________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
૨૯૦ ]
ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય.
તત્ત્વનો જેવો ભાવ છે તેવી જ શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ-શ્રદ્ધાન છે. આ વાત મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં ૮૦મા પાને તથા ૨૧૭ મા પાને પણ કરી છે. પ્રયોજનભૂત તત્ત્વનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ શ્રદ્ધાન થાય નહિ. પ્રયોજનભૂત તત્ત્વની તો પરીક્ષા કરીને શ્રદ્ધા કરે, અને કોઈક સૂક્ષ્મ તત્ત્વોની પરીક્ષા કરીને તેમણે કહ્યા પ્રમાણે માની લે. આ બાબતમાં સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૩૩૨૪ માં કહ્યું છે કેઃ- “એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે–શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે; તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા-સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકુલ છે-પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
પ્રયોજનભૂત હેય-ઉપાદેય તત્ત્વોની પ૨ીક્ષા કરી બરાબર નિર્ણય કરવો
જે જીવ, જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના સૂક્ષ્મ તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધા કરે છે કે ‘જિનેન્દ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઈષ્ટ કરું છું” એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે.
સામાન્યપણે તત્ત્વોનો નિર્ણય તો પોતે કર્યો છે, પણ વિશેષ ક્ષયોપશમજ્ઞાન નથી; તેથી સૂક્ષ્મ તત્ત્વોને જાણી શકતો નથી. તો તે સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે માને છે. પરંતુ મૂળભૂત તત્ત્વોનો નિર્ણય પણ ન કરે તેને તો યથાર્થ પ્રતીતિ થતી નથી. માટે અહીં કહે છે કે તત્ત્વાર્થનો ભાવ પોતાના જ્ઞાનમાં ભાસ્યા વગર કેવળીનાં વચનનો યથાર્થ અભિપ્રાય સમજાય નહિ, અને પોતે પરીક્ષાથી ઓળખ્યા વગર અન્યથા પ્રતીતિ થઈ જાય છે. લોકમાં પણ કોઈ માણસને કામ માટે મોકલ્યો હોય ત્યાં તે માણસ જો તેનો ભાવ ન સમજ્યો હોય તો ભૂલ કરે છે. એકને બદલે બીજું લાવે, અને ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો' એના જેવું કરે. એક વાર હીરાના માબાપ વાત કરતા હતા કે કાલે સવારમાં હીરાને ઘોઘે મોકલવો છે. એ વાત હીરો સાંભળી ગયો અને સવારમાં વહેલો ઊઠીને ઘોઘે જઈને પાછો આવ્યો. ઘેર આવ્યો ત્યાં માબાપે પૂછ્યું કે હીરા! કયાં ગયો હતો? હીરો કહે –‘તમે રાત્રે મને ઘોઘે મોકલવાની વાત કરતા હતા તેથી હું ઘોઘે જઈ આવ્યો.' માબાપ કહે-પણ શું કામ મોકલવો હતો ? જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com