SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. આત્મા ખાઈ શકે છે, આત્મા કર્મ બાંધે છે, આત્મા શરીરને ચલાવી શકે છે વગેરે પ્રકારની શ્રદ્ધાને છોડો. પહેલાં બન્ને નયનું શ્રદ્ધાન કરવાનું કહેલ ત્યાં તો બન્ને નય છે તેને જાણવા-એમ કહેવાનો આશય હતો; અને અહીં નિશ્ચય ઉપાદેય અને વ્યવહારને હેય માનવો તે બન્ને નયનું શ્રદ્ધાન છે-એમ સમજવું; પણ નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને આદરણીય છેએમ નથી. શ્રી સમયસાર કળશ ૧૭૩માં પણ એ જ કહ્યું છે કે सर्वत्रा ध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्त जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ् निश्चयमेकमेव तदमी निष्कम्पमाकम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।। જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા એવું શ્રી જિનદેવે કહ્યું છે; તેથી હું એમ માનું છું કે જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળોય છોડાવ્યો છે. તો સપુરૂષ એક નિશ્ચયને જ ભલા પ્રકારે નિશ્ચળપણે અંગીકાર કરી, શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિનામાં સ્થિતિ કેમ કરતા નથી ?' ભાષા આદિની ક્રિયા મેં કરી, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિની ક્રિયા જડની પરિણતિ છે. તે આત્મા કરે છે, એવા અધ્યવસાનને છોડવા. વળી મેં પરની દયા પાળી, સાચું બોલ્યો, બ્રહ્મચર્ય પાળ્યું એ બધા અધ્યવસાન છોડવા યોગ્ય છે; કેમ કે એ બધી જડની પરિણતિ છે, આત્માની નથી. પરિગ્રહ આદિને આત્મા છોડી શકતો નથી. મારા આત્માથી પરની હિંસા થઈ, મેં પરની દયા પાળી વગેરે માનવું તે મિથ્યાત્વ છે-તે એકત્વબુદ્ધિ છે. નિમિત્તની પરિણતિ પરથી થઈ છે તેને બદલે મારાથી થઈ છે એ બધાં અધ્યવસાન મિથ્યાત્વ છે માટે છોડવા યોગ્ય છે. નિમિત્તની સાથે એકતાબુદ્ધિ છોડવી એમ જિનેશ્વર ભગવાનના ૐધ્વનિમાં આવ્યું છે, આત્માએ પરદ્રવ્યમાં એટલે કોઈ પણ પર-આત્મામાં કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy