________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૮૧ તત્ત્વવિચાર ઉધમી થયો છે. દર્શનમોહની મંદતા થઈ છે તેમ જ ચારિત્રમોહમાં પણ કષાયોની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝૂકાવ થયો છે. સંસારનાં કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થયો છે. સંસારના કામમાંથી નવરો થાય (તેનો રસ ઘટાડ) ત્યારે આત્માનો વિચાર કરે ને! સંસારની તીવ્ર લોલુપતામાં પડ્યો હોય તેને આત્માનો વિચાર કયાંથી આવે? જેના હૃદયમાંથી સંસાર નો રસ ઊડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉદ્યમ કરે છે કે “અરે! મારે તો મારા આત્માનું સુધારવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.'-આવા જીવની આ વાત છે.
(૪) તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ મળ્યા છે; તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે ને સર્વજ્ઞ વીતરાગદેવને જ માને છે. અરિહંત ભગવાનની વીતરાગી પ્રતિમા તે પણ દેવ છે. શાસ્ત્રમાં નવ દેવ પૂજ્ય કહ્યાં છે. પંચ પરમેષ્ઠી, જિનધર્મ, જિનવાણી, જિનચૈત્યાલય અને જિનબિંબ-એ નવેય દેવ તરીકે પૂજ્ય છે. સર્વજ્ઞવીતરાગદેવને ઓળખે. તેમ જ દિગંબર સંતા ભાવલિંગી મુનિ મળે તે ગુરુ છે. તેમ જ કોઈ જ્ઞાની પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. નરક વગેરેમાં મુનિ વગેરેનું સીધું નિમિત્ત નથી પણ પૂર્વે જ્ઞાનીની દેશના મળી છે તેના સંસ્કાર ત્યાં નિમિત્ત થાય છે. દેવ-ગુરુ વગર એકલું શાસ્ત્ર તે સમ્યગ્દર્શનનું નિમિત્ત ન થાય. માટે કહ્યું કે સમ્યકત્વસમ્મુખ જીવને કુદેવાદિની પરંપરા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પરંપરા મળી છે.
(૫) વળી તે જીવને સત્ય ઉપદેશનો લાભ મળ્યો છે. આવાં નિમિત્તોનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને સત્ય તત્ત્વનો નિર્ણય કરવાનો ઉધમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. પાત્ર જીવને નિમિત્ત કેવાં હોય તે પણ ઓળખાવે છે કે નિમિત્ત તરીકે સત્ય ઉપદેશ મળવો જોઈએ. યથાર્થ મોક્ષમાર્ગ શું? નવતત્ત્વોનું સ્વરૂપ શું? સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવાં હોય? સ્વ-પર, ઉપાદાનનિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્વાદિક અહિતકારી ભાવો-એ બધાનો ઉપદેશ યથાર્થ મળ્યો છે. ઉપદેશ મળવો તે તો પુણ્યનું ફળ છે, પણ તે ઉપદેશ સાંભળીને તત્ત્વનો નિર્ણય કરવાની જવાબદારી પોતાની છે. એ વાત હવે કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com