________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ત્યાં અજ્ઞાની ખરેખર માની લે છે કે ભગવાન આપણને તારી દેશે. ભાઈ ! સ્વર્ગ તો તારા શુભ પરિણામથી થાય છે, તે મોક્ષ તો તારા શુદ્ધ ઉપયોગથી થાય છે; તેમાં ભગવાન તો નિમિત્તમાત્ર છે. ભગવાન તને મોક્ષ આપે ને બીજાને ન આપેતેનું કાંઈ કારણ ? શું ભગવાન રાગી-દ્વેષી છે? જીવ પોતાના પરિણામથી જ સ્વર્ગ–મોક્ષ પામે છે, ભગવાન કોઈને કાંઈ દેતા નથી.
હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું. મારું સ્વરૂપ નીરોગી છે, અને આ રાગ છે તે રોગ છે-એમ ઓળખીને વિનયથી જ્ઞાની કહે છે કે “હે ભગવાન! મને ભાવઆરોગ્ય અને બોધિનો લાભ આપો! મને ઉત્તમ સમાધિ આપો' ,-ત્યાં તે ઉપચાર છે. હું મારા જ્ઞાનાનંદ સ્વરૂપમાંથી સમાધિ પ્રગટ કરું તેમાં ભગવાન તો નિમિત્ત છે. પોતે પોતામાંથી ભાવ આરોગ્ય અને સમાધિ પ્રગટ કરી ત્યારે વિનયથી નમ્રતાથી એમ કહ્યું કે “હે ભગવાન! આપ બોધિ-સમાધિ દાતાર છો. લોકમાં પણ “વડીલોનાં પુણે ખાઈએ છીએ' એમ નમ્રતાથી કહેવાય છે, પણ વડીલો પાસે પાંચ હજારની મૂડી હોય ને પોતા પાસે કરોડોની મૂડી થાય તો વડીલનાં પુણ્ય કયાંથી આવ્યાં ? પોતાનાં પુણ્યનું ફળ છે, ત્યાં વિનયથી વડીલોનાં પુણ્ય કહે છે. તેમ ધર્મી જીવ પોતે પોતાના પુરુષાર્થથી બોધિ-સમાધિ પ્રગટ કરીને તરે છે, ત્યાં ભગવાનના વિનયબહુમાનથી એમ કહે છે કે-હે ભગવાન! આપ અમને બોધિ-સમાધિદાતાર છે, આપ અમારા દીનદયાળ, તરણ-તારણ છો, આપ અધમ ઉદ્ધારક અને પતિતપાવન છો. આ બધાં કથન ભક્તિનાં-નિમિત્તનાં ઉપચારનાં છે. ભગવાન પતિતપાવન હોય તો બધાનો ઉદ્ધાર થવો જોઈએ અને પાપનો નાશ થવો જોઈએ પણ એમ નથી. જેમ માટીના ઘડાને ઉપચારથી “ઘી નો ઘડો' કહેવાય, પણ તેથી કાંઈ ઘડાને મોઢામાં ન મૂકાય. તેમ ભગવાનને ઉપચારથી તરણતારણ, અધમ ઉદ્ધારક કહેવાય, પણ ખરેખર કાંઈ ભગવાન આ જીવના પરિણામના કર્તા નથી. આમ યથાર્થ વસ્તુસ્થિતિ સમજે નહિ ને એમને એમ અરિહંતને માને તો તે પણ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે.
જેમ અન્યમતીઓ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અરિહંતને માને છે; પણ એમ નથી જાણતો કે-ફળ તો પોતાના પરિણામોનું છે. અરિહંતને નિમિત્ત માને છે તેથી ઉપચારથી તો એ વિશેષણો સંભવે છે; પણ પોતાના પરિણામ સુધર્યા વિના તો અરિહંતમાં એ ઉપચાર પણ સંભવતો નથી. આમ જે ઓળખતો નથી અને ઓળખ્યા વગર અરિહંતનું નામ લઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com