Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 297
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો બધાં તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવાનો ઉદ્યમ કર્યા જ કરે, અને પોતે એકાંતમાં વિચારે તથા સમજવા માટે વિશેષ જ્ઞાની પાસે પ્રશ્ન-ઉત્તર કરે. હું પૂછીશ તો “મને નથી આવડતું” એમ લોકોને ખબર પડી જશે એમ માનમાં ન રોકાય, પણ સમજવા માટે પૂછયા જ કરે તથા જે ઉત્તર આપે તેને બરાબર વિચારે. પૂછવામાં શરમાય નહિ. પ્રશ્ન પૂછવામાં નિર્માનતા હોય. વળી પોતાના સમાનબુદ્ધિના ધારક સાધર્મી સાથે વિચાર કરે-પરસ્પર ચર્ચા કરે, અને એકાંતમાં તેનો વિચાર કરીને નિર્ણય કરે. જેને સમ્યકત્વની ચાહના હોય. સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ગરજ હોય –તે જીવની આ વાત છે. જાઓ, આ સમ્યગ્દર્શન માટેનો ઉધમ ! અહો ! ચૈતન્યવહુ કોઈ અપૂર્વ છે. અનંતવાર શુભભાવ કર્યો છતાં ચૈતન્યવહુ લક્ષમાં ન આવી, તો રાગથી પાર ચૈતન્યવહુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે. તેના નિર્ણયમાં કોઈ બહારનાં કારણો કે રાગ મદદ કરતાં નથી. અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થઈ શુભભાવથી નવમી રૈવેયક સુધી ગયો, છતાં ચૈતન્યવસ્તુ ખ્યાલમાં ન આવી તો તે ચૈતન્યવહુ રાગના અવલંબનથી પાર છે. કોઈ અપૂર્વ મહિમાવાળી વસ્તુ છે, તે અંતર્મુખ જ્ઞાનથી જ પકડાય તેવી છે. આમ એકાંતમાં વિચારીને ચૈતન્યને પકડવાનો ઉદ્યમ કરે. સ્વાનુભવ પ્રગટ કરવા માટે પ્રેરણા પહેલાં તો ઉપદેશ સાંભળીને, જ્ઞાનીને પૂછીને, સાધર્મ જનો સાથે ચર્ચા કરીને તથા પોતે વિચારીને તત્ત્વનો બરાબર નિર્ણય કરે. તત્ત્વના નિર્ણયમાં જ ભૂલ હોય તો અનુભવ થાય નહિ. માટે કહ્યું કે તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરવો. “સહુજ છે, સમ્યકત્વ સહજ છે. ક્યો જીવ ક્યારે સમ્યકત્વ પામશે-તે બધી નોંધ કેવળી ભગવાનના ચોપડામાં છે'—એમ કહેવાય, પણ ત્યાં સહજ કહેતાં જ ઉધમ પણ તેમાં ભગો છે જ. કેવળીએ જોયું ત્યારે સમ્યગ્દર્શન થશે-એવો સહજ' નો અર્થ નથી. શ્રી સમયસારમાં કહ્યું છે કે હે જીવ! તું જગતનો વ્યર્થ કોલાહલ છોડી ને અંતરમાં ચૈતન્યવસ્તુને અનુભવવાનો છ માસ પ્રયત્ન કર, તો તને અવશ્ય તેની પ્રાપ્તિ થશે. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પ કાળમાં અંતરમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ; તેથી સમ્યગ્દર્શન માટે અંતરમાં તત્ત્વનિર્ણય અને અનુભવનો ઉધમ કરવો જોઈએ. વળી અન્યમતીઓ દ્વારા કલ્પિતતત્ત્વનો ઉપદેશ આપ્યો છે, તે વડે જો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312