________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૯૩ છે કે હું તો જ્ઞાનમૂર્તિ આત્મા જ છું.-આનું નામ સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી તત્ત્વવિચારનો ઉદ્યમ કર્યા જ કરે. પોતાના ભાવોને બરાબર જાણે. હું જ્ઞાનાનંદ આત્મા છું, આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય તે મને હિતરૂપ છેઆમ અનુભૂતિપૂર્વક-સ્વસંવેદન-પ્રત્યક્ષજ્ઞાનથી જાણે ત્યારે જ સમ્યગ્દષ્ટિ છે. નિર્વિકલ્પ અનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન પણ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા જ્ઞાનથી આત્માના સ્વભાવને જ પોતાપણે જાણે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. જે સમ્યકત્વસમ્મુખ જીવ તેવો અભ્યાસ કરે છે તે જીવ થોડા કાળમાં જ સમ્યગ્દર્શન પામે છે; આ ભવમાં જ પામે છે, અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં જાય ત્યાં પામે છે. તિર્યંચમાં પણ કોઈ જીવ પૂર્વના સંસ્કારના બળથી નિમિત્ત વગર પણ સમ્યકત્વ પામી જાય છે. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો અભ્યાસ કરતાં કરતાં મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે; અને એવો અભ્યાસ કરતાં કરતાં સ્વરૂપસન્મુખ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. અહીં ઉધમ કરે ને સામે કર્મનો રસ ન ટળે-એમ બને જ નહિ. અહીં સમ્યકત્વ થયું ત્યાં સામે મિથ્યાત્વકર્મનો અભાવ થઈ જ જાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. છતાં કોઈ કોઈનું કર્તા નથી. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો ઉદ્યમ કરવો તે જ સમ્યત્વનું મૂળ કારણ છે, તથા દેવ-ગુરુ વગેરે બાહ્ય નિમિત્તો છે. કોઈ જીવને વર્તમાનમાં તેવાં નિમિત્ત ન પણ હોય, ને પૂર્વ સંસ્કારના બળથી સમ્યકત્વ પામી જાય છે. પૂર્વે દેશનાલબ્ધિ તો જરૂર મળી જ હોવી જોઈએ-એ તો નિયમ છે. તત્ત્વવિચાર કરીને યથાર્થ તત્ત્વનિર્ણયનો ઉદ્યમ ન કરે તો તે જીવ સમ્યકત્વનો અધિકારી નથી.
તત્વવિચાર થતાં જ સમ્યકત્વનો અધિકારી જાઓ તત્ત્વવિચારનો મહિમા ! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, તથા વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્વ થવાનો
અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત, તપ અંગીકાર થાય અને પછી પણ તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તો તત્ત્વવિચાર થતાં જ થાય છે.
અનાદિ મિથ્યાષ્ટિને પહેલાં એકવાર તો જ્ઞાની પાસેથી સીધી દેશનાલબ્ધિ જરૂર મળેલી હોય જ; પછી ભલે પૂર્વભવમાં દેશનાલબ્ધિ પામ્યો હેય ને તેના સંસ્કારથી વર્તમાનમાં સમ્યગ્દર્શન પામી જાય ત્યાં તેને નિસર્ગજ કહેવાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com