________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [ ર૬૩ વ્રતાદિકને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે. આત્મામાં જે અશુદ્ધતા છે તેને મટાડવાનો ઉપાય બાહ્યક્રિયા છે, તથા શુદ્ધપર્યાયની ઉત્પત્તિનું કારણ દેવ-ગુરુ વગેરે નિમિત્તો છે,એ રીતે અજ્ઞાની જીવ, અશુદ્ધતા અને શુદ્ધતા બન્ને પર્યાય પરથી માને છે. શુદ્ધતાનો ઉત્પાદ પણ પરથી માન્યો ને અશુદ્ધતાનો નાશ પણ પરથી માન્યો, એટલે આત્મા તો ઉત્પાદ-વ્યય વગરનો એકલો ધ્રુવ રહી ગયો, પણ એ શ્રદ્ધા જ મિથ્યા છે. ચિદાનંદ ધ્રુવ સ્વભાવની દૃષ્ટિથી જ સમ્યગ્દર્શનનો ઉત્પાદ અને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. એ જ શુદ્ધતા પ્રગટવાની અને અશુદ્ધતાના નાશની ક્રિયા છે. બહારની ક્રિયાથી અશુદ્ધતા નથી મટતી, ને શુભરાગ તે પણ અશુદ્ધતા મટવાનું કારણ નથી. શુભરાગ પણ પુણ્યબંધનું કારણ છે. તે ભાવથી આત્મા બંધાય છે, ત્યાં અજ્ઞાની તેને મોક્ષનું કારણ માને છે. શુભરાગથી અમને પુણ્ય તો બંધાશે ને? એમ જેને પુણ્યબંધની હોંશ છે, તેને અબંધ આત્મસ્વભાવનો અનાદર છે. નિશ્ચયથી આત્માનો વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. અને વ્રતાદિકને મોક્ષમાર્ગ કહેવો તે તો ઉપચાર જ છે, વીતરાગ ભાવને તથા વ્રતાદિકને કદાચિત્ કાર્યકારણપણું છે, વીતરાગભાવ વર્તતો હોય, પ્રમાદભાવ ન હોય, ને કદાચિત્ શરીરના નિમિત્તે કોઈ જીવની હિંસા થઈ જાય ત્યાં કારણકાર્યપણું નથી. માટે વીતરાગભાવ અને બાહ્યવ્રતાદિકોને કદાચિત્ સંબંધ કહ્યો છે. મુનિ છઠ્ઠા ગુણસ્થાને હોય ને કોઈ આવીને મુનિને ઉપાડીને પાણીમાં બોળી દે ત્યાં શરીરના નિમિત્તે પાણીના જીવોની હિંસા થાય, પણ મુનિ તેના નિમિત્ત નથી. મુનિ તો ધ્યાનની શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામી જાય છે. વળી વીતરાગભાવમાં એકાગ્ર થયો ત્યાં વ્રતાદિકનો શુભવિકલ્પ પણ નથી. જ્ઞાનીને પૂજા-ભક્તિનો ભાવ આવે, પગે ઘુઘરા બાંધી તાંડવ નૃત્ય કરે, પણ સમજે છે કે આ ભક્તિનો ભાવ આવ્યો છે તે મારા કારણે છે. નાચવામાં શરીરની ક્રિયા જડની છે, તેમાં મારો મોક્ષમાર્ગ નથી. મારો મોક્ષમાર્ગ તો મારા સ્વભાવના અવલંબને જ છે. ઋષભદેવ ભગવાનની પાસે ઈદ્ર નીલાંજના દેવીને નચાવી, ને નાચતાં નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં ભગવાન વૈરાગ્ય પામ્યા, પણ તે પોતાના કારણે વૈરાગ્ય પામ્યા છે. નિમિત્તને કારણે વૈરાગ્ય પામ્યા હોય તો જોનારા બધા કેમ ના પામ્યા? વળી હુનુમાનજી જંગલમાં તારો ખરતો જોઈને વૈરાગ્ય પામ્યા. ત્યાં તારો ખર્યો તે તો નિમિત્ત માત્ર છે. ખરેખર પોતે પોતામાં તેવો વીતરાગભાવ પ્રગટ કર્યો ત્યારે બહારની ચીજને નિમિત્તથી કારણ કહ્યું. એ જ પ્રમાણે મોક્ષમાર્ગમાં વ્રતાદિને કારણ કહેવું તે પણ નિમિત્તથી જ છે. તે નિયમરૂપ નથી, પણ ક્યારેક વ્રતાદિને અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com