________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ર૬૧ જુદા જુદા ગુણના ભેદથી આત્મા ઓળખાવ્યો, પરંતુ ત્યાં આત્મા કાંઈ જુદો જુદો નથી. આત્મા તો બધા ગુણોનો અભેદ પિંડ છે. સમજાવવા માટે અનેક ભેદ પાડીને કહ્યું, પણ નિશ્ચયથી આત્મા અભેદ છે તે જ જીવવસ્તુ છે–એમ સમજવું. વિશ્વાસ કરનાર કોણ છે? શરીર-પૈસા-સ્ત્રી વગેરેનો વિશ્વાસ કરે છે, તે કોણ છે ?-કે આત્મા પોતાના શ્રદ્ધા ગુણથી વિશ્વાસ કરે છે. માટે શ્રદ્ધા કરે તે આત્મા છે. તો હું ભાઈ ! તારા શ્રદ્ધા ગુણ વડે જેમ તું પરનો વિશ્વાસ કરે છે તેમ શ્રદ્ધાને અંતર્મુખ કરીને તારા આત્માની શ્રદ્ધા કર. એ પ્રમાણે સમજાવ્યું છે. ત્યાં કાંઈ શ્રદ્ધા અને આત્મા વચ્ચે ભેદ નથી, પણ સમજાવતાં કથનમાં ભેદ આવે છે.
પહેલાં તો એમ કહ્યું કે શરીરાદિ પરવસ્તુને જીવ કહેવો તે કથનમાત્ર છે, ખરેખર જીવ તેવો નથી. જીવ તો શરીરથી જુદો છે. તે જ પ્રમાણે ગુણભેદથી સમજાવ્યું છે; પણ વસ્તુ તો ગુણ-પર્યાયોનો અભેદ એક પિંડ છે. માટે ભેદથી જ વસ્તુની શ્રદ્ધા ન કરવી, પણ અભેદ વસ્તુની શ્રદ્ધા કરવી. પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એ રીતે જીવની ઓળખાણ કરાવી છે. હવે વ્યવહારનો ત્રીજો પ્રકાર કહેશે. પ્રતાદિ ભેદોને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં ખરેખર તે મોક્ષમાર્ગ નથી. ખરો મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે. તે વાત હવે કહેશે.
વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૫ શનિવાર, તા. ૧૭-૪-૫૩ આત્માએ સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને ગ્રહ્યાં અને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને છોડયાં-એ પણ ઉપચારથી છે; કેમકે આત્માની ઓળખાણ થતાં વીતરાગી દેવગુરુ-શાસ્ત્રની ભક્તિનો શુભરાગ આવ્યો ને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રના સેવનનો મિથ્યાભાવ છૂટી ગયો, ત્યાં કુદેવાદિ નિમિત્ત પણ છૂટી ગયાં. આત્માએ તેને છોડયાં એમ કહેવું તે વ્યવહારમાત્ર છે. પરને કોણ છોડે અને ગ્રહે?
સ્વરૂપમાં લીન થયો અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ પણ છૂટી ગયું. ત્યાં નિમિત્તનું લક્ષ છુટવાની અપેક્ષાએ દેવ-ગુરુ-શાસ્ત્રને પણ છોડ્યા એમ કહેવાય છે. પદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ કથન કર્યું છે કે હિંસા છોડીને પરજીવની અહિંસા ગ્રહણ કરી; અસત્ય છોડયું ને સત્ય ગ્રહણ કર્યું ચોરી છોડી ને અચૌર્ય ગ્રહણ કર્યું પરિગ્રહ છોડયો ને દિગંબરદશા ગ્રહણ કરી; અબ્રહ્મ છોડ્યું ને બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું. પણ ત્યાં એમ સમજવું કે સ્વભાવના અવલંબને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com