________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭૨]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નિશ્ચય નથી. તે તો મિથ્યા શ્રદ્ધા છે. પર્યાયમાં જેમ છે તેમ જાણવું જોઈએ.
અથવા તે એમ માને છે કે આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો છે, પણ આત્મા તો જેવો છે તેવો જ છે. ત્યાં નય વડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય છે તેને આ ઓળખતો નથી; કેમ કે આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિ સહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મ રહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિ સહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મ સહિત છે. એમ તે માને છે. હવે એક આત્માને એવાં બે સ્વરૂપ તો હોય નહિ; કારણ કે જે ભાવનું સહિતપણું માનવું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે? માટે એમ માનવું ભ્રમ છે. એક જ પર્યાયમાં પરસ્પર વિરુદ્ધ બે ભાવો માનવા તે
મિથ્યા શ્રદ્ધા છે અજ્ઞાની એક જ પર્યાયમાં બે પ્રકાર માને છે. એક જ પર્યાયમાં સિદ્ધપણું ને તે જ પર્યાયમાં સંસારીપણું, પર્યાયમાં નિશ્ચયથી સિદ્ધપણું ને તે જ પર્યાયમાં વ્યવહારથી સંસારીપણું-એમ અજ્ઞાની માને છે, પણ તેમાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતો નથી.
વળી, એક જ પર્યાયમાં મતિજ્ઞાન અને કેવળજ્ઞાન બન્ને કઈ રીતે સંભવે ? અજ્ઞાની માને છે કે વર્તમાન પર્યાયમાં હું વ્યવહારથી મતિજ્ઞાનાદિસહિત છું ને નિશ્ચયથી વર્તમાન પર્યાયમાં કેવળજ્ઞાની છું; પણ એ રીતે નિશ્ચય વ્યવહાર છે જ નહિ, એક જ પર્યાયમાં સિદ્ધપણું ને સંસારીપણું બે ન હોય. એક જ પર્યાયમાં મતિજ્ઞાન ને કેવળજ્ઞાન કેમ હોય? એક જ પર્યાયમાં રાગ ને વીતરાગતા બન્ને કઈ રીતે હોય? હા, વસ્તુમાં દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ થવાની શક્તિ છે, ને પર્યાયમાં સંસાર છે. દ્રવ્યમાં કેવળજ્ઞાનની શક્તિ છે, ને પર્યાયમાં મતિજ્ઞાન વગેરે અલ્પજ્ઞાન છે-એમ જાણે તો બરાબર છે; પણ એક પર્યાયમાં જ બે ભાવો માનવા તે કાંઈ નિશ્ચયવ્યવહાર નથી, તે તો મિથ્યાશ્રદ્ધા છે. તો કેવી રીતે છે?
જેમ રાજા અને રંક, મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે. તેમ સિદ્ધ અને સંસારી એ બન્ને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિ અપેક્ષાએ સમાનતા માનીએ, પણ તેમ છે નહિ; કારણ કે સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com