________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮].
| [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નિમિત્તના કારણે ભાવ બગડતો નથી પ્રશ્ન- પરદ્રવ્ય નિમિત્તમાત્ર તો છે?
ઉત્તર:- પરદ્રવ્ય બળાત્કારથી તો કયાંય બગાડતું નથી પણ પોતાના ભાવ બગાડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. પરદ્રવ્યથી પરિણામ બગડે તો દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર રહેતી નથી. પોતે પરિણામ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. વળી નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. નિમિત્તના કારણે ભાવ બગડતો નથી. શ્રી સમયસારમાં આવે છે કેઅરતિભાવે દારૂ પીએ તો ગાંડાઈ થતી નથી, પણ આત્મા પોતે ભાવ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે.
અહીં ત્રણ વાત કરી છે કે(૧) પરદ્રવ્ય બળાત્કારથી ભાવ બગાડતું નથી. (૨) પોતે ભાવ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. (૩) નિમિત્ત વિના પણ આત્માના ભાવ બગડે છે માટે નિયમરૂપ નિમિત્ત
પણ નથી. પંડિતજીએ પોતાના ઘરની વાત કરી નથી. પહેલાં કહેલ છે કે મોતી તો છે; એને જેમ માળામાં ગોઠવે એમ અમે શાસ્ત્રમાં કહેલ વાત ગોઠવીએ છીએ. અમારા ઘરની વાત કરતા નથી.
નિમિત્ત વિના પણ ભાવ થાય છે. જુઓ, કોઈ તીર્થકરનો જીવ ત્રીજી નરકમાંથી નીકળે છે ત્યારે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ છે અને મનુષ્યમાં તેમને ક્ષાયિક સમ્યકત્વ થાય છે, ત્યારે કોઈ નિમિત્ત હોતું નથી. નિમિત્ત વિના ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. વળી કોઈ જીવ પોતે શ્રુતકેવળી હોય છે તો તેને પોતાના કારણે ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. કોઈ કેવળી કે શ્રુતકેવળી નિમિત્ત હોતું પણ નથી. માટે નિમિત્ત વિના પણ ભાવ સુધરે કે બગડે છે. માટે નિયમરૂપ નિમિત્ત પણ નથી. પરદ્રવ્યનો ગુણ-દોષ દેખવો તે મિથ્યા ભાવ છે. રાગદ્વેષ બૂરા છે. કોઈ પદ્રવ્ય બૂરું નથી–એવી મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગીને સમજણ નથી.
સાચી ઉદાસીનતા દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ તો પરદ્રવ્યના દોષ જોઈને તેના ઉપર દ્વેષરૂપ ઉદાસીનતા કરે છે એને સાચી ઉદાસીનતા થતી નથી. પરદ્રવ્યો દોષનું કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com