________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩00]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો એ પ્રમાણે સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિઓનું કથન કર્યું તથા પ્રસંગોપાત્ત અન્ય કથન પણ કર્યું. એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્ શ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી ન થવું; કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી થાય છે. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.
સમયે સમયે જડ-ચેતનના પરિણામ સ્વતંત્રપણે પોતાથી ક્રમબદ્ધ થાય છે. આવું વસ્તુ સ્વરૂપ સર્વજ્ઞદેવ સિવાય બીજા મનમાં ક્યાં છે? ક્યાંય નથી. આત્માનો જ્ઞાયક સ્વભાવ છે; ને જડ-ચેતનના સમય સમયનાં પરિણામો સ્વતંત્ર થાય છે. આવી યથાર્થ વસ્તુસ્થિતિ દિગંબર જૈનમતમાં જ છે. મિથ્યાષ્ટિ જીવોનું કથન કર્યું છે તે ઓળખીને પોતામાં તેવો કોઈ દોષ હોય તો તે ટાળવાને માટે આ વર્ણન કર્યું છે. પોતે પોતાનું વિચારીને, આત્માની રુચિ કરીને, મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વનો ઉદ્યમ કરવો તે પ્રયોજન છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, માટે સર્વપ્રકારના મિથ્યાત્વભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ કર્મપ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંત:ક્રોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. થોડા જ કાળમાં તે મોક્ષપદ પામે છે; પણ મિથ્યાત્વનો સદ્દભાવ રહેતાં અન્ય અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી. માટે હરકોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે.
કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામ બગડતા-સુધરતા નથી, પણ પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે; તેથી એવો ઉપદેશ છે કે પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ યોગ્ય છે.
માટે સર્વ પ્રકારના મિથ્યા ભાવો છોડી સ્વભાવ સન્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. સમ્યગ્દર્શન વગર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com