________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૯૫
અધિકાર સાતમો] કરી, જ્ઞાયક સન્મુખ ન થયો, તો તત્ત્વવિચાર વડે વ્યવહારધર્મની રુચિ તેને રહી જાય છે, પણ વસ્તુસ્વભાવને પામતો નથી. માટે જ્ઞાયકસન્મુખ અનુભૂતિ જ પ્રધાન છે, તે જ સમ્યકત્વ છે.
વળી કોઈને દેવાદિની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે, પ્રથમ કહ્યું કે દેવાદિની પ્રતીતિ કરે છે અને પછી સમ્યક્ત થાય છે, તથા નથી પણ થતું. અહીં હવે કહ્યું કે દેવાદિની પ્રતીતિ થઈ ત્યાં અંતરંગ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરી તેથી બન્ને એકસાથે થાય છે. તથા સમ્યકત્વ સાથે જ કોઈને વ્રત-તપાદિ હોય છે, કોઈને નથી પણ હોતાં, પરંતુ સમ્યકત્વ વખતે દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ તો નિયમરૂપ હોય છે. સાચા દેવાદિની પ્રતીતિ વિના તો સમ્યકત્વ ન જ હોય. હા, સાચા દેવાદિની પ્રતીતિ હોય, પરંતુ અંતરંગ તત્ત્વની અનુભૂતિ ન કરે તો સમ્યક્ત્વ ન થાય. ઘણા જીવો તો સમ્યકત્વ થયા પછી વ્રતાદિ અંગીકાર કરે છે, કોઈને એકસાથ પણ હોય છે.
આ પ્રમાણે તત્ત્વવિચારવાળો સમ્યકત્વનો અધિકારી છે. પરંતુ તેને સમ્યકત્વ થાય જ એવો નિયમ નથી. આત્મસન્મુખ પરિણામ ન કરે તો સમ્યત્વ ન થાય કેમ કે સમ્યકત્વ થવા પહેલા પાંચ લબ્ધિ થવી કહી છે. સમ્યકત્વ થતાં પ્રથમ શુદ્ધોપયોગનિર્વિકલ્પ ધ્યાન હોય છે. ત્યાં બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિએ પાંચ લબ્ધિ સમ્યકત્વ થતાં પહેલાં હોય છે.
(૧) ક્ષયોપશમલબ્ધિઃ- જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિકર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતીસ્પદ્ધકોના નિષકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપે રહેવું તે ઉપશમ. એવી દેશઘાતી પદ્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે. તેની જે પ્રાપ્તિ થવી તે ક્ષયોપશમલબ્ધિ છે.
(૨) વિશુદ્ધિલબ્ધિ:- મોહનો મંદ ઉદય આવવાથી મંદકપાયરૂપ ભાવ થાય, કે જેથી તત્ત્વવિચાર થઈ શકે તે વિશુદ્ધિલબ્ધિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com