Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 285
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પ્ર. વૈશાખ સુદ ૯ બુધવાર, તા. ૨૨-૪-૫૩ (C વળી આ જીવને વ્રત-શીલ-સંયમાદિકનો અંગીકાર હોય છે. તેને વ્યવહા૨થી ‘ આ પણ મોક્ષમાર્ગનું કારણ છે' એવું માની તેને ઉપાદેય માને છે. એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જ જાણવું. વળી તે આમ પણ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું” હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે? જો પોતે કર્તા નથી તો ‘મારે આ ક્રિયા કરવી યોગ્ય છે ’ એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે કર્તા છે તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્તાકર્મસંબંધ સ્વયંસિદ્ધ થયો. હવે એવી માન્યતા તો ભ્રમ છે. ૨૭૪ ] શરીરથી બ્રહ્મચર્ય પાળે, આહાર નિર્દોષ કરે, શરીરથી હિંસા ન થાય, ઇત્યાદિ બાહ્ય વ્રતાદિની ક્રિયાને અજ્ઞાની મોક્ષનું સાધન માને છે. વળી અજ્ઞાની એમ કહે છે કે–ઓછો આહાર, શરીરનું આસન સ્થિર રાખવું વગેરે ક્રિયાઓ કરવી ખરી, પણ તેનું મમત્વ ન કરવું. પણ એ વાત મિથ્યા છે. પહેલાં તો કર્તા થયો ત્યાં જ મમત્વ આવ્યું. કર્તા થવું અને મમત્વ ન કરવું એ કઈ રીતે બને ? જડની ક્રિયા આત્મા કરી જ નથી શકતો છતાં ‘હું કરું છું' એમ માને છે તે મોટું મિથ્યાત્વનું મમત્વ છે. જડ શરીરની ક્રિયા હું કરી શકું-એમ જેણે માન્યું તે જીવ જડનો કર્તા થયો ને જડ તેનું કર્મ થયું. ત્યાં જડ સાથે કર્તાકર્મસંબંધ થયો; પણ એ માન્યતા મિથ્યા છે. બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને ૫દ્રવ્યનો પોતે કર્તા નથી. માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ ન કરવી; તથા તેમાં મમત્વ પણ ન કરવું. એ વ્રતાદિકમાં ગ્રહણ-ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે. અને તેનો પોતે કર્તા છે, માટે કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું. શુદ્ધ ઉપયોગ જ ધર્મનું કા૨ણ છે સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી એમ કહ્યું છે તો તેની દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે, પણ સમ્યગ્દષ્ટિને પણ પર્યાયમાં જેટલો રાગ થાય છે તેનો કર્તા પર્યાય અપેક્ષાએ તે આત્મા જ છે, કાંઈ જડ તેનો કર્તા નથી. માટે પર્યાયમાં રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312