________________
Version 001: remember fo check hîřp://www.AfmaDharma.com for updates
૨૭૮ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
આત્માને ‘શુદ્ધ-શુદ્ધ ’ કહે છે પણ કઈ રીતે શુદ્ધ છે તેની તેને ખબર નથી. દ્રવ્યદૃષ્ટિ વગર એમને એમ કહે છે કે આત્મા તો સિદ્ધ જેવો શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં શુદ્ધતા માનવી તે તો ભ્રમ છે. વસ્તુ સમજ્યા વગર શુદ્ધ આત્માની માન્યતા કઈ રીતે કરી! જો શુદ્ધ દ્રવ્યની યથાર્થ માન્યતા જ્ઞાન અને એકાગ્રતા કરે તો પર્યાયમાં શુદ્ધતા થવી જોઈએ, પણ પર્યાયની તો તેને ખબર નથી. હું શુદ્ધ છું-એમ કલ્પનાથી માને છે, એમ જાણે છે તથા એવા વિચારમાં બેસે છે–તેને જ તે નિશ્ચય રત્નત્રય માને છે, પણ નિશ્ચય રત્નત્રયના ખરા સ્વરૂપની તેને ખબર નથી, વળી વ્યવહા૨ત્નત્રયને પણ અજ્ઞાની બીજી રીતે ભ્રમરૂપ માને છે.
· અદ્વૈતાદિક વિના અન્ય દેવાદિકને હું માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના ભેદ શીખી લીધા છે તેને જ હું માનું છું, અન્યને માનતો નથી, તો સમ્યગ્દર્શન થયું. જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણો પ્રવર્તી છું તે સમ્યજ્ઞાન થયું તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્તી છું તે સમ્યક્ચારિત્ર થયું.' એ પ્રમાણે પોતાને વ્યવહા૨ રત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિરૂપ થાય; અર્થાત્ જેમ નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું સંભવે; પણ આને તો સત્યભૂત નિશ્ચય રત્નત્રયની પિછાણ જ થઈ નથી તો એ પ્રમાણે કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે. તેથી તેને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ પણ થયો નહિ.
એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે, પરંતુ વ્યવહાર–સાધનને ભલા જાણે છે, તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી; પણ વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે છે; તેથી અંતિમ ત્રૈવેયક સુધીનાં પદ પામે છે; તથા જો નિશ્ચયાભાસની પ્રબળતાથી અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો તેનું કુતિમાં પણ ગમન થઈ પરિણામાનુસાર ફળ પામે છે; પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના તે સિદ્ધપદને પામી શકતો નથી. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારાભાસ બન્ને નયાવલંબી મિથ્યાદષ્ટિ નિરૂપણ કર્યું. એ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે પરંતુ વ્યવહા૨સાધનને ભલા જાણે છે, તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી.
હવે સમ્યક્ત્વસન્મુખ જે મિથ્યાદષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com