________________
Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates
(૧૨)
સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદષ્ટિનું નિરૂપણ
કોઈ મંદકષાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમ થવાથી જીવને તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે; અને મિથ્યાત્વ મંદ થયું હોવાથી દેવ-ગુરુ-શાસ્ત્ર, નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ તત્ત્વોનો વિચાર કરવા ઉદ્યમી થયો–એમ થતાં તેને બાહ્યનિમિત્ત સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ મળ્યો અને ત્યાં સાચા ઉપદેશને શ્રવણ કરવાનું બન્યું. તે ઉપદેશમાં પોતાને પ્રયોજનભૂત મોક્ષમાર્ગના, દેવ-ગુરુ-ધર્માદિના જીવાદિતત્ત્વના, સ્વ-૫૨ના કે પોતાને અહિતકારીહિતકારી ભાવોના ઈત્યાદિ ઉપદેશથી સાવધાન થઈ તેણે એવો વિચાર કર્યો કે અહો ! મને આ વાતની તો ખબર નહોતી. હું ભ્રમથી ભૂલી પર્યાય-શરીરમાં તન્મય થઈ રહ્યો છું પણ આ શરીર તો અલ્પકાળ રહેશે;– આ વૈરાગ્ય થાય છે. તથા નક્કી કરે છે કે પૂર્વોક્ત તત્ત્વોની મને ખબર ન હતી.. ‘હું તો એ જાણું છું' એમ ભ્રમથી માની બેસે તે તો પાત્ર જ નથી; કેમ કે તે પૂર્વની અને વર્તમાનની પોતાની માન્યતા વચ્ચે કાંઈ ભેદ પાડતો નથી.
વળી તે વિચારે છે કે-મને આ સર્વ નિમિત્તો મળ્યાં છે માટે મારે આ વાતનો નિર્ણય કરવો જોઈએ; કારણ કે આમાં જ મારું હિત છે-આમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કરે છે. અહીં ઉપદેશ લીધો છે. પ્રથમ શાસ્ત્ર વાંચી તત્ત્વવિચાર કરે-એમ કહ્યું નથી.
*
પ્ર વૈશાખ સુદ ૧૧ શુક્રવાર, તા ૨૪-૪-૫૩
સમ્યગ્દર્શન પામ્યા પહેલાની પાત્રતા
સમ્યગ્દર્શનની સન્મુખ થયેલા જીવની પાત્રતા કેવી હોય તેનું આ વર્ણન છે. હજી સમ્યગ્દર્શન પામ્યો નથી પણ સમ્યગ્દર્શન પામવા માટે તત્ત્વનિર્ણય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com