________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૮૫ એમ માને તો તેણે પોતાના ચારિત્રગુણને સર્વ પર્યાયોમાં રહેલો ન માન્યો, એટલે ગુણને જ ન માન્યો, ને દ્રવ્યને પણ ન માન્યું. ગુણ તો તેને કહેવાય કે જે દ્રવ્યના પૂરા ભાગમાં ને તેની બધી હાલતોમાં રહે. એ જ પ્રમાણે મિથ્યાત્વભાવ થયો તે પણ જીવની પર્યાય છે. તે જડ મોહકર્મને લીધે થયો નથી. મિથ્યાત્વપર્યાયમાં જડકર્મ નથી રહેતું પણ તેમાં શ્રદ્ધા ગુણ રહે છે. રાગપર્યાય થઈ તો તે ક્યાંથી આવી? ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં રાગ નથી, તો શું કર્મે તે રાગ કરાવ્યો? ના. કર્મમાં ક્યાં રાગ છે? કર્મમાં કાંઈ એવી તાકાત નથી કે તે વિકારને કરાવે. રાગપર્યાય તે પણ ચારિત્રગુણનો તે સમયનો અકાળ છે. ચારિત્રગુણ પોતાની બધી હાલતોમાં રહે છે. જુઓ, આમ ન જાણે તો તેણે ગુણનું લક્ષણ જાણ્યું નથી. રાગ કર્મને લીધે થાય એમ માને તો ચારિત્રગુણ પોતાની બધી પર્યાયોમાં વ્યાપક ન રહ્યો. તો રાગ વખતે ચારિત્રગુણ ક્યાં ગયો? આ પ્રમાણે તત્ત્વનો ભાવ ભાસીને એવી પ્રતીતિ કરે કે ઈદ્ર ડગાવવા આવે તો ય ન ફરે.
રાગમાં જડકર્મ નિમિત્ત છે, પણ તે નિમિત્તના ગુણો પોતાની પર્યાયમાં(નિમિત્તમાં) વર્તી રહ્યા છે. નિમિત્તના ગુણો કાંઈ પરમાં જતા નથી. ઉપાદાનના ગુણો ઉપાદાનની બધી પર્યાયોમાં રહે છે, ને નિમિત્તના ગુણો નિમિત્તની બધી પર્યાયોમાં વ્યાપે છે. એકના ગુણ બીજાની પર્યાયમાં વ્યાપતા નથી.
ગુણ સ્વતંત્રપણે વર્તીને-પરિણમીને પોતાની પર્યાયમાં વ્યાપે છે. તે ગુણ જ પોતાની પર્યાયનો સ્વતંત્રપણે કર્તા છે.
પરમાણુમાં વિકાર થયો એટલે કે બેગુણ ચીકાશ વગેરે પલટીને અનંતગુણ ચીકાશ વગેરે થઈ, તો તે કોઈએ તેને પરિણમાવ્યો નથી, પણ તે પોતે પરિણમ્યો છે. તેની પર્યાયમાં તેના ગુણો વર્તી રહ્યા છે. બે ગુણ લૂખાશ કે ચીકાશવાળો પલટીને ચારગુણ લૂખાશ કે ચીકાશવાળા સાથે બંધાયા; ત્યાં ચાર-ગુણવાળાએ તેને પરિણમાવ્યો નથી. પણ પોતે પોતાના ગુણથી જ પરિણમ્યો છે. આમ બધાં તત્ત્વોને સ્વતંત્ર જાણે.
ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં વિકાર નથી. છતાં વિકાર ક્યાંથી આવ્યો? તો કહે છે કે પર્યાય રોકાણી માટે થયો. વળી એકને સમ્યગ્દર્શન થયું ને બધાને કેમ ન થયું? બીજાને સમ્યગ્દર્શન થયું ને મને કેમ હુજી ન થયું?-કે તેણે પુરૂષાર્થ કર્યો માટે તેને થયું. એ પ્રમાણે નિર્ણય કરે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com