________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો (૩) દેશનાલબ્ધિ:- શ્રી જિનેન્દ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય છે, અહીં “ઉપદેશ” કહ્યો છે, કોઈ ઉપદેશ વિના એકલા શાસ્ત્ર વાંચી દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી શકે-એમ બને નહિ. ઉપદેશેલા તત્ત્વનું બરાબર ગ્રહણ થવું જોઈએ.
(૪) પ્રાયોગ્યલબ્ધિ:- કર્મોની પૂર્વસત્તા ઘટી અંતઃ કોડાકોડી સાગર પ્રમાણ રહી જાય તથા નવીન બંધ પણ અંતઃકોડાકોડી સાગર પ્રમાણના સંખ્યામાં ભાગમાત્ર થાય. તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ થાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ ક્રમથી ઘટતો જાય; ઈત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બન્નેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી લબ્ધિસારમાં કહ્યું છે, માટે એ તત્ત્વવિચારવાળાને પણ સમ્યકત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય. તેમ શ્રીગુરુએ તત્ત્વોપદેશ આપ્યો, તેને જાણી વિચાર કરે કે-આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે” એવી પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ના પણ થાય. પણ તેનો ઉધમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.
પ્રથમથી ચાર લબ્ધિ તો મિથ્યાદષ્ટિ ભવ્ય-અભવ્ય બને જીવને હોય છે, પરંતુ સમ્યકત્વ થતાં તો આ ચાર લબ્ધિ અવશ્ય હોય જ. કરણલબ્ધિ થતાં તુરતમાં સમ્યકત્વ અવશ્ય પ્રગટે છે. માટે તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ થવાનો નિયમ નથી. જેમ કોઈને કોઈએ હિતની શિખામણ આપી હોય તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે. પછી વિચાર કરતાં “આમ જ છે” એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય; અથવા અન્યથા વિચાર થઈ જાય કે અન્ય વિચારમાં લાગી જાય, તો શિક્ષાનો નિર્ધાર ન થાય અને પ્રતીતિ થાય. તેમ શ્રી ગુરુએ ઉપદેશ આપ્યો હોય ત્યાં પ્રથમ વિચાર કરે અને પછી અન્યથા વિચારમાં લાગી જાય, અથવા વિશેષ વિચાર કરીને નિર્ધાર ન કરે તો અંતરંગ પ્રતીતિ ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com