________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
પુરુષની પ્રમાણતા થાય છે.
[ ૨૮૯
હવે ઉપદેશમાં અનેક પ્રકારનાં તત્ત્વો કહ્યાં છે તેમાં કયા કયા તત્ત્વોની પરીક્ષા કરવી તે કહેશે.
*
પ્ર. વૈશાખ સુદ ૧૩ રવિવાર તા. ૨૬-૪-૫૩
જે જીવ મિથ્યાદષ્ટિ હોવા છતાં સમ્યક્ત્વસન્મુખ છે, સમ્યક્ત્વની તૈયારી અને ઉધમ છે–એવા જીવની વાત ચાલે છે. તે જીવ તત્ત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. કુદેવાદિની માન્યતા તો છૂટી જ ગઈ છે, ને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને તેને જ માને છે, તથા તેમણે કહેલા તત્ત્વની નિર્ણય કરે છે. જિનવચનોમાં અનેક પ્રકારના તત્ત્વોનો ઉપદેશ છે. તેમાંથી પ્રયોજનભૂત તત્ત્વો કયા કયા છે, કયા કયા તત્ત્વોનો પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ તે કહે છે.
પરીક્ષા કરીને હેય-જ્ઞેય-ઉપાદેય તત્ત્વોને ઓળખવાં
ઉપદેશમાં કોઈ તત્ત્વો ઉપાદેય તથા કોઈ તત્ત્વો તૈય છે. તેનું વર્ણન છે. આત્માની સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય તે ઉપાદેયતત્ત્વ છે. તથા મિથ્યાત્વાદિ બંધભાવો તે હૈયતત્ત્વો છે. વ્યવહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપાદેય છે ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર હૈય છે. નિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અન્ય જીવ-અજીવ તત્ત્વ તે જ્ઞેય છે. આમ નવે તત્ત્વોમાં હૈય-ઉપાદેય તત્ત્વની પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ.
ઉપદેશમાં કોઈ ઉપાદેય અને કોઈ ઔયતત્ત્વ નિરૂપવામાં આવે છે. ત્યાં એ ઉપાદેય-હૈયતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી; કારણકે તેમાં અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે; અર્થાત્ જો ઉપાદેયને હેય માની લે તો બૂરું થાય, અગર હેયને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય.
હવે કોઈ પૂછે છે કે પોતે પરીક્ષા ન કરે, અને જિનવચનમાં કહ્યાં પ્રમાણે હેયને હૈય માને તથા ઉપાદેયને ઉપાદેય માને તો શું વાંધો ? તેનો ઉત્તર કહે છે.
ઉત્ત૨:- અર્થનો ભાવ ભાસ્યા વિના વચનોનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો માની લે કે હું જિનવચન-અનુસાર માનું છું, પરંતુ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com