________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
(૬) જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વોનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે. એમને એમ ઉપર ઉપરથી સાંભળી લેતો નથી. પણ બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને સાવધાનપણે તેનો વિચાર કરે છે; અને ઉપદેશ સાંભળતાં બહુમાન આવે છે કેઃ ‘અહો! મને આ વાતની તો ખબર જ નથી, આવી વાત તો મેં પૂર્વે કદી સાંભળી જ નથી.' જુઓ, આ જિજ્ઞાસુ જીવની લાયકાત !
જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. બહારમાં ગામેગામ ઘણા જિનમંદિર થાય ને ઘણા જીવો ધર્મ પામે તો મારું કલ્યાણ થઈ જાય–એમ વિચારીને જો બહારમાં જ રોકાય તો આત્મા સામે કયા૨ે જુએ? અરે ભાઈ! તું તારા આત્મામાં એવું મંદિર બનાવ કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી ભગવાન આવીને બિરાજે! ભક્તિ, પ્રભાવના વગેરેનો શુભાગ આવે તે જુદી વાત છે, પણ પાત્ર જીવ તે રાગ ઉપર જોર ન આપતાં આત્માનાં નિર્ણયનો ઉદ્યમ કરે છે. અહો! આવા તત્ત્વની મને અત્યાર સુધી ખબર ન હતી. મેં ભ્રમથી રાગાદિને જ ધર્મ માન્યો હતો ને શરીરને જ મારું સ્વરૂપ માનીને તેમાં હું તન્મય થયો. આ શરીર તો જડ-અચેતન છે ને હું તો જ્ઞાનસ્વરૂપ છું. આ શરીરનો સંયોગ તો અલ્પકાળ પૂરતો જ છે. આ મનુષ્યભવ કાંઈ કાયમ રહેવાનો નથી. અહીં મને હિતનાં સર્વ નિમિત્તો મળ્યાં છે. માટે હું તત્ત્વ સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું તથા મોક્ષમાર્ગ વગેરેનો બરાબર નિર્ણય કરું-આમ વિચારીને તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. “ કામ એક આત્માર્થનું બીજો નહિ મનરોગ.”
(૭) ત્યાં, ઉદ્દેશ એટલે કે નામ જાણે; તથા લક્ષણનિર્દેશ એટલે જેનું જે લક્ષણ હોય તે જાણે, તથા પરીક્ષા દ્વારા વિચારીને નિર્ણય કરે. જીવ, અજીવ વગેરે નામ શીખે. તેમનાં લક્ષણ જાણે અને પરીક્ષા કરીને નિર્ણય કરે. જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કર્યો અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે. ઉપદેશઅનુસાર નામ અને લક્ષણ જાણીને પોતે વિવેકથી નિર્ણય કરે છે.
તત્ત્વનિર્ણય કરવા માટે પ્રથમ તો તત્ત્વોનાં નામ અને લક્ષણ જાણે પછી પોતે પરીક્ષા દ્વારા વિવેક કરીને તત્ત્વના ભાવોને ઓળખીને નિર્ણય કરે. અજ્ઞાનીના વિરુદ્ધ ઉપદેશને તો માને જ નહિ, પરંતુ જ્ઞાની પાસેથી જે યથાર્થ ઉપદેશ મળ્યો તેનો પણ પોતે જાતે ઉદ્યમ કરીને નિર્ણય કરે છે. એમ ને એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com