________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૭૧
શુભને છોડશે તો અશુભ થઈને નકાદિમાં જશે. જીઓ આ મિથ્યાદષ્ટિની વાત છે તેથી નરકની વાત લીધી. સમ્યગ્દર્શન પછી પણ વિષયકષાયના કોઈ અશુભભાવો આવી જાય છે પણ તેને તે નકાદિનું કારણ થતા નથી. તેમજ તે અશુભ કાંઈ મોક્ષમાર્ગનું નિમિત્ત નથી. મોક્ષમાર્ગનો ઉપચાર વ્રતાદિ શુભમાં આવે પણ હિંસાદિના અશુભ પરિણામોમાં તો તેવો ઉપચાર પણ હોતો નથી. મિથ્યાદષ્ટિ શુભ છોડીને અશુભમાં વર્તશે તો પાપ બાંધી નરકમાં જશે. ધર્મીને અશુભ આવે પણ તેને અશુભ વખતે નરકાદિના આયુનો બંધ થતો નથી પરંતુ હજી જેને ધર્મીને દૃષ્ટિ પણ નથી ને શુભરાગને વ્યવહા૨ કહીને છોડે તો તેને તો મોક્ષમાર્ગની કે તેના ઉપચારની પણ દષ્ટિ ન રહી. તેને તો દષ્ટિ જ જૂઠી છે. માટે શુભ છોડીને અશુભમાં પ્રવર્તવું તે તો નિર્વિચારીપણું છે. હા, જો સમ્યગ્દર્શન પછી વ્રતાદિક શુભભાવ છોડીને કેવળ વીતરાગ ઉદાસીનભાવરૂપ રહેવાનું બને તો તેમ કર, પણ તે તો શુદ્ધોપયોગ વગ૨ બને નહિ, ને નીચલી દશામાં ચોથા-પાંચમાં-છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધોપયોગ રહેતો નથી. તેથી ત્યાં શુભરાગ આવે છે, અને વ્રતાદિકનો ભાવ આવે છે, પણ તેને મોક્ષમાર્ગ ન માનવો. નીચલી દશામાં શુભને છોડીને અશુભમાં વર્તે તો તો તે સ્વચ્છંદી થશે. માટે શ્રદ્ધામાં તો નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં વ્યવહારને ઉપાદેય માનવો-તે માન્યતા પણ મિથ્યાભાવ જ છે; પણ નિશ્ચયને તો યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને અંગીકાર કરવો, ને વ્યવહા૨ને તો આરોપ જાણીને તેનું શ્રદ્ધાન છોડવું.-આ રીતે બન્ને નયો સમજવા.
હવે તે જીવ બન્ને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધસમાન, રાગાદિરહિત અને કેવળજ્ઞાનાદિ સહિત આત્મા અનુભવે છે. તથા ધ્યાનમુદ્રા ધારણ કરી એવા વિચારોમાં લાગે છે. પોતે એવો નથી છતાં ભ્રમથી, નિશ્ચયથી ‘હું આવો જ છું.' એમ માની સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચન દ્વારા નિરૂપણ એવું જ કરે છે. પણ પ્રત્યક્ષ પોતે જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચય નામ કેવી રીતે પામે ? કારણકે વસ્તુને યથાવત પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે. તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં કહ્યું હતું, તેમજ આને પણ જાણવું.
દ્રવ્યદષ્ટિથી સિદ્ધસમાન હ્યો છે. પરંતુ પર્યાયમાં પણ પોતાને સિદ્ધ જેવો માનીને અજ્ઞાની સંતુષ્ઠ થાય છે. પર્યાયમાં રાગ અને અલ્પજ્ઞતા હોવા છતાં પોતાને વીતરાગી, કેવળજ્ઞાન સહિત, સિદ્ધ જેવો માને છે, પણ પર્યાયમાં સિદ્ધપણું તો નથી, છતાં અજ્ઞાની સિદ્ધપણું માને છે અને તેને નિશ્ચય માને છે, પણ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com