________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
[શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ઓળખ. જ્યાં સ્વભાવના આશ્રયે વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટયો છે ત્યાં વ્રતાદિને બાહ્ય સહકારી જાણીને તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. મોક્ષમાર્ગમાં વચ્ચે તે હોય છે. અંતરમાં નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટ્યાં તે જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે, ને તેની સાથે વ્રત-તપ-ત્યાગ વગેરે તો પરદ્રવ્યાશ્રિત છે. વ્યવહારમોક્ષમાર્ગ તો પરદ્રવ્યાશ્રિત છે. સાચો મોક્ષમાર્ગ વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે. તેથી સ્વદ્રવ્યાશ્રિતભાવને મોક્ષમાર્ગ કહેવો તે નિશ્ચય છે ને વ્રતાદિ પદ્રવ્યાશ્રિત છે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે એટલે કે તે ખરેખર મોક્ષમાર્ગ નથી. ખરેખર મોક્ષમાર્ગ તો બીજો છે–આમ સમજવું તેનું નામ વ્યવહારનું હેયપણું છે. નિશ્ચયમોક્ષમાર્ગની સાથે નિમિત્ત તરીકે વ્રતાદિ કેવાં હોય તે જાણવાની ના નથી, પણ તેને જ મોક્ષમાર્ગ માનવું છોડી દે. સમ્યગ્દર્શન થાય પછી વ્રતાદિ શુભભાવને મોક્ષમાર્ગનો
ઉપચાર આવે છે, અશુભને નહિ વ્રતાદિના પરિણામ તો વચ્ચે આવ્યા વિના રહેશે નહિ. વીતરાગતા થયા વગર શુભરાગ છૂટે નહિ. શુદ્ધોપયોગ ન હોય ત્યાં શુભ કે અશુભ ઉપયોગ હોય. માટે શુભ પરિણામ હોય તે જુદી વાત છે, પણ તે શુભને મોક્ષમાર્ગ માનવો તે મિથ્યા છે. શુભને મોક્ષમાર્ગ માનવાનું છોડી દે. વ્યવહારને હેય કરવો તેનો આ
અર્થ છે. નિશ્ચયસ્વભાવમાં દષ્ટિ રાખ અને વચ્ચે વ્રત-તપના પરિણામ આવે તેને પણ તારા જ પરિણામ જાણ, પણ તેને મોક્ષમાર્ગ ન માન. વ્યવહાર અને રાગ વચ્ચે આવે તે જુદી વાત છે, પણ તેને જ મોક્ષમાર્ગ માની લે તો તેને મિથ્યાત્વ છે. તેના શુભમાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ નથી. ઉપચાર તો ત્યારે કહેવાય કે ખરેખર તે મોક્ષમાર્ગ નથી-એવું સમજે અને વીતરાગભાવરૂપ સાચા મોક્ષમાર્ગને જાણે. વ્રતાદિનો શુભરાગ તે ખરેખર મોક્ષમાર્ગ નથી–એવી ધર્મીને માન્યતા થઈ હોવા છતાં જ્યાં સુધી શુદ્ધોપયોગ નથી થયો ત્યાં સુધી ભક્તિ-પૂજા-વ્રતાદિના શુભભાવ આવે છે. જો શુભપરિણામ પણ છોડી દે ને અશુભ પરિણામમાં વર્તે તો તો ત્યાં નિશ્ચયની દષ્ટિ પણ નહિ રહે એટલે ત્યાં મોક્ષમાર્ગના આરોપ પણ નથી. મોક્ષમાર્ગનું નિમિત્ત શુભને કહેવાય પણ અશુભને ન કહેવાય. જ્યાં દષ્ટિ જ્ઞાયકતત્ત્વ ઉપર હોય ત્યાં શુભમાં મોક્ષમાર્ગનો આરોપ આવે, પણ જ્યાં દષ્ટિ જ ખોટી છે એટલે યથાર્થ મોક્ષમાર્ગ પ્રગટયો જ નથી, ત્યાં તો શુભમાં મોક્ષમાર્ગનો ઉપચાર પણ આવતો નથી. તથા શુભ છોડીને અશુભ કરે તો તે અશુભમાં તો મોક્ષમાર્ગના નિમિત્તનો ઉપચાર પણ સંભવતો નથી. શુદ્ધઉપયોગ થયો નથી ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com