________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વગેરેનો ઉધમ કરે છે-એવા જીવની આ વાત છે. જેને આત્માનું હિત કરવાની ભાવના થઈ છે. સમ્યગ્દર્શન પ્રગટ કરીને આત્માનું કલ્યાણ કરવાની ધગશ જાગી છે એવા જીવને પ્રથમ તો કષાયની મંદતા થઈ છે, તત્ત્વનો નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ ઊઘડી છે. નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે અને પોતાને તેમની પ્રતીતિ થઈ છે. જ્ઞાની પાસેથી યથાર્થ ઉપદેશ મળ્યો છે ને પોત પોતાના પ્રયોજન માટે મોક્ષમાર્ગ વગેરેનો ઉપદેશ સાંભળ્યો છે. કયા ભાવો આત્માને હિતકારી છે ને કયા ભાવો અહિતકારી છે, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ શું છે ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર કેવા છે? જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ શું છે? દ્રવ્ય-ગુણ-પર્યાય શું? ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ શું? મોક્ષમાર્ગનું ખરું સ્વરૂપ શું? ઈત્યાદિ પ્રયોજનભૂત બાબતોનો યથાર્થ ઉપદેશ ગુરુગમે મળ્યો છે, ને પોતે અંતરમાં તેનો નિર્ણય કરીને સમજવાનો પ્રયત્ન કરે છે; તે સમજીને પોતે પોતાનું જ પ્રયોજન સાધવા માગે છે. ઉપદેશની ધારણા કરીને હું બીજાને સંભળાવું કે સમજાવી દઉં-એવા આશયથી નથી સાંભળતો, પણ સમજીને પોતાનું કલ્યાણ કરવાની જ ભાવના છે.
જુઓ, આ તો હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની પાત્રતા બતાવે છે. જે પોતાનું કલ્યાણ કરવા માગે છે તેને મંદકષાય અને જ્ઞાનનો ઉઘાડ તો હોય જ; એ ઉપરાંત પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ. અજ્ઞાનીકુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. જેને કુદેવ-કુગુરુ તો છૂટી ગયા છે, નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે ને કષાયની મંદતાપૂર્વક તત્ત્વનિર્ણયનો જે ઉદ્યમ કરે છે તેવા જીવની આ વાત છે, જીઓ તે સમ્યક્ત્વસન્મુખ જીવમાં કેવી કેવી પાત્રતા હોય તે બતાવે છે:
(૧) પ્રથમ તો મંદકષાય થયો છે. આત્માનું હિત કરવાની જિજ્ઞાસા થઈ ત્યાં મંદકષાય થઈ જ ગયો. તીવ્ર વિષયકષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી.
(૨) મંદકષાયથી જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થયો છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે; જીઓ, તત્ત્વનિર્ણય કરવા જેટલી બુદ્ધિ તો છે પણ જેને આત્માની દરકાર નથી તે જીવ તત્ત્તનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી ને બહારના વિષય-કષાયમાં જ બુદ્ધિ લગાવે છે.
(૩) જે સમ્યક્ત્વ સન્મુખ છે તે જીવને મોહની મંદતા થઈ છે તેથી તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com