________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વળી પૃચ્છના સ્વાધ્યાયનું અંગ છે. મુનિઓ પણ પ્રશ્ન પૂછે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર કોને કહે છે, વગેરે પ્રશ્ન પૂછવા તે સ્વાધ્યાયનું અંગ છે. વળી પ્રમાણ નય વડે પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ આપ્યો છે. નિશ્ચય ને વ્યવહારનયથી તથા પ્રમાણથી ને ચાર નિક્ષેપથી નિર્ણય કરવો. જો આજ્ઞાથી ધર્મ થતો હોય તો પરીક્ષા કરવા શું કામ કહ્યું? માટે પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે. ગણધરના નામે લખેલાં કલ્પિત શાસ્ત્રોની પરીક્ષા કરી, શ્રદ્ધા છોડવી
વળી કોઈ પાપી પુરુષ આચાર્યનું નામ મૂકી કલ્પિત વાત કરે ને તેને જિનવચન ઠરાવતો હોય તો તેને પ્રમાણ ન કરવું. કેટલાક જીવો પુણ્યથી ધર્મ મનાવે, નિમિત્તથી કાર્ય થતું મનાવે ને તેવા શાસ્ત્રોને જૈનમતના શાસ્ત્રો ઠરાવે તો ત્યાં પરીક્ષા કરવી, પરસ્પર વિધિ મેળવવી. અત્યારે ભગવાન ને આચાર્યના નામે ખોટાં શાસ્ત્રો લખાયાં છે. માટે પરીક્ષા કરવી જોઈએ. કોઈના કહેવાથી માનવું નહિ પણ પરીક્ષાથી માનવું. પરસ્પર શાસ્ત્રોથી વિધિ મેળવી આ પ્રમાણે સંભવિત છે કે નહિ? એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને મિથ્યા જાણવો. જેમ ધુતારો પોતાના પત્રમાં શાહુકારના નામથી હુંડી લખે તો નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્ર થાય, તેમ ભગવાન કે આચાર્યના નામથી પોતાનો મત ચલાવવા શાસ્ત્રથી વિરુદ્ધ લખે તો તે પાપી છે. વ્યવહારથી ધર્મ મનાવે, પ્રતિમાને શણગારવાળી કહે તે પાપી છે. મિથ્યાદષ્ટિ જીવોએ શાસ્ત્ર બનાવ્યાં હોય ને શાસ્ત્રકર્તાનું નામ જિન, ગણધર, આચાર્યોનું ધર્યું હોય તો નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે તો તે મિથ્યાષ્ટિ જ થાય.
શુભ રાગથી સંસાર પરિત થયો નથી શ્વેતામ્બરના જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલાની દયા પાળી તેથી તેનો સંસાર પરિત થયો પણ દયાભાવ તો શુભ પરિણામ છે. તેનાથી સંસાર પરીત થતો નથી, માટે તે વાત ખોટી છે. આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. શુભરાગથી પુણ્ય છે, ધર્મ નથી. શુભમાં ધર્મ મનાવે ને વીતરાગનું નામ લખે ને તેવા નામથી કોઈ ઠગાય તો મિથ્યાષ્ટિ થાય. સર્વજ્ઞને સુધા, તૃષા, શરીરમાં રોગ ન હોય, નિહાર ન હોય. તીર્થકરને જન્મથી નિહાર હોતો નથી ને કેવળજ્ઞાન પછી આહાર નિહાર બન્ને હોતા નથી-એમ જાણવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com