________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સ્વભાવસમુખ પરિણામનો જ છે.
સમ્યગ્દર્શન પામ્યા પછી કોઈ જીવ પ્રમાદથી પાછો ભ્રષ્ટ થઈને સંસારમાં રખડે છે. મિથ્યાત્વકર્મના ઉદયથી સમ્યકત્વનો અભાવ થઈ જાય અને મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ થતાં સમ્યકત્વ થઈ જાય-એમ કહ્યું છે તે નિમિત્તથી કથન છે. જે વખતે અહીં જીવના પરિણામ સ્વભાવસમ્મુખ થાય ને સમ્યકત્વ થાય તે વખતે સામે મિથ્યાત્વકર્મનો ઉદય હોય નહિ એમ જાણવું.
પરિણામોની વિચિત્રતા જુઓ પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમાં ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી પાછો મિથ્યાદષ્ટિ બની કિંચિત્ જૂન અર્ધપુદગલપરાવર્તન કાળ સુધી સંસારમાં રુલે છે, ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો.
અનાદિ નિગોદમાંથી નીકળી મનુષ્ય થાય ને આઠ વર્ષે સમ્યકત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામી જાય છે, અને કોઈ જીવ અગિયારમાં ગુણસ્થાનેથી પડીને પાછો નિગોદમાં જાય છે. તેમાં જીવના પરિણામોની જ વિચિત્રતા છે. કોઈ બીજાને કારણે તેમ થતું નથી. કોઈ જીવે નિગોદ અને સિદ્ધ વચ્ચે ફક્ત મનુષ્યનો એક જ ભવ કર્યો, આઠ વર્ષ પહેલાં નિગોદમાં ને આઠ વર્ષ પછી કેવળી! અને બીજો કોઈ જીવ અગિયારમાં ગુણસ્થાનેથી પડીને પાછો નિગોદમાં !—આમ જાણીને પોતે પોતાના પરિણામ સુધારવાનો સ્વસમ્મુખ ઉદ્યમ રાખવો? પોત પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો ને સુધારવાનો ઉદ્યમ રાખવો.
વળી એ સાદિ મિથ્યાષ્ટિને જો થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનપણું નષ્ટ થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે; તથા જો ઘણો કાળ તેને મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યાષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે. ગૃહીત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે. તથા નિગોદિકમાં પણ રૂલે છે, એનું કાંઈ પ્રમાણ નથી. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો ત્યાં જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ છે આવલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com