________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મોક્ષમાર્ગને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. વળી વ્રતાદિક પણ નિયમથી નિમિત્ત નથી. કેમ કે અંતરંગ વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટ કરે તો જ તેને નિમિત્તપણાનો આરોપ આવે છે.
અજ્ઞાની જીવ આત્માના ભાન વિના વ્રતાદિના શુભરાગમાં પ્રવર્તતો હોય ને બાહ્ય વ્રતાદિની ક્રિયા તેને હોય, પરંતુ તે કાંઈ તેને મોક્ષમાર્ગનું કારણ થતું નથી; કેમકે જ્યાં મોક્ષમાર્ગ હોય ત્યાં વ્રતાદિ હોય, તેને નિમિત્ત-વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવાય છે. વ્રતાદિને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર તો કથનમાત્ર છે.
ત્રણે પ્રકારના વ્યવહાર (૧) નર-નારકાદિ શરીરને જીવ કહેવો તે સંયોગનું કથન છે.
(૨) વસ્તુ અભેદ છે તેમાં જ્ઞાન-દર્શન વગેરે જુદા જુદા ગુણોથી, ભેદ પાડીને, કથન કરવું તે પણ ઉપચારથી કથન છે, વસ્તુ તો એક જ છે.
(૩) વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; તેને બદલે વ્રતાદિક શુભરાગને મોક્ષમાર્ગ કહેવો તે પણ ઉપચારથી કથનમાત્ર છે.
આ પ્રમાણે વ્યવહારકથનના ત્રણ દષ્ટાંતો આપ્યાં. તે પ્રમાણે બધામાં સમજી લેવું. “ઘર્માસ્તિયામાવી –અલોકાકાશમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી સિદ્ધના જીવો આગળ જતા નથી-એ કથન પણ ઉપચારમાત્ર છે. ખરેખર તો સિદ્ધભગવાનની ક્રિયાવતી શક્તિના પર્યાયની જ તેટલી યોગ્યતા છે.
ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું. અહો ! ધન્ય ગુરુ! તારા ચરણકમળના પ્રતાપે હું ભવસાગર તરી ગયો.-એમ મોટા મોટા મુનિઓ પણ વિનયથી કહે છે; પણ ત્યાં તે ઉપચાર કથન છે. પોતે પોતાથી તર્યો ત્યારે વિનયથી ગુરુને કહે છે કે-“હે નાથ ! આપે તાર્યો; આપના પ્રતાપથી હું સંસારસાગરના પારને પામ્યો.” આ પ્રમાણે શાસ્ત્રમાં જ્યાં જ્યાં વ્યવહારકથન આવે ત્યાં ત્યાં યથાર્થ વસ્તુને સમજીને તેનું શ્રદ્ધાન કરવું, પણ વ્યવહારના કથનને જ સત્ય ન માની લેવું; કેમકે વ્યવહારનયા પદ્રવ્યના સંયોગ અને નિમિત્ત આદિની અપેક્ષાથી વર્ણન કરે છે, માટે આવા વ્યવહારનયને અંગીકાર ન કરવો.
વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ કાંઈ પ્રયોજન સાધે છે? એ વાત હવે કહેશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com