________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
| [ ૨૯૧ કામ માટે મોકલવો હતો તે તો જાણું નહિ, ને એમને એમ હીરો ઘોઘે જઈ આવ્યો. તેમ ભગવાને આમ કહ્યું છે માટે માની લો-એમ પરીક્ષા કર્યા વગર માને પણ પોતે તેનું પ્રયોજન જાણે નહિ તો લાભ થાય નહિ. માટે હેય અને ઉપાદેય તત્ત્વો કયા કયા છે તેનો બરાબર નિર્ણય કરીને ઓળખવાં. ભગવાને કહ્યું તે પ્રમાણે પોતાના જ્ઞાનમાં બરાબર નિર્ણય ન થાય ત્યાં સુધી પરીક્ષા કરીને પોતાની ભૂલ શોધે અને સત્યનો નિર્ણય કરે. ગમે તેવા ગુરુને ગમે તેવા શાસ્ત્રને માની ન લે.
જિનવર અને પોતાની પરીક્ષા એ બન્નેની સમાનતા થાય ત્યારે તો જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાં સુધી તેમ ન થાય, ત્યાં સુધી જેમ કોઈ લેખાં ગણે છે ને તેની વિધિ ન મળે ત્યાં સુધી પોતાની ભૂલને ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર કર્યા કરે, તથા જે શેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે નહિ તો અનુમાન કરે કે જેણે હેય-ઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે શેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠ ન બોલે તે અપ્રયોજનરૂપ કાર્યમાં જૂઠ શા માટે બોલે? માટે શેયતત્ત્વોનું સ્વરૂપ પરીક્ષા વડે વા આજ્ઞાવડે પણ જાણવું.
જૈનશાસનમાં જીવાદિ તત્ત્વો, સર્વજ્ઞ દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેનું તો ખાસ નિરૂપણ કર્યું છે. તેનો તો હેતુથી-યુક્તિથી-અનુમાનથી નિર્ણય થઈ શકે છે તેને તો પરીક્ષાથી ઓળખવા, તથા ત્રિલોક, ગુણસ્થાનો, માર્ગણાસ્થાનો તથા પુરાણની કથાઓ તે આજ્ઞાનુસાર સમજી લેવાં. બધાં સૂક્ષ્મ તત્ત્વોની પરીક્ષા ન થઈ શકે, ત્યાં તો સર્વજ્ઞની આજ્ઞાનું બહુમાન કરીને માની લેવું જોઈએ.
લોકો પ્રશ્ન કરે છે કે ભગવાને અમને સમજાય તેવું કેમ કહ્યું નથી? તો અહીં કહે છે કે-ભગવાને અને મુનિઓએ સમજાય તેવું જ કહ્યું છે, પણ તને પરીક્ષા કરવાની દરકાર નથી. હેતુ-યુક્તિ આદિ વડે નિર્ણય કરવાને તું ઉપયોગ લગાવતો નથી માટે તેને સમજાતું નથી. હેતુ-યુક્તિ આદિ વડે સમજાય તેવું જ કથન કર્યું છે. સમજવાનો પ્રયાસ કરે તેને સમજાય.
અવશ્ય જાણવાયોગ્ય તત્વો જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને જાણવાં. ત્યાગવા યોગ્ય-મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ બરાબર જાણવું, તથા નિમિત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com