક્ષા કરીએ? ઉત્તર- મોક્ષમાર્ગમાં દેવ-ગુરુ-ધર્મ, જીવાદિ નવ તત્ત્વ તથા બંધ-મોક્ષમાર્ગ પ્રયોજનભૂત છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યાં હોય તેની સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યાં હોય તેની આજ્ઞા ન માનવી. મોક્ષમાર્ગમાં દેવની પરીક્ષા કરવી જોઈએ. સર્વજ્ઞને જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગનું પૂર્ણ પરિણમન એક સમયે છે. કોઈ ક્રમે ઉપયોગ માને અને કેવળીને આહાર માને તે સર્વજ્ઞને સમજતો નથી. આત્માના ભાનપૂર્વક જે અંતર લીનતા કરે અને બાહ્યથી ૨૮ મૂળગુણ પાલન કરે ને શરીરની નગ્ન અવસ્થા જેને હોય તે મુનિ છે. એ રીતે મુનિનું સ્વરૂપ સમજવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૯૧ જોઈએ. વળી ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ભૃતાર્થ સ્વભાવના આશ્રયે ધર્મ થાય છે, વ્યવહા૨થી ધર્મ થતો નથી, એમ સમજવું જોઈએ. મોક્ષમાર્ગ વિષે દેવ-ગુરુધર્મની પરીક્ષા કરવી જોઈએ; તે મૂળ ૨કમ છે. કોઈ જીવ વ્યાજ આપે પણ મૂડી ન આપે તો તે મૂળ ૨કમ ઉડાડે છે. તેમ અહીં આ મૂળ ૨કમ છે. દિગમ્બર સંપ્રદાયમાં જન્મવામાત્રથી કામ ન આવે, પરીક્ષા કરવી જોઈએ. જે વ્યવહારથી ને બાહ્યલક્ષણથી દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા કરતો નથી તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું નથી એમ શ્રી ભાગચંદ્રજી ‘સત્તાસ્વરૂપ ’ માં કહે છે. દેવ, ગુરુ ને ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. * ફાગણ સુદ ૪ મંગળવાર, તા. ૧૭-૨-૫૩ તત્ત્વની પરીક્ષા કરવી જોઈએ. જીવ દ્રવ્યલિંગ ધારી મુનિ ને શ્રાવક અનંતવા૨ થયો પણ આત્મજ્ઞાન વિના સુખ પામ્યો નહિ. પ્રશ્ન:- કુંદકુંદાચાર્ય તો જ્ઞાની હતા તો પણ વિદેહમાં કેમ ગયા ? ઉત્ત૨:- કુંદકુંદાચાર્યે પ્રથમ તત્ત્વની પરીક્ષા કરી હતી ને તેમને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર હતું. તત્ત્વના કોઈ સૂક્ષ્મ પડખાનો વિશેષ નિર્ણય કરવા માટે અથવા દઢતા માટે એવો વિકલ્પ આવ્યો હતો. સૂક્ષ્મ વાતની વિશેષ નિર્મળતા માટે ગયા હતા. તેમને સમ્યગ્દર્શન તો હતું જ, પ્રયોજનભૂત તત્ત્વની પરીક્ષા પહેલેથી કરી હતી. અહીં કહે છે કે-દેવ-ગુરુની પરીક્ષા કરવી જોઈએ, શ્વેતામ્બર કહે છે કે દેવને ક્ષુધા-તૃષા લાગે છે, પણ દેવનું તેવું સ્વરૂપ નથી; પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા વિના માને તો મિથ્યાદષ્ટિ છે. ગુરુની પરીક્ષા કરવી જોઈએ. બધા સંપ્રદાયવાળા પોતપોતાના દેવ-ગુરુ સાચા છે-એમ કહે છે; પણ એમ ન ચાલે, પરીક્ષા કરવી જોઈએ. જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાત સત્ય હોય તો તેની સર્વ આજ્ઞા માનવી. જેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર, નવ તત્ત્વ, બંધ–મોક્ષમાર્ગની વિપરીત વાત લખી હોય તેની આજ્ઞા ન માનવી. માટે માત્ર કુળરૂઢીથી માનવું યોગ્ય નથી. વળી જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠું બોલતો નથી તે પ્રયોજનરહિત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કાર્યમાં કેવી રીતે જૂઠું બોલશે? તેવી રીતે શાસ્ત્રો વિષે પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ, નવતત્ત્વનું સ્વરૂપ યથાર્થ કહ્યું છે, તો પછી સમુદ્ર પર્વત વગેરે અપ્રયોજનભૂત વાત જૂઠી કેમ કહે? અને પ્રયોજનભૂત દેવ-ગુરુનું વિપરીત કથન કરતાં તો વક્તાના વિષય-કષાય પોષાય છે. પ્રશ્ન- વિષય-કષાયથી દેવાદિકનું કથન તો અન્યથા કર્યું પણ તે જ શાસ્ત્રોમાં બીજા કથન અન્યથા શા માટે કર્યા? ઉત્તર- જો એક જ કથન અન્યથા કહે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ જાય તથા જુદી પદ્ધતિ પણ ઠરે નહિ પરંતુ ઘણાં કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ પણ ઠરે ને તુચ્છબુદ્ધિ ભ્રમમાં પણ પડી જાય, પોતાના બનાવેલા શાસ્ત્રમાં પોતાની વાત ચલાવવા કેટલીક સત્ય કહી ને કેટલીક અસત્ય કહી, પણ તે વીતરાગની વાત નથી. સ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે, નિમિત્ત ને રાગથી કલ્યાણ થતું નથી. આમ પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરીને આજ્ઞા માનવી તે આજ્ઞાસમ્યકત્વ છે હવે એવી પરીક્ષા કરતાં એક જૈનમત જ સત્ય ભાસે છે. સર્વજ્ઞ પરમાત્માની ધ્વનિમાં જે માર્ગ આવ્યો તે યથાર્થ છે; સાત તત્ત્વ, ઉપાદાન-નિમિત્ત વગેરેનું સ્વરૂપ આવ્યું તે સાચું છે. જૈનમતના વક્તા શ્રી સર્વજ્ઞ વીતરાગ છે. તેઓ જૂઠું શા માટે કહે? એ પ્રમાણે પરીક્ષા કરીને આજ્ઞા માને તો તે સત્ય શ્રદ્ધાન છે ને તેનું નામ જ આજ્ઞાસમ્યકત્વ છે. પરીક્ષા વિના માને તો તેણે આજ્ઞા સાચી માની નથી. વળી જ્યાં એકાગ્રચિંતવન હોય તેનું નામ આજ્ઞાવિય ધર્મધ્યાન છે. જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનતાં જ સમ્યકત્વ વા ધર્મધ્યાન થઈ જતું હોય તો જીવ અનંતવાર મુનિવ્રત ધારણ કરી દ્રવ્યલિંગી મુનિ થયો; પણ આત્માના ભાવ વિના સુખી ન થયો. દેહની ક્રિયાથી ને પુણ્યથી ધર્મ માને છે તેથી તે મિથ્યાત્વ વડ દુ:ખી થયો. એકલી આજ્ઞાથી ધર્મ થતો હોય તો દ્રવ્યલિંગી મુનિએ આજ્ઞા માની છે, પણ પરીક્ષા કરી નથી. આજ્ઞા માનવાથી ધર્મ થતો હોય તો દ્રવ્યલિંગીને ધર્મ થવો જોઈએ; પણ તેણે ભગવાનની આજ્ઞા શું છે, આગમની આજ્ઞા શું છે તે જાણ્યું નથી, તેનો નિર્ણય કર્યો નથી. સર્વજ્ઞની વ્યવહાર આજ્ઞા માની પણ “હું શુદ્ધ ચિદાનંદ છું” એની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૯૩ દૃષ્ટિ કરી અનુભવ કરવો તે અનુભૂતિ છે-એવી ખરેખર નિશ્ચય આજ્ઞા માની નથી. તેણે નિશ્ચય ને વ્યવહારની પરીક્ષા કરી નથી. માત્ર વ્યવહારઆજ્ઞા અનુસાર ક્રિયાકાંડ કરે છે. પાંચ મહાવ્રત પાલન કરવાં વગેરે પરિણામ કર્યા છે પણ રાગરહિત આત્મા જ્ઞાનાનંદ છે તે નિશ્ચયની પરીક્ષા કરી નથી. વ્યવહારઆજ્ઞા અનુસાર સાધન કરે છે, પાંચ મહાવ્રત પાલન કરે છે; શરીરના ખંડખંડ થવા છતાં ક્રોધ ન કરે એ રીતે વ્યવહાર આજ્ઞા પાલન કરી, નવમી ત્રૈવેયકે ૩૧ સાગરની સ્થિતિએ ગયો પણ પરીક્ષા કરીને અંતરંગ નિશ્ચયનું ભાવભાસન તેણે કર્યું નહિ. જડની ક્રિયાનો ને રાગનો આત્મા જ્ઞાતા છે તેવી દૃષ્ટિ થઈ નથી તેની વાત કરે છે. જેનો વ્યવહાર સાચો નથી તેના વ્યવહાર ને નિમિત્ત બન્ને ખોટાં છે. અહીં તો મૂળગુણનું પાલન જિનઆજ્ઞા અનુસાર કરે, એક વખત નિર્દોષ આહાર લે, ઉદેશિક આહાર ન લે, તેની વાત છે. મિથ્યાદષ્ટિ મુનિને વ્યવહારશ્રદ્ધા છે; વીતરાગ દેવ સિવાય બીજા ને માને નહિ, પણ પરીક્ષા કરી નથી, એકલી આજ્ઞા માની છે. આજ્ઞા માનવાથી સમ્યગ્દર્શન હોય તો તે મિથ્યાદષ્ટિ કેમ રહે? માટે પ્રયોજનભૂત વાત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે તથા બંધ મોક્ષ અને તેના કારણોની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ. આમ પરીક્ષા કરી આજ્ઞા માને તો આજ્ઞાસમ્યક્ત્વી થાય છે. કેટલાક લોકો કહે છે કે દિગમ્બરમાં જન્મ્યા માટે શ્રાવક થયા, પણ તે વાત ખોટી છે. પ્રથમ પરીક્ષા કરી આજ્ઞા માને તો સમ્યક્ત્વ થાય છે ને પછી શ્રાવક ને મુનિદશા પ્રગટે છે. કુંદકુંદાચાર્યાદિ મુનિઓ ને દીપચંદજી વગેરે એમ જ કહે છે કે પરીક્ષા કરો ને પછી માનો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નિશ્ચય સમ્યક્ત્વ નથી; પણ આત્માનું ભાન કરે તો તે શ્રદ્ધા ને વ્યવહાર શ્રદ્ધા કહે છે; માટે પરીક્ષા કરી આજ્ઞા માનતાં જ સમ્યકત્વ અથવા ધર્મધ્યાને હોય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને પુરુષની પ્રતીતિ કરે છે. ધર્મમાં પરીક્ષા ન કરે તો પોતે ઠગાય છે. વળી તેં કહ્યું કે જિનવચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય છે પણ ‘ન માલુમ આ કેમ હશે ?' એવું માની કોઈ નિર્ણય જ ન કરીએ તો ત્યાં શંકા નામનો દોષ થાય. નિર્ણય માટે વિચાર કરતાં જ સમ્યક્ત્વમાં દોષ લાગે તો અષ્ટસહસ્રીમાં આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીને ઉત્તમ શા માટે કહ્યો ? નિર્ણય ન કરે તો શંકા દોષ લાગે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વળી પૃચ્છના સ્વાધ્યાયનું અંગ છે. મુનિઓ પણ પ્રશ્ન પૂછે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર કોને કહે છે, વગેરે પ્રશ્ન પૂછવા તે સ્વાધ્યાયનું અંગ છે. વળી પ્રમાણ નય વડે પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ આપ્યો છે. નિશ્ચય ને વ્યવહારનયથી તથા પ્રમાણથી ને ચાર નિક્ષેપથી નિર્ણય કરવો. જો આજ્ઞાથી ધર્મ થતો હોય તો પરીક્ષા કરવા શું કામ કહ્યું? માટે પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે. ગણધરના નામે લખેલાં કલ્પિત શાસ્ત્રોની પરીક્ષા કરી, શ્રદ્ધા છોડવી વળી કોઈ પાપી પુરુષ આચાર્યનું નામ મૂકી કલ્પિત વાત કરે ને તેને જિનવચન ઠરાવતો હોય તો તેને પ્રમાણ ન કરવું. કેટલાક જીવો પુણ્યથી ધર્મ મનાવે, નિમિત્તથી કાર્ય થતું મનાવે ને તેવા શાસ્ત્રોને જૈનમતના શાસ્ત્રો ઠરાવે તો ત્યાં પરીક્ષા કરવી, પરસ્પર વિધિ મેળવવી. અત્યારે ભગવાન ને આચાર્યના નામે ખોટાં શાસ્ત્રો લખાયાં છે. માટે પરીક્ષા કરવી જોઈએ. કોઈના કહેવાથી માનવું નહિ પણ પરીક્ષાથી માનવું. પરસ્પર શાસ્ત્રોથી વિધિ મેળવી આ પ્રમાણે સંભવિત છે કે નહિ? એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને મિથ્યા જાણવો. જેમ ધુતારો પોતાના પત્રમાં શાહુકારના નામથી હુંડી લખે તો નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્ર થાય, તેમ ભગવાન કે આચાર્યના નામથી પોતાનો મત ચલાવવા શાસ્ત્રથી વિરુદ્ધ લખે તો તે પાપી છે. વ્યવહારથી ધર્મ મનાવે, પ્રતિમાને શણગારવાળી કહે તે પાપી છે. મિથ્યાદષ્ટિ જીવોએ શાસ્ત્ર બનાવ્યાં હોય ને શાસ્ત્રકર્તાનું નામ જિન, ગણધર, આચાર્યોનું ધર્યું હોય તો નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે તો તે મિથ્યાષ્ટિ જ થાય. શુભ રાગથી સંસાર પરિત થયો નથી શ્વેતામ્બરના જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલાની દયા પાળી તેથી તેનો સંસાર પરિત થયો પણ દયાભાવ તો શુભ પરિણામ છે. તેનાથી સંસાર પરીત થતો નથી, માટે તે વાત ખોટી છે. આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. શુભરાગથી પુણ્ય છે, ધર્મ નથી. શુભમાં ધર્મ મનાવે ને વીતરાગનું નામ લખે ને તેવા નામથી કોઈ ઠગાય તો મિથ્યાષ્ટિ થાય. સર્વજ્ઞને સુધા, તૃષા, શરીરમાં રોગ ન હોય, નિહાર ન હોય. તીર્થકરને જન્મથી નિહાર હોતો નથી ને કેવળજ્ઞાન પછી આહાર નિહાર બન્ને હોતા નથી-એમ જાણવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates અધિકાર સાતમો ] જોઈએ. આત્માના ભાનવાળા નિગ્રંથ ગુરુ સાચા ગુરુ છે. પ્રશ્નઃ- ગોમ્મટસારમાં એમ કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું શ્રદ્ધાન કરે તો પણ તે આજ્ઞા માનવાથી સમ્યગ્દષ્ટિ જ હોય છે. એ કથન કેવી રીતે કર્યું છે? [ ૯૫ ઉત્તર:- જે પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર નથી તથા સૂક્ષ્મપણાથી નિર્ણય ન થઈ શકે તેની વાત છે; પણ દેવ, ગુરુ, શાસ્ત્ર તથા જીવાદિતત્ત્વનો નિર્ણય થઈ શકે છે. મૂળભૂત વાતમાં જ્ઞાની પુરુષોના કથનમાં ફેર નથી. જેની મૂળભૂત વાતમાં ફેર હોય તે જ્ઞાની નથી. જડથી આત્મામાં લાભ થાય, આત્માથી શરીર ચાલે છે-એમ માનનારને સાત તત્ત્વની ખબર નથી. જડની પર્યાય જડથી થાય છે, છતાં આત્માથી થાય છે, એમ માનવું મૂળભૂત ભૂલ છે. પુણ્ય-આસ્રવથી ધર્મ થાય, નિમિત્તથી ઉપાદાનમાં વિલક્ષણતા થાય-એમ માનનારની મૂળભૂત તત્ત્વમાં ભૂલ છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ વગેરે સાત તત્ત્વો સ્વતંત્ર છે, છતાં કર્મથી વિકાર માને, જડની પર્યાય જીવથી થાય માને, અગ્નિથી પાણી ગરમ થાય એમ માને તો સાત તત્ત્વ રહેતાં નથી. અજીવમાં અનંતા પુદગલો સ્વતંત્ર છે, તેમ ન માને તો અજીવ સ્વતંત્ર રહેતું નથી. મૂળભૂતમાં ભૂલ કરે તો સમ્યગ્દર્શન સર્વથા રહે નહિ, એમ નિશ્ચય કરવો, પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જ જે જૈની છે તે પણ મિથ્યાદષ્ટિ જાણવા; માટે પરીક્ષા કરીને વીતરાગની આજ્ઞા માનવી જોઈએ. * ફાગણ સુદ ૫ બુધવાર, તા. ૧૮-૨-૫૩ વળી કોઈ પરીક્ષા કરીને જૈની થાય છે, પરંતુ દેવ-ગુરુ-શાસ્ત્ર કોને કહેવા ? નવ તત્ત્વો કોને કહેવાં? તેવી મૂળ વાતની પરીક્ષા કરતો નથી. માત્ર દયા પાળે, શીલ પાળે તો તે મૂળ ધર્મ નથી. દયાનો ભાવ કષાયમંદતા છે; શીલ એટલે બહ્મચર્ય પાલન કરે છે પણ મૂળ પરીક્ષા નથી. એવી દયા ને શીલ અન્યમતી પણ પાળે છે. તપાદિ વડે પરીક્ષા કરે તો તે મૂળ પરીક્ષા નથી. અમારા ભગવાને તપ કર્યો હતો તો ને સંયમ પાળ્યો હતો તો તે મૂળ પરીક્ષા નથી. ભગવાનની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પૂજા-સ્તવન કરે છે માટે ધર્માત્મા છે એ પરીક્ષા નથી. મોટા મંદિર કરે, પ્રભાવના કરે, પંચકલ્યાણક કરે, તે ધર્મીની પરીક્ષા નથી; તે પુણ્ય પરિણામની વાત છે. જૈન સિવાય અન્યમતમાં પણ એવી વાતો છે. વળી અતિશય-ચમત્કારથી પણ ધર્મની પરીક્ષા નથી. વ્યંતરો પણ ચમત્કાર કરે છે. અમારા ભગવાન દીકરા આપે છે ને ચમત્કાર કરે છે તે પરીક્ષા નથી. જૈનધર્મ પાલન કરશું તો સ્વર્ગ મળશે, પૈસા મળશે એમ માની પરીક્ષા કરે તો તે મિથ્યાષ્ટિ છે. આવા કારણથી જૈનમતને ઉત્તમ જાણી કોઈ પ્રીતિવાન થાય છે, પણ અન્યમતમાં પણ એવાં કાર્યો હોય છે. અન્યમતમાં પણ સંયમ, તપ, ઇંદ્રિયદમન, બ્રહ્મચર્યપાલન કરે છે, માટે તે ખરી પરીક્ષા નથી. તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે, માટે તે ધર્મની પરીક્ષા નથી. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે, પર્યાયમાં વિકાર થાય છે, વિકારમાં પર વસ્તુ નિમિત્ત છે, વિકારરહિત આત્મા શુદ્ધ છે, એવું ભાન થવું તે જૈનધર્મ છે. પર જીવોની દયા પાળવી વગેરે જૈનધર્મનું સાચું લક્ષણ નથી પ્રશ્ન- જૈનમાં જેવી પ્રભાવના, સંયમ, તપ વગેરે હોય છે તેવા અન્યમતમાં હોતાં નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી. સમાધાનઃ- એ તો સત્ય છે, પરંતુ પર જીવની દયા પાળવાનું તમે કહો છો તેમ બીજા પણ કહે છે. ખરેખર તો પરની દયા આત્મા પાળી શકતો નથી–એમ સમજવું જોઈએ. આત્મા પરજીવની રક્ષા કરી શકે છે એમ માનનાર જૈન નથી. સ્વભાવના ભાવપૂર્વક પર્યાયમાં રાગ ન થાય તેને દયા કહે છે. અહીં પરીક્ષા કરવાનું કહે છે. પર જીવ તેના આયુષ્યના કારણે જીવે છે ને આયુ પૂર્ણ થવાથી મરે છે, છતાં અજ્ઞાની જીવ પરને બચાવી શકું છું કે મારી શકું છું એમ માને છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, તે પરનું કાંઈ કરી શકતો નથી. આત્માના ભાનપૂર્વક અરાગ પરિણામ થવા તે નિશ્ચય દયા છે, ને શુભભાવ તે વ્યવહાર દયા છે. શુભભાવ નિશ્ચયથી હિંસા છે. શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરવું તે ખરું બ્રહ્મચર્ય નથી એવું બ્રહ્મચર્ય અન્યમતવાળા પણ પાળે છે. આત્મા શુદ્ધ આનંદકંદ છે તેની દષ્ટિ રાખી તેમાં લીનતા કરવી તે બ્રહ્મચર્ય છે. શરીરનું બ્રહ્મચર્ય તે ખરું બ્રહ્મચર્ય નથી. વળી આહાર ન લેવો તેને અજ્ઞાની તપ કહે છે. તે ખરો તપ નથી. અન્યમતવાળા પણ આહાર લેતા નથી. ઈચ્છાનો નિરોધ થવો તે તપ છે. સ્વભાવના ભાનપૂર્વક ઈચ્છાનું અટકી જવું ને જ્ઞાનાનંદનું પ્રતપન થવું તે તપ છે. વળી અજ્ઞાની ઈન્દ્રિયદમનને સંયમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૯૭ કહે છે, તે ખરો સંયમ નથી. દેહ, મન, વાણીનું લક્ષ છોડી આત્મામાં એકાગ્ર થવું તે સંયમ છે. પોતાના રાગરહિત સ્વભાવને પૂજ્ય માનવો તે પૂજા છે ને અંતરમાં પ્રભાવના થઈ તે પ્રભાવના છે. લોકો વ્યવહારથી પ્રભાવના માને છે પણ તે ખરેખર ધર્મ નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, શુભાશુભ રાગ થાય છે તે મલિનતા છે; તેથી રહિત આત્માનું ભાન થવું તે ધર્મ છે. લોકો બહારમાં ચમત્કાર માને છે. અન્યમતવાળા પણ ચમત્કાર કરે છે; પણ આત્મા ચૈતન્ય ચમત્કાર છે, એમાં એકાગ્ર થવાથી શાંતિ મળે છે, તે ખરો ચમત્કાર છે. બહારના દેવો ચમત્કાર કરે છે એમ માનનાર જૈન નથી. લક્ષ્મી વગેરેની પ્રાપ્તિ તે ઈષ્ટની પ્રાપ્તિ નથી. શુદ્ધ ચિદાનંદ સ્વભાવ ઈષ્ટ છે, પુણ્ય-પાપ અનિષ્ટ છે. પુણ્ય-પાપ રહિત અંતર લીનતા થવી તે ઈષ્ટ છે. લોકો બહારથી જૈનપણું માને છે તે ભૂલ છે. દયા, શીલ, સંયમ, પ્રભાવના, ચમત્કાર બધો વ્યવહાર છે; તેનાથી જૈનધર્મની પરીક્ષા નથી. આત્માના ભાનપૂર્વક પરીક્ષા કરવી જોઈએ. વળી તે કહે છે કે અન્યમતમાં એ બરાબર નથી, તેઓ કોઈ વખત દયા પ્રરૂપે છે ત્યારે કોઈ વખત હિંસા પ્રરૂપે છે. તો તેને કહે છે કેઅન્યમતમાં પૂજા, પ્રભાવના, દયા, સંયમ છે. માટે એ લક્ષણથી અતિવ્યાપિપણું હોય છે; તેનાથી સાચી પરીક્ષા થાય નહિ. રાગથી ભિન્ન આત્મા છે એમ આત્માની પરીક્ષા કરવી જોઈએ. તે કેવી રીતે થાય? દયા, દાન, તપથી સમ્યકત્વ થતું નથી. દયા, દાન, શીલ, તપથી સમ્યકત્વ થાય છે એમ કહ્યું નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન કરે તો સમ્યગ્દર્શન થાય છે. તે વિનાના બધાં તપ બાળતપ છે. સાચા દેવ-ગુરુશાસ્ત્ર ને જીવાદિ શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે ને તેને યથાર્થ જાણવાથી સમ્યજ્ઞાન થાય છે. શરીર નીરોગ હોય તો ધર્મ થાય એમ માનનાર મૂઢ છે, તે જડથી ધર્મ માને છે. તેને સાત તત્ત્વની શ્રદ્ધા નથી. શરીરમાં તાવ આવે ત્યારે સામાયિક ક્યાંથી થાય? એમ અજ્ઞાની પૂછે છે. જડની પર્યાયથી ધર્મ થાય છે? ના. શરીરની ગમે તે અવસ્થા હોય, શરીરથી હું જુદો છું એમ ભાન હોય તેને સામાયિક થાય છે. સુકૌશલ મુનિ તથા સુકુમાર મુનિને વાઘણ વગેરે ખાય છે છતાં અંતરમાં સામાયિક વર્તે છે. શરીરની અવસ્થા જડની છે, તે આત્માની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અવસ્થા નથી. આત્મા શરીરને અડતો નથી. જીવ-અજીવ બને ભિન્ન છે-એમ સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો માને છે ત્યારથી ધર્મ શરૂ થાય છે. શરીરના કટકા થાય છે માટે દુ:ખ નથી. શરીરને કોઈ કાપી શકતું નથી. અનંતા પરમાણુ પૃથક પૃથક છે. મુનિના શરીરના એક એક પરમાણુ વાઘણના શરીરથી અભાવરૂપ છે. આમ સાત તત્ત્વ પૃથક પૃથક છે–એવી જેને ખબર નથી તેના નિશ્ચય ને વ્યવહાર બન્ને જpઠા છે. ધર્મી જીવ પરને લીધે દુઃખ માનતો નથી. પોતાના કારણે નબળાઈથી દ્રષ થાય છે. આસ્રવ સ્વતંત્ર ને જ્ઞાયક સ્વભાવ સ્વતંત્ર છે એમ જાણે તો ધર્મ થાય. અજ્ઞાનીને આત્માનું ભાન નથી તેથી તેને કષાયમંદતા હોવા છતાં ખરેખર રાગાદિ ઘટતા નથી. રાગથી ધર્મ માને છે તેની દષ્ટિ પુષ્ય ઉપર છે. તેથી ખરેખર રાગ ઘટતા નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એવી દષ્ટિ થઈ છે તેને જે રાગ મટે છે તે સમ્યક્રચારિત્ર છે. રાગથી ધર્મ મનાવે તે આત્માને માનતો નથી. આત્મા એક સમયમાં પરિપૂર્ણ પરમાત્મા છે એવી દષ્ટિ નથી તેણે આત્માને જાણ્યો નથી. તેણે રાગને માન્યો છે, તેણે કર્મને માન્યા છે, તે અન્યમતી છે. વળી કોઈ કહે કે જૈનધર્મ કર્મપ્રધાન છે પણ તે વાત ખોટી છે. એક સમયમાં પૂર્ણ શક્તિનો ભંડાર આત્મા છે. એવો આત્મા માને તે જૈન છે. વીતરાગી શાસ્ત્રોનો મર્મ આ જ છે. વળી કોઈ પોતાના બાપદાદાના કારણે જૈનધર્મ ધારે છે, કોઈ મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા દેખી પોતે પણ વિચારપૂર્વક તેનું રહસ્ય જાણ્યા વિના દેખાદેખીથી તેમાં પ્રવર્તે છે તો તે સાચો જૈન નથી. તે દેખાદેખીથી જૈનધર્મની શુદ્ધઅશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, કષાયમંદતા કરે છે, ભક્તિ આદિના પરિણામ કરે છે. અહીં શુદ્ધ-અશુદ્ધનો અર્થ શુભ-અશુભ સમજવો. દયા દાનાદિ પરિણામ દેખાદેખીથી કરે છે. એકે પાંચ હજાર રૂપિયા આપ્યા માટે આપણે પાંચ હજાર આપવા જોઈએ, એમ દેખાદેખીથી દાન કરે છે. તે પરિક્ષા વિના કરે છે, તેને ધર્મ થતો નથી. જૈનધર્મ બાહુબલિની પ્રતિમામાં કે સમ્મદશિખરમાં નથી, તેમ જ શુભાશુભ ભાવમાં પણ જૈનધર્મ નથી. પોતાના આશ્રયે પ્રગટતી શુદ્ધ પર્યાયમાં જૈનધર્મ છે. હા એટલું ખરું કે જૈનમતમાં ગૃહીત મિથ્યાત્વાદિની પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી, પુણ્યનાં નિમિત્તો ઘણાં છે તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે, તેથી કુળાદિકથી જૈની છે ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૯૯ વ્યવહારથી કષાયમંદતા છે તેને બીજાની અપેક્ષાએ ભલા કહ્યા છે; પણ આત્માનું ભાન નહિ હોવાના કારણે તે પણ જીવન હારી જશે. ફાગણ સુદ ૬ ગુરુવાર તા. ૧૯-૨-૧૩ વળી કોઈ સંગતિને લીધે જૈનધર્મ ધારણ કરે છે, પણ જૈનધર્મ શું છે તેનો વિચાર કરતો નથી. માત્ર દેખાદેખીથી શુદ્ધ-અશુદ્ધ ક્રિયારૂપ પ્રવર્તે છે. આત્મભાન વિના માત્ર દેખાદેખીથી પ્રતિમા ધારણ કરે કે મુનિપણું લે તો તે મિથ્યાદષ્ટિ છે, કોઈ એક માસ ઉપવાસ કરે તો પોતે દેખાદેખીથી ઉપવાસ કરે, પણ તેનાથી ધર્મ નથી. હા, એટલું ખરું કે સર્વજ્ઞના પંથમાં જેને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ છે તેઓને પાપની પ્રવૃત્તિ ઓછી હોય છે. શ્રવણ, જાત્રા, ભક્તિ, પૂજા વગેરે શુભ પરિણામનાં નિમિત્ત હોય છે તે આત્માનાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં નિમિત્ત બની જાય. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનવાવાળા એ અપેક્ષાએ ઠીક છે. બીજા કરતાં વ્યવહાર શ્રદ્ધામાં ઠીક છે, પણ તેને જન્મ-મરણના અંતનો લાભ નથી. ધન પ્રાપ્તિ આદિ લૌકિક પ્રયોજન અર્થે ધર્મ ક્રિયા કરે તેને પુણ્ય થતું નથી વળી રોજ સામાયિક પ્રતિક્રમણ કરશું તો ધર્મી ગણાશે અને તેથી આજીવિકા મળશે, એમ કપટ કરે તો મિથ્યાદષ્ટિ છે. ઉપવાસ કરશું તો લોકોમાં મોટાઈ મળશે તેમ માનનાર અજ્ઞાની છે, તેને જૈનધર્મની ખબર નથી. વ્રત ધારણ કરશું તો પૂજ્ય થઈશું, મુનિપણું લેશું તો માન મળશે,-એવી બડાઈ કરે છે તે મિથ્યાષ્ટિ છે. લક્ષ્મી મળશે એવી માન્યતાથી વ્રત-તપ કરે તે જૈનધર્મના રહસ્યને જાણતો નથી. પૈસા ને સ્વર્ગની ઈચ્છા કરનાર, માન અથવા પદાર્થો મેળવવાની ભાવના કરનાર મિથ્યાષ્ટિ છે. મોટાઈ ખાતર ધર્મક્રિયા કરે તો પાપી છે. પુણ્ય કરશું તો દીકરા ને આબરૂ મળશે. મહાવીરજી તીર્થક્ષેત્રે જઈશું તો પૈસા મળશે તેવી ભાવનાથી જાત્રા કરે તો પાપી છે. ત્યાં કષાય તથા કષાયના ફળની ભાવના છે. તેને જૈનધર્મની ખબર નથી. સંયોગો પૂર્વ કર્મના યોગે મળે છે તેની તેને ખબર નથી; તેમનું તરવું કઠણ છે. ધર્મી સ્વર્ગ કે લક્ષ્મી આદિની આશા રાખતો નથી. સંસારપ્રયોજન સાધે છે તે મોટો અન્યાય કરે છે, પુણ્યનું ફળ આવું મળવું જોઈએ તે મિથ્યાત્વ સહિત નિદાન છે. સમ્યગ્દષ્ટિ એવું નિદાન કરતો નથી. અજ્ઞાની અનુકૂળ સામગ્રીની ભાવના કરે છે ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO] [શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પ્રતિકૂળતા ટાળવા માગે છે તે જૈનધર્મ નથી. સંયોગ ને રાગની મિથ્યાશ્રદ્ધા છોડવી ને સ્વભાવની શ્રદ્ધા કરવી તે જૈનધર્મ છે. પ્રશ્ન- હિંસાદિક વડે જે વેપાર આદિ કરીએ છીએ તે કાર્યો ધર્મ-સાધનથી સિદ્ધ કરીએ તો તેમાં બૂરું શું થયું? એથી તો બન્ને પ્રયોજન સધાય છે. સમાધાન - દીકરા માટે અથવા અનુકૂળ સાધન માટે વિષય-કપાયરૂપ પરિણામ કરે તે પાપ છે, કેમકે જીવ પોતે મમતા કરે છે. કમાવાનો ભાવ તથા કુટુંબની વ્યવસ્થાનો ભાવ તે પાપ છે. પાપકાર્ય અને ધર્મકાર્યનું એક સાધન કરતાં તો પાપ જ થાય. પૌષધ કરશું તો તેના આગલા દિવસે ને પછીના દિવસે જમવાનું મળશે એ ભાવ પાપ છે. સામાયિક, ઉપવાસ, છ-અટ્ટમ-વર્ષીતપ કરવાથી વાસણ મળશે એમ ધારી ઉપવાસ કરે તો તે પાપ જ છે. ઊંધી દષ્ટિ તો છે, ઉપરાંત અશુભ પરિણામ પણ છે. ધર્મ સાધના માટે ચેત્યાલય બનાવે ને તે જ મંદિરમાં વિકથા કરે, જુગાર રમે, પાને રમે તો તે મહાપાપ છે, તેને ધર્મની ખબર નથી. હિંસાદિ તથા ભોગ માટે જુદું મકાન બનાવે તો બનાવો પણ મંદિરમાં પાનાથી રમવું, જુગાર રમવું વગેરે તો મહાપાપ છે. મંદિરમાં ખોટી દષ્ટિ કરે, ઉપાશ્રય-ધર્મશાળામાં વ્યભિચાર સેવન કરે તે મહા પાપી છે. તેવી રીતે ધર્મનું સાધન પૂજા, દાન, શાસ્ત્ર અભ્યાસ વગેરે છે; તે ધર્મના સાધન વડે આજીવિકારૂપ કાર્ય કરે તો તે પાપી છે. શાસ્ત્રવાંચનથી પૈસા મેળવે તે પાપી છે. માટે તેનું કાર્ય કરવું તે હિત નથી. પોતાની આજીવિકા અર્થે હિંસાદિ વ્યાપાર કરે તો કરો, પરંતુ ભગવાનની પૂજાદિ કરવામાં આજીવિકાનું પ્રયોજન વિચારવું યોગ્ય નથી. પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન અર્થે પરઘર ભોજન કરે છે તથા કોઈ સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે-કરાવે છે તે કેમ બને? ઉત્તર- કોઈ એમ વિચારે કે રોટલા મળશે માટે મુનિ થઈ જવું તો તે પાપી છે. આજીવિકા ખાતર મુનિપણું અથવા પડિમાં ધારણ કરે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જીવ ઇન્દ્રપદને પણ તરણા સમાન માને છે. જે જીવ સુરધન, ક્ષેત્રપાળ, દેવ-દેવી, મણિભદ્ર, પદ્માવતી વગેરેને માને છે તે મિથ્યાષ્ટિ છે. ધર્મી જીવ સંયોગોની દષ્ટિ રાખતો નથી. આજીવિકાનું પ્રયોજન વિચારી તે ધર્મ સાધતો નથી. પરંતુ પોતાને ધર્માત્મા જાણી કોઈ સ્વયં ભોજન-ઉપકારાદિ કરે તો તેમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૦૧ કાંઈ દોષ નથી; પણ ધર્માત્મા દીનતા કરે નહિ; અને જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે તે તો પાપી જ છે. જે વૈરાગ્યવાન થઈ મુનિપણું અંગીકાર કરે છે તેને ભોજનાદિકનું પ્રયોજન નથી. હું જ્ઞાનસ્વરૂપ છું એવી દષ્ટિ થઈ છે તે વૈરાગી થાય છે. રાગ ને વિકાર રહિત મારું સ્વરૂપ છે, “સિદ્ધ સમાન સેવા ૫૬ મેરો' એમ તે સમજે છે. દષ્ટિમાં આવો આત્મા જેને પ્રથમ રચ્યો છે, અને રાગ-દ્વેષથી ઉદાસીન પરિણામ થયા છે તે જીવ પછી મુનિપણું અંગીકાર કરે છે. લાલચથી મુનિપણું લેવું યોગ્ય નથી. પ્રથમ આત્મજ્ઞાન હોવું જોઈએ. આત્મજ્ઞાન થયા પછી વૈરાગી થવું જોઈએ. વૈરાગ્યવાન જીવ ભોજનના પ્રયોજન માટે મુનિપણું લેતા નથી. નવધા ભક્તિથી નિર્દોષ મળે તો જ આહાર લે છે. તેના માટે બનાવેલ આહાર લેતા નથી. ગૃહસ્થ પોતા માટે ભોજન બનાવેલ હોય, તેવો આહાર જ મુનિ લે છે. એષણા સમિતિનું બરાબર પાલન કરે છે. ઉશિક આહાર લેવો તે એષણા સમિતિમાં દોષ છે. આહારના પ્રયોજન વિના આત્માનું સાધન કરે છે. શરીરની સ્થિતિ અર્થે નિર્દોષ ભોજન આપે તો લે પણ ભોજનનું પ્રયોજન વિચારી મુનિપણું લેતા નથી. મુનિને સંકલેશ પરિણામ થતા નથી. મોટાઈ માટે કે યશ માટે મુનિપણું ધારણ કરતા નથી. વળી, તેઓ પોતાના હિતને અર્થે ધર્મ સાધે છે પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરો, તથા ન કરે તો તેથી પોતાના કાંઈ સંકલેશ પણ થતો નથી. કોઈ માગવાના ઉપાય કરે ને ધર્મ સાધનામાં શિથિલ થઈ જાય તો તે મિથ્યાષ્ટિ અશુભ પરિણામી છે. એ પ્રમાણે સંસારી પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે મિથ્યાદષ્ટિ તો છે જ પણ સાથે પાપી પણ છે. એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદષ્ટિ જાણવા. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) જૈનાભાસી મિથ્યાદષ્ટિઓની ધર્મસાધના હવે જૈનાભાસી મિથ્યાદષ્ટિઓને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ. કેટલાક જીવો કુળપ્રવૃત્તિથી ધર્મસાધના કરે છે. એક કરે તો બીજો કરે; તથા લોભના અભિપ્રાયથી ધર્મસાધના કરે તેમને તો ધર્મદષ્ટિ જ નથી. ભગવાનની ભક્તિ કરવા વખતે ચિત્ત ક્યાંય ફર્યા કરે છે, પોતાના પરિણામનું ઠેકાણું નથી ને મુખથી પાઠો બોલે; પણ પરિણામ ખરાબ થાય છે. તેથી તેને પુણ્ય પણ નથી. ને ધર્મ તો નથી જ. દુકાનનો વિચાર આવે, સુંદર સ્ત્રીઓને જોયા કરે તો તેને ધર્મ નથી, તે અશુભ ઉપયોગી છે. “હું કોણ છું” તેનો વિચાર કરતો નથી. પાઠ બોલી જાય પણ અર્થની ખબર નથી. ભગવાનની ભક્તિમાં વિચાર કરવો જોઈએ કે આ કોણ છે? વીતરાગદેવ છે તે કોઈને કાંઈ દેતા લેતા નથી. સ્તવનમાં આવે કે શિવપુર અમને દેજો,’ તો શું તારો મોક્ષ ભગવાન પાસે છે? ના. વળી કહે કે “હું ભગવાન! તમે કરો તે ખરૂં.” તો શું ભગવાન તારી પર્યાયનો કર્તા છે? તેમ માનનાર મિથ્યાષ્ટિ છે. ભગવાન કોઈને ડુબાડતા નથી તેમજ તારતા નથી. ભગવાન માત્ર સાક્ષી છે. કેવળજ્ઞાની છે. હું કોણ છું, તેની ખબર નથી; કોની સ્તુતિ કરે છે તથા શું પ્રયોજન અર્થે સ્તુતિ કરે છે. તેની ખબર નથી. સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ થઈ ગયા, હું પણ પુરુષાર્થથી સર્વજ્ઞ થઈશ, પણ શુભરાગ આવે છે તેથી લક્ષ જાય છે; એવી જેને ખબર નથી તેને વીતરાગની ખબર નથી. ‘મારુ વોદિ નામ' એમ પાઠ બોલે પણ અર્થની ખબર નથી. હે નાથ ! પુણ્ય-પાપરૂપ પરિણામ તે રાગ છે, નીરોગસ્વરૂપ આનંદકંદ વસ્તુ આત્મા છે, તેની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપી નીરોગીતાનો લાભ મને મળો. હું શક્તિએ નીરોગ સ્વરૂપ છું પણ પર્યાયમાં આપના જેવી નીરોગતા મને પ્રાપ્ત થાઓ, એમ ભાવના ભાવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૦૩ અજ્ઞાની માને છે કે ભગવાનની સ્તુતિથી પૈસા ને અનાજ મળશે તો તેમ માનનાર મૂઢ છે. તેને ભગવાનના સ્વરૂપની ખબર નથી. સર્વજ્ઞ છે, તે કોઈને પૈસા લેતા–દેતા નથી. વળી તે જીવ કોઈવાર ક્ષેત્રપાળ, ચક્રેશ્વરી, અંબાજી, ભવાની વગેરેને પગે લાગવા મંડી જાય છે. ભગવાનના કુળદેવ છે એમ કહીને કુળદેવને માને છે, કુગુરુ-કુશાસ્ત્રને માને છે. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર તથા તેના માનવાવાળાનો ત્યાગ કરવો જોઈએ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની અજ્ઞાનીને ખબર નથી. વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચાર રહિત દાન આપે છે. પચાસ હજાર રૂપિયા આપશું તો આબરૂ વધશે ને મકાનમાં તખતી નખાશે, એમ માન માટે દાન આપે તો તે પાપી છે. પરીક્ષા વિના પ્રશંસા માટે જે દાન આપે તે મિથ્યાદષ્ટિ પાપી છે. લાજ માટે ધર્મ કરે, ખોરાક માટે ધર્મ કરે તે મિથ્યાદષ્ટિ છે. * ફાગણ સુદ ૭ શુક્રવાર તા. ૨૦-૨-૫૩ શ્રીમદ્દ રાજચંદ્રજીને નાની ઉંમરથી જાતિસ્મરણ જ્ઞાન હતું, તેઓ તત્ત્વજ્ઞાની હતા. તેમણે ‘ આત્મસિદ્ધિ' ૨૯ વર્ષની ઉંમરે બનાવી છે. તેઓ કહે છે કે " લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહિ ૫૨માર્થને, લેવા લૌકિક માન.’ લૌકિક માન લેવા માટે અજ્ઞાની જીવ વ્રત ધારણ કરે છે, પણ રાગ રહિત ને જડની ક્રિયાથી રહિત પોતાનો સ્વભાવ છે તેની ઓળખાણ કરતો નથી ને વ્રત ધારણ કરી અભિમાન કરે છે. પોતાના સ્વભાવની દૃષ્ટિ પ્રથમ કરવી જોઈએ. દયા-દાનાદિના ભાવ આવે છે પણ જ્ઞાની તેને પુણ્યસ્રવ માને છે. સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા થવી તે નિશ્ચય છે ને શુભાગને વ્યવહાર કહે છે. ‘આત્મસિદ્ધિ’ માં કહ્યું છે કે ‘નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહા૨ નહિ, બન્ને સાથ રહેલ. ’ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો જે સમયે નિશ્ચય પ્રગટે છે ત્યારે શુભરાગને વ્યવહાર કહે છે. કોઈ અજ્ઞાની જીવ ઉપવાસ કરવા માટે આગલા દિવસે ખૂબ ખાઈ લે, તે વૃત્તિ ગૃદ્ધિપણાની છે. તે રાગને પોષવાનું સાધન કરે છે, પણ આત્માને પોષવાનું સાધન કરતો નથી. મારા જ્ઞાનસ્વભાવમાં શાંતિ છે તેની તેને ખબર નથી. કુંદકુંદઆચાર્ય આદિ ભાવલિંગી મુનિ હતા. તેઓ સહજ નિર્દોષ આહાર લેતા. અત્યારે તો સાધુ માટે ચોકા બનાવે ને ત્યાંથી સાધુ આહાર લે તો તે બધો પાપભાવ છે. અજ્ઞાની બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. અજ્ઞાનીની દષ્ટિ પર ઉપર છે, ખાવાપીવાના પદાર્થોમાં શાંતિ માને છે. શરીર તો અજીવ તત્ત્વ છે, આત્મા જીવતત્ત્વ છે. ખાવાની વૃત્તિ ઊઠે તે આસ્રવતત્ત્વ છે. ત્રણેને પૃથક માનવાં જોઈએ. આત્માના ભાન પછી શુભ રાગ હોય છે. કર્મથી રાગ થતો નથી આત્માનું ભાન થયા પછી પણ પ્રભાવના, જાત્રા વગેરેનો રાગ આવે છે, પણ રાગરહિત આત્માનું ભાન થયું તે નિશ્ચય છે ને શુભરાગ તે વ્યવહાર છે. કર્મથી રાગ થતો નથી. “ર્મ વિવારે કૌન, મૂન મેરી વિકા' કર્મ જડ છે, જીવ પોતાની ભૂલથી રખડે છે. હું ભૂલ કરું છું તો કર્મને નિમિત્ત કહેવાય છે. અજ્ઞાની પોતે અપરાધ કરે છે ને કર્મ ઉપર દોષ નાખે છે. કર્મ છે માટે વિકાર નથી, પોતે રાગમાં રોકાયો તો કર્મનું નિમિત્ત કહેવાય છે. ઉપર કહ્યું તેમ પર્યાયનું યથાર્થ જ્ઞાન કરનાર ધર્મ સમજે છે કે મારો જ્ઞાનસ્વભાવ રાગથી પણ અધિક છે. સ્વભાવની અધિકતામાં રાગ ગૌણ છે. હું રાગ નથી, રાગ એક સમયની પર્યાય છે, હું રાગથી જુદો છું, હું જ્ઞાનસ્વભાવી છું એવી દષ્ટિ કરવી તે નિશ્ચય છે, ને રાગની પર્યાયનું જ્ઞાન વર્તે છે તે વ્યવહાર છે. પૂજા, પ્રભાવના વગેરે કાર્ય થાય છે તેમાં અજ્ઞાની બડાઈ માને છે. પોતાના જ્ઞાનસ્વભાવની દષ્ટિ નથી, પાંચ લાખ રૂપિયા ખર્ચવાથી મોટાઈ માને છે. મંદિરની પર્યાય જડથી થાય છે, તેની તેને ખબર નથી ને કર્તાપણાનું અભિમાન કરે છે. જીવ કષાયમંદતા કરે તેટલું પુણ્ય થાય છે, પણ તેનાથી જે ધર્મ માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. જે રાગ આવવાનો તે આવવાનો જ પણ તે વખતે દિષ્ટિ કઈ તરફ છે તે જોવાનું છે. મંદિર, માનસ્તંભ આદિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૦૫ જડના કારણે બને છે, છતાં અજ્ઞાની માને કે મેં આટલાં મંદિર બનાવ્યાં, તે કર્તુત્વબુદ્ધિ બતાવે છે. આત્માના જ્ઞાનવાળો તેનું અભિમાન કરતો નથી. જાણનાર તે કર્તા નહિ અને કર્તા તે જાણનાર નહિ જે જીવ જડની પર્યાયનો તથા રાગની પર્યાયનો પોતાને કર્તા માને છે તે મિથ્યાષ્ટિ છે, ને સમ્યજ્ઞાની જડની પર્યાયનો તથા અસ્થિરતાના રાગનો જાણનારો છે, ને પોતાને તેનો કર્તા માનતો નથી. જે પરની ક્રિયાનો કર્તા થાય છે તે જ્ઞાની નથી ને જે જાણનાર છે તે પરનો ને રાગનો કર્તા થતો નથી. આત્માનું ભાન થયું છે તેને દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર ભક્તિનો ભાવ આવે છે તે શુભરાગ છે. જ્ઞાની સમજે છે કે પુણ્ય તે આસ્રવ છે. મકાનની ક્રિયા મેં કરી નથી. પુલ પરમાણુની જે પર્યાય જે ક્ષેત્રમાં, જે કાળમાં થવાની તે થવાની, તેમાં ફેરફાર કરવા ઈદ્ર કે નરેંદ્ર સમર્થ નથી. વળી અજ્ઞાની હિંસાના પરિણામ કરે છે. ભગવાનની પૂજા પ્રસંગે ફૂલમાં ત્રની હિંસાનો તથા રાત્રિના સમયે દીવાબત્તીમાં જીવ મરે તેનો વિચાર કરવો જોઈએ. એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે. વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં અપરાધ થોડો હોય ને લાભ ઘણો થાય એમ કરવુ કહ્યું છે. અલ્પ સાવદ્ય હોય તો પૂજા ભક્તિ કરવા કહ્યું છે. હવે પરિણામોની તો ઓળખાણ નથી. અજ્ઞાનીને કેટલો નફો ને કેટલું નુકશાન આવે છે તે ખ્યાલ નથી. વેપારી વેપારમાં બધું ધ્યાન રાખે છે તેમ ધર્મકાર્યમાં નફા-નુકશાનનો ખ્યાલ કરવો જોઈએ. અજ્ઞાનીને નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી. સમૂહું જાત્રામાં પરિણામ ઘણીવાર તીવ્ર આકુળતાવાળા થાય છે. ડુંગર ઉપર જાત્રા કરવા જાય ને થાકી જાય એટલે પરિણામ તીવ્ર કષાયના કરે છે, વિવેક કરતો નથી. પૂજા વિધિથી કે અવિધિથી કરે છે તેનું જ્ઞાન નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે તેવા ભાનપૂર્વક પોતાના પરિણામે તપાસવા જોઈએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ફાગણ સુદ ૮ શનિવાર, તા. ૨૧-૨-૫૩ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગ ભાવ છે; શુભભાવ ધર્મ નથી, પણ પુણ્ય છે ચોથું-પાંચમું-છઠું વગેરે ગુણસ્થાનો છે તેને જે ન માને તો તીર્થનો જ નાશ થઈ જશે; અને જે જીવ એકલા ભેદનો જ આશ્રય કરીને ધર્મ માને છે પણ નિશ્ચય અભેદ સ્વભાવને ઓળખતો નથી તે જીવને તત્ત્વનું ભાન નથી. નિશ્ચય વિના તો તત્ત્વનો જ લોપ થાય છે ને વ્યવહાર વગર તીર્થનો લોપ થાય છે; માટે બન્નેને જેમ છે તેમ જાણવા જોઈએ. યાત્રા-પૂજા વગેરેનો શુભભાવ તે ધર્મ નથી, પણ પુણ્ય છે. બહારની શરીરની ક્રિયાથી પુણ્ય નથી, પણ અંદર અંદરાગ કર્યો તેનાથી પુણ્ય છે. તેને બદલે શરીરની ક્રિયાથી પુણ્ય માને અને પુણ્યને ધર્મ માને-તે બન્ને ભૂલ છે. નિશ્ચયવ્યવહાર બન્નેને જાણીને નિશ્ચયનો આદર કરવો ને વ્યવહારને હેય કરવો-તે કરવાનું છે. જાણવાયોગ્ય બન્ને છે, પણ આદર કરવા યોગ્ય તો એક નિશ્ચય છે. મંદરાગ જુદી ચીજ છે ને ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વીતરાગભાવ છે. નિશ્ચય સ્વભાવની દષ્ટિ રાખીને, વચ્ચે રાગ આવે તેને જાણવો, પણ આદરણીય ન માનવો-તેનું નામ પ્રમાણજ્ઞાન છે. એકલા વ્યવહારના આશ્રયે ધર્મ માને ને નિશ્ચય શું છે તે ઓળખે નહિ–તો તે વ્યવહારાભાસી છે. તેનું આ વર્ણન ચાલે છે. તે વ્યવહારાભાસી જીવ શાસ્ત્ર વાંચે છે તો પદ્ધતિ પ્રમાણે વાંચી જાય છે, પણ તેના મર્મને સમજતો નથી. જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે, તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. સર્વશાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગભાવ છે. વીતરાગભાવ એટલે શું? સ્વભાવનું અવલંબન અને નિમિત્તની ઉપેક્ષા તે વીતરાગભાવ છે. પહેલાં વીતરાગી દષ્ટિ પ્રગટે ને પછી વીતરાગી ચારિત્ર પ્રગટે. પરદ્રવ્યો તો તારાથી ભિન્ન છે, તેનો તારામાં અભાવ છે, એટલે તારાથી તેને કાંઈ લાભ-નુકશાન થતું નથી ને તેનાથી તને કાંઈ લાભનુકશાન થતું નથી. તારી પર્યાયમાં રાગાદિ ભાવ થાય છે તે પણ ધર્મ નથી. ધર્મ ધ્રુવસ્વભાવના આશ્રયે વીતરાગભાવ પ્રગટે તેમાં છે. આવું ભાન કર્યા વગર શાસ્ત્ર વાંચી જાય-સાંભળી જાય કે બોલી જાય તેથી કાંઈ ધર્મ થતો નથી. અંદર શાસ્ત્રોનું તાત્પર્ય શું છે તે અજ્ઞાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૦૭ સમજતો નથી. દિગંબર સંપ્રદાયમાં પણ જે તત્ત્વનો નિર્ણય કરતો નથી ને દેવપૂજા, શાસ્ત્રનું વાંચન વગેરેમાં જ ધર્મ માની લે છે તે વ્યવહા૨ાભાસી છે. ભગવાનના દર્શન કરવા જાય ત્યાં પોતે મંદરાગ કરે તો પુણ્ય થાય. ભગવાન કાંઈ આ જીવને શુભભાવ કરાવતા નથી. કર્મને કારણે વિકાર થાય-એ વાત તો તદ્દન જૂઠી છે ‘આત્માના દ્રવ્ય-ગુણમાં વિકાર નથી, તો પર્યાયમાં ક્યાંથી આવ્યો ? પર્યાયમાં કર્મે વિકા૨ કરાવ્યો'–એમ અજ્ઞાની કહે છે પણ તે જૂઠ છે. વિકાર થયો તે જીવની પર્યાયમાં પોતાના અપરાધથી જ થયો છે. દ્રવ્ય-ગુણમાં વિકાર નથી પણ પર્યાયમાં તેવો ધર્મ છે. તે પર્યાય પણ જીવનું સ્વતત્ત્વ છે. ઔયિકાદિ પાંચે ભાવો જીવનું સ્વતત્ત્વ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કેઃ औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । વિચાર તો કરો કે પૂર્વે અનંત અનંત કાળ રખડવામાં ગયો; તો વસ્તુસ્વરૂપ શું છે? શુભભાવ કર્યા, વ્રત-તપ કર્યા, છતાં રખડયો,–તો શું બાકી રહ્યું ? હું પુણ્યપાપરહિત જ્ઞાયક ચિદાનંદમૂર્તિ છું એવી દષ્ટિથી ધર્મનો પ્રારંભ થાય છે. શ્રી સમયસારમાં કહ્યું છે કે वि होदि अप्पमतो ण पमतो जाणओ दु जो भावो । एवं भणति सुद्ध णाश्रो जो सो उ सो चेव ।। ६ ।। આવા જ્ઞાયક સ્વભાવની પહેલાં ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મની શરૂઆત છે. નિમિત્તથી ધર્મ માને તેને નિમિત્તથી ભેદજ્ઞાન નથી. રાગથી ધર્મ માને તેને કષાયથી ભેદજ્ઞાન નથી, તેને ધર્મ થાય નહિ. જૈનકુળમાં જન્મ્યો તેથી કાંઈ ધર્મ થઈ જાય નહિ. કુળપરંપરા તે કાંઈ ધર્મ નથી. પુત્ર કે પૈસાના હેતુથી ભગવાનને માને તો તેમાં પણ પાપ જ છે. કુર્દવાદિને માને તે તો મિથ્યાદષ્ટિ છે. ઉપરથી ઇંદ્ર ઊતરે તો પણ ધર્મી જીવ કહે છે તે મારું કાંઈ કરવા સમર્થ નથી. ઇંદ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ ફેરફાર કરવા સમર્થ નથી. જે કાળે સર્વજ્ઞદેવે જે જોયું તેમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આમ જાણે તે કોઈ કુદેવ-દેવલાને માને નહિ. આત્માના ૫રમાર્થ સ્વભાવને તો અજ્ઞાની જાણતો નથી ને અભૂતાર્થ ધર્મને સાધે છે એટલે કે રાગને ધર્મ માને છે. વ્યવહાર તો અભૂતાર્થ છે ને શુદ્ધનય ભૂતાર્થ છે. ભૃતાર્થ આત્મસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન છે. તેને જે જાણતો નથી ને કષાયની મંદતા કરીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પોતાને ધર્મ માને છે તે જીવ અભૂતાર્થ ધર્મને સાધે છે, તે પણ વ્યવહારાભાસી છે. વળી કોઈ જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. વ્યવહાર રત્નત્રય તે આસ્રવ છે; અરિહંતનું મહાનપણું બહારના વૈભવથી નહિ પણ વીતરાગી વિજ્ઞાનથી છે વળી કોઈ ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી. તેથી તેઓ પણ અભૂતાર્થ ધર્મને એટલે કે રાગને જ સાધે છે. વ્યવહાર સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનો શુભરાગ છે તેને જ મોક્ષમાર્ગ જાણીને સેવે છે; પણ ખરેખર તે મોક્ષમાર્ગ નથી. વ્યવહારરત્નત્રય તે આસ્રવ છે, પણ અજ્ઞાની તેને મોક્ષમાર્ગ માને છે. વળી દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિને શાસ્ત્રોમાં સમ્યકત્વ કહ્યું છે, તેથી તે જીવી અરિહંતદેવ-નિગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર સિવાય બીજાને વંદનાદિ કરતો નથી, કુદેવકુગુરુ-કુશાસ્ત્રને માનતો નથી, પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને પરીક્ષા કરીને પોતે ઓળખતો નથી. તત્ત્વજ્ઞાનપૂર્વક યથાર્થ પરીક્ષા કરે તો મિથ્યાત્વ રહે નહિ. અજ્ઞાની માત્ર બાહ્ય શરીરાદિ લક્ષણો વડે જ પરીક્ષા કરે છે, પણ તત્ત્વજ્ઞાનપૂર્વક સર્વજ્ઞને ઓળખતો નથી. ભગવાનને પણ પરીક્ષા કરીને ઓળખવા જોઈએ. સમન્તભદ્રાચાર્ય પણ સર્વજ્ઞની પરીક્ષા કરીને આપ્તમીમાંસામાં કહે છે કે હે નાથ ! देवागमनभोयानचामरादिविभूतयः। मायाविष्वपि दश्यंते नातस्त्वमसि नो महान्।। દેવો આવે, આકાશમાં ગમન થાય, ચામર ઢાળે, સમવસરણ રચાય–તે તો બધું માયાવી દેવને પણ થતું દેખાય છે, માટે તેટલાથી જ આપ મહાન નથી; પણ સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે આપના ગુણોની ઓળખાણ કરીને અમે આપને મહાન અને પૂજ્ય માનીએ છીએ, માટે તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરવી જોઈએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫) જૈનાભાસોની સુદેવગુરુશાસ્ત્રભક્તિનું મિથ્યાપણું ભગવાન ઇન્દ્રોથી પૂજ્ય છે, આકાશમાં વિચરે છે, તેમને પરમ ઔદારિક શરીર હોય છે-એ વાત તો બરાબર છે, પણ તે બધાં બાહ્ય લક્ષણો છે, તે તો દેહનું વર્ણન થયું, પણ ભગવાનના આત્માના ગુણોને ન ઓળખે, તો તે પણ મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ૮૦મી ગાથામાં કહ્યું છે કે જે જાણતો અહંતને, ગુણ, દ્રવ્ય ને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ત્યાં તત્ત્વજ્ઞાનપૂર્વક અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયની પરીક્ષા કરીને યથાર્થ જાણે અને પોતાના આત્માનો પણ એવો જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ થઈને નિર્ણય કરે, તેને પોતાના આત્માની ઓળખાણ થાય છે, તેનો મોહ (મિથ્યાત્વ) નાશ પામે છે અને તેને ક્ષાયિક સમ્યકત્વ થાય છે. અરિહંતોએ એ જ વિધિથી મોહનો નાશ કર્યો છે અને એવો જ ઉપદેશ આપ્યો છે કે-અમોએ જે રીતે મોહનો નાશ કર્યો તે રીતે તમે પણ એવો જ પુરુષાર્થ કરો તો તમારા મોહનો પણ નાશ થશે. અહંત ભગવાન દેવ છે, ઈંદ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, સુધાદિદોષ રહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે, સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવળજ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામક્રોધાદિ નાશ કર્યા છે; ઈત્યાદિ વિશેષણ કહે છે, તેમાં કોઈ વિશેષણ તો પુદ્ગલાશ્રિત છે તથા કોઈ વિશેષણ જીવાશ્રિત છે; તેને ભિન્નભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અહંતપર્યાયમાં જીવપુદગલના વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું જ ધારણ કરે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મુનિરાજ પાસે સિંહ અને હરણ ભેગાં બેસે, ત્યાં કાંઈ મુનિના અહિંસાભાવના કારણે તે નથી, કેમકે ભાવલિંગી અહિંસક મુનિ હોય ને સિંહ આવીને તેના શરીરને ખાઈ જાય, માટે બહારના સંયોગ ઉપરથી ગુણની ઓળખાણ થતી નથી. આત્માના ગુણ કયા છે, ને પુણ્યનું કાર્ય કર્યું છે? તેને જુદું જુદું જાણવું જોઈએ. ફાગણ સુદ ૯ રવિવાર તા. ૨૨-૨-૫૩ વળી ભગવાન કેવળજ્ઞાનથી લોકાલોકને જાણે છે એમ માને છે, પણ કેવળજ્ઞાન શું છે તે ઓળખતો નથી. વળી શરીર અને આત્માના સંયોગરૂપ પર્યાયને જ જાણે છે, પણ જીવ-અજીવને ભિન્ન ભિન્ન જાણતો નથી, તે મિથ્યાષ્ટિ છે. વળી ભગવાન એકલા લોકાલોકને એટલે કે પરને જ જાણે એમ માને છે, પણ તેમાં આત્મા તો આવ્યો નહિ. નિશ્ચયથી પોતાના આત્માને જાણતાં તેમાં લોકાલોક વ્યવહારથી જણાઈ જાય છે, તેની અજ્ઞાનીને ખબર નથી. આત્મા અને શરીર તો અસમાનજાતિ છે એટલે કે ભિન્ન ભિન્ન જાતિ છે; તેને ભિન્ન ભિન્ન ઓળખતો નથી તેને મિથ્યાત્વ છે. વળી કર્મ અને આત્મા પણ અસમાનજાતિ છે, છતાં કર્મના ક્ષયોપશમને લીધે જીવમાં જ્ઞાનનો ઉઘાડ થાય-એમ માને છે તે પણ મિથ્યાદષ્ટિ છે. કેવળજ્ઞાન વગેરે તો આત્માની પર્યાય છે. પુણ્યનો ઉદય અને પરમ ઔદારિક શરીર તે જીવથી ભિન્ન ચીજ છે. પ્રશ્ન- તીર્થંકરપ્રકૃત્તિ પણ જીવથી થઈ છે ને? ઉત્તર:- ના વર્તમાનમાં કેવળજ્ઞાન અને વીતરાગતા છે, તેના કારણે કાંઈ તીર્થંકરપ્રકૃતિ નથી; તીર્થંકરપ્રકૃતિ આત્માના ગુણનું ફળ નથી; અને પૂર્વે તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે વખતે જીવનો રાગભાવ નિમિત્ત હતો, પણ તીર્થંકરપ્રકૃતિ પોતે તો જડ છે. આત્માને કારણે તે પ્રકૃતિ માને તો તેને જડ-ચેતનની ભિન્નતાનું ભાન નથી, તે અરિહંતને ઓળખતો નથી. ભલે અરિહંતના જાપ અને ભક્તિનો શુભભાવ કરે તો પુણ્ય બાંધે પણ તેને ધર્મ થાય નહિ. કેવળજ્ઞાનના કારણે દિવ્યધ્વનિ ખરતો નથી જીવ અને શરીર જુદાં કયારે માન્યાં કહેવાય? જીવના કારણે શરીર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૧૧ સરખું રહે છે. જીવના કારણે શરીર ચાલે છે–એમ જે માને છે તેણે જીવ અને શરીરને જુદાં માન્યાં નથી પણ એક માન્યાં છે. જડ પદાર્થ પણ ‘ઉત્પાવ્યયધ્રૌવ્યયુ$ સત્' છે, એટલે જડ શરીરના ઉત્પાદ-વ્યય પણ તેના જ કારણે થાય છે, જીવના કારણે નહિ. આત્માના ઉત્પાદ-વ્યય પોતામાં છે; કેવળજ્ઞાન પર્યાયપણે ભગવાનનો આત્મા ઊપજ્યો છે, પણ જડ શરીરની પરમઔદારિક અવસ્થા થઈ તેમાં આત્મા ઊપજ્યો નથી, તે તો જડનો ઉત્પાદ છે. વળી ભગવાન આકાશમાં ઊંચે ડગલાં ભર્યા વગર વિચરે છે, પણ ત્યાં શરીરની ચાલવાની ક્રિયા ભગવાનના આત્માના કારણે થઈ નથી. કેવળજ્ઞાન થયું માટે શરીર ઊંચું ચાલે છેએમ નથી. બન્નેનું પરિણમન ભિન્નભિન્ન છે. અહીં જીવમાં કેવળજ્ઞાનનો સ્વકાળ છે, ને પુદગલમાં દિવ્યધ્વનિનો સ્વકાળ છે, પણ જીવના કેવળજ્ઞાનને કારણે દિવ્યધ્વનિ નથી. જો જીવના કેવળજ્ઞાનને કારણે દિવ્યધ્વનિ હોય તો, જીવમાં કેવળજ્ઞાન તો અતૂટપણે સદાય છે, તેથી વાણી પણ સદાય હોવી જોઈએ, પણ વાણી તો અમુક કાળે જ ખરે છે. માટે વાણી વાણીના અકાળે જ ખરે છે. ભગવાનને ત્રણકાળનું જ્ઞાન વર્તે છે, કયા સમયે વાણી ખરશે તેનું પણ જ્ઞાન છે, કેવળજ્ઞાન કોઈ પરની પર્યાયને કરતું કે રોકતું નથી. લોકો “અરિહંત-અરિહંત' કરે છે, પણ અરિહંતના કેવળજ્ઞાનને ઓળખતા નથી. “ભગવાનની વાણી' એમ કહેવું તે ઉપચાર છે; અને ભગવાનની વાણીથી બીજા જીવને ખરેખર જ્ઞાન થતું નથી, પણ સૌ જીવો પોતપોતાની લાયકાત પ્રમાણે સમજે તેમાં તે નિમિત્ત થાય છે. જીવ-અજીવ સ્વતંત્ર છે, બન્નેની અવસ્થા ભિન્નભિન્ન છે-એમ યથાર્થ વિશેષણથી જીવને ઓળખે તે જીવ મિથ્યાદષ્ટિ રહે નહિ. આત્મામાંથી તો વાણી નીકળતી નથી, અને ખરેખર શરીરમાંથી પણ વાણી નીકળતી નથી. શરીર તે આહારવર્ગણામાંથી બને છે ને ભાષા ભાષાવર્ગણામાંથી બને છે. જેમ ચણાના લોટમાં, જે લોટ મેસુબ માટે કર્યો હોય તેમાંથી મગજ ન થાય. મગજ માટે લોટ જાડો હોય છે. તેમ આહારવર્ગણા અને ભાષાવર્ગણા ભિન્નભિન્ન છે; તેમાં આહારવર્ગણામાંથી સીધી ભાષા ન થાય, પણ ભાષાવર્ગણામાંથી જ ભાષા થાય છે. વળી કર્મની કાર્મણવર્ગણા છે તે પણ જુદી છે, એટલે કર્મના કારણે ભાષા થઈ–એમ પણ નથી. ભિન્નભિન્ન યોગ્યતાવાળા અનંત પરમાણુઓ જગતમાં છે. હે ભગવાન! આપ સ્વર્ગ-મોક્ષના દાતાર છો ” એમ સ્તુતિમાં આવે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ત્યાં અજ્ઞાની ખરેખર માની લે છે કે ભગવાન આપણને તારી દેશે. ભાઈ ! સ્વર્ગ તો તારા શુભ પરિણામથી થાય છે, તે મોક્ષ તો તારા શુદ્ધ ઉપયોગથી થાય છે; તેમાં ભગવાન તો નિમિત્તમાત્ર છે. ભગવાન તને મોક્ષ આપે ને બીજાને ન આપેતેનું કાંઈ કારણ ? શું ભગવાન રાગી-દ્વેષી છે? જીવ પોતાના પરિણામથી જ સ્વર્ગ–મોક્ષ પામે છે, ભગવાન કોઈને કાંઈ દેતા નથી. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું. મારું સ્વરૂપ નીરોગી છે, અને આ રાગ છે તે રોગ છે-એમ ઓળખીને વિનયથી જ્ઞાની કહે છે કે “હે ભગવાન! મને ભાવઆરોગ્ય અને બોધિનો લાભ આપો! મને ઉત્તમ સમાધિ આપો' ,-ત્યાં તે ઉપચાર છે. હું મારા જ્ઞાનાનંદ સ્વરૂપમાંથી સમાધિ પ્રગટ કરું તેમાં ભગવાન તો નિમિત્ત છે. પોતે પોતામાંથી ભાવ આરોગ્ય અને સમાધિ પ્રગટ કરી ત્યારે વિનયથી નમ્રતાથી એમ કહ્યું કે “હે ભગવાન! આપ બોધિ-સમાધિ દાતાર છો. લોકમાં પણ “વડીલોનાં પુણે ખાઈએ છીએ' એમ નમ્રતાથી કહેવાય છે, પણ વડીલો પાસે પાંચ હજારની મૂડી હોય ને પોતા પાસે કરોડોની મૂડી થાય તો વડીલનાં પુણ્ય કયાંથી આવ્યાં ? પોતાનાં પુણ્યનું ફળ છે, ત્યાં વિનયથી વડીલોનાં પુણ્ય કહે છે. તેમ ધર્મી જીવ પોતે પોતાના પુરુષાર્થથી બોધિ-સમાધિ પ્રગટ કરીને તરે છે, ત્યાં ભગવાનના વિનયબહુમાનથી એમ કહે છે કે-હે ભગવાન! આપ અમને બોધિ-સમાધિદાતાર છે, આપ અમારા દીનદયાળ, તરણ-તારણ છો, આપ અધમ ઉદ્ધારક અને પતિતપાવન છો. આ બધાં કથન ભક્તિનાં-નિમિત્તનાં ઉપચારનાં છે. ભગવાન પતિતપાવન હોય તો બધાનો ઉદ્ધાર થવો જોઈએ અને પાપનો નાશ થવો જોઈએ પણ એમ નથી. જેમ માટીના ઘડાને ઉપચારથી “ઘી નો ઘડો' કહેવાય, પણ તેથી કાંઈ ઘડાને મોઢામાં ન મૂકાય. તેમ ભગવાનને ઉપચારથી તરણતારણ, અધમ ઉદ્ધારક કહેવાય, પણ ખરેખર કાંઈ ભગવાન આ જીવના પરિણામના કર્તા નથી. આમ યથાર્થ વસ્તુસ્થિતિ સમજે નહિ ને એમને એમ અરિહંતને માને તો તે પણ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. જેમ અન્યમતીઓ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અરિહંતને માને છે; પણ એમ નથી જાણતો કે-ફળ તો પોતાના પરિણામોનું છે. અરિહંતને નિમિત્ત માને છે તેથી ઉપચારથી તો એ વિશેષણો સંભવે છે; પણ પોતાના પરિણામ સુધર્યા વિના તો અરિહંતમાં એ ઉપચાર પણ સંભવતો નથી. આમ જે ઓળખતો નથી અને ઓળખ્યા વગર અરિહંતનું નામ લઈને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૧૩ અધિકાર સાતમો] માને છે તે પણ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે તે ખરેખર જૈન નથી. ફાગણ સુદ ૧૦ સોમવાર તા. ૨૩-૨-૫૩ આચાર્ય ભગવાને કહેલી વાત પ. ટોડરમલજીએ ચાલુ ભાષામાં કહી છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ થઈ નથી અને પુણ્ય પરિણામમાં ધર્મ માને છે તે વ્યવહારાભાસી છે, લસણ ખાતાં ખાતાં અમૃતનો ઓડકાર આવે નહિ, તેમ શુભભાવરૂપી વિકાર કરતાં કરતાં શુદ્ધદશા કદી પણ પ્રાપ્ત થાય નહિ. અજ્ઞાની શુભભાવને ધર્મનું કારણ સમજે છે; રાગ ત્યાગવા યોગ્ય છે છતાં રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થશે એમ માનવું તે મિથ્યાદર્શન શલ્ય છે. બાહુબલીજીના પ્રતિમાને લીધે આકર્ષણ હોય તે બધાને આકર્ષણ થવું જોઈએ પણ એમ બનતું નથી. જીવને ફળ તો પોતાના પરિણામોનું છે. જે જીવ શુભ પરિણામ કરે તેને ભગવાન અથવા દિવ્યધ્વનિ શુભનું નિમિત્ત કહેવાય છે. ભગવાન છે તો કષાયમંદતા થઈ–એમ નથી. ધર્મી જીવ સમજે છે કે મારા પરિણામ મારાથી થાય છે. ભગવાન અથવા પ્રતિમા તો નિમિત્ત માત્ર છે; તેથી ઉપચારથી ભગવાનને એ વિશેષણો સંભવે છે. પરિણામ શુદ્ધ થયા વિના અતિ પણ સ્વર્ગ-મોક્ષાદિના દાતા નથી. અહંતદેવ તથા વાણી પર ચીજ છે. શુભભાવ પુણ્ય આસ્રવ છે; તેથી રહિત ચિદાનંદની દષ્ટિપૂર્વક શુદ્ધ પરિણામ કરે તે મોક્ષનો દાતાર છે, ને તો અહંતને મોક્ષદાતા ઉપચારથી કહેવાય. જેટલો શુભરાગ બાકી રહે છે તેના નિમિત્તે સ્વર્ગ મળે છે, તો ભગવાનને નિમિત્તપણે સ્વર્ગદાતાર પણ કહેવાય. ભગવાન આ જીવના શુભ કે શુદ્ધ પરિણામના કર્તા હોય તો ભગવાન નિમિત્ત રહેતા નથી, ભગવાન ઉપાદાન થઈ ગયા; માટે તે ભૂલ છે. કોઈ કહે કે અમેદશિખર ને બાહુબલીજીનું વાતાવરણ એવું છે કે ધર્મની રુચિ થાય-તો એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. વળી અહંતનું નામ સાંભળવાથી કૂતરાદિ સ્વર્ગ પામેલ છે-એમ તે કહે છે. અજ્ઞાની લોકો કહે છે કે ભગવાનના નામમાં ઘણો અતિશય છે, પણ તે ભ્રાંતિ છે પોતાના પરિણામમાં કષાયમંદતા થયા વિના માત્ર નામ લેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી તો પછી નામ સાંભળનારને કયાંથી થાય? પરિણામ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વિના ફળ નથી. નામ પર ચીજ છે. તેનાથી શુભ પરિણામ હોય તો બધાને શુભ પરિણામ થવા જઈએ, પણ તેમ નથી. જે દષ્ટાંત આપેલ છે તેમાં તે સ્થાનાદિકે પોતાના પરિણામમાં કષાયમંદતા કરી છે, તેના ફળમાં સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. નામને લીધે શુભભાવ થતા નથી. કોઈ ભગવાનના સમવસરણમાં ગયો અથવા મંદિરમાં ગયો, પણ ત્યાં દુકાનના અશુભ પરિણામ કરે તો શું ભગવાન તેને પલટાવી દેશે? પોતાના પુરુષાર્થ પૂર્વક શુભભાવ કરે તો ભગવાનને નિમિત્ત કહેવાય છે. અહીં ભગવાનના નામની મુખ્યતા કરી ઉપચારથી કથન કરેલ છે. વળી કેટલાક અજ્ઞાની એમ માને છે કે ભગવાનનાં નામ લો આરતિ કરો, છત્ર ચડાવો, પૂજા કરો તો રોગનો નાશ થશે, પુત્ર મળશે, પૈસા મળશે, અનુકૂળતા મળશે તો તેમ માનનાર મિથ્યાદષ્ટિ છે. જે અનુકૂળતા મળે છે તે પૂર્વ પુણ્યને લીધે છે. વર્તમાન શુભભાવ કરે તેના કારણે વર્તમાન સંયોગ મળતો નથી. અહીં કોઈ કહે કે ભક્તામરસ્તોત્ર બોલવાથી શ્રી માનતુંગાચાર્યને ૪૮ તાળાં તૂટી ગયા હતાં. તો તેને કહે છે કે તાળાં તે વખતે તૂટવાનાં જ હતાં. શુભ પરિણામને લીધે તાળાં તૂટયાં નથી. તાળા સ્વયં તૂટયાં તો ભક્તામરસ્તોત્રના શુભભાવને નિમિત્ત કહે છે. સીતાજીના બ્રહ્મચર્યથી અગ્નિ પાણીરૂપે થઈ તે પણ ઉપચારકથન છે. સુકોશલમુનિ બ્રહ્મચારી હતા છતાં વાઘણ ખાય છે-તો કેમ ખાય છે? બ્રહ્મચર્ય બહારમાં કામ કરતું નથી. સીતાજીને પૂર્વ કર્મનો ઉદય આવ્યો તો બ્રહ્મચર્યમાં આરોપ આવ્યો. ગજકુમારમુનિ તો છઠ્ઠા ગુણસ્થાને બિરાજતા મુનિ હુતા, બ્રહ્મચારી હતા છતાં અગ્નિનો પરિષહુ કેમ આવ્યો? માટે બ્રહ્મચર્યથી બહારમાં પરિષહ મટતો નથી. અજ્ઞાની જીવ ધનની પ્રાપ્તિ માટે દુકાનના ઉંબરાને અથવા થડાને પગે લાગે છે ને ભગવાનનું નામ લે છે તે મિથ્યાદષ્ટિ છે. પૂર્વના પુણ્યકર્મ અનુસાર સામગ્રી મળે છે ને પાપનો ઉદય હોય તો પ્રતિકૂળ સામગ્રી મળે છે. કોઈ પંડિત કહે છે કે જીવના વર્તમાન ડહાપણને લીધે અનુકૂળ સામગ્રી મળે છે, પણ તે ભૂલ છે. સામગ્રી તો સામગ્રીના કારણે મળે છે. તેમાં વર્તમાન ડહાપણ નિમિત્ત નથી પણ પૂર્વ પુણ્ય નિમિત્ત છે. ભગવાનના નામને લીધે સામગ્રી આવતી હોય તો ભગવાન જડના કર્તા થઈ જાય, પણ એમ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૧૫ સામગ્રી પોતાના કારણે આવે છે તેમાં કર્મ નિમિત્ત છે એમ બતાવવું છે. ભગવાનને સામગ્રી આપનાર માને તે વ્યવહારાભાસી છે. વળી અહંતની સ્તુતિ કરવાથી પૂર્વ પાપકર્મનું સંક્રમણ થઈને પુણ્યરૂપ થઈ જાય છે, ને તેના નિમિત્તે સામગ્રી મળે છે, તેથી ભગવાનની સ્તુતિ ઉપર તેવો આરોપ આવે છે. સ્તુતિમાં આવે કે “હે પ્રભુ! મને તારો,' તે નિમિત્તનું કથન છે. “તારામાં જ્ઞાનાનંદ શક્તિ ભરેલી પડી છે. તું તારાથી તરીશ.'—એમ ભગવાન કહે છે. જે પોતાથી તરે છે તેને ભગવાન નિમિત્ત કહેવાય. સીમંધર ભગવાન વર્તમાન બિરાજે છે; તેનાથી તરતા હોય તો મહાવિદેહમાં બધા તરી જવા જોઈએ, પણ એમ બનતું નથી. જે જીવ પહેલેથી સંસાર પ્રયોજન અર્થે ભક્તિ કરે છે તે પાપી છે. પૂજા કરવાથી અનિષ્ટ જાય ને ઈષ્ટ મળે-એમ માનનાર મિથ્યાદષ્ટિ તો છે જ તથા અશુભ પરિણામી પણ છે. મંદિર કરવાથી ને પૂજા કરવાથી પુત્ર મળશે એમ માનનારને મિથ્યાત્વસહિત પાપ લાગે છે પોતામાં કષાયમંદતા કરે તો પૂર્વનાં પાપકર્મ સંક્રમણ થાય, પણ આકાંક્ષાવાળાને સંક્રમણ થશે નહિ. તેથી તેનું કાર્ય સિદ્ધ થતું નથી. ભગવાનની ભક્તિથી મોક્ષ થશે એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે. ભગવાનની ભક્તિમાં જ તલ્લીન થાય છે પણ પોતાના જ્ઞાનસ્વભાવને ધ્યેય કરતો નથી, તેને મોક્ષ થતો નથી, અજ્ઞાની જીવ ભક્તિમાં અતિ અનુરાગ કરે છે. ભગવાનને કહે છે કે “હે પ્રભુ! હવે તો તારો !” એનો અર્થ એમ થયો કે અત્યાર સુધી ભગવાને ડુબાડયા ને ભગવાનને હજી સુધી તારતા આવડવું નહિ; પણ તે વાત મિથ્યા છે. પોતાના કારણે જીવ રખડે છે ને તરે છે. ભક્તિને લીધે મોક્ષ માને તો અન્યમતીની જેવી દષ્ટિ થઈ. આત્માનું ભાન થયું છે તેવા જીવને શુભરાગનો વ્યય થઈ શુદ્ધદશા થશે ત્યારે મોક્ષ થશે. તેથી ધર્મી જીવના શુભરાગને મોક્ષનું પરંપરાકારણ કહ્યું છે. અજ્ઞાની જીવ ભક્તિથી સમ્યગ્દર્શન માને છે તે ભૂલ છે. ભક્તિ તો બંધમાર્ગ છે ને સમ્યગ્દર્શનાદિ મુક્તિનો માર્ગ છે. બંધમાર્ગને મુક્તિમાર્ગ માનવો તે મિથ્યાત્વ છે. જીવોએ સાચો નિર્ણય કરવો જોઈએ. ધર્મી જીવને ભક્તિનો શુભરાગ આવે છે પણ તેને તે મુક્તિનું કારણ માનતો નથી. ભગવાનની ભક્તિ રાગ છે, વિકાર છે, પુણ્ય છે, ઉપાધિ છે; તેથી તો બંધ થાય છે. પોતાના કારણે શુભભાવ કરે તો પુણ્ય બંધાય પણ તે મોક્ષનું કારણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નથી. મુનિના આહારદાન વખતે શુભરાગ કરે તો પુણ્ય બંધાય છે. ભાવલિંગી સંતને નિર્દોષ આહાર આપે, તેના માટે વેચાતું ન લાવે, ઉદેશિક આહાર ન આપે ને ભક્તિસહિત વિધિપૂર્વક આપે તો પુણ્યથી જુગલિયામાં અવતાર મળે છે. દેવની ભક્તિ કે સંતની ભક્તિ તે મુક્તિનું કારણ નથી. જેમ ભગવાન કહે છે તેમ શ્રદ્ધા કરો, માર્ગમાં ગરબડ ન ચાલે. ફાગણ સુદ ૧૧ મંગળવાર, તા. ૨૪-ર-પ૩ જ્ઞાનીને જ સાચી ભક્તિ હોય છે સર્વજ્ઞદેવ, નિગ્રંથ ગુરુ ને શાસ્ત્રની ભક્તિને ધર્મી બાહ્ય નિમિત્ત માને છે. મારું સ્વરૂપ રાગરહિત છે-એવા સ્વરૂપમાં કેલિ કરવી તે મોક્ષમાર્ગ છે. અજ્ઞાની બાહ્ય ક્રિયાકાંડ ને પુણ્યથી ધર્મ માને છે. સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી, પણ ગુણથી જૈન થવાય છે, જૈન મોહરાગદ્વેષને જીતવાવાળો છે. ધર્મી જીવ ભક્તિના રાગને ઉપાદેય માનતો નથી; પણ હુંય માને છે. રાગ તે હિતકર્તા નથી. ત્રિલોકનાથની ભક્તિ પણ હેય છે. અશુભથી બચવા શુભ આવે છે તે ઉપદેશનું કથન છે. જ્ઞાની શુભરાગને હેય સમજે છે. તેવા ધર્માજીવના નિશ્ચય ને વ્યવહાર બન્ને સાચા છે. આત્માનું ભાન થયું હોય ને સિદ્ધસમાન અંશે આનંદનો અનુભવ કરતા હોય તો અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિની વાત તો અલૌકિક છે. તેઓ અંતર આનંદમાં ઝૂલે છે. ઘડીમાં દેહથી આત્માનો ગોળો છૂટો પડી જાય છે, એવી તેમની દશા હોય છે. અહીં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દષ્ટિ જીવ રાગને ઉપાદેય માનતો નથી. સાચો જૈન ભક્તિના પરિણામ છોડી શુદ્ધમાં રહેવાનો પ્રયત્ન કરે છે. શુદ્ધમાં ન રહી શકે તો શુભ કરે છે પણ શુભને હેય માને છે. પુણ્ય ને ધર્મ અને ભિન્ન ચીજ છે. સાત તત્ત્વો છે. ભગવાનની ભક્તિ આસ્રવતત્ત્વ છે. સંવર-નિર્જરા ધર્મ છે. સાત તત્ત્વો પૃથક છે. ચિદાનંદ સ્વભાવના આશ્રયે જે દશા પ્રગટ થાય તે સંવર-નિર્જરા છે. આસ્રવથી સંવર થતો નથી. ભક્તિથી અથવા પુણ્યથી ધર્મ માને તેને નવતત્ત્વની શ્રદ્ધા નથી. તે અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. અજ્ઞાની જીવ આસ્રવમાં મજા માને છે. આત્મા તો સુંદર આનંદકંદ છે. તેની પર્યાયમાં રાગદ્વેષના પરિણામ થાય તે મેલ છે. અશુભરાગ તો મેલ છે, શુભરાગ પણ મેલ છે. રાગરહિત અંતર પરિણામ થવા તે ધર્મ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૧૭ છે. ધર્મી જીવ ભક્તિના પરિણામને ઉપાદેય માનતો નથી પણ શુદ્ધોપયોગનો ઉધમી રહે છે. પં. ટોડરમલજી પંચાસ્તિકાય ગાથા ૧૩૬ ની અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આધાર આપે છે. अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्याज्ञानिनो भवति । उपरितनभूमिकायामलब्धास्यास्पदस्थानरागनिषेधार्थ तीव्ररागज्वरविनोदार्थं ना कदाचिज्झानि– नोऽपि भवतीति। અર્થ:- આ ભક્તિ, કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ભક્તિથી કલ્યાણ થશે એવી માન્યતા સહિત ભક્તિ અજ્ઞાની જીવોને જ હોય છે. જ્ઞાનીને તીવ્ર અશુભરાગ મટાડવા ભક્તિનો શુભરાગ આવે છે; છતાં શુભરાગ ને તે ય સમજે છે. જ્ઞાની અને અજ્ઞાનીની ભક્તિમાં વિશેષતા પ્રશ્ન:- જો એમ છે તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે ? ઉત્ત૨:- જેને સમ્યગ્દર્શન થયું છે, જે પુણ્ય-પાપને હૈય સમજે છે, દેહાદિની ક્રિયાને જ્ઞેય સમજે છે, ચિદાનંદ સ્વભાવને ઉપાદેય સમજે છે એવા ધર્મી જીવને સાચી ભક્તિ હોય છે. મિથ્યાદષ્ટિ જીવ ભક્તિને મુક્તિનું કારણ માને છે; તેથી તેના શ્રદ્ધાનમાં અતિ અનુરાગ છે. ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે ને મુક્તિ થશે-એમ તે માને છે. સમ્યગ્દર્શન અરાગી પર્યાય છે. રાગની પર્યાયમાંથી અરાગી પર્યાય આવશે ? ના. તેનો નિશ્ચય ખોટો છે માટે વ્યવહાર પણ ખોટો છે. અજ્ઞાની જીવ ભક્તિમાં અતિ અનુરાગ કરે છે. ભક્તિ કરતાં કરતાં કોઈવાર કલ્યાણ થઈ જશે એમ તે માને છે. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થતું નથી. રાગને હૈય સમજી, આત્માને ઉપાદેય માને તો સમ્યગ્દર્શન થાય છે. શ્રુતજ્ઞાન પ્રમાણ થયા પછી નિશ્ચય ને વ્યવહાર એવા બે નયો હોય છે. નિશ્ચયનું ભાન નથી તેને વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિ કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ધર્મી જીવ શ્રદ્ધાનમાં ભગવાનની ભક્તિને બંધનું કારણ માને છે તેથી તેને અંતરમાં અજ્ઞાનીના જેવો ભક્તિમાં અનુરાગ આવતો નથી. હવે બાહ્યમાં કદાચિત જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે. નંદીશ્વરદ્વીપમાં શાશ્વત પ્રતિમા છે, ત્યાં ઇદ્રો નાચી ઊઠે છે. તેઓ એકાવનારી છે. ભગવાનની ભક્તિ કરે છે; પણ જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિ છૂટતી નથી; છતાં રાગ આવે છે ત્યારે ભક્તિ કરે છે–બાહ્યમાં ઘણી ભક્તિ કરતા દેખાય. રામચંદ્રજીએ પણ વનમાંથી આવ્યા પછી શાંતિનાથ ભગવાનની ભક્તિ કરેલ હતી. જડની ક્રિયા આત્માની ઈચ્છાથી થતી નથી. અજ્ઞાનીને પણ એવો અનુરાગ હોય છે પણ તે ભક્તિને મુક્તિનું કારણ માને છે. એ પ્રમાણે અજ્ઞાનીની દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું. અજ્ઞાનીની ગુરુભક્તિ હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએ. કોઈ જીવ આજ્ઞાનુસારી છે તેઓ આ જૈનના સાધુ છે તે અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી-એમ વિચારી તેમની ભક્તિ કરે છે, પણ ગુરુની પરીક્ષા કરતો નથી. જૈનમાં જન્મ્યા માટે ગુરુની ભક્તિ કરે છે તો તે માર્ગ નથી. અન્યમતવાળા પણ પોતાના સંપ્રદાયના ગુરુને માને છે. કુળના હિસાબે ગુરુને માનવાથી ન ચાલે. હવે કોઈ પરીક્ષા કરે છે કે આ મુનિ દયા પાળે છે, તેમના માટે બનાવેલ આહાર તેઓ લેતા નથી; તો તે સાચી પરીક્ષા નથી. ઉદેશિક આહારમાં છ કાયની હિંસા થાય છે એમ માની તે ન લે તો તે કાંઈ મુનિનું સાચું લક્ષણ નથી. અન્યમતમાં પણ દયા પાળે છે; તો દયા લક્ષણમાં અતિવ્યાતિદોષ આવે છે. અવ્યાતિ, અતિવ્યાતિ ને અસંભવ-એ ત્રણ દોષરહિત લક્ષણ દ્વારા ગુરુને ઓળખવા જોઈએ. જે દયા પાળતા નથી, જે ઉદેશિક આહાર લે છે તેની તો વાત નથી, પણ બાહ્યથી દયા પાળવી તે પણ સાચું લક્ષણ નથી. રાગરહિત આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. મુનિને દયાના પરિણામ આવે છે પણ દયાથી પર જીવ બચતો નથી. સંપ્રદાયની રૂઢિ મુજબ દયાના લક્ષણથી ગુરુ માને તો તે બરાબર નથી. જેના માટે ઉદેશિક આહાર અને તેનો તો વ્યવહાર પણ સાચો નથી, પણ જે બાહ્યથી દયા ને બ્રહ્મચર્યાદિ પાળે છે તેની વાત છે. બાહ્ય બ્રહ્મચર્યથી મુનિનું લક્ષણ માને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૧૯ અધિકાર સાતમો ] તો અતિવ્યાતિ દોષ આવે છે. અન્યમતવાળા પણ બાહ્ય બ્રહ્મચર્ય પાળે છે, માટે તે સાચું લક્ષણ નથી. જેને જ્ઞાતાદૃષ્ટાનું ભાન છે ને જે ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે મુનિ છે. એષણા સમિતિમાં દોષ લગાવે તો ૨૮ મૂળગુણમાં દોષ છે. मुनिव्रतधार अनंत वार ग्रीवक उपजायो। पै निज आतमज्ञान विन सुख लेश न पायो।। મુનિવ્રત અનંતવાર ધારણ કર્યા પણ આત્મભાન વિના સુખ પામ્યો નહિ. માટે બાહ્ય શુભભાવથી ગુરુની પરીક્ષા કરે તો તે સાચી પરીક્ષા નથી. ફાગણ સુદ ૧૨ બુધવાર, તા. ૨૫-૨-૧૩ વ્યવહાર સમિતિ તે આસ્રવ છે, તે આત્માનું સ્વરૂપ નથી. નિશ્ચય સમિતિ ને વ્યવહાર સમિતિ, નિશ્ચય ગુતિ ને વ્યવહાર ગુમિ એમ બે પ્રકાર છે. શુદ્ધ સ્વભાવમાં લીનતા એ જ નિશ્ચય ગુતિ છે ને એ જ નિશ્ચય સમિતિ છે. આત્મામાં લીન ન હોય ત્યારે જે શુભરાગ આવે ને અશુભથી બચે, તે વ્યવહાર ગુતિ છે; ને શુભમાં પ્રવૃત્તિ હોય તે વ્યવહાર સમિતિ છે. ગુરુના સ્વરૂપની ઓળખાણ નથી ને ગુરુની ભક્તિ કરીને ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે. ગુરુનું સ્વરૂપ સમજ્યા વિના ગુરુ માનવા તે અજ્ઞાન છે હવે જૈન સંપ્રદાયમાં જન્મીને કેટલાક જીવો આજ્ઞાનુસારી હોય છે. પરીક્ષા વિના સમ્યગ્દષ્ટિ થવાતું નથી. આ અમારા ગુરુ છે, એમ કહી તેની ભક્તિ કરે છે, પણ સાધુના સ્વરૂપની તેને ખબર નથી. આત્મભાન થયા પછી મુનિદશામાં પણ વ્યવહાર આવે છે. વ્યવહાર આવતો જ નથી એમ માને તો મિથ્યાદષ્ટિ છે. હવે કોઈ પરીક્ષા કરે છે તો “આ મુનિ દયા પાળે છે” એમ માની તેની ભક્તિ કરે છે. મુનિ ૪૬ દોષ રહિત આહાર લે છે. તેમાં પાંચ સમિતિના ભાવ આસ્રવ છે. ૨૮ મૂળ ગુણમાં જે સમિતિ છે તે આસ્રવ છે. નિર્વિકલ્પ આનંદ દશામાં લીન થવું તે નિશ્ચય સમિતિ છે. સમિતિ તે આસ્રવ છે. પોતા માટે બનાવેલ આહારાદિ મુનિ લે નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો એવો નહિ લેવાનો ભાવ, તે શુભભાવ છે, તે ધર્મ નથી. મુનિને નિશ્ચય ને વ્યવહાર બને હોય છે. ચોથા ગુણસ્થાનથી નિશ્ચય ને વ્યવહાર બને હોય છેશ્રાવકને વ્યવહાર હોય છે ને મુનિને નિશ્ચય હોય છે–એમ અજ્ઞાની માને છે, પણ તે ભૂલ છે. દેહ, મન, વાણીથી રહિત અને રાગથી પણ રહિત આત્મામાં નિર્વિકલ્પ અનુભવ સહિત પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે ને જે રાગ આવે છે તે વ્યવહાર છે. બન્નેનું જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાની જીવ દયા પાળવાના પરિણામથી ને નિર્દોષ આહારથી મુનિપણાની પરીક્ષા કરે છે, પણ તે બરાબર નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મુનિપણું છે. બહારથી પરીક્ષા કરવી તે યથાર્થ નથી. પરીક્ષા વિના માનવું તે અજ્ઞાન છે. નિશ્ચય ને વ્યવહારના ભાન વિના સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન વિના ચારિત્ર ને ધ્યાન નથી, ધ્યાન વિના કેવળજ્ઞાન નથી. તીર્થકર દેવ કહે છે કે પરીક્ષા કર્યા વિના માનવું તે મિથ્યાપણું છે. અહીં તો સાચા મુનિની વાત છે. ભાવલિંગી મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ ઉઠે છે તે ચારિત્રનો દોષ છે, આસ્રવ છે. શુદ્ધ આહાર નહીં હોવા છતાં શુદ્ધ આહાર છે એમ બોલવું તે જૂઠું છે. મુનિને ખ્યાલ આવે કે દોષવાળો આહાર છે, તો લે નહિ. અશુભથી નિવૃત્તિ તે વ્યવહાર ગુતિ છે. વ્યવહાર ગુતિ આસ્રવ છે; ને નિશ્ચય ગુતિ સંવર છે, એમ બરાબર સમજવું જોઈએ. કોઈ કહે કે નિશ્ચય સમ્યગ્દર્શન સાતમા ગુણસ્થાને હોય છે તો તે ભૂલ છે. નિશ્ચય સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી હોય છે. ત્યાર પછી મુનિપણું આવે છે. મુનિ પાંચ સમિતિનું પાલન કરે છે. વળી બ્રહ્મચર્યથી મુનિની પરીક્ષા કરે તો તે પણ સાચી પરીક્ષા નથી. બ્રહ્મચર્યનું પાલન કરી જીવ અનંતવાર નવમી રૈવેયક ગયેલ છે. વ્રતના બે ભેદ છે-એક નિશ્ચયવ્રત છે ને બીજું વ્યવહાર વ્રત છે. પોતાના સ્વભાવને ચૂકી પાંચ મહાવ્રતના પરિણામ આવે તે નિશ્ચયથી હિંસા છે; પણ આત્માનું ભાન હોય તેના અહિંસાના શુભભાવને વ્યવહારથી અહિંસા કહે છે. અમારા મુનિ ધન આદિ રાખતા નથી, વસ્ત્ર રાખતા નથી, પોતાના માટે વેચાતું પુસ્તક લે નહિ, એવા પરિણામ પણ આસ્રવ છે. તેના વડે મુનિની પરીક્ષા કરે તો તે પરીક્ષા સાચી નથી. વળી ઉપવાસ, અભિગ્રહ કે નિયમથી મુનિની પરીક્ષા કરે તો તે પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૧૨૧ યથાર્થ નથી. ઘણીવાર જીવે એવા ઉપવાસાદિ કરેલ છે. ટાઢ તડકા સહન કરવા તે મુનિપણું નથી. અંતરનો અનુભવ તે મુનિપણું છે. તેની પરીક્ષા અજ્ઞાની કરતો નથી. વળી કોઈ મુનિ અતિ તીવ્ર ક્રોધાદિ કરે તે તો વ્યવહારાભાસમાં પણ આવતો નથી; પણ કોઈ મુનિ બાહ્ય ક્ષમાભાવ રાખે ને તેના વડે પરીક્ષા કરે તો તે પણ સાચી પરીક્ષા નથી. બીજાને ઉપદેશ આપે તે મુનિનું લક્ષણ નથી. ઉપદેશ તો જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. આવાં બાહ્ય લક્ષણોથી મુનિની પરીક્ષા કરે છે તે યથાર્થ નથી. પરમહંસાદિમાં પણ આવા ગુણો હોય છે. દયા પાળે, ઉપવાસાદિ કરે-એ લક્ષણો તો મિથ્યાષ્ટિમાં પણ હોય છે. એવા પુણ્ય પરિણામ તો જૈન મિથ્યાષ્ટિ મુનિઓમાં તથા અન્યમતિઓમાં પણ માલૂમ પડે છે. માટે તેમાં અતિવ્યામિ દોષ આવે છે. અતિવ્યાતિ, અવ્યાતિ ને અસંભવ દોષ રહિત પરીક્ષા ના કરે તે જીવ મિથ્યાદષ્ટિ છે. શુભભાવ વડે સાચી પરીક્ષા થાય નહિ. ક્રોધાદિ પરિણામ ટાળવા તે આત્માશ્રિત છે. શુદ્ધ પરિણામ, શુભ પરિણામ ને જડના પરિણામ-એમ ત્રણેની સ્વતંત્રતાની ખબર અજ્ઞાનીને નથી. સુધા જડની પર્યાય છે. અંતર સહનશીલતાના પરિણામ થાય છે તે જીવાશ્રિત છે. સુધાનું વેદન જીવને નથી. અજ્ઞાની માને છે કે મને ક્ષુધા લાગી. વિભાવ પરિણામ જીવના છે. સમ્યકત્વીને પણ વિભાવ પરિણામ આવે છે. તે સમજે છે કે મારી નબળાઈને કારણે તે આવે છે. પરને લીધે આવતા નથી. કોઈ જીવ પરની દયા પાળે છે; તે કથનમાં પરના શરીરની ક્રિયા જડને આશ્રિત છે, ને પોતામાં અનુકંપાના પરિણામ થયા તે જીવાશ્રિત છે. પરિગ્રહ ન આવવો તે જડને આશ્રિત છે તે રાગમંદતા થવી તે જીવાશ્રિત છે-આમ જીવ-આશ્રિત ભાવ ને પુદગલ આશ્રિત ભાવની જેને ખબર નથી તે મિથ્યાદષ્ટિ છે. ઉપવાસમાં રાગમંદતા થવી તે જીવને આશ્રિત છે ને ખાવાના પદાર્થો ન આવવા તે જડને આશ્રિત છે; ક્રોધના પરિણામ થવા તે જીવને આશ્રિત છે ને લાલ આંખ થવી તે જડને આશ્રિત છે; ઉપદેશવાક્યો જડને આશ્રિત છે ને ઉપદેશ દેવાનો ભાવ જીવને આશ્રિત છે–આમ બન્નેના ભેદજ્ઞાનની ખબર નથી, તે સાચી પરીક્ષા કરી શકતો નથી. ચૈતન્ય ને જડ અસમાનજાતિપર્યાય છે. જડની પર્યાય મારાથી થાય છે-એમ અજ્ઞાની માને છે, તે અસમાનજાતિ મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી મિથ્યાદષ્ટિ જ રહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨] શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મુનિનું સાચું લસણ હવે મુનિની સાચી પરીક્ષા કરે છે. મુનિને વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી મુનિની સાચી પરીક્ષા થતી નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. અહીં એકતાની વાત છે, પૂર્ણતાની વાત નથી. ચોથ, પાંચમે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. ત્યાર પછી આગળ વધે તો પ્રથમ સાતમું ગુણસ્થાન આવે છે, પછી છઠું આવે છે. સ્વરૂપમાં અકષાય પરિણતિ થાય છે તે નિશ્ચયવ્રત છે ને જે શુભ પરિણામ આવે છે તે વ્યવહાર વ્રત છે. ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે. દેવાદિની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નથી, શાસ્ત્રનું ભણતર સમ્યજ્ઞાન નથી, ૨૮ મૂળગુણનું પાલન તે સમ્યક ચારિત્ર નથી, તે બધો વ્યવહાર છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે પરીક્ષા કરી દેવાદિની આજ્ઞાને માને તે સમ્યકત્વી છે. જેમ વેપારી ચીજ લેવા જતાં પરીક્ષા કરે છે તેમ અહીં ઉપાદાન નિમિત્ત, સ્વભાવ-વિભાવ, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિનું સ્વરૂપ સમજીને પરીક્ષા કરવી જોઈએ. ભાન વિના મુનિપણું લઈને શુક્લલેશ્યા કરીને જીવ નવમી રૈવેયકે ગયેલ છે, છતાં ધર્મ થયો નથી; ને આત્માનું ભાન કરે તો દેડકું પણ સમ્યગ્દર્શન પામી શકે છે. જ્ઞાની પોતાની શક્તિ અનુસાર ત્યાગ તપ કરે છે; હુઠ કરે તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. જો મોક્ષમાર્ગની ઓળખાણ થાય તો તે મિથ્યાષ્ટિ રહે જ નહિ. પરંતુ મુનિનું સાચું સ્વરૂપ ન જાણે તો સાચી ભક્તિ કયાંથી હોય? ન જ હોય. સોનું કસોટી કરીને લે છે, તેમ કસોટી કરવી જોઈએ. ધર્મમાં કસોટી ન કરે તો ન ચાલે. સાચા મુનિના અંતરની પરીક્ષા અજ્ઞાની કરતો નથી ને વ્યવહારથી તથા શુભ ક્રિયાથી પરીક્ષા કરી, તેની સેવાથી ભલું જાણે છે; પણ પરની સેવાથી ભલું થતું નથી, પરની સેવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નથી. અજ્ઞાની જીવ તેમાં ભલું માની સેવા કરે છે. ગુરુની ભક્તિ અનુરાગી થઈને કરે છે. એ પ્રમાણે તેની ગુરુભક્તિનું સ્વરૂપ કહ્યું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] ફાગણ સુદ ૧૩ ગુવાર, તા. ર૬-ર-પ૩ શાસ્ત્રભક્તિ સંબંધી અજ્ઞાનીની ભૂલ હવે અજ્ઞાનીની શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએ. કોઈ જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે, કેવળી ભગવાનના પૂજ્ય પણાથી તેમની વાણી પણ પૂજ્ય છે એમ માની તેની ભક્તિ કરે છે. આત્મા ને જડની ભિન્નતાની તથા સાત તત્ત્વોની પૃથતાની ખબર નથી. એકલી વાણીની ભક્તિ કરે છે તો તે પુણ્ય પરિણામ છે, ધર્મ નથી. પંચાસ્તિકાય ગાથા ૧૭ર ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યે નિશ્ચયાભાસી ને વ્યવહારાભાસીનું વર્ણન કરેલ છે. પર્યાયમાં રાગદ્વેષ હોવા છતાં પર્યાયને પ્રગટ શુદ્ધ માની લે તે નિશ્ચયાભાસી છે. દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા કર્યા વિના શુભરાગથી ધર્મ માને તે વ્યવહારાભાસી છે. જે જીવ પરીક્ષા વિના વાણીને પૂજ્ય માને છે તે મિથ્યાદષ્ટિ છે. વળી કોઈ આ પ્રમાણે પરીક્ષા કરે છે કે અમારા શાસ્ત્રોમાં રાગ મંદ કરવાનું કહ્યું છે, પણ શાસ્ત્ર તો રાગરહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવાનું કહ્યું છે. રાગનો અભાવ કરવાનું કહ્યું છે તેને તે સમજતો નથી. કષાય મંદ કરે તે પુણ્ય છે, ધર્મ નથી. વળી અમારાં શાસ્ત્રમાં જેવી દયા છે તેવી દયા બીજે નથી-એમ તે કહે છે; પણ પરની દયા જીવ પાળી શકતો નથી, પરની દયા પાળવાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી એમ શાસ્ત્ર કહે છે. અજ્ઞાની તેને સમજતો નથી. પોતાની પર્યાયમાં રાગની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. પરની દયાનો ભાવ નિશ્ચયથી હિંસા છે. જીવો ને જીવવા દો' એમ અજ્ઞાની કહે છે. કોઈનું જીવન કોઈ પરને આધીન નથી. શરીર કે આયુષ્યથી જીવવું તે આત્માનું જીવન નથી. પોતાની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ સ્વભાવની દષ્ટિપૂર્વક થવા ન દેવા ને જ્ઞાતાદષ્ટા રહેવું એનું નામ જીવન છે. જૈન આત્માનું સ્વરૂપ છે. જૈનશાસ્ત્ર પરની દયા પાળવાનું કહેતા નથી. અજ્ઞાની કહે છે કે નિગોદમાં અનંતા જીવો છે, બેઇન્દ્રિયાદિ જીવો અનેક છે, તેની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૨૪ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો દયા પાળવી જોઈએ, પણ તે ભૂલ છે. જગત્કર્તા ઈશ્વરની માન્યતાવાળો જીવ જેમ મિથ્યાદષ્ટિ છે, તેમ ૫૨ જીવોની પર્યાય પોતાના શુભરાગને આધીન છે એમ માનના૨ ૫૨ની પર્યાયનો કર્તા થાય છે, તે જગત્કર્તા ઈશ્વર છે એવી માન્યતાવાળાની જેમ મિથ્યાદષ્ટિ છે. કોઈ પ્રશ્ન કરે કે-જોઈને ચાલવાનું કહ્યું છે ને? તો કહે છે કે શરીરની પર્યાય મારાથી થાય છે એમ માનવું તે મિથ્યાત્વશલ્ય છે. જડની પર્યાય જડથી થાય છે છતાં આત્માના ધ્યાનપૂર્વક શરીરની ક્રિયા આવી કરું તથા આમ શરીરને રાખું તો જીવ બચે તેમ માનના૨ જૈન નથી. જો આત્માની ઈચ્છાથી શરીરમાં કામ થતું હોય તો શરીરમાં રોગ કેમ આવે છે? આત્માની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી હોય તો તે પરાધીન થઈ જાય. કોઈ પદાર્થ બીજા પદાર્થની ક્રિયા કરી શકતો નથી. પોતાના જ્ઞાનાનંદસ્વભાવના ભાનપૂર્વક રાગ થવા ન દેવો ને રાગરહિત લીનતા કરવી તે અહિંસા ને દયા છે; અને એવા ભાનપૂર્વક બીજા પ્રાણીને દુઃખ ન દેવાનો ભાવ તે વ્યવહાર દયા છે, તે પુણ્ય આસ્રવ છે. આત્મા ૫૨ જીવની પર્યાયનો તથા શરીર, મન, વાણીની પર્યાયનો કર્તા નથી. જો જડની ક્રિયા આત્માથી થાય તો જડના દ્રવ્ય તથા ગુણે શું કર્યું? જગતને અનેકાંત તત્ત્વની ખબર નથી. આત્મામાં જડ નથી ને જડમાં આત્મા નથી;-આમ અનેકાંતની ખબર નથી ને બહારમાં દયા માને છે તે મિથ્યાદિષ્ટ છે. વળી તે કહે છે કે અમારાં શાસ્ત્રમાં ક્ષમા કહી છે; તો અન્યમતનાં શાસ્ત્રમાં પણ ક્ષમા કહી છે. વૈરાગ્ય ને ક્ષમા શાસ્ત્રને ઓળખવાનું લક્ષણ નથી. વળી કહે છે કે અમારા શાસ્ત્રમાં શીલ પાળવાનું તથા સંતોષ રાખવાનું કહ્યું છે, માટે અમારાં શાસ્ત્રો ઊંચા છે, તો તેવા શુભ પરિણામ રાખવાનું અન્યમતનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે. માટે તે લક્ષણ સાચું નથી. વળી, આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે, એવી ઉત્કૃષ્ટતા જાણી તેની ભક્તિ કરે છે. હવે જ્યાં અનુમાનાદિનો પ્રવેશ નથી ત્યાં સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. જૈન શાસ્ત્રનું સાચું લક્ષણ અહીં જૈનશાસ્ત્રમાં તો અનેકાંતરૂપ સાચા જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે. શરીરમાં આત્માનો અભાવ છે, આત્મામાં શ૨ી૨નો અભાવ છે; કર્મનો આત્મામાં અભાવ છે; આત્માનો કર્મમાં અભાવ છે;–આમ અનેકાંતસ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૨૫ હોવું જોઈએ. શરીર જડ છે, તે આત્માથી ચાલતું નથી. શરીર આત્માથી પૃથક્ છે તો તેની ક્રિયા પણ પૃથક્ છે-આમ અનેકાંત દ્વારા જ્ઞાની શાસ્ત્રની ઓળખાણ કરે છે. શરીરમાં રોગ આવે તે જડની પર્યાય છે, દ્વેષ થવો તે આસ્રવ છે, જડની પર્યાયમાં આસવનો અભાવ ને આસવમાં જડનો અભાવ છે. એમ માને તે અનેકાંત છે. હું જીવ છું અને બીજા અનંતા જીવોને અનંતાનંત પુદ્દગલો તે હું નથી એટલે કે મારી પર્યાય ૫૨થી નથી ને પરની પર્યાય મારાથી નથી, એમ અનેકાંત છે. અજ્ઞાની માને છે કે ૫૨ જીવ બચે છે તો મને પુણ્ય થાય છે ને મને શુભભાવ થયો તો પ૨જીવ બચ્યો, પણ એમ માનવાથી અનેકાંત રહેતું નથી. ૫૨ જીવની પર્યાય ૫૨માં છે ને શુભભાવ સ્વતંત્ર તારામાં છે,-બન્નેને સ્વતંત્ર સમજવા જોઈએ. ભગવાનની પ્રતિમાને લીધે શુભભાવ માને તો એકાંત થઈ જાય છે. શુભભાવ થયો માટે મંદિર થયું તો એકાંત થઈ જાય છે. જૈનશાસ્ત્ર સાત તત્ત્વોને પૃથક્પણ બતાવે છે. જીવ છે તો અજીવ છે,-એમ નથી. શુભ પરિણામ છે તો અજીવની પર્યાય થાય છે-એમ નથી. પાપનાં પરિણામ થયાં તો પ૨ જીવ મરી ગયો,–એમ નથી. પાપ પરિણામ જીવમાં થાય છે ને ૫૨ જીવ જુદો છે એમ સ્વતંત્ર છે. ઉમાસ્વામી મહારાજ સાત તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. જીવમાં અજીવાદિ છ તત્ત્વોનો અભાવ છે. અજીવમાં જીવાદિ છ તત્ત્વોનો અભાવ છે. પાપ પરિણામ પોતાથી થાય છે ને ૫૨ જીવ મરે છે તે તેના કારણે મરે છે. વળી શુભાશુભરહિત પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટતી સંવર પર્યાય શુદ્ધ છે. પુણ્યથી સંવર માને તો આસ્રવ ને સંવર એક થઈ જાય. આવી પરીક્ષા કર્યા વિના શાસ્ત્રની ભક્તિ કરે તો પુણ્ય છે. તેનાથી જન્મ-મરણનો અંત આવતો નથી. એકમાં બીજું તત્ત્વ નથી. હું ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ છું ને સંવર-નિર્જરા પર્યાય છે. ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી–એમ સમજવું જોઈએ. નિમિત્તને લીધે નૈમિત્તિક નથી; શાસ્ત્રને લીધે જ્ઞાન થયું-એમ નથી; ને જ્ઞાન થયું માટે શાસ્ત્રને આવવું પડયું એમ પણ નથી. બન્ને પર્યાય ભિન્ન-ભિન્ન છે, એકમાં બીજાનો અભાવ છે. આવી પરીક્ષા નથી ને સમજ્યા વગર શાસ્ત્રની ભક્તિ કરે તો ધર્મ નથી. શાસ્ત્રનું લક્ષણ દયા, વૈરાગ્ય વગેરે માનતાં અતિવ્યાપ્તિ દોષ આવે છે; કારણ કે તેવા પરિણામ કરવાનું તો અન્યમતનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે. અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ તે શાસ્ત્રનું લક્ષણ છે. વળી દિવ્યધ્વનિમાં તથા શાસ્ત્રમાં સાચો રત્નત્રય મોક્ષમાર્ગ કહ્યો છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યવહા૨ રત્નત્રય અધૂરી દશામાં આવે છે પણ તે સાચો મોક્ષમાર્ગ નથી. જ્ઞાનસ્વભાવી આત્માની પ્રતીતિ, સ્વસંવેદન જ્ઞાન ને રાગરહિત રમણતાને મોક્ષમાર્ગ કહે છે. જેમ અર્હુતનું લક્ષણ વીતરાગતા ને કેવળજ્ઞાન છે, પણ બાહ્ય સમવસરણાદિ લક્ષણ નથી, તેમ મુનિનું લક્ષણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે, પણ નગ્ન શરીર તે સાચું લક્ષણ નથી, તેમ શાસ્ત્રનું લક્ષણ નવતત્ત્વોનું ભિન્નપણું ને સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે, પણ દયાદાનાદિનું પ્રરૂપણ તે શાસ્ત્રનું લક્ષણ નથી. લક્ષણ તેને કહે છે કે જે તે જે પદાર્થમાં હોય ને બીજે ન હોય. અમારા ભગવાન પાસે દેવો આવે છે તે સાચું લક્ષણ નથી. અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે લક્ષણથી અર્હતની ઓળખાણ થાય છે. કોઈ શાસ્ત્ર કહે કે પહેલો વ્યવહાર આવે છે ને પછી નિશ્ચય આવે છે તો તે શાસ્ત્રનું સાચું લક્ષણ નથી. વ્યવહાર પરિણામ રાગ છે ને નિશ્ચય અરાગ પરિણામ છે. રાગથી અરાગ પરિણામ થયા માને તો એકાંત થઈ જાય. માટે ધવલા, સમયસાર, ઈષ્ટોપદેશ વગેરે સાચાં શાસ્ત્રોમાં એક જ વાત છે. મુનિને ૨૮ મૂળગુણ છે તો આત્માની શુદ્ધતા ટકે છે-એમ નથી. આસ્રવ ને સંવર-નિર્જરા જુદાં જુદાં છે-આમ પરિક્ષા કરવી જોઈએ. અજ્ઞાની જીવ પરીક્ષા કર્યા વિના શાસ્ત્રને માને છે. આત્માનો મોક્ષમાર્ગ ૫૨થી થતો નથી, તેમજ દયા-દાનાદિથી થતો નથી શુદ્ધ ચિદાનંદ આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને લીનતાથી મોક્ષમાર્ગ થાય છે. સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવે તે શાસ્ત્રનું સાચું લક્ષણ છે. ચારે અનુયોગ એમ બતાવે છે કે એક તત્ત્વને લીધે બીજું તત્ત્વ નથી, વ્યવહારથી નિશ્ચય નથી ને નિશ્ચયથી વ્યવહાર નથી-એમ જે માનતો નથી તે શાસ્ત્રનો ભક્ત નથી. કુંભાર આવે તો ઘડો થાય એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. કુંભાર જીવદ્રવ્ય છે, ઘડો પુદ્ગલની અવસ્થા છે, એકને લીધે બીજાની પર્યાય નથી. અનેકાંત રહસ્યથી જૈનશાસ્ત્રની ઉત્કૃષ્ટતાને ઓળખતો નથી તે મિથ્યાદષ્ટિ છે. માટીમાં ચૂનાની છાંટ હોય તો તે માટીનાં બધાં વાસણ ગરમ કરતાં તૂટી જાય. જેને માટી ને ચૂનાની ભિન્નતાની ઓળખાણ નથી તેનાં વાસણ તૂટી જાય છે. એમ અનેકાંત તત્ત્વોમાં ભૂલ રહી જાય ને એકાંત થઈ જાય તો બધી ભૂલ થાય છે. દેવ, ગુરુ ને શાસ્ત્ર કહે છે કે પ્રત્યેક તત્ત્વ પૃથક્ છે; ને શુદ્ધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૨૭ આત્માના આશ્રયે વીતરાગતા થાય છે; એમાં કયાંક ભૂલ અથવા વિપરીત અભિનિવેશ રહી જાય તો મોક્ષમાર્ગ થતો નથી. એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહા૨ સમ્યક્ત્વ માને છે, પણ નિશ્ચય પ્રગટયા વિના વ્યવહાર કેવો? અહંતાદિનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેની પ્રતીતિ પણ સાચી થઈ નથી અને સાચી પ્રતીતિ વિના સમ્યકત્વની પણ પ્રાપ્તિ નથી; તેથી તે મિથ્યાદષ્ટિ જ રહે છે. DOOZGG DOZZ DG Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬) તત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું ઉમાસ્વામી મહારાજે તત્ત્વાર્થસૂત્ર બનાવેલ છે. તેમાં તત્ત્વાર્થપ્રસ્થાન સભ્ય વર્શનમ્ સૂત્ર છે. તેમાં તત્ત્વ=ભાવ, અને અર્થ-પદાર્થ, (દ્રવ્ય, ગુણ પર્યાય ) પદાર્થના (એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાયના) ભાવનું યથાર્થ ભાન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શનની વાત નથી. આત્મદર્શન કહો કે તત્ત્વાર્થ શ્રદ્ધાન કહો તે એક જ વાત છે. માટે જે સાત તત્ત્વોને ભિન્નભિન્ન યથાર્થપણે શ્રદ્ધ તેને સમ્યગ્દર્શન હોય છે. જીવનો સ્વભાવ શાયક શુદ્ધ ચિદાનંદ છે, રાગ અને શરીરથી ભિન્ન છે. શરીર, કર્મ આદિ અજીવ છે, અને અજીવનો સ્વભાવ જડ છે. પુણ્ય-પાપના પરિણામ આસ્રવ છે, અને તેનો સ્વભાવ આકુળતા છે. મારો સ્વભાવ અનાકુળ આનંદ છે. વિકારમાં અટકવું તે બંધ છે. આત્માની શુદ્ધિ અર્થાત્ યથાર્થ રુચિ, જ્ઞાન ને રમણતા તે સંવર તત્ત્વ છે. શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા તત્ત્વ છે; અને સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. સાત તત્ત્વમાં જીવ અને અજીવ દ્રવ્ય છે; આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. આમ સાત તત્ત્વના યથાર્થ અને પૃથક પૃથક ભાવનું શ્રદ્ધાન અને ભાન થવું તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. અજ્ઞાનીને આવું શ્રદ્ધાન અને ભાસન હોતું નથી. મુનિનો શુભરાગ નિમિત્ત માત્ર છે, મુનિ ખરેખર શાસ્ત્રનાં કર્તા નથી. શુભરાગ આવે છે તે આસ્રવ છે તેને મુનિ જાણે છે. મુનિથી શાસ્ત્ર બન્યું એમ કહેવું તે નિમિત્તનું કથન છે. અજ્ઞાની શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે, અને અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તત્ત્વનો ભાવ ભાસતો નથી, તેથી સમ્યકત્વ થતું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૨૯ ફાગણ સુદ ૧૪ શુક્રવાર, તા. ૨૭-૨-પ૩ હવે કદાચિત્ કોઈ સાત તત્ત્વની શ્રદ્ધા શાસ્ત્ર મુજબ કરી લે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે શીખી લે, શાસ્ત્ર શું કહે છે તેમાં ઉપયોગ લગાવે, બીજાને ઉપદેશ આપે પણ જીવ-અજીવાદિના ભાવની તેને ખબર નથી, ને ભાવ ભાસન વિના તત્ત્વાર્થશ્રદ્ધા કયાંથી થાય? ન થાય. ભાવ ભાસવો શું છે તે અહીં કહે છે. ભાવભાસનનું દષ્ટાંત સહિત નિરૂપણ જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂછના અને તાલના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતો નથી, ને સ્વરૂપ ઓળખાણ વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો નિર્ણય પૂર્વક માનતો નથી; તેથી તેનામાં ચતુરપણું થતું નથી. તેમ કોઈ જીવ સમ્યગ્દર્શન પામવા માટે શાસ્ત્રમાંથી જીવ-અજીવનું સ્વરૂપ શીખી લે છે, પણ આત્મા જ્ઞાનસ્વભાવ છે, પુણ્ય પાપ-આસ્રવ છે; તે બધાનો નિર્ણય પોતાના અંતરથી કરતો નથી. શાસ્ત્રથી શીખે છે, પણ હું જ્ઞાયકસ્વરૂપ છું, પુણ-પાપ વિકાર છે. શરીર અજીવ છે, આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટે તે સંવર-નિર્જરા છે–એમ નિર્ણયપૂર્વક સમજતો નથી તે વ્યવહારાભાસી છે. તે અન્ય તત્ત્વોને અન્ય સ્વરૂપ માની લે છે અથવા સત્ય માને તો ત્યાં નિર્ણય કરતો નથી. તેથી તે મિથ્યાષ્ટિ છે. જે સત્ય ન માને તેની વાત તો ઉપર કહેવાઈ ગઈ, પણ સત્યને જે નિર્ણય કર્યા વિના માને તેને પણ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વિના ચારિત્ર, તપ કે વ્રત હોતાં નથી. અહીં ત્રણ વાત કરી છે. (૧) દેવ-ગુરુ-શાસ્ત્રને ઓધે માને તો તે ભૂલ છે. (૨) તત્ત્વોનું જ્ઞાન કરતો નથી તે મિથ્યાષ્ટિ છે. (૩) તત્ત્વોને ઓથે માને પણ અંતરમાં ભાવભાસન નથી તે મિથ્યાદષ્ટિ છે. અહીં જેને ભાવભાસન નથી તેની વાત ચાલે છે. દારૂ પીધેલો માણસ જેમ કોઈવાર માતાને માતા કહે તોપણ તે ગાંડો છે, તેમ મિથ્યાદષ્ટિ જીવ નવ તત્ત્વોનાં નામ બોલે, પણ હું જીવ છું, વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત હું શુદ્ધ છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. વળી જેમ કોઈ સંગીતશાસ્ત્રાદિ ભયો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. તેમ કોઈ શાસ્ત્ર ભણે અથવા ન ભણે પણ જો જીવાદિનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૩૦ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાવભાસન છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. પુણ્ય-પાપ દુઃખદાયક છે, અધર્મ છે; રાગરહિત પરિણામ શાંતિદાયક છે, હું શુદ્ધ જ્ઞાયક છું ને શરીર, કર્મ વગે૨ે અજીવ છે,-એમ ભાવભાસન થાય તો તે સમ્યગ્દષ્ટિ જ છે. કદાચિત્ વર્તમાનમાં શાસ્ત્રનું બહુ ભણતર ન હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ જ છે. જેમ હરણ રાગાદિનું નામ જાણતું નથી પણ રાગનું સ્વરૂપ ઓળખે છે; તેમ તુચ્છબુદ્ધિ જીવ જીવાદિનાં નામ ન જાણે, પણ તેના સ્વરૂપને ઓળખે છે. જંગલના માણસને નિધાન મળ્યું તે સંખ્યા જાણતો નથી પણ લક્ષ્મી ઘણી છે એમ જાણે છે; તેમ તિર્યંચ આત્માનું નામ, સંખ્યા વગેરે ન જાણે તોપણ તેને અંતર ભાવભાસન થાય તો સમ્યક્ત્વી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તેને નવ તત્ત્વોના નામ આવડતા નથી પણ તેનું સ્વરૂપ સમજે છે. હું જીવ શાયક તત્ત્વ છું, શરીરાદિ ૫૨-અજીવ છે, તે મારામાં નથી. પુણ્ય-પાપના ભાવ તથા આસવ-બંધના ભાવ બૂરા છે ને સંવર-નિર્જરા-મોક્ષના ભાવ ભલા છે. એમ ચા૨ બોલમાં સાત તત્ત્વોનું ભાસન થયું છે. તેને પૂર્વે જ્ઞાનીનો ઉપદેશ મળ્યો છે; તિર્યંચ આદિ ભાવભાસનનો વર્તમાન પુરુષાર્થ કરે છે, તેમાં નિમિત્ત પૂર્વ સંસ્કારાદિ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ભલા ભાવ છે વગેરે પ્રકારે ભાવભાસન છે, તેમાં દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ પણ આવી જાય છે. કોઈ જીવ નવતત્ત્વનાં નામ માત્ર બોલી જાય પણ અંતર નિર્ણય કરે નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. જતનાથી ચાલવું તેને નિશ્ચય સમિતિ માની લે છે. ચાલવું તો જડની ક્રિયા છે ને અંદરમાં શુભભાવ થવા તે વ્યવહા૨સમિતિ છે, ને રાગરહિત અંતરમાં શુદ્ધપરિણતિ થવી તે નિશ્ચય સમિતિ છે,એમ ભાવભાસન નથી, તે કદાચિત્ માત્ર શબ્દો ગોખી જાય તોપણ મિથ્યાદષ્ટિ છે. હવે ભાવભાસનમાં શિવભૂતિ મુનિનું દૃષ્ટાંત આપે છે. તેઓ આત્મજ્ઞાની ધર્માત્મા મુનિ હતા, છઠ્ઠી-સાતમી ભૂમિકામાં ઝૂલતા હતા. તેઓ જીવાદિનાં નામ જાણતા ન હતા. ‘તુષામિન્ન' એમ ઘોષણા કરવા લાગ્યા. ગુરુએ ‘મા રુપ મા તુષ' અર્થાત્ રાગદ્વેષ કરીશ નહિ–એમ કહેલ, પણ તે ભૂલી ગયા. પરંતુ તેમને ભાવનું ભાસન હતું. એક વખત આહાર લેવા જતા હતા ત્યારે રસ્તામાં એક બાઈ અળદની દાળ પરથી ફોતરાં કાઢતી હતી. તેણે બીજીએ પૂછતાં જવાબ આપ્યો કે ‘સુષમાવભિન્ન’કરું છું, માષ એટલે અળદ ને તુષ એટલે ફોતરાં. અળદની દાળમાંથી ફોતરાં કાઢી નાખું છું. હું શુદ્ધ ચિદાનંદ છું એવું ભાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૩૧ તો હતું પણ વિશેષ લીનતા કરી તે વીતરાગ દશા પામ્યા. મન, વાણી, દેહથી હું ભિન્ન છું, રાગદ્વેષ ફોતરાં છે, તેનાથી રહિત હું જ્ઞાનસ્વભાવી છું, એમાં વિશેષ લીનતા કરવાથી તે કેવળજ્ઞાન પામ્યા; શાસ્ત્રનું જ્ઞાન ન હતું, છતાં કેવળજ્ઞાન પામ્યા. સમ્યગ્દર્શન પછીની આ વાત છે. શિવભૂતિ મુનિ જે શબ્દો બોલ્યા તે સિદ્ધાંતના શબ્દ ન હતા, પરંતુ સ્વપરના ભાનસહિત ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાન પામ્યા. અગિયાર અંગનો પાઠી થાય, અથવા ઉગ્ર તપશ્ચર્યા કરે તોપણ જેને આત્માનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે. વળી અગિયાર અંગનો પાઠી જીવાદિનાં વિશેષો જાણે છે, પણ તેને અંતરના ભાવ ભાસતા નથી તેથી તે મિથ્યાષ્ટિ રહે છે. અભવ્યને નામનિક્ષેપથી તત્ત્વનું શ્રદ્ધાન છે, પણ ભાવનિક્ષેપથી ભાવભાસન નથી. જે સંસારની વાતમાં ડહાપણ કરે છે પણ ધર્મમાં મૂર્ણપણું બતાવે છે તેને ધર્મની પ્રીતિ નથી, તથા જો શાસ્ત્રની પ્રીતિ થઈ પણ ભાવનું ભાસન નથી તો તે પણ મિથ્યાષ્ટિ છે. જીવ-અજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા વીતરાગ શાસ્ત્રમાં જેવી જીવાદિ તત્ત્વની વાત છે તેવી બીજે કયાંય નથી. ભગવાનની વાણીને અનુસાર આચાર્ય શાસ્ત્ર રચ્યાં છે. સમયસાર, નિયમસાર, પખંડઆગમ આદિ જૈનશાસ્ત્રો છે. તેમાં કહેલા ત્રસસ્થાવરાદિરૂપ જીવના ભેદ શીખે છે, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો શીખે છે. જીવ-પુદ્ગલાદિના ભેદોને વા તેના વર્ણાદિ ભેદોને જાણે છે, વ્યવહારશાસ્ત્રોની વાતો જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાના કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. જડકર્મથી આત્મા ભિન્ન છે એવું ચૈતન્યસ્વરૂપ અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે. વ્યવહારશાસ્ત્રમાં કર્મ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ કહ્યો હોય છે. અધ્યાત્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગુણસ્થાન-માર્ગણાસ્થાન તે જીવનું મૂળ સ્વરૂપ નથી. વીતરાગ દશાનું કારણ જીવ દ્રવ્ય છે. અધ્યાત્મશાસ્ત્રમાં કઈ અપેક્ષાએ કથન છે તેને સમજતો નથી. આગમશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ માર્ગણાસ્થાન ને ગુણસ્થાન સહિત તથા વર્તમાન પર્યાયસહિત કહેલ છે. અધ્યાત્મશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ મુખ્યપણે એકલું શુદ્ધ કહેલ છે. વર્તમાન પર્યાયને ગૌણ કરી ત્રિકાળી શુદ્ધ સ્વભાવને જીવ કહ્યો છે, તેના સ્વરૂપને અજ્ઞાની યથાર્થ જાણતો નથી. વળી કોઈ પ્રસંગથી તેવું પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો જાણવું થાય તો શાસ્ત્રાનુસાર જાણી લે છે. પરંતુ પોતાને પોતારૂપ જાણી તેમાં પરનો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પરમાં ન મેળવવો એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. પોતે પોતાને જાણતો નથી. હું જ્ઞાયક ચિદાનંદ છું, કર્મ-શરીરનો અંશ પોતામાં ન માનવો, શરીરની ક્રિયા મારાથી થાય છે, એમ ન માનવું. આત્માની ઈચ્છા કર્મને શરીરમાં કાર્યકારી નથી, ને પોતાની જ્ઞાનપર્યાય શાસ્ત્રમાં નથી-એમ ભેદજ્ઞાન કરતો નથી. હું ઈચ્છા કરું તો પરની દયા પળે છે એમ માનવાથી જીવનો અંશ અજીવમાં આવી જાય છે. હવે કોઈ જીવ તત્ત્વોનાં નામ અધ્યાત્મશાસ્ત્ર અનુસાર જાણી લે પણ વાણીથી જ્ઞાન થાય છે એમ માની લે તો તે મિથ્યાદષ્ટિ છે. પરથી સમ્યગ્દર્શન થતું નથી, પોતાના આત્માની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય છે. હું છું તો કર્મ બંધાય છે તે વાત ખોટી છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં ભેળવે તો સાચું છે પણ તેવી ભિન્નતા ભાસતી નથી તેથી જીવ-અજીવની સાચી શ્રદ્ધા થતી નથી. જેમ અન્ય મિથ્યાષ્ટિ નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિકમાં અહંબુદ્ધિ ધારે છે, જાણપણું થાય છે તે પણ હું છું, શરીર વર્ણાદિ પણ હું છું, તે રાગાદિ પણ હું છું એમ બધાને એક માને છે; તેમ જૈનમાં જન્મીને એમ માને કે “હું ઉપદેશ આપું છું અથવા શરીરને ચલાવું છું” તો તે પણ જીવ-અજીવને એક કરે છે. ઉપદેશ ને શરીરની ક્રિયા તો જડની છે, તે ક્રિયા આત્મા કરી શકતો નથી છતાં તે પોતાથી થઈ એમ જે માને છે તે જીવ-અજીવની સાચી શ્રદ્ધા કરતો નથી તેથી મિથ્યાદષ્ટિ રહે છે. ફાગણ સુદ ૧૫ શનિવાર, તા. ૨૮-૨-૫૩ અહીં વ્યવહારાભાસીનું નિરૂપણ ચાલે છે. જીવની ક્રિયા જીવમાં છે અને અજીવની ક્રિયા અજીવમાં છે, તેનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે. જેમ અન્યમતવાળો જીવ નિર્ણય વિના વર્તમાન અંશમાં દષ્ટિ કરે છે ને જાણપણા વિષે ને વર્ણાદિ વિષે અહંબુદ્ધિ ધારે છે, તેમ જૈનમાં જન્મીને એમ માને કે હું જ્ઞાનવાન છું ને ઉપદેશ પણ હું આપું છું; તે જીવ અને અજીવને એક માને છે. જ્ઞાન આત્માશ્રિત છે ને ઉપદેશ જડ-આશ્રિત છે એવી તેને ખબર નથી. વળી ઉપવાસ વખતે શરીરનું ક્ષીણ થવું અથવા ભોજનનું છૂટવું તે જડની ક્રિયા છે, છતાં તેને પોતાની માને છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૩૩ દયાદાનાદિ પરિણામ તથા જ્ઞાનાદિના પરિણામ આત્માશ્રિત છે ને શરીરની ક્રિયા જડને આશ્રિત છે, છતાં બધી ક્રિયા આત્માશ્રિત માને છે તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાનપર્યાય રાગપર્યાય ને જડની પર્યાય-બધાને તે એક માને છે. ઉપદેશ મેં કર્યો ને રાગ પણ મેં કર્યો એમ તે માને છે. ભગવાન પાસે જવાનો શુભરાગ આત્માશ્રિત છે, ને શરીરનું હાલવું-ચાલવું, હાથ જોડવા તે પુદ્ગલાશ્રિત છે; છતાં બન્નેને એક માનવા તે ભૂલ છે. વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી. શરીરની ક્રિયા તથા પર જીવની ક્રિયા મારી નથી. જ્ઞાન ને રાગ કરે છે તે જીવ કરે છે તેવી ખબર નથી. અંતરંગમાં તેને શાસ્ત્રાનુસાર શ્રદ્ધાન નથી. જેવી રીતે કેફી મનુષ્ય માતાને માતા કહે તોપણ તે શાણો નથી તેમ આને પણ સમ્યગ્દષ્ટિ કહેતા નથી. કોઈ શાસ્ત્રની વાત કહે, પણ અંતરંગમાં શ્રદ્ધાન ન થયું તો તેને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. જીવે ઈચ્છા કરી તો શુદ્ધ આહાર આવ્યો-એમ માનનાર જીવ અને અજીવને એક માને છે, સાત તત્ત્વોમાં જીવ-અજીવની પ્રતીતિનાં ઠેકાણાં નથી. જેવી રીતે કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ જીવ આત્માનું કથન કરે છે; પણ હું પોતે જ આત્મા છું, પુણ્ય પરિણામ વિકાર છે અને શરીરાદિ જડ છે એવું ભિન્નપણે તેને ભાસતું નથી. આત્માથી શરીર જુદું છે એમ કહે પણ શરીરથી આ મારો આત્મા તદ્દન જુદો છે એવો ભાવ પોતામાં બેસાડતો નથી. જડની પર્યાય ક્ષણે ક્ષણે જડથી થાય છે. પોતાના પરિણામ જુદા છે એવી ભિન્નતાનો ભાસ થતો નથી. તેથી તે મિથ્યાષ્ટિ છે. નૈમિત્તિક ક્રિયા સ્વતંત્ર થાય છે, તેમાં અન્ય પદાર્થ નિમિત્ત માત્ર છે વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે. હું જીવ છું તો શરીર ચાલે છે, ઇંદ્રિયો છે તો મને જ્ઞાન થાય છે એમ માને છે, પણ ઈદ્રિયો તો નિમિત્તમાત્ર છે એમ જાણતો નથી. નિમિત્ત છે તો કામ થાય છે એમ માને છે. ભાષા નીકળે છે તે નૈમિત્તિક છે ને તેમાં રાગીનો રાગ નિમિત્ત માત્ર છે. રાગ થયો માટે ભાષા નીકળે છે-એમ નથી. આંખ, કાન વગેરે ઈદ્રિયોને લીધે જ્ઞાન થયું માને તે એકતાબુદ્ધિ છે. ઈચ્છાને લીધે હાથ ચાલ્યો ને રોટલી વગેરેના ટુકડા થયા, રસોઈ કરતી વખતે રોટલી બળી જાય છે તે તેના કારણે બળે છે છતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૩૪ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો બાઈએ ધ્યાન ન રાખ્યું માટે રોટલી બળી ગઈ-એ વગેરે માનવું તે ભ્રમણા છે. સ્ત્રી તો નિમિત્તમાત્ર છે, છતાં સ્ત્રીનું ધ્યાન ન હોવું ને રોટલીનું બળવું એ બે ક્રિયા એક જીવથી થઈ માનવી તે મૂઢતા છે. પુદ્દગલની પર્યાય પોતાના કારણે થાય છે તો બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. બાળકના હાથમાંથી ચાનો પ્યાલો પડીને ફૂટી જાય ત્યાં પુદ્દગલની પર્યાય નૈમિત્તિક છે ને બાળકનું બેખ્યાલપણું નિમિત્ત છે. જ્ઞાની ધર્માત્માને અલ્પ રાગદ્વેષ થાય છે છતાં સમજે છે તે ભાષા ભાષાના કારણે નીકળે છે; નબળાઈથી દ્વેષ આવે છે પણ તે ૫૨નો સ્વામી થતો નથી. આત્મામાં રાગદ્વેષ અથવા જ્ઞાન પોતાથી થાય છે તેમાં પ૨ પદાર્થ નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે માટે ક્રોધ આવે છે-એમ નથી. દાકતર પોતાના કારણે આવે છે, જીવની ઈચ્છાને લીધે આવતો નથી. પૈસાની ક્રિયા પૈસાના કા૨ણે છે, જીવની ઈચ્છાને આધીન નથી. અજ્ઞાની જીવ એમ માને છે કે બે પદાર્થો સાથે મળીને એક કામ કરે છે. બાઈએ ધ્યાન ન રાખ્યું માટે કઢી ઉભરાતી હશે ? ના. જડની ક્રિયા જડથી થાય છે. મૂર્ખ બાઈ માને છે કે હું ત્યાં હાજર હોત તો ચૂલામાંથી લાકડું કાઢી નાખત ને કઢી ઉભરાવા ન દેત, પણ એ માન્યતા મૂઢની છે. અજ્ઞાની માને છે કે હું વિચારક છું માટે જગતની વ્યવસ્થા કરી શકું છું. દેશનો, કુટુંબનો હું પ્રબંધક છું એમ માને છે તે મૂઢ છે. મૂર્ખથી જડની અવસ્થા બગડે છે ને ચતુરથી જડની અવસ્થા સુધરે છે એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. જીવનું ડહાપણ પૈસામાં કામ આવતું નથી. વેપારી મૂર્ખ છે માટે લક્ષ્મી આવતી નથી, ને ડાહ્યો છે માટે લક્ષ્મી આવે છે એમ માનવું તે મૂઢતા છે. તિજોરીને તાળાં મારે છે ત્યાં તાળાની પર્યાય અજીવની છે. જીવના કારણે તે નથી. ચોર તો ચોરવાનો ભાવ કરે છે; ને હાથમાં પિસ્તોલ રાખે છે તે જડની ક્રિયા છે. ચોરની ઈચ્છાને લીધે પિસ્તોલ ચાલતી નથી. પિસ્તોલની ક્રિયા જડના કા૨ણે છે, તેમાં ચોરનો દ્વેષભાવ નિમિત્તમાત્ર છે. આમ નૈમિત્તિક દશા ને નિમિત્તની સ્વતંત્રતાની જેને ખબર નથી એટલે કે તેનું સાચું ભાવભાસન થયું નથી તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. અજ્ઞાની કદાચ કહે કે જીવ-અજીવ જુદાં છે પણ તેને ભાવભાસન નથી. જીવ–અજીવને જાણવાનું પ્રયોજન એ જ છે કે જીવની પર્યાય જીવથી થાય છે, તેમાં અજીવ નિમિત્તમાત્ર છે–એમ ભાવભાસન થવું જોઈએ તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો]. | [૧૩પ અજ્ઞાનીને થતું નથી. આમ મિથ્યાષ્ટિના જીવ-અજીવ તત્ત્વની શ્રદ્ધાનની અયથાર્થતા બતાવી. પુદગલો જાતિ-અપેક્ષાએ એક છે પણ સંખ્યાએ અનંતાનંત છે. એક પુદ્ગલથી બીજા પુદ્ગલમાં કામ થાય તો અનંતાનંત પુદ્ગલો રહેતાં નથી. આમ સાત તત્ત્વનું ભાન નથી ને માને કે મેં પરની દયા પાળી તો તે ભ્રાંતિ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પુદ્ગલે પુદગલ તો સજાતીય છે તો એક પુદ્ગલ બીજાનું કરી શકે ને? ના એક આંગળીના સ્કંધમાં અનંતા પરમાણુ છે, તે દરેકની ક્રિયા જુદી જુદી છે. एक परिनामके न करता दरव दोइ, दोइ परिनाम एक दर्व न धरतु हैं। एक करतुति दोइ दर्व कबहु न करे, दोइ करतुति एक दर्व न करतु है।। સમયસાર નાટકમાં આ વાત કરેલ છે. બે દ્રવ્ય એક પરિણામને કરે નહિ, એક દ્રવ્ય બે પરિણામ ધરતા નથી, બે દ્રવ્ય ભેગાં થઈને એક પરિણામ કરે એમ કદી બને નહિ ને એક દ્રવ્ય કર્તા થઈને બે પરિણામ કરે એમ બને નહિ. આમ યથાર્થ શ્રદ્ધાન નથી તેને જીવ-અજીવની સ્વતંત્રતાની ખબર નથી, તેથી તે મિથ્યાષ્ટિ છે. ફાગણ વદ ૨ સોમવાર, તા. ૨-૩-૫૩ આસ્રવતત્વના શ્રદ્ધાન અયથાર્થતા વળી આસ્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને તો હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુણાસ્રવ છે તેને ઉપાદેય માને છે. દયા, બ્રહ્મચર્ય આદિના પરિણામ જીવથી પોતાથી થાય છે. તે પરિણામરૂપ ક્રિયા જીવથી થઈ છે, કર્મને લીધે નથી. જે જીવ કર્મને લીધે દયા-દાનાદિના પરિણામ માને તેની તો જીવ-અજીવ તત્ત્વમાં ભૂલ છે. શુભ-અશુભ પરિણામ કર્મથી થાય છે તે જીવ-અજીવતત્ત્વની ભૂલ છે, તે આસ્રવતત્ત્વની ભૂલ નથી; પણ જે જીવને તેવી ભૂલ છે તેની તો બધાં તત્ત્વોમાં ભૂલ છે. દયા-દાનાદિ પરિણામ જીવના અસ્તિત્વમાં છે, કર્મ નિમિત્તમાત્ર છે. પોતાથી કેવળ-જ્ઞાન થાય તેમાં કેવળજ્ઞાનાવરણીયનો અભાવ નિમિત્તમાત્ર છે. આમ યથાર્થ ન સમજે ને નિમિત્ત છે તો કામ થયું એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] [શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માનવું તે જીવ–અજીવતત્ત્વની ભૂલ છે. નિમિત્તનૈમિત્તિક સંબંધ પૃથક્ સ્વતંત્ર ન માને તો બેના અસ્તિત્વનું પ્રયોજન સિદ્ધ ન થયું. જીવમાં ભાવબંધ થાય છે તે સ્વતંત્ર છે, ને દ્રવ્યબંધ પણ સ્વતંત્ર છે. ભાવબંધને લીધે કર્મબંધ માને તો અજીવ પરતંત્ર થઈ જાય છે. કર્મબંધ કર્મના કારણે થાય છે તેમાં ભાવબંધ નિમિત્તમાત્ર છે. એમ ન માને તો જીવ-અજીવ બન્નેમાં ભૂલ છે. જીવ સ્વતંત્ર વિકાર કરે છે ત્યારે કર્મ કર્મના કારણે બંધાય છે તે પણ સ્વતંત્ર છે. એમ બોલાય ખરું કે જીવે વિકાર કર્યો માટે કર્મ બંધાણાં પણ તેનો આશય સમજવો જોઈએ. નિમિત્તનૈમિત્તિકસંબંધ સમજવો જોઈએ. કર્મ કર્મના કારણે બંધાય છે ત્યારે જીવનો વિકાર નિમિત્તમાત્ર છે એમ સમજવું જોઈએ. જેને સાચી પ્રતીતિ હોય તેને સાચું જ્ઞાન હોય જ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કેઃ સર્વ જીવોને જીવન-મરણ થવાં તે તેના પોતાના આશ્રયે છે. પોતાનાં જીવન-મરણ બીજાના આશ્રયે નથી. ૫૨ જીવને મારવો કે બચાવવો તે શું જીવના હાથની વાત છે? ના; શરીરની ક્રિયા શરીરના કારણે છે, તેમાં જીવ નિમિત્તમાત્ર છે. સર્વ જીવોનાં જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાનાં કર્મના ઉદયના નિમિત્તથી છે. તેના આયુષ્યકર્મના નિમિત્તે જીવે છે, એ પણ વ્યવહારનું કથન છે. જીવ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી રહે છે, તેમાં આયુકર્મ નિમિત્તમાત્ર છે; પણ બીજો જીવ નિમિત્ત નથી એમ અહી બતાવવું છે. અજ્ઞાની જીવ માને છે કે હું છું તો પરનાં જીવન-મરણ, સુખ-દુ:ખ થાય છે; તો તે જીવ-અજીવ તત્ત્વની ભૂલ છે. ને દયાદાનાદિ પરિણામને ઉપાદેય માનવા તે આસ્રવતત્ત્વની ભૂલ છે. વળી સુખદુ:ખના સંયોગો મળવામાં વેદનીયકર્મ નિમિત્ત છે, તેમાં બીજો જીવ સીધું નિમિત્ત નથી. સામગ્રી આવે છે તે પોતાના કારણે આવે છે ને તેમાં વેદનીય નિમિત્ત છે; ને જીવ સુખ-દુ:ખની કલ્પના કરે છે તે સ્વતંત્ર કરે છે; તેમાં દર્શનમોહનીય નિમિત્ત છે. બીજો જીવ સુખ-દુ:ખ આપી શકતો નથી. હું છું તો બીજાને નભાવું છું એમ માની પર પદાર્થનો કર્તા થાય છે તે મિથ્યાદષ્ટિ છે. હું બીજાને જીવાડું છું, મેં બીજાને સુખી કર્યા, બીજાની ક્ષુધા-તૃષા મટાડી, એમ અભિમાન કરે છે તે ભ્રાંતિ છે. ૫૨ જીવને સુખી કરવાનો અથવા જીવાડવાનો અધ્યવસાન થાય તે તો પુણ્યબંધનું કારણ છે, માટે રાજી થવા જેવું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૧૩૭ અજ્ઞાની જીવ પુર્ણ થતાં ખુશી થાય છે કે “પુણ્ય તો બંધાણા ને!' એમ માની રાજી થાય છે તે મિથ્યાદષ્ટિ છે. વળી મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધના કારણરૂપ છે. સત્ય બોલવું, આજ્ઞા વિના ચીજ ન લેવી, શરીરથી બ્રહ્મચર્ય પાલન કરવું વગેરેમાં શુભભાવ છે ને તેનાથી પુણ્યબંધ થાય છે. તેમાં રાજી થાય છે તે મોટી ભૂલ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનથી વિરુદ્ધ શ્રદ્ધા કરે તે નિગોદના આરાધક છે. મુનિ નામ ધરાવી વસ્ત્રાદિ પરિગ્રહ રાખે તો મોટો પાપી છે. મુનિપણું નહીં હોવા છતાં મુનિપણું માને તે નિગોદનો આરાધક છે એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. અહીં અજ્ઞાની, “મેં શરીરથી બ્રહ્મચર્યનું પાલન કર્યું.” એમ માની શરીરની ક્રિયાનો સ્વામી થાય છે. તે જીવ-અજીવમાં ભૂલ છે, ને તેમાં થતાં શુભ પરિણામથી ધર્મ માને તે આસ્રવમાં ભૂલ છે, અજ્ઞાની માને છે કે જીવને વિકલ્પ આવે છે માટે વસ્ત્ર છૂટી જાય છે, તો એમ નથી. વસ્ત્ર છૂટવાનું કાર્ય તો વસ્ત્રથી થાય છે. જો વિકલ્પને લીધે વસ્ત્ર છૂટયાં માને તો જીવ-અજીવમાં ભૂલ છે. પરિગ્રહ નહિ રાખવાનો ભાવ શુભ છે-પુણ્યબંધનું કારણ છે. તેને ઉપાદેય માનવો તે આસ્રવમાં ભૂલ છે. પૈસા રહેવા, અસત્ય વચન બોલવાં વગેરે તો જડની ક્રિયા છે, અને પૈસા રાખું વગેરે પરિણામ પાપ અધ્યવસાન છે. તેમાં પાપને હેય માનવું ને પુણ્યને ઉપાદેય માનવું તે આસ્રવતત્ત્વમાં ભૂલ છે. હિંસાદિકની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે. એ સર્વ મિથ્યા અધ્યવસાય છે તે ત્યાજ્ય છે. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના મરે નહિ. મારવાનો દ્વષ પોતે કર્યો તે પાપ છે. પોતે અહિંસાનો ભાવ કર્યો માટે જીવ બચ્યો નથી; તેના આયુષ્ય વિના જીવતો નથી. પોતાના શુભ પરિણામથી પુણ્ય બાંધે છે; તે ધર્મ નથી. પુણને આદરણીય માને તે આસ્રવમાં ભૂલ છે. હું જ્ઞાતાદષ્ટા છું, પરનો કર્તા નથી, હું રાગનો પણ કર્તા નથી, એમ માને ત્યાં નિબંધતા છે. નિબંધ ભાવ ઉપાદેય છે. હવે વીતરાગી દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તે. આ ઉપદેશનું વાક્ય છે. વીતરાગી દશા ન થાય ત્યાં સુધી શુભ રાગ તેના કાળક્રમે આવે છે, એમ જાણો; પણ શ્રદ્ધાન તો એવું રાખો કે દયા, દાન, ભક્તિ વગેરે બંધનું કારણ છે, હેય છે. જો શ્રદ્ધાનમાં પુણ્યને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાષ્ટિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે. જે નિશ્ચય મોક્ષમાર્ગ સાધે છે, તેના શુભરાગને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે; પણ તે બંધમાર્ગ છે, એમ જાણવું જોઈએ. ફાગણ વદ ૩ મંગળવાર, તા. ૩-૩-૫૩ તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; તેને જે જાણતો નથી ને બહારથી ધર્મ માને છે તે મિથ્યાષ્ટિ છે. અહીં આસ્રવતત્ત્વમાં ભૂલ કેવી રીતે કરે છે તે બતાવે છે. પાપને હેય માને પણ પુણ્યને ઉપાદેય માને તે આસ્રવની ભૂલ છે. વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ આસવના ભેદ છે. તેને બાહ્યરૂપથી તો માને, પણ તે ભાવોની જાતિ ઓળખે નહિ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય લક્ષણથી પરીક્ષા કરે, તે ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ છે; પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વને ન ઓળખે, ને જ્ઞાયકસ્વરૂપ આત્માની દષ્ટિ નથી, પણ પુણ્ય-પાપ ઉપર દષ્ટિ છે તે અનાદિનું મિથ્યાત્વ છે, તેને ઓળખતો નથી. સ્તની દષ્ટિ કરીને આસ્રવ છોડવો જોઈએ, પણ એ ભૂલ ટાળતો નથી. દયાદાનાદિ પરિણામ આસ્રવ છે, તેના ઉપરની દૃષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. અંતરમાં રાગને હિતકર માને છે મિથ્યાત્વને ઓળખતો નથી. વળી બાહ્ય ત્ર-સ્થાવરની હિંસાને અવિરતિ માને છે. ઈદ્રિયના વિષયોની પ્રવૃત્તિને અવિરતિ માને છે પણ તે અવિરતિનું સ્વરૂપ નથી. જડની ક્રિયા ઘટી તો વિષયો ઘટયા એમ માને છે. સ્ત્રી, લક્ષ્મીનો સંસર્ગ કરે તો અવિરતિ થાય છે એમ માને છે; પણ હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે. ઉગ્ર પ્રમાદ થવો તે અવિરતિ છે. નગ્ન થવાથી અવ્રત છૂટયાં એમ માને છે, તે ભૂલ છે, વિષયમાં આસક્તિ થવી તે અવ્રત છે. અંતરની આસક્તિ છૂટે નહિ ને માને કે હું વ્રતધારી છું. બાહ્યમાં ઈદ્રિયોના વિષયોમાં ન જોડાય માટે અવ્રત છૂટી ગયું એમ માને છે તે અવિરતિમાં ભૂલ છે. પર્યાયમાં તીવ્ર પ્રમાદભાવનો ને વિષયની આસક્તિનો ત્યાગ સ્વભાવના ભાનપૂર્વક થયો નહિ ને બાહ્યથી આસક્તિનો ત્યાગ માને તે અવિરતિરૂપ આસ્રવતત્ત્વમાં ભૂલ છે. આવી ભૂલવાળાને સમ્યગ્દર્શન હોય નહિ. આત્માના ભાનપૂર્વક વિશેષ સ્થિરતા થવી તે વ્રત છે તેને ઓળખતો નથી. પ્રમાદભાવને પીછાણતો નથી; પણ બહારનાં નિમિત્તો છૂટયાં માટે અવ્રત છૂટયાં એમ માને છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવા ભાનપૂર્વક અંશે લીનતાં થતાં અવ્રત પરિણામ છૂટી જાય છે. ને નિમિત્ત પણ નિમિત્તના કારણ છૂટી જાય છે. તેને જાણતો નથી તે આસ્રવતત્ત્વમાં ભૂલે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૩૯ વળી બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયની ખબર નથી. અનુકૂળ પદાર્થો મળે તો રાગ કરવો પડે, ને પ્રતિકૂળ પદાર્થો મળે તો દ્વેષ કરવો પડે; એ કષાયનો અભિપ્રાય છે. અજ્ઞાની માને છે કે હું વિલ્પ કરું છું માટે બહારના પદાર્થો આવે છે. અભિપ્રાયમાં કષાય રહેલ છે. તેથી આસ્રવતત્ત્વની ભૂલ છે. વળી આત્મામાં યોગ (–પ્રદેશકંપન) ની ક્રિયા છે તેને અજ્ઞાની માનતો નથી. જડની ક્રિયા મેં રોકી માટે યોગ રોકાયો એમ માને છે. મન, વચન, કાયાની ક્રિયા મેં રોકી, માટે યોગ રોકાયો એમ માને છે. મન, વચન, કાયાની ક્રિયા જડની છે, તેની ખબર નથી ને શરીરાદિની ક્રિયા રોકાણી તેથી ધર્મ થયો એમ માને છે; પણ અંતરમાં શક્તિભૂત યોગોને તે જાણતો નથી. એ પ્રમાણે તે આસ્રવોનું સ્વરૂપ અન્યથા જાણે છે. વળી રાગ, દ્વેષ, મોહરૂપ જે આસ્રવભાવ છે તેનો નાશ કરવાની ચિંતા નથી ને બાહ્ય ક્રિયા સુધારું એમ તે માને છે. અનુકૂળ નિમિત્તો મેળવવાનો ને પ્રતિકૂળ નિમિત્તો દૂર કરવાનો ઉપાય રાખે છે. બાહ્યક્રિયા છોડો, ભોજન છોડો, સ્ત્રી છોડો, લક્ષ્મીને છોડો, બાહ્ય પરિગ્રહનું પ્રમાણ કરો તો ધર્મ થશે એમ અજ્ઞાની માને છે. બહારથી ક્રિયા છૂટવાથી પ્રતિમા થઈ એમ તે માને છે, પણ પ્રતિમા બહારથી આવતી નથી. અંતર પરિણામ સુધાર્યા નથી. જીવ-અજીવનું ભેદજ્ઞાન નથી, જીવની સ્વતંત્ર ક્રિયામાં અજીવ નિમિત્તમાત્ર છે ને અજીવની સ્વતંત્ર ક્રિયામાં જીવ નિમિત્તમાત્ર છે એવી સ્વતંત્રતાની ખબર નથી તેને પ્રતિમા કયાંથી હોય ? કંચન, કામિનીને કુટુંબ-એ ત્રણ છોડો તો ધર્મ થશે-એમ અજ્ઞાની કહે છે. તે છૂટાં જ પડેલાં છે; તેને હું છોડું છું એમ માન્યતા જ મિથ્યાત્વ છે. આત્મા તેનાથી ૫૨ છે, ને રાગદ્વેષરહિત છે. એવા આત્માના ભાનપૂર્વક રાગ છૂટે તો કંચન, કામિની ને કુટુંબનાં નિમિત્ત છૂટયાં કહેવાય; નહિતર નિમિત્ત પણ છૂટયાં કહેવાતાં નથી, સ્વરૂપમાં લીનતા કરવી તે ચારિત્ર છે; બાહ્ય ત્યાગ તે ચારિત્ર નથી. અજ્ઞાની કહે છે કે બાહ્ય વસ્તુ છોડો તો અંતરમાં રાગ છૂટશે. પણ તે વાત ખોટી છે. દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતો નથી, ૨૮ મૂળગુણનું પાલન કરે છે ને પ્રાણ જાય તોપણ વ્યવહા૨ધર્મ ન છોડે, તો ત્યાં ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ છે, પણ અગૃહીતનો ત્યાગ નથી. તે બાહ્યહિંસા બિલકુલ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો કરતો નથી, પોતા માટે બનાવેલ આહાર લેતો નથી, ત્યારે તો શુભ પરિણામ થાય છે, પણ ધર્મ થતો નથી, જૂઠું બોલતો નથી, દયા પાળે છે, વિષય સેવન કરતો નથી, ક્રોધાદિ કરતો નથી, શરીરના ખંડખંડ કરે તોપણ ક્રોધ ન કરે તેવો વ્યવહાર છે, પણ અંતરમાં ભાન નથી, તેથી અગૃહિત મિથ્યાત્વ છૂટયું નથી. તેને મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ-એમ ચાર આસ્રવ હોય છે. હું નિમિત્ત છું તો જડની ક્રિયા થાય છે-એમ તે માને છે. યથાર્થ વાતની ખબર નથી. બીજું એ કાર્યો તેઓ કપટથી કરતા નથી. જો કપટથી કરે તો રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? ન પહોંચે. અંતરંગ મિથ્યા અભિપ્રાય, અવ્રત, રાગદ્વેષની ઈષ્ટતા વગેરે રાગાદિભાવ આવે છે તે જ આસ્રવ છે. તેને ઓળખતો નથી, તેથી તેને આસ્રવતત્વની સાચી શ્રદ્ધા નથી. બંધતત્વના શ્રદ્ધાનની અયથાર્થતા હિંસા, જૂઠું, ચોરી વગેરે અશુભભાવો વડે નરકાદિરૂપ પાપબંધને બુરો જાણે ને દયાદાનાદિના બંધને ભલો જાણે તે મિથ્યાષ્ટિ છે. બન્ને બંધ છે, આત્માનું હિત કરતા નથી. દયાદાનાદિથી મને પુણ્ય તો બંધાયું છે! એમ હરખ કરે છે, બન્ને બંધ છે છતાં પુણ્યબંધને ભલો જાણે છે તે મિથ્યાદષ્ટિ છે. પુણ્યબંધથી અનુકૂળ સામગ્રી મળે છે ને પાપબંધથી પ્રતિકૂળ સામગ્રી મળે છે, પણ તે વડે સ્વભાવ મળતો નથી. પાપબંધને બૂરો જાણી દ્વેષ કરે છે, નરકની સામગ્રી ઉપર દ્વેષ કરે છે ને પુણ્યબંધથી સારી સામગ્રી મળશે એમ માની રાગ કરે છે, પણ તે ભ્રાંતિ છે. સમવસરણ જોવાનું મળ્યું તેમાં આત્માને શો લાભ? પર ચીજથી લાભઅલાભ નથી. સ્વર્ગમાં જઈશું ને પછી ભગવાન પાસે જઈશું તો ત્યાં શું મળ્યું? સમવસરણ તો જડ છે, પર છે; ત્યાં અનંતવાર જીવ ગયો છે. સામગ્રીથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની જીવ પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે ને અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે, તે મિથ્યાત્વ છે. તે રાગનો અભિપ્રાય રહ્યો તે બંધતત્ત્વની ભૂલ છે. તેની તત્ત્વાર્થશ્રદ્ધા ખોટી છે. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના સમ્યગ્દર્શન નથી ને સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. જૈન દર્શનમાં ગરબડ ન ચાલે, તત્ત્વમાં અન્યાય ન ચાલે. અબંધસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રથી ધર્મ થાય છે. અજ્ઞાની જીવ સોળકારણભાવનામાં રાગ કરે છે, તેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. જ્ઞાની જીવ રાગને હેય માને છે ને તીર્થંકર પ્રકૃતિને પણ હેય માને છે. જ્ઞાની જીવને કોઈને નબળાઈથી શુભરાગ આવે તો તીર્થકર પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૪૧ ભક્તિમાં આવે કે હે ભગવાન! તમારી પાસેથી એક દેવ મોલો વગેરે નિમિત્તનું કથન છે. અજ્ઞાની જીવ સંયોગની ભાવના કરે છે. પાપના બંધને ખરાબ માને કેમ કે તેનાથી પ્રતિકૂળ સામગ્રી મળશે, ને પુણ્યબંધથી અનુકૂળ સામગ્રી મળશે માટે તેને સારો માને એ બંધતત્ત્વની ભૂલ છે. પુણ્ય-પાપ પરિણામથી બંધ થશે ને સામગ્રી મળશે. તેમાં કોઈ સામગ્રીને અનુકૂળ ને કોઈને પ્રતિકૂળ માનવી તે મિથ્યાદર્શનશલ્ય છે. અહીં વ્રત-તપ કરો તો સ્વર્ગમાં જવાશે ને ત્યાંથી ભગવાન પાસે જવાશે, ને ત્યાં સમ્યગ્દર્શન પામશું-એમ અજ્ઞાની માને છે. સંયોગ ઉપ૨ તેની દૃષ્ટિ છે પણ સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી, તેને પોતાના આત્મા પાસે આવવું નથી. બંધન અહિતકર છે, પુણ્ય-પાપ હૈય છે, સંવર-નિર્જરા હિતકર છે ને મોક્ષ ૫૨મ હિતકર છે એવી ઓળખાણ નથી તે મિથ્યાદષ્ટિ છે. બંધતત્ત્વમાં પુણ્યથી સારો બંધ પડયો એમ માની હરખ કરે છે, તે મિથ્યાદષ્ટિ છે. અહીં પં. ટોડરમલ્લજી કહે છે કે પુણ્ય-પાપથી સામગ્રી મળે છે. અત્યારે કોઈ વર્તમાન પંડિત કહે છે કે સામગ્રી પુણ્ય-પાપથી મળતી નથી, તો તે ભૂલ છે. જેમ સારાં હવા પાણી આદિ અનુકૂળ સામગ્રી મળે તે વખતે જીવ રાગ કરે છે ને સાપ, ઝેર વગેરે પ્રતિકૂળ મળે તે વખતે દ્વેષ કરે છે, તેમ આ જીવ પુણ્યથી ભવિષ્યમાં અનુકૂળ પદાર્થો મળશે એમ માની રાગ કરે છે, ને પાપથી પ્રતિકૂળ મળશે એમ માની દ્વેષ કરે છે;–આમ તેને રાગદ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું. માટે એના અભિપ્રાયમાં મિથ્યાત્વ છે. જેવી રીતે આ શરીર સંબંધી સુખ-દુ:ખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો તેમ ભવિષ્યમાં અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી પ્રત્યે રાગદ્વેષ કરવો થયો. વળી દયાદાનાદિ શુભ પરિણામથી તથા હિંસાદિ અશુભ પરિણામથી અદ્યાતિ કર્મોમાં ફેર પડે છે. શુભથી શાતા બંધાય છે ને અશુભથી અશાતા બંધાય છે, શુભથી વેદનીય, આયુ, નામ; ગોત્રમાં ફેર પડે છે, પણ અઘાતિકર્મો કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. શુભાશુભભાવોથી ઘાતિકર્મોનો બંધ તો નિરંતર થાય છે કે જે સર્વ પાપરૂપ જ છે. અહીં ઓછાવત્તા બંધનો પ્રશ્ન નથી. પુણ્યથી ઘાતિકર્મોમાં ૨સ ઓછો પડે પણ બંધ તો નિરંતર છે. શુભ હોય કે અશુભ હોય તો પણ મિથ્યાદષ્ટિને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાયનો બંધ નિરંતર પડે છે. સમ્યગ્દષ્ટિને પણ શુભભાવ વખતે તેનો બંધ પડે છે. તે સર્વ પાપરૂપ જ છે ને એ જ આત્મગુણનાં ઘાતક છે. શુભ વખતે પણ બંધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પડે છે–એમ અહીં બતાવે છે. બંધ નુકશાનકારક છે ને અબંધ સ્વભાવ હિતકારક છે. તે સમજણ વિના પુણ્ય બંધને હિતકારી માને તે બંધ તત્ત્વમાં ભૂલ કરે છે. ફાગણ વદ ૪ બુધવાર તા. ૪-૩-૫૩ તત્ત્વાર્થશ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે લક્ષણ ચોથા ગુણસ્થાનથી માંડી સિદ્ધમાં પણ રહે છે. તત્ત્વાર્થશ્રદ્ધાનો નિશ્ચય સમ્યગ્દર્શન છે. જો તત્ત્વાર્થશ્રદ્ધાન વ્યવહાર હોય તો સિદ્ધમાં તેવો વ્યવહાર હોતો નથી, ને ત્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન તો સંભવે છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. મોક્ષમાર્ગ-પ્રકાશક પૃષ્ઠ૩ર૩માં કહ્યું છે કે કેવળી સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ સમ્યકત્વ હોય છે જ; માટે ત્યાં આવ્યાતિપણું નથી. - તત્ત્વ એટલે ભાવ. જીવનો ભાવ જ્ઞાયક છે. વ્યવહાર રત્નત્રયનો ભાવ આત્માના આનંદને લૂંટનારો છે; એમ ભાવનું ભાન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. જીવનો જ્ઞાયકસ્વભાવ છે, અજીવનો સ્વભાવ જડ છે, પુણ્ય-પાપ બન્ને આસ્રવ છે-હેય છે, બંધ અહિતકારી છે, સંવર-નિર્જરા હિતરૂપ છે ને મોક્ષ પરમ હિતરૂપ છે-એવું ભાન થવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. વળી મોક્ષશાસ્ત્રના પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં “નીવાળીવાસ્ત્રવવંધસંવરનિર્નર મોક્ષારસ્તત્ત્વમ્' કહ્યું છે. ત્યાં “તત્વમ્' એક વચન કહ્યું છે. માટે ત્યાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. રાગરહિત ભાવની વાત છે. સ્વપર-પ્રકાશક જ્ઞાનસ્વભાવ-એકમાં સાતનું ભાવભાસન રાગરહિત થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વળી તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શનના નિસર્ગજને અધિગમજ એવા બે ભેદ બતાવ્યા છે, તે વ્યવહારના ન હોઈ શકે; માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તીર્થકરની વાણીથી કોઈને લાભ થતો નથી. જે પરિણામથી તીર્થંકર પુણ્યપ્રકૃત્તિ બંધાણી તે પરિણામ જીવને પોતા માટે હેય છે પ્રકૃત્તિ અહિતકર છે. તો પછી બીજાને હિતકર કેમ હોય? અજ્ઞાની જીવ તીર્થંકર પુણ્યપ્રકૃત્તિથી લાભ માને છે ને તેનાથી ઘણા જીવો તરે છે એમ માને છે તે ભૂલ છે. પોતે પોતાના કારણે તરે છે તો તીર્થકરની વાણીને નિમિત્ત કહેવાય, તેમ તે સમજતો નથી. આ પ્રમાણે શુભાશુભ ભાવો વડે કર્મબંધ થાય તેને ભલો-બૂરો જાણવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૪૩ એ જ મિથ્યા શ્રદ્ધાન છે અને એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્ય શ્રદ્ધાન નથી. સંવર તત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ૫૨ જીવને નહિ મારવાના ભાવ, બ્રહ્મચર્ય પાલનના ભાવ, તેમ સત્ય બોલવાના ભાવ વગેરે ભાવ આસ્રવ છે. તેને અજ્ઞાની સંવ૨ અથવા સંવરનું કારણ માને છે. સંવર અધિકાર છે ને આસવ વિકાર છે. અવિકારનું કારણ વિકાર કયાંથી થાય? માટે તેમ માનનારની મૂળમાં ભૂલ છે. અહીં તત્ત્વાર્થશ્રદ્ધાનની ભૂલ બતાવે છે. તત્ત્વાર્થ એટલે તત્ત્વ+અર્થે. અર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવી જાય છે ને તત્ત્વ એટલે ભાવ. દ્રવ્યનો ભાવ, ગુણનો ભાવ અને પર્યાયનો ભાવ-એમ ત્રણેના ભાવનું ભાસન થવું તે સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વમાં જીવ ને અજીવ દ્રવ્ય છે; આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એ પર્યાય છે. તેના ભાવનું ભાસન થવું જોઈએ. વળી દ્રવ્ય આસવ, દ્રવ્યબંધ, દ્રવ્યસંવર, દ્રવ્યનિર્જરા, દ્રવ્યમોક્ષ-એ અજીવની પર્યાયો છે; તેનું પણ ભાવભાસન થવું જોઈએ. આમ દ્રવ્ય, ગુણ ને પર્યાયના ભાવનું ભાસન થવું તે સમ્યગ્દર્શન છે. અહિંસા પરમધર્મ છે. રાગરહિત શુદ્ધદશા-મહાવ્રતાદિના પરિણામથી પણ રહિત દશા-તે અહિંસા છે, તે સંવર છે; ને મહાવ્રતાદિના પરિણામ આસ્રવ છે, તે સંવર નથી. વળી તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયના પહેલાં સૂત્રમાં ઔપમિકભાવને પહેલો લીધો છે, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. પારિણામિકભાવ દ્રવ્ય છે ને ઔપમિક, ક્ષાયોપમિક, ઔયિક ને ક્ષાયિક-ચારે પર્યાય છે, તે જીવનું સ્વતત્ત્વ છે. તે સૂત્રમાં પ્રથમ ઔપમિકભાવ લીધો છે, કેમ કે જેને પ્રથમ ઔપશમિકભાવ પ્રગટ થાય છે તે બીજા ભાવોને યથાર્થ જાણી શકે છે. જેને ઔપમિકભાવ પ્રગટયો નથી તે ઔદિયકભાવને પણ યથાર્થ જાણતો નથી. અજ્ઞાની જીવ સંવરતત્ત્વમાં ભૂલ કરે છે. વ્રત, પ્રતિમા આદિના પરિણામ આસ્રવ છે, સંવર નથી. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે. આસવથી સંવર પ્રગટતો નથી. વળી જીવના આશ્રયે સંવર પ્રગટે છે એમ કહેવું તે પણ સાપેક્ષ છે. પ્રથમ નિરપેક્ષ નિર્ણય કરવો જોઈએ. સાતેના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૪૪ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાવ સ્વતંત્ર છે. જીવ જીવથી છે, સંવર સંવરથી છે-એમ સાતે સ્વતંત્ર છે. એમ નિર્ણય કર્યા પછી જીવના આશ્રયે સંવર પ્રગટે છે એમ સાપેક્ષ કહેવાય. શુભ-અશુભ પરિણામ બન્ને અશુદ્ધ છે. આત્માના આશ્રયે પરિણામ થાય તે શુદ્ધ છે. અહિંસાદિરૂપ શુભાસ્રવને અજ્ઞાની સંવર માને છે, તે સંવતત્ત્વમાં ભૂલ છે. પ્રશ્નઃ- મુનિને એક જ કાળમાં એ ભાવ થાય છે ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર-નિર્જરા પણ થાય છે એ કેવી રીતે? ઉત્ત૨:- એ ભાવ મિશ્રરૂપ છે. ચિદાનંદ આત્માના આત્માના આશ્રયે જે વીતરાગી દશા થાય તે સંવર છે, ને જેટલો રાગ બાકી છે તે આસવ છે. અકષાય પરિણિત થાય તે વીતરાગી ભાવ છે ને તે મુનિપણું છે. જેટલો રાગ બાકી છે તે વ્યવહાર છે. બંધનું કારણ છે. જો વ્યવહા૨ સર્વથા ન હોય તો કેવળદશા હોવી જોઈએ, ને જો વ્યવહારથી લાભ માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. સાધકજીવને અંશે શુદ્ધતા છે ને અંશે અશુદ્ધતા છે. તે શુભરાગને હૈય માને છે. કોઈ પ્રશ્ન કરે કે આવો શુભરાગ લાવવો કે નહિ? સમાધાનઃ- કયા રાગને ફેરવી શકીશ? ચારિત્રગુણની ક્રમબદ્ધપર્યાય જે થવાની તે થવાની, તેને કેવી રીતે ફેરવવી? જ્ઞાનીને શુભરાગ ફેરવવાની દૃષ્ટિ નથી, પોતાના સ્વભાવમાં એકાગ્ર થવાની ભાવના છે. શ્રી ઉમાસ્વામી તત્ત્વાર્થશ્રદ્ધાન કહે છે, તે સાતના ભાવભાસન વિના કર્મનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થતો નથી. પંચાસ્તિકાયની ગાથા ૧૭૩ ની ટીકામાં જયસેન આચાર્યે તત્ત્વાર્થસૂત્રને દ્રવ્યાનુયોગના શાસ્ત્ર તરીકે ગણ્યું છે, ને દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેની વ્યાખ્યા આવે છે. અહીં તત્ત્વાર્થનું યથાર્થ ભાસન નથી તેની વાત ચાલે છે. મિથ્યાદષ્ટિને ભાવનું ભાસન નથી. તેને નામ નિરપેક્ષથી અથવા આગમદ્રવ્યનિક્ષેપથી તત્ત્વશ્રદ્ધા કહેવાય. આગમથી ધારણ કરી લે પણ પોતાને ભાવનું ભાસન નથી, તેથી તેને સાચી શ્રદ્ધા નથી. તે વાત અહીં નથી. અહીં તો નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. અહીં સંવરમાં ભૂલ બતાવે છે. એક ક્ષણમાં જે મિશ્રભાવ થાય છે તેમાં બે કાર્ય તો બને, પણ મહાવ્રતાદિના પરિણામ આસ્રવ છે, તેને સંવ-નિર્જરા માનવા તે ભ્રમ છે. અંતર નિર્વિકલ્પ શાંતિ ને આનંદ ઉત્પન્ન થાય તે સંવર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૪૫ છે; છતાં જે પ્રશસ્ત રાગના ભાવથી આસ્રવ થાય તે જ ભાવથી સંવર-નિર્જરા પણ થાય એમ માનવું તે સંવરતત્ત્વમાં ભૂલ છે. ફાગણ વદ ૫ ગુરુવાર, તા. ૫-૩-પ૩ શુભરાગ સંવર નથી; પણ આસવ છે આત્મામાં પંચમહાવ્રત, ભક્તિ વગેરેના પરિણામ થાય તે શુભરાગ છે. તે આસ્રવ છે. તે રાગને આસ્રવ પણ માનવો ને તેને જ સંવર પણ માનવો તે ભ્રમ છે. એક જ ભાવથી-શુભરાગથી આસ્રવ તથા સંવર બને કેમ થાય? મિશ્રભાવનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. સમ્યગ્દષ્ટિને પણ જે રાગ છે તે ધર્મ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રાગરહિત છે તે જ ધર્મ છે. હું જ્ઞાયક છું-એવા સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાનથી જેટલો વીતરાગભાવ થયો તે સંવરધર્મ છે, ને તે જ સમયે જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક જ સમયમાં આવો મિશ્રરૂપ ભાવ છે; તેમાં વીતરાગ અંશ અને સરાગ અંશ બનેને ભિન્ન ભિન્ન ધર્મી જીવ ઓળખે છે. પહેલાં વ્યવહાર અને પછી નિશ્ચય-એમ નથી. વ્યવહારનો શુભરાગ તો આસ્રવ છે આસ્રવ તે સંવરનું કારણ કેમ થાય? પહેલો વ્યવહાર, અને તે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એવી દષ્ટિથી તો સનાતન જૈન પરંપરામાંથી જુદા પડીને શ્વેતાંબરો નીકળ્યા અને દિગંબર સંપ્રદાયમાં રહીને પણ કોઈ એમ માને કે રાગ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે –તો એમ માનનાર પણ શ્વેતાંબર જેવા જ અભિપ્રાયવાળો છે, તેને દિગંબર જૈનધર્મની ખબર નથી. જેણે રાગનો આદર કર્યો કે “રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે, પહેલાં વ્યવહારની ક્રિયા સુધારો પછી ધર્મ થશે.'—એમ માનનારે દિગંબર જૈનશાસનને કે મુનિઓને માન્યા નથી. પોતાને દિગંબર જૈન કહેવડાવે પણ જૈનધર્મ શું છે તેની તેને ખબર નથી. તે જીવ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. વસ્તુ એક સમયમાં સામાન્યશક્તિનો ભંડાર છે; અને વિશેષરૂપ પર્યાય છે તેમાં અભેદરૂપ સામાન્યની દૃષ્ટિ કરે તો પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે. તે અભેદનો આશ્રય તો કરતો નથી, ને વ્યવહાર કરતાં કરતાં તેના આશ્રયે કલ્યાણ માને છે તે વ્યવહારમૂઢ મિથ્યાષ્ટિ છે. સ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરીને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન થયું ત્યાં જે રાગ રહ્યો તેને ઉપચારથી વ્યવહાર કહ્યો છે, પણ ધર્મીની દ્રષ્ટિમાં તેનો આદર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] - [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પર્યાયદષ્ટિથી આત્મા રાગથી અભિન્ન છે અને ત્રિકાળી દ્રવ્યની દષ્ટિથી આત્મા રાગથી ભિન્ન જ્ઞાયકસ્વરૂપ છે. ત્યાં ત્રિકાળીની દષ્ટિ કરીને રાગને હેય જાણ્યો, ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે. મિથ્યાદષ્ટિ જીવ શુભમાં પ્રવર્તે છે અને તેને ધર્મ માને છે પણ તે વ્યવહારાભાસી છે. નિશ્ચયધર્મની ખબર વગર રાગમાં વ્યવહાર ધર્મનો આરોપ પણ કયાંથી આવે? નિશ્ચય વગર વ્યવહાર કેવો? તે તો વ્યવહારાભાસ છે. વળી સમિતિ-ગુતિ-પરિષહજય અનુપ્રેક્ષા-ચારિત્ર-એને સંવર કહે છે; પણ અજ્ઞાની તેના સ્વરૂપને સમજતો નથી. નિશ્ચય સ્વરૂપના અવલંબન વગર સમિતિ-ગુતિ વગેરે સાચાં હોય નહિ. મનમાં પાપ ન ચિંતવે ને શુભરાગ રાખે, વચનથી મૌન રાખે અને કાયાથી હલનચલનાદિ ન કરે એવી મન-વચન-કાયાની ક્રિયાને અજ્ઞાની જીવ ગુતિ માને છે અને તેને તે સંવર માને છે; પણ મૌન તો જડની ક્રિયા છે, શરીર સ્થિર રહે તે પણ જડની ક્રિયા છે; તથા અંદર પાપચિંતવન ન કર્યું તે શુભરાગ છે, તેમાં ખરેખર સંવર નથી. સ્વભાવની દષ્ટિ થયા પછી શુભાશુભ વિકલ્પ રહિત વીતરાગભાવ પ્રગટયો તે ખરી ગુતિ અને સંવર છે. ત્યાં શરીર સ્થિર હોય ને વાણીની ક્રિયામાં મૌન વગેરે હોય તેને ઉપચારથી કાયમુતિ અને વચનગુતિ કહી છે. એકંદ્રિયને તો સદા મૌન જ છે. પણ તેને કાંઈ ગુપ્તિ ન કહેવાય. અંતરમાં વીતરાગભાવ પ્રગટયા વગર શુભરાગ રાખે તો તે પણ ગુતિ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે વીતરાગભાવ છે; ત્યાં મન-વચન-કાયાનું અવલંબન નથી, સ્વાધ્યાય વગેરેનો વિકલ્પ પણ નથી.-એવો જે વીતરાગ ભાવ તે જ ગતિ છે અને તે જ સંવર-નિર્જરાનું કારણ છે. કષાયનો કણ પણ મારા સ્વભાવની ચીજ નથી; એવી દષ્ટિ થયા પછી વીતરાગભાવ થતો તે નિશ્ચયગુતિ છે, ને જ્યાં એવી નિશ્ચયગતિ પ્રગટી હોય ત્યાં શુભભાવને વ્યવહારગુમિ કહેવાય છે. પરંતુ વ્યવહારગુતિ તે ખરેખર સંવર નથી. વ્યવહારગુતિ તો આસ્રવ છે નિશ્ચયગુતિ વીતરાગભાવ છે; તે જ સંવર છે. સમ્યગ્દર્શન થયા પછી સંવર-નિર્જરા હોય છે. સમ્યગ્દર્શન વગર તો સંવરનિર્જરા હોતાં નથી. સમ્યગ્દર્શન પછી સમિતિ-ગુતિ વગેરે ધર્મો મુનિઓને હોય છે, તે સંવર-નિર્જરા છે. સમિતિ-ગુતિ વગેરે જેટલા મુનિના ધર્મો છે તે બધાય ધર્મો અંશે સમ્યગ્દષ્ટિ શ્રાવકને પણ હોય છે, અને શ્રાવકને પણ તેટલા અંશે સંવરનિર્જરા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૪૭ जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यदुक्तमाचरणम्। सुनिरूप्य निजां पदवी शक्तिं च निषेव्यमेतदपि।। २००।। -પુરુષાર્થ સિદ્ધયુપાય પર જીવોની રક્ષા હું કરું છું-એવી બુદ્ધિથી પ્રવર્તે અને તે રક્ષાના શુભ પરિણામને જ સંવર માને તે પણ અજ્ઞાની છે. પર જીવની હિંસાના પરિણામને તું પાપ કહે છે, ને રક્ષાના પરિણામને તું સંવર કહે છે, તો પછી પુણ્ય બંધ કોનાથી થશે? માટે પરની રક્ષાના શુભ પરિણામ તે સંવર નથી પણ શુભ-આસ્રવ છે. પરની રક્ષા તો કરી શકતો નથી; અને પરની રક્ષાનો શુભવિકલ્પ થાય તે પણ આસ્રવ છે; તે સંવર નથી. વીતરાગભાવથી પોતાના ચૈતન્યપ્રાણની રક્ષા કરવી તે નિશ્ચય સંવર-નિર્જરા છે; ને ત્યાં પર પ્રાણીની રક્ષાનો ભાવ તે વ્યવહાર સંયમ કહેવાય છે. શ્રાવકને પણ અંશે સમિતિ-ગુતિ વગેરે હોય છે. જેટલા મુનિધર્મ છે, તે બધાય શ્રાવકોએ પણ એકદેશ ઉપાસવાયોગ્ય છે; પણ શ્રાવક કહેવા કોને? જેને પહેલાં આત્માના સ્વભાવનું ભાન છે ને સ્વભાવના અવલંબને અંશે રાગ ટળીને વીતરાગી અકષાયી શાંતિ પ્રગટી છે તેટલે અંશે સંવર-નિર્જરા વગેરે ધર્મ છે, તે શ્રાવક છે. સમ્યગ્દર્શન અને પંચમ ગુણસ્થાન વગર શ્રાવક કહેવાય નહિ. અગિયાર પ્રતિમા તે સ્થૂળરૂપ ભેદ છે. તેમાં એકેક પ્રતિમામાં પણ અનેક પ્રકારના સૂક્ષ્મ પરિણામો હોય છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે ત્યાં સમિતિમાં પરની રક્ષાનો અભિપ્રાય નથી, પણ તે પ્રકારનો હિંસાનો પ્રમાદ ભાવ જ થતો નથી-એટલો વીતરાગભાવ થઈ ગયો છે. તેનું નામ સમિતિ છે. ગમન વગેરેનો શુભરાગ થતાં મુનિને તેમાં અતિ આસક્તિભાવ નથી. એટલે પ્રમાદની પરિણતિ નથી, તેથી તે સમિતિ છે. તેમાં સ્વભાવના અવલંબને વીતરાગભાવ થયો તે નિશ્ચયસમિતિ છે, ને તેને તત્ત્વાર્થસૂત્રમાં સંવર કહ્યો છે; અને ૨૮ મૂળગુણમાં સમિતિ કહી છે તે વ્યવહારસમિતિ છે, ને તે પુણ્યાસ્રવ છે. તે સંવર નથી. અજ્ઞાની તો વ્યવહાર સમિતિને જ ધર્મ માને છે, માટે તે વ્યવહારાભાસી છે. ૨૮ મૂળગુણમાં આવતી સમિતિને સંવર કહે તો તે અજ્ઞાની છે. તત્ત્વાર્થ સૂત્રમાં સમિતિને સંવરનું કારણ કહ્યું છે. તે સમિતિ જુદી અને ૨૮ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મૂળગુણવાળી સમિતિ જુદી. તત્ત્વાર્થસૂત્રમાં ૨૮ મૂળગુણવાળી સમિતિને સંવર નથી કહ્યો, પણ સ્વભાવના અવલંબને પ્રગટેલી મુનિઓની વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય સમિતિને જ સંવરનું કારણ કહ્યું છે. બન્ને પ્રકાર જુદા છે; તે સમજે નહિ અને વ્યવહાર સમિતિને જ સંવર માને તો તેને સંવરતત્ત્વની ખબર નથી. શુભરાગ તે મુનિપણું નથી. અંતરમાં વીતરાગભાવ થયો છે તે મુનિપણું છે. ત્યાં શુભરાગ રહ્યો તે વ્યવહારસમિતિ છે-આસ્રવ છે. યથાર્થ સમજણ વગર એકલા સંપ્રદાયના નામથી કાંઈ તરી જવાતું નથી. સમજણ કરીને યથાર્થ નિર્ણય કરવો જોઈએ. છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવાળા મુનિ ચાલતા હોય, પ્રમાદભાવ ન હોય ને કોઈ લીમડાનો સૂક્ષ્મ કોર પગ નીચે આવી જાય, ઝાડ ઉપરથી જીવજંતુ શરીર ઉપર પડીને ગરમીથી મરી જાય, ત્યાં મુનિને કોઈ દોષ નથી, કેમ કે તેની પરિણતિમાં પ્રમાદ નથી. પોતાની પરિણતિમાં પ્રમાદ થાય તો દોષ છે. અહીં તો કહે છે કે જોઈને ચાલવાનો શુભભાવ તે પણ ખરેખર સંવર નથી. જોઈને ચાલે, પ્રમાદ ન કરે, ને કોઈ જીવ ન પણ મરે, છતાં તે શુભરાગથી ધર્મ માને તો તે જીવને સંવરતત્ત્વની ખબર નથી. સ્વર્ગ-મોક્ષની ઈચ્છાથી કે નરકાદિના ભયથી ક્રોધાદિ ન કરે ને મંદરાગ રાખે, પણ તેથી કાંઈ ધર્મ ન થાય, કેમ કે કષાય શું? અને સ્વભાવ શું? તેનું ભાન નથી. લૌકિકમાં આબરૂ વગેરેના કારણે પરસ્ત્રી સેવન ન કરે, રાજાના ભયથી ચોરી ન કરે, તેથી કાંઈ તેને વ્રતધારી ન કહેવાય; કેમ કે કષાય કરવાનો અભિપ્રાય તો છૂટયો નથી. જેને પુણ્યની પ્રીતિ છે તેને કષાયનો જ અભિપ્રાય પડ્યો છે. જ્ઞાયક સ્વભાવનો જેને અનાદર છે ને રાગનો આદર છે, તે જીવના અભિપ્રાયમાં અનંતાનુબંધી ક્રોધ પડ્યો છે, તે ધર્મી નથી. જેને જ્ઞાયક સ્વભાવનું ભાન નથી અને પરપદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માને છે, તે જીવને રાગદ્વેષનો અભિપ્રાય છૂટયો નથી. ભગવાન પંચપરમેષ્ઠી તે ઈષ્ટ અને કર્મ અનિષ્ટ એવી જેની બુદ્ધિ છે તે પણ અજ્ઞાની છે. હું તો જ્ઞાન છું ને બધાં પર દ્રવ્યો મારા શય છે, તેમાં કોઈ મને ઈષ્ટ-અનિષ્ટ નથી; આવું ભાન થયા પછી ધર્મીને શુભરાગ થતાં ભગવાનનું બહુમાન આવે ત્યાં પરમાં ઈષ્ટબુદ્ધિ નથી ને રાગનો આદર નથી; રાગ પરને કારણે થયો નથી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે કોઈ પણ પરપદાર્થ ઈષ્ટ–અનિષ્ટ ન ભાસે ત્યારે રાગના કર્તાપણાનો અભિપ્રાય ન રહે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૪૯ વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૬ શુક્રવાર, તા. ૬-૩-પ૩ માત્ર આત્મજ્ઞાનથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ મટે એમ નહિ લેતાં, સાત તત્ત્વોને યથાર્થ રૂપે જાણે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય માને અને પરથી ઉદાસીન થાય, તે અનિત્યાદિ ભાવના મોક્ષમાર્ગમાં ગણી છે. શરીર, સ્ત્રી, કુટુંબ, ધન વગેરે અજીવ છે. તેમાં કોઈ ઈ-અનિષ્ટ નથી. સાત તત્ત્વોની સભ્યશ્રદ્ધા થતાં, શુદ્ધાત્માનો પ્રતિભાસ થતાં પરપદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણું ભાસતું નથી, ને રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. તે ધર્મ છે. વળી શરીરાદિમાં અશુચિ, અનિત્યાદિ ચિંતવનથી તેને બૂરાં જાણી, અહિતરૂપ જાણી, તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ તે તો દ્રષબુદ્ધિ છે. સ્ત્રી, પુત્રાદિ સ્વાર્થનાં સગાં છે, લક્ષ્મી પાપ ઉપજાવે છે–એમ માની તેના ઉપર દ્વેષ કરે છે. તો શું પરદ્રવ્ય તારું બૂરું કરે છે? નહિ જ. તે તો તેમના પ્રત્યે દ્વેષ થયો. જેમ પ્રથમ કોઈ મિત્રથી રાગ કરતો હતો પછી તેના દોષ જોઈ દ્વષરૂપ ઉદાસ થયો તેમ શરીરાદિ ઉપર પ્રથમ રાગ હતો, પછી તેમને અનિત્યાદિ જાણી તેનાથી ઉદાસ થતાં, તેની પ્રત્યે દ્વેષ કરનારો થયો, એ કાંઈ સાચી અનુપ્રેક્ષા નથી. એક ઉપદેશક કહેતા હતા કે રાગના કારણરૂપ સ્ત્રી, ધનાદિ ઉપર એવો દ્વેષ કરો કે તેના પ્રત્યે જરા પણ રાગ ન રહે. તો શું પર ચીજથી રાગ દ્વેષ, મોહ થાય છે? શું પરચીજનું ગ્રહણ-ત્યાગ કરી શકાય છે? તત્ત્વજ્ઞાનપૂર્વક જ્ઞાતામાત્ર સ્વભાવમાં સ્થિરદશા થતાં સહજ પર ચીજ પ્રત્યેના રાગનો ત્યાગ થઈ જાય છે, ને પર વસ્તુ તો તેના કારણે છૂટી જાય છે. અજ્ઞાનીને કર્તાબુદ્ધિનો મોહ છે. ભૂમિકાનુસાર સમયે સમયે રાગ થાય છે તેને પણ છોડી શકાતો નથી. આત્મા તો માત્ર જ્ઞાતા રહી શકે છે, તેની અજ્ઞાનીને ખબર નથી. તેથી પર ચીજને છોડું ને પર સંયોગથી દૂર રહું તો શાંતિ થાય-ધર્મ થાય-એમ તે માને છે; પણ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને તથા શરીરાદિનો જે સ્વભાવ છે તેને જાણી, ભ્રમ છોડી, કોઈ પરને ભલાં-બૂરાં ન માનતાં માત્ર જ્ઞાતાદરા રહેવું તેનું નામ સાચી ઉદાસીનતા છે. નિશ્ચય તત્ત્વાર્થશ્રદ્ધાનપૂર્વક સ્વસમ્મુખ થઈ, યથાર્થ જ્ઞાતાપણામાં જેટલી એકાગ્રતા વધે છે, તેનું નામ સંવર-નિર્જરાનું કારણ સાચી અનુપ્રેક્ષા છે. શુભરાગ રહ્યો તે વ્યવહાર અનુપ્રેક્ષા છે. તે તો આસ્રવ છે. વળી ક્ષુધાદિ થતાં તેના નાશનો ઉપાય ન કરવો, આહારાદિ ન લેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેને તે પરિષહસહનતા કહે છે. હવે સંયોગી દષ્ટિ તો છે, અને અંદરમાં સુધાદિને અનિષ્ટ માની દુ:ખી તો થયો છે; તે તો અશુભભાવ છે, પણ કદી શુભભાવ હોય તો પણ ધર્મ નથી. કોઈ કહે છે કે પ્રથમ પરિષહ સંબંધી પ્રતિકૂળતાનો વિકલ્પ થાય પછી બીજ સમયે રાગને જીતવો તે પરિષહજય છે. તો તે વાત ખોટી છે; કારણ કે વિકલ્પ તો રાગ છે, આસ્રવ છે. તે પરિષહજય રૂપ સંવર નથી. સુધા, તૃષા, રોગાદિ મટાડવાનો ઉપાય ન કરવો તે પરિષહજય નથી; કેમ કે તેમાં તો શુભરાગની ઉત્પત્તિ છે. મુનિ નગ્ન રહે તે પરિષહજય છે એમ પણ નથી; પણ તત્ત્વજ્ઞાનપૂર્વક સ્વાશ્રયના બળથી રાગની ઉત્પત્તિ ન થવી તે પરિષહજય છે. જ્ઞાતામાત્રપણે સ્વરૂપમાં સ્થિર રહેવું તેનું નામ સંવર છે પરિષહજય રૂપ ધર્મ છે. આત્માનુશાસન ગ્રંથમાં લખે છે કે અજ્ઞાની ત્યાગી હોય; ને તેને જે બાહ્ય સામગ્રીનો અભાવ વર્તે છે તે તો અંતરાયના કારણે છે. અંતરંગ જ્ઞાન, વૈરાગ્ય વિના ઉપચારથી પણ ધર્મ નથી. જેને અનુકૂળ સંયોગોની રુચિ છે, તેને તે જ સમયે પ્રતિકૂળ સંયોગોનો દ્વેષ છે. તેમ આ ઉપવાસાદિમાં દુઃખ માને છે, તેથી તેને રતિના કારણ મળતાં તેમાં સુખબુદ્ધિ છે જ. એ તો પરાશ્રય સુખ-દુ:ખરૂપ પરિણામ છે અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે. એનાથી સંવર-ધર્મ નથી પરની અપેક્ષા રહિત એકલા જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, લીનતા વડે સ્વસમ્મુખ જ્ઞાતા રહે અને કોઈને અનુકૂળ-પ્રતિકૂળ ન માને તે જ સાચો પરિષહજય છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે છતાં પોતાના સહજ જ્ઞાન-સ્વભાવના આશ્રયે સર્વ ઠેકાણે જ્ઞાતાદ્રષ્ટા રહેતાં જેટલી પોતાની વીતરાગદશા થઈ તેટલા અંશે ધર્મ છે. વળી હિંસાદિક સાવધયોગના ત્યાગને તે ચારિત્ર માને છે. પણ હિંસા, આરંભ, સમારંભ બહારમાં નથી; પણ જીવના અરૂપી વિકારભાવમાં આરંભ-હિંસાદિરૂપ ભાવ થાય છે. બાહ્ય ત્યાગ દેખાય માટે હિંસારૂપ આરંભથી છૂટી ગયો-એમ નથી. ૨૮ મૂળગુણ તથા મહાવ્રતાદિના પાલનરૂપ શુભ-ઉપયોગ તે શુભાસ્રવ છે, તે ધર્મ નથી. અજ્ઞાની તે વ્રત-તપાદિના શુભ રાગને ઉપાદેય માને છે, હિતકરમદદગાર માને છે, પણ તે ચારિત્ર નથી. ચરણાનુયોગની અપેક્ષાએ પણ અજ્ઞાનીને વ્યવહારત્યાગ કહી શકાતો નથી. આત્માના તત્ત્વજ્ઞાન પૂર્વક અકષાય શાન્તિ થાય તે સંવરરૂપ ધર્મ છે. અવ્રતાદિના રાગનો ત્યાગ થતાં બાહ્યત્યાગ વ્યવહારથી કહેવાય છે; પણ બાહ્ય વસ્તુનો ત્યાગ તે ધર્મ નથી. રાગનો ત્યાગ કર્યો એમ કહેવું તે પણ નામ માત્ર છે-ઉપચારથી છે; કેમકે જ્ઞાતા તો રાગના પણ અભાવ સ્વરૂપ જ છે. આત્મા આત્મામાં સ્થિર થાય તે જ સાચું પ્રત્યાખ્યાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૫૧ છે. વ્રતાદિનો શુભરાગ છે તે આસ્રવ છે. તે આસ્રવ તો બંધનો સાધક છે ને ચારિત્ર તો વીતરાગભાવમાત્ર હોવાથી, મોક્ષનું સાધક છે. તેથી એ મહાવ્રતાદિરૂપ શુભભાવને ચારિત્રપણું સંભવતું નથી. અજ્ઞાનીના વ્રત ઉપચારથી પણ વ્રત કહેવાતાં નથી. નિશ્ચય સમ્યગ્દર્શન પૂર્વક સ્વસમ્મુખ વીતરાગભાવ થાય તેટલું ચારિત્ર છે; અને મહાવ્રતાદિ શુભરાગ મુનિદશામાં થાય છે તે ચારિત્ર નથી, પણ ચારિત્રનો મળ છે-દોષ છે. એને નહિ છૂટતો જાણી તેનો ત્યાગ કરતા નથી અને અવ્રતાદિ અશુભરાગનો ત્યાગ કરે છે, પણ તે શુભાસૂવને ધર્મ માનતા નથી. જેમ કોઈ કંદમૂળાદિ ઘણા દોષવાળી લીલોતરીનો ત્યાગ કરે ને કોઈ દૂધી આદિ લીલોતરી ખાય પણ તેને ધર્મ માને નહિ; તેમ મુનિ હિંસાદિ તીવ્રકષાયભાવરૂપ અવતનો ત્યાગ કરે છે તથા અકષાયદષ્ટિ અને સ્થિરતાપૂર્વક મંદકષાયરૂપ મહાવ્રતાદિ પાળે છે; પણ વ્રતાદિ આસ્રવને મોક્ષમાર્ગ માનતા નથી. વીર સં. ૨૪૭૯ ફાગણ વદી ૭ શનિવાર, તા. ૭-૩-પ૩ વ્યવહારાભાસીનું વર્ણન ચાલે છે. સાત તત્ત્વોનો ભાવ ભાસ્યા વિના અગૃહીત મિથ્યાત્વ ટળતું નથી. તેવો જીવ સંવર તત્ત્વમાં શું ભૂલ કરે છે તે બતાવે છે. પ્રશ્ન- જો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં એ મહાવ્રતાદિકને કેમ કહ્યાં છે? ઉત્તર:- ત્યાં તેને વ્યવહાર-ચારિત્ર કહેલ છે. ચરિત્ર જેવું છે તેવું ન માને તે સંવરતત્ત્વમાં ભૂલ છે. વ્યવહાર ઉપચારનું નામ છે. મુનિદશામાં અકષાય આનંદ હોય છે ને વિકલ્પ વખતે પાંચ મહાવ્રતના પરિણામ આવે છે. એવો સંબંધ જાણી, મહાવ્રતમાં ચારિત્રનો ઉપચાર કરે છે. ચારિત્ર સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, ને સમ્યગ્દર્શન પરંપરા મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. આત્મામાં અકષાય શાંતિ પ્રગટે તે ચારિત્ર છે. તેવું ચારિત્ર પ્રગટ થયું છે તેવા મુનિના પાંચ મહાવ્રતને ઉપચારથી ચારિત્ર કહ્યું છે. નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે. એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણે છે. તેથી અગૃહીત મિથ્યાત્વ છૂટતું નથી. મહાવ્રતાદિના પરિણામને સંવર માને તો સાચો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો શ્રદ્ધાની નથી. નિર્જરાતના શ્રદ્ધાનની અયથાર્થતા અજ્ઞાનીને નિર્જરા તત્ત્વમાં ભૂલ થાય છે તે બતાવે છે. ઉપવાસ, વૃત્તિસંક્ષેપ આદિને તે નિર્જરા માને છે તે બધાં બાહ્ય તપ છે. તેમાં કષાયમંદતા કરે તો પુણ્ય છે. શુદ્ધ આત્માનું ભાન થયા પછી અંતરમાં લીનતા કરે તે નિર્જરા છે. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. એનો અર્થ એમ છે કે પોતે જ્ઞાનસ્વભાવી છે, એવી દષ્ટિપૂર્વક લીનતા કરતા પહેલાં ઉપવાસાદિનો શુભભાવ નિમિત્તરૂપે હોય છે. તેથી બાહ્ય તપ શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે. જેને ઉપવાસાદિમાં અણગમો હોય, તેની વાત નથી. સ્વભાવમાં લીન થતાં બાહ્ય તારૂપી નિમિત્ત ઉપરથી લક્ષ છૂટી ગયું. તેથી બાહ્યતા ઉપર ઉપચાર આવે છે. સ્વભાવમાં લીનતા કરતાં ઈચ્છા સહજ તૂટી જાય છે. પોતે જ્ઞાન-સ્વભાવી છે એમ નિશ્ચય પૂર્વક લીનતા કરતાં શુભ-ઉપયોગ છૂટી જાય છે. શુદ્ધતામાં પોતાનો સ્વભાવભાવ કારણ થાય છે. તો શુભનો અભાવ કારણ છે-એમ ઉપચાર કરવામાં આવે છે. સમ્યગ્દર્શન વખતે અંશે શુદ્ધ-ઉપયોગ થએલ છે. વિશેષ લીનતા થતાં શુદ્ધ-ઉપયોગ વધે છે. જેને સમ્યગ્દર્શન, સમ્યક અનુભૂતિ તથા અંશે આનંદ પ્રગટ થએલ નથી તેના શુભમાં તો ઉપચાર પણ કરવામાં આવતો નથી. અજ્ઞાની જીવ કહે છે કે ઉપવાસ કરો, પ્રતિમા આદિ ધારણ કરો; પણ ભાઈ ! સમ્યગ્દર્શન થયા પછી વિશેષ શુદ્ધતા માટેનો પ્રયોગ તે પ્રતિમા છે. પ્રતિમા બાહ્ય ચીજ નથી. અંતર શુદ્ધ ઉપયોગ થતાં ઈચ્છા તૂટી જાય છે, ત્યારે બાહ્ય તપ ઉપર આરોપ આવે છે. આત્માના ભાન વિના અજ્ઞાની ઘણાં તપ કરે છે પણ તેને નિર્જરા થતી નથી. હું આ કરું ને આ છોડું એવો ભાવ મિથ્યા છે. એવો વિકલ્પ વસ્તુસ્વભાવમાં નથી. સમયસારના ૬રમાં કળશમાં કહ્યું છે કે आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम। वरभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન સિવાય તે બીજું શું કરે? રાગ કરે કે છોડ-એ પણ જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન આહાર લાવે કે છોડ? ના. આત્મામાં જાણવાની ક્રિયા છે. નિર્ણય થયા પછી લીનતા થવી તે નિર્જરાનું કારણ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૧૫૩ જ્ઞાની જીવના બાહ્ય તપને ઉપચારથી નિર્જરાનું કારણ કહે છે. જો બાહ્ય દુઃખ સહન કરવું તે નિર્જરાનું કારણ હોય તો ઢોર વગેરે ભૂખ, તરસ ઘણી સહુન કરે છે, તો તેને ઘણી નિર્જરા થવી જોઈએ; પણ એમ બનતું નથી. માટે બાહ્ય દુ:ખ સહન કરવું નિર્જરાનું કારણ નથી. પ્રશ્ન- એ તો પરાધીનપણે સહે છે. પણ સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસાદિરૂપ તપ કરે તો નિર્જરા થાય છે? આહાર પાણી અમને મળે છે, તે મળવા છતાં અમો છોડી દઈએ તો અમોને નિર્જરા થાય ને? ઉત્તર:- ધર્મબુદ્ધિથી એટલે શુભભાવથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ, શુભ વા શુદ્ધરૂપ જેમ પરિણમે તેમ પરિણમો. ત્યાં અશુભ પરિણામ હોય તો પાપ થાય છે, શુભ પરિણામ હોય તો પુણ્ય થાય છે અને શુદ્ધ પરિણામ હોય તો ધર્મ થાય છે. અજ્ઞાની જીવને પરિણામની ખબર નથી. ૨૪ કલાક કે ૪૮ કલાક આહાર ન લીધો માટે શુભ પરિણામ થયા એમ નથી. પોતાની પ્રશંસા, માનાદિ માટે ઉપવાસાદિ કરે તો પરિણામ અશુભ છે; તેને કષાયમંદતા નથી, તેથી પાપ થાય છે. પોતે તપાદિ કરે ને તેની ઉજવણી માટે સગાંવહાલાં ન આવે તો અંદર ખેદ થાય-તે બધો અશુભભાવ છે. સાધુ નામ ધરાવી પ્રશંસા માટે ઉપવાસ કરે તો તે પાપ છે. બહારના ઉપવાસની નિર્જરા નથી. શુભભાવ કરે તો પુણ્ય-બંધ છે. પોતાના પરિણામથી લાભ-અલાભ છે; બહારથી નથી. આઠ ઉપવાસ કર્યા હોય અને અંતર પરિણામ માનના હોય તો તેને પાપ લાગે છે. અમોએ આટલા ઉપવાસ કર્યા છતાં અમારા સામે કોઈ જોતું નથી–વગેરે પરિણામથી પાપ લાગે છે. જો ઘણા ઉપવાસથી ઘણી નિર્જરા થાય તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ ઠરે, પણ એમ તો બને નહિ; કારણ કે પરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ? માટે જેવો અશુભ, શુભ, શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે. અશુભશુભથી બંધ છે, ને શુદ્ધથી અબંધ-દશા થાય છે. માટે ઉપવાસાદિ તપ-નિર્જરાનું કારણ ન રહ્યું પણ અશુભ-શુભ બંધનું કારણ કર્યું તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યો. પ્રશ્ન:- તો તત્ત્વાર્થસૂત્રમાં “તપરા નિર્નર રએમ શા માટે કહ્યું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪] [શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ઉત્તર- શાસ્ત્રમાં ઋનિરોધસ્તપ: કહ્યું છે. શુભ-અશુભ ઈચ્છા બન્નેનો નાશ કરવો તે તપ છે. ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. તે પણ ઉપદેશનું કથન છે. જે ઇચ્છા થાય છે તેને રોકી શકાય છે? પોતાના જ્ઞાનસ્વભાવમાં લીન થતાં ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ તેને ઈચ્છા રોકી એમ કહેવાય છે. પહેલી પર્યાયમાં ઈચ્છા હતી તે બીજી પર્યાયમાં સ્વભાવમાં લીનતા થતાં ઉત્પન્ન ન થઈ તે નિર્જરા છે. તેથી તપ વડે નિર્જરા કહી છે. પ્રશ્ન:- આહારાદિરૂપ અશુભની ઈચ્છા તો દૂર થતાં જ તપ થાય. પરંતુ જ્ઞાનીને ઉપવાસાદિ કે પ્રાયશ્ચિત કરવાની ઇચ્છા તો કહે છે ને? ઉત્તર- ધર્મી જીવને ઉપવાસાદિની ઈચ્છા નથી, એક શુદ્ધ ઉપયોગની ભાવના છે. ઉપવાસ થાય છે ત્યાં આહાર આવવાનો જ ન હતો. ઈચ્છા તૂટી માટે આહાર અટકી ગયો-એમ છે જ નહિ. સ્વભાવમાં લીન થતાં ઈચ્છા તૂટી જાય છે; તે પણ તોડવી પડતી નથી. કોઈ પૂછે કે ઈચ્છા કરી હોત તો આહાર આવત ને? એ પ્રશ્ન જ નથી. પોતાના જ્ઞાનસ્વભાવમાં લીનતા થતાં ઈચ્છા ઉત્પન્ન ન થઈ, ને આહાર તો તેના કારણે ન આવ્યો એ ઉપવાસ છે. જ્ઞાનીને ઉપવાસાદિની ઈચ્છા નથી, હું જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ છું—એવું ભાન છે; એક શુદ્ધ ઉપયોગની ભાવના છે; પણ આસ્રવની ઈચ્છા નથી, સોળ કારણભાવના રાગ છે. તેની પણ ભાવના જ્ઞાનીને નથી. ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસાદિ કરે છે. એટલે કે પોતાના સ્વભાવના લક્ષે શાંતિ વધે છે; તો ઉપચારથી નિર્જરા થઈ એમ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. માટે દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. એ ધર્મી જીવ અથવા મુનિ જાણે કે ઉપવાસના પરિણામ સહજ આવતા નથી, ને શરીરમાં શિથિલતા દેખાય છે તથા શુદ્ધોપયોગ શિથિલ થતો જણાય છે તો ત્યાં તેઓ આહારાદિ ગ્રહણ કરે છે. ધર્માત્મા જ્ઞાની દેખે કે પોતાના પરિણામમાં સહજ શાંતિ રહેતી નથી, તો આહારાદિ લે છે. જ્ઞાની હઠથી ઉપવાસ કરતા નથી. પરિણામ તપાસીને તપ કરે છે. જ્યાં હઠ છે ત્યાં લાભ નથી. મુનિપણું કે પ્રતિમા હુઠથી નભાવવા તે વ્યાજબી નથી. જ્ઞાની તત્ત્વજ્ઞાન થયા પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે. દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. તે બધી દશા સહજ હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૫૫ નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે એકમાં અનેક ખોજે.' બનારસીદાસનું આ કથન ગંભીર છે. સમયસાર નાટકમાં પૃષ્ઠ-૩૩૮માં કહે છે કે टेक डारि एकमै अनेक खोज सो सुबुद्धि , खोजी जीवै वादी मरै सांची कहवति है।' સમયે સમયે જે પરિણતિ થવાની તે થવાની, તે કોણે નિર્ણય કર્યો? વસ્તુ સ્વભાવ જ્ઞાન જ છે. તે પોતે જ નિર્ણય કરે છે. નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે. જે સમયે જે થવાનું છે તે થવાનું છે, એવો નિર્ણય પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ સ્વભાવમાં છે ને સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે. જે ખોજે છે તે જીવે છે, ને વાદી મટે છે. વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના બધું નકામું છે. મુનિ પોતામાં શિથિલતા દેખે તો આહાર લે છે. અજિતનાથ આદિ તીર્થકરોએ દીક્ષા લઈને બે ઉપવાસ જ કેમ ધારણ કર્યો? તેમની શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. એ પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વાત કરી છે. પ્રશ્ન- જો એમ છે તો આહાર ન લેવો, ઉણોદરી કરવી વગેરે ને તપ કેમ કહ્યો? ઉત્તર- એને બાહ્યતપ કહ્યો છે. બાહ્યનો અર્થ એ છે કે બીજાને દેખાય છે કે આ માણસ તપ કરે છે; પણ પોતે તો જેવા પરિણામ થશે તેવું જ ફળ પામશે; કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. પ્રશ્ન- શાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે. ત્યાં ઇચ્છા વિના પણ ભૂખતૃષાદિ સહુન કરતાં નિર્જરા થાય છે, તો ઉપવાસ કરે, કષ્ટ સહન કરે, તેને નિર્જરા કેમ ન થાય? ઉત્તર:- અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા-રહિત ભૂખ, તૃષા સહન કરવી એ છે. ત્યાં પણ અંતર કષાય-મંદતા હોય તો અકામનિર્જરા છે. કષાયમંદતા ન હોય તો અકામનિર્જરા નથી. બાહ્યથી આહાર-પાણી ના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મળે, ને તે કાળે કપાયમંદતા હોય તો અકામનિર્જરા છે. વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૮ રવિવાર, તા. ૭-૩-૫૩ પ્રશ્ન- ઉપવાસ કરે, બાહ્ય સંયમ પાળે, આયંબિલ કરે, કંદમૂળાદિ ન ખાય તો તેને ધર્મ કેમ થતો નથી ? ઉત્તર:- ઢોર વગેરેને ભૂખ-તરસ સહન કરતી વખતે કષાયમંદતા થાય છે તે અકામનિર્જરા છે. તે અકામનિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ, તૃષાદિ સહન કરવી એ થયું છે. ત્યાં મંદકષાય ન હોય તો પાપબંધ પડે છે. કષાયમંદતા કરે તો પુણ્ય થાય ને દેવાદિનો બંધ પડે, પણ ત્યાં મિથ્યાત્વનું પાપ તો છે જ. અંતર સ્વભાવનું ભાન નથી તેને ધર્મ થતો નથી. નિર્જરાના ચાર પ્રકાર નિર્જરા ચાર પ્રકારની છે. (૧) બાહ્યથી પ્રતિકૂળ સંયોગ હોય ને તે વખતે કષાયમંદતા કરે તો અકામનિર્જરા થાય છે. ગરીબ લોકોને અનાજ વગેરે મળે નહિ તે વખતે કષાયમંદતા કરે તો પુણ્ય થાય. નાની ઉંમરમાં કોઈ બાઈ વિધવા થાય; ત્યાં કષાયમંદતા વડે બ્રહ્મચર્ય પાળે તે પુણ્ય છે. તેને અકામનિર્જરા થાય છે. (૨) આત્મા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે, તેવા અકષાય સ્વભાવનું લક્ષ હોય; દેહાદિની ક્રિયા જડથી થાય છે, પુણ્ય-પાપના ભાવ બન્ને બંધ છે, બંધરહિત શુદ્ધ સ્વભાવનું ભાન હોય તેને સકામનિર્જરા થાય છે. (૩) વળી લોભ આદિના પરિણામ સમયે સમયે કરે છે, ત્યારે જે કર્મના પરમાણુ ખરી જાય છે તેને સવિપાકનિર્જરા કરે છે. અજ્ઞાનીને નવા બંધ સહિત આ નિર્જરા થાય છે. આ સવિપાકનિર્જરા ચારે ગતિના જીવોને થાય છે. (૪) હું જ્ઞાતા છું, દેહની ક્રિયા મારી નથી, પરવસ્તુનો ત્યાગ કરી શકતો નથી, એવી સાચી દષ્ટિ થયા પછી કર્મ ખરે છે તે અવિપાકનિર્જરા છે. આત્માની ભાવના સહિત એવો સકામ શબ્દનો અર્થ થાય છે. હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૫૭ જ્ઞાનાનંદ સ્વરૂપ છું, રાગ કરવો કે દેહની ક્રિયા કરવી તે મારા સ્વભાવમાં નથી; એવા જ્ઞાનીને અકામ, સકામ, સવિપાક ને અવિપાક-એમ ચાર પ્રકારની નિર્જરા હોય છે. કર્મ પાક વિના ખર્યા માટે અવિપાક કહેલ છે. આત્માનો પુરુષાર્થ બતાવવા તેને જ સકામનિર્જરા કહે છે. સકામ ને અવિપાક નિર્જરા જ્ઞાનીને જ હોય છે. તે ઉપરાંત જ્ઞાનીને અકામ ને સવિપાકનિર્જરા પણ હોય છે. અજ્ઞાનીને અકામ ને સવિપાક બે જ પ્રકારની નિર્જરા હોય છે. જૈન કોણ? અજૈન કોણ? હું જ્ઞાયક શુભાશુભભાવનો નાશક છું એવું ભાન થતાં ભ્રાંતિ ટળી જાય છે; ને શુભાશુભભાવનો રક્ષક છું એમ માને તે ભ્રાંતિ છે. હું કુટુંબ, દેશ વગેરેનો રક્ષક નથી તથા શુભાશુભભાવનો પણ રક્ષક નથી; પણ નાશક છું એવું ભાન થતાં સમ્યગ્દર્શન થાય છે. તે વખતે શુભાશુભભાવ સર્વથા ટળતા નથી. ભ્રાંતિ ટળે છે, પણ પુણ્ય-પાપ ટળતાં નથી. પછી સ્વરૂપમાં વિશેષ લીનતા કરે તો પુણ્ય-પાપ ટળે છે. આમ કરે તે સાચો જૈન છે. પોતાની પર્યાયમાં પુણ્ય-પાપભાવ થાય છે તેનો સ્વભાવના લક્ષે નાશ કરવાવાળો તે જૈન છે. તેવા જીવને ચાર પ્રકારની નિર્જરા થાય છે. હું આત્મા છું. શરીર, મન, વાણી આદિ મારાં નથી. તે બધાને જાણનારો છું. વિભાવનો ભક્ષક છું ને સ્વભાવનો રક્ષક છું એમ માનનાર જૈન છે. જે વિભાવનો રક્ષક છે ને સ્વભાવનો નાશક છે તે અજૈન છે. શુદ્ધ ચિદાનંદનું ભાન કરનાર જૈન છે. હવે અહીં મૂળ પ્રશ્નની વાત લઈએ. બાહ્ય પ્રતિકૂળ નિમિત્ત વખતે ઢોર આદિ કષાયમંદતા કરે તો પુણ્યબંધ થાય ને દેવમાં જાય. પ્રતિકૂળતા વખતે કષાયમંદતા ન કરે તો પુણ્ય પણ થતું નથી. માત્ર દુઃખ સહન કરવાથી સ્વર્ગ મળતું નથી. બટાટા વગેરેના જીવોને ઘણી પ્રતિકૂળતા હોય છે, અગ્નિમાં શેકાઈ જાય છે, ત્યાં દુ:ખનું નિમિત્ત તો છે, પણ કાંઈ બધાને પુણ્યબંધ થતો નથી. જે કષાયમંદતા કરે તેને પુણ્યબંધ થાય. કષ્ટ સહન કરતાં જો તીવ્ર કષાય થાય અને પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય; પણ એમ બને નહિ. એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ સહન કરે છે તે બાહ્ય નિમિત્ત છે, પણ ત્યાં રાગની મંદતા કરે તો પુણ્યબંધ થાય પણ ધર્મ થતો નથી. ઉપવાસ વખતે પણ જેવા પરિણામ કરે તેવું ફળ છે. અહીં નિર્જરાતત્ત્વની ભૂલ બતાવે છે સ્વરૂપશુદ્ધિની વૃદ્ધિ થવી ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રાગનો અભાવ થવો તે ભાવનિર્જરા છે ને કર્મનું ખરવું તે દ્રવ્યનિર્જરા છે. જીવ જેવા પરિણામ કરે તેવો બંધ પડે છે. બાહ્ય પ્રતિકૂળતા સહે છે માટે પુણ્ય થતું નથી. જેમ અન્નને પ્રાણ કહ્યા છે તે ઉપચારમાત્ર છે, આયુપ્રાણ વિના જીવ જીવતો નથી, જો આયુષ્યપ્રાણ હોય તો અન્નને નિમિત્ત કહેવાય છે, તેમ ઉપવાસ આદિ બાહ્યસાધન થતાં અંતરંગ તપની વૃદ્ધિ થાય છે એટલે કે શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક અંતર લીનતા કરે તો ઉપવાસને બાહ્યસાધન કહેવાય છે. ચિદાનંદ આત્મા વિભાવરહિત છે એવા ભાન વિના ધર્મ થતો નથી. કુદેવાદિની શ્રદ્ધા છોડી હોય, સાચા દેવાદિની શ્રદ્ધા થઈ હોય, ને તે વિકલ્પનો પણ આદર ન હોય તથા આત્માનું ભાન વર્તે છે તેવા જીવને અંતર લીનતાથી તપ થાય છે. હજારો રાણીઓનો ત્યાગ કર્યો હોય; ઉપવાસ કર્યા હોય, પણ આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. જે રાગમાં રોકાયો છે ને તેને ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે. જે બાહ્ય તપ તો કરે પણ અંતરંગ તપ ન હોય તો તેને ઉપચારથી પણ તપ કહેવાતો નથી. સ્વભાવની ભાવના હોય તો બાહ્ય તપને નિમિત્ત કહેવાય છે. નિશ્ચયનયનું ભાન હોય તો વ્યવહાર કહેવાય છે. અજ્ઞાની કહે છે કે જેમ દુકાનમાં માલ ભર્યો હોય તો ભાવ વધે, તેમ શુભરાગાદિરૂપ માલ હોય તો આગળ વધાય; પણ તે વાત ખોટી છે. શુભરાગ માલ જ નથી. ખરેખર તો આત્માનું ભાન હોય તો ભાવ વધે. મારો જ્ઞાનસ્વભાવ વીતરાગી છે એવી દષ્ટિ હોય તો લીનતા થાય છે, પણ જેને દ્રવ્યદૃષ્ટિ નથી તેને તપ સંજ્ઞા નથી. આત્માના ભાન વિનાનો ઉપવાસ લાંધણ છે વળી કહ્યું છે કે कषायविषयाहारत्यागो यत्र विधोयते। उपवासः स विज्ञेयः शेषं लञ्चनकं विदुः।। જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો. બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે. જેને આહારત્યાગની ઈચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને પર પદાર્થ તરફના વલણનો ત્યાગ છે તેને ઉપવાસ કહે છે. શુદ્ધ ચિદાનંદ આત્માની નજીક વસવું તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૫૯ કાંઈ ભાન નથી તેથી પુણ-પાપની વૃત્તિ રોકાય કેવી રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ નથી. આહાર-પાણી આત્મા લઈ શકતો નથી, તે તો જડની ક્રિયા છે. રાગને લીધે આહાર આવતો નથી. આહારની ઈચ્છા હોવા છતાં તાવ આવે ને આહાર ન લેવાય. જમવા બેઠો હોય ને તે વખતે અશુભ સમાચાર આવે તો આહાર લેતો નથી. ત્યાં ખરેખર તો આહાર આવવાનો જ ન હતો, તેથી નથી આવ્યો; છતાં આહાર લેવા ને છોડવાની ક્રિયા મારાથી થાય છે એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. આત્માના ભાન વિના ઉપવાસ કરે તેને લાંઘણ કહે છે. ઉપવાસ કરે માટે શરીર સારું થાય-એમ પણ નથી. શરીરની અવસ્થાનો સ્વામી આત્મા નથી. અજીવની ક્રિયાનો સ્વામી થાય તે મૂઢ છે. શરીરને રાખવા જીવ સમર્થ નથી. જે વખતે જે ક્ષેત્રે શરીર છૂટવાનું હોય તે વખતે, તે ક્ષેત્રે છૂટે છે; લાખ ઉપાય કરે, ડોકટરો ઊતરે, પણ જે સમયે, જે ક્ષેત્રે, જે વિધિએ શરીર છૂટવાનું તે છૂટવાનું જ. તેમાં ફેરફાર કરવા જીવની સત્તા નથી. અજ્ઞાની જીવ પોતાની પર્યાયમાં ઘાલમેલ કરે છે. આત્માના ભાન વિના ઉપવાસ કરે તો લાંઘણ છે. અજ્ઞાની જીવને પુણ્યનાં ઠેકાણાં નથી, ને ધર્મ માની બેસે તો મિથ્યાત્વ થાય છે. અજ્ઞાની જીવ અજ્ઞાનતપનાં ઊજમણા કરી અભિમાન કરે છે. પોતે લોભ ઘટાડે તો પુણ્ય થાય પણ આત્માના ભાન વિના ધર્મ થતો નથી. અહીં કોઈ કહે કે જો એમ છે તો અમે ઉપવાસાદિક નહિ કરીએ, તો તેને કહે છે કે અમે તો ઉપવાસનું તથા નિર્જરાનું સાચું સ્વરૂપ કહીએ છીએ. ઉપદેશ ઊંચે ચઢવા માટે કરીએ છીએ. આહાર પ્રત્યે રાગ ઘટાડે તો પુણ્ય થાય, તીવ્ર કષાય ઘટે તો પુણ્ય થાય, આહાર ન ખાય, માટે પુણ્ય થતું નથી. ધર્મ તો આત્માના ભાવથી થાય છે. તું ઊલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ? જો તું માનાદિથી ઉપવાસાદિ કરે છે તો કર વા ન કર; કીર્તિ માટે, ઊજમણા માટે, મોટપ માટે કરતો હોય તો કર કે ન કર; બધું સમાન છે; પણ વ્યવહાર ધર્મબુદ્ધિથી એટલે કે શુભભાવથી આહારાદિનો રાગ છોડે તો જેટલો રાગ છૂટયો તેટલો છૂટયો. તીવ્ર તૃષ્ણા છોડી મંદ તૃષ્ણા કરી તેને પુણ્ય સમજ. તેને તપ માનીશ તો મિથ્યાષ્ટિ રહીશ. ચીજો પ્રત્યે રાગ ઘટે તેને પુણ્ય માનો, તેને નિર્જરા ન માનો. તેને ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત લેવામાં શુભવિકલ્પ હોવાથી પુણ્ય છે. નિર્જરા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરવો તે પુણ્ય-પરિણામ છે. વૈયાવૃત્ય કરવાથી પુણ્ય થાય છે, ધર્મ થતો નથી. અજ્ઞાની લોકો કહે છે કે સાધુની વૈયાવૃત્ય કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. તીર્થંકર નામકર્મ જડપ્રકૃતિ છે. તે બાંધવાની ભગવાનની આજ્ઞા નથી, તેમજ જે ભાવથી તે પ્રકૃતિ બંધાય શુભઆસ્રવ કરવાની પણ ભગવાનની આજ્ઞા નથી. ભગવાન તો શુદ્ધ આત્માની ભાવના કરવાનું કહે છે. સ્વાધ્યાયનો શુભભાવ તે પુણ્ય છે. વ્યુત્સર્ગમાં શુભભાવ પુણ્ય છે. બાહ્યધ્યાનમાં શુભભાવ છે. કષાયમંદતા કરે તો પુણ્ય થાય ને સ્વભાવનું ભાન કરે તો ધર્મ થાય. * વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૦ મંગળવાર, તા. ૧૦-૩-૫૩ પ્રાયશ્ચિત, વિનય વગેરે અંતરંગ તપોમાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. પ્રાયશ્ચિત ને વિનય નિમિત્તરૂપે પ્રવર્તતા ‘હું જ્ઞાનાનંદ છું’ એમ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. સમ્યગ્દર્શન વિના સાચો તપ નથી. હું શાયક છું, એક રજકણની ક્રિયા મારી નથી, દયાદાનાદિનો હું સ્વામી નથી;−તેવા ભાનપૂર્વક અકષાય પરિણામ થાય તે નિર્જરા છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ કરી જગતનો સાક્ષી રહે તેટલા અંશે શુદ્ધિ છે, ને તેના નિમિત્તે કર્મ ખરે છે તે દ્રવ્ય નિર્જરા છે. બાર પ્રકારના તપમાં જેટલો વિકલ્પ ઊઠે છે તે બંધ છે. એવા મિશ્રભાવ જ્ઞાનીને યુગપત્ હોય છે. અજ્ઞાની બાહ્યમાં ધર્મ માને છે. તેને નિર્જરા હોતી નથી. પ્રશ્ન:- શુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે એમ કહો, ને આત્મા શુભાશુભરહિત દષ્ટિ કરે તો બન્નેની નિર્જરા થાય છે-પુણ્ય-પાપ બન્ને ખરી જાય છે એમ કેમ ન કહો ? લોકો પણ કહે છે કે પુણ્યે પાપ ઠેલાય. ઉત્ત૨:- આત્મા જ્ઞાયક છે, તેની નિર્વિકલ્પ પ્રતીતિ તથા લીનતાથી બધી કર્મપ્રકૃતિની સ્થિતિ ઘટે છે. તથા પુણ્યપ્રકૃતિની સ્થિતિ પણ ઘટી જાય છે. મિથ્યાદષ્ટિ નિર્જરાતત્ત્વને સમજતો નથી, તેથી તે બાહ્ય તપથી નિર્જરા માને છે. વળી તે માને છે કે આત્માનું ભાન થયા પછી સ્થિતિ ને રસ બન્ને ઘટે છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૬૧ પણ તે વાત ખોટી છે. શુદ્ધોપયોગ થયા પછી પુણ્યપ્રકૃતિમાં રસ ઘટતો નથી. મોક્ષમાર્ગમાં પુષ્ય ને પાપ બન્નેની સ્થિતિ ઘટે છે. ત્યાં પુણ્ય-પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. કેવળી ભગવાનને અશાતા શાતારૂપે પરિણમે છે ગોમ્મદસારમાં ગાથા ૨૭૪ માં કહ્યું છે કે કેવળી ભગવાનને શાતાવેદનીયનો બંધ એક સમય માટે છે, તેથી તે ઉદયસ્વરૂપ છે. વળી કેવળીને અશાતાવેદનીય શાતારૂપે પરિણમે છે. કેવળીને કષાય નથી, એકલો શુદ્ધોપયોગ છે. તેથી અશાતાવેદનીયની અનુભાગશક્તિ અનંતગુણી હીણી થઈ જાય છે. જે શાતા બંધાણી છે તેનો અનુભાગ અનંતગુણો છે. પહેલાં ન હતો તેના કરતાં અનંતગુણો રસ છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપમાં રમણતા કરે ત્યારે પાપનો રસ ઘટી જાય છે ને પુણનો રસ વધી જાય છે. અકષાય પરિણામથી સ્થિતિ ઘટી જાય છે ને શાતાદિનો રસ અનંતગુણો વધી જાય છે. આત્મા પોતે શુદ્ધ ચિદાનંદ છે. એવી દષ્ટિપૂર્વક શુદ્ધ ઉપયોગ કરે તો પુણ્યનો અનુભાગ વધે છે ને સ્થિતિ ઘટે છે. પુણ્ય-પાપ બન્નેની સ્થિતિ ઘટી જાય છે. પાપનો અનુભાગ ઘટી જાય છે ને પુણ્યનો અનુભાગ વધી જાય છે. તીર્થકર ભગવાનને પુણ્યનો રસ વધી જાય છે. જેટલી વિશુદ્ધતા છે તેટલો અનુભાગ વધી જાય છે. જે પુણને ત્યાગે છે તેને પુણ્યનો રસ વધી જાય છે ને જે પુણ્યને ઈચ્છ છે તેને પુણ્યનો રસ ઘટી જાય છે. ગુરુની વૈયાવૃત્ય આદિ કરવાથી તીર્થકર નામપ્રકૃતિ બાંધશું એમ અજ્ઞાની માને છે તેને તત્ત્વની ખબર નથી. શુદ્ધઉપયોગથી ઉપર ઉપરની પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર ઉદય થાય છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ થયા પછી શુભભાવ હોય તો પાપપ્રકૃતિ પલટી પુણ્યરૂપ થાય છે ને શુદ્ધભાવથી પુણ્યનો અનુભાગ વધી જાય છે ને પાપપ્રકૃતિ પલટી પુણ્યપ્રકૃતિ થઈ જાય છે. જે દાણો મોટો હોય તેનું ફોતરું પણ મોટું હોય છે, તેમ શુદ્ધોપયોગની જેટલી પુષ્ટિ હોય છે તેટલી પુણ્યમાં પુષ્ટિ હોય છે. માટે શુદ્ધથી પુણ્યના અનુભાગની નિર્જરા થાય છે એ નિયમ સંભવતો નથી. શુદ્ધથી પુણ્યનો અનુભાગ વધી જાય છે. માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના અનુસાર જ નિયમ સંભવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વિશુદ્ધતા અનુસાર નિર્જરા થાય છે, બાહ્ય પ્રવર્તન અનુસાર નહિ જુઓ, ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ શાસ્ત્રાભ્યાસ કરે ને આત્માનું ચિંતવનાદિ કાર્ય કરે ત્યાં વિશેષ ગુણશ્રેણીનિર્જરા નથી. નિર્જરા થોડી છે ને બંધ ઘણો છે. અંતર આનંદનો અનુભવ કરતો હોય ત્યારે પણ તેને નિર્જરા થોડી છે. અહીં પાંચમા-છઠ્ઠી ગુણસ્થાનવાળાની સાથે સરખામણી કરે છે. ચોથા ગુણસ્થાનવાળો ધર્મી જીવ નિર્વિકલ્પ અનુભવમાં હોય તો તેને નિર્જરા થોડી છે, પંચમ ગુણસ્થાનવાળો શ્રાવક ઉપવાસ ને વિનયાદિ કરતો હોય તે કાળમાં પણ છઠ્ઠીવાળા કરતાં તેને નિર્જરા થોડી છે; કેમકે અંતર અકષાય પરિણમનના આધારે નિર્જરા છે. શુભની અપેક્ષાએ અથવા બાહ્યક્રિયાની અપેક્ષાએ નિર્જરા નથી. પંચમ ગુણસ્થાનવાળો ઉપવાસ કરતો હોય તો નિર્જરા થોડી ને છઠ્ઠી ગુણસ્થાનવાળા મુનિ આહાર કરતા હોય તો પણ તેમને નિર્જરા ઘણી છે. તે વખતે જે રાગ વર્તે છે તેનાથી નિર્જરા નથી, શુભરાગથી પુણ્ય છે પણ શુભરાગના કાળે નિર્જરા ઘણી છે; કેમકે મુનિને સ્વરૂપના આશ્રયે ત્રણ કષાયનો નાશ થયો છે. અકષાય સ્વભાવના અવલંબને નિર્જરા થાય છે. ગુરુની સેવા એ પુણ્યભાવ છે, તેથી નિર્જરા નથી કર્મનું ખરવું જે ભાવથી થાય તેને નિર્જરા કહે છે. આત્મામાં શુદ્ધભાવથી નિર્જરા થાય છે ને તેથી કર્મ ખરે છે, પણ પુણ્યનો અનુભાગ વધે છે. વળી બાહ્યક્રિયાથી નિર્જરા નથી. પંચમ ગુણસ્થાનવાળો શ્રાવક એક માસના ઉપવાસ કરે તે વખતે જે નિર્જરા થાય છે તેના કરતાં મુનિને નિદ્રા વખતે કે આહાર વખતે નિર્જરા વિશેષ છે. માટે અકષાય પરિણામ પ્રમાણે નિર્જરા થાય છે. બાહ્યપ્રવૃત્તિ ઉપર આધાર નથી. અજ્ઞાની લોકો બાહ્યથી ધર્મ માને છે. એક વખત ભોજન લે, પાઠશાળા ચલાવે ઈત્યાદિ કાર્યોમાં ધર્મ માને છે. શુદ્ધ ચિદાનંદની દષ્ટિપૂર્વક લીનતા હોય તેને નિર્જરા છે. વસ્ત્રપાત્રસહિત મુનિપણું મનાવે તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે. નગ્નદશાપૂર્વક અકષાયદશા હોય તેને ભાવલિંગી મુનિ કહે છે. બાહ્યથી એકલા નગ્નપણામાં મુનિપણું નથી. જીવની ક્રિયા જીવથી થાય છે, તેમાં અજીવ નિમિત્તમાત્ર છે, વગેરે નવતત્ત્વોનું ભાન નથી, તે બાહ્યમાં ઉપવાસાદિ કરે, મીઠું ન ખાય તો તેમાં શું થયું? સાદો ખોરાક લેવામાં નિર્જરા માને છે; અમુક ચીજો ન ખાય તેથી ધર્મ માને છે. બહારની ચીજ ખાવી કે ન ખાવી તેના ઉપર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬૩ અધિકાર સાતમો] ધર્મનો આધાર નથી. પોતાના શુદ્ધોપયોગથી નિર્જરા થાય છે. કોઈએ અન્નપાણી છોડી દીધા તેથી તેને ત્યાગી માને છે, તે ભ્રાંતિ છે. પંચમ ગુણસ્થાનવાળો બળદ લીલું ઘાસ ખાતો હોય તે વખતે પણ તેને ચોથા ગુણસ્થાનવાળા ધ્યાની કરતાં વિશેષ નિર્જરા છે. અંતર બે કષાયનો નાશ છે, તેને ક્ષણે ક્ષણે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. લીલોતરીનું પાપ નથી. નબળાઈથી જે અશુભભાવથી થાય છે તેથી અલ્પ બંધ છે. અશુભભાવથી નિર્જરા નથી; પણ અશુભભાવના કાળમાં બે કપાયનો નાશ છે તેથી નિર્જરા છે. છઠ્ઠી ગુણસ્થાનવાળા મુનિને આહારાદિથી શુભ બંધ પડે છે, પણ અંતર ત્રણ કષાય ટળ્યા છે તેથી શુદ્ધિ વધે છે. નિર્જરાથી અપેક્ષાએ બંધ થોડો છે, માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, અંતરંગ કપાય શક્તિ ઘટતા ને વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. અહીં વિશુદ્ધતા એટલે શુદ્ધતાની વિશેષતા સમજવી. અંતર કષાયશક્તિ ઘટવાથી નિર્જરા થાય છે, તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી જાણવું. પંડિત શ્રી ટોડરમલજીને દૃષ્ટિ તો હતી, ઉપરાંત જ્ઞાનનો ઉઘાડ પણ ઘણો હતો. હજારો શાસ્ત્રોનો નિચોડ મોક્ષમાર્ગપ્રકાશકમાં ભરી દીધો છે. એ પ્રમાણે અનશન, વૃત્તિપરિસંખ્યાન, ધ્યાન વગેરેને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યો છે. આત્મામાં શુદ્ધતા તો પૂર્વે વિકલ્પ હોય તેને વ્યવહાર કહે છે. નિમિત્તનું લક્ષ છૂટી શુદ્ધિમાં વૃદ્ધિ થાય તો નિમિત્તને સાધન કહે છે. વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી વીતરાગ ભાવરૂપ જે વિશુદ્ધતા થાય તે જ સાચો તપ નિર્જરાનું કારણ જાણવું. દટાંતઃ- ધન વા અન્નને પ્રાણ કહ્યાં છે. તેનું કારણ ધનથી અન્ન લાવી ભક્ષણ કરતાં પ્રાણ પોષી શકાય છે; તેથી ધન વા અન્નને પ્રાણ કહ્યા છે, પણ આયુષ્ય ન હોય તો ધન શું કામ કરે? મડદાને આહારપાણી આપો તો શું થશે? પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ ને આયુ એ પ્રાણ હોય તો ધનને પ્રાણ કહેવાય; પણ ઇંદ્રિયાદિ પ્રાણને ન જાણે કે ધનને જ પ્રાણ જાણી સંગ્રહુ કરે તો મરણ જ થાય. અંતરદષ્ટિ ને જ્ઞાન જેને નથી તેના બાહ્ય તપને ઉપચાર પણ ન કહેવાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેમ અનશન, પ્રાયશ્ચિત, વિનય આદિને તપ કહ્યા તેનું કારણ અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિતરૂપ પ્રવર્તતાં વીતરાગ ભાવરૂપ સત્યત: પોષી શકાય છે. તેથી એ અનશન, પ્રાયશ્ચિત વગેરેને ઉપચારથી તપ કહ્યા છે, પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે પણ બાર તપને તપ જાણી સંગ્રહુ કરે તો સંસારમાં ભમે. લોકો બહારના તપમાં ધર્મ માને છે. કુદેવાદિને માને ત્યાં તો ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ નથી. તેને તપશ્ચર્યા કેવી? અજ્ઞાનીની તપશ્ચર્યામાં સાચી તપશ્ચર્યા માનવી ને મનાવવી તે મોટું પાપ છે. દષ્ટિની ખબર નથી. સાચી વાત રૂચે નહિ ને વ્રત ધારણ કરે, તે જૈન નથી. તેને પોતાની ખબર નથી. વ્યવહાર સહિત સાત તત્ત્વની પૃથતાની ખબર નથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન કયાંથી હોય? ન જ હોય. માટે આટલું સમજી લેવું કે નિશ્ચયધર્મ તો વીતરાગતા છે. પુણ્યપાપરહિત પોતામાં શુદ્ધતા થાય છે તે વીતરાગભાવ છે. વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૧ બુધવાર, તા. ૧૧-૩-૫૩ વ્યવહારાભાસીનો અધિકાર ચાલે છે. સાત તત્ત્વોનો જેવો ભાવ છે તેવા ભાવનો ખ્યાલ નથી તે વ્યવહારાભાસી છે, નિર્જરાતત્ત્વ શું છે તેનો વિચાર કરવો જોઈએ. કર્મનું છૂટવું તે દ્રવ્ય-નિર્જરા છે. પર્યાયમાં શુદ્ધિનું વધવું એટલે કે પુણ્યપાપ રહિત સ્વરૂપમાં લીનતા થવી તે ભાવ-નિર્જરા છે, તે ધર્મ છે. રસપરિત્યાગ, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય વગેરે ધર્મ નથી, તેને ઉપચારથી તપ કહ્યો છે. જાણવુંદેખવું મારો સ્વભાવ છે, રાગદ્વેષ મારો સ્વભાવ નથી એમ શ્રદ્ધા કરી સ્વરૂપમાં લીનતા થવી તે ધર્મ છે. વીતરાગ ભાવ હોય તો ઉપવાસને નિમિત્ત કહે છે. દષ્ટિપૂર્વક અધિકારી પરિણામને નિર્જરા કહે છે. બાહ્ય તપને ઉપચારથી ધર્મસંજ્ઞા કહી છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરવો તે રાગ છે. તેવા રાગથી પણ આત્મા જુદો પડે તો નિર્જરા છે. ઉપવાસ નામ ધરાવે પણ સાત તત્ત્વના ભાવનું ભાન નથી તેને ઉપવાસ લંઘન જ છે; તેનાથી ધર્મ નથી. તેનાથી નિર્જરા માને તો મિથ્યાત્વનું પાપ લાગે છે. આહાર ન આવવો તે જડની ક્રિયા છે. કષાયમંદતા પુણ્યથી રહિત શુદ્ધ આત્માના આશ્રયે નિર્જરા થાય છે. તેનું રહસ્ય જે જાણતો નથી તેને નિર્જરાની સાચી શ્રદ્ધા નથી. તેથી તેના બાહ્ય ઉપવાસને વ્યવહાર નામ લાગુ પડતું નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. તેમાં નિર્જરા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૬૫ તત્ત્વની ભૂલ બતાવે છે. અજ્ઞાની માને છે કે બહારના પદાર્થો છોડયા માટે નિર્જરા થાય છે પણ તે નિર્જરા નથી. આત્મામાં નિર્વિકલ્પ અનુભવ થયો હોય તેને નિર્જરા થાય છે. મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા મોક્ષતત્ત્વ અર્હન્તસિદ્ધનું લક્ષણ છે. પંચપરમેષ્ઠીમાં અદ્વૈત-સિદ્ધ તે લક્ષ્ય છે ને મોક્ષતત્ત્વ તેનું લક્ષણ છે. જેને મોક્ષતત્ત્વનું ભાન નથી તેને અર્જુન્ત-સિદ્ધની ખબર નથી. પોતામાં પૂર્ણ નિર્મળ પર્યાય થવી તે મોક્ષ છે. ‘ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા’ મુક્તિશિલા ઉપ૨ જવું તેને અજ્ઞાની સિદ્ધપણું કહે છે, પણ તે ભૂલ છે, પોતાની શક્તિમાં શુદ્ધતા પડી છે. તેમાંથી પરિપૂર્ણ વ્યક્ત શુદ્ધ દશા થવી તે મોક્ષ છે. મોક્ષ અહીં પર્યાયમાં થાય છે; તે સમયે ઊર્ધ્વગમન-સ્વભાવથી આત્મા ઉપર જાય છે. મોક્ષ અને ઊર્ધ્વગમનમાં સમયભેદ નથી. પોતાની જ્ઞાનશક્તિમાંથી કેવળજ્ઞાન પ્રગટયું, દર્શનશક્તિમાંથી કેવળદર્શન પ્રગટ થયું, આનંદ શક્તિમાંથી કેવળ આનંદ થયો-વગેરે પ્રકારે બધી શુદ્ધતા થઈ તે મોક્ષ છે. કેવળજ્ઞાન લોકાલોકને જાણે તે તો વ્યવહાર છે. લોકાલોકને જાણે છે માટે કેવળજ્ઞાન અથવા મોક્ષ છે–એમ નથી. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિની પર્યાયની પરિપૂર્ણતા છે, માટે મોક્ષ છે; મુક્તિશિલા ઉપર રહેવું તે સિદ્ધપણું નથી. મુક્તિશિલા ઉપર તો એકેન્દ્રિય-નિગોદના જીવો પણ છે. વળી અજ્ઞાની, સિદ્ધને જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુઃખ દૂર થયા છે, માટે મોક્ષ માને છે; પણ પોતાનો સ્વભાવ જન્મજરારહિત છે તેનું તેને ભાન નથી. વળી અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેમને જ્ઞાન થયું છે એમ તે જાણે છે. સિદ્ધદશામાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે, એમ જે જાણતો નથી તે તો વ્યવહારાભાસીમાં પણ આવતો નથી. અહીં તો કહે છે કે લોકાલોકને જાણવાનું માનવા છતાં પોતામાં અનંત જ્ઞાન ભરેલું છે, એવી પોતાને ખબર નથી તે વ્યવહા૨ાભાસી છે. અનંતતાના સ્વરૂપને કેવળી અનંતપણે જાણે-દેખે વળી કોઈ કહે છે કે કેવળી ભગવાન અનંતને અનંત જાણે છે, માટે ભગવાન અનંતનો અંત જાણતા નથી; માટે તેમને કેવળજ્ઞાન નથી; તે પણ ભૂલ છે. અનંતતાને અનંત તરીકે ન જાણે ને અંત તરીકે જાણે તો તો કેવળજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ખોટું ઠરે. પં. બનારસીદાસે ૫૨માર્થવનિકામાં કહ્યું છે કે તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાની પુરૂષ પણ અનંત જ દેખે, જાણે, કહે. અનંતનો બીજો અંત છે જ નહિ, કે જે જ્ઞાનમાં ( અંતરૂપે) ભાસે, તેથી અનંત રૂપ જ પ્રતિભાસે છે. ચૈતન્ય-અગ્નિ પોતાના જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી પોતાના દ્રવ્યસહિત લોકાલોકને ન જાણે તો તે કેવળજ્ઞાન નથી. આત્મપ્રભુ શક્તિએ પરિપૂર્ણ છે તે પર્યાયમાં પૂર્ણ થઈ જાય છે. લોકાલોકને વ્યવહા૨ે જાણે છે. એમાં પણ જે ભૂલ કરે છે, તે તો મિથ્યાદષ્ટિ છે; પણ એકલા લોકાલોકને જ જાણે છે એમ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. પોતાને જાણતાં પરને જાણી લે છે. , વળી અજ્ઞાની, સિદ્ધ ભગવાનને ત્રૈલોક્યપૂજ્યપણું માને છે પણ તે તો વ્યવહાર છે. પોતાનો સ્વભાવ પૂજ્ય છે; તેની શક્તિના વિશ્વાસથી ત્રૈલોક્ય પૂજ્યપણું પ્રગટ થાય તેમ છે તેવી તેને ખબર નથી. આમ સિદ્ધનો મહિમા બહારથી કહે છે. દુઃખ દૂર કરવાની, શેયને જાણવાની, તથા પૂજ્ય થવાની ઈચ્છા તો સર્વ જીવોને છે. તેથી કાંઈ અપૂર્વતા નથી. પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે તેનો ભરોસો નથી. શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે- જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે, એમ સ્પષ્ટ જાણ્યું છે; ' એમ પર્યાયમાં ખ્યાલમાં આવ્યું છે. શક્તિરૂપ છે તો પર્યાયમાં કેવળજ્ઞાન થશે. વળી શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. મારું કેવળજ્ઞાન અલ્પકાળમાં પ્રગટ થશે એમ ભરોસો આવ્યો છે. વિચારદશાએ એટલું જ્ઞાન થયું છે કે કેવળજ્ઞાન પ્રગટ થશે ને ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઈચ્છા વર્તે છે કે ટૂંક સમયમાં કેવળજ્ઞાન પ્રગટ કરીશ. મારો આત્મા કેવળજ્ઞાનશક્તિથી ભરપૂર છે. પ્રથમ કેવળજ્ઞાન શક્તિ માની ન હતી. હવે માન્યું કે કેવળજ્ઞાન બહારથી આવશે નહિ, પણ મારામાંથી આવશે-એમ શ્રદ્ધાથી કેવળજ્ઞાન વર્તે છે. મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. વર્તમાન પર્યાયને ગૌણ કરીને દ્રવ્યાર્થિકનયથી કેવળજ્ઞાન વર્તે છે. આ મોક્ષતત્ત્વની યથાર્થ પ્રતીતિ છે. જેને મોક્ષની પ્રતીતિ નથી તેને સમ્યગ્દર્શન નથી. વળી દુઃખ દૂર થવું તેને સિદ્ધદશા થઈ કહે છે. દુઃખ દૂર થવું તે નાસ્તિકની વાત કરી પણ અસ્તિ શું છે? લોકાલોકને જાણવું તે વ્યવહારથી વાત કરી પણ નિશ્ચય શું છે? મારો જ્ઞાનસ્વભાવ મારાથી છે એની ખબર નથી. પોતાના આશ્રયે કેવળજ્ઞાન પ્રગટે છે એવી પ્રતીતિ નથી, પણ ઊંડે ઊંડે કાંઈક ભેદ, વિકાર કે રાગના આશ્રયે ધર્મ માને છે. રાગથી મોક્ષતત્ત્વ નથી. નવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો]. [૧૬૭ તત્ત્વને સ્વતંત્ર ન માને તો સાચી શ્રદ્ધા નથી. વળી, તેને એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે, તેનાથી અનંતગણું સુખ મોક્ષમાં છે. પણ સ્વર્ગનું સુખ તો રાગવાળું છે ને વીતરાગી સુખ અનાકુળ છે. બન્નેની જાતિ જુદી છે એવું ભાન તેને નથી. સ્વર્ગ અને મોક્ષના સુખને એક જાણે તો ભૂલ છે. આત્મા સહજાનંદ મૂર્તિ છે, તેની પ્રતીતિ ને લીનતાથી સુખદશા થાય છે. સંસારસુખ કરતાં અનંતગણું સુખ મોક્ષમાં માને તે મિથ્યાષ્ટિ છે. સ્વર્ગના સુખ તો વિષયાદિ સામગ્રીજનિત હોય છે તે આજનિત સુખ નથી. ત્યાં બાગ, બગીચા, હીરા આદિ અનુકૂળ સંયોગોને સુખ માને છે. પણ આત્માના સુખનું તેને ભાસન નથી; અજ્ઞાની જીવ કહે છે કે મોક્ષમાં લાડી નથી, વાડી નથી, પૈસા નથી, ગાડી નથી, તો શું સુખ? એમ તે માને છે. વળી કોઈ કહે છે કે ભગવાન ત્રણ કાળનાં-ત્રણ લોકનાં નાટક દેખે છે, તેથી તેમને ઘણો આનંદ છે. એવા જીવોને મોક્ષના સ્વરૂપની ખબર નથી. પોતાની પર્યાયમાં પૂર્ણ આનંદ પ્રગટે તે મોક્ષ છે. જેવી શક્તિ પરિપૂર્ણ છે તેવી પર્યાયમાં પરિપૂર્ણતા થવી તે મોક્ષ છે તેવી તેને ખબર નથી. પરંતુ મહાપુરૂષો મોક્ષને સ્વર્ગથી ઉત્તમ કહે છે, તેથી અજ્ઞાની મોક્ષને ઉત્તમ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને ન જાણે, પણ બધી સભા વખાણે છે તેથી પોતે પણ વખાણે છે. આ પ્રમાણે અજ્ઞાની મોક્ષને ઉત્તમ માને છે. પ્રશ્ન- શાસ્ત્રમાં પણ ઇન્દ્રોનાં સુખ કરતાં અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે તેનું શું કારણ? ઉત્તર- અહીં, મોક્ષતત્ત્વની ઓળખાણ નથી તેની વાત ચાલે છે. જેમ તીર્થંકરના શરીરની પ્રજા સૂર્યના તેજથી કરોડ ગુણી કહી, પણ ત્યાં તેની એક જાતિ નથી. ભગવાનને પુણ્ય પ્રકૃતિ ઉત્કૃષ્ટ છે ને પરમ ઔદારિક શરીર છે સૂર્યનું વિમાન જે દેખાય છે તે પૃથ્વીકાય છે. તીર્થકરને પંચેન્દ્રિય શરીર છે. તેથી પુણ્યપ્રકૃતિ ઘણી છે. પરંતુ લોકમાં સૂર્ય પ્રજાનું માહાભ્ય છે; તેનાથી પણ ઘણું માહાભ્ય જણાવવા અર્થે ઉપમા આપી છે. તીર્થકરના કેવળજ્ઞાનની તો શી વાત? પણ તેની પુણ્યપ્રકૃતિ પણ ત્રણ લોકમાં અદ્વિતીય છે. પૂર્વે તીર્થકર નામકર્મ બાંધેલ છે, તેના નિમિત્તે અદ્દભૂત શરીર છે. ભક્તામર સ્ત્રોતમાં આવે છે કે હે નાથ? જગતમાં જેટલા શાંત પરમાણુઓ છે તે બધા આપના શરીરમાં આવી પરિણમેલા છે. એવું તેમનું શરીર શાંત દેખાવવાળું છે. ગૌતમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો જ્યાં સમવસરણમાં પેઠા ત્યાં ભગવાનને દેખી તેમનું માન ગળી ગયું. ખરેખર તો તેમની પાત્રતાથી માન ગળેલ છે, ત્યાં ભગવાન નિમિત્ત કહેવાય છે. આ દષ્ટાંત મુજબ સિદ્ધના સુખને ઇન્દ્રાદિના સુખથી અનંતગણું કહ્યું છે. ત્યાં તેની એક જાતિ નથી; પરંતુ લોકો માને છે, માટે ઉપમાલંકારથી એમ કહેલ છે. મહિમા જણાવવા એમ કહેલ છે. અંદરથી સુખ પ્રગટ થએલ છે, તેવી જાતિ બીજે હોય નહિ. પ્રશ્ન- સિદ્ધના સુખ અને ઇન્દ્રાદિના સુખની તે એક જાતિ જાણે છે, એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો? ઉત્તર:- જે ધર્મના સાધનથી તે સ્વર્ગ માને છે તે જ સાધનથી તે મોક્ષ માને છે, તેથી તેના અભિપ્રાયમાં સ્વર્ગ અને મોક્ષની એક જાતિ છે. લોકો કહે છે કે વ્યવહાર કરો તો એક દિવસ બેડો પાર થઈ જશે. શું રાગ કરતાં કરતાં ધર્મ થાય? ના. બહારનું લક્ષ છોડ્યા વિના કદી નિશ્ચય પ્રગટતો નથી. તમો રાગની ક્રિયાથી સ્વર્ગ માનો છો તથા રાગની ક્રિયાથી મોક્ષ પણ માનો છો; તેથી તમોને મોક્ષની ખબર નથી. વ્યવહારથી મોક્ષ માને છે તે મૂઢ છે. તેને મોક્ષની જાતિની ખબર નથી. આયંબિલ કરવાથી, નવકાર ગણવા વગેરેથી ધર્મ થશે એમ માને છે. અંજનચોર પોતાના આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પામેલ છે, તો નવકાર મંત્રના શુભરાગ ઉપર ઉપચાર આપેલ છે. જે ભાવથી સ્વર્ગ મળે તે ભાવથી મોક્ષ માને તે મિથ્યાષ્ટિ છે. જે જીવ નિશ્ચયદશા પામે છે. તેના પૂર્વના શુભરાગને વ્યવહાર કહેલ છે. અંજનચોર સમ્યગ્દર્શન પામેલ છે તેનો આરોપ નમસ્કાર મંત્ર ઉપર આપ્યો છે. નવમી રૈવેયક જનાર મિથ્યાદષ્ટિ મુનિએ ઘણી વાર નમસ્કાર મંત્ર ગણેલ છે. તેને કેમ આરોપ નથી આવતો? તો કહે કે તેને નિશ્ચય પ્રગટ થયેલ નથી. માટે અભેદદષ્ટિ કરી સમ્યગ્દર્શન ભવિષ્યમાં પ્રગટ કરેલ છે, તો અંજનચોરના વ્યવહારના એક અંશ ઉપર આરોપ કરીને કહે કે નમસ્કાર મંત્રથી અંજન ચોર ધર્મ પામ્યો; પણ અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાથી ને શુભ રાગથી મોક્ષ થાય એમ માને છે. તે અજ્ઞાની જીવ મોક્ષતત્ત્વને જાણતો નથી તેથી અહંન્તને પણ જાણતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૬૯ વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૨ ગુવાર, તા. ૧૨-૩-૫૩ સિદ્ધચક્રવિધાન પૂજા થાય છે, તેમાં જડની ક્રિયા સ્વતંત્ર થાય છે, તે આત્માથી થયેલ નથી. નૈમિત્તિક ક્રિયા થાય તો આત્માની ઈચ્છા તથા યોગને નિમિત્ત કહેવાય, જડ ને ચેતન બન્ને ભિન્ન હોવા છતાં બન્ને ભેગાં થઈને કામ કરે છે એમ માનવું તે ભ્રાંતિ છે. ઉપાદાન નિમિત્ત બન્ને નિશ્ચિત છે ને બન્ને પોતપોતાના નિશ્ચય છે. ઉપાદાનની પર્યાય નિશ્ચય છે ને નિમિત્તની પર્યાય પણ નિશ્ચય છે. દરેક પદાર્થ પોતાની અપેક્ષાએ નિશ્ચય છે. બીજા પદાર્થ સાથેના સંબંધને વ્યવહાર કહેવાય છે. પ્રશ્ન- સ્વર્ગસુખ ને મોક્ષસુખને અમે એક માનીએ છીએ એમ આપ કેમ કહો છો? ઉત્તર:- જે પરિણામથી સ્વર્ગ મળે છે તે જ પરિણામથી મોક્ષ મળે છે એમ તું માને છે તેથી તારા અભિપ્રાયમાં સ્વર્ગ ને મોક્ષની એકજાતિ છે. વ્યવહાર કરો તો બેડો પાર થશે એમ અજ્ઞાની માને છે, પણ કારણમાં વિપરીતતા છે માટે કાર્યમાં વિપરીતતા છે. અજ્ઞાની જીવ યથાર્થ કારણને માનતો નથી. પુણ્ય બહુ કરો તો પુણ્ય ફાટીને મોક્ષ મળશે-એમ માનનાર મૂઢ છે. તે મોક્ષને માનતો નથી. જે કારણથી બંધ થાય તે કારણને મોક્ષનું કારણ માને તે ભૂલ છે. વળી કર્મના નિમિત્તથી પોતાની પર્યાયમાં ઔદયિકભાવ છે. અસિદ્ધભાવ જીવનું સ્વતત્ત્વ છે. અજ્ઞાનીને તેનો ભાવ ભાસતો નથી. મોક્ષ પોતાની પર્યાયમાં થાય છે. કર્મનું ટળવું તે પોતાનો ભાવ નથી. કર્મોદયના નિમિત્તથી ઔદયિકભાવરાગદ્વેષ છે. કેવળી ભગવાનને પણ પોતાની પર્યાયમાં કેટલાક ગુણો જેમ કે કર્તા, કર્મ, કરણ આદિ તથા વૈભાવિક, ક્રિયાવતી, યોગ વગેરેમાં વિભાવરૂપનું પરિણમન છે, એટલો ઉદયભાવ છે-મલિનતા છે; તેથી સિદ્ધદશા પામતા નથી. અસિદ્ધત્વ પોતાની પર્યાયનો દોષ છે. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિના દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું વિપરીત હોય છે. ચૌદમાં ગુણસ્થાન સુધી પોતાના કારણે પાધિકભાવ છે. પોતાની નૈમિત્તિક પર્યાયમાં મલિનતા છે, તેનો અભાવ થઈ સિદ્ધદશા થાય છે. ત્યાં કર્મનું નિમિત્ત છે, ને પોતાની પર્યાયમાં નૈમિત્તિતા પોતાના કારણે છે. ત્યાં જીવ રોકાયો છે તેથી દ્રવ્યમોક્ષ થતો નથી. ઉપાધિભાવનો અભાવ થવાથી, શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થવાથી દ્રવ્યમોક્ષ થાય છે. આમ મોક્ષતત્ત્વનું ભાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦] | [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો થવું જોઈએ. જેમ સ્કંધમાંથી છૂટયા પછી પરમાણુ શુદ્ધ થાય છે તેમ આત્મા કર્મવિપાકથી ભિન્ન થતાં શુદ્ધ થાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ અનંત વીર્ય આદિરૂપ આત્મા થાય છે. મોક્ષ લક્ષણ છે ને અર્વતસિદ્ધ લક્ષ્ય છે. મોક્ષના ભાવનું ભાન નથી તેને અર્વતસિદ્ધની શ્રદ્ધા વિપરીત છે યથાર્થ નિર્ણય કરે તો સમ્યગ્દર્શન થાય છે. દષ્ટાંત - સ્કંધથી પરમાણુ છૂટો પડે તો શુદ્ધ છે, પણ વિશેષતા એ છે કે પરમાણુ સ્કંધમાં હોય તો દુઃખી નથી ને છૂટો હોય તો સુખી નથી. તેને સુખદુઃખ નથી, આત્મા અશુદ્ધ અવસ્થા વખતે દુઃખી છે ને શુદ્ધ અવસ્થા વખતે સુખી છે. એટલો પરમાણુ અને આત્મા વચ્ચે ફેર છે. ઔપાધિકભાવ સંસાર છે ને તેનો અભાવ થવો તે મોક્ષ છે, ને ત્યાં નિરાકુળ લક્ષણવાળા અનંત સુખની પ્રાપ્તિ થાય છે. વળી ઇન્દ્રાદિકને જે સુખ છે તે તો આકુળતાનું સુખ છે. ઇન્દ્રાણીમાં, પૈસામાં સુખ નથી. ઇન્દ્રો પણ પરમાર્થે દુઃખી છે. પોતાના સ્વભાવને ચૂકી પૈસા વગેરેમાં સુખ માને તે દુઃખ છે. રોગથી દુઃખી નથી, ને નીરોગતા સુખી નથી. આકુળતાજન્ય પરિણામ થવા તે દુઃખ છે. તેથી દેવો આદિ પરમાર્થે દુઃખી છે, એટલા માટે તેના ને સિદ્ધના સુખની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, ને મોક્ષ સુખનું કારણ વીતરાગભાવ છે. એ રીતે કારણમાં ફેર છે. અજ્ઞાની ને સાત તત્ત્વની શ્રદ્ધાની ખબર નથી; શ્રદ્ધા વિના ધર્મ થતો નથી. દયા, દાન, જાત્રા, ભક્તિ આદિમાં ધર્મ છે? ના, ચારિત્ર તે ધર્મ છે, ને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. મૂળ વિના શાખ ને ઝાડ હોય? ન જ હોય. અજ્ઞાનીને તત્વાર્થશ્રદ્ધાન નામનિક્ષેપથી છે અજ્ઞાની જીવને નવતત્ત્વની વિકલ્પસહિત શ્રદ્ધા થઈ, પણ ભાવનું ભાસન ન થયું, તેથી મિથ્યાદર્શન જ રહે છે. અભવ્યને તત્ત્વાર્થશ્રદ્ધાન છે તે નામનિક્ષેપથી છે, પણ ત્યાં યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન સમજવું નહિ; કારણ કે ભાવનું ભાસન તેને નથી. અભવ્યને જીવાદિનું શ્રદ્ધાન છે પણ ભાવભાસન નથી, અથવા ભાવનિક્ષેપથી, નથી, દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વતંત્ર છે એવું ભાસન તેને નથી. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે “આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાના કાર્યકારી નથી.” અહીં તત્ત્વાર્થશ્રદ્ધાન કહેલ છે તે નામનિક્ષેપથી છે. રાગરહિત તત્ત્વ શ્રદ્ધાનની ત્યાં વાત નથી. જેવો ભાવ છે તેવું ભાસન થવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. રાગનું અવલંબન છૂટી નવે તત્ત્વના ભાવનું ભાસન એક આત્મામાં થવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૭૧ તે સમ્યગ્દર્શન છે. જ્ઞાન ભેદ પાડીને જાણે છે છતાં તેમાં રાગનું અવલંબન નથી. અભેદના અવલંબને સમ્યગ્દર્શન થાય છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદજ્ઞાન ભેદના ચાર પ્રકારે અર્થ નીચે મુજબ છેઃ (૧) આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ પાડવા તે પણ ભેદ છે-વ્યવહાર છે. તે બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. (૨) આત્મા શરીરથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છે. તેવા વિકલ્પ સહિત ભેદ પાડવો તે ભેદજ્ઞાન છે, પણ તે રાગસહિત છે. સમ્યગ્દર્શન થતા પહેલાં આવું વિકલ્પવાળું ભેદજ્ઞાન હોય છે. (૩) રાગનો અભાવ થઈ સ્વભાવમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તેમાં પરથી જુદા પડવાની અપેક્ષાએ ભેદજ્ઞાન કહેલ છે, છતાં તે નિર્વિકલ્પ છે. (૪) તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન-આ ચોથી વાત છે. જ્ઞાન બધાને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. તે નિર્વિકલ્પ ભેદજ્ઞાનમાં આવી જાય છે. છતાં અપેક્ષામાં ફેર છે. પોતાનું ભાવભાસન થતાં તેમાં સાત તત્ત્વોનું ભાવભાસન આવી જાય છે. અહીં પોતાના સ્વ-૫૨પ્રકાશક જ્ઞાનસામર્થ્યથી સ્વને જાણતાં સાતે તત્ત્વોને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. એ અપેક્ષાએ નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. પોતાના જ્ઞાનનો સ્વભાવ એવો જ છે કે સ્વ-પરને ભેદ પાડીને જાણે છે, છતાં તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. સાતે તત્ત્વો ભેદરૂપ છે, એવા ભાવનું ભાસન એક આત્મામાં થવું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તે અહીં તથા તત્ત્વાર્થસૂત્રમાં કહેવું છે. શ્રી સમયસાર નાટકમાં સવિકલ્પ ભેદજ્ઞાન ને નિર્વિકલ્પ ભેદજ્ઞાનની વાત આવે છે. ત્યાં પ્રથમ સવિકલ્પ ભેદજ્ઞાનને ઉપાદેય કહેલ છે. પાછળથી તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન હેલ છે. તેમાં નિર્વિકલ્પ ભેદજ્ઞાનની વાત છે. નવ તત્ત્વની પરિપાટી નથી એટલે કે નવના વિકલ્પ નથી. મોક્ષશાસ્ત્રમાં જે તત્ત્વાર્થશ્રદ્ધાન કહેલ છે તે એકરૂપભાવ છે, ત્યાં વિકલ્પ નથી. સમયસારમાં નવતત્ત્વની પરિપાટી છોડી એક આત્મા પ્રાપ્ત થાઓ એમ જે કહેલ છે. ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રાગ સહિતના નવતત્ત્વની વાત કરી છે. એકરૂપ સ્વભાવની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. પર્યાયમાં સાતતત્ત્વના ભાવનું ભાસન થયું તે સમ્યજ્ઞાન છે. તેવા સમ્યજ્ઞાન સહિત સમ્યગ્દર્શનની અહીં મોક્ષમાર્ગ પ્રકાશકમાં તથા તત્ત્વાર્થસૂત્રમાં વાત છે. સાત તત્ત્વનું ભાસન થવું તે જ્ઞાનપ્રધાન કથન છે. જ્ઞાન સાતને યથાર્થ જાણે છે છતાં તેમાં રાગ નથી. ત્રીજા બોલમાં વિકલ્પ રહિત ભેદજ્ઞાન કહ્યું તે પરથી ભેદ પાડવાની અપેક્ષાએ વાતે છે, ને ચોથા બોલમાં પોતાના જ્ઞાનના સામર્થ્યથી સાતે તત્ત્વોનું ભાન થાય છે તે એકરૂપ છે. સમયસારમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા દર્શનપ્રધાનથી છે. વળી વ્યવહારદષ્ટિથી સમ્યગ્દર્શનના નિઃશંકિત, નિઃકાંક્ષિત આદિ આઠ અંગ કહ્યા તેને તે પાળે છે પણ તે તો શુભરાગ છે, ધર્મ નથી. આઠ અંગ પાળે તો પણ વ્યવહારાભાસી છે. વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૩ શુક્રવાર તા. ૧૩-૩-પ૩ સમ્યગ્દર્શન વિના એકલો વ્યવહાર નકામો છે જેને કુવાદિની શ્રદ્ધા છે ને વ્યવહાર સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ખબર નથી તે તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. જે સર્વજ્ઞદેવ, નિગ્રંથ ગુરુ ને અનેકાંત બતાવનાર શાસ્ત્રની શ્રદ્ધા કરે ને કુદેવાદિની શ્રદ્ધા છોડ તથા કુદેવાદિને માનવાવાળાની શ્રદ્ધા છોડ, આઠ મદ ન કરે, આઠ આચાર પાળે ને દેવ-ગુરુ-લોક મૂઢતા-એમ પચીસ મળનો ત્યાગ કરે તેને તે રાગ હોવાથી, ધર્મ નથી. જેને પચીસ દોષનો ત્યાગ નથી તે તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. અહીં તો કહે છે કે જેને ગૃહીત મિથ્યાદર્શન ટળ્યું છે, પણ અંતર સ્વભાવનું ભાન નથી તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. વ્યવહાર પચીસ દોષ ટાળવા છતાં યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. તત્ત્વાર્થશ્રદ્ધાનમાં ભાવભાસન થવું જોઈએ. વળી સંવેગાદિ ધારણ કરે, દેવીઓ આવે તોપણ ચળે નહિ, ભગવાનની ભક્તિ માટે માથાં આપે,–તો પણ તે શુભરાગ છે. પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતરની સાવધાની કરવા છતાં, અનાજ થતું નથી, ખેતર સાફ કરે પણ બીજ ન વાવે તો પાક ઊગતો નથી; એમ પચીસ દોષનો ત્યાગ કરે, સંવેગાદિનું પાલન કરે, તે ક્ષેત્રશુદ્ધિ છે; છતાં આત્મભાનરૂપ બીજ વિના એકલી ક્ષેત્રશુદ્ધિ નકામી છે. તે વ્યવહાર આચારનું ફળ સંસાર છે. જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૭૩ કુદેવાદિને માને છે. તેને તો ક્ષેત્રશુદ્ધિ પણ નથી. સર્વશે કહેલો માર્ગ તે જ માર્ગ છે એમ માને છે, પણ સમ્યગ્દર્શનરૂપ બીજ વિના લાભ નથી. જેને કેવળજ્ઞાનમાં શંકા છે, જેને મહાવિદેહક્ષેત્રની શંકા છે, અસંખ્ય દ્વીપસમુદ્ર હશે કે નહિ, તેવી શંકાવાળાને આગમની શ્રદ્ધા નથી. તે તો વ્યવહારાભાસીમાં પણ આવતો નથી. હું જ્ઞાયક છુંએવા ભાનપૂર્વક રાગ હોય, તેના રાગને વ્યવહાર કહે છે. જે વીતરાગ સર્વજ્ઞ કથિત ધર્મ તથા વેદાન્તાદિને સરખા માને તો તે મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન- મધ્યસ્થ બુદ્ધિ રાખે તો? સમાધાન - વિષ્ટા ને શીરામાં મધ્યસ્થ બુદ્ધિ રાખે તો? તેને એક માનવા તે મૂર્ખાઈ છે. બન્નેને જેમ છે તેમ જાણે તે મધ્યસ્થ છે. અરીસાની સામે જેવા જેવા પદાર્થ હોય તેવા તેવા અરીસો બતાવે છે. તેમ જ્ઞાન જેવા પદાર્થો છે, તેમ તેને જાણે છે. અરીસાની સ્વચ્છ પર્યાય પોતાના કારણે થાય છે તેમ ચૈતન્ય અરીસામાં વિરૂદ્ધ ચીજો જેમ છે તેમ જણાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. વળી વ્યવહાર સુધારવા છતાં પરમાર્થનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનમાં શું ભૂલ કરે છે તે બતાવી. હવે જ્ઞાનમાં શું ભૂલ કરે છે તે બતાવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭) સમ્યજ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા શાસ્ત્રમાં શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. પોતાની જ્ઞાનપર્યાય શાસ્ત્રમાંથી આવે છે એમ માને છે. શાસ્ત્ર પુદ્ગલ છે, અજીવ છે, મૂર્ત છે. શાસ્ત્રના અભિપ્રાયની અજ્ઞાનીને ખબર નથી. શાસ્ત્ર ગોખી, ગોખીને મરી જાય છે, પણ શાસ્ત્રના આશયની તેને ખબર નથી; તે શાસ્ત્રનો વેદિયો છે. જ્ઞાનગુણમાંથી જ્ઞાનપર્યાય આવે છે, તેની તેને ખબર નથી. દેશનાથી મને જ્ઞાન થશે એમ માને છે. અજ્ઞાની જીવ એકલા શાસ્ત્રાભ્યાસમાં લીન-તત્પર રહે છે. જ્ઞાની શાસ્ત્ર-અભ્યાસ કરે છે, પણ એકલા શાસ્ત્ર-અભ્યાસમાં લીન નથી. તેને આત્મ-અભ્યાસમાં લીનતા વર્તે છે. અજ્ઞાની શાસ્ત્ર-અભ્યાસ કરે, શીખે, બીજાને શીખવાડ, યાદ કરી લે, પણ પ્રયોજનની ખબર નથી. રાગ શું? જડની ક્રિયા શું? તેની ખબર નથી. અજ્ઞાની કહે છે કે આવા નિમિત્તો મેળવો, આવી ક્રિયા કરો, ઈત્યાદિ વાત કરે છે પણ બધું નિશ્ચિત છે તેની તેને ખબર નથી. આત્મામાં જાણવાનો સ્વભાવ નિશ્ચિત છે ને શેય પણ નિશ્ચિત છે એમ તે જાણતો નથી. અજ્ઞાની જીવ શાસ્ત્ર વાંચવામાં જાણવામાં રોકાય છે, પણ શાસ્ત્રની પર્યાય શાસ્ત્રના કારણે નિશ્ચિત છે, ને પોતાની પર્યાય પોતાના કારણે નિશ્ચિત છે, એવું તેને ભાન નથી. શાસ્ત્ર શીખવાનું પ્રયોજન તેને પાર ન પડ્યું. શાસ્ત્ર ભણીને વાદવિવાદ કરે તે અંધા છે. પં. બનારસીદાસજી કહે છે કે સદગુરુ કહે સહજકા ધંધા વાદવિવાદ કરે સૌ અંધા.” “ખોજી જીવે વાદી મરે.' સત્યનો શોધક ધર્મ-જીવન પામશે ને વાદ-વિવાદ કરશે તે સંસારમાં રખડશે. શાસ્ત્રનું પ્રયોજન તો પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવાનું છે; તે કરતો નથી. આદિપુરાણમાં કહ્યું છે કે તત્ત્વજ્ઞાન વિના એકલાં શાસ્ત્ર ભણે તે અક્ષરમલેચ્છ છે. શાસ્ત્ર કહે છે કે દષ્ટિ પલટાવવી જોઈએ. પર્યાયશાન થવાની જરૂર છે. જે પર્યાય એકલું પરનું જ્ઞાન કરે છે તે પલટી સ્વનું જ્ઞાન કરે તે પર્યાયજ્ઞાન છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૭૫ જ્ઞાન સામર્થ્યની વાત છે. શ્રુતજ્ઞાનની પર્યાય સ્વ-પરપ્રકાશક થાય તે સાચી છે. જે પર્યાય રાગમાં અટકે તે પર્યાયજ્ઞાન નથી. એક સમયમાં જ્ઞાનપર્યાય સ્વ-પરને જાણવાની તાકાતવાળી છે–એમ નહીં માનતાં એકલા રાગને જાણે અથવા પરને જાણે તે પર્યાયજ્ઞાન નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પર્યાયજ્ઞાન શબ્દ વાપરેલ છે. પર્યાયમાં સ્વ-પરપ્રકાશકજ્ઞાન સમ્યક્ પ્રગટ ન થાય ત્યાં સુધી પર્યાયજ્ઞાન સાચું નથી. જ્ઞાનપર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. સમયસાર ગાથા ૧૫ માં કહ્યું છે કે-ભાવશ્રુતજ્ઞાન-પર્યાય સ્વસહિત પરને જાણે છેઆમ ન જાણે તે મિથ્યાદષ્ટિ છે. શાસ્ત્રાભ્યાસ પોતાના જ્ઞાન લાભ માટે છે. કેવળ બીજાને સંભળાવવા માટે નહિ અજ્ઞાની શાસ્ત્ર શીખી જાય છે, પણ તેનું શું પ્રયોજન છે તે જાણતો નથી. શાસ્ત્ર-અભ્યાસ કરી પોતામાં ઠરવું જોઈએ એ તેનું પ્રયોજન છે, તે કરતો નથી; પણ બીજાને સંભળાવવાનો અભિપ્રાય હોય અથવા વ્યાખ્યાન શૈલી સુધરી જશે એવો અભિપ્રાય રાખે તો મિથ્યાષ્ટિ છે. ત્યાં બીજાને ઉપદેશ આપવાનો અભિપ્રાય છે. જેમ કોઈને લક્ષ્મી મળે તે વાત જીવ બહારમાં ઢંઢેરો પીટે નહિ, તોપણ તેના ખરચથી તેના ધનવાનપણાની ખબર પડી જાય છે. તેમ આત્માનું ભાન હોય તે અછતું રહેતું નથી. અજ્ઞાની તો દુનિયાને સમજાવવા જાય છે. ઘણા લોકો સમજે તો ઠીક એમ માને છે. કરોડો માણસ માને તો પોતાની વાત સાચી એમ તે માને છે. ઘણા લોકો પોતાને માને તો સંતુષ્ટ થાય છે. શું ઘણા લોકો માને તો પોતાને લાભ છે? ને કોઈ ન માને તો પોતાને ગેરલાભ છે? એમ નથી. સામેના જીવો પોતાને કારણે ધર્મ પામે છે, ને પોતામાં ધર્મ થાય છે તે પોતાના કારણે થાય છે. પોતાને રાગ થાય છે પણ રાગથી પરને કે પોતાને લાભ નથી. પોતાની પર્યાયથી પોતાને લાભ-નુકશાન પરની પર્યાયથી પોતાને લાભ-નુકશાન જરા પણ નથી-એવી તેને ખબર નથી. ઉપદેશ આપવાથી સારા આહાર-પાણી મળશે ને સગવડ મળશે એવી દષ્ટિ ખોટી છે. તેને આત્મા ઉપર દૃષ્ટિ નથી. બીજાની પર્યાય પોતાથી થતી નથી. જ્ઞાનાભ્યાસ તો પોતાના માટે કરવામાં આવે છે. ને વિકલ્પ વખતે વાણી નીકળવાની હોય તો નીકળે. ને તેનું નિમિત્ત પામીને પરનું પણ ભલું થવાનું હોય તો થાય, પણ પોતાના ઉપદેશથી પર ધર્મ પામે એવી માન્યતા મિથ્યા છે. બીજા ઉપદેશ સાંભળે તેથી આત્માને લાભ નથી, પણ પોતાના જ્ઞાનની નિર્મળતાથી પોતાને લાભ છે. કોઈ સાંભળે નહિ ને સમજે નહિ તો વિશાદ શા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માટે કરે છે? અનંત તીર્થંકરો થઈ ગયા પણ બધાનો મોક્ષ થયો નહિ. સૌ પોતપોતાની લાયકાતથી સમજે છે, માટે પરનું કામ નથી. શાસ્ત્રનો ભાવ જાણી પોતાનું ભલું કરવું; આમ સમજતો નથી, ને એકલા શાસ્ત્રમાં તત્પર રહે છે, તે મિથ્યાદષ્ટિ છે. * વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૪ શનિવાર, તા. ૧૪-૩-૫૩ શાસ્ત્રવાંચનનું પ્રયોજન અનાદિથી જીવ યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન કરતો નથી. તે જ્ઞાનમાં શું ભૂલ કરે છે? તે બતાવે છે. શાસ્ત્ર વાંચી જાય છે પણ આત્મા ૫૨ દ્રવ્યથી ભિન્ન છે એવી પ્રતીતિ કરવી તે શાસ્ત્ર વાંચનનું પ્રયોજન છે. તે તો કરતો નથી. દયા પાળવામાં ધર્મ માનવાનું શાસ્ત્ર કહેતાં નથી. શાસ્ત્રનું પ્રયોજન વીતરાગતા છે તેને સમજતો નથી. પોતાનો આત્મા જડની ક્રિયા અને શુભાશુભ વિકારથી રહિત શુદ્ધ છે તેવી પ્રતીતિ કરવી તે પ્રયોજનને તે સાધતો નથી. કેટલાક વ્યાકરણ આદિમાં ઘણો વખત લગાવે, પણ તેમાં આત્મહિત નથી. પોતાને ઘણી બુદ્ધિ હોય ને વખત હોય તો તેનો અભ્યાસ કરવો, પણ બુદ્ધિ ઓછી હોય ને એકલા વ્યાકરણ આદિમાં રોકાઈ જાય તો આત્મહિત થઈ શકે નહિ. વળી કોઈ લોકો કહે છે કે અષ્ટસહસ્ત્રી આદિમાં છાયાવાદ ભર્યો પડયો છે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર અસર કરે છે; પણ તે વાત સાચી નથી. એક દ્રવ્ય બીજા ઉ૫૨ કદી અસર કરતું નથી, પણ એકમાં કાર્ય થાય ત્યારે જેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે એવા બીજા પદાર્થની ઉપસ્થિતિ હોય છે. અહીં કહે છે કે વ્યાકરણ, કાવ્ય આદિ શાસ્ત્રમાં આત્મહિતનું નિરૂપણ નથી. એનું પ્રયોજન એટલું છે કે પોતાની બુદ્ધિ બહુ હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો. સંસ્કૃત આદિ જાણે તો જ ન્યાય જાણે એવું નથી. અહીં કહે છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય તો સંસ્કૃત આદિ શીખે, ને પછી સત્યમાગમે દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે; બુદ્ધિ થોડી હોય તો આત્મહિત સાધક સહેલાં શાસ્ત્રો વાંચવા. પોતે જ્ઞાયક સ્વભાવી છે, પર્યાયમાં દયાદાનાદિ પરિણામ થાય છે તે વિકાર છે; વિકા૨૨હિત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૭૭ પોતે છે, તેનો નિર્ણય સુગમ શાસ્ત્રધારા કરવો. મોક્ષમાર્ગપ્રકાશક આદિ સુગમ શાસ્ત્ર છે. તેનો અભ્યાસ કરવો. સંસ્કૃત વ્યાકરણ આદિ ભણતાં ભણતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તેમ ન કરવું. પ્રયોજનભૂત વાતનો અભ્યાસ કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ ન કરવું. અહીં તત્ત્વજ્ઞાન શબ્દ લીધેલ છે કેમ કે તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વ ભિન્ન ભિન્ન છે એમ જાણવું જોઈએ. દયાદાનાદિ પરિણામ ચૈતન્યના પરિણામ છે. પર્યાયદષ્ટિએ તેનો જીવની સાથે અનિત્યતાદાભ્ય સંબંધ છે. દ્રવ્યદષ્ટિએ તે જીવના નથી, કારણ કે જીવમાંથી નીકળી જાય છે. આમ સમજવું જોઈએ. એમ ન સમજે તો વ્યાકરણ આદિનો અભ્યાસ વ્યર્થ છે. પ્રશ્ન- તો વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરવો? ઉત્તર- એના અભ્યાસનો નિષેધ નથી. પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ન થઈ શકે એકલો વખત એમાં ગાળવો નહિ. પ્રશ્ન- મહાગ્રંથ એવા શાથી કર્યા કે જેના અર્થે વ્યાકરણાદિ વિના ખુલે નહિ? ભાષા વડે સુગમરૂપ હિતઉપદેશ કેમ ન લખ્યો? સાદી ભાષામાં લખવું હતું. સમાધાન- ભાષામાં પણ પ્રાકૃત, સંસ્કૃતાદિકના જ શબ્દો છે; તે અપભ્રંશ સહિત છે, જુદા જુદા દેશમાં જુદી જુદી ભાષા છે. મહાન પુરુષો અપભ્રંશ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો તોતડું ન બોલે. વળી હિન્દી ભાષા, કાનડી ભાષાવાળા ન સમજે; એક બીજા એક બીજાની ભાષા ન સમજે, એટલા માટે, પ્રાકૃત, સંસ્કૃતાદિ શુદ્ધ શબ્દ રૂપ ગ્રંથ રચ્યા, તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ, તથા ન્યાય વિના લક્ષણ, પરીક્ષા ન હોય. વ્યાકરણ વિના અર્થ ન જાણે તેટલા માટે અભ્યાસ કરવા કહ્યું છે. ભાષામાં પણ તેનો થોડી ઘણી આમ્નાયનો પોતાની મેળે જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે. રાગાદિ પર્યાયમાં થાય છે પણ તે આત્મામાંથી નીકળી જાય છે. માટે જીવનું સ્વરૂપ નથી. જ્ઞાનાદિ જીવનો સ્વભાવ છે. પાણી પદાર્થ છે તે પોતાના કારણે ગરમ થાય છે. તો અગ્નિને નિમિત્ત કહેવાય. એવા ન્યાય સાદી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાષામાં પણ લખ્યા હોય તો પ્રયોજન સમજાઈ જાય છે. અગ્નિ ને પાણીના પરમાણુમાં અન્યોન્ય-અભાવ છે. અગ્નિ પાણીને અડતી નથી. અજ્ઞાની માને છે કે અગ્નિ આવી તો કપડાં બળી ગયાં-તે વાત ખોટી છે. કપડાં કપડાંના કારણે બળે છે તેમાં અગ્નિ નિમિત્ત છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહાર કહેલ છે. વળી વ્યવહા૨થી બોલાય કે ગુરુથી જ્ઞાન થયું, પણ એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને અડતી નથી. દેશભાષામાં પણ સ્વયં ન્યાય આવી જાય છે. સાધારણ ભાષામાં પણ સહેજે આમ્નાયનો પોતાની મેળે જ ઉપદેશ થઈ શકે છે. દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણોને સ્પર્શે છે, પણ ૫૨ દ્રવ્યની પર્યાયને કદી સ્પર્શતું નથી. એ મહાન ન્યાય છે. તે સમયસારમાં ત્રીજી ગાથાની ટીકામાં કહેલ છે. દરેક પરમાણુ ને આત્મા સ્વતંત્ર છે. તો પોતાના ધર્મોને સ્પર્શે છે. પરંતુ પરસ્પર એકબીજાને સ્પર્શતાં નથી. કપડાના દરેક પરમાણુ અસ્તિત્વ આદિ પોતાના ગુણોને સ્પર્શે છે, પણ અગ્નિના ૫૨માણુને સ્પર્શતાં નથી. એક પરમાણુ બીજા ૫૨માણુને સ્પર્શતો નથી તે જ પ્રત્યક્ષ દેખાય છે. સંયોગ આવે તો પરિણમન થાય-એ દૃષ્ટિમાં ભૂલ છે. પ્રત્યેક આત્મા અને પરમાણુ પોતામાં પરિણમતો લોકને વિષે સર્વત્ર સુંદર છે. ભિન્ન દ્રવ્ય ભિન્ન દ્રવ્યને સ્પર્શતું નથી. કર્મ અનંતા પરમાણુઓનો સ્કંધ છે. તે આત્માને કદી સ્પર્શતો નથી. કર્મનો ઉદય જડ છે. તે આત્માને અડતો નથી. આત્મા ઉ૫૨ જડકર્મનો પ્રભાવ નથી પ્રશ્ન:- કર્મનો પ્રભાવ તો પડે ને? ઉત્ત૨:- પ્રભાવ એટલે શું? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ થાય છે? ના. એક બીજાની એકબીજામાં છાયા પડતી નથી. એક ૫૨માણુ બીજા ૫૨માણુમાં જાય છે? રૂપી પરમાણુ અરૂપી આત્માને નડે છે? ના. કર્મનો પ્રભાવ આત્મામાં માનવો તે મૂળમાં ભૂલ છે. અજ્ઞાનીને સાચી વાત સાંભળવામાં પણ કંટાળો આવે છે. બાળકને અજ્ઞાની બધાં કહે છે કે કુંભારને લીધે ઘડો થાય છે. પંડિત કહે છે કે નિમિત્ત આવે તો ઘડો થાય ને કુંભાર પણ કહે છે કે હું આવ્યો તેથી ઘડો થયો; તો એ અપેક્ષાએ બન્ને સરખા છે. કુંભારને ઘડાનો કર્તા કહેવો તે નયાભાસ છે. પંચાધ્યાયીમાં તે વાત લખી છે. કુંભાર ઘડાને કાંઈ કરતો નથી. માટી પોતાના કા૨ણે વિશેષરૂપ પરિણમે, ત્યારે કુંભારને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૭૯ નિમિત્ત કહેવાય છે. માટીમાં પ્રદેશત્વગુણ છે. તેના કારણે તેની આકારરૂપ અવસ્થા થઈ જાય છે. તેવી જ રીતે આત્માનો આકાર શરીરના કારણે નથી. શરીર સ્કૂલ આવ્યું માટે આત્માનો આકાર સ્થૂલ થયો એમ છે નહિ. આત્મા અને શરીરનો આકાર સ્વતંત્ર છે. શરીર દુબળું થતાં આત્માના પ્રદેશો પણ સંકોચ પામે છે. ત્યાં આત્મા પોતાના કારણે સ્વયં સંકોચ પામે છે. ચાલુ દેશભાષામાં પણ આવા સિદ્ધાંતો સમજી શકાય છે. પ્રશ્ન:- એમ છે તો હવે સાદી ભાષારૂપ ગ્રંથ કેમ બનાવો છો? સમાધાનઃ- કાળદોષથી જીવોને મંદ બુદ્ધિ છે. જીવોની પોતાની યોગ્યતા છે, તેમાં કાળને નિમિત્ત કહેવાય છે. પંચમકાળ છે માટે કેવળજ્ઞાન નથી –એમ નથી. પોતાના કારણે કેવળજ્ઞાન થતું નથી તો કાળને નિમિત્ત કહેવાય છે. અજ્ઞાની સમજતો નથી ને કાળ ઉપર દોષ નાખે છે. જ્ઞાનાવરણીય કર્મને લીધે જ્ઞાનહીશું પડયું એમ તે કહે છે; પણ પોતાના કારણે જ્ઞાનહીણું કરે છે તો જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જ્ઞાનને કદી અડતી નથી. દરેક પદાર્થ પોતામાં સમયે સમયે કાર્ય કરે છે. કાળ અચેતન છે. કાળ બીજાને પરિણમાવતો નથી. જો કાળ પરને પરિણમાવે તો નિગોદના જીવને સિદ્ધદશારૂપ કરી આપવા જોઈએ, પણ એમ થતું નથી. નિગોદ પોતાના કારણે નિગોદદશારૂપે પરિણમે છે, તો કાળ નિમિત્ત છે. સિદ્ધ બિરાજે છે તે ક્ષેત્રે નિગોદ પણ છે. તે દરેકનું પરિણમન સ્વતંત્ર છે. કાળે શું કર્યું? જે જીવ પોતાના કારણે જેવી અવસ્થા કરે છે તેનો આરોપ કાળ ઉપર આવે છે. અત્યારે જીવો મંદબુદ્ધિવાળા છે. જેટલું જ્ઞાન થશે. તેટલું તો થશે એવો અભિપ્રાય વિચારી મોક્ષમાર્ગ પ્રકાશકરૂપ ભાષા ગ્રંથ કરીએ છીએ. જે વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરી શકે તેણે સુગમ શાસ્ત્રો વાંચવા. જે કેવળ શબ્દોના અર્થ માટે વ્યાકરણાદિ અવગાહે છે તેને પંડિતપણાનું અભિમાન છે તથા કેવળ વાદવિવાદ માટે અવગાહે છે તેને લૌકિક પ્રયોજન છે. ચતુરાઈ બતાવવા ભણે તો તેમાં આત્માનું હિત નથી. વ્યાકરણ ન્યાય આદિનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત માટે તત્ત્વોનો નિર્ણય કરે તે જ ધર્માત્મા પંડિત જાણવો. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ કોઈને ઉપકારી નથી-એમ સમજવું જોઈએ. તત્ત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર આવે છે કે પુદગલ આત્માને સુખદુ:ખમાં ઉપકાર કરે છે. તેનો અર્થ એ છે કે આત્મા પોતામાં સુખદુ:ખ ઉત્પન્ન કરે છે. તો પુદગલને નિમિત્ત કહેવાય છે. વળી કહ્યું છે કે પુદગલ મરણમાં ઉપકાર કરે છે. આત્માની સ્થિતિ શરીર સાથે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦] શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રહેવાની પૂરી થઈ તો શરીર છૂટી જાય છે. આત્માની સ્થિતિ સ્વતંત્ર છે, આયુ કર્મ સ્વતંત્ર છે અને શરીરની પર્યાય સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી. આયુકર્મ પૂરું થયું માટે આત્મા છૂટી ગયો? ના. દરેક સ્વતંત્ર છે. અહીં કહે છે કે તત્ત્વાદિનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત જાણવો. દ્રવ્યગુણ-પર્યાય બધું સ્વતંત્ર છે એમ સમજવું જોઈએ. આવો નિર્ણય ન કરે તો મિથ્યાષ્ટિ છે. વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧ સોમવાર, તા. ૧૬-૩-૫૩ ચારે અનુયોગના અભ્યાસનું પ્રયોજન પ્રતિમાની સ્થાપના આદિ કરે તેને પુર્ણ થાય છે,-એમ નિમિત્તનું કથન કરીને શાસ્ત્રોમાં શુભ પરિણામનું વર્ણન કર્યું છે. પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. નિર્દોષ આહાર કરવાથી સંવર-નિર્જરા થાય છે અને સદોષ આહાર કરવાથી પાપ થાય છે,-એમ કોઈ કહે તો એ વાત ખોટી છે. કોઈ એમ કહે કે અનુકંપાબુદ્ધિથી અવિરતિને આહાર આપે તો પાપભાવ છે, એ વાત પણ ખોટી છે; કેમકે કોઈ અનુકંપાથી આહાર આપે તો પુણ્યબંધ થાય છે, એને પણ તે સમજતો નથી; અને ચરણાનુયોગમાં એવા શુભભાવનું કથન કર્યું હોય તેને ધર્મ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. પુણ્ય-પાપના સ્વરૂપને તે સમજતો નથી. - કરણાનુયોગમાં માર્ગણાસ્થાન વગેરેનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદથી-કથન કર્યું હોય છે. તે ભેદને સમજીને અભેદદષ્ટિ કરવી તે કરણાનુયોગનું પ્રયોજન છે. તેને સમજે નહિ ને એકલો ભેદમાં અટકે તો તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યસંગ્રહની ટીકામાં કહેલ છે કે હાથની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી. જ્ઞાનાવરણીય કર્મના કારણે જ્ઞાનની પર્યાય અટકે છે,-એમ નથી. સમયસારમાં કહેલ છે કે ચૌદ ગુણસ્થાનનું ભેદથી કથન કર્યું છે તે પણ આત્માનું સ્વરૂપ નથી. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને, એકાંત આત્મા શુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર જ નથી-એમ માને તો તે દ્રવ્યાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પ્રથમ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યો હોય, પછી તેને વિશેષ સ્થિરતા થાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૮૧ તેને ચારિત્રદશા કહેવાય છે. પર્યાયમાં જે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તેનું જ્ઞાન ગોમ્મદસારમાં કરાવ્યું છે; અને દ્રવ્યાનુયોગ, પર્યાય આદિના ભેદ છોડીને અભેદ સ્વરૂપનું અવલંબન કરો એમ કહે છે. શાસ્ત્રમાં એવું કથન આવે કે જ્ઞાનાવરણીય કર્મથી આત્માનું જ્ઞાન રોકાઈ છે, તો તે નિમિત્તનું કથન છે. મોહનીય કર્મના કારણે રાગદ્વેષ થાય છે એમ છે જ નહિ. રાગદ્વેષમાં તે નિમિત્તમાત્ર છે-એમ બતાવવા એવું કથન કર્યું છે. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. જે શાસ્ત્રોમાં ત્રણ લોકનું નિરૂપણ કર્યું હોય છે તેનો અભ્યાસ કરે, પણ એનું પ્રયોજન વિચારતો નથી, અભેદદષ્ટિ કરતો નથી, શુદ્ધોપયોગ કરતો નથી, તેને કાંઈ લાભ થતો નથી. અજ્ઞાની શાસ્ત્રનો અભ્યાસ કરે પણ તેનું પ્રયોજન વિચારે નહિ. તો તે મિથ્યાષ્ટિ છે. - સિદ્ધચક્રની પૂજા કરવાથી શરીરમાં કોઢ મટી જાય એવું શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે તેને કોઈ યથાર્થ જ માની લે તો તે મિથ્યાષ્ટિ છે. તે કથાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પુરાણમાં પુણ્ય-પાપના ફળનું કથન છે. એમાં પુણ્યનું ફળ સારું માને તે કથાનુયોગના પ્રયોજનને સમજતો નથી. અને ચરણાનુયોગમાં પુણ્યપાપના પરિણામનું વર્ણન કર્યું છે એમાં પુણ્ય પરિણામથી ધર્મ થાય એમ માને તો તે ચરણાનુયોગના પ્રયોજનને સમજતો નથી. વળી કરણાનુયોગના અભ્યાસથી આત્માનું ભલું થાય એમ માને છે તે કરણાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પોતાના અભેદ સ્વરૂપનો આશ્રય કરવો તે ત્રણે અનુયોગનું પ્રયોજન છે. એને સમજતો નથી, તેથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. હવે તત્ત્વજ્ઞાનનું કારણ અધ્યાત્મશાસ્ત્રો છે. તેનો તો અભ્યાસ કરે નહિ; દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો વિપરીત કરે છે, તેથી તે મિથ્યાદષ્ટિ રહે છે. ઘણા તો એમ કહે છે કે સમયસારશાસ્ત્ર મુનિ માટે છે. ઊંચી દશા થયા પછી વાંચવા જેવો છે એમ કહીને દ્રવ્યાનુયોગના અભ્યાસનો નિષેધ કરે છે. વળી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને પણ જે અંતર પુરુષાર્થ કરતો નથી, પોતાનો અને પરનો યથાર્થ નિર્ણય કરતો નથી, અને આસ્રવાદિને જેમ છે તેમ જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે. અહીં અજ્ઞાનીને સમ્યજ્ઞાન અર્થે અયથાર્થ પ્રવૃત્તિ કેવી હોય છે તેનું કથન છે. તેમાં એમ કહે છે કે કદાપિ શાસ્ત્રપાઠી અજ્ઞાની મુખથી કોઈ વખત એવું પણ કથન કરે કે એનું નિમિત્ત પામીને પૂર્વે જેણે જ્ઞાની પાસે સત્ શ્રવણ કર્યું છે તેવા જીવને સમ્યગ્દર્શન થઈ જાય. અધ્યાત્મશાસ્ત્ર ભણીને પણ યથાર્થ નિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ ] | [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરતો નથી તેનું અહીં વર્ણન છે; પણ સમ્યગ્દર્શન કોના નિમિત્તે થાય છે એ વાત અહીં કહેવી નથી. નિયમસાર ગાથા પ૩ માં કહ્યું છે કે સમ્યગ્દર્શન પામવામાં પ્રથમ નિમિત્ત યથાર્થ જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. શ્રીમદ્ પણ કહ્યું છે કે “બૂઝી ચહત જો પ્યાસકો હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિસ્થિત.” વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૨ મંગળવાર, તા. ૧૭-૩-૫૩ દેશનાલબ્ધિમાં નિમિત્ત સમ્યજ્ઞાની જ હોય છે અજ્ઞાની મિથ્યાષ્ટિ સાત તત્ત્વનું યથાર્થ જ્ઞાન કરે નહિ અને પોતે જૈની છે એમ માને તોપણ તે જૈની નથી. મિથ્યાદષ્ટિ અજૈની છે. એવો જીવ શાસ્ત્રાભ્યાસ કરીને કદાચિત મુખથી એવો પણ ઉપદેશ કરે, કે જે ઉપદેશથી બીજા જીવો સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. તેને પોતાને તો સમ્યજ્ઞાન નથી, પણ કોઈ વખતે શાસ્ત્રની વાત એવી પણ કરે છે તેના ઉપદેશથી બીજા જીવો સમ્યગ્દષ્ટિ થઈ જાય. ત્યાં સિદ્ધાંત એવો સિદ્ધ નથી કરવો કે મિથ્યાષ્ટિના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય છે, પણ મિથ્યાષ્ટિના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય છે, પણ મિથ્યાદષ્ટિ શાસ્ત્રનો અભ્યાસ ઘણો કરે છે છતાં તેને સમ્યજ્ઞાન નથી એ વાત સિદ્ધ કરવી છે. અજ્ઞાનીના નિમિત્તે કદી પણ કોઈ જીવ સમ્યગ્દર્શન પામે નહિ. દેશનાલબ્ધિમાં નિમિત્ત સાક્ષાત્ જ્ઞાની જ હોય છે. દેશનાલબ્ધિ જેને પ્રથમ મળી હોય એ જીવ પોતે વિચાર કરે કે આ ઉપદેશક મિથ્યાષ્ટિ છે, એને તત્ત્વનો સાચો ભાવ ભાસ્યો નથી. એમ વિચારી પોતે સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. પૂર્વે કદી પણ સાંભળ્યું ન હોય, દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ ન હોય, તે જીવ મિથ્યાષ્ટિનો ઉપદેશ સાંભળીને કદી પણ સમ્યગ્દષ્ટિ થઈ શકે જ નહિ. નિયમસારની પરમી ગાથાની સંસ્કૃત ટીકામાં કહેલ છે કે સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં સમ્યજ્ઞાની જ નિમિત્ત હોય છે. અનાદિ જૈનદર્શનમાં એવી મર્યાદા છે કે સમ્યજ્ઞાનીના નિમિત્ત વિના ત્રણ કાળમાં સમ્યગ્દર્શન થાય નહિ. જેમ ચિદાનંદના અનુભવથી જ્યારે છઠું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે ત્યારે બહારમાં શરીરની નગ્નદશા સહજ થઈ જાય છે; દ્રવ્યલિંગ-નગ્નદશાને આધીન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૮૩ ભાવલિંગ-મુનિદશા નથી, પણ એવો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે; તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનાર જીવને સમ્યગ્રજ્ઞાની જ નિમિત્ત હોય છે, પણ નિમિત્ત આધીન સમ્યગ્દર્શન છે-એમ નથી. દ્રવ્યલિંગ હોય અને ભાવલિંગ ન હોય એમ બને, પણ ભાવલિંગ હોય ત્યાં દ્રવ્યલિંગ ન હોય એમ કદી ન બને. દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ હોય અને સમ્યગ્દર્શન ન હોય એમ બને, પણ સમ્યગ્દર્શન જેને હોય તેને પહેલાં દેશનાલબ્ધિ ન મળી હોય-એમ કદી ન હોય; છતાં દેશનાલબ્ધિમાં નિમિત્ત સમ્યજ્ઞાની જ હોય છે;એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. પહેલાં દેશનાલબ્ધિ મળી હોય અને પછી ઘણે કાળે પોતે પોતાથી વિચાર કરીને સમ્યગ્દર્શન પામે એને નિસર્ગ સમ્યગ્દર્શન કહે છે. અધિગમ કે નિસર્ગ કોઈ પણ સમ્યગ્દર્શનમાં નિમિત્તરૂપે પ્રથમ સમ્યજ્ઞાની મળ્યા ન હોય, એમ કદી બને નહિ; છતાં એ બન્ને પ્રકારનાં સમ્યગ્દર્શનમાં નિમિત્તના કારણે સમ્યગ્દર્શન થાય છે-એમ નથી. અહીં તો કહે છે કે મિથ્યાદષ્ટિ એવો ઉપદેશ આપે કે એના નિમિત્તથી બીજા જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય. અહીં એ વાત સિદ્ધ કરે છે કે મિથ્યાષ્ટિએ શાસ્ત્રાભ્યાસ કરીને એટલી ધારણા કરી હોય છે કે બીજો જીવ પોતે પૂર્વે સમ્યજ્ઞાની પાસે સાંભળ્યું હોય તેને યાદ કરીને સમ્યગ્દષ્ટિ થઈ જાય. ત્યારે આ નિમિત્ત છે. એટલી ધારણા તેને થાય છે. છતાં તે મિથ્યાષ્ટિ રહે છે. મિથ્યાષ્ટિના નિમિત્તે પણ સમ્યગ્દર્શન થાય છે. એમ અહીં કહેવું નથી. અનંત વાર ભગવાનના સમવસરણમાં ગયો, અનંતવાર દ્રવ્યલિંગ પણ ધારણ કર્યું. પણ પોતે કોણ અને પર કોણ એવું યથાર્થ જ્ઞાન કરીને પરાધીન દષ્ટિ છોડી નહીં. નિશ્ચય આત્મસ્વભાવને ન જાણ્યો તો વ્યવહાર પણ સાચો કહેવાતો નથી. કાર્ય પ્રાપ્ત થયું નહીં તો કારણ પણ સાચું પ્રાપ્ત થયું કહેવાય નહિ. કાર્ય થયું તો કારણ કહેવાય છે. દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે. તેથી આત્મામાં દર્શન નામનો ગુણ છે તેમાંથી સમ્યગ્દર્શનરૂપ પર્યાય પ્રગટ થાય છે, પણ નિમિત્તના કારણે સમ્યગ્દર્શન પ્રગટતું નથી. આત્માના શ્રદ્ધાન ગુણની વિપરીત પર્યાય તે મિથ્યાત્વ છે. સવળી પર્યાય તે સમ્યકત્વ છે. આત્મા પોતે પુરુષાર્થથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે પાંચ સમવાય હોય છે, પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પાંચે સમવાય એક સમયમાં હોય છે. જેમ કોઈ બાળક સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ-સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કરે છે; પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી. તેથી પોતે કામાસક્ત થતો નથી. સ્ત્રીનો વેશ ધારણ કરે પણ એને અંતરમાં કાંઈ હોય નહિ. તેમ અજ્ઞાની જેવું શીખ્યો તેવું બોલે પણ એને પોતાને મર્મ ભાસતો નથી. જો પોતાને એનું શ્રદ્ધાન થયું હોત તો અન્ય તત્ત્વનો અંશ અન્યતત્ત્વમાં મેળવત નહીં. પણ તેને તેનું ઠેકાણું નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે:- અજ્ઞાનીને જ્ઞાન તો એટલું હોય છે; પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન હતું તેમ હોય છે? ઉત્તર- એ તો પાપી હતો, તેને હિંસાદિપ્રવૃત્તિનો ભય ન હતો. પરંતુ કોઈ મિથ્યાદષ્ટિને શુક્લલેશ્યા હોય છે, અને તેથી રૈવેયક પણ જાય છે, પણ તેને તત્ત્વાર્થશ્રદ્ધાન સાચું થયું નથી. આત્માનું ભાવભાસન જેવું થવું જોઈએ એવું તે કરતો નથી, માટે તે મિથ્યાષ્ટિ રહે છે. વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૩ બુધવાર, તા. ૧૮-૩-૫૩ આત્મામાં ઈચ્છા થઈ માટે પૈસા આવે છે-એમ માનવામાં આવે તો આસ્રવતત્ત્વ અને અજીવતત્ત્વ એક થઈ જાય છે. બે તત્ત્વો ભિન્ન રહેતાં નથી. કર્મનો ઉદય આવ્યો તે અજીવતત્ત્વ છે. તેના કારણે વિકાર થયો એમ માનવામાં આવે તો બે તત્ત્વ ભિન્ન રહેતાં નથી. સમ્યગ્દષ્ટિ એક તત્ત્વનો અંશ બીજા તત્ત્વના અંશમાં મેળવતો નથી. આ વાત ઘણી શાંતિથી સાંભળવા જેવી છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તાકમલવતું જાણે છે, તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું; પરંતુ હું જ્ઞાનસ્વરૂપ છું” એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી, માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. એ પ્રમાણે સમ્યજ્ઞાન અર્થ જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી. આગમજ્ઞાન અનંતવાર એવું થયું કે બહારમાં કાંઈ ભૂલ દેખાય નહિ. અત્યારે તો આગમજ્ઞાનનું પણ ઠેકાણું નથી. આગમથી વિરુદ્ધ પ્રરૂપણા કરે છે તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૮૫ તો મિથ્યાદષ્ટિ છે જ; પણ અહીં તો આગમજ્ઞાન કર્યું, પંચમહાવ્રત અનંતવાર પાળ્યાં, પણ રાગથી રહિત આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાતા છે તેને અનુભવતો નથી, માટે તે મિથ્યાદષ્ટિ રહ્યો છે. અષ્ટસહસ્ત્રી, પ્રમેયકમલમાર્તડ આદિ ગ્રંથોનો અભ્યાસ કરે પણ તે શાસ્ત્રને શું કહેવું છે તે સમજે નહિ તે મિથ્યાદષ્ટિ છે. આ રીતે શાસ્ત્રભ્યાસ કરે છે તે મિથ્યાજ્ઞાન છે. હવે મિથ્યાચારિત્રની વાત કરે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates (૮) સમ્યક્ ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા હવે વ્યવહા૨ાભાસી જીવને સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ. શુદ્રના હાથનું પાણી પીએ છે કે નહિ? શુદ્ધ આહાર લે છે નહિ? એમ બાહ્યક્રિયા ઉપર જ જેની દૃષ્ટિ છે, પણ પોતાના પરિણામ સુધરવા-બગડવાનો તો વિચાર નથી તે મિથ્યાજ્ઞાની-મિથ્યાચારિત્રી છે. જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉ૫૨ દષ્ટિ રહે છે, પણ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. કષાયમંદતાથી ધર્મ થાય છે એવી વાસના મિથ્યાદષ્ટિને છૂટતી નથી. કષાયની મંદતા રહી માટે શુદ્ધ આહાર આવ્યો, અને શુદ્ધ આહાર આવ્યો માટે મારું મન શુદ્ધ રહ્યું એવી વાસના એને છૂટતી નથી. જેમ કસ્તુરીની ગંધ ચોપડાના પાને પાને લાગી જાય તેમ બાહ્યક્રિયાથી પરિણામ સુધરે છે અને મંદકષાય થાય છે, માટે ધર્મ થાય છે એવી વાસના અજ્ઞાનીને છૂટતી નથી. અશુભ પરિણામ થયા માટે અશુદ્ધ આહાર આવ્યો અને શુદ્ધ આહાર લીધો માટે પરિણામ સુધર્યા–એમ નથી. * વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૫ ગુરુવાર, તા. ૧૯-૩-૫૩ અહીં વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિની સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ હોય છે તેનું વર્ણન ચાલે છે. કોઈ પણ આત્મા પર જીવની દયા પાળી શકતો નથી. કેમકે પર જીવની પર્યાય પરથી થાય છે. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ પણ રીતે પરની દયા આત્મા પાળી શકે નહિ. આત્મામાં દયાના પરિણામ થાય છે એના કારણે પર જીવ બચતો નથી. દયાના શુભ પરિણામ થયા એ પણ ધર્મ નથી. છતાં અજ્ઞાનીની બાહ્ય ક્રિયા ઉપર દૃષ્ટિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૮૭ બાહ્યક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે અને મંદકષાયના પરિણામથી ધર્મ થાય છે-એવા અભિપ્રાયની ગંધ બેસી જવી તેનું નામ મિથ્યાવાસના છે. એવી વાસના રાખીને બહારમાં પંચમહાવ્રતનું પાલન તથા દયા, દાન આદિની ગમે તેટલી ક્રિયા કરે અને મંદકષાય કરે તો પણ એને ધર્મ થતો નથી. હું તો જ્ઞાયક છું એવી અંતરદષ્ટિ કરે તો ધર્મ થાય. સિદ્ધચક્રવિધાન કર્યું માટે પરિણામ સુધર્યા એમ મિથ્યાષ્ટિ માને છે. દેવગુરુ-શાસ્ત્રની માન્યતાથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે તે મિથ્યાવાસના છે. અનાદિકાળથી જીવે ક્રિયાકાંડમાં ધર્મ માન્યો છે. બહારમાં ક્રિયા કરું તો સમ્યગ્દર્શન પ્રગટ થઈ જશે એવી માન્યતા તે મિથ્યાવાસના છે. | કુંભાર વિના ઘડો થયો નથી-એ વાત ખોટી છે, એ તો નિમિત્તનું કથન છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતા વિના સમ્યગ્દર્શન થાય નહિ, એવી માન્યતામાં ઊંડે ઊંડ વ્યવહારની વાસના છે તે મિથ્યાત્વ છે. આત્મામાં દયાદાનાદિનો રાગ થાય છે એનો નિશ્ચયથી આત્મા જાણનાર છે. એમ માને તે મિથ્યાષ્ટિ છે. ખરેખર આત્મા નિશ્ચયથી પોતાની જ્ઞાનપર્યાયનો જાણનાર છે. રાગાદિ પર શય છે. તેને વ્યવહારથી આત્મા જાણે છે, નિશ્ચયથી નહિ. રાગ કરું તો ધર્મ થાય, વ્યવહારરત્નત્રય હોય તો નિશ્ચયરત્નત્રય થાય-એવી માન્યતા મિથ્યાષ્ટિની છે. હવે અહીં કોઈ જીવ તો કુળક્રમથી અથવા દેખાદેખીથી વા ક્રોધ, માન, માયા, લોભાદિથી આચરણ આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી. જે જીવ સમજ્યા વિના કહે કે અમારે પડિમા તો લેવી જ પડે, પડિમા વિના પ્રતિષ્ઠા નથી, તો એમ માનનારને ધર્મબુદ્ધિ જ નથી. એને અંતરસ્વભાવનો ઉધમ નથી. ત્યાગી થઈને પૈસા માગે, ભોજન માટે યાચના કરે, તો તેનો ધર્મબુદ્ધિ જ નથી. આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. એવી જેને ખબર નથી અને બહારમાં નિવૃત્ત થઈને આત્મામાં શાંતિ થઈ માને છે. તેઓ કદાચ મંદ કષાયી હોય તો પણ તેને સમ્યગ્દર્શન થતું નથી. નિમિત્ત આવે તો આત્મામાં પરિણતિ સુધરે એવી માન્યતા જેના અંતરમાં પડી છે તે મિથ્યાદષ્ટિ છે. તેને સમ્યક્રચારિત્ર હોતું નથી. કોઈ જીવ તો એવું માને છે કે જાણવાથી શું છે, માનવાથી શું છે, પણ કાંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. અજ્ઞાની એમ માને છે કે એકલાં જ્ઞાનશ્રદ્ધાનથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કાંઈ લાભ નથી. કંઈક ક્રિયા કરીએ તો લાભ થાય. એમ માનીને તેઓ વ્રતાદિ ક્રિયાનાજ ઉદ્યમી રહે છે, પણ તત્ત્વજ્ઞાનનો ઉદ્યમ કરતા નથી. જેમ શીરો કરવો હોય તો પહેલાં ધીમાં લોટ શેકીને પછી ગોળનું પાણી નાખીને તે બનાવવો જોઈએ. તેને બદલે પહેલાં ગોળના પાણીમાં લોટ શેકે તો શીરો થાય નહિ. તેમ અજ્ઞાની જીવ પહેલાં બાહ્ય ક્રિયામાં–શુદ્ધ આહાર આદિની ક્રિયા કરવામાં ઉધમી રહે છે, જાણવાથી ને માનવાથી કાંઈ લાભ થતો નથી-એમ માને છે; અને કહે છે કે જાણ્યા પછી તો ક્રિયા કરવી પડે છે ને? તો એ માન્યતા મૂઢ જીવની છે. તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે. એની ખબર નથી. સમ્યગ્દર્શનમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે, પછી અંતર્લીનતા કરે તે ચારિત્ર છે. સમ્યજ્ઞાન વિના સમ્યક્ચારિત્ર હોતું નથી. કરણી વાંઝણી નથી મજૂરને મજૂરીનું ફળ મળે છે, એમ માનીને ક્રિયા કરે છે. તો તેને ક્રિયાનું ફળ ચાર ગતિમાં રખડવાનું મળે છે. વળી તે કહે છે કે બહુ જ્ઞાન થઈ ગયું હોય તો ચારિત્ર આવવું જોઈએ; પણ ચક્રવર્તી આદિ સમ્યગ્દષ્ટિ હજારો વર્ષ સુધી સંસારમાં રહે છે એ વાતની એને ખબર નથી. તેથી તે મંદ કષાયરૂપ વ્રતાદિનો ઉદ્યમી રહે છે, પણ આત્માને સમજવાનો પુરુષાર્થ કરતો નથી. બહુ જાણે તે બહુ ચીકણા હોય છે, માટે બહુ જાણવું નહિ–એમ માને છે; પણ સૂક્ષ્મ વાતને બરાબર જાણવી જોઈએ. ભગવાન તો દયાદાન આદિના પરિણામને પણ સ્થૂલ કહે છે. શ્રી સમયસાર ગાથા ૧૫૪ માં કહે છે કે અત્યંત સ્થૂલ એવા શુભ પરિણામમાં અજ્ઞાનીની રુચિ હોય છે. શરીરાદિની ક્રિયા તો સ્થૂલ છે જ; એની તો અહીં વાત જ નથી. પણ આત્મામાં શુભપરિણામ આવે છે તેને શ્રી અમૃતચંદ્ર આચાર્યે અત્યંત સ્થૂલ કહેલ છે. કેમ કે તે બંધના કારણ છે. અહીં વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિનો અધિકાર છે. એમાં કહે છે કે જે શુભપરિણામને ભગવાન અત્યંત સ્થૂલ કહે છે તેમાં અજ્ઞાની મગ્ન રહે છે. આત્મામાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે તે સૂક્ષ્મ છે; તથા આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પરમ સૂક્ષ્મ છે. જ્ઞાનીના શુભપરિણામને વ્યવહાર કહે છે. અજ્ઞાનીને વ્યવહા૨ હોતો નથી. સાત તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એને ભિન્ન ભિન્ન ન માને ને એક તત્ત્વ પણ ઓછું માને તેને સાત તત્ત્વની શ્રદ્ધા નથી. સાતે તત્ત્વ સ્વતંત્ર છે.-એમ યથાર્થ જ્ઞાન થયું તેવા જીવને કદાપિ કાંઈ વ્રતાદિક ન હોય તોપણ એ અસંયત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૧૮૯ સમ્યગ્દષ્ટિ નામ પામે છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો. આત્મા જ્ઞાયકમૂર્તિ છે. તેના આશ્રયે રાગાદિ છૂટે છે એમ માને અને જે થવાનું હોય તે થાય છે એમ માને તો પરદ્રવ્યના કર્તાપણાનું અભિમાન છૂટયા વિના રહે નહિ. કોઈ એમ કહે કે અમે છીએ તો તમોને જ્ઞાન થાય છે, તો એ વાત ખોટી છે. દરેક દ્રવ્યની જે પર્યાય થવાની તે થવાની. તેને બીજો કાંઈ કરી શકે નહિ. એમ માને તે સાચો પંડિત છે. સર્વજ્ઞે જોયું છે માટે દ્રવ્યની પર્યાય થાય છે એમ નથી, પણ જેવી પર્યાય થાય છે એવી સર્વજ્ઞે દેખી છે. આવું જાણે નહિ, તત્ત્વજ્ઞાનનો ઉપાય કરે નહિ અને ક્રિયાકાંડ કરે તો તે મિથ્યાચારિત્ર છે. * વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૬ શુક્રવાર તા. ૨૦-૩-૫૩ સમ્યગ્દર્શન ભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય શ્રી યોગેન્દ્રદેવકૃત શ્રાવકાચારમાં પણ કહ્યું છે કેઃ दंसणभूमिह बाहिरा जिय वयरुक्ख ण होंति । 3 અર્થ:- હે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય. ભાવાર્થ:- જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી. એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ. આત્મા ૫૨૫દાર્થનો કર્તા-હર્તા નથી, પણ પરની ક્રિયા થાય છે એમાં નિમિત્ત તો છે ને? એમ નિમિત્તદષ્ટિવાળા મિથ્યાદષ્ટિ કહે છે. બના૨સીદાસજી કહે છે કે ‘સર્વ વસ્તુ અસહાઈ છે.' તો નિમિત્ત આવ્યું માટે વસ્તુ પરિણમી એમ છે જ નહિ. કષાયની મંદતાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે એમ અજ્ઞાની માને છે. પુણ્ય તે પણ પાપ છે. એમ યોગીન્દ્ર દેવ કહે છે. પાપને તો સૌ પાપ કહે, પણ સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યપરિણામને પણ પાપ કહે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. એમાં જેટલા અંશે રાગની ઉત્પત્તિ થાય તેને ભગવાન હિંસા કહે છે, માટે તે પાપ છે. દયાના જે શુભ પરિણામ થાય છે તેને વ્યવહારે અહિંસા કહેવાય છે. કષાયની મંદતાના પરિણામને સમ્યગ્દષ્ટિ ઝેર માને છે. શુભપરિણામ નિશ્ચયથી હિંસા કહેવાય છે. સત-આચાર એટલે ભગવાન આત્મા સત્ છે, એનું ભાન કરીને અંતર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આચરણ તે સદાચાર છે. બાહ્યક્રિયા તે સદાચાર નથી. એક આંગળીને ફેરવવી તે આત્માના હાથની વાત નથી. આંગળી ચાલે છે, આંખ ફરે છે, તે જડની ક્રિયા છે. આત્મા તેને કરતો નથી. શબ્દ થાય છે તે ભાષાવર્ગણામાંથી થાય છે. આત્માના વિકલ્પથી ભાષા થાય છે-એમ તો નથી; પણ હોઠ ચાલે છે માટે ભાષા થાય છે એમ પણ નથી; કેમકે શબ્દ ભાષાવર્ગણામાંથી થાય છે અને હોઠ આદિ આહારવર્ગણામાંથી થાય છે. દરેક વર્ગણા ભિન્ન ભિન્ન છે. આહારવર્ગણાના કારણે ભાષા નથી. હોઠ હુલ્યો માટે ભાષા થઈ નથી. કાળદ્રવ્યનું લક્ષણ વર્તના હેતુ છે, તેમ દરેક દ્રવ્યનો સ્વકાળ તે તેની વર્તના છે. દરેક દ્રવ્યમાં વર્તન છે તેમાં કાળ નિમિત્તમાત્ર છે. તે સમયે સમયે પોતાના સ્વકાળથી પરિણમી રહ્યાં છે. જે કાળે દ્રવ્યની પર્યાય પોતપોતાના કારણે થાય છે તે વખતે બીજો પદાર્થ નિમિત્તમાત્ર છે. વળી ઇચ્છા થઈ માટે આત્મા અહીં આવેલ છે એમ પણ નથી; કેમકે ઇચ્છા ચારિત્રગુણની પર્યાય છે અને આત્માનું ક્ષેત્રમંતર થવું તે ક્રિયાવતી શક્તિના કારણે છે. ભગવાન કહે છે કે તારી શુદ્ધતા તો બડી છે, પણ તારી અશુદ્ધતા પણ મોટી છે. એને ફેરવવા કોઈ તીર્થંકરની પણ તાકાત નથી. જીવને ઇચ્છા હોય પણ શરીરમાં પક્ષઘાત થયો હોય શરીર ચાલે નહિ, માટે એવો નિર્ણય કરવો કે ઈચ્છાના કારણે આત્માનું ક્ષેત્રાંતર થતું નથી. સર્વગુણ અસહાઈ છે. સદુપદેશ મળે તો પરિણામ ફરી જાય અને અસત્-ઉપદેશ મળે તો હલકા પરિણામ થાય-એમ નથી. કોઈના પરિણામ ઉપદેશના કારણે ફરતા નથી. માટે નિશ્ચયનો આવો ઉપદેશ મળશે તો વ્યવહારના શુભભાવ પણ કોઈ કરશે નહિ એવી માન્યતા ભ્રમ છે. બ્રહ્મવિલાસમાં કહ્યું છે કે: जो जो देखी वीतरागने. सो सो होसी वीरा रे अणहोसो कबहु न होगी, काहे होत अधीरा रे' શ્રી સમયસારના સર્વવિશુદ્ધ અધિકારમાં કહેલ છે કે “શાસ્ત્ર કિંચિત્માત્ર પણ જાણતું નથી.' અને આત્મામાં કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે એમ નથી. આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ એટલે સર્વને જાણવાનો છે. શાસ્ત્રમાં લખાણ તો અનેક પ્રકારના આવે પણ એનો આશય સમજવો જોઈએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૯૧ ચૈત્ર સુદ ૭ શનિવાર ૨૧-૩-૫૩ આજે સવારે જન્મકલ્યાણક હોવાથી પ્રવચન બંધ હતું - વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૧ ગુરુવાર તા. ૨૬-૩-૫૩ તત્ત્વજ્ઞાન વિના સર્વ આચરણ મિથ્યા છે આ સાતમા અધિકારમાં જેને વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા જીવો પણ મિથ્યાદિષ્ટ હોય છે, એની વાત કહેલ છે. જેઓને તત્ત્વનું જ્ઞાન નથી તેને યથાર્થ આચરણ નથી એમ કહે છે. આચરણ યથાર્થ હોય નહિ અને માને કે અમને ચારિત્ર છે, તપ છે, એને મિથ્યાત્વ રહે છે. જુઓ, અહીં તત્ત્વજ્ઞાન એટલે ભાવનું ભાન થવું જોઈએ એમ કહેલ છે. માત્ર શાસ્ત્રજ્ઞાનની વાત નથી. શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં તત્ત્વજ્ઞાનપૂર્વક ભાવના ભાસન વિના જૈનમાં હોવા છતાં તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વજ્ઞાનપૂર્વક કરે છે. મિથ્યાદષ્ટિ જેમ ઉતાવળ કરીને જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. સ્વરૂપના આચરણનો કણ-શાંતિનો કણ પ્રગટ થયો હોય છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. કાળ કેવો છે? હઠ વગર, આક્ષેપ વગર, પરના દોષ જોયા વગર, પોતાના પરિણામ જોઈને પોતાની યોગ્યતા દેખાય તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા અને પચ્ચખાણ કરે છે. કેટલાક જીવો પ્રતિજ્ઞા લઈને બેસે, પણ અંતરમાં તત્ત્વજ્ઞાન તો છે નહિ, તેથી અંતરમાં કષાયની વાસના એને મટતી નથી. સ્વાભાવિકપણે જ્ઞાતાદાપણે રહેતાં, રાગનો અભાવ થતાં જેટલી શાંતિ પ્રગટે તે પચ્ચખાણ અને પ્રતિજ્ઞા છે. મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે પણ અંતરમાંથી કષાયની વાસના છૂટી હોતી નથી, અમે પ્રતિજ્ઞા કરી અને અમને માન આપતા નથી, અમને બરાબર આહાર-પાણી આપતા નથી-એમ કષાયની વાસના છૂટતી નથી તે મિથ્યાદષ્ટિ છે. તેનું બધું આચરણ મિથ્યા છે. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન, રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.” Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અંતરતત્ત્વજ્ઞાન થયું નથી ને પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે, તે પરમાર્થને પામતા નથી. લોકો પાસેથી માન કેમ મળે એવી કષાયની વાસના તેને હોય છે. એક જ સિદ્ધાંત છે કે-તત્ત્વજ્ઞાન વિના યથાર્થ આચરણ હોય નહિ. તેથી તત્ત્વજ્ઞાન વગર અંતરમાં કષાય થયા વિના રહે નહિ. પ્રતિમા લે અને પછી શ્રાવકો પાસેથી માન ને આહાર-પાણી આદિની માગણી કરે, મિજાજ કરે, તે કષાયની વાસનાવાળો મિથ્યાદષ્ટિ છે. તેને વ્રતાદિ યથાર્થ હોતાં નથી. તે જીવ પ્રતિજ્ઞા લીધી હોય તે પૂર્ણ કરવા માટે આકુળવ્યાકુળ થાય છે. કોઈ તો ઘણા ઉપવાસ આદરી બેઠા પછી, પીડાથી દુ:ખી થતા રોગીની માફક કાળ ગુમાવે છે, પણ ધર્મસાધન કરતા નથી. તો પ્રથમથી જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? પરિષહ સહન ન થઈ શકે, પાણીની તરસ લાગી હોય, પછી એને બદલે છાશનાં અને પાણીનાં પોતાં ગળે મૂકે; ઘીની બાધા લઈને બેસે અને એને બદલે ઉદ્યમ કરીને બીજી અનેક સ્નિગ્ધ ચીજો વાપરે-આવી પ્રતિજ્ઞા યથાર્થ નથી. ૧૯૨ ] એક પદાર્થ છોડીને બીજાનો અતિ લોલુપભાવ કરે છે તે તો તીવ્ર કષાયી છે; અથવા તો પ્રતિજ્ઞાનું દુઃખ સહન ન થાય ત્યારે પરિણામ લગાવવા માટે તે અન્ય ઉપ૨ કરે છે; જેમકે ઉપવાસ કરી પછી ગંજીપા, સોગઠાબાજી રમવા મંડી પડે, કોઈ સૂઈ રહે છે, એમ કોઈ પણ પ્રકારથી વખત પૂરો કરે છે. એ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું. આ કાંઈ યથાર્થ આચરણ નથી. સ્વભાવદષ્ટિ કરીને આત્મામાં લીન થવું તે યથાર્થ આચરણ છે. અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલા તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુ:ખી થાય ત્યારે તેને છોડી દે. પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલમાત્ર છે, પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે. એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે. એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી છોડી દે; તેને પ્રતિજ્ઞા કહેવાય નહિ. પ્રતિજ્ઞા પ્રાણ જાય તો પણ છોડે નહિ. જેને તેને દીક્ષા આપી દે અને પછી પાછા છોડી દે. એ તો રમતમાત્ર પ્રતિજ્ઞા છે. તે તીવ્ર મિથ્યાદષ્ટિ છે. વ્રતીસંમેલન થાય અને ત્યાગીઓ ભેગા થાય, પછી ત્યાં ઉતાવળ કરીને પડિમા લે ને ક્ષુલ્લક થઈ જાય; પછી છેલ્લી અવસ્થામાં મરણસમયે લંગોટી છોડી દેવી એટલે આચરણ પૂર્ણ કર્યું માને. પ્રતિજ્ઞા ભંગનું મોટું પાપ છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૯૩ એની તો એને ખબર નથી. આ વાત અજ્ઞાનીને અંતર બેસતી નથી. પ્રતિજ્ઞા ભંગ કરે એનો ડર જ નથી. એને ભગવાને મહાપાપી કહ્યા છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય છતાં વ્રત ન હોય, કેમ કે સમ્યગ્દર્શન થયા પછી તુરત જ બધાને ચારિત્ર આવી જાય એવો નિયમ નથી. સમ્યગ્દષ્ટિ પોતાના પરિણામને જુએ છે. જ્ઞાન પચ્ચખાણ છે ભગવાન આત્મા સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે રાગનો નાશ થાય છે; ત્યારે રાગને જીતે છે એમ કહેવાય છે. માટે “જૈન” = જીતવું એ વ્યવહાર છે. સમયસાર ગાથા ૩૪/૩૫ માં કહેલ છે કે રાગનો ત્યાગ એ પણ નામપાત્ર છે. ત્યાગ પચ્ચખાણ નથી પણ જ્ઞાન પચ્ચખાણ છે એમ કહે છે. આ જૈનની વ્યાખ્યા કરી છે. આત્મા રાગને અને વિકારને જીતે એમ કહેવું તે પણ નામમાત્ર છે, કેમ કે આત્મા જ્ઞાનમાં લીન થતાં રાગ છૂટી જાય છે, માટે જ્ઞાન તે પચ્ચખાણ છે. સંસાર આત્માની પર્યાયમાં હોય છે. તે સંસારનો નાશ આત્મા કરે છે તે નામમાત્ર છે. શરીર, કપડાં આદિ પરવસ્તુને તો આત્મા છોડતો નથી. પણ સંસારની પર્યાયને આત્મા છોડતો નથી, કેમકે સંસારની પર્યાય ત્રિકાળી સ્વભાવમાં ત્રણ કાળમાં ગ્રહણ થઈ નથી. કે તેને છોડ. પર્યાયદષ્ટિએ એક સમયનો સંસાર અનિત્ય તાદાભ્યસંબંધે છે; પણ દ્રવ્યદૃષ્ટિએ અનિત્ય તાદાભ્યસંબંધ નથી; કેમકે વિકારનો પ્રવેશ સ્વભાવમાં ત્રણ કાળમાં થયો નથી. પ્રથમ નક્કી કર્યું કે સંસાર મારી પર્યાયમાં મારું કાર્ય છે, કર્મના કારણે સંસાર નથી; પછી તે સંસાર મારા સ્વભાવમાં નથી, આત્માએ દ્રવ્ય-દષ્ટિથી સંસારને ગ્રહણ કર્યો જ નથી તો પછી સંસારને છોડવો એ વાત રહેતી નથી. આત્માની લીનતા થતાં સંસાર છૂટી જાય છે, સંસારને છોડવો પડતો નથી. સંસારમાં શુભાશુભભાવ હોય છે. એમાં અવ્રતના ભાવ છે. તે અશુભભાવ છે તે અશુભભાવ ન હોય ત્યારે વ્રતના શુભભાવ આવે છે, પણ તે નિશ્ચય ચારિત્ર નથી, પણ આસ્રવ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે, અને ચારિત્ર તે ધર્મ છે. તેથી સમ્યગ્દર્શન કરતાં ચારિત્રમાં અનંતી શાંતિ વધારે હોય છે. ચારિત્ર વિના મોક્ષ થાય નહિ. તીર્થકરને પણ ચારિત્ર ગ્રહણ કરવું પડે છે. માટે ધર્મ તો ચારિત્ર છે અને એનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દષ્ટિ પોતે સમજે છે કે આ અવ્રતના પરિણામ થાય છે તે કરવા જેવા નથી. ચોથા ગુણસ્થાનમાં હજારો વર્ષ રહે છે, મુનિપણું હોતું નથી, તે વખતે જ્ઞાનીને જે અવ્રતના પરિણામ થાય છે અને પોતે નિંદે છે, પણ હઠ કરીને, આગ્રહ કરીને ત્યાગી થઈ જતા નથી. મુનિપણું મહા દુર્લભ છે. આ કાળે ભાવલિંગી મુનિ દેખવા દુર્લભ છે. આ જિંદગીમાં તો ભાવલિંગી મુનિને દેખ્યા નથી. અત્યારે તો દ્રવ્યલિંગી મુનિનાં પણ ઠેકાણાં નથી. આ કોઈ વ્યક્તિગત વાત નથી. જેને નુકશાન થાય છે, તે એને પોતામાં થાય છે. બીજાને એના નુકશાનનું ફળ હોતું નથી, પણ પોતાને તો યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પ્રતિજ્ઞાભંગ કરવા કરતાં પ્રતિજ્ઞા ન લેવી તે ભલી છે. એનો અર્થ એવો નથી કે આત્માના ભાનપૂર્વક પ્રતિજ્ઞા ન લેવી. જૈન જાતિમાં જન્મ્યો માટે તત્ત્વજ્ઞાની છે, એમ નથી. પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ માને તેને જન્મના દિગંબર કેવી રીતે મનાય? કેમ કે એ માન્યતા તો શ્વેતાંબરોની છે. શ્વેતાંબર ઉપાધ્યાય યશોવિજયજી દિગંબરની ભૂલ કાઢી છે તો પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય માનવો તે મિથ્યાત્વ છે. તત્ત્વજ્ઞાની થયા પછી પોતાના પરિણામ જોઈને પ્રતિજ્ઞા લે છે. વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૨ શુક્રવાર, તા. ૨૭-૩-પ૩ આત્મા પરિપૂર્ણ શક્તિથી ભરેલો ભંડાર છે. એને વર્તમાન પર્યાયમાં શુભાશુભ પરિણામ થાય છે તે વિકાર અને સંસાર છે. તે એક સમયની પર્યાય છે. આત્માનો સંસાર આત્માની પર્યાયમાં હોય છે; શરીર, સ્ત્રી આદિમાં સંસાર નથી. સંસારની અને પરની જેને રુચી નથી પણ અખંડ જ્ઞાયક સ્વભાવની જેને રુચી છે તે જૈન છે. જેને સ્વભાવની રુચી નથી તેને સંસારની રુચી છે; તે જૈન નથી.) (આત્માની વર્તમાન અવસ્થામાં શુભાશુભરૂપ વિકાર છે એની રુચી છે તેને સ્વભાવની રુચી નથી. પરની ચિની વાત અહીં છે જ નહિ. આત્મામાં રાગ થાય છે એની રુચિને જીતે તેને અહીં જૈન કહે છે. જૈનધર્મમાં એવો ઉપદેશ છે કેપહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષને ઓળખે, ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે. કોઈ પ્રાણી કહે કે મારે દોષ ટાળવો છે, એનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૧૯૫ અર્થ એવો થયો કે દોષ ટળી શકે છે અને નિર્દોષપણે પોતે રહી શકે છે; એટલે દોષ કાયમની ચીજ નથી અને નિર્દોષ સ્વરૂપ કાયમનું છે એમ નક્કી થાય છે. વળી વિકાર, દોષ કોઈ ૫રે કરાવ્યો નથી પણ પોતે કર્યો તો થયો છે. એમ માને તો વિકાર અને દોષને નાશ કરવાનો પુરુષાર્થ થઈ શકે. માટે જ્ઞાની દોષને જાણે છે અને દોષરહિત આત્માનું સ્વરૂપ છે એને પણ જાણે છે. કોઈ એમ કહે કે-આત્મા છે અને એની પર્યાયમાં કર્મનું નિમિત્ત છે. તે કર્મમાં ૨સ અને અનુભાગ થોડો હોય એને આત્માની પર્યાયમાં વિભાવ વધારે થાય છે તો નિમિત્ત અનુભાગ ઓછો હતો અને ઉપાદાનમાં વિકાર વધારે ક્યાંથી થયો ? દષ્ટાંતઃ- એકેંદ્રિય જીવને કર્મની સ્થિતિ એક સાગરની હોય છે, અને મનુષ્યપણાનું આયુષ્ય બાંધી જ્યારે મનુષ્ય થાય ત્યારે અંતઃક્રોડાક્રોડી સાગરની કર્મની સ્થિતિ બાંધે છે. તે વિશેષતા ક્યાંથી થઈ ? સમાધાનઃ- કર્મના ઉદય પ્રમાણે આત્માએ વિકાર કરવો પડે એ વાત ખોટી છે. એમ આ દષ્ટાંત ઉ૫૨થી સિદ્ધ થાય છે. જીઓ અહીં આ જાતનો નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવો હોય છે એની પણ જેને ખબર તેને આત્મતત્ત્વની ખબર હોતી નથી. કર્મ અને વિકાર બન્ને સ્વત્રંત છે. શ્વેતાંબરમાં અને સ્થાનકવાસીમાં તો કર્મના કારણે વિકાર થાય છે એ માન્યતા ચાલી આવે છે, પણ દિગંબરમાં પણ કેટલોક મોટો ભાગ કર્મના કારણે વિકાર થાય-એમ માને છે. તે બધી એક જ જાત છે. મનુષ્યમાં કર્મની સ્થિતિ વધારે હોય અને નિગોદમાં જાય છે ત્યારે સ્થિતિ ઘટી જાય છે. તો ત્યાં કેવી રીતે ઘટાડી? માટે નક્કી થાય છે કે કર્મ અને વિકાર બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્રપણે પરિણમી રહ્યા છે. કર્મના કારણે વિકાર ત્રણ કાળમાં થાય નહિ. સાતે તત્ત્વ સ્વતંત્ર છે અને ભિન્ન ભિન્ન છે એમ પ્રથમ નિર્ણય ન કરે એને ત્રણ કાળમાં આત્મજ્ઞાન થાય નહિ. આત્મા રાગદ્વેષ, ભ્રાંતિ કરે-વિકાર તે બધું પોતે પોતાના કારણે કરે છે. કર્મના નિમિત્તના કારણે તે વિકાર નથી-એમ પ્રથમ નક્કી કરે તેને તત્ત્વજ્ઞાન થાય છે. કોઈ કહે કે આવું તત્ત્વજ્ઞાન જો બધાને થઈ જાય તો સંસારમાં કોઈ રહેશે નહિ. તો તેમ કહેના૨ને આત્માની યથાર્થ રુચિ જ નથી. કેમ કે સ્વભાવની રુચિવાળાને, સંસારમાં કોણ રહેશે, એના ઉ૫૨ દિષ્ટ હોતી નથી. જેમ કોઈ ધનનો અર્થી હોય તે એમ વિચાર ન કરે કે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ધનવાન થઈશ તેમ બધા ધનવાન થઈ જશે, ગરીબ કોઈ રહેશે નહિ તો મારું કામ કોણ કરશે? જેની જેમાં રુચિ હોય તે બીજાની સામું જુએ નહિ. અહીં તો સાચા જૈનની વાત છે. દર્શનમોહનો ઉદય તો અનાદિનો પડ્યો છે. જેની દૃષ્ટિ કર્મ ઉપર પડી છે અને કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય એવી માન્યતા છે તેનું મિથ્યાત્વ કદી ટળતું નથી, અને તત્ત્વજ્ઞાન થતું નથી. માટે પ્રથમ સાતે તત્ત્વ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ નિર્ણય કરે પછી તેને રાગનો યથાર્થ ત્યાગ થાય છે. બહારમાં વસ્ત્રાદિનો ત્યાગ કર્યો છે માટે તે ત્યાગી છે, એમ નથી. અંતરંગ સાતે તત્ત્વોનું ભાવભાસન જેને નથી તે જીવ ધર્મનો ત્યાગી છે. નિયમસારમાં (પૃ. ૨૫૭, ગા. ૧ર૬) ના કળશમાં કહ્યું છે કે અજ્ઞાની સ્વધર્મનો ત્યાગી છે. મોહનો અર્થ જ સ્વધર્મ ત્યાગ છે. આત્મા પરિપૂર્ણ આનંદકંદ છે તેની રુચિ જેણે છોડી છે તે આત્માના ધર્મનો ત્યાગી છે. જ્ઞાની પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા વગેરે લે છે જ્ઞાની કોઈ તત્ત્વનો અંશ કોઈ તત્ત્વમાં મેળવતો નથી, એટલે કર્મનો અંશ વિકારના અંશમાં મેળવતો નથી, અને વિકારના અંશને સ્વભાવમાં મેળવતો નથી. એવું તત્ત્વજ્ઞાન થયા પછી પોતાની પર્યાયમાં વિકાર થાય છે એને બરાબર જાણે. પોતાના પરિણામ સુધર્યા ન હોય અને પર વસ્તુ છોડ તો આકુળતા થયા વિના ન રહે; માટે આત્માની પર્યાયમાં દોષ છે એનો નાશ કરીને ગુણ થાય છે એમ જાણે. પણ પરવસ્તુ છૂટી ગઈ માટે દોષનો નાશ થાય છે. એમ જાણે નહિ. તેથી આવેશમાં આવીને પ્રતિમા, વ્રત આદિ લઈ લેતો નથી. પ્રતિમા વ્રત બહારથી આવતા નથી. વર્તમાન પુરુષાર્થ જોઈને, ભવિષ્યમાં પણ આવો ને આવો ભાવ ટકી રહેશે કે કેમ, એનો વિચાર કરીને પ્રતિજ્ઞા લે છે. જ્ઞાની શરીરની શક્તિ અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનો પણ વિચાર કરે છે માટે એ પ્રમાણે લેવી યોગ્ય છે. પોતાના પરિણામોનો વિચાર કરે જો ખેદ થાય આર્તધ્યાન થાય, પછી એ પ્રતિજ્ઞા નભે નહિ, એવી પ્રતિજ્ઞા લેવી ન જોઈએ. પહેલાં ઉપાદાન એટલે પરિણામની વાત કરી અને પછી નિમિત્ત શરીરાદિનો પણ જ્ઞાની વિચાર કરે-એમ કહ્યું. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૧૮૨ માં કહ્યું છે કે “મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે છે.” અત્યારે તો, તત્ત્વજ્ઞાન રહિત, વિષયાસક્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૯૭ જીવોને માયા વડે લોભ બતાવી મુનિપદ આપે છે, પણ તે વ્યાજબી નથી. જૈન નામ ધરાવે અને ભાવલિંગી ને દ્રવ્યલિંગી કોને કહેવા એની ખબર નથી. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૯૫ માં કહ્યું છે કે “જિનમતમાં તો એવી પરિપાટી છે કે-પહેલાં સમ્યકત્વ હોય, પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિ ધારણ કરી વ્રત થાય. એ પ્રમાણે મુખ્યપણે નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે.' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates વીર સં. ૨૪૭૯ ચૈત્રસુદ ૧૩ શનિવા૨ તા. ૨૮-૩-૫૩ શ્રી મહાવીર જન્મ કલ્યાણકદિન (પૂ. ગુરુદેવશ્રીનો પરિવર્તનદિન ) [સ્ટાર ઓફ ઈન્ડિઆ નામે ઓળખાતા બંગલામાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન ] આજે મહાવી૨ પરમાત્માનો જન્મકલ્યાણક દિવસ છે. જન્મ દિવસ તો સાધારણ જીવોનો પણ કહેવાય છે, પણ આ તો જન્મકલ્યાણકદિન છે. આજે ઘણા લોકો જૈનના નામે પ્રરૂપણા કરે છે કે ભગવાને દુનિયાના ઉદ્ધાર માટે જન્મ લીધો, પણ એ વાત ખોટી છે. ભગવાનને આત્માનું ભાન હતું, તીર્થંકર થવા પહેલાંના ત્રીજા ભવમાં એ ભાનસહિતની ભૂમિકામાં એવો રાગ આવ્યો કે–‘હું પૂર્ણ થાઉં ને જગતના જીવો ધર્મ પામો.' તેથી તીર્થંકરનું નામકર્મ બંધાયું. તીર્થંકરનું દ્રવ્ય જ અનાદિનું એ જ લાયકાતવાળું હોય છે. અંતર્ગત પર્યાયની શક્તિ જ એવી હોય છે. ભગવાને પરના કારણે અવતાર લીધો-એમ નથી અને ભગવાનનો અવતાર થયો માટે લોકોનું કલ્યાણ થયું છે–એમ પણ નથી. ભગવાન મહાવીરે જન્મ લીધો એનો અર્થ-એમના આત્માની પર્યાયની યોગ્યતા જ એવી હતી. શ૨ી૨નો સંબંધ મળ્યો એ જન્મ નથી. આત્માની પર્યાયનો ઉત્પાદ થયો તેને જન્મ કહેવાય છે. ભગવાનના આત્માનો જન્મ થતો નથી. આત્મા તો ત્રિકાળ ધ્રુવ છે. જગતમાં જે દ્રવ્યની જે પર્યાય થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે. મહાવી૨ પ૨માત્માનો જીવ પોતાની શ્રદ્ધા-જ્ઞાન-રમણતામાં વર્તતો હતો. તે વખતે પોતાની નબળાઈના કારણે રાગ આવ્યો. તેમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું હતું, અને એ જીવ તીર્થંકર થવાની યોગ્યતાવાળો હતો. એ કારણે એમનો આત્મા તીર્થંકર૫ણે થયો છે. તીર્થંકરપણે થવાની લાયકાત તે દ્રવ્યમાં શક્તિરૂપે અનાદિકાળથી હતી. ધ્રુવપણે તો લાયકાત હતી પણ પર્યાયની લાયકાત થઈ, એટલે ‘હું પૂર્ણ થાઉં’ એવો વિકલ્પ આવ્યો. જગતના જીવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૧૯૯, ધર્મ પામે, એવી ભાવના પણ હતી. એમાં તીર્થકરનામકર્મનો બંધ થયો હતો. તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો વીતરાગદશા થાય પછી આવે છે. કેવળજ્ઞાન થયા પછી ઉäધ્વનિ છૂટે છે. તે વાણીના નિમિત્તે જીવો પોતાની યોગ્યતાથી ધર્મ પામે છે. ભગવાનની વાણી ધર્મમાં નિમિત્ત હોય છે. ધર્મવૃદ્ધિનું જે નિમિત્ત છે, એવી વાણીમાંથી ધર્મની વૃદ્ધિ ન કરે, અથવા ધર્મ પ્રગટ થવામાં નિમિત્ત ન બને, તો તે ભગવાનની વાણીને સમજ્યો નથી. અહો ભગવાન! તમો જગદીશ છો. જગદીશ તો એને કહેવાય કે જે જગતના જીવોની સંખ્યા વધારે. પરંતુ તારા અવતારે તો જગતના રખડતા જીવો ઘટી જાય છે–એમ ઓલંભો કરે છે. હે નાથ ! તારી વાણી જ્યારે નીકળે, ત્યારે તેને સમજવાને લાયકાતવાળા જીવો ન હોય એમ બને નહિ. (હે નાથ ! આપે ઘણાને તાર્યા છે-તે ઉપચારનું કથન છે. ભગવાનની વાણી અને સમજનાર જીવ બન્ને ભિન્ન ભિન્ન પદાર્થ છે, અને ભિન્ન ભિન્ન કામ કરે છે. તે જીવ પોતે સમજે ત્યારે ભગવાનની વાણીને નિમિત્ત કહેવાય છે. ભગવાનની વાણી આવી માટે સમજ્યો એમ માને તો આત્મામાં ક્ષણિક ઉપાદાન સ્વતંત્ર છે તેનો નાશ કરે છે, એટલે કે શ્રદ્ધામાં નાશ કરે છે તે મિથ્યાષ્ટિ છે.) અજ્ઞાની સંયોગી દૃષ્ટિથી જુએ છે અને જ્ઞાની સ્વભાવદષ્ટિથી જુએ છે. બન્નેના રાહુ જુદા છે. એક મોક્ષમાં જાય છે, બીજો નિગોદમાં જાય છે. આમ વસ્તુનું સ્વરૂપ છે. (જેમ જગતમાં કોઈ દ્રવ્યનો કોઈ અન્ય કર્તા નથી તેમ તે દ્રવ્યની પર્યાય દ્રવ્યનો અંશ છે. તેનો કોઈ કર્તા નથી. એમ ભગવાનની વાણીમાં આવ્યું છે.) ભગવાન તીર્થંકરનો જન્મકલ્યાણકદિન ઈન્દ્રો પણ ઊજવે છે. એ દિવસ આજનો છે. (શરીરમાં ભગવાન જન્મ્યા એ તો વ્યવહાર છે. આયુષ્યના કારણે આવ્યા તે પણ વ્યવહાર છે. ખરેખર ભગવાન આત્માની પર્યાયની યોગ્યતાના કારણે આવ્યા છે તે સત્ય છે.) માતાની કૂખે ભગવાન આવતાં પહેલાં ઇન્દ્રના જ્ઞાનમાં આવ્યું કે, છ મહિના પછી ભગવાન ત્રિશલાદેવીની કૂખે જવાના છે. ક્રમબદ્ધ પર્યાય ન હોય તો એ જ્ઞાન થાય નહિ. પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ એ સિદ્ધ કરે છે. ક્રમબદ્ધનો નિર્ણય કર્યા વિના ત્રણ કાળમાં સમ્યજ્ઞાન થાય એમ નથી. ભગવાનને જન્મ લીધા પહેલાં પણ જ્ઞાનનો નિર્ણય તો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન અને આત્મા અભેદ છે. ભગવાનની વાણીમાં નીકળ્યું હતું કે જ્ઞાન તે જ આત્મા છે. તે જ્ઞાન બીજાનું શું કરે? જ્ઞાન જાણે છે. તેને બદલે પરભાવનો કર્તા આત્મા છે એમ માનવું તે વ્યવહારીજનોની મૂઢતા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જે જ્ઞાનમાં, રાગને જ્ઞાનમાં રહીને જાણવાની તાકતથી થઈ ન તેને, રાગને જાણે છે એવો વ્યવહાર પણ લાગુ પડતો નથી. એક જ્ઞાનમાં છ કારક સ્વતંત્રપણે છે. ચારિત્રગુણની પર્યાયમાં જે રાગ આવ્યો તેને જાણવાની તાકાત જ્ઞાનની છે. એવા જ્ઞાનપૂર્વક ભગવાનનો જન્મ થયો હતો. જે વખતે ભગવાન માતાની કૂખમાં આવ્યા. ત્યારે પણ તેમને રાગનું, નિમિત્તનું અને સ્વનું જ્ઞાન પૃથક્ પૃથક્ વર્તતું હતું. ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે તે નિમિત્તનું કથન છે આજના દિવસે ઘણા લોકો અનેક પ્રકારથી ખોટી પ્રરૂપણા કરે છે કે ભગવાને હિંસા અટકાવી, કંઈક જીવોનો ઉદ્ધાર કર્યો; આ બધાં નિમિત્તનાં કથન છે. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. ભગવાને કોઈને તાર્યા નથી. ભગવાને હિંસા અટકાવી નથી. ભગવાને પ૨નાં કામ કર્યા નથી. એ વાત સત્ય છે. જીવો પોતાના કા૨ણે સમજે છે, હિંસા હિંસાના કારણે અટકે છે, એ બધામાં ભગવાન નિમિત્તમાત્ર છે. ભગવાનના કારણે ૫૨માં કાંઈ થયું નથી. નિગ્રંથ મુનિ નેમિચંદ્રસિદ્ધાંત ચક્રવર્તી છઠે–સાતમે ગુણસ્થાને ઝુલતા હતા. એમાં વિકલ્પ આવ્યો કે હે ભગવાન! તારા ચરણકમળના પ્રસાદથી અમે તર્યા છીએ. તમોએ અમારો ઉદ્ધાર કર્યો. જીઓ, એ બધું નિમિત્તનું કથન છે. પોતાની પર્યાયની લાયકાત વગર ભગવાન ઉદ્ધાર કરી શકતા નથી. લોકોમાં કહેવત છે કે–જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે? એમ પોતામાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાની તાકાત ન હોય તો ભગવાન શું કરે ? નિમિત્તના કારણે ઉદ્ધાર થતો હોય તો એક જ તીર્થંકર થતાં બધા તરી જવા જોઈએ; પણ એમ બનતું નથી. ભગવાને અનંત જીવોને તાર્યા એમ કહેવાય છે; મનુષ્યો સંખ્યાત હોય છે તે બધા તરતા નથી, છતાં ભગવાનને અનંતના તારણહાર કહેવાય છે. એવા ભગવાનનો જન્મ કલ્યાણકારી છે. જેણે આત્માનું ભાન કર્યું નથી એવા જીવોનો અવતાર ગલૂડિયાં જેવો છે. ભગવાન એ જ ભવમાં મોક્ષ જાય છે. વળી ભગવાનનાં પુણ્ય પણ ઊચાં હોય છે. તેમનાં પુણ્ય અને પવિત્રતા ઉત્કૃષ્ટ હોય છે. ઇન્દ્ર જ્યારે જાણે કે ભગવાનનો જન્મ થયો છે ત્યારે સિંહાસન ઉપરથી તે નીચે ઊતરી જાય છે અને ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાનનું શરીર તો બાળક છે; પોતે ઈંદ્ર છે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે; છતાં ભક્તિભાવ ઉલ્લેસી ગયો છે, અને કહે છે કે અહો! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [ ૨૦૧ ત્રણ લોકના નાથને અમારા નમસ્કાર હો ! ભગવાન જન્મ અને સમજનાર ન હોય એમ બને નહિ અને લોકોની પાત્રતા પ્રગટે, અને ભગવાનનો જન્મ ન હોય, એમ પણ ન બને; છતાં ભગવાન જીવોને તારે છે એમ નથી. ભગવાનને પણ ભગવાનપણું પોતાના શક્તિરૂપે હતું તેમાંથી પ્રગટ થયું છે. ભગવાને ઢંઢેરો પીટયો કે તારામાં પણ એવી શક્તિ છે. તું ઓશિયાળો નથી, તારે કોઈની મદદની જરૂર પડે એમ નથી. ભગવાનને સમજનાર એમ માને કે ભગવાને તો પોતામાં શક્તિરૂપ ભગવાનપણું હતું તે પર્યાયમાં સ્વતંત્રપણે પ્રગટ કર્યું છે અને ભગવાને અહિંસા તો પોતાની પર્યાયમાં કરી છે, પરમાં કરી નથી. શાંતિરૂપ આત્મા છે; વર્તમાન પર્યાયમાં અશાંતિ છે, તે મારું સ્વરૂપ નથી; એવું ભાન કરવું તે અહિંસા છે. રાગનું જ્ઞાન તે વ્યવહાર છે, અને સ્વનું જ્ઞાન તે નિશ્ચય છે એમ જાણવું તે જન્મકલ્યાણક મહોત્સવ વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૪ રવિવાર તા. ૨૯-૩-૫૩ છએ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે જૈનધર્મની આમ્નાય સમયસાર નાટક પૃ. ૩૫૧ માં કહ્યું છે કે-આત્મામાં વિકાર થાય છે તે પરિણામમાં કોઈની સહાયતા નથી. છએ દ્રવ્યો પોતપોતાના પરિણામ કોઈની સહાય વિના કરી રહ્યાં છે. કોઈ કર્મ પ્રેરક થઈને આત્માને વિકાર કરાવતું નથી. દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે–એમ નથી, અને રાગથી વીતરાગતા થાય-એમ પણ નથી. માટે તત્ત્વજ્ઞાન વિના વ્રત, તપાદિ કરે તો તે બાળવ્રત ને બાળપ છે. માટે જ્ઞાની માત્ર વર્તમાન પરિણામના ભરોસે પ્રતિજ્ઞા લે નહિ, પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ જોઈને પ્રતિજ્ઞા લે છે. આત્મામાં મુનિપણાનો પુરુષાર્થ હોય નહિ, શરીરની સ્થિતિ પણ તેવી હોય નહિ અને ત્યાગ કરી બેસે તો આર્તધ્યાન થાય. પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ થાય નહિ, અને ચઢતાભાવ રહે એવી પ્રતિજ્ઞા લે છે. આવો જૈનધર્મ નો ઉપદેશ છે, અને જૈનધર્મની આમ્નાય પણ આવી છે. એમ બે પ્રકાર કહેલ છે. પ્રશ્ન- ચાંડાલાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર ક્યાં હોય છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો ઉત્તર- “મરણપર્યત કષ્ટ થાઓ તો ભલે થાઓ પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી એવા વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે. પરંતુ પ્રતિજ્ઞામાં તેમને નિરાદરપણું નથી. આત્માના ભાન વિના પણ જે કોઈ પ્રતિજ્ઞા લે. તે પણ મરણપર્યત કષ્ટ આવે તો પણ છોડતા નથી, અને તેમને પ્રતિજ્ઞાનો આદર છૂટતો નથી. આ વ્યવહારાભાસ મિથ્યાષ્ટિની પ્રતિજ્ઞાની વાત કરી. તે કપાયની મંદતારૂપ ચઢતા પરિણામ રહે તેવી રીતે પ્રતિજ્ઞા લે છે, એ પણ પ્રતિજ્ઞાભંગ થવા દેતો નથી. હવે સમ્યગ્દષ્ટિની વાત કરે છે. જ્ઞાની પ્રતિજ્ઞા લે છે તે તત્ત્વજ્ઞાનપૂર્વક જ કરે છે. પોતાના પરિણામ જોઈને પ્રતિજ્ઞા લે છે. તે વિચારે છે કે મારી પર્યાયમાં વર્તમાન તુચ્છતા વર્તે છે. મારા પરિણામ આગળ વધતા નથી. દ્રવ્યથી પ્રભુ છું, પણ પર્યાયથી પામર છું અને બરાબર જ્ઞાન કરે છે. તત્ત્વજ્ઞાનપૂર્વક જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. એના આશ્રયે સમ્યગ્દર્શનરૂપ શુદ્ધ પર્યાય તો પ્રગટ થઈ છે; પણ હજુ ઉગ્ર પુરૂષાર્થપૂર્વક રાગનો સર્વથા અભાવ થયો નથી એટલે કે નબળાઈ છે; દ્રવ્યનો પૂર્ણ આશ્રય થયો નથી, પર્યાયમાં પામરતા છે, અને એથી નિમિત્તનું લક્ષ સર્વથા છૂટયું નથી. એવી રીતે પર્યાયનું જ્ઞાન કરીને પ્રતિજ્ઞા લે છે. દષ્ટિમાં દ્રવ્યનું આલંબન છૂટી જાય તો મિથ્યાદષ્ટિ થઈ જાય અને પર્યાયમાં નિમિત્તનું આલંબન સર્વથા છૂટી જાય તો કેવળજ્ઞાન થઈ જાય. સાધકને દષ્ટિ અપેક્ષાએ દ્રવ્યનું આલંબન કદી છૂટતું નથી; અને પર્યાયમાં પામરતા છે. એટલે સર્વથા નિમિત્તનું આલંબન પણ છૂટયું નથી. માટે જ્ઞાની તત્ત્વજ્ઞાનપૂર્વક જ પ્રતિજ્ઞા લે છે. પરદ્રવ્ય કોઈ કરે છે એ વાત તો છે જ નહિ. અહીં તો ત્રિકાળી દ્રવ્ય અને વર્તમાન પર્યાય બેની વાત છે. પર્યાયમાં દયાનો રાગ આવે તો એ પ્રકારના નિમિત્ત ઉપર લક્ષ જાય છે. પરનું આલંબન છૂટતું નથી. એનો અર્થ પર નિમિત્તના કારણે રાગ થયો છે-એમ નથી. જે જે પ્રકારનો રાગ થાય છે, તે તે પ્રકારનાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે, પણ એ નિમિત્તોને કારણે રાગ થયો છે, એમ નથી. નોરતામાં ભૂવો ડાકલું વગાડે છે, તેની દોરી એક હોવા છતાં તે બન્ને બાજુએ વાગે છે, તેમ જ્ઞાનીને દૃષ્ટિની અપેક્ષાએ સદા દ્રવ્યનું આલંબન હોય છે, અને પર્યાયની અપેક્ષાએ નિમિત્તનું આલંબન લે છે. આમ સાધકદશામાં બે પ્રકાર પડે છે. દ્રવ્યપર્યાયના જ્ઞાન વિના વ્રત પ્રતિજ્ઞા લઈ લે તો તે યથાર્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૦૩ આચરણ નથી, જ્ઞાનીની કોઈ નિંદા કરે તો તેનું પણ તે જ્ઞાન કરે છે. અને અલ્પ રાગદ્વેષ થાય છે તેને પણ તે બરાબર જાણે છે. સહજ પરિણામ થાય એવી પ્રતિજ્ઞા જ્ઞાની લે છે. હવે કહે છે કે જેને અંતરંગ વિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞા લીધાં પહેલા અને પછી આસક્ત રહે છે. ઉપવાસની પ્રતિજ્ઞા લેવા પહેલાં ધારણામાં આસક્ત થઈને આહાર લે છે અને ઉપવાસ પૂરો થાય એટલે મિષ્ટાન્ન ખાય છે અને ઉતાવળ પણ ઘણી કરે છે. જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટયું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો તેમ આણે પ્રતિજ્ઞાથી વિષયવૃત્તિ રોકી પણ અંતરંગમાં આસક્તતા વધતી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ અત્યંત વિષયવૃત્તિ થવા લાગી એટલે એને ખરેખર પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના છૂટી નથી. તથા આગળ પાછળ ઊલટો રાગ વધારે કરે છે, પણ ફળ તો રાગભાવ મટતાં જ થાય છે. માટે જેટલો રાગ ઘટયો હોય એટલી જ પ્રતિજ્ઞા કરવી. મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઘટાડો કરે છે. અને જો મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારીને કરે છે. માટે પરિણામમાં ચઢતા ભાવ રહે તથા આકુળતા ન થાય એમ કરવું તે કાર્યકારી છે. વળી જેને ધર્મ ઉપર દષ્ટિ નથી તે કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે, ત્યારે કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ દશલક્ષણ પર્વમાં દશ ઉપવાસ કરે અને બીજા દિવસોમાં એક પણ ઉપવાસ કરે નહિ. હવે જો ધર્મબુદ્ધિ હોય તો સર્વ ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિ ધારણ કરે, પણ એનો મિથ્યાષ્ટિને વિવેક હોતો નથી. તેને વ્રત, તપ, દાન પણ સાચાં હોતાં નથી. અહીં તો અજ્ઞાનીને વિકલ્પ કેવો આવે એની વાત કરે છે. માન મળે તેમાં પૈસા ખર્ચ, મકાનમાં તખતી મૂકો તો વધારે રૂપિયા આપું-એમ કહેનાર જીવને ધર્મબુદ્ધિ નથી. રાગ ઘટાડવાનું એને પ્રયોજન નથી. વળી કોઈ વેળા કોઈ ધર્મકાર્યોમાં ઘણું ધન ખર્ચે, ત્યારે કોઈ વેળા કોઈ કાર્ય આવી પડે તો ત્યાં થોડું ધન પણ ન ખર્ચે. જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ સર્વ ધર્મ કાર્યોમાં યથાયોગ્ય ધન ખરચ્યા કરે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. અજ્ઞાનીને ધન ખર્ચવાનો પણ વિવેક હોતો નથી. ઉશ્કેરણીથી ધન ખર્ચ કરે છે; પણ જો ધર્મબુદ્ધિ હોય તો પોતાની શક્તિ પ્રમાણે બધાં ધર્મકાર્યોમાં યથાયોગ્ય પૈસા આપ્યા વિના રહે નહિ જેમ દીકરીને પરણાવવી હોય તો કાંઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ખરડો કરવા ન જાય, પણ પોતાના ઘરમાંથી પૈસા કાઢે છે, મકાન બનાવવું હોય તો ખરડો કરે નહિ–એમ જેને ધર્મબુદ્ધિ હોય તે ધર્મનાં બધાં કાર્યોમાં યથાશક્તિ ધન ખર્ચે છે. તેને એવાં પરિણામ હોય છે. તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત, તપ અને દાન હોવાં જોઈએ. એ ત્રણ વાત કરી. એ પ્રમાણે જે જે કાળે જે જે પ્રકારનો રાગ હોય તે તે પ્રકારે જ્ઞાનીને વિવેક હોય છેએમ સમજવું.’ ‘વળી જેને સાચા ધર્મની દૃષ્ટિ નથી તેને સાચું સાધન પણ નથી. બહારથી લક્ષ્મીનો ત્યાગ કર્યો હોય, પણ વસ્ત્રાદિથી મોહ છૂટયો ન હોય. સુંદર કપડાં જોઈએ, મખમલના જોડા અને મખમલનો કોટ પહેરે તો તે ત્યાગ મેળ વગરનો છે. બહારથી ત્યાગ કર્યો હોય ને સટ્ટાનો ધંધો કરે, પોતે તો ત્યાગી હોય પણ બીજાને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે ફીચરના ભાવ કહે, તે તો ધર્મમાં કલંકરૂપ છે; એણે તો ખરેખર લક્ષ્મીનો ત્યાગ કર્યો નથી, પણ લાભાંતરાયના કારણે લક્ષ્મી આવી નથી, પોતે ત્યાગી થાય અને માતા, પિતા ખરડો કરાવે તે પણ ત્યાગી નથી. કોઈને ખરડામાં અમુક રકમ નોંધાવવા માટે કહેવું તે પણ ત્યાગીને માટે શોભનીય નથી. સાચો ત્યાગ હોય તો પોતાના પરિણામને જુએ. એક સાધુ કહે કે મારે અમુક રૂપિયા જોઈએ છે. આવી રીતે સાધુ થઈને માગણી કરવી તે ધર્મની શોભા નથી. નિઃસ્પૃહપણે ત્યાગ હોવો જોઈએ. મુનિને યાચના હોય નહિ. કોઈ કોઈ ત્યાગી એવા હોય છે કે જાત્રા માટે અથવા તો ભોજનાદિ માટે પૈસાની પણ યાચના કરે અને કોઈએ આપ્યું ન હોય તો કષાય કરે. પહેલાં તો ત્યાગીએ યાચના કરવી જ યોગ્ય નથી અને પાછો કષાય કરવો તે તો વધારે ખોટું કહેવાય. છતાં પોતાને ત્યાગી અને તપસ્વી માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ અવિવેક છે. મુનિ નામ ધરાવીને, પોતાને તપસ્વી માનીને ક્રોધ કરે, માન કરે, લોભ પણ કરે, ‘હું તપસ્વી છું' તો ગ્રંથમાળામાં મારું નામ રાખે તો ઠીક-એમ માનીને માન કરે છે. તે સાચો મુનિ નથી, પણ અજ્ઞાની છે. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૦૫ વીર સં. ૨૪૭૯ ચૈત્રવદ ૧ મંગળવાર તા. ૩૧-૩-૫૩ આ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિનો અધિકાર ચાલે છે. તત્ત્વજ્ઞાન વિના યથાર્થ આચરણ હોતું નથી. તે જીવ કોઈ ક્રિયા અતિ નીચી કરે છે તેથી લોકનિંઘ થાય છે, તથા ધર્મની હાંસી કરાવે છે. જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ તથા એક વસ્ત્ર અતિ હીન પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય તેમ આ પણ હાંસી જ પામે છે. વ્યવહારાભાસી જીવની ક્રિયા હાંસીપાત્ર હોય છે, કેમ કે કોઈ વખત ઊંચી ક્રિયા કરે છે ને કોઈ વખત પાછી નીચી ક્રિયા કરવા લાગી જાય છે; તેથી લોકનિંઘ થાય છે. માટે સાચા ધર્મની તો આ આમ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે. ચોથે તથા પાંચમે ગુણસ્થાને જે પ્રકારની ક્રિયા સંભવે તે પ્રમાણે જ્ઞાની પ્રવર્તે છે. પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે. સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં માંસ આદિનો આહાર હોય નહિ. સમ્યગ્દષ્ટિને કદાચ લડાઈના પરિણામ હોય પણ અભક્ષ્ય આહાર સમ્યગ્દષ્ટિને હોય નહિ. આસક્તિ હજુ છૂટી નથી એટલે સ્ત્રીસેવનાદિ હોય છે. પાંચમા ગુણસ્થાને એની ભૂમિકા પ્રમાણે ત્યાગ હોય છે. પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહ્યું છે કે જેને દારૂમાંસનો ત્યાગ ન હોય તે ઉપદેશ સાંભળવાને પાત્ર નથી. પ્રશ્ન- સ્ત્રી સેવનાદિકનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો તેનો ત્યાગ કરે કે ન કરે ? ઉત્તર:- નીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે છે. તેથી ઉપરની પ્રતિમામાં તેનો ત્યાગ હોય છે; પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ સંભવે તેનો ત્યાગ નીચલી અવસ્થામાં પણ કરે. પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે નહિ તેવો ત્યાગ કરવો તો કપાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જો કે સ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે તોપણ પહેલાં સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. ચોથા ગુણસ્થાનવાળો પ્રતિમાની પ્રતિજ્ઞા કરે નહિ, કેમ કે અંતર વાસના હજુ સહજ છૂટી નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વળી સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતાં એવા કેટલાક જીવો કોઈ ધર્મના અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવ દયા ધર્મને મુખ્ય કરી પૂજા-પ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે. તે વ્યવહાર ધર્મને પણ સમજતા નથી. જ્ઞાનીને પૂજા, પ્રભાવના આદિનો ભાવ આવ્યા વિના રહે નહિ. પરજીવની હિંસા, અહિંસા કોઈ કરી શકતું નથી, પણ ભાવની વાત છે, પૂજા-પ્રભાવનામાં શુભભાવ થાય છે એને ઉથાપાય નહિ છતાં એ ભાવને ધર્મ સમજવો નહિ. કોઈ પૂજા-પ્રભાવનાદિ ધર્મને (શુભભાવને) મુખ્ય કરી હિંસાદિનો પણ ભય રાખતા નથી. રાત્રે પૂજા કરવી ન જોઈએ. પ્રતિમા ઉપર દૂધ, દહીં આદિથી અભિષેક કરવો ન જોઈએ. શુદ્ધ જળથી અભિષેક હોવો જોઈએ. તેની જેને ખબર નથી તે પણ ધર્મના અંગને જાણતો નથી. આ વાત ન્યાયથી સમજવી જોઈએ. ભલે મિથ્યાષ્ટિ હોય પણ સત્ય વાત આવે તો પહેલાં સ્વીકારવી જોઈએ. અજ્ઞાની કોઈ તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે. અથવા પોતાને તપસ્વી માની નિઃશંકપણે ક્રોધાદિ કરે છે. ઉપવાસ કરીને સૂવે, આર્તધ્યાન કરીને દિવસ પૂરો કરે છે. તત્ત્વજ્ઞાન વિના સાચો તપ હોતો નથી. જ્ઞાની તો શાંત હોય છે. આત્માની શાંતિ શોભે-ઓપે તેનું નામ તપસ્વી છે. તેને બદલે તપસ્વી નામ ધરાવે અને ઉગ્ર પ્રકૃતિ રાખે તો તે યથાર્થ નથી. વરસીતપ કરે અને ઉપવાસના પારણે બરાબર સગવડ ન સચવાય તો કષાય કરે, આ તપ કહેવાય નહિ. વળી કોઈ દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે. પહેલાં પાપ કરીને પૈસો ભેગો કરવો અને પછી દાન કરવું તે ન્યાય નથી. પહેલાં લક્ષ્મીની મમતા કરું અને પછી મમતા ઘટાડીશ તો તે યોગ્ય નથી. પરોપકારના નામે પણ પાપ કરે છે. કોઈ આરંભત્યાગની મુખ્યતા કરી યાચના કરવા લાગી જાય છે. રાંધવામાં પાપ જાણી ભીખારીની જેમ માગવા જાય તો તે યોગ્ય નથી. તથા કોઈ જીવ અહિંસાને મુખ્ય કરીને જળ વડે સ્નાન શૌચાદિ પણ કરતા નથી. વળી કોઈ લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડી દે છે અથવા તેના આશ્રયે પાપ પણ આચરે છે. ધર્મની પ્રભાવના અર્થે મોટા મહોત્સવ થતા હોય ત્યારે જ્ઞાની શિથિલતા રાખે નહિ. લૌકિક કાર્ય છોડીને ત્યાં ગયા વિના રહે નહિ. પંચાધ્યાયી ગાથા ૭૩૯ માં કહેલ છે કે નિત્યનૈમિત્તિકરૂપથી થવાવાળા જિનબિંબ મહોત્સવમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો]. [ ૨૦૭ પણ શિથિલતા ન કરવી તથા તત્ત્વજ્ઞાનીઓએ તો શિથિલતા કદી પણ અને કોઈ પ્રકારથી પણ કરવી નહિ. જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ' માટે વિવેક કરવો જોઈએ. અજ્ઞાનીને વિવેક હોતો નથી. જેમ કોઈ અવિવેકી વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટો થાય છે તેવું આ કાર્ય થયું; પણ જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે. તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો થાય તેમ કરે; તેવી રીતે જ્ઞાનીનું પ્રયોજન તો વીતરાગભાવ છે તેથી તે સર્વ વિચાર કરીને વીતરાગભાવ વધે તેમ કરે છે. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ જ જ્ઞાનીનું પ્રયોજન છે. દષ્ટિમાં વીતરાગતા તો છે. પરંતુ ચારિત્રમાં પણ વીતરાગતા વધે એ જ જ્ઞાનીનું પ્રયોજન હોય છે. રાગનું પ્રયોજન હોતું નથી. તત્ત્વજ્ઞાન વિના રાગનો અભાવ થતો નથી. બહારનો ત્યાગ થયો કે ન થયો એનું પ્રયોજન જ્ઞાનીને નથી. શુભભાવનું પણ પ્રયોજન નથી. જ્ઞાનીને રાગ, નિમિત્ત અને પરની ઉપેક્ષા હોય છે, અને સ્વની અપેક્ષા હોય છે. વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૨ બુધવાર, તા. ૧-૪-૫૩ આત્માના ભાર વિનાનું આચરણ મિથ્યાચારિત્ર છે વળી કોઈ જીવ અણુવ્રત, મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણ અનુસાર જ અભિપ્રાય છે, પણ માયા લોભાદિના એમને પરિણામ નથી. પહેલાં તો જે વ્રતાદિ બરાબર પાળતો નથી એની વાત કરી હતી હવે કહે છે કે ભગવાને કહેલાં વ્રતાદિ યથાર્થ પાળે છે છતાં પણ તે ક્રિયાથી અને શુભભાવથી ધર્મ થાય, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થઈ જાય છે એવી માન્યતા હોવાથી તેને પણ યથાર્થ ચારિત્ર નથી એમ કહે છે. જે જીવને આત્માનું ભાન નથી તેથી અણુવ્રતાદિ બરાબર પાળતો નથી, તે મિથ્યાષ્ટિ તો છે પણ એનું આચરણ પણ ખોટું છે, એ વાત તો પહેલા આવી ગઈ. હવે તો કહે છે કે વ્રતાદિ યથાર્થ આચરણ કરે છે છતાં પણ તે મિથ્યાષ્ટિને ચારિત્ર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૦૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભગવાનનાં માર્ગમાં પ્રતિજ્ઞા ન લે તો દંડ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવો તે તો મહાપાપ છે. વસ્તુનું સ્વરૂપ શું છે? એ વાત જાણવી જોઈએ. આ શાસ્ત્ર મોક્ષમાર્ગપ્રકાશક છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. રાગ-વિકાર કે જડની ક્રિયા મોક્ષમાર્ગ નથી. અહીં તો કહે છે કે કોઈ જીવ ૨૮ મૂળગુણ બરાબર પાળે, મન-વચનાદિ ગુતિ પાળે, ઉદિષ્ટ આહાર લે નહિ. માસમાસના ઉપવાસ કરે, તપ કરે, વ્યવહારક્રિયામાં દોષ બિલકુલ ન કરે-એવું આચરણ કરે છે અને તે પ્રમાણે કષાયની મંદતા પણ તેને હોય છે; એ ક્રિયાઓમાં તેને માયા અને લોભના પરિણામ નથી પણ એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે. તે સ્વર્ગાદિ ભોગોની ઇચ્છા રાખતો નથી. પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે-હું મોક્ષ અર્થે સાધન કરું છું પણ મોક્ષનું સાધન જે છે તેને તે જાણતો પણ નથી, કેવળ સ્વર્ગાદિનું જ સાધન કરે છે. તે મિથ્યાદષ્ટિ વ્યવહારાભાસી છે. તત્ત્વજ્ઞાનપૂર્વક આચરણ નથી માટે સાચું ચારિત્ર નથી. સમયસારમાં પણ કહેલ છે કે તત્ત્વજ્ઞાનપૂર્વક આધાકર્મી આહાર લેતો નથી તે યથાર્થ આચરણ છે. વીતરાગની આજ્ઞા જેવી વ્યવહારમાં છે એવું આચરણ કરે છે, પણ મિથ્યાદષ્ટિ અને ધર્મનું સાધન માને છે, તેથી તે આચરણ મિથ્યાચારિત્ર છે. વ્યવહાર કરતાં કરતાં ધર્મનું સાધન થઈ જશે એ માન્યતા મિથ્યા છે. પ્રથમ અંતર સાધન પ્રગટ કર્યા વિના મંદકષાયને વ્યવહારથી પણ સાધન કહેવાતું નથી. ત્રણે કાળે એક આત્મસાધનથી જ મોક્ષમાર્ગ થાય છે. હલકો કાળ છે માટે શુભભાવરૂપી સાધનથી મોક્ષમાર્ગ થાય એમ નથી. સુખડી ત્રણે કાળે સાકર, ઘી, લોટની થાય છે. ચોથે કાળે તે ચીજ હોય અને પંચમકાળે બીજી ચીજ સુખડી માટે હોય નહિ-એમ ત્રણેકાળે મોક્ષનું એક જ સાધન હોય છે. મિથ્યાદષ્ટિ ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે. કોઈ સાકરને અમૃત જાણી ભક્ષણ કરે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; કારણ પોતાની પ્રતીતિ અનુસાર ફળ થાય નહિ; પણ જેવું સાધન કરે તેવું જ ફળ લાગે છે. પુણને ધર્મ માને તેથી કાંઈ ધર્મ થાય નહિ. આકડાના ફળને કેરી માને તો આકફળ કેરી થાય નહિ. માટે પ્રતીતિ અનુસાર ફળ થાય નહિ, પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવી પ્રતીતિ કરે તો યથાર્થ ફળ થાય છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે તત્ત્વજ્ઞાનપૂર્વક આચરણ તે સમ્યક્રચારિત્ર છે ચારિત્રમાં જે સચવ પદ છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૦૯ અર્થ છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક્ ચારિત્ર નામ પામે છે. અજ્ઞાનનો જેને નાશ ન થાય તેને ચારિત્ર હોતું નથી. તત્ત્વજ્ઞાન ક૨ે નહિ તેને સમ્યગ્દર્શન નથી. દિગંબર સંપ્રદાયમાં જન્મ્યો માટે સમ્યગ્દષ્ટિ છે–એમ નથી. દિગંબર કોઈ સંપ્રદાય નથી પણ વસ્તુનું સ્વરૂપ છે. સાત તત્ત્વના ભાવનું ભાસન થવું તે તત્ત્વજ્ઞાન છે. (૧) જીવતત્ત્વ તો પ૨મ પારિણામિકભાવ શુદ્ધ ચૈતન્ય છે તે છે. (૨) અજીવતત્ત્વ, તે પણ પારિણામિકભાવ તથા ઔદિયકભાવરૂપ છે. ( અહીં અજીવતત્ત્વમાં મુખ્યપણે ક્રમાદિ પુદ્દગલતત્ત્વ લેવું છે.) (૩) આસ્રવતત્ત્વ આત્મામાં વિકારભાવ-ઔદિયકભાવ છે તે છે. (૪) સંવરમાં સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર છે તે ક્ષાયોપમિક, ઔપમિક તથા ક્ષાયિકભાવ છે. ( ૫ ) બંધભાવ તે વિકારભાવ છે. ઔદયિકભાવ છે. તે આત્માનો શુદ્ધ પર્યાય નથી. (૬) નિર્જરા ક્ષાયોપશમિકભાવ, ઔપમિકભાવ તથા ક્ષાયિકભાવ છે. (૭) મોક્ષ ક્ષાયિકભાવ છે. આમ સાત તત્ત્વોનો ભાવ સમજવો જોઈએ. તત્ત્વજ્ઞાન વિના દર્શનપ્રતિમા પણ ન હોય તો મુનિપણું તો કયાંથી હોય ? હાલ દિગંબર સંપ્રદાયમાં તો દેવાદિની શ્રદ્ધા છે માટે સમ્યગ્દર્શન છે એમ મોટો ભાગ માને છે. શ્રાવકમાં જન્મ થયો એટલે જન્મથી શ્રાવક છીએ-એમ માને છે, પણ તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ તો, આત્મા ચિદાનંદ છે એવી દષ્ટિ વિના હોય નહિ, અને સમ્યગ્દર્શન અર્થાત્ તત્ત્વજ્ઞાન વિના ચારિત્ર હોય નહિ. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન કરે તો તેને અન્નપ્રાપ્તિ કયાંથી થાય? ઘાસફુસ જ થાય. તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ કયાંથી થાય ? દેવપદાદિ જ થાય. વળી તેમાં કોઈ જીવ તો એવા છે કે તેઓ તત્ત્વાદિનાં નામ પણ બરાબર જાણતા નથી અને માત્ર બાહ્ય વ્રતાદિમાં જ પ્રવર્તે છે. નિર્દોષ વ્રત પાળે પણ તત્ત્વજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરતા નથી. વળી કેટલાક જીવ એવા છે કે પૂર્વે વર્ણન કર્યું છે તે પ્રકારે સમ્યગ્દર્શનશાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિમાં પ્રવર્તે છે. જો કે તેઓ વ્રતાદિ બાહ્ય દોષ રહિત બરાબર પાળે છે, પણ યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે. શ્રી સમયસારના ૧૪૨માં કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદવ માર્ગને સ્પષ્ટ પ્રકાશે છે. (સાર્દૂલવિક્રીડિત) क्तिश्यन्तां स्वयमेव दुष्करतरंमोक्षोन्मुखंः कर्मभिः क्तिश्यन्ता च परे महाव्रतततपोभारेण भग्नश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमान स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमाय प्राप्तुं क्षमन्ते न हि ।। અર્થ - કોઈ મોક્ષથી પરાડમુખ એવા અતિ દુરસ્ત પંચાગ્નિ તપનાદિ કાર્ય વડે પોતે જ કલેશ કરે છે તો કરો, તથા અન્ય કોઈ જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણાકાળ સુધી ક્ષીણ થતા કલેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વરોગરહિતપદ આપોઆપ અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ, તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી પામવાને સમર્થ નથી. ચારિત્ર આનંદદાયક છે તેને કષ્ટદાયક માનવું તે મિથ્યાત્વ છે જેને આત્માનું ભાન નથી તેને વ્રતાદિ ભારરૂપ છે. સંસાર એક સમયનો પર્યાય છે પણ તે મારા સ્વભાવમાં નથી, એનું ભાન નથી તેને પ્રતાદિ તો બોજારૂપ છે. ચારિત્ર તો આનંદ સ્વરૂપ છે, કષ્ટરૂપ નથી. તત્ત્વજ્ઞાન વિના જે આચરણ છે તે કષ્ટરૂપ લાગે છે. ચારિત્ર તો સંવર છે, દુઃખના પર્યાયનો નાશ કરવાવાળું છે. એને કષ્ટદાયક માનવું તે મિથ્યાત્વ છે. ધર્મ કષ્ટદાયક હોય જ નહિ. ધર્મી આત્માને આનંદ હોય છે. પરિષહું હોય તો પણ તેનો ખ્યાલ ન હોય. સુકૌશલમુનિને વાવણ ખાય છે. તે વખતે આનંદ છે. ગજકુમારમુનિને પણ આનંદ છે. અવિકારી આનંદકંદ પરિણામ તે ચારિત્ર છે, એની જેને ખબર નથી, તેને સંવરતત્ત્વની ભૂલ છે. વિપરીત અભિનિવેશ છે. મહાવ્રત લીધું એટલે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૧૧ પાળવું જોઈએ, એવો કંટાળો લાવે તે સત્ય આચરણ નથી. તત્ત્વજ્ઞાન કરો, જગતની પરવા છોડો. આ વાત કદી સાંભળી નથી. માટે પહેલાં અભ્યાસ કરો જાત્રા કરવા જાય ને પહાડ ઉપર ચડે અને નીચે ઉતરે ત્યારે ભૂખ તરસ લાગી હોય તે વખતે ધર્મશાળાના મુનીમ ઉપર કષાય કરે, ઝગડા કરે, તે કાંઈ જાત્રા નથી. શાંતિથી તત્ત્વજ્ઞાનપૂર્વક આકુળતા ઘટે એવું આચરણ હોવું જોઈએ. મુનિપણું, શ્રાવકપણું લે, શરીરને ઝીર્ણ કરે, પણ મિથ્યાત્વને ઝીર્ણ કરતો નથી. પહેલાં યથાર્થ સમજણ કરવામાં ભલે ઘણો કાળ જાય, પણ એ સિવાય બીજા ઉપાયો કરે તેથી આત્માનું કલ્યાણ થતું નથી. મિથ્યાદષ્ટિ વ્રતાદિ પાળે છે પણ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપો આપ અનુભવમાં આવે, એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી પામવાને સમર્થ નથી. વ્યવહાર, રાગ, ચિત્ત-મનના આશ્રયે તે પ્રાપ્ત થાય-એમ નથી. આત્માની જ્ઞાનક્રિયા સિવાય બીજી કોઈ ક્રિયાથી મોક્ષ થતો નથી. જ્ઞાનક્રિયામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે. સર્વજ્ઞ પૂર્ણસ્વભાવી વ્યક્તિ છે. એ સિવાય બીજી કોઈ ચીજ રાગ, નિમિત્ત આદિ આત્મામાં નથી–એવું તત્ત્વજ્ઞાન વિના બીજી કોઈ પણ ક્રિયાથી મોક્ષ થતો નથી. મોક્ષમાર્ગની વિધિ જાણે નહિ અને ક્રિયા કરવા મંડી જાય તો કાંઈ મોક્ષમાર્ગ ન થાય જેમ હલવો-શીરો કરવાની વિધિ જાણે નહિ અને હલવો બનાવવા બેસી જાય તો હલવો થાય નહિ, પણ લોપરી થાય. એમ પ્રથમ મોક્ષમાર્ગની વિધિ જાણે નહિ અને ક્રિયા કરવા મંડી જાય તો મોક્ષમાર્ગરૂપી હલવો થશે નહિ. પણ મિથ્યાત્વરૂપ લોપરી થશે અને ચાર ગતિમાં રખડવાનું સાધન થશે; માટે પ્રથમ તત્ત્વજ્ઞાન કરવું જોઈએ. વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૩ ગુરુવાર, તા. ૨-૪-૫૩ તેર પ્રકારનું ચારિત્ર મંદ કષાય છે, ધર્મ નથી અંતર્મુખ દષ્ટિ કર્યા વિના અન્ય કોઈ પ્રકારે આત્માનો અનુભવ થતો નથી. કોડો ઉપવાસ કરે, ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળે પણ એથી ધર્મ થતો નથી અને ભવનો અંત આવતો નથી. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭ર માં વ્યવહારાભાસીનું કથન ભગવાન અમૃતચંદ્રાચાર્યે કર્યું છે. તેમાં કહ્યું છે કે તેર પ્રકારનું ચારિત્ર પાળતો હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે. બેતાલીસ છેતાલીસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૨૧૨ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો દોષરહિત આહાર લે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ ચારિત્ર પાળે તે કષાયની મંદતા છે. એને તે ધર્મ માને છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે. એને મોક્ષમાર્ગ નથી. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય જ્યાં કહેલ છે ત્યાં નિશ્ચય સાધનથી નિશ્ચય સાધ્યદશા પ્રગટ કરે તો વ્યવહારને ઉપચારથી સાધન કહેલ છે. શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે-જેટલું વ્યવહાર સાધન કહેલ છે તે સાધક નથી પણ તે બધું બાધક છે. શ્રી પ્રવચનસારમાં પણ આત્મજ્ઞાનશૂન્ય સંયમભાવ અકાર્યકારી કહેલ છે. આત્મજ્ઞાનશૂન્ય પંચમહાવ્રતાદિ નિરર્થક છે, આત્માના કલ્યાણમાં નિમિત્ત પણ કહેલ નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સમ્યગ્દર્શન કેમ થાય ? એની વાત છે. આત્મામાં સમ્યગ્દર્શનરૂપી નિર્વિકલ્પ વીતરાગભાવ કેમ પ્રગટ થાય તે કહે છે. (એક સમયમાં હું આત્મા જ્ઞાયક છું એને લક્ષમાં લીધો એટલે રાગ, નિમિત્ત હું નહિ. એવું ભાન થયું તે સમ્યગ્દર્શન ધર્મ છે. વિવેકપૂર્વક પરીક્ષા કરીને વિચાર કરવો તે પોતાનું કામ છે. આત્મા જ્ઞાયકસ્વરૂપ છે. રાગવિકાર છે. નિમિત્ત પર છે-એમ ભેદજ્ઞાન કરવું જોઈએ. યુક્તિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરવો તે આત્મજ્ઞાનનું કારણ છે. ધર્મ તો આત્માના આશ્રયે થાય છે માટે પ્રથમ તત્ત્વજ્ઞાન કરવું તે કાર્યકારી છે.) અને પહેલાં આવું તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે. વળી પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામઠામ નિરૂપણ કર્યું છે કે તત્ત્વજ્ઞાન વિના વ્રતાદિ કાર્યકારી નથી. અહીં કોઈ એમ જાણે કે-તે અંતરંગ ભાવ વિના બાહ્યથી તો અણુવ્રત, મહાવ્રતાદિ સાધે છે? પણ જ્યાં અંતરંગ પરિણામ નથી અથવા સ્વર્ગાદિની વાચ્છાથી સાધે છે, એવી સાધના કરતાં તો પાપબંધ થાય; પણ દ્રવ્યલિંગી તો અંતિમ ત્રૈવેયક સુધી જાય છે. કપટરહિત મંદકષાયરૂપ પરિણામ હોય તો જ ત્રૈવેયક સુધી જાય. અનંતવાર કપટથી પાળ્યું છે માટે મોક્ષ થયો નથી. એમ નથી. ભગવાને કહ્યા પ્રમાણે વ્રતાદિ પાળે છે તેથી જ ત્રૈવેયક સુધી જાય છે. કપટથી કરે તો તો પાપબંધ થાય તે મહા મંદકષાયી હોય છે. તે મંદકષાય પણ મોક્ષનું કારણ ન થયું તો પછી અત્યારનો મંદકષાય સાધન થાય એમ બને નહિ. માટે વ્યવહાર સાધન નથી. દ્રવ્યલિંગીમુનિ આલોકપરલોકના ભોગાદિની ઇચ્છારહિત હોય છે. તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે છે. એટલા માટે દ્રવ્યલિંગીમાં સ્થૂલ અન્યથાપણું તો નથી પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૧૩ દ્રવ્યલિંગીનું મિથ્યાપણું સમ્યગ્દષ્ટિ જાણી શકે છે દ્રવ્યલિંગીનું મિથ્યાપણું સમ્યગ્દષ્ટિને ભાસે છે. તેને સૂક્ષ્મ મિથ્યાત્વ હોય છે એની પણ ખબર પડે છે. સામો જીવ મિથ્યાદષ્ટિ છે કે સમ્યગ્દષ્ટિ છે એની ખબર ન પડે–એમ નથી. દ્રવ્યલિંગીને સ્થૂલ અન્યથાપણું નથી, સૂક્ષ્મ છે. તેને સમ્યગ્દષ્ટિ જાણી લે છે. આત્મા અંતર્મુખ થઈને સાધન કરે તો સાધ્ય એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એની મિથ્યાદષ્ટિને ખબર નથી. તત્ત્વજ્ઞાનીને તેની પ્રરૂપણા ઉ૫૨થી ખબર પડી જાય. આગમ પ્રમાણે બહારમાં આચરણ હોય, વ્યવહાર બરાબર પાળે, સ્થૂલ પ્રરૂપણામાં પણ અન્યથાપણું ન હોય, છતાં અંતરંગમાં સૂક્ષ્મ મિથ્યાત્વ છે. તેને જ્ઞાની જાણે છે; પણ બહારમાં કહે નહિ, કેમ કે સંઘમાં વિરોધ થાય. લોકો બહા૨થી પરીક્ષા કરે છે એટલે સ્થૂલ મિથ્યાત્વ હોય તો બહારમાં કહે પણ સૂક્ષ્મ મિથ્યાત્વ લોકો પકડી શકે નહિ એટલે બહારમાં જ્ઞાની કહે નહિ. લોકો પકડી શકે નહિ એટલે વિરોધ થાય. સ્થૂલ પ્રરૂપણા કરે કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય, નિમિત્તના કારણે ઉપાદાનમાં કામ થાય તો જ્ઞાની કહે કે આ મિથ્યાદષ્ટિ છે. પણ બહારમાં વ્યવહાર ચોખ્ખો હોય અને મિથ્યાદષ્ટિ હોય તો જ્ઞાની પોતે જાણે પણ બહારમાં કહે નહિ. અજ્ઞાની મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગ ધારણ કરે, મંદ કષાય કરે, પણ ઉંડાણમાં અંતરંગમાં વ્યવહારનો પક્ષ એને છૂટતો નથી. હવે એવા દ્રવ્યલિંગી ધર્મસાધન કરે છે તે કેવા છે? તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે તે કહે છે. દ્રવ્યલિંગીને નિશ્ચયનો પક્ષ એક ક્ષણમાત્ર કદી આવ્યો નથી. અને વ્યવહા૨નો પક્ષ કદી છૂટયો નથી. જુઓ, આ સમજવા જેવું છે. લોકો સમજતા નથી અને કહે છે કે વ્યવહાર નહિ કરો તો ધર્મનો લોપ થઈ જશે, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. અશુભ પરિણામ ન હોય ત્યારે દયા, દાન, ભક્તિ, જાત્રા આદિનો શુભભાવ હોય છે, પણ તે સમ્યગ્દર્શનનું કારણ નથી. જ્યારે જ્ઞાયક આત્માની રુચિ-દષ્ટિ થશે ત્યારે સમ્યગ્દર્શન થશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com – જાતિસ્મરણજ્ઞાન જાતિસ્મરણ જ્ઞાનની એવી તાકાત છે કે-પૂર્વે આ જીવ સાથે અમારે સંબંધ હતો–એમ જાણી લે. પૂર્વનું શરીર વર્તમાનમાં નથી, તેમ જ આત્માને પણ સાક્ષાત્ જાણતો નથી, છતાં વર્તમાન જાતિસ્મરણ જ્ઞાનની એવી જ તાકાત Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૨૧૪ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે કે જાણી લે છે કે આ આત્માની સાથે મારે પૂર્વે સંબંધ હતો. આ નિર્ણય કયાંથી થયો ? જ્ઞાનની તાકાત એવી છે. ઋષભદેવ ભગવાનને અને શ્રેયાંસકુમારને પૂર્વે આઠમા ભવમાં સંબંધ હતો. તે વર્તમાન જ્ઞાનમાં જાતિસ્મરણથી નિર્ણય આવ્યો. જ્ઞાનની પર્યાયમાં આત્મા દેખાતો નથી, અને પૂર્વનું શરીર પણ વર્તમાનમાં નથી. કોઈ મિથ્યાદષ્ટિને પણ જાતિસ્મરણજ્ઞાન હોય છે. તે પણ જાણી લે છે-કે ત્રીજા ભવમાં આ જીવ સાથે સંબંધ હતો.-એવી જ્ઞાનની સ્વતંત્ર-નિરાલંબન તાકાત છે. તો પછી સમ્યગ્દષ્ટિ, સામો આત્મા સમ્યગ્દષ્ટિ છે એમ જાણી લે, તેમાં શી નવાઈ ? એવું જ્ઞાનનું સહજ સામર્થ્ય છે. જે કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહિ, સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિની ખબર પડે નહિ, ભવ્ય-અભવ્યની ખબર પડે નહિ, તો તેને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. જ્ઞાન સ્વ-૫૨પ્રકાશક છે. તે આત્માને અને પરને ન જાણે –એમ બને નહિ. પોતાના જ્ઞાનના સામર્થ્યનો ભરોસો એને નથી. લબ્ધિના અધિકારમાં વાત લીધી છે. એમાં કહેલ છે કે ચૌદપૂર્વનું જ્ઞાન જેને છે એવા જ્ઞાની જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યગ્દષ્ટિ કાઢે, એટલું સામર્થ્ય છે. તેથી જ્ઞાનીને દ્રવ્યલિંગીનું અન્યથાપણું ભાસે છે. હવે દ્રવ્યલિંગીને ધર્મસાધન કેવાં છે તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે તે કહે છે. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯) દ્રવ્યલિંગીના ધર્મસાધનમાં અન્યથાપણું પ્રથમ તો તે સંસારમાં નરકાદિકનાં દુ:ખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મમરણાદિનાં દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઈચ્છે છે. હવે એ દુઃખ તો બધાય જાણે છે. પણ ઇન્દ્ર, અહમિંદ્રાદિ વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે, તેને પણ દુ:ખ જાણી, નિરાકુળ સુખ અવસ્થાને ઓળખી, જે મોક્ષ જાણે છે તે સમ્યગ્દષ્ટિ જાણવો. જન્મ-મરણનું દુઃખ નથી, સંયોગનું દુઃખ નથી પણ દુઃખ તો આકુળતાથી છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગ ઉપર છે. પ્રતિકૂળ ક્ષેત્રનો સંયોગ દુઃખ નથી, માટે જન્મ-મરણનું દુ:ખ માનવું તે મિથ્યાત્વ છે. એને આત્મામાં આકુળતા તે દુ:ખ અને નિરાકુળતા તે સુખ છે, એની ખબર નથી. આત્મા જન્મતો નથી અને મરતો નથી. પર્યાયમાં સુખ-દુઃખ થાય છે. સ્વર્ગના સુખની ઇચ્છાથી અને નરકાદિના સંયોગોને દુઃખ જાણીને સાધન કરે તો તે સ્કૂલ મિથ્યાષ્ટિ છે. એ રીતે ઉદાસ થાય છે; પરંતુ સ્વર્ગમાં પણ ઇદ્રિયજનિત વિષયભોગ છે તે પણ દુઃખરૂપ છે. એમ જાણવું જોઈએ. પોતાની પર્યાયમાં તીર્થંકરનામકર્મ જે ભાવ વડે બંધાય તેવો ભાવ પણ આકુળતા છે. પંચમહાવ્રતના પરિણામ આકુળતા છે. આત્મામાં સુખ છે એમ જાણી, નિરાકુળતાના પરિણામ થાય તે મોક્ષનું કારણ છે. એમ માને તે સમ્યગ્દષ્ટિ છે. સોળકારણભાવના ભાવીએ તો તીર્થંકરપ્રકૃતિ બંધાશે એમ નથી. જે જીવની પર્યાયોની યોગ્યતા જ એ પ્રકારની હોય છે તેને જ પ્રકારની સહજ ભાવના હોય છે, બીજાને હોતી નથી. સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિયજનિત સુખને આકુળતારૂપ દુઃખ જાણે છે. શુભ અને અશુભ લાગણીનું પોતામાં ઉત્થાન થયું તે જ આકુળતા અને દુ:ખ છે. તે સુખ-દુઃખના તાત્ત્વિક સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી; તેથી તે બહાર સંયોગમાં સુખ-દુઃખ માની, બાહ્યથી ઉદાસીન થાય છે-તે મિથ્યાદષ્ટિ છે એમ જાણવું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૪ શુક્રવાર, તા. ૩-૪-૫૩ પરદ્રવ્યને ઈષ્ટ-અનિષ્ટ જાણી ગ્રહણ-ત્યાગ કરવો તે બુદ્ધિ મિથ્યા છે વળી વિષયસુખાદિનું ફળ નરકાદિક છે એમ જાણીને પરદ્રવ્યને બૂરુ માને છે; પણ આત્મામાં વિષયકષાયના પરિણામ થાય છે તે દુઃખ છે તેને જાણતો નથી. વળી નરકમાં દુઃખ છે એમ માને છે પણ નરકક્ષેત્રમાં દુઃખ નથી, કેમ કે કેવળ મુદ્દઘાત વખતે કેવળી ભગવાનના આત્માના પ્રદેશ સાતમી નરકના ક્ષેત્રમાં પણ જાય છે, છતાં તે વખતે અનંત ચતુષ્ટયના કારણે તેમને અનંત સુખ હોય છે. માટે ક્ષેત્રનું દુ:ખ આત્માને નથી. અજ્ઞાની પરદ્રવ્યને ખરાબ જાણીને દ્વેષ કરે છે. શરીર અશુચિય અને વિનાશિક છે. એમ શરીરનો દોષ કાઢે છે. શરીર તો જ્ઞાનનું ય છે, તે દુઃખનું કારણ નથી. જ્ઞાની અશુચિભાવના ભાવે છે તે શરીરનો જ્ઞાતા રહીને ભાવે છે. મિથ્યાદષ્ટિ શરીરને અનિષ્ટ જાણી દ્રષબુદ્ધિ કરે છે, એટલો ફેર છે. અજ્ઞાની માને છે કે શરીરમાંથી કસ કાઢી લેવો. શરીરને પોષવું જોઈએ નહિ, શરીરને ઝીર્ણ કરીને, સંથારો કરીને ફેંકી દેવું જોઈએ, એને શરીર ઉપર દ્વષબુદ્ધિ છે. કુટુંબાદિ સ્વાર્થના સગાં છે એમ માની પરદ્રવ્યનો દોષ કાઢે છે અને એનો ત્યાગ કરે છે; પણ આત્મામાં રાગદ્વેષ થાય છે એનો ત્યાગ કરતો નથી. કંચન, કામિની કુટુંબને છોડો તો ધર્મનો લાભ થશે એમ તે માને છે. વળી વ્રતાદિનું ફળ સ્વર્ગમોક્ષ છે, અત્યારે વ્રત પાળો તો સ્વર્ગમાં જશો અને ત્યાંથી ભગવાન પાસે જવાશે એટલે ત્યાં ધર્મ પામશું-એ બધી મિથ્યાબુદ્ધિ છે. તપશ્ચરણાદિ પવિત્ર ફળના આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે. એમ માને છે. (વળી દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે ઈત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. પણ સ્વ આત્મદ્રવ્ય હિતકારી છે એની તેને ખબર નથી. પદ્રવ્ય હિતકારી કે અહિતકારી છે જ નહિ. શુદ્ધ ઉપાદાન શક્તિ અંતરમાં પડી છે તેનો આશ્રય કરવો તે હિતકારી છે. આત્માની પર્યાયમાં શુભરાગ થાય છે ત્યારે નિમિત્તનો દેવ-ગુરુ-શાસ્ત્રનો આદર આવ્યા વિના રહેતો નથી, પણ તે પોતાની કમજોરીથી આવ્યો છે, પરદ્રવ્યના કારણે રાગ આવ્યો નથી. ભગવાનને દેખીને પ્રમોદ ભાવ આવે છે તે ભગવાનના કારણે આવ્યો નથી. એને દેખીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૧૭ રાગ આવતો હોય તો જે દેખે તે બધાને આવવો જોઈએ, પણ એમ બનતું નથી, માટે પરદ્રવ્યને હિતકારી જાણી રાગ કરે છે તે મિથ્યાદષ્ટિ છે. પરદ્રવ્યના ગુણ ને દોષ વિચારીને અજ્ઞાની રાગદ્વપ કરે છે તેથી તેનું બધું આચરણ ખોટું છે.) અહીં વર્તમાનમાં ભાવલિંગી મુનિ દેખાતા નથી. તો કદાચ કોઈ દેવ મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ મુનિને લાવીને અહીં મૂકે અને અહીં તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તો એમને દેખીને જ્ઞાનીને પ્રમોદ આવ્યા વિના રહે નહિ; પણ તે પ્રમોદભાવ તે મુનિ-કેવળીને દેખવાથી કે કેવળીના કારણે થયો નથી. પરદ્રવ્યને ઈષ્ટ જાણીને તે શુભભાવ થયો નથી. વળી તો જ્ઞાનનું જ્ઞય છે, તે હિતકારી છે એમ જ્ઞાની માનતો નથી. વળી કોઈ અનિષ્ટ શબ્દો કહું તો કદાચ જ્ઞાનીને ખેદ થાય છે, પણ તે ખેદ શબ્દોના કારણે થયો નથી. અજ્ઞાની પરદ્રવ્યને બૂરું જાણે છે અને તેને છોડવા માગે છે. ખરેખર તો ગાળ અનિષ્ટ નથી. અને ભગવાન ઈષ્ટ નથી. એ વાતની અજ્ઞાનીને ખબર નથી. આ રીતે અનેક પ્રકારથી અજ્ઞાની કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. (શરીરમાં રોગ આવે માટે આર્તધ્યાન થાય-એમ નથી. શરીર મજબૂત હોય તો ધર્મ થાય-એમ પણ નથી. શરીર ધર્મનું સાધન નથી. આત્મામાં શુભભાવ થાય છે તે પણ ધર્મનું સાધન નથી તો પછી શરીર સાધન થાય એમ કદી બનતું નથી.) શ્રી પ્રવચનસારમાં આવે છે કે-મુનિઓએ શરીરને છોડવું નહિ, અકાળે શરીર છોડવાથી અસંયમી થવાય છે. એનો અર્થ આત્મા શરીર છોડી શકે છે એમ નથી. પણ ત્યાં રાગ અને વીતરાગભાવનો વિવેક કરાવવા નિમિત્તથી કથન કરે છે. પરદ્રવ્ય કોઈ ભલાં-બૂરાં છે જ નહિ, છતાં માનવાં તે મિથ્થાબુદ્ધિ છે પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરા જાણી ત્યાગ કરે છે. ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતો નથી પણ પોતાના રાગભાવને બૂરો જાણે છે. પોતે સરાગભાવને છોડે છે તેથી તેના કારણનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં-બૂરાં છે જ નહિ. પરદ્રવ્ય આત્માનું એકરૂપ ય છે. એકરૂપમાં અનેકરૂપ કલ્પના કરીને એક દ્રવ્યને ઈષ્ટ અને બીજા દ્રવ્યને અનિષ્ટ માનવું તે મિથ્યાબુદ્ધિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮]. | [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નિમિત્તના કારણે ભાવ બગડતો નથી પ્રશ્ન- પરદ્રવ્ય નિમિત્તમાત્ર તો છે? ઉત્તર:- પરદ્રવ્ય બળાત્કારથી તો કયાંય બગાડતું નથી પણ પોતાના ભાવ બગાડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. પરદ્રવ્યથી પરિણામ બગડે તો દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર રહેતી નથી. પોતે પરિણામ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. વળી નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. નિમિત્તના કારણે ભાવ બગડતો નથી. શ્રી સમયસારમાં આવે છે કેઅરતિભાવે દારૂ પીએ તો ગાંડાઈ થતી નથી, પણ આત્મા પોતે ભાવ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. અહીં ત્રણ વાત કરી છે કે(૧) પરદ્રવ્ય બળાત્કારથી ભાવ બગાડતું નથી. (૨) પોતે ભાવ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. (૩) નિમિત્ત વિના પણ આત્માના ભાવ બગડે છે માટે નિયમરૂપ નિમિત્ત પણ નથી. પંડિતજીએ પોતાના ઘરની વાત કરી નથી. પહેલાં કહેલ છે કે મોતી તો છે; એને જેમ માળામાં ગોઠવે એમ અમે શાસ્ત્રમાં કહેલ વાત ગોઠવીએ છીએ. અમારા ઘરની વાત કરતા નથી. નિમિત્ત વિના પણ ભાવ થાય છે. જુઓ, કોઈ તીર્થકરનો જીવ ત્રીજી નરકમાંથી નીકળે છે ત્યારે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ છે અને મનુષ્યમાં તેમને ક્ષાયિક સમ્યકત્વ થાય છે, ત્યારે કોઈ નિમિત્ત હોતું નથી. નિમિત્ત વિના ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. વળી કોઈ જીવ પોતે શ્રુતકેવળી હોય છે તો તેને પોતાના કારણે ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. કોઈ કેવળી કે શ્રુતકેવળી નિમિત્ત હોતું પણ નથી. માટે નિમિત્ત વિના પણ ભાવ સુધરે કે બગડે છે. માટે નિયમરૂપ નિમિત્ત પણ નથી. પરદ્રવ્યનો ગુણ-દોષ દેખવો તે મિથ્યા ભાવ છે. રાગદ્વેષ બૂરા છે. કોઈ પદ્રવ્ય બૂરું નથી–એવી મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગીને સમજણ નથી. સાચી ઉદાસીનતા દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ તો પરદ્રવ્યના દોષ જોઈને તેના ઉપર દ્વેષરૂપ ઉદાસીનતા કરે છે એને સાચી ઉદાસીનતા થતી નથી. પરદ્રવ્યો દોષનું કારણ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૧૯ પૂજા ભણે છે એમાં પણ આવે છે કે – “ર્મ વિવારે વૌન મૂન મેરી વિવાર્ફ' | છતાં એનો વિચાર પણ કરતા નથી. અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે. એક પદાર્થની પર્યાયમાં બીજી પદાર્થની પર્યાય અકિંચિત્કર છે. તેની એને ખબર નથી. તેથી પરદ્રવ્યની પર્યાયને બૂરી જાણી દ્વષપૂર્વક ઉદાસીનભાવ કરે છે. પણ પરદ્રવ્યના ગુણ-દોષ ન ભાસે એ જ ખરી ઉદાસીનતા છે એટલે કે પરદ્રવ્ય ગુણનું કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને. પોતાને પોતારૂપ જાણે અને પરને પરરૂપ જાણે તે જ સાચી ઉદાસીનતા છે. વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૫ શનિવાર, તા. ૪-૪-૫૩ પર ચીજ પરિણામ બગાડવામાં સમર્થ નથી આત્માને કોઈ પરચીજ પરિણામ બગાડવામાં સમર્થ નથી. ભગવાનના કારણે ગુણ થતો નથી. આધાકર્મી આહાર આવ્યો માટે પરિણામ બગડયા-એમ નથી. આત્મા પોતે પરિણામ બગાડે તો તેને નિમિત્ત કહેવાય અને પોતે પરિણામ સુધારે તો ભગવાનને નિમિત્ત કહેવાય. દુશ્મન આવ્યો માટે વૈષ થયો-એમ નથી. શરીરમાં તાવ આવ્યો માટે દુઃખ થયું એમ નથી. એના કારણે આર્તધ્યાન થયું -એમ માનવું તે મિથ્યાત્વ છે. શરીરમાં નીરોગતા હોય તો ધ્યાન કરી શકું, ગિરિગુફામાં ધ્યાન સારું થાય એ માન્યતા જૂઠ છે. એણે પરપદાર્થને ભલો બૂરો માન્યો. આત્માનો અનુભવ કરવો તે ગિરિગુફા છે. પરક્ષેત્ર આત્માને ગુણકર નથી, પદ્રવ્યને કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે મૂઢતા છે. અંતર આત્મામાં ડૂબી જવું તે ધ્યાન છે. બહારના કારણે ધ્યાન અને શાંતિ નથી. સોનગઢ ક્ષેત્રના વાતાવરણથી આત્મામાં શાંતિ થાય છે તે વાત પણ ખોટી છે. જ્ઞાની તો તેને જાણે છે પણ એનાથી લાભ-નુકશાન માનતો નથી. પર સાથે મારે કોઈપણ પ્રયોજન નથી. હું તો જ્ઞાયક છું અને પરપદાર્થ તો જ્ઞય છે એમ તે માને છે. નિર્દોષ આહારપાણી મળવાં કે ન મળવાં તે બધું જ્ઞાતાનું જ્ઞય છે. એમ જ્ઞાની સાક્ષીભૂત રહે છે. પરથી આત્માના પ્રયોજનની સિદ્ધિ નથી. પ્રયોજન તો આત્માથી સિદ્ધ થાય છે. એવી ઉદાસીનતા અજ્ઞાનીને લેતી નથી. જ્ઞાનીને જ હોય છે. માત્ર ઉદાસીન આશ્રમમાં બારથી બેસી જવું તે કંઈ સાચી ઉદાસીનતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નથી, ત્રણલોકના નાથ ભગવાન પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે અને કુદેવાદિ હોય તો તે પણ મારું જ્ઞેય છે. ૫૨ સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ નથીએમ જ્ઞાની જાણે છે. વળી દ્રવ્યલિંગી ઉદાસીન થઈ શાસ્ત્રમાં કહેલા અણુવ્રત મહાવ્રતરૂપ વ્યવહાર ચારિત્રને અંગીકાર કરે છે. એકદેશ અથવા સર્વદેશ હિંસાદિ પાપોને છોડે છે અને તેની જગ્યાએ અહિંસાદિ પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. હું ૫૨ની હિંસા કરી શકું છું કે પરની દયા પાળી શકું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે. બચાવવાનો ભાવ થયો માટે જીવ બચી ગયો. એમ નથી. આત્માની ઈચ્છાના કારણે પોતાના શરીરની ક્રિયા થતી નથી તો પછી તેના કા૨ણે ૫૨જીવ બચી જાય એમ ત્રણકાળમાં બનતું નથી. શરીરમાં શરીરના કારણે ક્રમબદ્ધ ક્રિયા થાય છે અને જીવ બચવાની ક્રિયા પણ ક્રમબદ્ધ એના કાળે એના કારણે થવાની હતી તે થઈ છે. પરંતુ મારા કારણે એ ક્રિયા થઈ એમ માની અજ્ઞાની અહંબુદ્ધિ કરે છે. તે મિથ્યા માન્યતા છે. મુનિના શ૨ી૨ના નિમિત્તે કદાચ પગ નીચે કોઈ જીવ મરી જાય પણ મુનિને પ્રમાદ નથી એટલે દોષ લાગતો નથી. શરીરના નિમિત્તે પર જીવ બચે કે મરે એ આત્માના અધિકારની વાત નથી. મોરપીંછી મેં ઊંચી કરી અને એ ક્રિયાથી જીવ બચ્યો એ માન્યતા વિષ્ણુને જગતનો કર્તા માનનારના જેવી છે. મિથ્યાદષ્ટિને ખબર નથી કે હાથના કારણે મોરપીંછી ઊંચી થતી નથી; અને પીંછી ઊંચી થઈ માટે જીવ બચ્યો છે–એમ પણ નથી; હાથની ક્રિયા તથા પીંછીની ક્રિયા પોતે પોતાનાં કારણે થઈ છે છતાં અજ્ઞાની જડની અવસ્થાનું અભિમાન કરે છે. શ્રી સમયસારમાં પણ એ જ કહ્યું છે કેઃ ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः । सामान्यजनवतेषां न मोक्षाऽपि मुमुक्षुताम्।। १९९।। અર્થ:- જે જીવ મિથ્યા અંધકારથી વ્યાસ બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો કર્તા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં, જેમ અન્યમતી સામાન્ય મનુષ્યનો મોક્ષ થતો નથી તેમ તેનો પણ મોક્ષ થતો નથી, કારણ કે કર્તાપણાની અપેક્ષાએ બન્ને સ૨ખા છે. જગતમાં જે પદાર્થ છે એનો કર્તા કોઈ નથી, અને જે પદાર્થ નથી એનો કર્તા પણ નથી. જે પદાર્થ છે એની પર્યાય નવી થાય છે એનો કર્તા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકારસાતમો] [ ૨૨૧ બીજો કોઈ પણ પદાર્થ નથી. બીજો પદાર્થ એનો કર્તા હોય તો તે પદાર્થની અતિ રહેતી નથી. માટે જે કોઈ શરીરાદિ પર દ્રવ્યનો કર્તા થાય છે તે જગત્કર્તા ઈશ્વરની માન્યતાવાળા જેવો થયો. મુનિ કે શ્રાવક નામ ધરાવીને માને કે મારી ઈચ્છાથી હાથ ચાલ્યો તો અન્યમતીની જેમ તેનો પણ મોક્ષ થતો નથી. કોઈ પરદ્રવ્યની પર્યાયનો હું કર્તા નથી. એના કારણે સ્વતંત્રપણે ક્રમબદ્ધ સર્વ પદાર્થની ક્રિયા થાય છે એમ માને તો સમ્યફ નિયતવાદ થાય અને આત્મામાં સમ્યગ્દર્શન થાય. એ સાર છે, પણ અજ્ઞાની બાહ્ય ક્રિયામાં મગ્ન છે, તે પરમાં અહંબુદ્ધિ કરે છે. પોતે શ્રાવકધર્મ અથવા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મન-વચન-કાયાની પ્રવૃત્તિ રાખે છે. જેમ તે ક્રિયામાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ તો સરાગ છે અને ચારિત્ર તો વીતરાગ ભાવરૂપ છે. માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો તે મિથ્થાબુદ્ધિ છે. મહાવ્રતાદિ પ્રશસ્તરાગ ચારિત્ર નથી પણ ચારિત્રમાં દોષ છે પ્રશ્ન- ત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે તે કેવી રીતે છે? ઉત્તર:- જેમ ચાવલ બે પ્રકારે છે. એક તો ફોતરાં સહિત અને બીજા ફોતરાં રહિત છે. હવે ત્યાં એમ જાણવું કે ફોતરા છે તે ચાવલનું સ્વરૂપ નથી. પણ ચાવલમાં દોષ છે. હવે કોઈ ડાહ્યો માણસ ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈને કોઈ ભોળો મનુષ્ય ફોતરાને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય તેમ ચારિત્ર બે પ્રકારથી છે. એક તો સરાગ છે તથા એક વીતરાગ છે. ત્યાં એમ સમજવું કે રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રમાં દોષ છે. પંચમહાવ્રત ચારિત્ર નથી. બહારથી નગ્ન દશા તે ચારિત્ર નથી. અજ્ઞાની લંગોટી છોડીને છઠું ગુણસ્થાન થયું માને છે. પણ એમ નથી. આત્માનું ચારિત્ર પરમાં તો હોય નહિ પણ નગ્નદશાનો વિકલ્પ પણ ચારિત્ર નથી, તે તો ચારિત્રમાં દોષ છે. હવે કોઈ જ્ઞાની પ્રશસ્તરાગરહિત ચારિત્ર ધારે છે. તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્તરાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. દેખાદેખીથી વ્રત લઈ લે તો તે કાંઈ ચારિત્ર નથી. જ્ઞાની તો જેટલો વીતરાગભાવ થયો છે એને જ ચારિત્ર માને છે. અજ્ઞાની વ્રતને ચારિત્ર માને છે પણ તે ખરેખર ચારિત્ર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ ] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૬ રવિવાર. તા. ૫-૪-૫૩ (પૃ. ૨૫૦) કેટલાક જીવો તત્ત્વજ્ઞાન વિના બહારથી આચરણ કરે છે પણ તે આચરણ બધું ખોટું છે, એને કાંઈ લાભ નથી. જ્ઞાનીને મંદકષાયરૂપ આચરણ હોય છે, મુનિને મહાવ્રતાદિ હોય છે એને દેખીને અજ્ઞાની મંદકષાયરૂપ આચરણમાં જ ધર્મ માનીને તેના જેવું આચરણ કરે છે પણ તે મિથ્યા છે, તેનાથી તેને શાંતિ મળતી નથી. હવે પ્રશ્ન કરે છે કેઃ- પાપક્રિયા કરતાં તો તીવ્રકષાય થાય છે અને શુભક્રિયામાં મંદકષાય થાય છે, માટે જેટલો રાગ ઘટયો એટલું તો ચારિત્ર કહો! અને એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે. - તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રતાદિને સરાગચારિત્ર કહેવાય છે સમાધાન - જો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહે છો એમ જ છે, પણ તત્ત્વજ્ઞાન તો થયું નથી; પરની દયા પાળી શકતો નથી, પરથી હું ભિન્ન છું, રાગ મારો સ્વભાવ નથી એની તો ખબર નથી, તેને ચારિત્ર હોતું નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એની ખબર નથી એવા જીવને તત્ત્વજ્ઞાન નથી તેથી પંચમહાવ્રતાદિ મંદકપાયરૂપ આચરણ છે તે ચારિત્ર નથી. સાત તત્ત્વનું ભાવભાસન થવું તે સમ્યગ્દર્શન છે. રાગ રહિત નિર્વિકલ્પ સાત તત્ત્વના ભાવનું ભાન થવું જોઈએ. મંદકષાયરૂપ શુભ ભાવ છે તે ઝેર છે કેમ કે આત્માના અમૃતમય સ્વાદને તે લૂંટનાર છે. આત્મા સહજાનંદ સ્વરૂપ છે. આનંદથી વિપરીત અવસ્થા ઝેરરૂપ છે એવું ભાન જેને વર્તે છે તેવા જીવને અણુવ્રત-મહાવ્રતાદિનો શુભ ભાવ હોય તેને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. સ્વભાવના આશ્રયે રાગ ઘટયો છે એટલું તો ચારિત્ર છે અને જે રાગ રહ્યો છે તે દોષ છે એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાની સાત તત્ત્વના સ્વરૂપને જાણતો નથી, માત્ર સાત તત્ત્વની ધારણા કરે છે, તે પોપટની જેમ મુખપાઠી છે. પોપટ રામ બોલે પણ રામ કોણ છે એની એને ખબર નથી. આત્મામાં રમણ કરે તે રામ છે. જ્ઞાનીને સાત તત્ત્વનું ભાવભાસન છે. સાતે તત્ત્વ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. જ્ઞાનના બળથી સાત તત્ત્વનો નિર્ણય કર્યો છે. તે સમ્યગ્દર્શન છે. તત્ત્વજ્ઞાન વિના આચરણ કરે છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૨૨૩ તેને મંદકષાયથી લાભ થાય છે એ વાસના છૂટતી નથી. રાગભાવ કરવાનો અભિપ્રાય અજ્ઞાનીને મટતો નથી. વ્યવહારમાં લાગ્યા રહો તો નિશ્ચય પ્રગટ થઈ જશે એવી અંતરમાં વાસના રહે છે. તે વાત હવે કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિગ્રંથ થાય છે. હજારો રાણી છોડીને ત્યાગી થાય છે. અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે પોતાને માટે આહાર પાણી બનાવેલાં હોય તો લે નહિ; ઉગ્ર તપશ્ચર્યા કરે છે. અત્યારે તો આહારપાણી એને માટે બને છે અને લે છે, એને તો દ્રવ્યલિંગના પણ ઠેકાણાં નથી. જુઓ, અહીં કોઈ વ્યક્તિની વાત નથી, શાસ્ત્ર કહે છે એવો વ્યવહાર પણ હોય નહિ અને અમે વ્યવહાર પાળીએ છીએ-એમ માને છે, તે તો સ્થૂલ મિથ્યાદષ્ટિ છે. અહીં તો અઠ્ઠાવીસ મૂળગુણ બરાબર પાળે છે તેની વાત છે; પણ તે મંદકષાયથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી ઊંડી વાસના તેને હોય છે. એ અભિપ્રાય એને છૂટતો નથી. તેથી તે મિથ્યાદષ્ટિ છે. તત્ત્વજ્ઞાન વિના દ્રવ્યલિંગી કષાયનું પોષણ કરે છે જૈનમાર્ગમાં પ્રતિજ્ઞા ન લે એનો દંડ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવી એ તો મહાપાપ છે. છ છ મહિનાના ઉપવાસ દ્રવ્યલિંગી કરે છે, સુધાદિ બાવીસ પરિષહુ સહન કરે છે, શરીરના બંડખંડ ટુકડા કરે પણ કષાય કરે નહિ, પણ કષાયની મંદતા એ શાંતિનું કારણ છે એવી વાસના તેને છૂટતી નથી. પરિષહુ વખતે માને છે કે મને પાપનો ઉદય છે તેથી આ પ્રતિકૂળ સંયોગો મળ્યા છે-એમ કોમળતા કરે છે, પણ એ કોમળતામાં જ ધર્મ માને છે. વ્રતભંગના અનેક કારણો મળે પણ દઢ રહે છે. બીજા દેવલોકની ઇન્દ્રાણી ચળાવવા આવે તોપણ બ્રહ્મચર્યમાંથી ચળે નહિ; કોઈથી ક્રોધ કરે નહિ. મારા કર્મના ઉદયે આ થયું છે એમ માની ક્રોધ કરે નહિ. મંદકષાયનું અભિમાન કરે નહિ, કપટથી સાધન કરે નહિ તથા એ સાધનો વડે આલોક-પરલોકના વિષયસુખને તે ઈચ્છતો પણ નથી. એવી દ્રવ્યલિંગી દશા હોય છે. જો એવી દશા થઈ ન હોય તો નવમી રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? છતાં તેને શાસ્ત્રમાં મિથ્યાષ્ટિ-અસંયમી જ કહ્યો છે, કેમ કે એને તત્ત્વનું સાચું શ્રદ્ધાન જ નથી. તત્ત્વજ્ઞાનપૂર્વક જે શ્રદ્ધાન થવું જોઈએ તે એને નથી. સાત તત્ત્વને ભિન્ન ભિન્ન ન જાણતાં એકનો અંશ બીજામાં મેળવે છે. પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્ત્વોને શ્રદ્ધાન-જ્ઞાન થયું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૨૨૫ છે અને એ જ અભિપ્રાયથી તે સર્વ સાધન કરે છે. હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો તેને કષાયો અભિપ્રાય આવે છે. જ્ઞાનીને પરદ્રવ્યની ક્રિયા કરવાની વાત તો છે જ નહિ પણ પોતાની પર્યાયમાં અશુભનો શુભ કરવાનો પણ તેને અભિપ્રાય નથી. આત્મા જ્ઞાતાપણે રહે તે જ અભિપ્રાય છે. એવા નિર્ણય વિના જે કાંઈ સાધન દ્રવ્યલિંગી કરે છે તેમાં એકલું કષાયનું જ પોષણ છે. દ્રવ્યલિંગી મુનિની બાહ્યક્રિયા એવી હોય છે કે જગતને તો એમ લાગે કે આ તો તારણહાર છે. હિન્દુસ્તાન એ રીતે ત્યાગના નામથી ઠગાણો છે, પણ તત્ત્વજ્ઞાન શું ચીજ છે એની ખબર નથી. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, એટલે ઠેકાણે ઠેકાણે તત્ત્વનું જ્ઞાન દ્રવ્યલિંગીને નથી-એમ કહ્યું છે. સર્વજ્ઞના માર્ગની સાથે કોઈપણ ધર્મનો સમન્વય હોય શકે જ નહિ, જૈન એટલે સ્વતંત્ર વસ્તુસ્વભાવ કહેનાર દ્રવ્યલિંગી પાપના કારણને હેય જાણી છોડે છે; પરંતુ પુણના કારણ પ્રશસ્તરાગને ઉપાદેય માને છે; તથા તેને વધવાનો ઉપાય પણ કરે છે. હવે પ્રશસ્તરાગ પણ કપાય જ છે. જેણે કપાયને ઉપાદેય માન્યો તેને કપાય કરવાનું જ શ્રદ્ધાન થયું. શુભરાગ વધારવામાં જ તે રોકાય છે, અહીં તો જેનો વ્યવહાર સાચો છે છતાં એનાથી ધર્મ માને છે તે સૂક્ષ્મ મિથ્યાદષ્ટિની વાત કરી છે.) જે જીવો અન્યમતીની સાથે જૈનમતને મેળવે છે એ તો જૈનધર્મને વ્યવહાર પણ માનતા નથી. રેશમી કપડાં સાથે ટાટને મેળવે એવું એ છે, અને દેખતાની સાથે આંધળો હોડ કરે એના જેવી વાત છે. સર્વજ્ઞના માર્ગની સાથે કોઈ પણ ધર્મનો સમન્વય છે જ નહિ, જૈન તો સ્વતંત્ર વસ્તુસ્વભાવ કહેનાર છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ.” દ્રવ્યલિંગીનો અભિપ્રાય અપ્રશસ્ત દ્રવ્યોથી ઢષ કરી પ્રશસ્ત દ્રવ્યોમાં રાગ કરવાનો છે; પણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય તેને હોતો નથી. - જ્ઞાની કોઈપણ પર પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માને નહિ, ચક્રવર્તી વંદન કરે પણ અંતરમાં માન થાય નહિ, એવા તત્ત્વજ્ઞાનપૂર્વક જ્ઞાનીને સામ્યભાવ હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ અવસરમાં કહ્યું છે કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસ૨૦ ૨૨૬] પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ પણ પ્રશસ્ત રાગનો ઉપાય રાખે? ઉત્ત૨:- જેમ કોઈને ઘણો દંડ થતો હતો, તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે; પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ માને છે. તેમ સમ્યગ્દષ્ટિ પણ મંદ કષાયનો ઉપાય રાખે છે, તે ઉપદેશનું કથન છે. સિદ્ધાંત એમ નથી. જેને સ્વભાવષ્ટિ થઈ છે તેને મંદકષાય સહજ હોય છે. સમ્યગ્દષ્ટિને પાપરૂપ ઘણો કષાય થતો હતો તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે, તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હૈયરૂપ જ માને છે. શુભભાવ જ્ઞાનીને દંડસમાન છે, મિથ્યાદષ્ટિને વ્યાપાર સમાન છે. અહીં તો અઠ્ઠાવીસ મૂળગુણ ચોખ્ખા પાળે એને દ્રવ્યલિંગી કહેલ છે. વસ્ત્રપાત્ર રાખે અને મુનિપણું મનાવે એ તો દ્રવ્યલિંગી નથી જ. નગ્ન થઈ ને પણ અઠ્ઠાવીસ મૂળગુણ યથાર્થ ન પાળે તો તે પણ દ્રવ્યલિંગી નથી. દ્રવ્યલિંગી તો વ્યવહાર બરાબર પાળે છે, તેને મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે અને ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્તરાગના ઉપાયમાં અથવા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિને તો તે દંડસમાન છે અને મિથ્યાદષ્ટિને વ્યાપારસમાન શ્રદ્ધાન છે. જુઓ, અહીં પંડિતજીએ ઘરની વાત કરી નથી. યથાર્થ વાત કહી છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી. પાપી પ્રત્યે દ્વેષ ન હોય પણ પાપ કેવું હોય તેનું વર્ણન જ્ઞાની કરે છે. સમ્યગ્દષ્ટિ અઠ્ઠાવીસ મૂળગુણના રાગને દંડ માને છે, અજ્ઞાની એને લાભ માને છે, તેથી અભિપ્રાયમાં પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે. વળી દ્રવ્યલિંગી પરિષહ-તપશ્ચરણાદિના નિમિત્તથી દુ:ખ થાય છે તેનો ઈલાજ તો કરતો નથી. હવે દુઃખ વેઠવું એ કષાય જ છે. જ્યાં વીતરાગતા હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૨૨૭ છે ત્યાં તો જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુ:ખના કારણ જ્ઞેયને પણ જાણે છે. એવી દશા તો તેને થઈ નથી. જ્ઞાનીને પરિષઠુ આવ્યો હોય તે દેખીને તે દુઃખી છે એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે. મુનિ પરિષહુ વખતે પણ અંતરશાંતિમાં ૨મતાં હોય છે. મનથી છૂટીને અંતરમાં લીન થયા હોય છે. એવી મુનિદશા હોય છે. મિથ્યાદષ્ટિને એવી અંતરશાંતિ-નિર્વિકલ્પદશા કદી હોતી નથી. ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી ઉપ૨ જેની દૃષ્ટિ છે તેને તો આર્ત્તધ્યાન હોય છે. તેથી તેને મંદકષાય પણ હોતો નથી. વીતરાગભાવ હોય તો તે જેમ બીજા જ્ઞેયને જાણે છે તેમ પરિષહનો પણ જ્ઞાતા રહે પણ એવી દશા દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને હોતી નથી. અજ્ઞાની માને છે કે “મેં ૫૨વશપણે નરકાદિ ગતિમાં ઘણાં દુઃખ સહ્યાં છે, આ પરિષહાદિનું દુઃખ તો થોડું છે. તેને જો સ્વવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ-મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. પરિષહ સહન કરીએ નિહ અને વિષયસુખ ભોગવીએ તો ઘણું દુ:ખ થશે.” પરિષષ્ઠમાં દુઃખ માન્યું એણે તો ૫૨દ્રવ્યને દુઃખનું કારણ માન્યું તેથી તેને પરિષહમાં અનિષ્ટબુદ્ધિ થયા વિના રહે નહિ. પરિષહ તો જ્ઞાનનું શૈય છે. તે ઈષ્ટ-અનિષ્ટ નથી. છતાં તેમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરવી તે કષાય જ છે. * વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૭ સોમવાર, તા. ૬-૪-૫૩ દ્રવ્યલિંગી ખરેખર કર્મ અને આત્માને ભિન્ન માનતો નથી વળી દ્રવ્યલિંગીને એવો વિચાર હોય છે કે-જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી. તે કર્મ અને આત્માને ભિન્ન માનતો નથી. કર્મનું ફળ આત્મામાં માને છે અને આત્મા કર્મને ભોગવે છે એમ તે માને છે. કર્મને ભોગવ્યા વિના છૂટકો નથી, માટે મારે સહન કરવું જોઈએ એવા વિચારથી કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. શ્રેણીકરાજાને પણ કર્મના કારણે નરકમાં જવું પડયું, તેઓ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, તેમને નરકમાં જવાનો ભાવ ન હતો, છતાં કર્મના કારણે જવું પડયું એમ તે માને છે. શ્રેણીકરાજા ખરેખર તો પોતાની યોગ્યતાના કારણે નરકમાં ગયા છે, પણ આયુષ્યકર્મના કારણે ગયા નથી. આત્મા કર્મને ભોગવે છે એમ માનીતે હરખશોકમાં અજ્ઞાની એકાકાર થાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો છે. આત્મા જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છે. એમાં શાંતિ ભરેલી છે, એની જેને દષ્ટિ નથી તે કર્મફળચતનારૂપ પરિણમે છે. વળી તે રાજ્યાદિક વિષય સામગ્રીનો ત્યાગ કરે છે. સારાં મિષ્ટાન્ન વગેરેનો પણ ત્યાગ કરે છે, પણ તે તો જેમ કોઈ દાહજ્વરવાળો વાયુ થવાના ભયથી, શીતળ વસ્તુના સેવનનો ત્યાગ કરે છે તેના જેવું થયું, પણ જ્યાં સુધી તેને શીતળ વસ્તુનું સેવન રૂચે છે ત્યાં સુધી તેને દાહનો અભાવ કહેતા નથી. તેવી રીતે રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે; પરંતુ જ્યાં સુધી તેને વિષયસેવન રુચે છે ત્યાં સુધી તેને રાગનો અભાવ કહેતા નથી. અંતરમાં વિષયની પ્રીતિ એને છૂટતી નથી. આત્માના આનંદની રુચિ થાય તો વિષયની રુચિ છૂટયા વિના રહે નહિ. બહારમાં ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયની મીઠાશ છૂટી નથી, માટે તેને રાગનો અભાવ થયો નથી. જેમ અમૃતના આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેવી રીતે આત્માના આસ્વાદી જ્ઞાનીને વિષયસેવનની રુચિ થતી નથી. સ્વર્ગના દેવ મિઠાઈ આદિ ભોજન ખાતા નથી તેવી રીતે આત્માના આનંદનો રસ ધર્મીને હોય છે, તેથી તેને ખરેખર વિષયસેવનની રુચિ થતી નથી. એ પ્રમાણે ફળાદિની અપેક્ષાએ પરિષહ સહુનાદિકને તે સુખનાં કારણ જાણે છે તથા વિષય સેવનાદિને દુ:ખના કારણ જાણે છે પણ પરદ્રવ્ય સુખ-દુ:ખનું કારણ નથી. પણ જ્ઞાતાનું શેય છે એમ તે માનતો નથી. વિષયસેવન છોડવાથી દુ:ખ છૂટે છેએમ નથી. દ્રવ્યલિંગી રાજ્યાદિ છોડે છે પણ તેને દુઃખનો અભાવ થતો નથી, કેમકે જ્ઞાયકમૂર્તિ આત્મા પરથી અને રાગથી ભિન્ન અમૃતમય છે એની રુચિ નથી; તેથી કષાયરૂપી દુઃખનો અભાવ તેને થયો નથી. દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ જે માનતો નથી તે જૈન નથી; કેમ કે તેણે સર્વજ્ઞને પણ માન્યા નહિ; પરદ્રવ્યની પર્યાય ફેરવી શકાય નહિ એવી બુદ્ધિ ન થાય ત્યાં સુધી પરની રુચિ છૂટે નહિ. અજ્ઞાની વર્તમાનમાં પરિષહું સહુનાદિથી દુઃખ માને છે તથા વિષયસેવનાદિથી સુખ માને છે અને એના ફળમાં દુઃખ માને છે. વળી પરિષહસહનમાં દુઃખ અને એના ફળમાં સુખ માને છે. તો જેનાથી સુખદુ:ખ માને તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગદ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૨૨૯ દ્રવ્યલિંગી સાધુ અસંયત સમ્યગ્દષ્ટિ તથા દેશસંયત કરતાં હીન છે યોગીન્દ્રદેવ કહે છે કે-અજ્ઞાની ચારગતિમાં પોતાના કા૨ણે દુઃખી થઈ રહ્યો છે. અજ્ઞાનીને પરદ્રવ્યમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ છે તેથી તેને ચારિત્ર હોતું નથી. દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિ કરે છે તોપણ તે અસંયમી છે. સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશસયત એટલે પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક કરતાં દ્રવ્યલિંગી મુનિને હલકો કહ્યો છે; કેમકે એને પહેલું ગુણસ્થાન છે. દ્રવ્યલિંગી દિગંબર સાધુ નવકોટિએ બ્રહ્મચર્ય પાળે, મંદકષાય કરે પણ આત્માનું ભાન નથી તેથી તેને ચોથા-પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં હીન કહ્યો છે. પ્રશ્નઃ- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ હોય છે. જ્ઞાનીને રાજપાટ હોય, લડાઈમાં કદાચ ઊભો હોય, એવી કષાયની પ્રવૃત્તિ હોય છે અને દ્રવ્યલિંગીને એવી કષાયની પ્રવૃત્તિ હોતી નથી. દ્રવ્યલિંગી મુનિ ત્રૈવેયક સુધી જાય છે અને ચોથા-પાંચમાવાળો જ્ઞાની સોળમાં સ્વર્ગ સુધી જાય છે; માટે તેનાથી દ્રવ્યલિંગીને હીન કેમ કહ્યો ? દ્રવ્યલિંગીને ભાલિંગીથી હલકો કહો પણ ચોથા ગુણસ્થાનવાળા કરતાં હીન શા માટે કહો છો ? સમાધાનઃ- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી. પર્યાયમાં કષાય થાય છે અને તે ય માને છે દ્રવ્યલિંગીને તો શુભકષાય કરવાનો અભિપ્રાય હોય છે અને શ્રદ્ધાનમાં એને ભલો પણ જાણે છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે. અજ્ઞાની મંદકષાયને ઉપાદેય માને છે, તેથી તેને એક પણ ભવનો નાશ થતો નથી. સમ્યગ્દષ્ટિ કષાયને હૈય માને છે, તેથી તેણે અનંત ભવોનો નાશ કર્યા છે. માટે અભિપ્રાયની અપેક્ષાએ ચોથા તથા પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં દ્રવ્યલિંગીને હલકો કહ્યો છે. વ્યલિંગીને વૈરાગ્ય પણ ઘણો હોય છે, પણ અત્યંતરમાં દષ્ટિ કષાય ઉપર છે. અકષાય સ્વભાવની દૃષ્ટિ તેને નથી તેથી તે મંદકષાયરૂપ પરિણામને ઉપાદેય માને છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઊગમણો-આથમણો ( પૂર્વ-પશ્ચિમ જેટલો ) ફેર છે. માટે જ્ઞાની કરતાં દ્રવ્યલિંગી મુનિને કષાય ઘણો છે-એમ કહેલ છે. તે કષાયની મંદતાપૂર્વક યોગપ્રવૃત્તિ કરે છે, તે વડે અઘાતિમાં પુણ્યબંધ બાંધે, પણ ઘાતિકર્મનો બંધ તો એવોને એવો પડે છે. બહારના સંયોગમાં ફેર પડે પણ અંતરંગમાં શાંતિ થતી નથી; માટે એના આત્માને લાભ નથી, સત્ય વસ્તુ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સમજવામાં પણ જેને ડર લાગે છે તેને સાચો અભિપ્રાય થઈ શકતો નથી. સમાજમાંથી દૂર કરશે, આહાર નહિ મળે એવો ભય જેને છે તેને સાચો અભિપ્રાય થતો નથી. અહીં તો કહે છે કે દ્રવ્યલિંગી પંચમહાવ્રત પાળીને અંતિમ રૈવેયક સુધી જાય અને સમ્યગ્દષ્ટિ કદાચ પહેલે દેવલોક જાય, પણ એ તો બહારના સંયોગની વાત છે. સમ્યગ્દર્શનપૂર્વક કદાચ નરકમાં જવું પણ સારું છે અને મિથ્યાત્વસહિત અંતિમ રૈવેયક જાય તો પણ બૂરું છે. ક્ષેત્રથી ઊંચે ગયો એ તો જેમ માખી ઊંચે ઊડે છે એના જેવું છે. યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક ઘાતિકર્મોનો અભાવ કરવો તે કાર્યકારી છે, અઘાતિમાં ફેર પડે એ કાંઈ કાર્યકારી નથી. આત્માના ગુણોનો ઘાત ન થાય એ લાભનું કારણ છે. અઘાતિકર્મોનો ઉદય આત્માના ગુણો ઘાતવામાં નિમિત્ત નથી. તે તો માત્ર બહારના સંયોગો આપે છે, માટે વાતિકર્મોનો નાશ જે ભાવથી થાય તે કાર્ય કરવું સારું છે. અત્યારે તો નિમિત્ત-ઉપાદાનની એટલી બધી સ્પષ્ટ વાત આવી છે કે પંડિતો પોતાની માન્યતાનો આગ્રહ રાખીને, કુતર્ક કરીને પણ પોતાની વાત સિદ્ધ કરવા માગે છે. અષ્ટસહસ્ત્રી આદિમાં નિમિત્તથી આત્માની પર્યાય થાય છે એમ આવે છે-એમ તેઓ કહે છે પણ તે વાત ખોટી છે. આત્માની પર્યાયમાં પોતાના કારણે હીણી દશા થાય છે એટલે કે ઘાત થાય છે ત્યારે ઘાતિકર્મોને નિમિત્ત કહેવાય છે; પણ ઘાતિકર્મોનાં કારણે આત્માના ગુણોનો ઘાત થાય છે એમ નથી. નૈમિત્તિકપર્યાય પોતાથી થાય છે. ત્યારે નિમિત્તમાં આરોપ આવે છે. જો પોતાની જ્ઞાનાદિ પર્યાયમાં સર્વથા ઘાત થતો ન હોય તો તો કેવળજ્ઞાનાદિ હોય; પણ હીણી પર્યાય છે તો એમાં કર્મ નિમિત્ત છે, તે વાત યથાર્થ છે. નિમિત્ત છે ખરું પણ તે ઉપાદાનમાં પેસી જતું નથી, તેમજ તેમાં કોઈ કાર્ય પણ કરતું નથી. આ વાતનું પ્રથમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કપાયા પ્રમાણે હોય છે. તેથી જ દ્રવ્યલિંગીથી અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોનો થોડો બંધ છે. મિથ્યાષ્ટિને ઘાતિકર્મોનો બંધ ઘણો છે. જ્ઞાનીને મિથ્યાત્વ નથી એટલો તો ઘાતિકર્મનો બંધ નથી અને અજ્ઞાનીને ઘાતિકર્મોનો પૂરો બંધ છે. તેથી દ્રવ્યલિંગીને હીન કહેલ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૩૧ અધિકાર સાતમો] જાઓ, અહીં વ્યવહારાભાસી મિથ્યાષ્ટિનું સ્વરૂપ ચાલે છે. વ્યવહારક્રિયાકાંડ કરે છે પણ આત્મા કોણ છે એની જેને ખબર નથી તેવા દ્રવ્યલિંગી કરતાં અસંયત સમ્યગ્દષ્ટિ ઊંચો છે-એમ કહેલ છે. દ્રવ્યલિંગી મોક્ષમાર્ગમાં નથી અને સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગમાં છે. દ્રવ્યલિંગી બહારમાં વ્રતાદિ પાળે છે છતાં તે બંધમાર્ગમાં છે, કારણ કે અભ્યતરમાં મિથ્યાત્વકષાય પડેલો છે. સમ્યગ્દષ્ટિને અત્યંતર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે. દ્રવ્યલિંગીને સર્વ ઘાતિકર્મોનો ઘણા સ્થિતિ અનુભાગ સહિત બંધ છે, કેમ કે અંતરમાં સંયોગી દષ્ટિ છૂટી નથી; અને સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોમાં દર્શનમોહનો તથા અનંતાનુબંધીનો બંધ પડતો નથી, કેમ કે અંતરમાં આત્માનું ભાન વર્તે છે; અને પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણીનો પણ બંધ પડતો નથી. બીજો જે બંધ પડે છે તેમાં અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ પડે છે. દ્રવ્યલિંગીને કદી પણ ગુણશ્રેણી નિર્જરા નથી, સમ્યગ્દષ્ટિને કોઈ વેળા ગુણશ્રેણી નિર્જરા હોય છે, અને દેશ-સકલ સંયમ થતાં નિરંતર થાય છે, માટે તેમને મોક્ષમાર્ગ થયો છે અને તેથી દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશસંયત સમ્યગ્દષ્ટિથી હીન કહ્યો છે. સંયોગદષ્ટિવાળાને કદી ધર્મ થતો નથી દ્રવ્યલિંગી પંચમહાવ્રતાદિ પાળે છે પણ તેને આત્મામાં અત્યંતર દષ્ટિ થઈ નથી, તેથી તેને ગુણશ્રેણી નિર્જરા હોતી નથી. આત્માનો ગુણ અંશમાત્ર પણ પ્રગટ થયા નથી. દરેક આત્માની અને દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર થાય છે. એક સના અંશથી બીજા સતનો અંશ થાય એમ બને નહિ; માટે નિમિત્તના કારણે નૈમિત્તિકપર્યાય થાય એમ ત્રણકાળમાં બને નહિ. નિમિત્ત પણ તેની પોતાની પર્યાયની અપેક્ષાએ ઉપાદાન છે, તેથી તે પોતાનું કાર્ય કરે છે એવી દષ્ટિ થઈ નથી તેને કદી પણ ધર્મ થતો નથી. સમ્યગ્દષ્ટિ વિના ગુણશ્રેણી નિર્જરા થતી નથી. સંયોગદષ્ટિ અને સ્વભાવદષ્ટિ એ બેમાં પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે. દ્રવ્યલિંગીને સંયોગદષ્ટિ છે એટલે એને કદાપિ ધર્મ થતો નથી. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે. તે કોઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં હોય તોપણ સ્વતંત્ર છે. એવી દષ્ટિ જેને થઈ નથી તેને કોઈ કાળમાં પણ ધર્મ થતો નથી. હું નિમિત્ત થાઉં તો બીજો ધર્મ પામે અને બીજા નિમિત્ત થાય તો મારામાં ધર્મ થાય-એ માન્યતા મિથ્યાષ્ટિની છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેની પર્યાયમાં વ્રતાદિના શુભભાવ થાય છે તે તેનું ખરું સ્વરૂપ નથી-એવી દષ્ટિપૂર્વક અંત૨માં લીનતા થઈ છે તે ભાવલિંગી મુનિ છે અને તેને બહારમાં યથાર્થ દ્રવ્યલિંગ હોય છે. જ્ઞાનની ક્રિયા આત્માની છે, રાગની ક્રિયા આત્માની નથી. રાગની ક્રિયા કરવી પડે એમ અજ્ઞાની કહે છે; તેને રાગની રુચિ છૂટી નથી. આત્માના ભાનપૂર્વક જ્ઞાનીને દયા આદિના શુભભાવ આવી જાય છે, પણ એને કરવા પડતા નથી. દ્રવ્યલિંગીને રાગની રુચિ હોય છે તેથી સમ્યગ્ગાની કરતાં એને શાસ્ત્રમાં નીચો કહ્યો છે. શ્રી સમયસારમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે, કેમકે બહારની ક્રિયામાં સાવધાન રહે છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં તે વ્યવહાર પંચાચાર પાળતો હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. જેના નિમિત્તે આત્માની યથાર્થ વાત સાંભળી હોય, જેની પાસેથી ન્યાય મળ્યો હોય તેનો વિનય ન કરે તો તે વ્યવહા૨ે નિહવ છે–ચોર છે. અહીં તો પંચાચારરૂપ વ્યવહારમાં વિનય પણ કરે છે છતાં આત્માનો વિનય જાણ્યો નથી તેથી તેને હીન કહ્યો છે. સંસારતત્ત્વ? ! ! ! શ્રી * પ્રવચનસારમાં પણ દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ કહ્યું છે. રાગથી ધર્મ માનવો અને ૫૨થી લાભ-નુકશાન માનવું તે સંસારતત્ત્વ છે. ત્રસની ઉત્કૃષ્ટ બે હજાર સાગરની સ્થિતિ પૂરી કરી તે નિગોદમાં ચાલ્યો જાય છે. મુનિપણું પાળે છતાં તેને સંસારતત્ત્વ કહેલ છે. આત્મા પરિપૂર્ણ છે એવી દૃષ્ટિ થઈ નથી તે દ્રવ્યલિંગી નગ્નમુનિ થાય, શ્રાવકપણું પાળે, શુભભાવ કરે પણ અંતરદષ્ટિ નથી, તેથી તે સંસારતત્ત્વ છે. સમ્યગ્દર્શનરૂપી ભૂમિ વિના વ્રતરૂપ વૃક્ષ થતું નથી. મિથ્યાદષ્ટિ ક્રિયાકાંડ કરે પણ તે રણમાં પોક મૂકવા જેમ વ્યર્થ છે. એને આત્માનો કાંઈ લાભ થતો નથી. પરમાત્મપ્રકાશાદિ બીજા શાસ્ત્રોમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે. આત્માના ભાન વિના જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓને અકાર્યકારી બતાવેલ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિનું વર્ણન કર્યું. હવે નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદષ્ટિનું વર્ણન કરે છે. * પ્રવચન સાર ગાથા ૨૭૧ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧) નિશ્ચય-વ્યવહારનયાભાસાવલંબી મિથ્યાષ્ટિઓનું સ્વરૂપ જે જીવ એમ માને છે કે જિનમતમાં નિશ્ચય-વ્યવહાર બે નય કહ્યા છે, માટે અમારે એ બન્ને નયોનો અંગીકાર કરવો. તેની એ માન્યતા મિથ્યાત્વ છે. ભગવાને બે નય કહ્યા છે. કયારેક નિશ્ચયનય અને કયારેક વ્યવહારનય, એમ બન્ને નયોને અંગીકાર કરવા, કેમકે ભગવાનનો માર્ગ અનેકાંત છે; એકાંત કરવું નહિ એમ મિથ્યાદષ્ટિ માને છે; પણ વ્યવહારનયના અંગીકારના અર્થને તે સમજતો નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે એને જાણવો તે વ્યવહારનયનો અંગીકાર છે. આત્મામાં અલ્પજ્ઞાનની પર્યાય છે એને જાણવું કે મારી પર્યાય અલ્પજ્ઞાનરૂપ છે તે વ્યવહારનય છે. રાગને આદરવો તેને અજ્ઞાની વ્યવહારનય કહે છે તેણે તો વીતરાગભાવ અને રાગભાવ બન્નેથી લાભ માન્યો; તે એકાંત છે. મિથ્યાદષ્ટિ બને નયોને આદરણીય માને છે. તે જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે, પણ એમાં તો પરસ્પર વિરોધ આવે છે; કેમ કે નિશ્ચયનય અંગીકાર કરવા જેવો છે અને વ્યવહારનય હેય છે, એ વાત તેને ખ્યાલમાં આવી નથી. બન્ને નયોનું સાચું સ્વરૂપ અને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે, તેમાં કોઈને પણ છોડ્યો જતો નથી, તેથી તે ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. એ જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા. હવે તે અજ્ઞાની મિથ્યાષ્ટિની પ્રવૃત્તિ કેવી હોય છે તેને વિશેષતાથી કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ૨૩૪ ] મોક્ષમાર્ગ બે નથી; તેનું નિરૂપણ બે પ્રકારે છે અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી; પણ જિનઆજ્ઞા માની નિશ્ચય –વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. આત્મામાં નિર્વિકલ્પ દશા થવી તે મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અને જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે. પંચમહાવ્રતાદિ મોક્ષમાર્ગ નથી પણ નિર્વિકલ્પ મોક્ષમાર્ગ પ્રગટ કરે તો તેને નિમિત્ત કહેવાય છે. નિશ્ચય મોક્ષમાર્ગ ન હોય તો પંચમહાવ્રતાદિને વ્યવહાર પણ કહેવાતો નથી, એટલે કે તેમાં નિમિત્તપણાનો આરોપ પણ આવતો નથી. આ રીતે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે વ્હેલ છે. એમાં વીતરાગી નિર્વિકલ્પ દશા તે નિશ્ચય મોક્ષમાર્ગ અને રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક સાચો મોક્ષમાર્ગ અને બીજો નિમિત્ત, ઉપચાર, સહકારી કે ખોટો મોક્ષમાર્ગ–એમ બે પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ છે. અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તે સાચો મોક્ષમાર્ગ છે. તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે, એટલે કે તે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહા૨-એમ ચા૨ પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે. આત્મામાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તેને સાચો, અનુપચાર, શુદ્ધ ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ કહેલ છે. તે વખતે રાગને ઉપચાર નિમિત્ત, સહચારી અને વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે. આમ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. અહીં મોક્ષમાર્ગનું કથન ચાલે છે તેથી આત્માની શુદ્ધ ઉપાદેય કહેલ છે, અને વ્યવહાર–રાગને હેય કહેલ છે. દ્રવ્ય દષ્ટિના વિષયમાં તો આત્માની શુદ્ધ પર્યાયને પણ હેય કહેલ છે. અહીં વ્યવહારને સહચારી-નિમિત્ત કહેલ છે, કેમ કે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે, એને રાગ પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો જ હોય છે, કુદેવાદિનો હોતો નથી. માટે તે રાગને સહચારી કહેલ છે. રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં પંડિતજીએ કહ્યું છે કેઃ- સમ્યકત્વીને વ્યવહારસમ્યક્ત્વમાં નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે. વ્યવહા૨ વખતે પણ નિશ્ચયરૂપ પરિણતિ થઈ રહી છે. માટે વ્યવહારમાં નિશ્ચય પરિણતિ ગર્ભિત કહી છે; પણ એનો અર્થ એવો નથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૩૫ કે વ્યવહાર સમ્યત્વના કારણે નિશ્ચય સમ્યક્ત થાય છે; પણ નિશ્ચય મોક્ષમાર્ગની પરિણતિ વખતે સાચા દેવાદિની શ્રદ્ધારૂપી રાગ હોય છે. એનું જ્ઞાન કરવું તેને વ્યવહાર કહેલ છે. આ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજવું. વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૦, ગુરુવાર તા. ૯-૪-પ૩ જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજાં ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે. મિથ્યાદષ્ટિ બે નયનું સાધન સાધે છે, બે મોક્ષમાર્ગ માને છે, અને બન્ને નયને ઉપાદેય માને છે-એમ ત્રણ પ્રકારથી ભૂલ કરે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી, પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છેસહચારી છે. તેથી જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના મંદકષાયને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર આત્માની રુચિપૂર્વક રમણતા કરવી તેને મોક્ષમાર્ગ કહેવો તે નિશ્ચય છે અને વચ્ચે જે રાગ આવે છે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે; માટે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે જાણવું પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી, તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે; કારણકે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. નિશ્ચયથી સામાયિક તો આત્મામાં દષ્ટિપૂર્વક-તત્ત્વજ્ઞાનપૂર્વક લીનતા થાય તે છે. તે વખતે વિકલ્પ-રાગને વ્યવહાર સામાયિક કહેવાય છે. કોઈ કહે કે ત્યારે શું સામાયિકને છોડી દેવી? પણ અહીં તો કહે છે કે જેને વસ્તુના સ્વભાવની ખબર નથી તેને સામાયિક જ નથી. તો પછી સામાયિક છોડી દેવી-એ વાત રહેતી નથી. માટે પ્રથમ સામાયિકનું સ્વરૂપ સમજવું જોઈએ. સત્ વસ્તુને સમજે નહિ અને બીજો રસ્તો પકડે તો ધર્મ થાય એમ નથી. જ્ઞાની પાસે નિર્માનતાથી કબૂલ કરે કે અમોએ અત્યાર સુધી માનેલી વાત વિપરીત હતી; તો આ વાત સમજાય એમ છે. એક શેઠને ત્યાં કોઈ માણસ નોકરી માટે ગયો. તેને શેઠે પૂછયું કે તને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યાપારનું બધું કામ આવડે છે? ધીરધાર કરતા આવડે છે? અને ધીરધાર કરીને પાછા રૂપિયા વસૂલ કરતાં આવડે છે? એટલે કે મીંડાં વાળતાં આવડે છે? એ જાણે તો બધું જાણું કહેવાય. તેમ અહીં કહે છે કે અત્યાર સુધી જે ધારણા કરી છે તેનાં મીંડાં વાળતાં તને આવડે, ભૂલ કબૂલ કરતાં આવડે તો નવી ચીજ અંતરમાં પેસે; એટલે કે સમજાય તેમ છે. અત્યાર સુધી વ્રતાદિ કરીને ધર્મ માનતો હતો તે મિથ્યાત્વને ઘૂંટતો હતો, તે શ્રદ્ધાનની ભૂલ હતી. એ પ્રથમ છોડવી જોઈએ. કર્મના કારણે વિકાર થાય છે. એ માન્યતામાં પણ ભૂલ હતી એમ કબૂલ કરવું જોઈએ. સમયસાર વાંચીને કહે છે કે અમે નિશ્ચયને માનીએ છીએ, પણ સાથે સાથે કર્મના કારણે રાગ અને રાગથી નિશ્ચય રત્નત્રય માનતા, તો આત્મા શુદ્ધજ્ઞાયક છે એવી માન્યતા ક્યાં રહી? માત્ર ધારણા કરી હતી. એ ભૂલ હતી-એમ જ્યાં સુધી કબૂલ ન કરે ત્યાં સુધી પાત્રતા પણ નથી. સંસારનું મૂળ મિથ્યાદર્શન છે; તેનો નાશ કરવાથી સંસારનો નાશ થાય છે જેને જન્મ-મરણ મટાડવાં હોય તેણે આત્મસ્વરૂપ સમજવું જોઈએ. ચીભડાના એક વેલામાંથી ઘણા વેલા ફાટે છે અને આખા ખેતરમાં ફેલાઈ જાય છે. હવે તે વેલાનો નાશ કરવો હોય તો તેનું મૂળ તો એક જ હોય છે. ત્યાં જઈને દાતરડાથી તેનું મૂળ કાપી નાખે તો બધા વેલા સુકાઈ જાય છે. ઉપરથી ઝાડની ડાળી, પાંદડાં કાપવાથી પાછું એવું ને એવું તે ફાલે છે. એમ સંસારનું મૂળ મિથ્યાદર્શન છે. એનો નાશ કરે તો સંસારરૂપી ઝાડનો નાશ થાય એમ છે. દયા, દાન, ભક્તિ આદિના શુભભાવથી સંસારનો નાશ થતો નથી. પાનંદીપચ્ચીસીમાં આવે છે કે નિશ્ચય રત્નત્રયનું સાધન શરીર છે, અને શરીર આહારથી નભે છે અને આહાર શ્રાવક આપે છે. માટે ઉપચારથી શ્રાવકે મોક્ષમાર્ગ આપ્યો એમ કથન કરાય છે. શ્રાવકને આહાર આપવાનો ભાવ થયો કે મુનિ આત્માનું સાધન કરી રહ્યા છે, તેમને ક્યારે હું આહારદાન કરું! ધન્યભાગ્ય ! અમારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું. એમ ભક્તિથી કહે છે કે પણ તે સમજે છે કે આહાર રત્નત્રયનું સાધન નથી પણ વ્યવહારથી સાધન કહેવાય છે. ભાષા અને રાગ હોય છે ખરો પણ જ્ઞાની એનો કર્તા નથી. તે વખતે પણ હું જ્ઞાનાનંદસ્વરૂપી છું એવું ભાન જ્ઞાનીને હોય છે. વ્યવહાર કરવો પડે છે એમ નથી, પણ વ્યવહાર આવી જાય છે. ભરત ચક્રવર્તી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૩૭ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, પણ ભગવાનના નિર્વાણ વખતે રુદન કરતાં કહે છે કે-હૈ નાથ ! આજે ભરતનો સૂર્ય અસ્ત થયો. ઇન્દ્ર કહે છે કે તમે તો ચરમ શ૨ી૨ી છો; તો આ શું? તેમને પણ ભાન છે છતાં કહે છે કે પ્રભુ! તમારો વિરહ પડયો, આપનો ઉપદેશ હવે કયાંથી મળશે ? શ્રી કુંદકુંદાચાર્ય પણ કહે છે કે-હૈ સીમંધર ભગવાન! આ ભરતક્ષેત્રે આપના વિરહા પડયા છે. હે નાથ ! મહાવિદેહમાં તો લાખો કેવળી બિરાજે છે અને અહીં ભરતક્ષેત્રે આપનો વિરહ છે, એમ વિરહનું દુઃખ લાગે છે. આ એવો રાગ લાવવો પડતો નથી, અને એ રાગ થયો છે તે વ્યવહાર ઉપાદેય નથી, ઉપાદેય તો એક નિશ્ચય જ છે. બધું સહજ હોય છે. કાંઈ મોક્ષમાર્ગ નથી. જુઓ, અહીં પંચકલ્યાણક મહોત્સવ વખતે શ્રી નેમિનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગનો દેખાવ વૈરાગ્યવાળો હતો. રાજેમતી કહે છે કે-હૈ નાથ! આપ સ્વરૂપસાધન માટે નીકળ્યા છો, હું પણ સ્વરૂપસાધન માટે નીકળું છું. આવા દેખાવો જોઈને કોઈને રુદન પણ આવી જાય, પણ સમજે છે કે તેવો શુભભાવ પણ અંગીકાર કરવા જેવો નથી. નબળાઈથી રાગ થયો છે તે ઉપાદેય નથી. વ્યવહા૨નય અસત્યાર્થ છે. નિશ્ચયનય સત્યાર્થ છે શ્રી સમયસારમાં પણ એમ કહ્યું છે કે-“ વવહારો મૂયો મૂયત્નો વેસિવો ૬ સુઘ્ધળો” વ્યવહાર અભૂતાર્થ છે સત્યસ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે. તથા નિશ્ચય શુદ્ઘનય છે-ભૂતાર્થ છે; કારણ કે વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે. વ્યવહાર સત્ વસ્તુનું નિરૂપણ કરતો નથી, પણ વસ્તુસ્વરૂપ હોય એનાથી જુદું કહે છે. માટે વ્યવહાર ઉપાદેય નથી, અજ્ઞાની વ્યવહા૨ને અંગીકાર કરવા જેવો માને છે તેથી તે મૂઢ છે. વ્યવહારનય અન્યથા કહે છે એટલે બંધમાર્ગને મોક્ષમાર્ગ કહે છે, ખરેખર જે મોક્ષમાર્ગ નથી એને મોક્ષમાર્ગ કહે છે તે વ્યવહારનય છે. અને નિશ્ચયનય જેવું સ્વરૂપ છે તેવું કહે છે. ભગવાને મને તાર્યો-એ બધું કથન વ્યવહારનું છે, પણ વસ્તુસ્વરૂપ એવું નથી. માટે વ્યવહારનયને ઉપાદેય માનવો તે મિથ્યાત્વ છે. નિશ્ચયનય એક જ ઉપાદેય છે-એમ જ્ઞાની માને છે. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૧ શુક્રવાર, તા. ૧૦-૪-પ૩ અજ્ઞાની વ્યવહાર-નિશ્ચય બન્નેના સ્વરૂપને જાણતો નથી. તેથી તે બન્નેને ઉપાદેય માને છે. આત્માની શુદ્ધ પર્યાય આત્માના અવલંબને થાય તે મોક્ષમાર્ગ છે, પણ વ્રત-તપાદિ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગમાં તે નિમિત્ત માત્ર છે. એ વાત આવી ગઈ છે. શ્રી સમયસારમાં કહેલ છે કે વ્યવહાર અભૂતાર્થ છે એટલે કે વ્યવહારરાગ-નિમિત્ત છે જ નહિ-એમ નથી પણ વ્યવહાર સાચા સ્વરૂપને કહેતો નથી, માટે અભૂતાર્થ છે. વ્રત, નિયમ આદિ મોક્ષમાર્ગ નથી, છતાં વ્યવહાર અને મોક્ષમાર્ગ કહે છે. આત્મા શું છે? રાગ શું છે? નિમિત્ત શું છે? એનું યથાર્થ જ્ઞાન અંતરમાં ન કરે ત્યાં સુધી મોક્ષમાર્ગ થાય નહિ. શ્રી નિયમસાર, કળશ ૧૯૪ માં કહેલ છે કે આત્મામાં જ્ઞાન છે-દર્શન છેએવા ભેદની દૃષ્ટિ જેને છે તેનો મોક્ષ થાય છે કે નહિ એ કોણ જાણે ? એટલે કે એનો મોક્ષ થતો નથી. અપૂર્ણ દશામાં ભેદ-પ્રભેદના વિચાર કરતાં રાગ થયા વિના રહેતો નથી. કેવળીને પૂર્ણ જ્ઞાન છે તેથી ભેદ-પ્રભેદના જ્ઞાનમાં રાગ નથી હોતો. નીચલી દશામાં પણ ભેદનું જ્ઞાન કરવું તે રાગનું કારણ નથી પણ ભેદનો વિચાર કરતાં રાગીને રાગ થાય છે. ભેદના કારણે રાગ થતો હોય તો કેવળીને પણ રાગ થાય, પણ એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકના પૃ. ૨૫૭ માં કહેલ છે કે અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા. ભેદ તો સમજાવવા માટે છે, પણ નિશ્ચયથી આત્મા અભેદ જ છે તેને જીવ વસ્તુ માનવી. ત્યાં જે સંજ્ઞા-સંખ્યા આદિથી ભેદ કહ્યા છે તે તો કહેવા માત્ર જ છે. પરમાર્થથી તે જુદા જુદા નથી, એવું જ શ્રદ્ધાન કરવું. આત્મા અનંત ગુણોનો પિંડ છે. તેમાં ગુણ-પર્યાયનો ભેદ છે ખરો, પણ અભેદ ચૈતન્યવહુની દૃષ્ટિ કરાવવા વસ્તુને અભેદ માનવી એમ કહેલ છે. માટે અર્હતના મતમાં ભેદથી મુક્તિ થતી નથી એમ કહ્યું છે. ભેદથી મુક્તિ થાય છે એમ તો અજ્ઞાની માને છે. આત્મા અસંખ્યપ્રદેશી અનંતગુણધામ છે એના અવલંબનથી મુક્તિ થાય છે, પણ ગુણભેદના આશ્રયે મુક્તિ થતી નથી. માટે વ્યવહાર અભૂતાર્થ છે, આશ્રય કરવા જેવો નથી એમ કહેલ છે. હવે કહે છે કે તું એમ માને છે કે સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૩૯ તે નિશ્ચય તથા વ્રત, શીલ, સંયમાદિરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એ માનવું ઠીક નથી. આત્માનાં વીતરાગ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. જ્યારે પર્યાય પૂર્ણ શુદ્ધ થશે ત્યારે સિદ્ધદશાનો અનુભવ થશે. સંસારીને સિદ્ધસમાન અનુભવ થાય નહિ; છતાં વર્તમાન સિદ્ધસમાન અનુભવને અજ્ઞાની નિશ્ચય કહે છેપણ એમ નથી; અને તે વ્રત આદિ પ્રવૃત્તિને વ્યવહાર કહે છે, પણ પ્રવૃત્તિ કાંઈ વ્યવહાર નથી. વ્રતાદિના પરિણામને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. અજ્ઞાની પ્રવૃત્તિને વ્યવહાર માને છે, પણ એમ નથી. નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા છે, અને તે વખતે શુભભાવ હોય છે તેને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. દયા, દાન, ભક્તિનો રાગ તો મોક્ષમાર્ગથી વિરુદ્ધ બંધમાર્ગ છે; પણ તે નિમિત્ત છે માટે ઉપચારથી એને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે-એમ કહેલ છે; પણ અજ્ઞાની બહારની પ્રવૃત્તિને અને રાગને વ્યવહાર કહે છે. માટે તેને વ્યવહારની પણ ખબર નથી. નિશ્ચયનય અને વ્યવહારનયની વ્યાખ્યા જાઓ, વર્તમાન વીતરાગી પર્યાય પ્રગટી હોય તેને નિશ્ચય કહે છે. તેને બદલે અજ્ઞાની સિદ્ધસમાન શુદ્ધ પર્યાયના અનુભવને નિશ્ચય કહે છે; પણ સંસારદશામાં સિદ્ધપણું છે નહિ, તેથી એ વાત તો જૂઠી થઈ માટે તેને નિશ્ચયની પણ ખબર નથી. શાસ્ત્રના શબ્દને માત્ર પકડી લીધા છે પણ ભાવને સમજતો નથી, માટે તે નિશ્ચયાભાસી છે; અને વ્રતાદિની પ્રવૃત્તિને અજ્ઞાની વ્યવહાર માને છે પણ તે વ્યવહાર નથી; કારણ કે કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી; પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપે નિરૂપણ કરવો તે વ્યવહારનય છે. અજ્ઞાની નિશ્ચય-વ્યવહાર બે દ્રવ્યમાં કહે છે પણ તે વાત યથાર્થ નથી. દ્રષ્ટાંત કહે છે. જેમ માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચય તથા ધીના સંયોગના ઉપચારથી તેને ઘીનો ઘડો કહીંએ તે વ્યવહાર છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે પણ સમજવું. કોઈને નિશ્ચય માનવો અને કોઈને વ્યવહાર માનવો તે ભ્રમણા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પર્યાયમાં સિદ્ધસમાન શુદ્ધ માને છે તો વ્રતાદિનું સાધન શા માટે કરે છે? સિદ્ધને વ્રતાદિનું સાધન હોતું નથી માટે નિશ્ચય માનવામાં તારી ભૂલ છે, તથા વ્રતાદિના સાધન વડે સિદ્ધ થવા ઈચ્છે છે તો વર્તમાનમાં સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો. એ પ્રમાણે બન્ને નયોને પરસ્પર વિરોધ છે. માટે બન્ને નયોનું ઉપાદેયપણું સંભવતું નથી. પ્રશ્ન:- શ્રી સમયસાર આદિ શાસ્ત્રોમાં શુદ્ધ-આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સંયમાદિકને વ્યવહાર કહ્યો છે; અને અમે પણ એમ જ માનીએ છીએ. ઉત્ત૨:- શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. તેથી તેને નિશ્ચય કહ્યો છે; પણ સિદ્ધસમાન વર્તમાન અનુભવ કરવો તે નિશ્ચય નથી. એકલો શાયક ચિદાનંદ શુદ્ધ સામાન્ય છે; એની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ જ મોક્ષમાર્ગ છે; એ નિશ્ચય બરાબર છે. વીતરાગી અંશ થયો તે શુદ્ધ છે અને એને જ નિશ્ચય કહ્યો છે. એ વખતે વર્તતા રાગને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. એને મોક્ષમાર્ગ કહ્યો તેથી અશુદ્ધતા કાંઈ શુદ્ધતા થતી નથી, તે તો બંધમાર્ગ જ છે; પણ વ્યવહા૨થી એને મોક્ષમાર્ગ કહેલ છે. * વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૩ શનિવાર, તા. ૧૧-૪-૫૩ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ છે. એનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે; પણ વર્તમાન સિદ્ધસમાન શુદ્ધ છું એવો અનુભવ કરવો તે નિશ્ચય નથી. માટે વર્તમાન પર્યાયમાં સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તું માને છે, એ પ્રમાણે નથી. શુદ્ધ આત્મા કોને કહેવો? એ વાત હવે કહે છે. સ્વભાવથી અભિન્ન અને પરભાવોથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ છે. પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન અને શ૨ી૨, કર્મ આદિ પરદ્રવ્ય અને એના ભાવોથી ભિન્ન આત્મા છે એનું નામ શુદ્ધ છે; પણ સંસારી આત્માને શુદ્ધ સિદ્ધસમાન માનવો એવો શુદ્ધ શબ્દનો અર્થ નથી. શરીરાદિની ક્રિયા તો મોક્ષમાર્ગ નથી; પણ દયા, દાન, ભક્તિ વ્રતાદિના પરિણામ પણ મોક્ષમાર્ગ નથી; એ તો બંધમાર્ગ છે. નિશ્ચયથી તો શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા થવી તે મોક્ષમાર્ગ છે. સંસારીને સિદ્ધ માનવો એનું નામ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને એ નિશ્ચય પણ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૪૧ વ્રતાદિ મોક્ષમાર્ગ નથી, છતાં નિમિત્તાદિની અપેક્ષાએ તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. વળી વ્રત, તપાદિ કોઈ મોક્ષમાર્ગ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ; તેથી તેને વ્યવહાર કહ્યો. એ પ્રમાણે ભૂતાર્થ-અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય-વ્યવહાર નય કહ્યા છે એમ જ માનવું; પણ બન્ને સાચાં છે અને બન્ને ઉપાદેય છે એમ માનવું નહિ. આત્મામાં શુદ્ધશ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે. તે વખતે વ્રતતપાદિના શુભપરિણામ થાય છે તે ખરેખર તો બંધમાર્ગ છે. પણ તે નિશ્ચય મોક્ષમાર્ગમાં નિમિત્ત છે માટે તેને મોક્ષમાર્ગ કહેવો એ વ્યવહાર છે. સિદ્ધનો અનુભવ નહિ, પણ શુદ્ધનો અનુભવ તે નિશ્ચય અને વ્રત, તપાદિ બંધમાર્ગને મોક્ષમાર્ગનો ઉપચાર કરવો તે વ્યવહાર છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. જેમ માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો તે વ્યવહાર છે. એટલે કે જે નથી તેને છે એમ કહેવું તે વ્યવહાર છે; તેમ રાગ છે તે ખરેખર બંધમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે માટે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ અનંત શક્તિઓ ભરી પડી છે. એમાંથી પૂર્ણ જ્ઞાનાનંદ દશા પ્રગટ થાય છે. શક્તિ પડી છે એમાંથી વ્યક્તરૂપ અવસ્થા થાય છે. શક્તિ પડી છે એને ભજ; પર્યાયને નહિ, રાગને નહિ, નિમિત્તને નહિ, પણ આત્મા શક્તિરૂપ છે તેની ભક્તિ કરવી, તે મોક્ષમાર્ગ છે. શ્રીમદે એક બ્રાહ્મણનું દષ્ટાંત આપ્યું છે કે-જેમ એક બ્રાહ્મણે નક્કી કર્યું કે મારે શક્તિને પૂજવી છે. તેથી કોનામાં શક્તિ વધારે છે તેનો વિચાર કરવા બેઠો છે. ઉંદર કપડાંને કાપે છે માટે એમાં શક્તિ વધારે છે, બિલાડી ઉંદરને મારી નાખે છે માટે એની શક્તિ વધી, બિલાડીને કૂતરો મારે છે માટે એની શક્તિ વધી, કુતરાને મારી સ્ત્રી લાકડી મારીને કાઢી મૂકે છે માટે મારી સ્ત્રીની શક્તિ વધી, અને મારી સ્ત્રી કરતાં મારી શક્તિ વધારે છે માટે ખરેખર તો મારામાં શક્તિ વધારે છે; માટે એનું જ પૂજન કરવું જોઈએ. તેમ શરીર, વાણી, મન આદિમાં આત્માની શક્તિ નથી કેમકે તે તો પર છે, અને આત્માની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવો થાય છે એમાં કેવળજ્ઞાન પ્રગટ થાય એવી શક્તિ નથી, અને વર્તમાન અપૂર્ણ પર્યાય છે એમાં પૂર્ણ થવાની શક્તિ નથી પણ આત્મા ત્રિકાળ ધ્રુવ અનંત શક્તિથી પૂર્ણ ભરેલો છે એની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા કરે તો એમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય એમ છે. એની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માન્યતા-જ્ઞાન-રમણતા તે નિશ્ચય છે, તે વખતે વ્યવહાર-રત્નત્રયના પરિણામ નિમિત્ત છે; તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. કારણ-કાર્યમાં નિશ્ચય-વ્યવહાર હવે કારણ કાર્યમાં નિશ્ચય-વ્યવહાર કહે છે. આત્મા દ્રવ્ય છે તે નિશ્ચય કારણ છે. એમાંથી મોક્ષ પ્રગટે છે માટે નિશ્ચય કારણ તો દ્રવ્ય છે, અને મોક્ષ તે કાર્ય છે. આ રીતે નિશ્ચય કારણ-કાર્ય છે. મોક્ષનું યથાર્થ કારણ તો દ્રવ્ય છે; અને મોક્ષમાર્ગની પર્યાય છે તેને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે. તેને વ્યવહારકારણ કેમ કહ્યું? મોક્ષમાર્ગનો અભાવ તે મોક્ષનું કારણ છે, અને દ્રવ્ય તે ભાવરૂપ કારણ છે. હવે અભાવરૂપ કારણને ભાવરૂપ કારણ કહેવું તે વ્યવહાર છે. અને આત્મા શુદ્ધ ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ છે અને મોક્ષનું કારણ કહેવું તે નિશ્ચય છે. આત્મવસ્તુ કેવી છે એનો પહેલાં ખ્યાલ કરવો જોઈએ. મૃગલાની ડૂંટીમાં કસ્તૂરી રહેલી છે પણ એની એને ખબર નથી–એનો વિશ્વાસ એને આવતો નથી. તેમ આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. એનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી. સર્વજ્ઞ પરમાત્માએ તારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે એમ જોયું છે. એ શક્તિમાંથી મોક્ષની પર્યાય થાય છે તેથી મોક્ષનું નિશ્ચય કારણ તો દ્રવ્યસ્વભાવ છે; અને આત્માનાં રુચિ, જ્ઞાન, રમણતારૂપ મોક્ષમાર્ગને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે. મોક્ષનું યથાર્થ કારણ મોક્ષમાર્ગ નથી પણ દ્રવ્યસ્વભાવ છે એમ નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ દરેક જગ્યાએ સમજવું. અજ્ઞાની તો શરીરાદિની ક્રિયાને તથા શુભ ભાવને મોક્ષમાર્ગ માને છે પણ તે મોક્ષમાર્ગ નથી. આહાર ન લીધો ને શરીર સુકાઈ ગયું તે મોક્ષની કે બંધની ક્રિયા નથી, પણ જડની ક્રિયા છે. આત્મામાં રાગની ક્રિયા થાય છે તે બંધમાર્ગ છે. અને રાગરહિત ક્રિયા થાય એ મોક્ષમાર્ગની ક્રિયા છે. બંધમાર્ગ તે મોક્ષમાર્ગ નથી પણ તેને મોક્ષમાર્ગનો ઉપચાર કરવો તે વ્યવહાર છે. માટે કોઈને નિશ્ચય માનવો અને કોઈને વ્યવહાર માનવો એ તો ભ્રમણા છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ. લોકો સોનાની કિંમત આપે છે પણ તેમાં રહેલા તાંબાની કિંમત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૨૪૩ આપતા નથી. તેમ જ્ઞાની આત્માની રુચિપૂર્વક જેટલો વીતરાગ-શુદ્ધ ભાવ થયો છે તેની કિંમત આપે છે, પણ વ્રતાદિનો જે રાગ થાય છે એની કિંમત આપતા નથી. શુભરાગ તો કથીર-તાંબા જેવો છે, એ સોનું નથી. સોનું તો ચૈતન્યની રાગરહિત શુદ્ધ-અવસ્થા થઈ છે તે છે. ભગવાનના માર્ગમાં તો શુદ્ધ ધર્મની ક્રિયાની કિંમત છે. રાગ તે મોક્ષમાર્ગની ક્રિયા નથી, તે તો કથીર જેવો છે. લીંબોળી તે નીલમણિ નથી. બાળકો લીંબોળીને નીલમણિ માને તેથી કરીને કાંઈ લીંબોળી નીલમણિ થાય નહિ; એની કોઈ કિંમત આપે નહિ. તેમ આત્મામાં રાગની પર્યાય થાય છે તે લીંબોળી જેવી છે. અજ્ઞાની એને મોક્ષમાર્ગરૂપી નીલમણિ માને પણ તે મોક્ષમાર્ગ નથી. જ્ઞાની એની કિંમત આપતા નથી. માટે વ્યવહાર મોક્ષમાર્ગ તે બંધમાર્ગ છે–એમ સમજવું. * વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૪ રવિવા૨ તા. ૧૨-૪-૫૩ મોક્ષમાર્ગ બે નથી પણ એક જ છે. એ વાત ચાલે છે. આત્માનાં શ્રદ્ધા જ્ઞાન, રમણતા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, એમાં વચ્ચે નિમિત્ત શુભભાવ છે, એને વ્યવહા૨થી મોક્ષમાર્ગ કહેલ છે, પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી. પ્રવૃત્તિ નયરૂપ નથી. અભિપ્રાય-અનુસાર પ્રરૂપણથી પ્રવૃત્તિમાં બન્ને નય બને છે પ્રશ્ન:- શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ. એ રીતે અમે બન્ને નયોને અંગીકાર કરીએ છીએ. ઉત્ત૨:- એમ પણ બનતું નથી; કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારૂરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. માટે અજ્ઞાની નિશ્ચયની શ્રદ્ધા રાખવી અને વ્યવહારની પ્રવૃત્તિ રાખવી-એમ બે નયનું ગ્રહણ કરવું કહે છે; તે વાત ખોટી છે. આત્માની શુદ્ધ પ્રતીતિ, એનું વેદન અને લીનતા તે એક જ મોક્ષપંથ છે. વ્રતાદિનાં શુભભાવને મોક્ષમાર્ગ માનવો તે મિથ્યાત્વ છે. ત્યારે અજ્ઞાની કહે છે કે-અમે એકની શ્રદ્ધા કરીએ અને એકની પ્રવૃત્તિ કરીએ. તો તે વાત પણ ખોટી છે; કેમકે શ્રદ્ધા તો બન્ને નયની કરવી જોઈએ. બન્ને નય છે એમ જાણવું જોઈએ, પણ આદરણીય તો એક નિશ્ચયનય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્મામાં વીતરાગરૂપ પરિણતિ થાય છે તે નિશ્ચય છે અને રાગાદિની પર્યાય છે તે વ્યવહાર છે. નિશ્ચયની નિશ્ચયરૂપ અને વ્યવહારની વ્યવહારરૂપ શ્રદ્ધા કરવી તે બન્નેનું ગ્રહણ છે; પણ એક નયને માને અને બીજા નયને ન માને તો તે એકાંત મિથ્યાષ્ટિ છે; અને વ્યવહારથી નિશ્ચયમાં કાંઈ કામ થાય છે એમ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. હવે કહે છે કે પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી; કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. ત્યાં જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય; તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય. એ પ્રમાણે અભિપ્રાય અનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બન્ને નય બને છે; પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ નથી. જડની પરિણતિ અને રાગની પરિણતિને જાણવી તે વ્યવહારનયા છે. મોરપીંછી આદિની ક્રિયા થાય છે તે જડની પરિણતિ છે. આત્મા અને કરે છે એમ કહેવું તે વ્યવહાર છે. આત્મા તેને કરી શકે છે એમ નથી. મુનિ નિર્દોષ આહાર લે છે ને સદોષ આહારને છોડે છે-એમ કહેવું તે વ્યવહાર છે; પણ વ્યવહારથી આત્મા નિર્દોષ આહાર ગ્રહણ કરે છે અને સદોષ આહારને છોડ છેએમ નથી. આત્મા કર્મને બાંધે છે અને છોડે છે એમ કહેવું તે વ્યવહારનું કથન છે; પણ ખરેખર તે તો જડની પર્યાય છે, આત્માની નથી. આત્મા એને કરી શકતો નથી. છતાં આત્મા જડની પ્રવૃત્તિ કરી શકે છે એમ માનવું તે એકાંત મિથ્યાત્વ છે. ચાલવાની ખાવાની બોલવાની આદિ પરિણતિ તો જડની છે, આત્માની નથી. તે પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન નથી, પણ તે પ્રવૃત્તિને આત્માની કહેવી તે વ્યવહારનય છે. અને તેને જડની પ્રવૃત્તિ કહેવી તે નિશ્ચયનય છે. પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનય નથી. જે એક દ્રવ્યની ક્રિયાને બીજા દ્રવ્યની ક્રિયામાં મેળવે છે, એને ભિન્ન ભિન્ન દ્રવ્યની પણ શ્રદ્ધા નથી. અજ્ઞાનીને આ વાતની ખબર નથી એટલે આ વાત સાંભળતાં એને એમ લાગે છે કે અમે સીધા રસ્તે ચાલ્યા જતા હતા તેમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એમ કહીને તમોએ ડખો નાખ્યો એમ તેને લાગે છે. અજ્ઞાની માને છે કે જડની પ્રવૃત્તિ આત્માથી થાય છે. તે એકાંત મિથ્યાદષ્ટિ છે. પુદગલની પરિણિત એના કારણે થાય છે એમ જાણવું તે નિશ્ચયનય છે અને આત્માએ એને કરી એમ કહેવું તે વ્યવહારનયનું કથન છે. આ રીતે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૪૫ અભિપ્રાય અનુસાર પ્રરૂપણ વિષે બે નય બને છે, પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ નથી. “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની ” –એમ શ્રી સમયસારમાં કહેલ છે. ત્યાં તો આત્માની શુદ્ધ પરિણતિને અભેદ કરીને કહેલ છે; પણ અહીં તો એમ કહેવું છે કે જુદા જુદા દ્રવ્યની પરિણતિ જુદી જાદી છે, છતાં એકની પરિણતિને બીજાની પરિણતિ કહેવી તે વ્યવહારનય છે. પરની પરિણતિને આત્મા રાખતો નથી; પણ પરની પરિણતિ આત્મા રાખે છે એમ કહેવું તે વ્યવહારનય છે. માટે જેમ છે તેમ સમજવું જોઈએ. કથન કરવું તે વ્યવહારનય છે પણ પ્રવૃત્તિ તે વ્યવહારનય નથી. એ વાતને અહીં સિદ્ધ કરે છે. આત્મા જડની પ્રવૃત્તિ પ્રવર્તે છે-એમ ચરણાનુયોગમાં કથન આવે છે તે વ્યવહારનયનું કથન છે, પણ વસ્તુનું એવું સ્વરૂપ નથી. કથનની પદ્ધતિ એવી હોય છે કે જડની પરિણતિથી આત્માની પરિણતિ સુધરે છે; કેમ કે કોઈને એવી પ્રવૃત્તિમાં આત્માની પરિણતિ મંદકષાયરૂપ હોય છે; માટે નિમિત્તનું કથન છે કે આત્મા એ પ્રવૃત્તિને કરે છે. નિશ્ચયથી બાહ્ય પ્રવૃત્તિ તો જડની છે, અને રાગની પરિણતિ તે આત્માની છે. માટે કથનમાં બે નય પડે છે, પણ પ્રવૃત્તિમાં નય નથી. આત્માનાં દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, અને પર્યાયમાં વિકાર આવ્યો તે ક્યાંથી આવ્યો? તો કહે કે કર્મના કારણે આવ્યો. તો ત્યાં તેમ જ સત્ય માની લે તો તે નયને સમજતો નથી. કર્મની અવસ્થા તે પુદગલની છે, એમ કહેવું તે નિશ્ચય છે, અને તેનાથી આત્મામાં વિકાર થયો એમ કહેવું તે વ્યવહારનય છે. આમ બન્ને નયને જાણવા તે યથાર્થ છે, પણ બન્ને નયને આદરણીય માનવા તે ભ્રમણા છે. નિશ્ચયને ઉપાદેય અને વ્યવહારને હેય માનવો તે બન્ને નયનું શ્રદ્ધાન છે. પ્રશ્ન: તો કરીએ? ઉત્તર- નિશ્ચય વડે જ નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. આત્મા ખાઈ શકે છે, આત્મા કર્મ બાંધે છે, આત્મા શરીરને ચલાવી શકે છે વગેરે પ્રકારની શ્રદ્ધાને છોડો. પહેલાં બન્ને નયનું શ્રદ્ધાન કરવાનું કહેલ ત્યાં તો બન્ને નય છે તેને જાણવા-એમ કહેવાનો આશય હતો; અને અહીં નિશ્ચય ઉપાદેય અને વ્યવહારને હેય માનવો તે બન્ને નયનું શ્રદ્ધાન છે-એમ સમજવું; પણ નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને આદરણીય છેએમ નથી. શ્રી સમયસાર કળશ ૧૭૩માં પણ એ જ કહ્યું છે કે सर्वत्रा ध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्त जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ् निश्चयमेकमेव तदमी निष्कम्पमाकम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।। જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા એવું શ્રી જિનદેવે કહ્યું છે; તેથી હું એમ માનું છું કે જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળોય છોડાવ્યો છે. તો સપુરૂષ એક નિશ્ચયને જ ભલા પ્રકારે નિશ્ચળપણે અંગીકાર કરી, શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિનામાં સ્થિતિ કેમ કરતા નથી ?' ભાષા આદિની ક્રિયા મેં કરી, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિની ક્રિયા જડની પરિણતિ છે. તે આત્મા કરે છે, એવા અધ્યવસાનને છોડવા. વળી મેં પરની દયા પાળી, સાચું બોલ્યો, બ્રહ્મચર્ય પાળ્યું એ બધા અધ્યવસાન છોડવા યોગ્ય છે; કેમ કે એ બધી જડની પરિણતિ છે, આત્માની નથી. પરિગ્રહ આદિને આત્મા છોડી શકતો નથી. મારા આત્માથી પરની હિંસા થઈ, મેં પરની દયા પાળી વગેરે માનવું તે મિથ્યાત્વ છે-તે એકત્વબુદ્ધિ છે. નિમિત્તની પરિણતિ પરથી થઈ છે તેને બદલે મારાથી થઈ છે એ બધાં અધ્યવસાન મિથ્યાત્વ છે માટે છોડવા યોગ્ય છે. નિમિત્તની સાથે એકતાબુદ્ધિ છોડવી એમ જિનેશ્વર ભગવાનના ૐધ્વનિમાં આવ્યું છે, આત્માએ પરદ્રવ્યમાં એટલે કોઈ પણ પર-આત્મામાં કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૪૭ અધિકાર સાતમો ] પુદગલમાં એકત્વબુદ્ધિ કરવી નહિ-એમ ભગવાને કહ્યું છે તેથી હું એમ માનું છું કે જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળોય છોડાવ્યો છે. એનો અર્થ એવો છે કેવ્યવહારની રૂચિ છે તે જ મિથ્યાત્વ છે. માટે સત્પષે એક નિશ્ચયનયને જ આદરણીય માનવો જોઈએ. વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૧ મંગળવાર, તા. ૧૪-૩-૫૩ જુઓ, આ શ્લોકનો અર્થ સમયસાર નાટકમાં કહેલ છે. असंख्यात लोक परवान जे मिथ्यात भाव, तेई विवहार भाव केवली-उकत है। जिन्हकी मिथ्यात गयौ सम्यक दरस जायौ, તે નિયત-ત્નીન વિવારસ મુવર દૈા निरविकल्प निरुपाधि आतम समाधि, साधि जे सुगुन मोख पंथकौं ढुकत हैं। तेई जीव पत्त्म दसामै थिररूप है के धरममै धुके न करमसौं रुकत हैं।। અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વભાવ છે, તે બધો વ્યવહારભાવ છે. તેને આદરણીય માને તો તેને કેવળી ભગવાને મિથ્યાષ્ટિ કહેલ છે. અહીં તો વ્યવહારભાવને જ મિથ્યાત્વ કહેલ છે. અસ્થિરતાનો ભાવ ગૌણ છે; એટલે કે વ્યવહારનો આગ્રહ છે-વ્યવહારની રુચિ છે તે મિથ્યાત્વ છે, પરની જે જે પર્યાય થાય છે, તે હું હુતો માટે થઈ, એ માન્યતાને મિથ્યાત્વ કહેલ છે. વ્યવહારભાવ ત્યાં મિથ્યાત્વભાવ અને મિથ્યાત્વભાવ ત્યાં વ્યવહારભાવ એમ કહેલ છે. જ્ઞાનીને વ્યવહારભાવ નથી. જુઓ તો ખરા, અહીં કડક વાત લીધી છે. ગ્રંથકારે વ્યવહારભાવને મિથ્યાત્વ કહેલ છે તે એકત્વબુદ્ધિનો વ્યવહાર છે. જ્ઞાનીને એકત્વબુદ્ધિનો વ્યવહાર હોતો નથી. માટે વ્યવહારમાં એકત્વબુદ્ધિ માનવી તે જ મિથ્યાત્વ છે. તે એકત્વબુદ્ધિને જિનેશ્વર ભગવાને છોડાવી છે. આગળ આઠમા અધિકારમાં આવે છે કે ભગવાને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે અને અમે પણ ઉપદેશ આપીએ છીએ. તે તો નિમિત્તનું કથન છે, પણ એ પ્રમાણે માનવું નહિ, એ માન્યતા છોડવા જેવી છે આત્મા શુદ્ધ જ્ઞાનઘન છે એનો મહિમા થતાં રાગનો મહિમા રહેતો નથી. અહીં વ્યવહારનો તો ત્યાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરાવ્યો છે માટે નિશ્ચયને અંગીકાર કરીને નિજ મહિમારૂપ પ્રવર્તવું યોગ્ય છે. વળી મોક્ષપાહુડની ૩૧મી ગાથામાં કહેલ છે કે જે આત્માર્થમાં જાગે છે તે વ્યવહારમાં સૂતા છે. जो सुत्तो ववहारें, सो जोई जग्गए सअज्जम्भि; जो जरगदि ववहारे, सो सुत्तो अप्पणो कज्जे। અર્થ:- જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે; તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે; માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. સંસ્થા બનાવો, બહારમાં પ્રચાર કરો, શરીરાદિની ક્રિયા કરો એમ જે વ્યવહારમાં જાગતા છે તે સ્વભાવમાં સૂતા છે. મિથ્યાદષ્ટિ પરના કાર્યમાં રોકાયો છે, તે પોતાના કાર્યમાં સૂતો છે. અહીંના શ્રી જિનમંદિર, સમવસરણ સ્વાધ્યાયમંદિર, પ્રવચનમંડપ, માનસ્તંભ (ધર્મસ્તંભ), બ્રહ્મચર્યાશ્રમ આદિ જોઈને લોકોને એમ થઈ જાય છે કે આવું આપણે ત્યાં બનાવીએ અને બહારમાં પ્રભાવના કરીએ.-એમ જેની બહારમાં બુદ્ધિ છે તે વ્યવહારમાં જાગતા છે અને પોતાના કામ માટે સૂતા છે. જ્ઞાની સમજે છે કે પરના મહિમાથી આત્માનો મહિમા નથી. સમંતભદ્ર આચાર્ય કહે છે કે અહો ભગવાન! આપનો મહિમા આ સમવસરણાદિથી નથી. આત્મામાં અનંત ચતુષ્ટય પ્રગટ થયાં છે એ આપનો મહિમા છે-એમ જે આત્માના મહિનામાં જાગતા છે તે વ્યવહારમાં સૂતા છે. તે પોતાનું કાર્ય કરવામાં જાગતા છે. અજ્ઞાનીને પરનો મહિમા આવે છે, તેને ધર્મનો મહિમા નથી. જુઓ, હવે સિદ્ધાંત કહે છે કે-વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે; માટે એ શ્રદ્ધાન મિથ્યા જ છે. આત્માનું શરીર છે, આત્માનાં આઠ કર્મ છે-એમ વ્યવહારનય બે દ્રવ્યને મેળવીને વાત કરે છે, પણ વસ્તુનો સ્વભાવ એવો નથી. તેથી તે શ્રદ્ધાથી મિથ્યાત્વ થાય છે. માટે વ્યવહારનયનું શ્રદ્ધાન કરવા જેવું નથી. દસ પ્રાણ આત્માને હોય છે, એવા વ્યવહાર કથનને સત્યાર્થ માની લેવું તે મિથ્યાત્વ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૪૯ પુરૂષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહેલ છે કે પદાર્થનો જેવો સ્વભાવ છે તેને તેવો નિરૂપણ કરવો તે નિશ્ચય છે, અને જેમ જૂઠાબોલો માણસ અનેક કલ્પના કરીને પોતાનું જૂઠું તાદશ કરી બતાવે છે. તેમ વ્યવહારનય નિમિત્તનું છળ પામીને લાંબુ લાંબુ કરીને કથન કરે છે. તેથી તે છોડવા યોગ્ય છે. વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૨ બુધવાર, તા. ૧૫-૪-૫૩ વ્યવહાર જાણવા યોગ્ય છે- ઉપાદેય નથી શ્રી સમયસાર ગાથા ૧૨માં કહ્યું છે કે જે જે રાગ આવે તેને જાણવો તે પ્રયોજનવાન છે. પૂર્ણદશા થઈ નથી ત્યાં સુધી રાગ આવે છે તેને જાણવો તે વ્યવહાર છે, પણ આદરવો તે વ્યવહાર નથી. નિશ્ચય એક અંશ છે અને વ્યવહાર પણ એક અંશ છે. તે બન્નેનું સાચું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. વ્યવહારનય જાણવો પ્રયોજનવાન છે પણ તેનાથી લાભ થાય છે એવી શ્રદ્ધા છોડો. વ્યવહાર નથી જ એમ માનો તો એકાંત મિથ્યાત્વ થાય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને મેળવીને વાત કરે છે તે પ્રમાણે માની લેવું તે મિથ્યાત્વ છે. નવ પ્રકારના આરોપ-વ્યવહાર આલાપપદ્ધતિમાં નવ પ્રકારના આરોપને વ્યવહાર કહેલ છે. (૧) દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, (૨) ગુણમાં ગુણનો આરોપ, (૩) પર્યાયમાં પર્યાયનો આરોપ, (૪) દ્રવ્યમાં ગુણનો આરોપ, (૫) દ્રવ્યમાં પર્યાયનો આરોપ, (૬) ગુણમાં દ્રવ્યનો આરોપ, (૭) ગુણમાં પર્યાયનો આરોપ, (૮) પર્યાયમાં દ્રવ્યનો આરોપ અને (૯) પર્યાયમાં ગુણનો આરોપ કરવો તે વ્યવહાર છે. (૧) એકંદ્રિય આદિ શરીરવાળો જીવ કહેવો તે દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ છે (૨) ઇન્દ્રિયના નિમિત્તે જ્ઞાન થાય છે માટે જ્ઞાનને મૂર્તિક કહેવું તે ગુણમાં ગુણનો આરોપ છે. (૩) શુદ્ધ જીવની પર્યાયને જીવની પર્યાય કહેવી તે પર્યાયમાં પર્યાયનો આરોપ છે. (૪) જ્ઞાનમાં અજીવદ્રવ્ય જણાય છે માટે તે દ્રવ્યમાં જ્ઞાનનો આરોપ કરવો તે બીજા દ્રવ્યમાં ગુણનો આરોપ છે. લાકડી જ્ઞાનમાં જણાય છે માટે લાકડીને જ્ઞાન કહેવું તે પરદ્રવ્યમાં ગુણનો આરોપ છે. (૫) એક પ્રદેશી પુદગલ પરમાણુને દ્વિઅણુકઆદિ સ્કંધોના સંબંધથી બહુપ્રદેશી કહેવું તે દ્રવ્યમાં પર્યાયનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦] [શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આરોપ છે. (૬) જ્ઞાનને આત્મા કહેવો તે ગુણમાં દ્રવ્યનો આરોપ છે. (૭) જ્ઞાનગુણને પરિણમનશીલ જ્ઞાનગુણની પર્યાય કહેવી તે ગુણમાં પર્યાયનો આરોપ છે. (૮) સ્થૂલ સ્કંધને પુદગલદ્રવ્ય કહેવું તે પર્યાયમાં દ્રવ્યનો આરોપ છે અને (૯) ઉપયોગરૂપ પર્યાયને જ્ઞાન કહેવું તે પર્યાયમાં ગુણનો આરોપ છે.-આ નવ બોલમાં બધા વ્યવહારના બોલ સમાઈ જાય છે. આ વ્યવહારનયનું કથન છે પણ એ પ્રમાણે માનવું નહિ. વિકાર હતો માટે કર્મ બંધાયું તે વ્યવહારનું કથન છે પણ એ પ્રમાણે માની લેવું તે મિથ્યાત્વ છે. વ્યવહારનય પદાર્થનું અસત્યાર્થ કથન કરે છે; તે પ્રમાણે માનવું મિથ્યાત્વ છે જુઓ, અહીં પંડિતજીએ વ્યવહારની ખૂબ સ્પષ્ટતા કરી છે. પાઠશાળા ખોલી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા, જિનમંદિરો બનાવ્યા-એ બધું વ્યવહારનયનું કથન છે. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. નિમિત્તની ઉપસ્થિતિ બતાવવા માટે શાસ્ત્રમાં વ્યવહારથી કથન કરેલ હોય છે. વ્યવહાર પદાર્થોનું કથન કરે છે, માટે એ પ્રમાણે માની ન લેવું. માનતુંગ આચાર્ય ભક્તામરથી તાળાં તોડી નાખ્યા, સીતાજીના બ્રહ્મચર્યથી અગ્નિ પાણીરૂપ થઈ, શ્રીપાળને ગંધોદકથી રોગ મટયો, શાંતિનાથ ભગવાન શાંતિના કર્તા છે, વગેરે ખરેખર સત્યાર્થ માનવું તે મિથ્યાત્વ છે, કેમ કે કોઈની પર્યાય કોઈ કરતું નથી, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. તીર્થકર ભગવાને અનંત જીવોને તાર્યા, ભગવાને યજ્ઞમાં પશુહિંસા થતી હતી તે બંધ કરાવી. ભગવાને તીર્થની સ્થાપના કરી. આ બધાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધના કથન છે. એ પ્રમાણે જ માની લેવું તે મિથ્યાત્વ છે. ભગવાને તીર્થને સ્થાપ્યા નથી, ભગવાને હિંસા બંધ કરાવી નથી, અને ભગવાને અનંત જીવોને ખરેખર તાર્યા નથી એ સત્ય વાત છે. કેમકે કોઈનું કોઈ કરતું નથી. શાસ્ત્રમાં લખાણ આવે કે સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય તો છઠ્ઠ ગુણસ્થાન હોય છે અને મંદ ઉદય હોય તો સાતમું ગુણસ્થાન હોય છે. એ નિમિત્તનું કથન છે પણ ખરેખર એમ નથી. જ્ઞાનાવરણીય જ્ઞાનને રોકયું એમ કોઈના કારણ-કાર્ય કોઈમાં વ્યવહારનય મેળવે છે. પાણી પીવાથી તૃષા મટી, ખાવાથી ભૂખ મટી અને તેથી આત્મામાં શાંતિ થઈ એમ માનવું તે મિથ્યાત્વ છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં વ્યવહારનું કથન આવે, દ્રવ્યમાં પર્યાયનો, દ્રવ્યમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૫૧ ગુણનો દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ કરવામાં આવે તો તે પ્રમાણે શ્રદ્ધા કરવી નહિ. સંસારની વાતમાં ખૂબ ડહાપણ બતાવે અને અહીં આ વાત આવે ત્યાં કહે કે અમારાથી સમજાય નહિ. એનો અર્થ એ છે કે ધર્મની રુચિ જ નથી. રુચિ હોય તો સમજાયા વિના રહે નહિ અને આ વાત સમજ્યા વિના ધર્મ કે શાંતિ થાય એમ નથી. આત્માને સમજ્યા વિના નમોકાર મંત્ર ભણતાં ભણતાં દેહ છૂટી જાય તોપણ તેને સમાધિ કહેવાય નહિ. કદાચિત્ શુભભાવ હોય તો પુણ્યબંધ થાય. આંગળીથી લાકડી ઊંચી થઈ તે કોઈનું કારણ-કાર્ય કોઈમાં મેળવીને વ્યવહારનયથી કથન કરેલ છે, પણ ખરેખર આંગળીથી લાકડી ઊંચી થઈ નથી. આંગળીથી મોઢામાં કોળિયો મૂકાય છે તે વ્યવહારનયનું કથન છે. આત્મા આંગળીને ચલાવે નહિ, ચાવીને ખાઈ શકતા નથી-એ યથાર્થ છે, કેમ કે કોઈને કોઈ ચીજ સ્પર્શ જ કરતી નથી આત્મા પુદગલને સ્પર્શ કરતો જ નથી તો આત્માના કારણે ખોરાક લેવાય છે એમ કહેવું તે વ્યવહારનયનું કથન છે. ઘંટીથી લોટ થાય છે એમ માનવું તે મિથ્યાત્વ છે કેમ કે ઘટી અને ઘઉં વચ્ચે અન્યોન્યઅભાવ છે. એક દ્રવ્યના કારણે બીજા દ્રવ્યનું કાર્ય માનવું તે મિથ્યાત્વ છે. શિક્ષકોની વ્યવસ્થા બરાબર છે, માટે છોકરાઓ હોશિયાર થાય છે, કવિ કવિતા સુંદર બનાવે છે-એમ માનવું તે મિથ્યાત્વ છે. અજ્ઞાની લોકો તો એમ જ માને છે, પણ જ્ઞાની એમ માનતો નથી. નિશ્ચયનય એક-બીજાના અંશને મેળવતો નથી, તેથી જ્ઞાની એની શ્રદ્ધા કરે છે. નિશ્ચયનય કોઈમાં ભેળસેળ કરતો નથી. માટે નિશ્ચયની શ્રદ્ધા કરવી અને વ્યવહાર નયની શ્રદ્ધા છોડવી એમ કહેલ છે. બન્ને નયોના ગ્રહણનો અર્થ પ્રશ્ન- જો એમ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ ? ઉત્તર:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ એમ જ છે”—એમ જાણવું. દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વયંસિદ્ધ છે-તેને તો એમ જ સત્ય છે એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી” પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. કર્મથી વિકાર થયો એમ છે જ નહિ. આગળ આવશે કે દર્શનમોહથી મિથ્યાત્વ થાય છે તે વ્યવહારનું કથન છે. તેથી તેને સત્ય માની લેવું નહિ. શાસ્ત્રમાં બે નયની વાત હોય છે. એક નય તો જેવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સ્વરૂપ છે તેવું જ કહે છે અને બીજો નય જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે એમ જાણવું. ઘીનો ઘડો કહેવાય છે પણ ઘડો ઘીનો નથી. ઘી નો સંયોગ છે તે જણાવવા ઘી નો ઘડો કહેલ છે. ત્યાં વ્યવહારનયની મુખ્યતાએ કથન છે પણ વાસ્તવિકપણે એમ નથી–એમ જાણવું, તેનું નામ બન્ને નયનું ગ્રહણ છે. રાગ થાય છે. એને જાણવો પણ રાગ મારો છે અને એ આદરણીય છે–એમ માનવું નહિ. ભગવાનના દર્શનથી કે દેવઋદ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ માનવું નહિ. તે નિમિત્તનું કથન છે,-એમ જાણવું તે વ્યવહારનયનું ગ્રહણ છે. નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે એમ જાણવું તે બન્ને નયનું ગ્રહણ છે, પણ બન્ને નય અંગીકાર કરવા જેવા છે એનું નામ કાંઈ બન્ને નયનું ગ્રહણ નથી. અહીં તો જાણવાનું નામ જ ગ્રહણ કહેલ છે. * પ્ર. વૈશાખ સુદ ૩ ગુરુવાર, તા. ૧૩-૪-૫૩ બન્ને નયોને સમાન સત્યાર્થ ન જાણવા 6 જેમ લૌકિકમાં મોસાળનાં ગામના કોઈ મુરબ્બીને ‘ કહેણો મામો' કહે છે પણ તે સાચો મામો નથી, કહેવા માત્ર છે; તેમ આત્માની પર્યાયમાં થતા દયાદાનાદિના પરિણામને કહેણા મામા'ની જેમ ધર્મ કહેવામાં આવે છે. આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને આચરણરૂપી નિશ્ચય ધર્મ પ્રગટયો હોય તે જીવના શુભરાગને વ્યવહારધર્મ કહેવાય છે-એમ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે. વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. ઘડો ઘી નો નથી પણ માટીનો છે. તેમ શુભ રાગપરિણામ ધર્મ નથી, કહેવામાત્ર છે.-આમ જાણવું તેને ગ્રહણ કરવું કહ્યું છે. જ્યાં વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે'-એમ જાણવું. બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. વળી નિશ્ચયથી ધર્મ થાય છે ને વ્યવહારથી પણ ધર્મ થાય છે અથવા નિશ્ચયથી નિશ્ચયધર્મ છે ને વ્યવહારથી વ્યવહા૨ધર્મ છે, અથવા કોઈ વખત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૨૫૩ ઉપચારથી કામ થાય ને કોઈ વખત નિમિત્તથી કામ થાય, અથવા કોઈ વખત જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાય અથવા કોઈ વખત પોતાના કારણે જ્ઞાન રોકાય એમ માનવું તે ભ્રમણા છે. ખરેખર જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાતું નથી, અંતરાયથી વીર્ય રોકાતું નથી, મોહનીયકર્મથી ચારિત્ર રોકાતું નથી. કર્મથી જ્ઞાન રોકાયું વગેરે કથનો બધાં નિમિત્તનાં કથનો છે. નિમિત્તનો કાંઈ પ્રભાવ પડતો નથી ગોમ્મસારમાં લખેલ છે કે ઘી-દૂધ વગરના લૂખા આહારથી વીર્ય હણાય તો એ લખાણ નિમિત્તથી છે. બદામપીસ્તામાંથી બુદ્ધિનો વિકાસ થતો હોય તો પાડાને ખવડાવવાથી તેની બુદ્ધિ બહુ વિકાસ પામવી જોઈએ, પણ એમ નથી. નિમિત્તનાં કથનોનો અર્થ સમજવો જોઈએ. આત્મામાં ભાવકર્મ પોતાના કારણે છે. તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે ને બાહ્ય પદાર્થ નોકર્મ છે. તે બધાનો સંબંધ બતાવવા એમ કથન છે. વળી, સ્મશાનમાં કોઈ માણસ એકલો જાય તો ભય બહુ લાગે, બે જણ સાથે જાય તો ભય ઓછો લાગે ને ત્રણ ચાર જણ આયુધાદિ સહિત જાય તો ભય ઘણો ઓછો લાગે છે, માટે ત્યાં નિમિત્તનો પ્રભાવ પડે છે એમ અજ્ઞાની કહે છે, પણ તે બધું ખોટું છે. ભયના પરિણામ ઓછાવત્તા થાય છે તે પોતાના કારણે થાય છે. હથિયાર આદિને લીધે ભય ઓછો થતો નથી તેમ જાણવું જોઈએ. પોતાની યોગ્યતા મુજબ પરિણામ થાય છે, નિમિત્તની બિલકુલ અસર નથી. આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી તે ખરી અહિંસા છે આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી તે યથાર્થ અહિંસા છે ને રાગની મંદતાને અહિંસા કહેવી તે કહેવામાત્ર છે. પાંચ મહાવ્રતમાં પહેલું અહિંસા મહાવ્રત છે. તે કહેવામાત્ર છે. તે બધા રાગના પરિણામ છે. નિશ્ચયથી તો તે હિંસા છે છતાં તેને અહિંસા કહેવી તે ઉપચારમાત્ર છે. રાગરહિત દશાને નિશ્ચય મહાવ્રત કહે છે. મંદ રાગાદિ પરિણામ કહેવામાત્ર મહાવ્રત છે. અજ્ઞાની તો જડની ક્રિયામાં મહાવ્રત માને છે ને સમજણ વિના દીક્ષા લઈ લે છે. તેથી અનંત સંસાર વધે છે. માટે બને નયોના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪] | [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે.” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. વ્યવહારનય પરમાર્થને સમજાવવા માટે છે પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું! ઉત્તર:- એવો જ તર્ક શ્રી સમયસાર (ગાથા ૮) માં કર્યો છે. ત્યાં આ ઉત્તર આપ્યો છે કે જેમ કોઈ અનાર્યને તેની ભાષા વિના સમજાવી શકાય નહિ તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. નિશ્ચય મોક્ષમાર્ગ સાચો છે. વીતરાગી પર્યાય સાચો ધર્મ છે. જોઈને ચાલવું, ભાષા મૂદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરા પ્રમાણ જોઈને ચાલવું વગેરે. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેના સમાધાનમાં જવાબ આપે છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. સ્વસ્તિ” શબ્દનો અર્થ અનાર્ય ન સમજી શકે, પણ “સ્વતિ”નો અર્થ તેની ભાષામાં કહે કે “તારું અવિનાશી કલ્યાણ થાઓ' તો તે જીવ સમજી શકે છે. એમ વ્યવહારનો ઉપદેશ છે. મ્લેચ્છ ભાષામાં સમજાવવું પણ બ્રાહ્મણે પ્લેચ્છ થવું નહિ. તેમ વ્યવહારથી સમજાવવામાં આવે પણ વ્યવહારને નિશ્ચય માનવો નહિ. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડી સમજાવે છે પણ તે કહેવામાત્ર છે. આત્મામાં ખરેખર એવા ભેદ નથી. આત્મા તો અભેદ છે. અજ્ઞાનીને મનમાં વ્યવહાર રમી રહ્યો છે, તેથી વ્યવહારની ભાષાથી આત્માનું સ્વરૂપ કહે છે, પણ તેવું વસ્તુનું સ્વરૂપ નથી. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ. પાંચ મહાવ્રત, ૨૮ મૂલગુણ આદિ વ્યવહારનયનો વિષય છે પણ તે અંગીકાર કરવાયોગ્ય નથી. પ્રશ્ન- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહારનયને કેમ અંગીકાર ન કરવો તે કહો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૫૫ સમાધાનઃ- અહીં કથન બીજી રીતે છે. સમયસારમાં આત્મા વસ્તુને અભેદ કહેલ છે ને તેના પર્યાયાદિ ભેદને વ્યવહાર કહેલ છે. એકરૂપ અભેદ આત્માની દૃષ્ટિ કરાવવા પોતાની પર્યાયના ભેદને ગૌણ કરી વ્યવહાર કહેલ છે. અહીં મોક્ષમાર્ગ પ્રકાશકમાં પરદ્રવ્યથી ભિન્ન ને સ્વભાવોથી અભિન્ન વસ્તુ કહેલ છે. અહીં પોતાની પર્યાય પોતામાં લીધી છે; પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન છે એમ અહીં કહેલ છે. અહીં સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાયને નિશ્ચય કહેલ છે ને શરીર, કર્મ, નિમિત્તાદિને વ્યવહાર કહેલ છે. વસ્તુ છે તે પરદ્રવ્યથી ભિન્ન છે ને પોતાના સ્વભાવોથી અભિન્ન છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના કારણે સ્વયંસિદ્ધ છે. વિકારી કે અવિકારી પર્યાય સ્વયંસિદ્ધ છે. અહીં વિકારી પર્યાય સહિત દ્રવ્ય કહ્યું છે; તેને નિશ્ચય કહે છે ને જડની પર્યાયને વ્યવહાર કહે છે. વ્યવહારનયથી કથનના ત્રણ પ્રકાર શ્રી સમયસારની ચૌદમી ગાથામાં વ્યંજનપર્યાય તથા અર્થપર્યાય પણ વ્યવહાર કહેલ છે. તેને અહીં અભિન્ન વસ્તુમાં લીધેલ છે. એમ અપેક્ષા સમજવી જોઈએ. આત્માને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહિ. ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી (૧) શરીરાદિપર્યાયની સાપેક્ષતાથી બતાવીએ છીએ. આ એકંદ્રિય જીવ, આ મનુષ્ય જીવ-એમ કહે છે. પંચેન્દ્રિય જીવને દશ પ્રાણ છે એમ શરીરાદિ પરદ્રવ્યની અપેક્ષા કરી નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા. જડની અપેક્ષા લઈ જીવની ઓળખાણ કરાવવા શરીરને જીવ કહી દે છે. જે આત્માને સમજતો નથી, નિમિત્તના સંબંધ વિનાનો આત્મા જેણે જોયો નથી; દસ પ્રાણના સંબંધ વિનાનો, ઇંદ્રિયના સંબંધ વિનાનો આત્મા જેણે જોયો નથી, તેને શરીરાદિ સહિત જીવની ઓળખાણ કરાવે છે. (૨) હવે અંતરના વ્યવહારથી જીવની ઓળખાણ કરાવે છે. અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી. જ્ઞાન-દર્શનાદિ ગુણ-પર્યાયરૂપ જીવના ભેદ કર્યા છે. આ જાણવાવાળો તે જીવ, દેખવાવાળો તે જીવ, વીર્યવાળો તે જીવ- એમ ભેદથી જીવની ઓળખાણ કરાવે છે. શ્રી સમયસારની સાતમી ગાથામાં કહ્યું છે કે પર્યાયમાં ભેદ છે, પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨પ૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વસ્તુને મુખ્ય કરાવવા પર્યાયના ભેદને ગૌણ કરી વ્યવહાર કહે છે. તેથી ભેદ અવસ્તુ છે. ભેદ પોતાની પર્યાય છે, પણ ભેદના લક્ષે રાગી જીવને રાગ થાય છે. તેથી અભેદને મુખ્ય કરી ભેદને ગૌણ કરી ભેદને અવસ્તુ કહેલ છે. અહીં મોક્ષમાર્ગપ્રકાશકમાં ભેદને સ્વયંસિદ્ધ વસ્તુમાં ગણેલ છે ને ભેદથી સમજાવે છે. હવે ત્રીજો બોલ બતાવે છે. (૩) વળી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. પંચ મહાવ્રતાદિના પરિણામ મોક્ષમાર્ગ નથી. લાખો રૂપિયા દાનમાં આપે તેથી તો ધર્મ નથી પણ તેમાં જે કષાયમંદતા થાય તે પુણ્ય છે, પણ ધર્મ નથી. પૈસા પાપ નથી, પણ પૈસાને પોતાના માનવા તે પાપ છે. પૈસાની જવારૂપ ક્રિયા પુણ્ય નથી પણ કષાયમંદતાના પરિણામ કરે તે પુણ્ય છે; પણ તે પુણ્ય પરિણામ મોક્ષમાર્ગ નથી. વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે, પણ અજ્ઞાની જીવ વીતરાગભાવ તે મોક્ષમાર્ગ એટલાથી સમજતો નથી તેથી તેને વ્યવહારનયથી સમજાવે છે. ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ ૨૫૭, લીટી ૪ માં “વ્યવહારનયથી તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પરદ્રવ્યનાં નિમિત્ત મટાડવાની...” લખ્યું છે. તેમાં “વ્યવહારનય” શબ્દ લખેલ છે તે “તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક” સાથે લાગુ પડતો નથી. તત્ત્વશ્રદ્ધાનજ્ઞાન તો નિશ્ચય છે, વ્યવહાર નથી. તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાન જેનો નિશ્ચય પ્રગટ થયાં છે. તેને વ્યવહારનયથી, પરદ્રવ્યના નિમિત્ત મટવાની સાપેક્ષતા વડે, વ્રત આદિના ભેદો બતાવે છે. વીતરાગી ચારિત્ર તે મોક્ષમાર્ગ છે એમ અજ્ઞાની સમજતો નથી, તેથી વ્યવહારથી સમજાવે છે. પોતામાં અશુભરાગ મટે છે, ને શુભરાગ થાય છે. તે શુભરાગના વ્રત, શીલ આદિ ભેદો બતાવીને વીતરાગભાવની ઓળખાણ કરાવે છે. જેને નિશ્ચય તત્ત્વશ્રદ્ધાન-શાન થયાં છે તેને જે વીતરાગભાવ પ્રગટે છે તે વીતરાગભાવને વ્રત, શીલ, સંયમાદિરૂપ શુભભાવના ભેદો દ્વારા સમજાવે છે, કારણ કે અજ્ઞાની “વીતરાગભાવ” એટલું માત્ર કહેતા સમજતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૫૭ વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૪ શુક્રવાર, તા. ૧૭-૪-પ૩ આ મોક્ષમાર્ગપ્રકાશક છે. મોક્ષમાર્ગ એટલે શું? આત્માની પર્યાયમાં રાગદ્રષ-અજ્ઞાનભાવરૂપ વિકાર છે તે સંસાર છે, અને તે વિકારરહિત પૂર્ણ નિર્મળ જ્ઞાનાનંદદશા પ્રગટે તેનું નામ મોક્ષ છે, અને તે મોક્ષનું કારણ તે મોક્ષમાર્ગ છે. શુદ્ધ આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે મોક્ષમાર્ગ છે. પરજીવનું જીવન કે મરણ આત્મા કરી શકતો નથી, અને દયા વગેરેનો શુભભાવ થાય તે પણ ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ત્રણે વીતરાગભાવરૂપ છે. મારો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી છે એવી વીતરાગી શ્રદ્ધા થાય તે સમ્યગ્દર્શન છે. પરનું ભલું-બૂરું હું કરી દઉં-એવી માન્યતા તે અજ્ઞાન છે. આત્માની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ તે જ મોક્ષમાર્ગ છે, તેને જે ઓળખતો નથી તેને વ્યવહારનયથી વ્રત વગેરેના ભેદો પાડીને સમજાવ્યું છે. વ્યવહાર શ્રદ્ધા તે કાંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગી રત્નત્રય જ છે. પણ તેને ભેદ પાડીને સમજાવ્યું છે. જીવાદિ સાતે તત્ત્વો ભિન્ન ભિન્ન જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવી, સાતે તત્ત્વોના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. યથાર્થ તત્ત્વશ્રદ્ધા અને જ્ઞાન પૂર્વક વીતરાગભાવ થયો તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનાનંદ સ્વરૂપનું યથાર્થ ભાન થયું હોય, ને વિકાર થાય તે મારા સ્વભાવને માટે બેકાર છે, ને જડની ક્રિયાથી તો મારી શાંતિ નથી જ:- આવી શ્રદ્ધા-જ્ઞાન સહિત વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે; પણ જે જીવ એવા ભાવને ઓળખતો નથી તેને વ્રતાદિ ભેદ પાડીને સમજાવ્યું છે, તેનું નામ વ્યવહાર છે. મોક્ષમાર્ગરૂપ વીતરાગભાવ તો એક જ પ્રકારનો છે; છતાં અનેક પ્રકારોથી તેનું કથન કરવું તે વ્યવહાર છે. એનો અર્થ એમ નથી કે વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે પણ મોક્ષમાર્ગ છે. વ્યવહાર શ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી, પણ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેનું સ્વરૂપ સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડીને કહ્યું છે. રાગાદિ તે મોક્ષમાર્ગ નથી. પૈસા ખરચે તેથી કાંઈ ધર્મ થઈ જતો નથી, અને પૈસાથી પુણ્ય પણ નથી. પૈસા ખર્ચે તેમાં મંદકષાય હોય તો પુણ્ય છે; ધર્મ તો જુદી ચીજ છે. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. આત્માની પરમ આનંદદશા પ્રગટે તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મોક્ષ છે. મોક્ષ આત્મામાં થાય છે. તેનો ઉપાય પણ આત્માનો વીતરાગભાવ છે; અને તે વીતરાગભાવ એક જ પ્રકારનો છે. તેને જે સમજતો નથી તેને નિમિત્તથી વ્રતાદિના અનેક ભેદ પાડીને સમજાવ્યું છે, પહેલાં સ્ત્રી, વેપાર વગેરેને અશુભ પરિણામનાં નિમિત્ત બનાવતો, પણ આત્માના ભાનપૂર્વક અંશે વીતરાગતા થતાં, હિંસા વગેરેના અમુક નિમિત્તો છૂટી ગયાં, ત્યાં નિમિત્ત છૂટવાની અપેક્ષાએ અહિંસા-સત્ય વગેરે ભેદ પાડીને સમજાવ્યું છે, પણ ત્યાં જે વ્રતનો શુભરાગ છે તે કાંઈ ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. હિંસાભાવ છૂટયો ત્યાં હિંસાના નિમિત્ત પણ છૂટયાં. રાગ-દ્વેષ વખતે સ્ત્રી વગેરે નિમિત્તો હતાં, વીતરાગભાવ થતાં તે નિમિત્ત છૂટી ગયાં તેથી તે નિમિત્ત છૂટવાની અપેક્ષાએ બ્રહ્મચર્યવ્રત વગેરે કહીને વીતરાગભાવ ઓળખાવ્યો છે, પણ વ્રતાદિના શુભભાવ છે તે કાંઈ વીતરાગભાવ નથી. વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના વ્રતાદિને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે અનાસક્તિભાવે જગતનાં કામ કરવાં-એમ અજ્ઞાની લોકો કહે છે, પણ તે વાત મિથ્યા છે. પરનાં કામ આત્મા કરી જ શકતો નથી, છતાં હું તેને કરું એમ માને છે તે જ મિથ્યાત્વ છે. જડ ઈદ્રિયોને જીતવી એમ અજ્ઞાની માને છે, તે પણ જૂઠી વાત છે. ઈદ્રિયો જડ છે તેને શું જીતવી? પણ અંદર આત્માનું ભાન થતાં ઈદ્રિયો તરફનું વલણ છૂટયું ત્યાં ઇંદ્રિયોનું નિમિત્ત છૂટી ગયું, તેથી ઈદ્રિયોને જીતી એમ કહેવાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ભૂમિકા અનુસાર વીતરાગભાવ થયો તે મોક્ષમાર્ગ છે, અને તે ભૂમિકામાં વ્રતાદિનો શુભરાગ પણ હોય છે. જ્યાં વીતરાગભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગ પ્રગટયા છે ત્યાં વ્રતાદિ ભેદોને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો; પણ જેને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો જ નથી તેના એકલા રાગને ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી કહેતા. અહીં તો જેને યથાર્થ તત્ત્વનાં નિશ્ચયશ્રદ્ધા-જ્ઞાન પ્રગટયાં છે એવા જીવની વાત છે. નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન વગર તો મોક્ષમાર્ગનો અંશ પણ હોય નહિ મુનિને ચૈતન્યની નિશ્ચયશ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં લીનતાથી એવો વીતરાગભાવ થયો કે હિંસા-ચોરી–પરિગ્રહ વગેરેનો અશુભભાવ થતો નથી, ત્યાં તેને અહિંસાવ્રત, સત્યવ્રત વગેરેના ભેદોથી સમજાવ્યું છે, પણ ત્યાં મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. તે વીતરાગભાવ એક જ જાતનો છે, રાગ અને નિમિત્તો છૂટવાની અપેક્ષાએ પાંચ વ્રત વગેરે ભેદોથી મોક્ષમાર્ગનું કથન કરીને સમજાવ્યું છે. માટે યથાર્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૨૫૯ વસ્તુસ્થિતિ શું છે તે સમજવું જોઈએ. શરીરની ક્રિયા સરખી થાય તો ધર્મ થાયએમ અજ્ઞાની માને છે, પણ શરીરની ક્રિયામાં કાંઈ ધર્મ નથી. મહા વીતરાગી મુનિ હોય, અને લકવા થઈ ગયો હોય, ત્યાં શરીરની ક્રિયાથી વંદનાદિ ન થાય છતાં અંતરમાં સ્વભાવના અવલંબને નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ ટકયો છે તે મોક્ષમાર્ગ છે. મુનિની દશા દિગંબર હોય છે. વસ્ત્રનો રાગ તેમને હોતો જ નથી. ૨૮ મૂળગુણ હોય છે; પણ ૨૮ મૂળગુણનો શુભભાવ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ અંતરસ્વરૂપના આશ્રયે થયેલો વીતરાગભાવ છે. પંચમહાવ્રતના વિકલ્પ વખતે પાછળ તે ભૂમિકાને યોગ્ય વીતરાગભાવ છે, તે જ મોક્ષમાર્ગ છે. જડપદાર્થો જગતનાં સ્વતંત્ર તત્ત્વો છે. આહાર આવવો કે છૂટવો તે ક્રિયા જડની છે. આત્માના હાથની તે ક્રિયા નથી. આત્માના ભાન વિના જડની ક્રિયાનું અભિમાન અજ્ઞાની કરે છે, તેને મોક્ષમાર્ગ ખબર નથી. “બોલે તેના બે ” નિશ્ચયનો ઉપદેશ કરતાં વચ્ચે ભેદરૂપ વ્યવહારથી કથને આવ્યા વિના રહેતું નથી. નિશ્ચય મોક્ષમાર્ગ તો એક જ પ્રકારનો છે, પણ તેને સમજાવતાં ભેદ પાડીને સમજાવ્યું છે. “બોલે તે બે માગે ”-એમ નિશ્ચયનો ઉપદેશ કરતાં વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. આ બાબતમાં એક દષ્ટાંત આવે છે. કાકા, ભત્રીજા વચ્ચે પાંચ લાડવા હતા, ત્યાં તકરાર થઈ, અને બન્નેએ નક્કી કર્યું કે “જે બોલે તે બે ખાય, ને ન બોલે તે ત્રણ” પછી કોઈ બોલે નહિ. ત્યાં માણસોએ જાણ્યું કે આ બન્ને મરી ગયા છે; તેથી તેને બાળવા માટે સ્મશાનમાં લઈ ગયા; ને બાળવાની તૈયારી કરી ત્યાં ભત્રીજાથી ન રહેવાયું ને બોલ્યો કે “ઊઠ કાકા! ત્રણ તારા.... ને બે મારા.” તેમ આત્માનો ચિદાનંદ સ્વભાવ છે. તેમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ છે. વચ્ચે વિકલ્પ ઊઠયો તે રાગ છે. ઉપદેશનો વિકલ્પ ઉઠયો ત્યાં નિશ્ચય શ્રદ્ધા અને જ્ઞાનરૂપ બે લાડવા રહ્યા, પણ નિર્વિકલ્પ રમણતારૂપ ત્રીજો લાડવો ગૂમાવ્યો માટે કહ્યું કે “બોલે તેના બે” અને ચૈતન્યમાં નિર્વિકલ્પપણે એકાગ્ર થયો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગ છે. વ્યવહારથી કથન કર્યું ત્યાં તેને જ વળગી રહે ને તેનો પરમાર્થ ન સમજે તો તે મિથ્યાષ્ટિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યવહારનો પહેલો પ્રકાર (૧) નર-નારકાદિ શરીરને જીવ કહ્યો કે નરકનો જીવ, દેવનો જીવ. ત્યાં ખરેખર શરીર તે જીવ નથી, પણ શરીરરહિત એકલા જીવને અજ્ઞાની ઓળખતો નથી; તેથી તેને સમજાવવા માટે શરીરના નિમિત્તથી કથન કરીને જીવ ઓળખાવ્યો છે. પણ ત્યાં શરીરને જ જીવ ન માની લેવો. શરીર તો જડ છે, શરીર અને જીવના સંયોગની અપેક્ષાએ કથન કર્યું કે આ એકેન્દ્રિય જીવ, આ નરકનો જીવ; પણ ખરેખર ત્યાં જીવ તો તે એકેન્દ્રિય વગેરે શરીરથી જુદો જ છે. જેને જુદા જીવ પર લક્ષ નથી તેને ઓળખાવવા માટે સંયોગ અપેક્ષાએ કથન કરીને ઓળખાવ્યું છે; પણ કથન કર્યું તેથી કાંઈ શરીર તે જીવ થઈ જતો નથી. શરીર વગરનો એકલો આત્મા અજ્ઞાનીએ કદી જોયો નથી, તેથી તેને સમજાવવા ઉપચારથી કથન કર્યું. તે વ્યવહાર છે. કીડીનાં શરીર અપેક્ષાએ “કીડીનો જીવ” એમ કહેવાય, પણ તે કહેવામાત્ર છે. ખરેખર કીડીનું શરીર તે જીવ નથી, જીવ જુદો છે. જીવનું શરીર તો જ્ઞાન છે. “જ્ઞાનવિગ્રહ” તે આત્માનું શરીર છે. ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે, પણ મૃતક કલેવર એવા આ જડ શરીરમાં તે મૂર્છાઈ ગયો છે. જીવતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે. શ્રી સમયસારની ૯૬મી ગાથામાં કહે છે કે ભગવાન આત્મા તો પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે, ને શરીર તો જડ મૃતક કલેવર છે. અજ્ઞાની ભિન્ન ચૈતન્યને ચૂકીને શરીર તે જ હું, “શરીરની ક્રિયા મારાથી થાય છે—એવી માન્યતાથી મૃતક કલેવરમાં મૂર્ણિત થયો છે. તે અજ્ઞાનીને આત્મા શરીરથી ભિન્ન ભાસતો નથી. નિશ્ચયથી આત્મા તો વિજ્ઞાનઘન છે, અને શરીરના સંયોગથી જીવનું કથન કર્યું તે વ્યવહાર છે; પણ ત્યાં ખરેખર જીવને શરીરવાળો જ માની લે તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. અરે જીવ! શરીર તો મડદું છે, ને તું તો ચૈતન્યઘન છો, માટે “હું શરીરને ચલાવું છું”—એવું મૃતક કલેવરનું અભિમાન છોડી દે. શરીર તો મૃતક કલેવર છે. તે તારા ધર્મનું સાધન નથી. તારો આત્મા અમૃતપિંડ વિજ્ઞાનઘન છે તે જ તારા ધર્મનું સાધન છે. શરીરને જીવ કહ્યો ત્યાં જીવ તો વિજ્ઞાનઘન છે, ને શરીર જડ છે, તેનાથી જીવ જાદો છે એમ સમજવું. વ્યવહારનો બીજો પ્રકાર (૨) વળી વ્યવહારનો બીજો પ્રકાર એ છે કે અભેદ આત્મામાં જ્ઞાનદર્શનાદિના ભેદો પાડીને કથન કર્યું તે વ્યવહાર છે, પણ ત્યાં ખરેખર આત્મા તો અભેદ-એક છે. જાણે તે આત્મા, શ્રદ્ધા કરે તે આત્મા, આનંદ તે આત્મા–એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ર૬૧ જુદા જુદા ગુણના ભેદથી આત્મા ઓળખાવ્યો, પરંતુ ત્યાં આત્મા કાંઈ જુદો જુદો નથી. આત્મા તો બધા ગુણોનો અભેદ પિંડ છે. સમજાવવા માટે અનેક ભેદ પાડીને કહ્યું, પણ નિશ્ચયથી આત્મા અભેદ છે તે જ જીવવસ્તુ છે–એમ સમજવું. વિશ્વાસ કરનાર કોણ છે? શરીર-પૈસા-સ્ત્રી વગેરેનો વિશ્વાસ કરે છે, તે કોણ છે ?-કે આત્મા પોતાના શ્રદ્ધા ગુણથી વિશ્વાસ કરે છે. માટે શ્રદ્ધા કરે તે આત્મા છે. તો હું ભાઈ ! તારા શ્રદ્ધા ગુણ વડે જેમ તું પરનો વિશ્વાસ કરે છે તેમ શ્રદ્ધાને અંતર્મુખ કરીને તારા આત્માની શ્રદ્ધા કર. એ પ્રમાણે સમજાવ્યું છે. ત્યાં કાંઈ શ્રદ્ધા અને આત્મા વચ્ચે ભેદ નથી, પણ સમજાવતાં કથનમાં ભેદ આવે છે. પહેલાં તો એમ કહ્યું કે શરીરાદિ પરવસ્તુને જીવ કહેવો તે કથનમાત્ર છે, ખરેખર જીવ તેવો નથી. જીવ તો શરીરથી જુદો છે. તે જ પ્રમાણે ગુણભેદથી સમજાવ્યું છે; પણ વસ્તુ તો ગુણ-પર્યાયોનો અભેદ એક પિંડ છે. માટે ભેદથી જ વસ્તુની શ્રદ્ધા ન કરવી, પણ અભેદ વસ્તુની શ્રદ્ધા કરવી. પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એ રીતે જીવની ઓળખાણ કરાવી છે. હવે વ્યવહારનો ત્રીજો પ્રકાર કહેશે. પ્રતાદિ ભેદોને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં ખરેખર તે મોક્ષમાર્ગ નથી. ખરો મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે. તે વાત હવે કહેશે. વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૫ શનિવાર, તા. ૧૭-૪-૫૩ આત્માએ સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને ગ્રહ્યાં અને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને છોડયાં-એ પણ ઉપચારથી છે; કેમકે આત્માની ઓળખાણ થતાં વીતરાગી દેવગુરુ-શાસ્ત્રની ભક્તિનો શુભરાગ આવ્યો ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રના સેવનનો મિથ્યાભાવ છૂટી ગયો, ત્યાં કુદેવાદિ નિમિત્ત પણ છૂટી ગયાં. આત્માએ તેને છોડયાં એમ કહેવું તે વ્યવહારમાત્ર છે. પરને કોણ છોડે અને ગ્રહે? સ્વરૂપમાં લીન થયો અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ પણ છૂટી ગયું. ત્યાં નિમિત્તનું લક્ષ છુટવાની અપેક્ષાએ દેવ-ગુરુ-શાસ્ત્રને પણ છોડ્યા એમ કહેવાય છે. પદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ કથન કર્યું છે કે હિંસા છોડીને પરજીવની અહિંસા ગ્રહણ કરી; અસત્ય છોડયું ને સત્ય ગ્રહણ કર્યું ચોરી છોડી ને અચૌર્ય ગ્રહણ કર્યું પરિગ્રહ છોડયો ને દિગંબરદશા ગ્રહણ કરી; અબ્રહ્મ છોડ્યું ને બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું. પણ ત્યાં એમ સમજવું કે સ્વભાવના અવલંબને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર] | [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્માને વીતરાગભાવ થતાં તે તે પ્રકારનો રાગ છુટી ગયો. ખરેખર રાગને છોડવો તે પણ વ્યવહારથી છે, કેમકે જે રાગ થયો તેને તે સમયે છોડવો શું? અને બીજા સમયે તો તે રાગનો વ્યય થઈ જ જાય છે. માટે ખરેખર રાગનું પણ ગ્રહણ-ત્યાગ નથી, પણ સ્વભાવમાં એકાગ્રતા વડે વીતરાગભાવ પ્રગટ થયો ત્યાં રાગને છોડ્યો એમ કહેવાય છે. અને રાગ છૂટતાં હિંસાદિ નિમિત્તોને છોડ્યાં એમ પણ ઉપચારથી કહેવાય છે. પંચમહાવ્રતાદિનો શુભભાવ થતાં હિંસાદિ તરફનો અશુભભાવ છૂટયો, પણ ત્યાં તે શુભરાગરૂપ સંયમાદિક કે વ્રત તે ખરેખર મોક્ષમાર્ગ નથી. છ કાયની દયાનો ભાવ તે ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે, તે વીતરાગભાવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાઈ જાય છે. વ્યવહારનો ત્રીજો પ્રકાર પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત તપ વગેરેને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, પણ તે તો વ્યવહારમાત્ર કથન છે. કેમકે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરનો કર્તા-હર્તા થાય, પણ એમ વસ્તુસ્વરૂપ નથી. કોઈ દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યને આધીન નથી. શરીરને હું ચલાવું એમ માને તે મિથ્યાદષ્ટિ છે. શરીરની આંગળી ચાલે કે ભાષા બોલાય તે જીવની ક્રિયા નથી, જીવે તે ક્રિયા કરી નથી; છતાં મારાથી તે ક્રિયા થઈ એમ જે માને તે જૈન નથી. તેને નવતત્ત્વની શ્રદ્ધા નથી. આંગળીની ક્રિયા આત્માને આધીન નથી. માથાના વાળનો લોચ થાય ત્યાં આંગળીને આધીન તે ક્રિયા નથી. તેમજ આંગળીની ક્રિયા આત્માને આધીન નથી. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજા દ્રવ્યને આધીન નથી. બહારનો ત્યાગ તે તો મોક્ષમાર્ગ નથી અને અંદર પ્રતાદિનો શુભરાગ તે પણ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. સ્વભાવ તરફ ઝૂકયો ત્યાં રાગ છૂટયો ને વીતરાગ થયો. તેથી સ્વભાવ તરફ ઝૂકયો જ મોક્ષમાર્ગ છે. પહેલાં કંઈ આત્માએ પરદ્રવ્યને ગ્રહણ કર્યું ન હતું અને વીતરાગ થતાં કાંઈ આત્માએ પરદ્રવ્યને છોડ્યું નથી. પરદ્રવ્ય તો ત્રણે કાળે આત્માથી છૂટાં જ છે. અજ્ઞાનીને સાચી સમજણ કઠણ લાગે છે ને મુનિપણું સહેલું લાગે છે; પણ અરે ભાઈ ! આત્માના જ્ઞાન વગર મુનિપણું હોય જ કયાંથી? સમ્યગ્દર્શન વગર અનંત વાર મુનિવ્રત ધારીને સ્વર્ગમાં ગયો પણ અંદરમાં યથાર્થ મોક્ષમાર્ગ શું છે તે ન સમજ્યો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [ ર૬૩ વ્રતાદિકને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે. આત્મામાં જે અશુદ્ધતા છે તેને મટાડવાનો ઉપાય બાહ્યક્રિયા છે, તથા શુદ્ધપર્યાયની ઉત્પત્તિનું કારણ દેવ-ગુરુ વગેરે નિમિત્તો છે,એ રીતે અજ્ઞાની જીવ, અશુદ્ધતા અને શુદ્ધતા બન્ને પર્યાય પરથી માને છે. શુદ્ધતાનો ઉત્પાદ પણ પરથી માન્યો ને અશુદ્ધતાનો નાશ પણ પરથી માન્યો, એટલે આત્મા તો ઉત્પાદ-વ્યય વગરનો એકલો ધ્રુવ રહી ગયો, પણ એ શ્રદ્ધા જ મિથ્યા છે. ચિદાનંદ ધ્રુવ સ્વભાવની દૃષ્ટિથી જ સમ્યગ્દર્શનનો ઉત્પાદ અને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. એ જ શુદ્ધતા પ્રગટવાની અને અશુદ્ધતાના નાશની ક્રિયા છે. બહારની ક્રિયાથી અશુદ્ધતા નથી મટતી, ને શુભરાગ તે પણ અશુદ્ધતા મટવાનું કારણ નથી. શુભરાગ પણ પુણ્યબંધનું કારણ છે. તે ભાવથી આત્મા બંધાય છે, ત્યાં અજ્ઞાની તેને મોક્ષનું કારણ માને છે. શુભરાગથી અમને પુણ્ય તો બંધાશે ને? એમ જેને પુણ્યબંધની હોંશ છે, તેને અબંધ આત્મસ્વભાવનો અનાદર છે. નિશ્ચયથી આત્માનો વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. અને વ્રતાદિકને મોક્ષમાર્ગ કહેવો તે તો ઉપચાર જ છે, વીતરાગ ભાવને તથા વ્રતાદિકને કદાચિત્ કાર્યકારણપણું છે, વીતરાગભાવ વર્તતો હોય, પ્રમાદભાવ ન હોય, ને કદાચિત્ શરીરના નિમિત્તે કોઈ જીવની હિંસા થઈ જાય ત્યાં કારણકાર્યપણું નથી. માટે વીતરાગભાવ અને બાહ્યવ્રતાદિકોને કદાચિત્ સંબંધ કહ્યો છે. મુનિ છઠ્ઠા ગુણસ્થાને હોય ને કોઈ આવીને મુનિને ઉપાડીને પાણીમાં બોળી દે ત્યાં શરીરના નિમિત્તે પાણીના જીવોની હિંસા થાય, પણ મુનિ તેના નિમિત્ત નથી. મુનિ તો ધ્યાનની શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામી જાય છે. વળી વીતરાગભાવમાં એકાગ્ર થયો ત્યાં વ્રતાદિકનો શુભવિકલ્પ પણ નથી. જ્ઞાનીને પૂજા-ભક્તિનો ભાવ આવે, પગે ઘુઘરા બાંધી તાંડવ નૃત્ય કરે, પણ સમજે છે કે આ ભક્તિનો ભાવ આવ્યો છે તે મારા કારણે છે. નાચવામાં શરીરની ક્રિયા જડની છે, તેમાં મારો મોક્ષમાર્ગ નથી. મારો મોક્ષમાર્ગ તો મારા સ્વભાવના અવલંબને જ છે. ઋષભદેવ ભગવાનની પાસે ઈદ્ર નીલાંજના દેવીને નચાવી, ને નાચતાં નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં ભગવાન વૈરાગ્ય પામ્યા, પણ તે પોતાના કારણે વૈરાગ્ય પામ્યા છે. નિમિત્તને કારણે વૈરાગ્ય પામ્યા હોય તો જોનારા બધા કેમ ના પામ્યા? વળી હુનુમાનજી જંગલમાં તારો ખરતો જોઈને વૈરાગ્ય પામ્યા. ત્યાં તારો ખર્યો તે તો નિમિત્ત માત્ર છે. ખરેખર પોતે પોતામાં તેવો વીતરાગભાવ પ્રગટ કર્યો ત્યારે બહારની ચીજને નિમિત્તથી કારણ કહ્યું. એ જ પ્રમાણે મોક્ષમાર્ગમાં વ્રતાદિને કારણ કહેવું તે પણ નિમિત્તથી જ છે. તે નિયમરૂપ નથી, પણ ક્યારેક વ્રતાદિને અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મોક્ષમાર્ગને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. વળી વ્રતાદિક પણ નિયમથી નિમિત્ત નથી. કેમ કે અંતરંગ વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટ કરે તો જ તેને નિમિત્તપણાનો આરોપ આવે છે. અજ્ઞાની જીવ આત્માના ભાન વિના વ્રતાદિના શુભરાગમાં પ્રવર્તતો હોય ને બાહ્ય વ્રતાદિની ક્રિયા તેને હોય, પરંતુ તે કાંઈ તેને મોક્ષમાર્ગનું કારણ થતું નથી; કેમકે જ્યાં મોક્ષમાર્ગ હોય ત્યાં વ્રતાદિ હોય, તેને નિમિત્ત-વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવાય છે. વ્રતાદિને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર તો કથનમાત્ર છે. ત્રણે પ્રકારના વ્યવહાર (૧) નર-નારકાદિ શરીરને જીવ કહેવો તે સંયોગનું કથન છે. (૨) વસ્તુ અભેદ છે તેમાં જ્ઞાન-દર્શન વગેરે જુદા જુદા ગુણોથી, ભેદ પાડીને, કથન કરવું તે પણ ઉપચારથી કથન છે, વસ્તુ તો એક જ છે. (૩) વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; તેને બદલે વ્રતાદિક શુભરાગને મોક્ષમાર્ગ કહેવો તે પણ ઉપચારથી કથનમાત્ર છે. આ પ્રમાણે વ્યવહારકથનના ત્રણ દષ્ટાંતો આપ્યાં. તે પ્રમાણે બધામાં સમજી લેવું. “ઘર્માસ્તિયામાવી –અલોકાકાશમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી સિદ્ધના જીવો આગળ જતા નથી-એ કથન પણ ઉપચારમાત્ર છે. ખરેખર તો સિદ્ધભગવાનની ક્રિયાવતી શક્તિના પર્યાયની જ તેટલી યોગ્યતા છે. ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું. અહો ! ધન્ય ગુરુ! તારા ચરણકમળના પ્રતાપે હું ભવસાગર તરી ગયો.-એમ મોટા મોટા મુનિઓ પણ વિનયથી કહે છે; પણ ત્યાં તે ઉપચાર કથન છે. પોતે પોતાથી તર્યો ત્યારે વિનયથી ગુરુને કહે છે કે-“હે નાથ ! આપે તાર્યો; આપના પ્રતાપથી હું સંસારસાગરના પારને પામ્યો.” આ પ્રમાણે શાસ્ત્રમાં જ્યાં જ્યાં વ્યવહારકથન આવે ત્યાં ત્યાં યથાર્થ વસ્તુને સમજીને તેનું શ્રદ્ધાન કરવું, પણ વ્યવહારના કથનને જ સત્ય ન માની લેવું; કેમકે વ્યવહારનયા પદ્રવ્યના સંયોગ અને નિમિત્ત આદિની અપેક્ષાથી વર્ણન કરે છે, માટે આવા વ્યવહારનયને અંગીકાર ન કરવો. વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ કાંઈ પ્રયોજન સાધે છે? એ વાત હવે કહેશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ર૬૫ પ્ર. વૈશાખ સુદ ૬ રવિવાર, તા. ૧૯-૪-પ૩ નિશ્ચય અને વ્યવહારના વર્ણનનો અધિકાર ચાલે છે. વ્યવહારનય છે તે વસ્તુના યથાર્થ સ્વરૂપને નથી બતાવતો પણ ઉપચારથી અન્યથા નિરૂપણ કરે છે. અજ્ઞાની જીવ અનાદિથી વ્યવહારને જ યથાર્થ માને છે. વ્રતાદિના શુભરાગને ધર્મ માને છે તે મિથ્યા છે. વ્યવહારનય પરને ઉપદેશવામાં જ કાર્યકારી છે કે પોતાનું કાંઈ પ્રયોજન સાધે છે?—એમ પૂછ્યું છે. તેનો ઉત્તર કહે છે. પરને ઉપદેશ દેવામાં વ્યવહારનય આવે છે તે વાત તો કરી; હવે પોતાને માટેની વાત છે. ચૈતન્યવસ્તુ દેહાદિથી ભિન્ન છે, ને પોતાના ગુણોથી અભેદ છે, પણ દેહના સંયોગથી એકંદ્રિયજીવ-પંચેન્દ્રિયજીવ વગેરે કહીને વ્યવહારથી ઓળખાવ્યો છે. જીવ ચૈતન્યસ્વરૂપ, દેહથી ભિન્ન છે, એમ કહેતાં કોઈ અજ્ઞાની જીવ એવું સમજી જાય કે એવા તો સિદ્ધભગવાન જ છે. માટે તે જ જીવ છે. ને હું તો શરીરવાળો જ છું, તો તે પરમાર્થને સમજતો નથી. વ્યવહાર કહીને પણ જીવનું લક્ષ કરાવવું હતુંમાટે વ્યવહારકથન પ્રમાણે જ વસ્તુસ્વરૂપ ન સમજી લેવું. હવે પોતામાં પણ જ્યાં સુધી પોતે પરમાર્થ વસ્તુને ન સમજે ત્યાં સુધી હું જ્ઞાન છું, હું દર્શન છું” એમ વ્યવહારમાર્ગ દ્વારા વસ્તુનો નિર્ણય કરવો. વ્યવહારમાર્ગ એટલે શું? બહારના ક્રિયાકાંડની વાત નથી, પણ અંદર “હું જ્ઞાન છું' ઈત્યાદિ ભેદનો વિકલ્પ ઊઠે છે તેને વ્યવહારમાર્ગ કહ્યો છે. અભેદ વસ્તુનો અનુભવ નથી એટલે ભેદનો વિકલ્પ આવે છે; પણ અભેદનો નિર્ણય કરવા માગે છે માટે તે ભેદના વિચારને વ્યવહાર કહ્યો છે. “મનુષ્યજીવન' એમ પહેલાં વિચારીને, પછી દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું-એમ જીવને લક્ષમાં લે ત્યાં ગુણગુણીના ભેદથી જીવને લક્ષમાં લેવો તે વ્યવહાર છે. તે વ્યવહારમાર્ગ દ્વારા અભેદ જીવનો નિર્ણય કરવો. ભેદનો વિચાર પણ નિમિત્ત છે. જે જીવ તેનું આલંબન છોડીને અભેદરૂપ જીવને લક્ષમાં લે તેને ભેદનો વિચાર તે વ્યવહારમાર્ગ કહેવાય. આ રીતે ભેદનું પણ લક્ષ છોડી અભેદ જીવનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન પામવાની ક્રિયા છે. યથાર્થ સ્વરૂપ શું છે? ને ઉપચાર શું છે? તેનો પહેલાં નિર્ણય કરવો. વીતરાગભાવ તે ખરો મોક્ષમાર્ગ છે, ને બહારમાં વ્રત-તપ વગેરે ભેદોને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચારમાત્ર છે. તે ખરેખર મોક્ષમાર્ગ નથી. (૧) મનુષ્યજીવ, દેવજીવ વગેરેને જીવ કહ્યો ત્યાં એમ નિર્ણય કરવો કે મનુષ્ય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો દેવ વગેરેનાં જે શરીર છે તે જીવ નથી. જીવ તો તેનાથી જુદો ચૈતન્યમય છે. (૨) ગુણ-ગુણી ભેદથી કથન કર્યું કે જ્ઞાન તે જીવ, દર્શન તે જીવ; ત્યાં એવો નિર્ણય કરવો કે જીવ વસ્તુ તો અનંતગુણથી અભેદ છે. (૩) વ્રતાદિ ભેદોને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં એવો નિર્ણય કરવો કે વ્રતાદિનો રાગ કે બાહ્યક્રિયા તે ખરેખર મોક્ષમાર્ગ નથી. ખરેખર મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે. વ્યવહારનય કાર્યકારીનો અર્થ!! એ પ્રમાણે દરેક ઠેકાણે વ્યવહારકથન હોય તેમાં પરમાર્થનો નિર્ણય કરવો પણ વ્યવહારકથનને જ ન વળગી રહેવું. પરમાર્થ વસ્તુનો નિર્ણય કરવો તે જ પ્રયોજન છે અને વ્યવહારનયનું કથન તેમાં નિમિત્ત છે; તે નિમિત્તપણાની અપેક્ષાએ વ્યવહારને કાર્યકારી રહ્યો છે, પણ જે પરમાર્થનો નિર્ણય કરે તેને વ્યવહાર નિમિત્ત કહેવાય છે. અનાદિથી પરમાર્થ તત્ત્વ સમજ્યો નથી તેથી તેનો નિર્ણય કરવામાં વચ્ચે ભેદનો વિચાર આવ્યા વિના રહેતો નથી; પણ તે વ્યવહારને ઉપચાર માત્ર માનીને પરમાર્થ વસ્તુનો નિર્ણય કરે તો તેને વ્યવહાર કાર્યકારી એટલે કે નિમિત્ત કહેવાય; પણ નિશ્ચયની માફક વ્યવહારકથનને પણ સત્યભૂત માની લે અને તેવું જ શ્રદ્ધાન કરી લે તો તેને તો ઊલટો વ્યવહારનય અકાર્યકારી થઈ જાય, “મનુષ્યનો જીવ’ એમ કહેતાં જીવને તો ન સમજે અને મનુષ્યશરીરને જ જીવ માની લે તો તેને મિથ્યાશ્રદ્ધા જ દઢ થાય છે. તે જ પ્રમાણે વ્રતાદિ શુભરાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો ત્યાં તે રાગને જ ખરેખર મોક્ષમાર્ગ માની લે અને વીતરાગભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને ન ઓળખે તો તેને મિથ્યાશ્રદ્ધા જ થાય છે. તેથી તેને વ્યવહારનય અકાર્યકારી થયો. તથા ગુણ-ગુણીના ભેદથી કથન કરીને સમજાવ્યું ત્યાં તે ભેદના લક્ષમાં જ રોકાઈ જાય ને અભેદનું લક્ષ ન કરે તો તેને પણ વ્યવહારનય કાર્યકારી ન થયો. માટે જે નિશ્ચયનું અવલંબન લઈને જીવનું પરમાર્થ સ્વરૂપ સમજે છે તેને જ ભેદકથન-વ્યવહાર કહેવાય છે. પરમાર્થ ન સમજે તો તેને વ્યવહાર પણ નથી. કેમકે એવો વ્યવહાર તો અનાદિથી કર્યો છે. જે જીવ પરમાર્થને સમજતો નથી. અને વ્યવહારને જ સત્યભૂત માની લે છે તેને તો વ્યવહાર કાંઈ કાર્યકારી નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ર૬૭ ને કેવળ વ્યવહારને જ સમજે છે તે ઉપદેશને લાયક નથી પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે કે - अबुद्धस्य बोधनार्थ मुनीश्वरा देशयन्त्यभूतार्थं । व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।६।। माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य। व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।। ७।। અર્થ:- મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા અર્થે, અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશે છે. પરંતુ જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી; વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. જુઓ, ખરેખર તો દ્રવ્યના આશ્રયે જ નિર્ણય થાય છે. વ્યવહાર દ્વારા કાંઈ પરમાર્થનો નિર્ણય થતો નથી; પણ નિર્ણય કરનારને તેવું નિમિત્ત હોય છે, અને ઉપદેશમાં વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. તેથી વ્યવહાર દ્વારા નિર્ણય કરવો એમ ઉપચારથી કહ્યું છે. પરંતુ જે વ્યવહારને જ વળગી રહે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી. જેમ વચનગુપ્તિનો ઉપદેશ ચાલતો હોય કે “વચનગુતિ રાખવી;” ત્યાં કોઈ જીવ સામે એમ કહે કે જો વચનગુતિ રાખવાનું કહો છો તો તમે કેમ વચન બોલો છો ?–તો એમ કહેનાર જીવ સ્વચ્છંદી છે, તેને વ્યવહારની ખબર નથી, ને પરમાર્થની પણ ખબર નથી. તે જીવ ઉપદેશને લાયક નથી. તેમ ઉપદેશમાં પરમાર્થ સમજાવતાં વચ્ચે વ્યવહારકથન આવી જાય છે, ત્યાં જે જીવ વ્યવહારને જ સત્યભૂત માનીને તેની શ્રદ્ધા કરે છે, ને પરમાર્થને સમજતો નથી, તે જીવ ઉપદેશને લાયક નથી. પહેલો વ્યવહાર-એમ માને તે જીવ ઉપદેશને પણ લાયક નથી. અરે ભાઈ ! પરમાર્થ બતાવવા અમે વ્યવહારથી કથન કર્યું હતું. તેને બદલે કેવળ વ્યવહારના અવલંબનથી જ જે લાભ માની લે છે તે જીવ પરમાર્થ સમજવાને તો લાયક નથી પણ ઉપદેશને માટે પણ લાયક નથી. અહો ! મુનિ કહે છે કે અમારે ઉપદેશમાં જે પરમાર્થ વસ્તુ સમજાવવી હતી તે તો સમજ્યો નહિ અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૬૮ ] (2 [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અનાદિની વ્યવહારષ્ટિ છોડી નહિ. તો તે જીવે અમારો ઉપદેશ સાંભળ્યો જ નથી. ઉપદેશમાં વ્યવહાર આવે ત્યાં કહે કે “ જીઓ, અમારો વ્યવહાર આવ્યો કે નહિ!” એમ કહીને વ્યવહારના આશ્રયથી લાભ માને છે, તે મિથ્યાદષ્ટિ છે. અભવ્યના અભિપ્રાયમાં ને તેના અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. કેમ કે શ્રી સમયસારમાં કહ્યું છે કેઃ- “ અભવ્યને વ્યવહારના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે.” ૫રમાર્થની દૃષ્ટિ કરતો નથી તે વ્યવહારના આશ્રયથી લાભ માને છે તે જીવ ઉપદેશને લાયક નથી. ઉપદેશ આપીને અમારે તો અભેદની દૃષ્ટિ કરાવવી છે, કાંઈ ભેદનું અવલંબન નથી કરાવવું, પણ ઉપદેશમાં વ્યવહાર આવ્યા વિના રહેતો નથી; કેમ કે: उपादानविधि निर्वचन है निमित्त उपदेश " એ જ પ્રમાણે “ निश्चयविधि निर्वचन है व्यवहार उपदेश " ** 66 ઉપદેશથી લાભ નથી” એમ કહે, ત્યાં અજ્ઞાની કહે કે “જો ઉપદેશથી અમને લાભ ન થતો હોય તો આપ ઉપદેશ કેમ આપો છો?” તો જ્ઞાની કહે છે કે અરે મૂઢ ! તારે માટે અમારો ઉપદેશ નથી. અમારા ઉપદેશનું રહસ્ય તું સમજ્યો નથી. દિગંબરનો સિદ્ધાંત છે કે પરમાર્થ વગર વ્યવહાર હોય જ નહિ. ૫૨માર્થના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, ને ૫૨માર્થ થયો ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે, વ્યવહારના આશ્રયથી જે લાભ માને તે જીવ દેશનાને પાત્ર નથી. અંતરમાં જ્ઞાનવસ્તુ છે તેને પકડી ત્યારે રાગમાં વ્યવહારનો આરોપ આવ્યો અંત૨માં પરમાર્થ વસ્તુને પકડયા વગર વ્યવહા૨ કોનો ? સિંહને ઓળખવા માટે કહે કે “ જો, બિલાડી જેવો સિંહ હોય,” ત્યાં બીલાડીને જ સિંહ માની લે તે સાચા સિંહને જાણતો નથી. તેમ જે પરમાર્થને તો જાણતો નથી અને વ્યવહા૨થી ૫૨માર્થ સમજાવવા ઉપદેશ કર્યો, ત્યાં વ્યવહારને જ ૫૨માર્થ માનીને શ્રદ્ધા કરે છે જીવ પરમાર્થને સમજતો નથી વ્યવહાર અસત્યાર્થ છે તેને જ જે સત્યાર્થ માને તેને તો અસત્યાર્થ જ સત્યાર્થપણાને પ્રાપ્ત થાય છે, એટલે કે તે જીવ અસત્ય શ્રદ્ધાન કરે છે. વ્યવહા૨ને સત્ય કહ્યો તેથી કોઈ અજ્ઞાની જીવ એમ કહે કે વ્યવહાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ર૬૯ અસત્ય છે તો અમે વ્રત-તપ છોડી દઈશું! તો તેનું સમાધાન શું છે? તે હવે કહેશે. પ્ર. વૈશાખ સુદ ૭ સોમવાર, તા. ૨૦-૪-૫૩ વ્યવહારને હેય કહ્યો ત્યાં કોઈ નિર્વિચાર અજ્ઞાની એવો પ્રશ્ન કરે છે કે – તમે વ્યવહારને તો અસત્ય અને હેય કહો છો. તો અમે વ્રત-તપ-સંયમ વગેરે વ્યવહાર કર્મ શા માટે કરીએ? તે સર્વને છોડી દઈશું? વ્રતાદિક વ્યવહાર નથી. પણ વ્રતાદિને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. ઉત્તર- અરે ભાઈ ! અમે વ્રતાદિને ક્યાં વ્યવહાર કહ્યો છે? વ્રતાદિ તો કાંઈ વ્યવહાર નથી; પણ તે વ્રતાદિને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે, માટે તેની શ્રદ્ધા છોડ. વ્રતાદિને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી-એવી શ્રદ્ધા કરવી તેનું નામ વ્યવહારનું હેયપણું છે. માટે તું વ્રતાદિને મોક્ષમાર્ગ માનવાનું છોડી દે; પણ તે વ્રતાદિને છોડીને જો અશુભભાવ કરીશ તો પાપ થશે, ને ઊલટો નરકાદિમાં જઈશ. વ્રતપર્યાય પોતે કાંઈ વ્યવહાર નથી પણ તે વ્રતપર્યાયમાં મોક્ષમાર્ગનો આરોપ કરવો તે વ્યવહાર છે, માટે તેને મોક્ષમાર્ગ માનવાની શ્રદ્ધા છોડ. મોક્ષમાર્ગમાં વચ્ચે ભગવાનની ભક્તિ, નિઃશંકતા વગેરે આઠ આચાર, વ્રતતપ વગેરે શુભભાવ આવે છે, તે નીચલી ભૂમિકામાં છુટશે નહિ, શુદ્ધોપયોગ થાય ત્યારે જ તે શુભરાગ છૂટે; માટે તે પરિણતિ હોય ત્યાં સુધી તેને નિશ્ચયથી પોતાની જાણ, પણ તેને મોક્ષમાર્ગ ન જાણ. વ્યવહાર છોડવો એટલે શું? કે વ્રત વગેરેના રાગાદિને મોક્ષમાર્ગ ન માનવો. વ્રતાદિને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે; અને તે વ્રતાદિને મોક્ષમાર્ગ ન માનવો પણ વ્રતને વ્રત તરીકે જ જાણવા તે નિશ્ચય છે. તે આત્માની જ અશુદ્ધપરિણતિ છે. અહીં તો નિશ્ચય-વ્યવહારની એવી શૈલી છે કે પોતાના ભાવને પોતાનો કહેવો તે નિશ્ચય છે ને પોતાના ભાવને બીજાનો કહેવો તે વ્યવહાર છે. વ્રતાદિનો રાગભાવ તે ખરેખર મોક્ષમાર્ગનો ભાવ નથી પણ બંધમાર્ગનો ભાવ છે; છતાં તે ભાવને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. તે માન્યતા છોડીને યથાર્થ વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦] [શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ઓળખ. જ્યાં સ્વભાવના આશ્રયે વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટયો છે ત્યાં વ્રતાદિને બાહ્ય સહકારી જાણીને તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. મોક્ષમાર્ગમાં વચ્ચે તે હોય છે. અંતરમાં નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટ્યાં તે જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે, ને તેની સાથે વ્રત-તપ-ત્યાગ વગેરે તો પરદ્રવ્યાશ્રિત છે. વ્યવહારમોક્ષમાર્ગ તો પરદ્રવ્યાશ્રિત છે. સાચો મોક્ષમાર્ગ વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે. તેથી સ્વદ્રવ્યાશ્રિતભાવને મોક્ષમાર્ગ કહેવો તે નિશ્ચય છે ને વ્રતાદિ પદ્રવ્યાશ્રિત છે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે એટલે કે તે ખરેખર મોક્ષમાર્ગ નથી. ખરેખર મોક્ષમાર્ગ તો બીજો છે–આમ સમજવું તેનું નામ વ્યવહારનું હેયપણું છે. નિશ્ચયમોક્ષમાર્ગની સાથે નિમિત્ત તરીકે વ્રતાદિ કેવાં હોય તે જાણવાની ના નથી, પણ તેને જ મોક્ષમાર્ગ માનવું છોડી દે. સમ્યગ્દર્શન થાય પછી વ્રતાદિ શુભભાવને મોક્ષમાર્ગનો ઉપચાર આવે છે, અશુભને નહિ વ્રતાદિના પરિણામ તો વચ્ચે આવ્યા વિના રહેશે નહિ. વીતરાગતા થયા વગર શુભરાગ છૂટે નહિ. શુદ્ધોપયોગ ન હોય ત્યાં શુભ કે અશુભ ઉપયોગ હોય. માટે શુભ પરિણામ હોય તે જુદી વાત છે, પણ તે શુભને મોક્ષમાર્ગ માનવો તે મિથ્યા છે. શુભને મોક્ષમાર્ગ માનવાનું છોડી દે. વ્યવહારને હેય કરવો તેનો આ અર્થ છે. નિશ્ચયસ્વભાવમાં દષ્ટિ રાખ અને વચ્ચે વ્રત-તપના પરિણામ આવે તેને પણ તારા જ પરિણામ જાણ, પણ તેને મોક્ષમાર્ગ ન માન. વ્યવહાર અને રાગ વચ્ચે આવે તે જુદી વાત છે, પણ તેને જ મોક્ષમાર્ગ માની લે તો તેને મિથ્યાત્વ છે. તેના શુભમાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ નથી. ઉપચાર તો ત્યારે કહેવાય કે ખરેખર તે મોક્ષમાર્ગ નથી-એવું સમજે અને વીતરાગભાવરૂપ સાચા મોક્ષમાર્ગને જાણે. વ્રતાદિનો શુભરાગ તે ખરેખર મોક્ષમાર્ગ નથી–એવી ધર્મીને માન્યતા થઈ હોવા છતાં જ્યાં સુધી શુદ્ધોપયોગ નથી થયો ત્યાં સુધી ભક્તિ-પૂજા-વ્રતાદિના શુભભાવ આવે છે. જો શુભપરિણામ પણ છોડી દે ને અશુભ પરિણામમાં વર્તે તો તો ત્યાં નિશ્ચયની દષ્ટિ પણ નહિ રહે એટલે ત્યાં મોક્ષમાર્ગના આરોપ પણ નથી. મોક્ષમાર્ગનું નિમિત્ત શુભને કહેવાય પણ અશુભને ન કહેવાય. જ્યાં દષ્ટિ જ્ઞાયકતત્ત્વ ઉપર હોય ત્યાં શુભમાં મોક્ષમાર્ગનો આરોપ આવે, પણ જ્યાં દષ્ટિ જ ખોટી છે એટલે યથાર્થ મોક્ષમાર્ગ પ્રગટયો જ નથી, ત્યાં તો શુભમાં મોક્ષમાર્ગનો ઉપચાર પણ આવતો નથી. તથા શુભ છોડીને અશુભ કરે તો તે અશુભમાં તો મોક્ષમાર્ગના નિમિત્તનો ઉપચાર પણ સંભવતો નથી. શુદ્ધઉપયોગ થયો નથી ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૭૧ શુભને છોડશે તો અશુભ થઈને નકાદિમાં જશે. જીઓ આ મિથ્યાદષ્ટિની વાત છે તેથી નરકની વાત લીધી. સમ્યગ્દર્શન પછી પણ વિષયકષાયના કોઈ અશુભભાવો આવી જાય છે પણ તેને તે નકાદિનું કારણ થતા નથી. તેમજ તે અશુભ કાંઈ મોક્ષમાર્ગનું નિમિત્ત નથી. મોક્ષમાર્ગનો ઉપચાર વ્રતાદિ શુભમાં આવે પણ હિંસાદિના અશુભ પરિણામોમાં તો તેવો ઉપચાર પણ હોતો નથી. મિથ્યાદષ્ટિ શુભ છોડીને અશુભમાં વર્તશે તો પાપ બાંધી નરકમાં જશે. ધર્મીને અશુભ આવે પણ તેને અશુભ વખતે નરકાદિના આયુનો બંધ થતો નથી પરંતુ હજી જેને ધર્મીને દૃષ્ટિ પણ નથી ને શુભરાગને વ્યવહા૨ કહીને છોડે તો તેને તો મોક્ષમાર્ગની કે તેના ઉપચારની પણ દષ્ટિ ન રહી. તેને તો દષ્ટિ જ જૂઠી છે. માટે શુભ છોડીને અશુભમાં પ્રવર્તવું તે તો નિર્વિચારીપણું છે. હા, જો સમ્યગ્દર્શન પછી વ્રતાદિક શુભભાવ છોડીને કેવળ વીતરાગ ઉદાસીનભાવરૂપ રહેવાનું બને તો તેમ કર, પણ તે તો શુદ્ધોપયોગ વગ૨ બને નહિ, ને નીચલી દશામાં ચોથા-પાંચમાં-છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધોપયોગ રહેતો નથી. તેથી ત્યાં શુભરાગ આવે છે, અને વ્રતાદિકનો ભાવ આવે છે, પણ તેને મોક્ષમાર્ગ ન માનવો. નીચલી દશામાં શુભને છોડીને અશુભમાં વર્તે તો તો તે સ્વચ્છંદી થશે. માટે શ્રદ્ધામાં તો નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં વ્યવહારને ઉપાદેય માનવો-તે માન્યતા પણ મિથ્યાભાવ જ છે; પણ નિશ્ચયને તો યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને અંગીકાર કરવો, ને વ્યવહા૨ને તો આરોપ જાણીને તેનું શ્રદ્ધાન છોડવું.-આ રીતે બન્ને નયો સમજવા. હવે તે જીવ બન્ને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધસમાન, રાગાદિરહિત અને કેવળજ્ઞાનાદિ સહિત આત્મા અનુભવે છે. તથા ધ્યાનમુદ્રા ધારણ કરી એવા વિચારોમાં લાગે છે. પોતે એવો નથી છતાં ભ્રમથી, નિશ્ચયથી ‘હું આવો જ છું.' એમ માની સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચન દ્વારા નિરૂપણ એવું જ કરે છે. પણ પ્રત્યક્ષ પોતે જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચય નામ કેવી રીતે પામે ? કારણકે વસ્તુને યથાવત પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે. તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં કહ્યું હતું, તેમજ આને પણ જાણવું. દ્રવ્યદષ્ટિથી સિદ્ધસમાન હ્યો છે. પરંતુ પર્યાયમાં પણ પોતાને સિદ્ધ જેવો માનીને અજ્ઞાની સંતુષ્ઠ થાય છે. પર્યાયમાં રાગ અને અલ્પજ્ઞતા હોવા છતાં પોતાને વીતરાગી, કેવળજ્ઞાન સહિત, સિદ્ધ જેવો માને છે, પણ પર્યાયમાં સિદ્ધપણું તો નથી, છતાં અજ્ઞાની સિદ્ધપણું માને છે અને તેને નિશ્ચય માને છે, પણ તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૨] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નિશ્ચય નથી. તે તો મિથ્યા શ્રદ્ધા છે. પર્યાયમાં જેમ છે તેમ જાણવું જોઈએ. અથવા તે એમ માને છે કે આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો છે, પણ આત્મા તો જેવો છે તેવો જ છે. ત્યાં નય વડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય છે તેને આ ઓળખતો નથી; કેમ કે આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિ સહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મ રહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિ સહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મ સહિત છે. એમ તે માને છે. હવે એક આત્માને એવાં બે સ્વરૂપ તો હોય નહિ; કારણ કે જે ભાવનું સહિતપણું માનવું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે? માટે એમ માનવું ભ્રમ છે. એક જ પર્યાયમાં પરસ્પર વિરુદ્ધ બે ભાવો માનવા તે મિથ્યા શ્રદ્ધા છે અજ્ઞાની એક જ પર્યાયમાં બે પ્રકાર માને છે. એક જ પર્યાયમાં સિદ્ધપણું ને તે જ પર્યાયમાં સંસારીપણું, પર્યાયમાં નિશ્ચયથી સિદ્ધપણું ને તે જ પર્યાયમાં વ્યવહારથી સંસારીપણું-એમ અજ્ઞાની માને છે, પણ તેમાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતો નથી. વળી, એક જ પર્યાયમાં મતિજ્ઞાન અને કેવળજ્ઞાન બન્ને કઈ રીતે સંભવે ? અજ્ઞાની માને છે કે વર્તમાન પર્યાયમાં હું વ્યવહારથી મતિજ્ઞાનાદિસહિત છું ને નિશ્ચયથી વર્તમાન પર્યાયમાં કેવળજ્ઞાની છું; પણ એ રીતે નિશ્ચય વ્યવહાર છે જ નહિ, એક જ પર્યાયમાં સિદ્ધપણું ને સંસારીપણું બે ન હોય. એક જ પર્યાયમાં મતિજ્ઞાન ને કેવળજ્ઞાન કેમ હોય? એક જ પર્યાયમાં રાગ ને વીતરાગતા બન્ને કઈ રીતે હોય? હા, વસ્તુમાં દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ થવાની શક્તિ છે, ને પર્યાયમાં સંસાર છે. દ્રવ્યમાં કેવળજ્ઞાનની શક્તિ છે, ને પર્યાયમાં મતિજ્ઞાન વગેરે અલ્પજ્ઞાન છે-એમ જાણે તો બરાબર છે; પણ એક પર્યાયમાં જ બે ભાવો માનવા તે કાંઈ નિશ્ચયવ્યવહાર નથી, તે તો મિથ્યાશ્રદ્ધા છે. તો કેવી રીતે છે? જેમ રાજા અને રંક, મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે. તેમ સિદ્ધ અને સંસારી એ બન્ને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિ અપેક્ષાએ સમાનતા માનીએ, પણ તેમ છે નહિ; કારણ કે સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૨૭૩ સંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના નિમિત્તથી છે. તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીને કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી; જેમ રંક મનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે, તેમ આ શક્તિ પણ જાણવી. પર્યાય અપેક્ષાએ તો છદ્મસ્થને મતિજ્ઞાનાદિક છે તે નિશ્ચયથી છે. નિશ્ચયથી કેવળજ્ઞાનની શક્તિ કહેવી તે તો દ્રવ્યની અપેક્ષાએ છે; પણ પર્યાયમાં કાંઈ નિશ્ચયથી કેવળજ્ઞાન નથી. પર્યાયમાં તો નિશ્ચયથી મતિશ્રુતજ્ઞાન જ છે. વળી દ્રવ્યકર્મ-નોકર્મ તો પુદગલની પર્યાય છે. તેથી નિશ્ચયથી તો સંસારી જીવથી પણ તે ભિન્ન જ છે પરંતુ સંસારપર્યાય વખતે તે કર્મ-નોકર્મ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે તે જાણવો જોઈએ. સિદ્ધ ભગવાનની જેમ સંસારીને પણ કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સર્વથા ન માને તો તે ભ્રમ છે. હા. ધર્મી જીવને દષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છુટી ગયો છે. નિમિત્તનૈમિત્તિકસંબંધમાં જે ભાવકર્મ-રાગદ્વેષ વગેરે થાય છે તે તો આત્માનો ઔદયિકભાવ છે, તે ભાવ નિશ્ચયથી આત્માનો છે. તથા કર્મ તેમાં નિમિત્ત છે. તેથી તેને કર્મનો કહેવો તે ઉપચારથી તે-વ્યવહારથી છે. રાગદ્વેષાદિ ઉદયભાવો પણ નિશ્ચયથી આત્માના છે, કેમ કે તે આત્માની પર્યાયમાં થાય છે; તથા શરીર, કર્મ વગેરે નિશ્ચયથી જડની પરિણતિ છે તેની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. દષ્ટિના વિષયમાં તો એમ કહેવાય કે રાગાદિ તે આત્માના છે જ નહિ, તે નિશ્ચયથી જડના છે; પણ ત્યાં દ્રવ્યદૃષ્ટિની વાત છે કે અહીં તો બે દ્રવ્યોની પૃથકતા બતાવે છે. જે દ્રવ્યનો જે ભાવ હોય તેને તેનો કહેવો તે પણ નિશ્ચય છે. રાગને આત્માનો કહેવો તે પણ નિશ્ચય છે. રાગ નિશ્ચયથી આત્માનો છે. કર્મથી રાગ થયો એમ માનવું તે ભ્રમ છે. સંસારી જીવના જ રાગાદિ છે. કર્મના નથી. તે રાગાદિકભાવને કર્મના માનવા તે ભ્રમ છે. માટે નિશ્ચયથી આમ છે ને વ્યવહારથી આમ છે-એમ એક જ વસ્તુમાં બે ભાવો માનવા તે ભ્રમ છે; પણ જુદા જુદા ભાવોની અપેક્ષાએ નયોની પ્રરૂપણા છે; માટે જે અપેક્ષાએ જ ભાવનું કથન હોય તે પ્રમાણે યથાર્થ સમજવું તે સત્ય શ્રદ્ધા છે. મિથ્યાદષ્ટિ ને અનેકાન્તના સ્વરૂપની ખબર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પ્ર. વૈશાખ સુદ ૯ બુધવાર, તા. ૨૨-૪-૫૩ (C વળી આ જીવને વ્રત-શીલ-સંયમાદિકનો અંગીકાર હોય છે. તેને વ્યવહા૨થી ‘ આ પણ મોક્ષમાર્ગનું કારણ છે' એવું માની તેને ઉપાદેય માને છે. એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જ જાણવું. વળી તે આમ પણ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું” હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે? જો પોતે કર્તા નથી તો ‘મારે આ ક્રિયા કરવી યોગ્ય છે ’ એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે કર્તા છે તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્તાકર્મસંબંધ સ્વયંસિદ્ધ થયો. હવે એવી માન્યતા તો ભ્રમ છે. ૨૭૪ ] શરીરથી બ્રહ્મચર્ય પાળે, આહાર નિર્દોષ કરે, શરીરથી હિંસા ન થાય, ઇત્યાદિ બાહ્ય વ્રતાદિની ક્રિયાને અજ્ઞાની મોક્ષનું સાધન માને છે. વળી અજ્ઞાની એમ કહે છે કે–ઓછો આહાર, શરીરનું આસન સ્થિર રાખવું વગેરે ક્રિયાઓ કરવી ખરી, પણ તેનું મમત્વ ન કરવું. પણ એ વાત મિથ્યા છે. પહેલાં તો કર્તા થયો ત્યાં જ મમત્વ આવ્યું. કર્તા થવું અને મમત્વ ન કરવું એ કઈ રીતે બને ? જડની ક્રિયા આત્મા કરી જ નથી શકતો છતાં ‘હું કરું છું' એમ માને છે તે મોટું મિથ્યાત્વનું મમત્વ છે. જડ શરીરની ક્રિયા હું કરી શકું-એમ જેણે માન્યું તે જીવ જડનો કર્તા થયો ને જડ તેનું કર્મ થયું. ત્યાં જડ સાથે કર્તાકર્મસંબંધ થયો; પણ એ માન્યતા મિથ્યા છે. બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને ૫દ્રવ્યનો પોતે કર્તા નથી. માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ ન કરવી; તથા તેમાં મમત્વ પણ ન કરવું. એ વ્રતાદિકમાં ગ્રહણ-ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે. અને તેનો પોતે કર્તા છે, માટે કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું. શુદ્ધ ઉપયોગ જ ધર્મનું કા૨ણ છે સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી એમ કહ્યું છે તો તેની દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે, પણ સમ્યગ્દષ્ટિને પણ પર્યાયમાં જેટલો રાગ થાય છે તેનો કર્તા પર્યાય અપેક્ષાએ તે આત્મા જ છે, કાંઈ જડ તેનો કર્તા નથી. માટે પર્યાયમાં રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [૨૭૫ થાય તેને પોતાનો જાણવો, પણ તે શુભરાગને મોક્ષનું કારણ ન માનવું. શુભરાગને મોક્ષનું કારણ માનવું તે ભ્રમ છે. ધર્મનું કારણ તો રાગરહિત શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગને અને શુભોપયોગને પ્રતિપક્ષપણું છે; શુભરાગ તો પુણ્યબંધનું કારણ છે; ને મોક્ષનું કારણ તો શુદ્ધોપયોગ જ છે. શુભરાગથી પુણ્યબંધ પણ થાય અને વળી તે મોક્ષનું કારણ પણ થાય-એમ એક જ ભાવને બંધ-મોક્ષ બન્નેનું કારણ માનવું તે ભ્રમ છે. માટે વ્રતાદિના શુભરાગને બંધનું જ કારણ જાણવું પણ તેને મોક્ષનું કારણ ન માનવું. વીતરાગ શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે વ્રત-અવ્રત એ બન્ને વિકલ્પરહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ છે. તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે. તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું. સમ્યગ્દષ્ટિને શુભ ઉપયોગ પણ ખરેખર બંધનું જ કારણ છે, પણ તે વખતે સાથે નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા રૂપ મોક્ષમાર્ગ છે, તેથી ઉપચારથી તેના શુભને મોક્ષનું કારણ કહ્યું પણ ખરું સાધન તો વિકલ્પરહિત શ્રદ્ધા, જ્ઞાન ને વીતરાગી ચારિત્ર જ છે. રાગ તે મોક્ષનું સાધન છે જ નહિ–આવું શ્રદ્ધાન કરવું. મોક્ષનું કારણ તો રાગરહિત જ્ઞાનાનંદસ્વભાવમાં એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ જ છે. આમ શુદ્ધોપયોગને મોક્ષનું કારણ જાણીને તેનો ઉદ્યમ કરવો, અને શુભાશુભ ઉપયોગને ય જાણવા. શુદ્ધ ઉપયોગ જ મોક્ષનું કારણ હોવાથી આદરણીય છે-એવી શ્રદ્ધા તો થઈ છે, પણ જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં શુભોપયોગ હોય છે. અશુભને છોડીને શુભભાવ કરવો-એમ ઉપદેશમાં કહેવાય; પણ કાંઈ અશુભ આવે છે ને તેને છોડવો –એમ નથી. શુભનો કાળ છે. ત્યાં અશુભરાગ થતો જ નથી. રાગ થયો ને તેને છોડવો-એમ નથી. અશુભ થયો જ નથી તેને છોડવો શું? અને અશુભ થયો-તેને છોડવો કઈ રીતે? થયો તે તો થયો જ છે, ને બીજા સમયે તો તે છૂટી જ જાય છે. એ જ પ્રમાણે શુદ્ધોપયોગ થયો ત્યાં શુભ ઉપયોગ પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છૂટી જાય છે એટલે કે શુભની ઉત્પતિ જ ત્યાં થતી નથી. - કમબદ્ધપર્યાયમાં તો કાંઈ ફેર નથી પડતો, પણ ઉપદેશમાં તો એમ જ કથન આવે કે પાપ છોડો, અશુભ છોડો. શુભ અને અશુભ બન્ને ઉપયોગ અશુદ્ધ જ છે; પણ તેમાં શુભ કરતાં અશુભમાં વધારે અશુદ્ધતા છે. જ્યાં શુદ્ધોપયોગ છે ત્યાં તો બહારમાં લક્ષ જ નથી. ચૈતન્યના અનુભવમાં જ એકાગ્રતા વર્તે છે એટલે પરદ્રવ્યનો તો તે સાક્ષી જ છે. તેથી ત્યાં પારદ્રવ્યનું તો કાંઈ પ્રયોજન નથી. પરંતુ શુભ ઉપયોગ વખતે બાહ્યમાં અહિંસા પાળું, જોઈને ચાલુ ઇત્યાદિ વ્રતાદિકની પ્રવૃત્તિ હોય છે. તથા અશુભ ઉપયોગ વખતે હિંસા વગેરે અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે. આ રીતે શુભ અને અશુભ ભાવરૂપ અશુદ્ધ ઉપયોગ વખતે પરદ્રવ્યની પ્રવૃત્તિ સાથે નિમિત્તનૈમિત્તિકપણું હોય છે. જ્યાં શુદ્ધોપયોગ છે ત્યાં તો પરદ્રવ્ય સાથે સંબંધ જ નથી; શુદ્ધ ઉપયોગને તો સ્વભાવની સાથે જ સંબંધ છે. આ ગ્રહું ને આ છોડું ઈત્યાદિ ગ્રહણત્યાગના વિકલ્પ શુદ્ધોપયોગમાં નથી હોતા. જ્યારે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુદ્ધ ઉપયોગમાં શુભ-અશુભ રાગ હોય છે. પ્ર. વૈશાખ સુદ ૧૦ ગુવાર, તા. ૨૩-૪-પ૩ શુભને અને શુદ્ધને કારણે કાર્યપણું નથી કોઈ એમ માને છે કે-શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. હવે ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ જો કારણકાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો મિથ્યાદષ્ટિને યોગ્ય ઉત્કૃષ્ટ હોય છે ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી. તેથી વાસ્તવિકપણે એ બન્નેમાં કારણ-કાર્યપણું નથી. અશુભમાંથી સીધો શુદ્ધોપયોગ કોઈને ન થાય. અશુભ ટળીને શુભ થાય, ને શુભ ટળીને પછી શુદ્ધ થાય છે. જો કે વ્રતના પરિણામ પણ છોડવા જેવા છે, પણ સમ્યગ્દષ્ટિને પહેલાં અવ્રતના પરિણામ છૂટીને વ્રતનાં પરિણામ થાય છે ને પછી શુદ્ધોપયોગ થતાં વ્રતના શુભ પરિણામ પણ છૂટી જાય છે. વાસ્તવિકપણે શુભ તે શુદ્ધનું કારણ નથી. જો શુભ તે શુદ્ધિનું કારણ હોય તો તો અશુભ તે શુભનું કારણ થાય, પણ એમ નથી. વળી જો શુભ તે શુદ્ધનું કારણ થાય તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૭૭ તો દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ શુભભાવ કરીને નવમી રૈવેયકે જાય છે છતાં તેને તે શુભરાગ કિંચિત્ પણ શુદ્ધનું કારણ થતો નથી. માટે શુભરાગ તે શુદ્ધનું કારણ નથી. કોઈવાર ભાવલિંગી મુનિ પહેલાં સ્વર્ગ જાય ને દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ શુભથી ઠેઠ નવમી રૈવેયકે જાય, પણ તેને તે શુભના કારણે શુદ્ધતા કાંઈ પણ થતી નથી. માટે શુભ અને શુદ્ધને ખરેખર કારણ-કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પ રોગ રહ્યો. ત્યાં એ અલ્પરોગ કાંઈ નિરોગ થવાનું કારણ નથી; હું એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે નીરોગ થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ કોઈ જો એ અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો તે નીરોગ કેવી રીતે થાય? તેમ કોઈ કપાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી. હા એટલું ખરું કેશુભોપયોગ થતાં શુદ્ધોપયોગ, જો યત્ન કરે તો, થઈ જાય; પણ કોઈએ શુભોપયોગને જ ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય? બીજુ મિથ્યાષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, પણ સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને પણ શુદ્ધોપયોગનું કારણ કહીએ છીએ. એમ સમજવું. શુદ્ધોપયોગ તો સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ થાય છે. શુભ તો પરના લક્ષે થાય છે. આખી દષ્ટિ પલટી જાય ત્યારે શુદ્ધોપયોગ થાય છે. મિથ્યાષ્ટિને તો શુદ્ધોપયોગ થતો જ નથી, એટલે તેને તો શુભોપયોગ ઉપચારથી પણ શુદ્ધનું કારણ કદી થતો નથી. સમ્યગ્દષ્ટિને સ્વભાવની દષ્ટિ તો વર્તે છે, અને શુભને તોડીને નિકટમાં જ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થવાની છે તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને કોઈ ઠેકાણે શુભ તે શુદ્ધનું કારણ કહીએ છીએ. નિશ્ચય-વ્યવહાર રત્નત્રય સંબંધી અજ્ઞાનીનો ભ્રમ વળી આ જીવ પોતાને નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યજ્ઞાન થયું, તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્યો તે સમ્યફચારિત્ર થયું,-એ પ્રમાણે પોતાને નિશ્ચયરત્નત્રય થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું-જાણું-વિચારું છું! ઈત્યાદિ વિવેકરહિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check hîřp://www.AfmaDharma.com for updates ૨૭૮ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્માને ‘શુદ્ધ-શુદ્ધ ’ કહે છે પણ કઈ રીતે શુદ્ધ છે તેની તેને ખબર નથી. દ્રવ્યદૃષ્ટિ વગર એમને એમ કહે છે કે આત્મા તો સિદ્ધ જેવો શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં શુદ્ધતા માનવી તે તો ભ્રમ છે. વસ્તુ સમજ્યા વગર શુદ્ધ આત્માની માન્યતા કઈ રીતે કરી! જો શુદ્ધ દ્રવ્યની યથાર્થ માન્યતા જ્ઞાન અને એકાગ્રતા કરે તો પર્યાયમાં શુદ્ધતા થવી જોઈએ, પણ પર્યાયની તો તેને ખબર નથી. હું શુદ્ધ છું-એમ કલ્પનાથી માને છે, એમ જાણે છે તથા એવા વિચારમાં બેસે છે–તેને જ તે નિશ્ચય રત્નત્રય માને છે, પણ નિશ્ચય રત્નત્રયના ખરા સ્વરૂપની તેને ખબર નથી, વળી વ્યવહા૨ત્નત્રયને પણ અજ્ઞાની બીજી રીતે ભ્રમરૂપ માને છે. · અદ્વૈતાદિક વિના અન્ય દેવાદિકને હું માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના ભેદ શીખી લીધા છે તેને જ હું માનું છું, અન્યને માનતો નથી, તો સમ્યગ્દર્શન થયું. જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણો પ્રવર્તી છું તે સમ્યજ્ઞાન થયું તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્તી છું તે સમ્યક્ચારિત્ર થયું.' એ પ્રમાણે પોતાને વ્યવહા૨ રત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિરૂપ થાય; અર્થાત્ જેમ નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું સંભવે; પણ આને તો સત્યભૂત નિશ્ચય રત્નત્રયની પિછાણ જ થઈ નથી તો એ પ્રમાણે કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે. તેથી તેને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ પણ થયો નહિ. એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે, પરંતુ વ્યવહાર–સાધનને ભલા જાણે છે, તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી; પણ વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે છે; તેથી અંતિમ ત્રૈવેયક સુધીનાં પદ પામે છે; તથા જો નિશ્ચયાભાસની પ્રબળતાથી અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો તેનું કુતિમાં પણ ગમન થઈ પરિણામાનુસાર ફળ પામે છે; પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના તે સિદ્ધપદને પામી શકતો નથી. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારાભાસ બન્ને નયાવલંબી મિથ્યાદષ્ટિ નિરૂપણ કર્યું. એ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે પરંતુ વ્યવહા૨સાધનને ભલા જાણે છે, તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી. હવે સમ્યક્ત્વસન્મુખ જે મિથ્યાદષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates (૧૨) સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદષ્ટિનું નિરૂપણ કોઈ મંદકષાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમ થવાથી જીવને તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે; અને મિથ્યાત્વ મંદ થયું હોવાથી દેવ-ગુરુ-શાસ્ત્ર, નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ તત્ત્વોનો વિચાર કરવા ઉદ્યમી થયો–એમ થતાં તેને બાહ્યનિમિત્ત સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ મળ્યો અને ત્યાં સાચા ઉપદેશને શ્રવણ કરવાનું બન્યું. તે ઉપદેશમાં પોતાને પ્રયોજનભૂત મોક્ષમાર્ગના, દેવ-ગુરુ-ધર્માદિના જીવાદિતત્ત્વના, સ્વ-૫૨ના કે પોતાને અહિતકારીહિતકારી ભાવોના ઈત્યાદિ ઉપદેશથી સાવધાન થઈ તેણે એવો વિચાર કર્યો કે અહો ! મને આ વાતની તો ખબર નહોતી. હું ભ્રમથી ભૂલી પર્યાય-શરીરમાં તન્મય થઈ રહ્યો છું પણ આ શરીર તો અલ્પકાળ રહેશે;– આ વૈરાગ્ય થાય છે. તથા નક્કી કરે છે કે પૂર્વોક્ત તત્ત્વોની મને ખબર ન હતી.. ‘હું તો એ જાણું છું' એમ ભ્રમથી માની બેસે તે તો પાત્ર જ નથી; કેમ કે તે પૂર્વની અને વર્તમાનની પોતાની માન્યતા વચ્ચે કાંઈ ભેદ પાડતો નથી. વળી તે વિચારે છે કે-મને આ સર્વ નિમિત્તો મળ્યાં છે માટે મારે આ વાતનો નિર્ણય કરવો જોઈએ; કારણ કે આમાં જ મારું હિત છે-આમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કરે છે. અહીં ઉપદેશ લીધો છે. પ્રથમ શાસ્ત્ર વાંચી તત્ત્વવિચાર કરે-એમ કહ્યું નથી. * પ્ર વૈશાખ સુદ ૧૧ શુક્રવાર, તા ૨૪-૪-૫૩ સમ્યગ્દર્શન પામ્યા પહેલાની પાત્રતા સમ્યગ્દર્શનની સન્મુખ થયેલા જીવની પાત્રતા કેવી હોય તેનું આ વર્ણન છે. હજી સમ્યગ્દર્શન પામ્યો નથી પણ સમ્યગ્દર્શન પામવા માટે તત્ત્વનિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વગેરેનો ઉધમ કરે છે-એવા જીવની આ વાત છે. જેને આત્માનું હિત કરવાની ભાવના થઈ છે. સમ્યગ્દર્શન પ્રગટ કરીને આત્માનું કલ્યાણ કરવાની ધગશ જાગી છે એવા જીવને પ્રથમ તો કષાયની મંદતા થઈ છે, તત્ત્વનો નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ ઊઘડી છે. નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે અને પોતાને તેમની પ્રતીતિ થઈ છે. જ્ઞાની પાસેથી યથાર્થ ઉપદેશ મળ્યો છે ને પોત પોતાના પ્રયોજન માટે મોક્ષમાર્ગ વગેરેનો ઉપદેશ સાંભળ્યો છે. કયા ભાવો આત્માને હિતકારી છે ને કયા ભાવો અહિતકારી છે, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ શું છે ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર કેવા છે? જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ શું છે? દ્રવ્ય-ગુણ-પર્યાય શું? ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ શું? મોક્ષમાર્ગનું ખરું સ્વરૂપ શું? ઈત્યાદિ પ્રયોજનભૂત બાબતોનો યથાર્થ ઉપદેશ ગુરુગમે મળ્યો છે, ને પોતે અંતરમાં તેનો નિર્ણય કરીને સમજવાનો પ્રયત્ન કરે છે; તે સમજીને પોતે પોતાનું જ પ્રયોજન સાધવા માગે છે. ઉપદેશની ધારણા કરીને હું બીજાને સંભળાવું કે સમજાવી દઉં-એવા આશયથી નથી સાંભળતો, પણ સમજીને પોતાનું કલ્યાણ કરવાની જ ભાવના છે. જુઓ, આ તો હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની પાત્રતા બતાવે છે. જે પોતાનું કલ્યાણ કરવા માગે છે તેને મંદકષાય અને જ્ઞાનનો ઉઘાડ તો હોય જ; એ ઉપરાંત પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ. અજ્ઞાનીકુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. જેને કુદેવ-કુગુરુ તો છૂટી ગયા છે, નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે ને કષાયની મંદતાપૂર્વક તત્ત્વનિર્ણયનો જે ઉદ્યમ કરે છે તેવા જીવની આ વાત છે, જીઓ તે સમ્યક્ત્વસન્મુખ જીવમાં કેવી કેવી પાત્રતા હોય તે બતાવે છે: (૧) પ્રથમ તો મંદકષાય થયો છે. આત્માનું હિત કરવાની જિજ્ઞાસા થઈ ત્યાં મંદકષાય થઈ જ ગયો. તીવ્ર વિષયકષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી. (૨) મંદકષાયથી જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થયો છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે; જીઓ, તત્ત્વનિર્ણય કરવા જેટલી બુદ્ધિ તો છે પણ જેને આત્માની દરકાર નથી તે જીવ તત્ત્તનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી ને બહારના વિષય-કષાયમાં જ બુદ્ધિ લગાવે છે. (૩) જે સમ્યક્ત્વ સન્મુખ છે તે જીવને મોહની મંદતા થઈ છે તેથી તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૮૧ તત્ત્વવિચાર ઉધમી થયો છે. દર્શનમોહની મંદતા થઈ છે તેમ જ ચારિત્રમોહમાં પણ કષાયોની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝૂકાવ થયો છે. સંસારનાં કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થયો છે. સંસારના કામમાંથી નવરો થાય (તેનો રસ ઘટાડ) ત્યારે આત્માનો વિચાર કરે ને! સંસારની તીવ્ર લોલુપતામાં પડ્યો હોય તેને આત્માનો વિચાર કયાંથી આવે? જેના હૃદયમાંથી સંસાર નો રસ ઊડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉદ્યમ કરે છે કે “અરે! મારે તો મારા આત્માનું સુધારવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.'-આવા જીવની આ વાત છે. (૪) તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ મળ્યા છે; તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે ને સર્વજ્ઞ વીતરાગદેવને જ માને છે. અરિહંત ભગવાનની વીતરાગી પ્રતિમા તે પણ દેવ છે. શાસ્ત્રમાં નવ દેવ પૂજ્ય કહ્યાં છે. પંચ પરમેષ્ઠી, જિનધર્મ, જિનવાણી, જિનચૈત્યાલય અને જિનબિંબ-એ નવેય દેવ તરીકે પૂજ્ય છે. સર્વજ્ઞવીતરાગદેવને ઓળખે. તેમ જ દિગંબર સંતા ભાવલિંગી મુનિ મળે તે ગુરુ છે. તેમ જ કોઈ જ્ઞાની પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. નરક વગેરેમાં મુનિ વગેરેનું સીધું નિમિત્ત નથી પણ પૂર્વે જ્ઞાનીની દેશના મળી છે તેના સંસ્કાર ત્યાં નિમિત્ત થાય છે. દેવ-ગુરુ વગર એકલું શાસ્ત્ર તે સમ્યગ્દર્શનનું નિમિત્ત ન થાય. માટે કહ્યું કે સમ્યકત્વસમ્મુખ જીવને કુદેવાદિની પરંપરા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પરંપરા મળી છે. (૫) વળી તે જીવને સત્ય ઉપદેશનો લાભ મળ્યો છે. આવાં નિમિત્તોનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને સત્ય તત્ત્વનો નિર્ણય કરવાનો ઉધમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. પાત્ર જીવને નિમિત્ત કેવાં હોય તે પણ ઓળખાવે છે કે નિમિત્ત તરીકે સત્ય ઉપદેશ મળવો જોઈએ. યથાર્થ મોક્ષમાર્ગ શું? નવતત્ત્વોનું સ્વરૂપ શું? સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવાં હોય? સ્વ-પર, ઉપાદાનનિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્વાદિક અહિતકારી ભાવો-એ બધાનો ઉપદેશ યથાર્થ મળ્યો છે. ઉપદેશ મળવો તે તો પુણ્યનું ફળ છે, પણ તે ઉપદેશ સાંભળીને તત્ત્વનો નિર્ણય કરવાની જવાબદારી પોતાની છે. એ વાત હવે કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો (૬) જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વોનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે. એમને એમ ઉપર ઉપરથી સાંભળી લેતો નથી. પણ બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને સાવધાનપણે તેનો વિચાર કરે છે; અને ઉપદેશ સાંભળતાં બહુમાન આવે છે કેઃ ‘અહો! મને આ વાતની તો ખબર જ નથી, આવી વાત તો મેં પૂર્વે કદી સાંભળી જ નથી.' જુઓ, આ જિજ્ઞાસુ જીવની લાયકાત ! જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. બહારમાં ગામેગામ ઘણા જિનમંદિર થાય ને ઘણા જીવો ધર્મ પામે તો મારું કલ્યાણ થઈ જાય–એમ વિચારીને જો બહારમાં જ રોકાય તો આત્મા સામે કયા૨ે જુએ? અરે ભાઈ! તું તારા આત્મામાં એવું મંદિર બનાવ કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી ભગવાન આવીને બિરાજે! ભક્તિ, પ્રભાવના વગેરેનો શુભાગ આવે તે જુદી વાત છે, પણ પાત્ર જીવ તે રાગ ઉપર જોર ન આપતાં આત્માનાં નિર્ણયનો ઉદ્યમ કરે છે. અહો! આવા તત્ત્વની મને અત્યાર સુધી ખબર ન હતી. મેં ભ્રમથી રાગાદિને જ ધર્મ માન્યો હતો ને શરીરને જ મારું સ્વરૂપ માનીને તેમાં હું તન્મય થયો. આ શરીર તો જડ-અચેતન છે ને હું તો જ્ઞાનસ્વરૂપ છું. આ શરીરનો સંયોગ તો અલ્પકાળ પૂરતો જ છે. આ મનુષ્યભવ કાંઈ કાયમ રહેવાનો નથી. અહીં મને હિતનાં સર્વ નિમિત્તો મળ્યાં છે. માટે હું તત્ત્વ સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું તથા મોક્ષમાર્ગ વગેરેનો બરાબર નિર્ણય કરું-આમ વિચારીને તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. “ કામ એક આત્માર્થનું બીજો નહિ મનરોગ.” (૭) ત્યાં, ઉદ્દેશ એટલે કે નામ જાણે; તથા લક્ષણનિર્દેશ એટલે જેનું જે લક્ષણ હોય તે જાણે, તથા પરીક્ષા દ્વારા વિચારીને નિર્ણય કરે. જીવ, અજીવ વગેરે નામ શીખે. તેમનાં લક્ષણ જાણે અને પરીક્ષા કરીને નિર્ણય કરે. જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કર્યો અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે. ઉપદેશઅનુસાર નામ અને લક્ષણ જાણીને પોતે વિવેકથી નિર્ણય કરે છે. તત્ત્વનિર્ણય કરવા માટે પ્રથમ તો તત્ત્વોનાં નામ અને લક્ષણ જાણે પછી પોતે પરીક્ષા દ્વારા વિવેક કરીને તત્ત્વના ભાવોને ઓળખીને નિર્ણય કરે. અજ્ઞાનીના વિરુદ્ધ ઉપદેશને તો માને જ નહિ, પરંતુ જ્ઞાની પાસેથી જે યથાર્થ ઉપદેશ મળ્યો તેનો પણ પોતે જાતે ઉદ્યમ કરીને નિર્ણય કરે છે. એમ ને એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૮૩ માની લેતો નથી, પણ પોતે પોતાનો વિચાર ભેગો ભેળવીને મેળવણી કરે છે. જ્ઞાની પાસેથી સાંભળી લીધું પણ પછી ‘આ કઈ રીતે છે’ એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. માટે કહ્યું કે જ્ઞાની પાસેથી તત્ત્વનો જે ઉપદેશ સાંભળ્યો તેને ધારણ કરી રાખે તે પછી એકાંતમાં વિચાર કરીને જાતે તેનો નિર્ણય કરે. ઉપદેશ સાંભળવામાં જ જે ધ્યાન ન રાખે ને તે વખતે બીજા સંસારના વિચારમાં ચડી જાય તેને તો તત્ત્વના નિર્ણયની દરકાર જ નથી. શું કહ્યું તે ધા૨ે પણ નહિ તો વિચાર કરીને અંતરમાં નિર્ણય કઈ રીતે કરશે ? જેમ ગાય ખાવા ટાણે ખાઈ લે છે ને પછી નિરાંતે બેઠી બેઠી તેને વાગોળીને પચાવે છે, તેમ જિજ્ઞાસુ જીવ જેવો ઉપદેશ સાંભળે તેવો બરાબર યાદ કરી લે અને પછી એકાંતમાં વિવેકપૂર્વક વિચાર કરી તેનો નિર્ણય કરે, ને અંતરમાં તેને પરિણમાવવાનો પ્રયત્ન કરે. યથાર્થ ઉપદેશ સાંભળવો, યાદ રાખવો, વિચાર કરવો અને તેનો નિર્ણય કરવો—એમ ચાર વાત મૂકી. તત્ત્વનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. આ જીવને એટલો જ્ઞાનનો ઉઘાડ તો થયો છે પણ તે જ્ઞાનને તત્ત્વનો નિર્ણય કરવામાં લગાવવું જોઈએ. સાંભળ્યા પછી પોતે એકલો પોતાના ઉપયોગમાં વિચાર કરે કે શ્રી ગુરુએ આમ કહ્યું તે કઈ રીતે છે! એ પ્રમાણે ઉપદેશ-અનુસાર પોતે જાણે નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. માત્ર સાંભળ્યા જ કરે અને વાંચ્યા જ કરે પણ જાતે કાંઈ પણ વિચાર કરીને તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તો તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્ત્વાર્થ-શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે–એમ જ્ઞાનીએ ઉપદેશ આપ્યો ને પોતે સાંભળ્યો, પછી પોતે જાતે એકાંતમાં બેસી વિચાર કરે કે જીવાદિ સાત તત્ત્વો કહ્યાં તેનું સ્વરૂપ શું છે? તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું તે કઈ રીતે ઘટે છે? એમ જાતે નિર્ણય કરે. સાત તત્ત્વોની પરીક્ષા કરીને ઓળખે. ‘ સમ્યગ્દર્શન ’ એમ કહ્યું તે નામ થયું. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન ’ એમ કહ્યું તે સમ્યગ્દર્શનનું લક્ષણ થયું. ‘જીવ’ એમ કહ્યું તે નામ થયું. ‘જ્ઞાનસ્વરૂપ જીવ છે' એમ કહ્યું તે જીવનું લક્ષણ થયું. એ પ્રમાણે તત્ત્વોનાં નામ જાણે તથા તેમનાં લક્ષણ જાણે. દેવ-ગુરુ-શાસ્ત્ર, મોક્ષમાર્ગ, ઉપાદાન-નિમિત્ત, સ્વ-૫૨, હિત-અહિત વગેરેનાં નામ તેમ જ લક્ષણ સાંભળીને જાણે તથા જાતે પરીક્ષા કરીને તેનો નિર્ણય કરે. જ્ઞાનીએ કહ્યું તે જ્ઞાની પાસે રહ્યું, પણ પોતે નિર્ણય ન કરે તો પોતાને તત્ત્વનો યથાર્થ લાભ થાય નહિ. માટે નામ અને લક્ષણ ઓળખીને નિર્ણય કરવો જોઈએ. સમ્યક્ચારિત્ર એ નામ. ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીતરાગભાવ તેનું લક્ષણ છે. જીવ-અજીવ વગેરે નામ કહેવાં તે નામનિર્દેશ છે; અને પછી દરેકનું લક્ષણ ભિન્ન ભિન્ન બતાવવું તે લક્ષણ નિર્દેશ છે. નવ તત્ત્વોને, મોક્ષમાર્ગને વગેરેને ઓળખીને પોતે એકલો વિચાર કરે એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. ક્ષેત્રની વાત નથી લીધી કે નિર્ણય કરવા માટે જંગલમાં જવું પડે! ભગવાનના સમવસરણમાં બેઠો હોય ને અંદરના વિચારમાં એકાગ્ર થઈને સમ્યગ્દર્શન પામી જાય. તો ત્યાં પણ તેને એકાંત થયું. ત્યાં યુક્તિ-અનુમાન-પ્રત્યક્ષ આદિથી ઉપદેશમાં આવેલાં તત્ત્વો એમ જ છે કે અન્યથા છે-તેનો નિર્ણય કરે. તથા વિશેષ વિચારે કે ઉપદેશમાં તો આ કથન આવ્યું, પરંતુ એમ જો માનવામાં ન આવે તો શું બાધા આવે? એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધારે રહેતું નથી. એકમાં બીજાથી કિંચિત્ લાભનુકશાન નથી–એમ દ્રવ્યની સ્વતંત્રતાનો ઉપદેશ આવે ત્યાં પણ બરાબર વિચારીને નિર્ણય કરે. ધર્માસ્તિકાયના નિમિત્તથી જીવ પુદગલ ગતિ કરે છે–એમ કથન આવે ત્યાં વિચારે કે જીવ-પુદગલ સ્વયં ગતિ કરે છે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત માત્ર છે. તે કાંઈ બળજરીથી ગતિ કરાવતું નથી;-એમ યુક્તિ વડે તત્ત્વનો નિર્ણય કરે. વળી એક તત્ત્વ વિષે પરસ્પર વિરોધી બે દલીલો આવે ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે? તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે-આમ વિચારીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ. પ્ર. વૈશાખ સુદ ૧૨ શનિવાર તા. ૨૫-૪-૫૩ વિકાર જીવનો તે સમયનો અકાળ છે, કર્મને કારણે વિકાર નથી સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ; સમ્યજ્ઞાનનું લક્ષણ સ્વપરપ્રકાશકપણું, સમ્યક્રચારિત્રનું લક્ષણ વીતરાગતા; જીવતત્ત્વનું લક્ષણ જ્ઞાનસ્વભાવઃ- એ પ્રમાણે બધાં તત્ત્વોનાં નામ અને લક્ષણ જાણે. આસ્રવા આત્માની વિકારી પર્યાય છે. તે પર્યાયમાં આત્માનાં દ્રવ્ય-ગુણ રહેલાં છે. કેમ કે ગુણ પોતાની સર્વ પર્યાયોમાં રહે છે, તેને બદલે વિકાર થયો તે કર્મને લીધે થયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૮૫ એમ માને તો તેણે પોતાના ચારિત્રગુણને સર્વ પર્યાયોમાં રહેલો ન માન્યો, એટલે ગુણને જ ન માન્યો, ને દ્રવ્યને પણ ન માન્યું. ગુણ તો તેને કહેવાય કે જે દ્રવ્યના પૂરા ભાગમાં ને તેની બધી હાલતોમાં રહે. એ જ પ્રમાણે મિથ્યાત્વભાવ થયો તે પણ જીવની પર્યાય છે. તે જડ મોહકર્મને લીધે થયો નથી. મિથ્યાત્વપર્યાયમાં જડકર્મ નથી રહેતું પણ તેમાં શ્રદ્ધા ગુણ રહે છે. રાગપર્યાય થઈ તો તે ક્યાંથી આવી? ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં રાગ નથી, તો શું કર્મે તે રાગ કરાવ્યો? ના. કર્મમાં ક્યાં રાગ છે? કર્મમાં કાંઈ એવી તાકાત નથી કે તે વિકારને કરાવે. રાગપર્યાય તે પણ ચારિત્રગુણનો તે સમયનો અકાળ છે. ચારિત્રગુણ પોતાની બધી હાલતોમાં રહે છે. જુઓ, આમ ન જાણે તો તેણે ગુણનું લક્ષણ જાણ્યું નથી. રાગ કર્મને લીધે થાય એમ માને તો ચારિત્રગુણ પોતાની બધી પર્યાયોમાં વ્યાપક ન રહ્યો. તો રાગ વખતે ચારિત્રગુણ ક્યાં ગયો? આ પ્રમાણે તત્ત્વનો ભાવ ભાસીને એવી પ્રતીતિ કરે કે ઈદ્ર ડગાવવા આવે તો ય ન ફરે. રાગમાં જડકર્મ નિમિત્ત છે, પણ તે નિમિત્તના ગુણો પોતાની પર્યાયમાં(નિમિત્તમાં) વર્તી રહ્યા છે. નિમિત્તના ગુણો કાંઈ પરમાં જતા નથી. ઉપાદાનના ગુણો ઉપાદાનની બધી પર્યાયોમાં રહે છે, ને નિમિત્તના ગુણો નિમિત્તની બધી પર્યાયોમાં વ્યાપે છે. એકના ગુણ બીજાની પર્યાયમાં વ્યાપતા નથી. ગુણ સ્વતંત્રપણે વર્તીને-પરિણમીને પોતાની પર્યાયમાં વ્યાપે છે. તે ગુણ જ પોતાની પર્યાયનો સ્વતંત્રપણે કર્તા છે. પરમાણુમાં વિકાર થયો એટલે કે બેગુણ ચીકાશ વગેરે પલટીને અનંતગુણ ચીકાશ વગેરે થઈ, તો તે કોઈએ તેને પરિણમાવ્યો નથી, પણ તે પોતે પરિણમ્યો છે. તેની પર્યાયમાં તેના ગુણો વર્તી રહ્યા છે. બે ગુણ લૂખાશ કે ચીકાશવાળો પલટીને ચારગુણ લૂખાશ કે ચીકાશવાળા સાથે બંધાયા; ત્યાં ચાર-ગુણવાળાએ તેને પરિણમાવ્યો નથી. પણ પોતે પોતાના ગુણથી જ પરિણમ્યો છે. આમ બધાં તત્ત્વોને સ્વતંત્ર જાણે. ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં વિકાર નથી. છતાં વિકાર ક્યાંથી આવ્યો? તો કહે છે કે પર્યાય રોકાણી માટે થયો. વળી એકને સમ્યગ્દર્શન થયું ને બધાને કેમ ન થયું? બીજાને સમ્યગ્દર્શન થયું ને મને કેમ હુજી ન થયું?-કે તેણે પુરૂષાર્થ કર્યો માટે તેને થયું. એ પ્રમાણે નિર્ણય કરે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો બધાં તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવાનો ઉદ્યમ કર્યા જ કરે, અને પોતે એકાંતમાં વિચારે તથા સમજવા માટે વિશેષ જ્ઞાની પાસે પ્રશ્ન-ઉત્તર કરે. હું પૂછીશ તો “મને નથી આવડતું” એમ લોકોને ખબર પડી જશે એમ માનમાં ન રોકાય, પણ સમજવા માટે પૂછયા જ કરે તથા જે ઉત્તર આપે તેને બરાબર વિચારે. પૂછવામાં શરમાય નહિ. પ્રશ્ન પૂછવામાં નિર્માનતા હોય. વળી પોતાના સમાનબુદ્ધિના ધારક સાધર્મી સાથે વિચાર કરે-પરસ્પર ચર્ચા કરે, અને એકાંતમાં તેનો વિચાર કરીને નિર્ણય કરે. જેને સમ્યકત્વની ચાહના હોય. સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ગરજ હોય –તે જીવની આ વાત છે. જાઓ, આ સમ્યગ્દર્શન માટેનો ઉધમ ! અહો ! ચૈતન્યવહુ કોઈ અપૂર્વ છે. અનંતવાર શુભભાવ કર્યો છતાં ચૈતન્યવહુ લક્ષમાં ન આવી, તો રાગથી પાર ચૈતન્યવહુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે. તેના નિર્ણયમાં કોઈ બહારનાં કારણો કે રાગ મદદ કરતાં નથી. અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થઈ શુભભાવથી નવમી રૈવેયક સુધી ગયો, છતાં ચૈતન્યવસ્તુ ખ્યાલમાં ન આવી તો તે ચૈતન્યવહુ રાગના અવલંબનથી પાર છે. કોઈ અપૂર્વ મહિમાવાળી વસ્તુ છે, તે અંતર્મુખ જ્ઞાનથી જ પકડાય તેવી છે. આમ એકાંતમાં વિચારીને ચૈતન્યને પકડવાનો ઉદ્યમ કરે. સ્વાનુભવ પ્રગટ કરવા માટે પ્રેરણા પહેલાં તો ઉપદેશ સાંભળીને, જ્ઞાનીને પૂછીને, સાધર્મ જનો સાથે ચર્ચા કરીને તથા પોતે વિચારીને તત્ત્વનો બરાબર નિર્ણય કરે. તત્ત્વના નિર્ણયમાં જ ભૂલ હોય તો અનુભવ થાય નહિ. માટે કહ્યું કે તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરવો. “સહુજ છે, સમ્યકત્વ સહજ છે. ક્યો જીવ ક્યારે સમ્યકત્વ પામશે-તે બધી નોંધ કેવળી ભગવાનના ચોપડામાં છે'—એમ કહેવાય, પણ ત્યાં સહજ કહેતાં જ ઉધમ પણ તેમાં ભગો છે જ. કેવળીએ જોયું ત્યારે સમ્યગ્દર્શન થશે-એવો સહજ' નો અર્થ નથી. શ્રી સમયસારમાં કહ્યું છે કે હે જીવ! તું જગતનો વ્યર્થ કોલાહલ છોડી ને અંતરમાં ચૈતન્યવસ્તુને અનુભવવાનો છ માસ પ્રયત્ન કર, તો તને અવશ્ય તેની પ્રાપ્તિ થશે. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પ કાળમાં અંતરમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ; તેથી સમ્યગ્દર્શન માટે અંતરમાં તત્ત્વનિર્ણય અને અનુભવનો ઉધમ કરવો જોઈએ. વળી અન્યમતીઓ દ્વારા કલ્પિતતત્ત્વનો ઉપદેશ આપ્યો છે, તે વડે જો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૮૭ જૈન ઉપદેશ અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તો પણ ઉપર કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે. એ પ્રમાણે ઉદ્યમ કરતાં ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે. મને પણ એમ જ ભાસે છે’–એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી. સનાતન દિગંબર જૈનમત સિવાય બધા અન્યમતી છે. સર્વજ્ઞ ભગવાનને રોગ થાય, ઝાડા થાય ને આહાર-દવા લે-એવું માને તે અન્યમતી છે. તે જૈનમતી નથી. દિગંબર સંપ્રદાયમાં રહીને પણ જે એમ માને કે વ્યવહાર કરતાં કરતાં ૫રમાર્થ પ્રગટશે, નિમિત્તના અવલંબને ધર્મ થશે-તો એમ માનનાર પણ અન્યમતી જેવો છે. આઠ વર્ષે કેવળજ્ઞાન પામે ને પછી કરોડો અબજો વર્ષ સુધી શરીર રહે. આહાર-પાણી ન હોય છતાં એવું ને એવું શરીર રહે એવો ૫૨મ ઔદારિક શરીરનો સ્વભાવ છે; પણ તેમાં સંદેહ કરીને ભગવાનને આહારાદિ મનાવે તો તે મિથ્યાદષ્ટિ અન્યમતી છે. સનાતન સર્વજ્ઞ પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્ય, વી૨સેનાચાર્ય, સમંતભદ્રાચાર્ય વગેરે સંતોએ જે સ્વરૂપ કહ્યું છે તે જ યથાર્થ છે. તે પરંપરાથી વિપરીત મનાવે તો તે કલ્પિતમાર્ગ છે. શુભરાગથી સંસાર પરિમિત થતો નથી મુનિને આહાર દેવાથી મિથ્યાદષ્ટિને સંસાર પિરમિત થાય એમ મનાવે, સસલા વગે૨ે ૫૨જીવની દયા પાળવાના શુભરાગથી સંસાર પિરમિત થવાનું માનેમનાવે તો તે કલ્પિત તત્ત્વ છે. જૈનમાર્ગ નથી. મિથ્યાદષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ પડયા છે. તેને દયા-દાનના શુભરાગથી પરિમિત સંસાર થાય નહિ. સમ્યગ્દર્શનથી જ સંસાર પરિમિત થાય છે. તેને બદલે રાગથી સંસાર પિરમિત થવાનું મનાવે છે તે વાત મિથ્યા છે. અહીં તો કહે છે કે તેવું માનનારા જૈનમતી નથી પણ અન્યમતી છે. આ પ્રમાણે તત્ત્વનો બરાબર નિર્ણય કરવો જોઈએ. સનાતન સત્ય માર્ગ મહાવિદેહમાં ચાલી રહ્યો છે. જેવો માર્ગ ત્યાં છે તેવો જ અહીં છે, ને જેવો અહીં છે તેવો જ ત્યાં છે. ભરત, ઈરવત ને મહાવિદેહ–બધે ઠેકાણે સનાતન વીતરાગમાર્ગ એક જ પ્રકારનો છે. તેનો જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ ભાવ પોતાને ભાસવો જોઈએ, પોતાને ભાવભાસન સહિત પ્રતીતિ થાય તે જ યથાર્થ પ્રતીતિ છે. એક માખી પણ સાકર અને ફટકડીના સ્વાદનો ભેદ પાડીને વિવેક કરે છે ને સાકરનો સ્વાદ લેવા જાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮] શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે, તેમ પંચેન્દ્રિય સંજ્ઞી જીવોને તત્ત્વનિર્ણયની શક્તિ મળી છે, તો પોતાના જ્ઞાનથી તત્ત્વનો નિર્ણય કરીને તેનો ભાવ ભાસવો જોઈએ. સમ્યગ્દર્શન માટે શું ઉપાદેય છે? શું હેય છે? તે બધાં તત્ત્વનો ભાવ ભાસવો જોઈએ. વિચાર તો કરે પણ વિચાર કરીને તત્ત્વનો અવાય (નિર્ણય) થવો જોઈએ. ભગવાને કહ્યું માટે સાચું એમ માની લે પણ પોતાને તેનો ભાવ ભાસે નહિ, તો તે પ્રતીત યથાર્થ નથી, માટે ભાવભાસન ઉપર ખાસ વજન છે. ભાવભાસનપૂર્વક પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે પ્રશ્ન:- જો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શા માટે કરીએ? ઉત્તર- પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે-જિનદેવે આ પ્રમાણે કહ્યું છે તે સત્ય છે” પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાના નિર્મળ થાય નહિ; કારણ કે જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વડે અન્યથા પણ પ્રતીતિ થઈ જાય. તો એ વચન વડે કરેલી પ્રતીતિ શક્તિ-અપેક્ષાએ અપ્રતીતિ સમાન જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકાર વડે પણ અન્યથા માને નહિ. માટે ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે. જ્ઞાનમાં ભાવભાસન-નિર્ણય-નિશ્ચય-અવાય થઈ ગયો હોય તો જગત આખું ફરી જાય-અન્યથા કથન કરતું હોય-ઈદ્ર પરીક્ષા કરે તો પણ તેની પ્રતીતિ ફરે નહિ. તેમાં અડગ રહેભાવ ભાસ્યા વિના ભૂલ થયા વિના રહે નહિ. તેનું દષ્ટાંત એક વાર કોઈ છોકરાને મચ્છરની સમજણ આપવા માટે દાંતઃ- મચ્છરનું મોટું ચિત્ર કરીને બતાવ્યું કે મચ્છરને આવા ચાર પગ હોય, આવી સૂંઢ હોય વગેરે. થોડા વખત પછી ગામમાં હાથી આવ્યો અને તે છોકરાને પૂછયું કે આ શું છે? તો છોકરો કહે કે તે દિવસે ચિત્રમાં બતાવ્યો હતો તેવો આ મચ્છર છે! જુઓ ભાવ ભાસ્યા વિના મોટા હાથીને મચ્છરિયું માની લીધું. તેમ જીવ વગેરે તત્ત્વોનો ભાવ જેને ભાસ્યો નથી તે ક્ષણિક રાગને જીવ માની લે. માટે જીવ વગેરે તત્ત્વોનો ભાવ ભાસ્યા વિના તેની યથાર્થ પ્રતીતિ થતી નથી. યથાર્થ ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે, કોઈ કહે કે-પુરુષપ્રમાણતાથી વચન પ્રમાણે કરીએ છીએ. પરંતુ પુરુષની પ્રમાણતા પણ સ્વયં થતી નથી. પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ છીએ ત્યારે જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] પુરુષની પ્રમાણતા થાય છે. [ ૨૮૯ હવે ઉપદેશમાં અનેક પ્રકારનાં તત્ત્વો કહ્યાં છે તેમાં કયા કયા તત્ત્વોની પરીક્ષા કરવી તે કહેશે. * પ્ર. વૈશાખ સુદ ૧૩ રવિવાર તા. ૨૬-૪-૫૩ જે જીવ મિથ્યાદષ્ટિ હોવા છતાં સમ્યક્ત્વસન્મુખ છે, સમ્યક્ત્વની તૈયારી અને ઉધમ છે–એવા જીવની વાત ચાલે છે. તે જીવ તત્ત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. કુદેવાદિની માન્યતા તો છૂટી જ ગઈ છે, ને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને તેને જ માને છે, તથા તેમણે કહેલા તત્ત્વની નિર્ણય કરે છે. જિનવચનોમાં અનેક પ્રકારના તત્ત્વોનો ઉપદેશ છે. તેમાંથી પ્રયોજનભૂત તત્ત્વો કયા કયા છે, કયા કયા તત્ત્વોનો પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ તે કહે છે. પરીક્ષા કરીને હેય-જ્ઞેય-ઉપાદેય તત્ત્વોને ઓળખવાં ઉપદેશમાં કોઈ તત્ત્વો ઉપાદેય તથા કોઈ તત્ત્વો તૈય છે. તેનું વર્ણન છે. આત્માની સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય તે ઉપાદેયતત્ત્વ છે. તથા મિથ્યાત્વાદિ બંધભાવો તે હૈયતત્ત્વો છે. વ્યવહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપાદેય છે ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર હૈય છે. નિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અન્ય જીવ-અજીવ તત્ત્વ તે જ્ઞેય છે. આમ નવે તત્ત્વોમાં હૈય-ઉપાદેય તત્ત્વની પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. ઉપદેશમાં કોઈ ઉપાદેય અને કોઈ ઔયતત્ત્વ નિરૂપવામાં આવે છે. ત્યાં એ ઉપાદેય-હૈયતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી; કારણકે તેમાં અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે; અર્થાત્ જો ઉપાદેયને હેય માની લે તો બૂરું થાય, અગર હેયને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય. હવે કોઈ પૂછે છે કે પોતે પરીક્ષા ન કરે, અને જિનવચનમાં કહ્યાં પ્રમાણે હેયને હૈય માને તથા ઉપાદેયને ઉપાદેય માને તો શું વાંધો ? તેનો ઉત્તર કહે છે. ઉત્ત૨:- અર્થનો ભાવ ભાસ્યા વિના વચનોનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો માની લે કે હું જિનવચન-અનુસાર માનું છું, પરંતુ ભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ૨૯૦ ] ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય. તત્ત્વનો જેવો ભાવ છે તેવી જ શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ-શ્રદ્ધાન છે. આ વાત મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં ૮૦મા પાને તથા ૨૧૭ મા પાને પણ કરી છે. પ્રયોજનભૂત તત્ત્વનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ શ્રદ્ધાન થાય નહિ. પ્રયોજનભૂત તત્ત્વની તો પરીક્ષા કરીને શ્રદ્ધા કરે, અને કોઈક સૂક્ષ્મ તત્ત્વોની પરીક્ષા કરીને તેમણે કહ્યા પ્રમાણે માની લે. આ બાબતમાં સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૩૩૨૪ માં કહ્યું છે કેઃ- “એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે–શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે; તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા-સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકુલ છે-પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે. પ્રયોજનભૂત હેય-ઉપાદેય તત્ત્વોની પ૨ીક્ષા કરી બરાબર નિર્ણય કરવો જે જીવ, જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના સૂક્ષ્મ તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધા કરે છે કે ‘જિનેન્દ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઈષ્ટ કરું છું” એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે. સામાન્યપણે તત્ત્વોનો નિર્ણય તો પોતે કર્યો છે, પણ વિશેષ ક્ષયોપશમજ્ઞાન નથી; તેથી સૂક્ષ્મ તત્ત્વોને જાણી શકતો નથી. તો તે સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે માને છે. પરંતુ મૂળભૂત તત્ત્વોનો નિર્ણય પણ ન કરે તેને તો યથાર્થ પ્રતીતિ થતી નથી. માટે અહીં કહે છે કે તત્ત્વાર્થનો ભાવ પોતાના જ્ઞાનમાં ભાસ્યા વગર કેવળીનાં વચનનો યથાર્થ અભિપ્રાય સમજાય નહિ, અને પોતે પરીક્ષાથી ઓળખ્યા વગર અન્યથા પ્રતીતિ થઈ જાય છે. લોકમાં પણ કોઈ માણસને કામ માટે મોકલ્યો હોય ત્યાં તે માણસ જો તેનો ભાવ ન સમજ્યો હોય તો ભૂલ કરે છે. એકને બદલે બીજું લાવે, અને ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો' એના જેવું કરે. એક વાર હીરાના માબાપ વાત કરતા હતા કે કાલે સવારમાં હીરાને ઘોઘે મોકલવો છે. એ વાત હીરો સાંભળી ગયો અને સવારમાં વહેલો ઊઠીને ઘોઘે જઈને પાછો આવ્યો. ઘેર આવ્યો ત્યાં માબાપે પૂછ્યું કે હીરા! કયાં ગયો હતો? હીરો કહે –‘તમે રાત્રે મને ઘોઘે મોકલવાની વાત કરતા હતા તેથી હું ઘોઘે જઈ આવ્યો.' માબાપ કહે-પણ શું કામ મોકલવો હતો ? જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] | [ ૨૯૧ કામ માટે મોકલવો હતો તે તો જાણું નહિ, ને એમને એમ હીરો ઘોઘે જઈ આવ્યો. તેમ ભગવાને આમ કહ્યું છે માટે માની લો-એમ પરીક્ષા કર્યા વગર માને પણ પોતે તેનું પ્રયોજન જાણે નહિ તો લાભ થાય નહિ. માટે હેય અને ઉપાદેય તત્ત્વો કયા કયા છે તેનો બરાબર નિર્ણય કરીને ઓળખવાં. ભગવાને કહ્યું તે પ્રમાણે પોતાના જ્ઞાનમાં બરાબર નિર્ણય ન થાય ત્યાં સુધી પરીક્ષા કરીને પોતાની ભૂલ શોધે અને સત્યનો નિર્ણય કરે. ગમે તેવા ગુરુને ગમે તેવા શાસ્ત્રને માની ન લે. જિનવર અને પોતાની પરીક્ષા એ બન્નેની સમાનતા થાય ત્યારે તો જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાં સુધી તેમ ન થાય, ત્યાં સુધી જેમ કોઈ લેખાં ગણે છે ને તેની વિધિ ન મળે ત્યાં સુધી પોતાની ભૂલને ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર કર્યા કરે, તથા જે શેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે નહિ તો અનુમાન કરે કે જેણે હેય-ઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે શેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠ ન બોલે તે અપ્રયોજનરૂપ કાર્યમાં જૂઠ શા માટે બોલે? માટે શેયતત્ત્વોનું સ્વરૂપ પરીક્ષા વડે વા આજ્ઞાવડે પણ જાણવું. જૈનશાસનમાં જીવાદિ તત્ત્વો, સર્વજ્ઞ દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેનું તો ખાસ નિરૂપણ કર્યું છે. તેનો તો હેતુથી-યુક્તિથી-અનુમાનથી નિર્ણય થઈ શકે છે તેને તો પરીક્ષાથી ઓળખવા, તથા ત્રિલોક, ગુણસ્થાનો, માર્ગણાસ્થાનો તથા પુરાણની કથાઓ તે આજ્ઞાનુસાર સમજી લેવાં. બધાં સૂક્ષ્મ તત્ત્વોની પરીક્ષા ન થઈ શકે, ત્યાં તો સર્વજ્ઞની આજ્ઞાનું બહુમાન કરીને માની લેવું જોઈએ. લોકો પ્રશ્ન કરે છે કે ભગવાને અમને સમજાય તેવું કેમ કહ્યું નથી? તો અહીં કહે છે કે-ભગવાને અને મુનિઓએ સમજાય તેવું જ કહ્યું છે, પણ તને પરીક્ષા કરવાની દરકાર નથી. હેતુ-યુક્તિ આદિ વડે નિર્ણય કરવાને તું ઉપયોગ લગાવતો નથી માટે તેને સમજાતું નથી. હેતુ-યુક્તિ આદિ વડે સમજાય તેવું જ કથન કર્યું છે. સમજવાનો પ્રયાસ કરે તેને સમજાય. અવશ્ય જાણવાયોગ્ય તત્વો જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને જાણવાં. ત્યાગવા યોગ્ય-મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ બરાબર જાણવું, તથા નિમિત્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૯૨] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો -નૈમિત્તિક આદિકને જેમ છે તેમ ઓળખવા. ઈત્યાદિકમાં ઉપાદાન-નિમિત્ત, ઉપાદાન ઉપાદેય વગેરે જાણવું. ચિદવિલાસમાં કહ્યું છે કે કારણ-કાર્યને યથાર્થપણે જાણે તેણે સર્વ જાણું શ્રી સમયસારમાં નિમિત્તને હેયતત્ત્વ કહ્યું છે. આ સર્વે તત્ત્વો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ માટે અવશ્ય જાણવા યોગ્ય છે. માટે તેમને તો બરાબર હેતુયુક્તિ, પ્રમાણ-નય વડે જાણવા જ જોઈએ. તથા જે વિશેષ ક્ષયોપશમ હોય તો નિર્દશસ્વામિત્વ વડે તથા સસંખ્યાદિ વડ તે તત્ત્વોનાં વિશેષો પણ જાણવા; અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે સામાન્ય વિશેષરૂપ તે તત્ત્વોને ઓળખવાં જોઈએ. એમ અહીં દ્રવ્યાનુયોગને પ્રધાન કહ્યો છે. વળી તે તત્ત્વોને વિશેષ જાણવાના ઉપકારી ગુણસ્થાન-માર્ગણાસ્થાન આદિ જાણવાં. આ કરણાનુયોગ જાણવાનું કહ્યું તથા પુરાણાદિ (પ્રથમાનુયોગને), વ્રતાદિ ક્રિયાને (ચરણાનુયોગને) પણ જાણે, તથા જ્યાં ન સમજાય ત્યાં આજ્ઞા પ્રમાણે જાણે. એ રીતે તેને જાણવા માટે વિચાર-શાસ્ત્રસ્વાધ્યાય-શ્રવણ, અભ્યાસ આદિ કરે. પોતાનું કાર્ય-સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો જેને ઘણો હર્ષ-ઉલ્લાસ છે, પ્રમાદ નથી, તે અંતરંગ પ્રીતીથી તેનું સાધન કરતાં જ્યાં સુધી તત્ત્વાર્થશ્રદ્ધાન-અંતરંગ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી તેના જ અભ્યાસમાં પ્રવૃત્ત રહે. પ્ર. વૈશાખ સુદ ૧૪ સોમવાર તા. ૨૭-૪-પ૩ સમ્યકત્વસમ્મુખ જીવનો ઉત્સાહપૂર્વક પ્રયત્ન જે જીવ સમ્યકત્વસમ્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે, એટલે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે, પણ પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારનો ઉધમ કરે છે, અને એવો ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિષે જ “આ હું છું” તેમ ચૈતન્યસ્વરૂપ આત્મામાં અહંબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ પરિણતિ શરૂ થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ ચોથા ગુણસ્થાને થોડો જ કાળ રહે છે. તે વખતે બુદ્ધિપૂર્વક કષાય નથી. શુદ્ધોપયોગ હોવા છતાં હજી અબુદ્ધિપૂર્વક રાગ પણ છે, સર્વથા વીતરાગતા થઈ ગઈ નથી સ્વભાવસભુખ જ ઉપયોગ છે ત્યાં બુદ્ધિપૂર્વક રાગ નથી. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૯૩ છે કે હું તો જ્ઞાનમૂર્તિ આત્મા જ છું.-આનું નામ સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી તત્ત્વવિચારનો ઉદ્યમ કર્યા જ કરે. પોતાના ભાવોને બરાબર જાણે. હું જ્ઞાનાનંદ આત્મા છું, આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય તે મને હિતરૂપ છેઆમ અનુભૂતિપૂર્વક-સ્વસંવેદન-પ્રત્યક્ષજ્ઞાનથી જાણે ત્યારે જ સમ્યગ્દષ્ટિ છે. નિર્વિકલ્પ અનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન પણ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા જ્ઞાનથી આત્માના સ્વભાવને જ પોતાપણે જાણે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. જે સમ્યકત્વસમ્મુખ જીવ તેવો અભ્યાસ કરે છે તે જીવ થોડા કાળમાં જ સમ્યગ્દર્શન પામે છે; આ ભવમાં જ પામે છે, અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં જાય ત્યાં પામે છે. તિર્યંચમાં પણ કોઈ જીવ પૂર્વના સંસ્કારના બળથી નિમિત્ત વગર પણ સમ્યકત્વ પામી જાય છે. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો અભ્યાસ કરતાં કરતાં મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે; અને એવો અભ્યાસ કરતાં કરતાં સ્વરૂપસન્મુખ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. અહીં ઉધમ કરે ને સામે કર્મનો રસ ન ટળે-એમ બને જ નહિ. અહીં સમ્યકત્વ થયું ત્યાં સામે મિથ્યાત્વકર્મનો અભાવ થઈ જ જાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. છતાં કોઈ કોઈનું કર્તા નથી. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો ઉદ્યમ કરવો તે જ સમ્યત્વનું મૂળ કારણ છે, તથા દેવ-ગુરુ વગેરે બાહ્ય નિમિત્તો છે. કોઈ જીવને વર્તમાનમાં તેવાં નિમિત્ત ન પણ હોય, ને પૂર્વ સંસ્કારના બળથી સમ્યકત્વ પામી જાય છે. પૂર્વે દેશનાલબ્ધિ તો જરૂર મળી જ હોવી જોઈએ-એ તો નિયમ છે. તત્ત્વવિચાર કરીને યથાર્થ તત્ત્વનિર્ણયનો ઉદ્યમ ન કરે તો તે જીવ સમ્યકત્વનો અધિકારી નથી. તત્વવિચાર થતાં જ સમ્યકત્વનો અધિકારી જાઓ તત્ત્વવિચારનો મહિમા ! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, તથા વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત, તપ અંગીકાર થાય અને પછી પણ તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તો તત્ત્વવિચાર થતાં જ થાય છે. અનાદિ મિથ્યાષ્ટિને પહેલાં એકવાર તો જ્ઞાની પાસેથી સીધી દેશનાલબ્ધિ જરૂર મળેલી હોય જ; પછી ભલે પૂર્વભવમાં દેશનાલબ્ધિ પામ્યો હેય ને તેના સંસ્કારથી વર્તમાનમાં સમ્યગ્દર્શન પામી જાય ત્યાં તેને નિસર્ગજ કહેવાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો પણ નિસર્ગજનો અર્થ એવો નથી કે જ્ઞાનીની દેશના વગર સમ્યકત્વ થઈ ગયું! નિસર્ગજ સમ્યકત્વવાળાને પણ એકવાર પૂર્વે જ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ તો જરૂર મળી જ હોય છે. અહીં તો કહેવું છે કે તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉદ્યમ જ છે. જેને તત્ત્વનો વિચાર નથી અને દેવ-ગુરુ-વગેરેની પ્રતીત કરે છે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વ્રતતપ વગેરે કરે છે, તો પણ તે જીવ સમ્યકત્વની સન્મુખ નથી, માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ચૈતન્યની નિર્વિકલ્પઅનુભૂતિ તે જ સમ્યગ્દર્શન પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહિ. અનુભૂતિ પહેલા તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે; નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. સમ્યકત્વ સાથે દેવ-ગુરુ આદિની પ્રતીતિનો નિયમ છે વળી કોઈને તત્ત્વવિચાર હોવા છતાં પણ તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું પણ માત્ર વ્યવહારધર્મની પ્રતીતિ-રુચિ થઈ જવાથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રત-તપને અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે. તથા વ્રત-તપ સમ્યકત્વની સાથે હોય વા ન પણ હોય. પરંતુ દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે. એ વિના સમ્યકત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો પહેલાં સમ્યકત્વ થયા પછી જ વ્રતાદિક ધારે છે, તથા કોઈને એક સાથે પણ થઈ જાય છે. નિમિત્તની અપેક્ષાએ અત્યારસુધી તત્ત્વવિચારની મુખ્યતાથી કથન કર્યું. હવે અંતરંગ ઊતરવા માટે તત્ત્વવિચારની પ્રધાનતાને પણ ઉડાડે છે. કોઈને તત્ત્વવિચાર હોવા છતાં પણ તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું પણ માત્ર વ્યવહાર ધર્મની પ્રતીતિ-રુચિ થઈ જવાથી તે દેવાદિકની પ્રતીતિ અને વ્રત-તપને અંગીકાર કરે છે. તત્ત્વપ્રતીતિ-અંતરંગ અનુભૂતિ ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૯૫ અધિકાર સાતમો] કરી, જ્ઞાયક સન્મુખ ન થયો, તો તત્ત્વવિચાર વડે વ્યવહારધર્મની રુચિ તેને રહી જાય છે, પણ વસ્તુસ્વભાવને પામતો નથી. માટે જ્ઞાયકસન્મુખ અનુભૂતિ જ પ્રધાન છે, તે જ સમ્યકત્વ છે. વળી કોઈને દેવાદિની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે, પ્રથમ કહ્યું કે દેવાદિની પ્રતીતિ કરે છે અને પછી સમ્યક્ત થાય છે, તથા નથી પણ થતું. અહીં હવે કહ્યું કે દેવાદિની પ્રતીતિ થઈ ત્યાં અંતરંગ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરી તેથી બન્ને એકસાથે થાય છે. તથા સમ્યકત્વ સાથે જ કોઈને વ્રત-તપાદિ હોય છે, કોઈને નથી પણ હોતાં, પરંતુ સમ્યકત્વ વખતે દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ તો નિયમરૂપ હોય છે. સાચા દેવાદિની પ્રતીતિ વિના તો સમ્યકત્વ ન જ હોય. હા, સાચા દેવાદિની પ્રતીતિ હોય, પરંતુ અંતરંગ તત્ત્વની અનુભૂતિ ન કરે તો સમ્યક્ત્વ ન થાય. ઘણા જીવો તો સમ્યકત્વ થયા પછી વ્રતાદિ અંગીકાર કરે છે, કોઈને એકસાથ પણ હોય છે. આ પ્રમાણે તત્ત્વવિચારવાળો સમ્યકત્વનો અધિકારી છે. પરંતુ તેને સમ્યકત્વ થાય જ એવો નિયમ નથી. આત્મસન્મુખ પરિણામ ન કરે તો સમ્યત્વ ન થાય કેમ કે સમ્યકત્વ થવા પહેલા પાંચ લબ્ધિ થવી કહી છે. સમ્યકત્વ થતાં પ્રથમ શુદ્ધોપયોગનિર્વિકલ્પ ધ્યાન હોય છે. ત્યાં બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિએ પાંચ લબ્ધિ સમ્યકત્વ થતાં પહેલાં હોય છે. (૧) ક્ષયોપશમલબ્ધિઃ- જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિકર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતીસ્પદ્ધકોના નિષકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપે રહેવું તે ઉપશમ. એવી દેશઘાતી પદ્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે. તેની જે પ્રાપ્તિ થવી તે ક્ષયોપશમલબ્ધિ છે. (૨) વિશુદ્ધિલબ્ધિ:- મોહનો મંદ ઉદય આવવાથી મંદકપાયરૂપ ભાવ થાય, કે જેથી તત્ત્વવિચાર થઈ શકે તે વિશુદ્ધિલબ્ધિ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો (૩) દેશનાલબ્ધિ:- શ્રી જિનેન્દ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય છે, અહીં “ઉપદેશ” કહ્યો છે, કોઈ ઉપદેશ વિના એકલા શાસ્ત્ર વાંચી દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી શકે-એમ બને નહિ. ઉપદેશેલા તત્ત્વનું બરાબર ગ્રહણ થવું જોઈએ. (૪) પ્રાયોગ્યલબ્ધિ:- કર્મોની પૂર્વસત્તા ઘટી અંતઃ કોડાકોડી સાગર પ્રમાણ રહી જાય તથા નવીન બંધ પણ અંતઃકોડાકોડી સાગર પ્રમાણના સંખ્યામાં ભાગમાત્ર થાય. તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ થાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ ક્રમથી ઘટતો જાય; ઈત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બન્નેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી લબ્ધિસારમાં કહ્યું છે, માટે એ તત્ત્વવિચારવાળાને પણ સમ્યકત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય. તેમ શ્રીગુરુએ તત્ત્વોપદેશ આપ્યો, તેને જાણી વિચાર કરે કે-આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે” એવી પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ના પણ થાય. પણ તેનો ઉધમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે. પ્રથમથી ચાર લબ્ધિ તો મિથ્યાદષ્ટિ ભવ્ય-અભવ્ય બને જીવને હોય છે, પરંતુ સમ્યકત્વ થતાં તો આ ચાર લબ્ધિ અવશ્ય હોય જ. કરણલબ્ધિ થતાં તુરતમાં સમ્યકત્વ અવશ્ય પ્રગટે છે. માટે તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ થવાનો નિયમ નથી. જેમ કોઈને કોઈએ હિતની શિખામણ આપી હોય તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે. પછી વિચાર કરતાં “આમ જ છે” એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય; અથવા અન્યથા વિચાર થઈ જાય કે અન્ય વિચારમાં લાગી જાય, તો શિક્ષાનો નિર્ધાર ન થાય અને પ્રતીતિ થાય. તેમ શ્રી ગુરુએ ઉપદેશ આપ્યો હોય ત્યાં પ્રથમ વિચાર કરે અને પછી અન્યથા વિચારમાં લાગી જાય, અથવા વિશેષ વિચાર કરીને નિર્ધાર ન કરે તો અંતરંગ પ્રતીતિ ન થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૯૭ પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યગ્દર્શન જરૂર થાય છે, તેનું વર્ણન હવે કરશે. * પ્ર. વૈશાખ સુદ ૧૫ બુધવાર તા. ૨૯-૪-૫૩ સમ્યક્ત્વસન્મુખ જીવનું આ વર્ણન ચાલે છે. તત્ત્વવિચારનો ઉદ્યમ કરતાં જીવને સમ્યગ્દર્શન થાય ત્યારે પહેલા પાંચ લબ્ધિ હોય છે. તેમાં પહેલી ચાર લબ્ધિ તો દરેક જીવને થઈ શકે છે, પણ પાંચમી કરણલબ્ધિ છે તે લબ્ધિ થતાં જીવને અંતર્મુહુર્તમાં જરૂર સમ્યક્ત્વ થાય છે. તે કરણલબ્ધિનું આ વર્ણન ચાલે છે. ( ૫ ) કરણલબ્ધિનું સ્વરૂપ:- પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે; પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહુર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો ન ઉઘમ હોય છે કે-તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે અને તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે. તેમ તત્ત્વઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેનું શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તે વડે કરણાનુયોગમાં તેનું નિરૂપણ કર્યું છે. એ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઃ- અધઃકરણ, અપૂર્વકરણ અને અનવૃત્તિકરણ તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસા૨શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું. [અહીં સંક્ષેપમાં ક્થન કર્યું છે, તેનું વિસ્તૃત કથન મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ ૨૬૬ થી ૨૬૯માં જોઈ લેવું] અંતરમાં ચૈતન્યસ્વભાવ સન્મુખ પરિણામ થતાં અંદર કોઈ સૂક્ષ્મ પરીણામો થઈ જાય છે તે કેવળીગમ્ય છે. ‘હું અધઃકરણ કરું, અનિવૃત્તિકરણ કરું. ’-એવું લક્ષ નથી હોતું, પણ અંત૨માં ચૈતન્યસન્મુખ તત્ત્વવિચારનો ઉદ્યમ કરતાં તેવા અધઃકરણ વગેરેના પરિણામ થઈ જાય છે, તે પોતાને બુદ્ધિગમ્ય નથી. અધ્યાત્મદષ્ટિએ આત્મસન્મુખ પરિણામ થયા છે, અને આગમષ્ટિએ ત્રણ કરણના પરિણામ થયા છે–એમ કહેવાય છે. જીવના વિશુદ્ધપરિણામોનું નિમિત્ત થતાં કર્મનું તેવું પરિણમન થઈ જાય છે, પણ જીવનો ઉદ્યમ તો પોતાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સ્વભાવસમુખ પરિણામનો જ છે. સમ્યગ્દર્શન પામ્યા પછી કોઈ જીવ પ્રમાદથી પાછો ભ્રષ્ટ થઈને સંસારમાં રખડે છે. મિથ્યાત્વકર્મના ઉદયથી સમ્યકત્વનો અભાવ થઈ જાય અને મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ થતાં સમ્યકત્વ થઈ જાય-એમ કહ્યું છે તે નિમિત્તથી કથન છે. જે વખતે અહીં જીવના પરિણામ સ્વભાવસમ્મુખ થાય ને સમ્યકત્વ થાય તે વખતે સામે મિથ્યાત્વકર્મનો ઉદય હોય નહિ એમ જાણવું. પરિણામોની વિચિત્રતા જુઓ પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમાં ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી પાછો મિથ્યાદષ્ટિ બની કિંચિત્ જૂન અર્ધપુદગલપરાવર્તન કાળ સુધી સંસારમાં રુલે છે, ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. અનાદિ નિગોદમાંથી નીકળી મનુષ્ય થાય ને આઠ વર્ષે સમ્યકત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામી જાય છે, અને કોઈ જીવ અગિયારમાં ગુણસ્થાનેથી પડીને પાછો નિગોદમાં જાય છે. તેમાં જીવના પરિણામોની જ વિચિત્રતા છે. કોઈ બીજાને કારણે તેમ થતું નથી. કોઈ જીવે નિગોદ અને સિદ્ધ વચ્ચે ફક્ત મનુષ્યનો એક જ ભવ કર્યો, આઠ વર્ષ પહેલાં નિગોદમાં ને આઠ વર્ષ પછી કેવળી! અને બીજો કોઈ જીવ અગિયારમાં ગુણસ્થાનેથી પડીને પાછો નિગોદમાં !—આમ જાણીને પોતે પોતાના પરિણામ સુધારવાનો સ્વસમ્મુખ ઉદ્યમ રાખવો? પોત પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો ને સુધારવાનો ઉદ્યમ રાખવો. વળી એ સાદિ મિથ્યાષ્ટિને જો થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનપણું નષ્ટ થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે; તથા જો ઘણો કાળ તેને મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યાષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે. ગૃહીત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે. તથા નિગોદિકમાં પણ રૂલે છે, એનું કાંઈ પ્રમાણ નથી. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો ત્યાં જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ છે આવલી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] ૨૯૯ પ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હોય છે તથા અનંતાનુબંધીનો ઉદય થાય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને મિશ્રમોનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમ અંતર્મુહુર્ત માત્ર છે. તેનો કાળ પણ થોડો છે એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે-જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે તેમ આને તત્ત્વોને શ્રદ્ધાન-અશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈને જે જીવ અજ્ઞાની થયો ને નિગોદમાં ગયો છે, તેની દશા પણ અનાદિ અજ્ઞાનીના જેવી થઈ જાય છે. હા, તેને સંસાર પરિમિત થઈ ગયો છે. પણ વર્તમાનમાં તો તેને મિથ્યાજ્ઞાન જ છે. સમ્યકત્વ પામીને પછી ભ્રષ્ટ થયો તેના જ્ઞાનને “મિથ્યાજ્ઞાન' ન કહેવાય-એમ નથી. સમ્યગ્દર્શન પામનારની દૃષ્ટિ તો સ્વભાવસનુખ જ છે. તેના સમય સમયના સૂક્ષ્મ પરિણામ છમસ્થ પકડી ન શકે. - ત્રીજું મિશ્રગુણસ્થાન છે; પણ ત્યાં મિશ્રનો અર્થ એવો નથી કે સાચા દેવગુરુને પણ માને અને કુદેવ-કુગુરુને પણ માને. કુદેવ-કુગુરુને માને તે તો પ્રત્યક્ષ મિથ્યાદષ્ટિ જ છે. પ્રશ્ન- “અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે – ઈત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે? ઉત્તર- ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાના થતાં પણ મિથ્યાત્વ રહે છે; તો આ તો દેવ-કુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ માનવું. હુજી સાચા દેવ-ગુરુને માને છતાં પણ જો અંતરમાં આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા ન હોય તો તે મિથ્યાષ્ટિ જ રહે છે; તેને પણ મિશ્રગુણસ્થાન નથી કહેતા, તો પછી જેને હજી સાચા સર્વજ્ઞદેવ અને કુદેવ વચ્ચેનો વિવેક નથી, ને બધાને સરખા માને છે, તે તો વિનયમિથ્યાદષ્ટિ છે. તેને મિશ્રગુણસ્થાન નથી, પણ ચોકખું પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩00] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો એ પ્રમાણે સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિઓનું કથન કર્યું તથા પ્રસંગોપાત્ત અન્ય કથન પણ કર્યું. એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્ શ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી ન થવું; કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી થાય છે. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે. સમયે સમયે જડ-ચેતનના પરિણામ સ્વતંત્રપણે પોતાથી ક્રમબદ્ધ થાય છે. આવું વસ્તુ સ્વરૂપ સર્વજ્ઞદેવ સિવાય બીજા મનમાં ક્યાં છે? ક્યાંય નથી. આત્માનો જ્ઞાયક સ્વભાવ છે; ને જડ-ચેતનના સમય સમયનાં પરિણામો સ્વતંત્ર થાય છે. આવી યથાર્થ વસ્તુસ્થિતિ દિગંબર જૈનમતમાં જ છે. મિથ્યાષ્ટિ જીવોનું કથન કર્યું છે તે ઓળખીને પોતામાં તેવો કોઈ દોષ હોય તો તે ટાળવાને માટે આ વર્ણન કર્યું છે. પોતે પોતાનું વિચારીને, આત્માની રુચિ કરીને, મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વનો ઉદ્યમ કરવો તે પ્રયોજન છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, માટે સર્વપ્રકારના મિથ્યાત્વભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ કર્મપ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંત:ક્રોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. થોડા જ કાળમાં તે મોક્ષપદ પામે છે; પણ મિથ્યાત્વનો સદ્દભાવ રહેતાં અન્ય અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી. માટે હરકોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામ બગડતા-સુધરતા નથી, પણ પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે; તેથી એવો ઉપદેશ છે કે પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ યોગ્ય છે. માટે સર્વ પ્રકારના મિથ્યા ભાવો છોડી સ્વભાવ સન્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. સમ્યગ્દર્શન વગર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [301 શુભભાવ કરે તો પણ કલ્યાણ નથી; કેમકે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો, અને જીવની એટલી શુદ્ધ પરિણતિ થઈ કે તે જીવને 41 કર્મપ્રકૃતિઓનો તો બંધ થતો જ નથી, ને પૂર્વકર્મની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગર જ રહે છે, તથા ઘાતિકર્મો વગેરેમાં અનુભાગ પણ અલ્પ જ રહી જાય છે. જુઓ આ સમ્યગ્દર્શનનો પ્રતાપ! સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં અવશ્ય મોક્ષપદ પામે છે ને મિથ્યાત્વવાળા જીવને ગમે તેવા ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી. માટે હરકોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું યોગ્ય છે-આ ઉપાયથી જીવનું કલ્યાણ થાય છે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણોમાં જૈનમતવાળા મિથ્યાદષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો અધિકાર પૂર્ણ થયો. સમાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com