________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૧ શુક્રવાર, તા. ૧૦-૪-પ૩ અજ્ઞાની વ્યવહાર-નિશ્ચય બન્નેના સ્વરૂપને જાણતો નથી. તેથી તે બન્નેને ઉપાદેય માને છે. આત્માની શુદ્ધ પર્યાય આત્માના અવલંબને થાય તે મોક્ષમાર્ગ છે, પણ વ્રત-તપાદિ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગમાં તે નિમિત્ત માત્ર છે. એ વાત આવી ગઈ છે.
શ્રી સમયસારમાં કહેલ છે કે વ્યવહાર અભૂતાર્થ છે એટલે કે વ્યવહારરાગ-નિમિત્ત છે જ નહિ-એમ નથી પણ વ્યવહાર સાચા સ્વરૂપને કહેતો નથી, માટે અભૂતાર્થ છે. વ્રત, નિયમ આદિ મોક્ષમાર્ગ નથી, છતાં વ્યવહાર અને મોક્ષમાર્ગ કહે છે. આત્મા શું છે? રાગ શું છે? નિમિત્ત શું છે? એનું યથાર્થ જ્ઞાન અંતરમાં ન કરે ત્યાં સુધી મોક્ષમાર્ગ થાય નહિ.
શ્રી નિયમસાર, કળશ ૧૯૪ માં કહેલ છે કે આત્મામાં જ્ઞાન છે-દર્શન છેએવા ભેદની દૃષ્ટિ જેને છે તેનો મોક્ષ થાય છે કે નહિ એ કોણ જાણે ? એટલે કે એનો મોક્ષ થતો નથી. અપૂર્ણ દશામાં ભેદ-પ્રભેદના વિચાર કરતાં રાગ થયા વિના રહેતો નથી. કેવળીને પૂર્ણ જ્ઞાન છે તેથી ભેદ-પ્રભેદના જ્ઞાનમાં રાગ નથી હોતો. નીચલી દશામાં પણ ભેદનું જ્ઞાન કરવું તે રાગનું કારણ નથી પણ ભેદનો વિચાર કરતાં રાગીને રાગ થાય છે. ભેદના કારણે રાગ થતો હોય તો કેવળીને પણ રાગ થાય, પણ એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકના પૃ. ૨૫૭ માં કહેલ છે કે અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા. ભેદ તો સમજાવવા માટે છે, પણ નિશ્ચયથી આત્મા અભેદ જ છે તેને જીવ વસ્તુ માનવી. ત્યાં જે સંજ્ઞા-સંખ્યા આદિથી ભેદ કહ્યા છે તે તો કહેવા માત્ર જ છે. પરમાર્થથી તે જુદા જુદા નથી, એવું જ શ્રદ્ધાન કરવું.
આત્મા અનંત ગુણોનો પિંડ છે. તેમાં ગુણ-પર્યાયનો ભેદ છે ખરો, પણ અભેદ ચૈતન્યવહુની દૃષ્ટિ કરાવવા વસ્તુને અભેદ માનવી એમ કહેલ છે. માટે અર્હતના મતમાં ભેદથી મુક્તિ થતી નથી એમ કહ્યું છે. ભેદથી મુક્તિ થાય છે એમ તો અજ્ઞાની માને છે. આત્મા અસંખ્યપ્રદેશી અનંતગુણધામ છે એના અવલંબનથી મુક્તિ થાય છે, પણ ગુણભેદના આશ્રયે મુક્તિ થતી નથી. માટે વ્યવહાર અભૂતાર્થ છે, આશ્રય કરવા જેવો નથી એમ કહેલ છે.
હવે કહે છે કે તું એમ માને છે કે સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com