________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૨૭૫ થાય તેને પોતાનો જાણવો, પણ તે શુભરાગને મોક્ષનું કારણ ન માનવું. શુભરાગને મોક્ષનું કારણ માનવું તે ભ્રમ છે. ધર્મનું કારણ તો રાગરહિત શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગને અને શુભોપયોગને પ્રતિપક્ષપણું છે; શુભરાગ તો પુણ્યબંધનું કારણ છે; ને મોક્ષનું કારણ તો શુદ્ધોપયોગ જ છે. શુભરાગથી પુણ્યબંધ પણ થાય અને વળી તે મોક્ષનું કારણ પણ થાય-એમ એક જ ભાવને બંધ-મોક્ષ બન્નેનું કારણ માનવું તે ભ્રમ છે. માટે વ્રતાદિના શુભરાગને બંધનું જ કારણ જાણવું પણ તેને મોક્ષનું કારણ ન માનવું.
વીતરાગ શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે વ્રત-અવ્રત એ બન્ને વિકલ્પરહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ છે. તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે. તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું.
સમ્યગ્દષ્ટિને શુભ ઉપયોગ પણ ખરેખર બંધનું જ કારણ છે, પણ તે વખતે સાથે નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા રૂપ મોક્ષમાર્ગ છે, તેથી ઉપચારથી તેના શુભને મોક્ષનું કારણ કહ્યું પણ ખરું સાધન તો વિકલ્પરહિત શ્રદ્ધા, જ્ઞાન ને વીતરાગી ચારિત્ર જ છે. રાગ તે મોક્ષનું સાધન છે જ નહિ–આવું શ્રદ્ધાન કરવું. મોક્ષનું કારણ તો રાગરહિત જ્ઞાનાનંદસ્વભાવમાં એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ જ છે. આમ શુદ્ધોપયોગને મોક્ષનું કારણ જાણીને તેનો ઉદ્યમ કરવો, અને શુભાશુભ ઉપયોગને ય જાણવા.
શુદ્ધ ઉપયોગ જ મોક્ષનું કારણ હોવાથી આદરણીય છે-એવી શ્રદ્ધા તો થઈ છે, પણ જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં શુભોપયોગ હોય છે. અશુભને છોડીને શુભભાવ કરવો-એમ ઉપદેશમાં કહેવાય; પણ કાંઈ અશુભ આવે છે ને તેને છોડવો –એમ નથી. શુભનો કાળ છે. ત્યાં અશુભરાગ થતો જ નથી. રાગ થયો ને તેને છોડવો-એમ નથી. અશુભ થયો જ નથી તેને છોડવો શું? અને અશુભ થયો-તેને છોડવો કઈ રીતે? થયો તે તો થયો જ છે, ને બીજા સમયે તો તે છૂટી જ જાય છે. એ જ પ્રમાણે શુદ્ધોપયોગ થયો ત્યાં શુભ ઉપયોગ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com