________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૨૭૩ સંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના નિમિત્તથી છે. તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીને કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી; જેમ રંક મનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે, તેમ આ શક્તિ પણ જાણવી.
પર્યાય અપેક્ષાએ તો છદ્મસ્થને મતિજ્ઞાનાદિક છે તે નિશ્ચયથી છે. નિશ્ચયથી કેવળજ્ઞાનની શક્તિ કહેવી તે તો દ્રવ્યની અપેક્ષાએ છે; પણ પર્યાયમાં કાંઈ નિશ્ચયથી કેવળજ્ઞાન નથી. પર્યાયમાં તો નિશ્ચયથી મતિશ્રુતજ્ઞાન જ છે.
વળી દ્રવ્યકર્મ-નોકર્મ તો પુદગલની પર્યાય છે. તેથી નિશ્ચયથી તો સંસારી જીવથી પણ તે ભિન્ન જ છે પરંતુ સંસારપર્યાય વખતે તે કર્મ-નોકર્મ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે તે જાણવો જોઈએ. સિદ્ધ ભગવાનની જેમ સંસારીને પણ કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સર્વથા ન માને તો તે ભ્રમ છે. હા. ધર્મી જીવને દષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છુટી ગયો છે. નિમિત્તનૈમિત્તિકસંબંધમાં જે ભાવકર્મ-રાગદ્વેષ વગેરે થાય છે તે તો આત્માનો ઔદયિકભાવ છે, તે ભાવ નિશ્ચયથી આત્માનો છે. તથા કર્મ તેમાં નિમિત્ત છે. તેથી તેને કર્મનો કહેવો તે ઉપચારથી તે-વ્યવહારથી છે. રાગદ્વેષાદિ ઉદયભાવો પણ નિશ્ચયથી આત્માના છે, કેમ કે તે આત્માની પર્યાયમાં થાય છે; તથા શરીર, કર્મ વગેરે નિશ્ચયથી જડની પરિણતિ છે તેની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
દષ્ટિના વિષયમાં તો એમ કહેવાય કે રાગાદિ તે આત્માના છે જ નહિ, તે નિશ્ચયથી જડના છે; પણ ત્યાં દ્રવ્યદૃષ્ટિની વાત છે કે અહીં તો બે દ્રવ્યોની પૃથકતા બતાવે છે. જે દ્રવ્યનો જે ભાવ હોય તેને તેનો કહેવો તે પણ નિશ્ચય છે. રાગને આત્માનો કહેવો તે પણ નિશ્ચય છે. રાગ નિશ્ચયથી આત્માનો છે. કર્મથી રાગ થયો એમ માનવું તે ભ્રમ છે. સંસારી જીવના જ રાગાદિ છે. કર્મના નથી. તે રાગાદિકભાવને કર્મના માનવા તે ભ્રમ છે. માટે નિશ્ચયથી આમ છે ને વ્યવહારથી આમ છે-એમ એક જ વસ્તુમાં બે ભાવો માનવા તે ભ્રમ છે; પણ જુદા જુદા ભાવોની અપેક્ષાએ નયોની પ્રરૂપણા છે; માટે જે અપેક્ષાએ જ ભાવનું કથન હોય તે પ્રમાણે યથાર્થ સમજવું તે સત્ય શ્રદ્ધા છે. મિથ્યાદષ્ટિ ને અનેકાન્તના સ્વરૂપની ખબર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com