________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯૨]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો -નૈમિત્તિક આદિકને જેમ છે તેમ ઓળખવા. ઈત્યાદિકમાં ઉપાદાન-નિમિત્ત, ઉપાદાન ઉપાદેય વગેરે જાણવું. ચિદવિલાસમાં કહ્યું છે કે કારણ-કાર્યને યથાર્થપણે જાણે તેણે સર્વ જાણું શ્રી સમયસારમાં નિમિત્તને હેયતત્ત્વ કહ્યું છે. આ સર્વે તત્ત્વો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ માટે અવશ્ય જાણવા યોગ્ય છે. માટે તેમને તો બરાબર હેતુયુક્તિ, પ્રમાણ-નય વડે જાણવા જ જોઈએ. તથા જે વિશેષ ક્ષયોપશમ હોય તો નિર્દશસ્વામિત્વ વડે તથા સસંખ્યાદિ વડ તે તત્ત્વોનાં વિશેષો પણ જાણવા; અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે સામાન્ય વિશેષરૂપ તે તત્ત્વોને ઓળખવાં જોઈએ. એમ અહીં દ્રવ્યાનુયોગને પ્રધાન કહ્યો છે. વળી તે તત્ત્વોને વિશેષ જાણવાના ઉપકારી ગુણસ્થાન-માર્ગણાસ્થાન આદિ જાણવાં. આ કરણાનુયોગ જાણવાનું કહ્યું તથા પુરાણાદિ (પ્રથમાનુયોગને), વ્રતાદિ ક્રિયાને (ચરણાનુયોગને) પણ જાણે, તથા જ્યાં ન સમજાય ત્યાં આજ્ઞા પ્રમાણે જાણે.
એ રીતે તેને જાણવા માટે વિચાર-શાસ્ત્રસ્વાધ્યાય-શ્રવણ, અભ્યાસ આદિ કરે. પોતાનું કાર્ય-સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો જેને ઘણો હર્ષ-ઉલ્લાસ છે, પ્રમાદ નથી, તે અંતરંગ પ્રીતીથી તેનું સાધન કરતાં જ્યાં સુધી તત્ત્વાર્થશ્રદ્ધાન-અંતરંગ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી તેના જ અભ્યાસમાં પ્રવૃત્ત રહે.
પ્ર. વૈશાખ સુદ ૧૪ સોમવાર તા. ૨૭-૪-પ૩ સમ્યકત્વસમ્મુખ જીવનો ઉત્સાહપૂર્વક પ્રયત્ન જે જીવ સમ્યકત્વસમ્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે, એટલે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે, પણ પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારનો ઉધમ કરે છે, અને એવો ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિષે જ “આ હું છું” તેમ ચૈતન્યસ્વરૂપ આત્મામાં અહંબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ પરિણતિ શરૂ થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ ચોથા ગુણસ્થાને થોડો જ કાળ રહે છે. તે વખતે બુદ્ધિપૂર્વક કષાય નથી. શુદ્ધોપયોગ હોવા છતાં હજી અબુદ્ધિપૂર્વક રાગ પણ છે, સર્વથા વીતરાગતા થઈ ગઈ નથી સ્વભાવસભુખ જ ઉપયોગ છે ત્યાં બુદ્ધિપૂર્વક રાગ નથી. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com