________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીતરાગભાવ તેનું લક્ષણ છે. જીવ-અજીવ વગેરે નામ કહેવાં તે નામનિર્દેશ છે; અને પછી દરેકનું લક્ષણ ભિન્ન ભિન્ન બતાવવું તે લક્ષણ નિર્દેશ છે.
નવ તત્ત્વોને, મોક્ષમાર્ગને વગેરેને ઓળખીને પોતે એકલો વિચાર કરે એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. ક્ષેત્રની વાત નથી લીધી કે નિર્ણય કરવા માટે જંગલમાં જવું પડે! ભગવાનના સમવસરણમાં બેઠો હોય ને અંદરના વિચારમાં એકાગ્ર થઈને સમ્યગ્દર્શન પામી જાય. તો ત્યાં પણ તેને એકાંત થયું. ત્યાં યુક્તિ-અનુમાન-પ્રત્યક્ષ આદિથી ઉપદેશમાં આવેલાં તત્ત્વો એમ જ છે કે અન્યથા છે-તેનો નિર્ણય કરે. તથા વિશેષ વિચારે કે ઉપદેશમાં તો આ કથન આવ્યું, પરંતુ એમ જો માનવામાં ન આવે તો શું બાધા આવે?
એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધારે રહેતું નથી. એકમાં બીજાથી કિંચિત્ લાભનુકશાન નથી–એમ દ્રવ્યની સ્વતંત્રતાનો ઉપદેશ આવે ત્યાં પણ બરાબર વિચારીને નિર્ણય કરે. ધર્માસ્તિકાયના નિમિત્તથી જીવ પુદગલ ગતિ કરે છે–એમ કથન આવે
ત્યાં વિચારે કે જીવ-પુદગલ સ્વયં ગતિ કરે છે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત માત્ર છે. તે કાંઈ બળજરીથી ગતિ કરાવતું નથી;-એમ યુક્તિ વડે તત્ત્વનો નિર્ણય કરે. વળી એક તત્ત્વ વિષે પરસ્પર વિરોધી બે દલીલો આવે ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે? તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે-આમ વિચારીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ.
પ્ર. વૈશાખ સુદ ૧૨ શનિવાર તા. ૨૫-૪-૫૩ વિકાર જીવનો તે સમયનો અકાળ છે, કર્મને કારણે વિકાર નથી
સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ; સમ્યજ્ઞાનનું લક્ષણ સ્વપરપ્રકાશકપણું, સમ્યક્રચારિત્રનું લક્ષણ વીતરાગતા; જીવતત્ત્વનું લક્ષણ જ્ઞાનસ્વભાવઃ- એ પ્રમાણે બધાં તત્ત્વોનાં નામ અને લક્ષણ જાણે. આસ્રવા આત્માની વિકારી પર્યાય છે. તે પર્યાયમાં આત્માનાં દ્રવ્ય-ગુણ રહેલાં છે. કેમ કે ગુણ પોતાની સર્વ પર્યાયોમાં રહે છે, તેને બદલે વિકાર થયો તે કર્મને લીધે થયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com