________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮]
શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે, તેમ પંચેન્દ્રિય સંજ્ઞી જીવોને તત્ત્વનિર્ણયની શક્તિ મળી છે, તો પોતાના જ્ઞાનથી તત્ત્વનો નિર્ણય કરીને તેનો ભાવ ભાસવો જોઈએ. સમ્યગ્દર્શન માટે શું ઉપાદેય છે? શું હેય છે? તે બધાં તત્ત્વનો ભાવ ભાસવો જોઈએ. વિચાર તો કરે પણ વિચાર કરીને તત્ત્વનો અવાય (નિર્ણય) થવો જોઈએ. ભગવાને કહ્યું માટે સાચું એમ માની લે પણ પોતાને તેનો ભાવ ભાસે નહિ, તો તે પ્રતીત યથાર્થ નથી, માટે ભાવભાસન ઉપર ખાસ વજન છે.
ભાવભાસનપૂર્વક પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે પ્રશ્ન:- જો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શા માટે કરીએ?
ઉત્તર- પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે-જિનદેવે આ પ્રમાણે કહ્યું છે તે સત્ય છે” પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાના નિર્મળ થાય નહિ; કારણ કે જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વડે અન્યથા પણ પ્રતીતિ થઈ જાય. તો એ વચન વડે કરેલી પ્રતીતિ શક્તિ-અપેક્ષાએ અપ્રતીતિ સમાન જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકાર વડે પણ અન્યથા માને નહિ. માટે ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે.
જ્ઞાનમાં ભાવભાસન-નિર્ણય-નિશ્ચય-અવાય થઈ ગયો હોય તો જગત આખું ફરી જાય-અન્યથા કથન કરતું હોય-ઈદ્ર પરીક્ષા કરે તો પણ તેની પ્રતીતિ ફરે નહિ. તેમાં અડગ રહેભાવ ભાસ્યા વિના ભૂલ થયા વિના રહે નહિ. તેનું દષ્ટાંત એક વાર કોઈ છોકરાને મચ્છરની સમજણ આપવા માટે દાંતઃ- મચ્છરનું મોટું ચિત્ર કરીને બતાવ્યું કે મચ્છરને આવા ચાર પગ હોય, આવી સૂંઢ હોય વગેરે. થોડા વખત પછી ગામમાં હાથી આવ્યો અને તે છોકરાને પૂછયું કે આ શું છે? તો છોકરો કહે કે તે દિવસે ચિત્રમાં બતાવ્યો હતો તેવો આ મચ્છર છે! જુઓ ભાવ ભાસ્યા વિના મોટા હાથીને મચ્છરિયું માની લીધું. તેમ જીવ વગેરે તત્ત્વોનો ભાવ જેને ભાસ્યો નથી તે ક્ષણિક રાગને જીવ માની લે. માટે જીવ વગેરે તત્ત્વોનો ભાવ ભાસ્યા વિના તેની યથાર્થ પ્રતીતિ થતી નથી. યથાર્થ ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે, કોઈ કહે કે-પુરુષપ્રમાણતાથી વચન પ્રમાણે કરીએ છીએ. પરંતુ પુરુષની પ્રમાણતા પણ સ્વયં થતી નથી. પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ છીએ ત્યારે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com