________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૫૫ સમાધાનઃ- અહીં કથન બીજી રીતે છે. સમયસારમાં આત્મા વસ્તુને અભેદ કહેલ છે ને તેના પર્યાયાદિ ભેદને વ્યવહાર કહેલ છે. એકરૂપ અભેદ આત્માની દૃષ્ટિ કરાવવા પોતાની પર્યાયના ભેદને ગૌણ કરી વ્યવહાર કહેલ છે. અહીં મોક્ષમાર્ગ પ્રકાશકમાં પરદ્રવ્યથી ભિન્ન ને સ્વભાવોથી અભિન્ન વસ્તુ કહેલ છે. અહીં પોતાની પર્યાય પોતામાં લીધી છે; પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન છે એમ અહીં કહેલ છે.
અહીં સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાયને નિશ્ચય કહેલ છે ને શરીર, કર્મ, નિમિત્તાદિને વ્યવહાર કહેલ છે. વસ્તુ છે તે પરદ્રવ્યથી ભિન્ન છે ને પોતાના
સ્વભાવોથી અભિન્ન છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના કારણે સ્વયંસિદ્ધ છે. વિકારી કે અવિકારી પર્યાય સ્વયંસિદ્ધ છે. અહીં વિકારી પર્યાય સહિત દ્રવ્ય કહ્યું છે; તેને નિશ્ચય કહે છે ને જડની પર્યાયને વ્યવહાર કહે છે.
વ્યવહારનયથી કથનના ત્રણ પ્રકાર શ્રી સમયસારની ચૌદમી ગાથામાં વ્યંજનપર્યાય તથા અર્થપર્યાય પણ વ્યવહાર કહેલ છે. તેને અહીં અભિન્ન વસ્તુમાં લીધેલ છે. એમ અપેક્ષા સમજવી જોઈએ. આત્માને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહિ. ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી (૧) શરીરાદિપર્યાયની સાપેક્ષતાથી બતાવીએ છીએ. આ એકંદ્રિય જીવ, આ મનુષ્ય જીવ-એમ કહે છે. પંચેન્દ્રિય જીવને દશ પ્રાણ છે એમ શરીરાદિ પરદ્રવ્યની અપેક્ષા કરી નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા. જડની અપેક્ષા લઈ જીવની ઓળખાણ કરાવવા શરીરને જીવ કહી દે છે. જે આત્માને સમજતો નથી, નિમિત્તના સંબંધ વિનાનો આત્મા જેણે જોયો નથી; દસ પ્રાણના સંબંધ વિનાનો, ઇંદ્રિયના સંબંધ વિનાનો આત્મા જેણે જોયો નથી, તેને શરીરાદિ સહિત જીવની ઓળખાણ કરાવે છે.
(૨) હવે અંતરના વ્યવહારથી જીવની ઓળખાણ કરાવે છે. અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી. જ્ઞાન-દર્શનાદિ ગુણ-પર્યાયરૂપ જીવના ભેદ કર્યા છે. આ જાણવાવાળો તે જીવ, દેખવાવાળો તે જીવ, વીર્યવાળો તે જીવ- એમ ભેદથી જીવની ઓળખાણ કરાવે છે.
શ્રી સમયસારની સાતમી ગાથામાં કહ્યું છે કે પર્યાયમાં ભેદ છે, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com