________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યવહારનો પહેલો પ્રકાર (૧) નર-નારકાદિ શરીરને જીવ કહ્યો કે નરકનો જીવ, દેવનો જીવ. ત્યાં ખરેખર શરીર તે જીવ નથી, પણ શરીરરહિત એકલા જીવને અજ્ઞાની ઓળખતો નથી; તેથી તેને સમજાવવા માટે શરીરના નિમિત્તથી કથન કરીને જીવ ઓળખાવ્યો છે. પણ ત્યાં શરીરને જ જીવ ન માની લેવો. શરીર તો જડ છે, શરીર અને જીવના સંયોગની અપેક્ષાએ કથન કર્યું કે આ એકેન્દ્રિય જીવ, આ નરકનો જીવ; પણ ખરેખર ત્યાં જીવ તો તે એકેન્દ્રિય વગેરે શરીરથી જુદો જ છે. જેને જુદા જીવ પર લક્ષ નથી તેને ઓળખાવવા માટે સંયોગ અપેક્ષાએ કથન કરીને ઓળખાવ્યું છે; પણ કથન કર્યું તેથી કાંઈ શરીર તે જીવ થઈ જતો નથી. શરીર વગરનો એકલો આત્મા અજ્ઞાનીએ કદી જોયો નથી, તેથી તેને સમજાવવા ઉપચારથી કથન કર્યું. તે વ્યવહાર છે. કીડીનાં શરીર અપેક્ષાએ “કીડીનો જીવ” એમ કહેવાય, પણ તે કહેવામાત્ર છે. ખરેખર કીડીનું શરીર તે જીવ નથી, જીવ જુદો છે. જીવનું શરીર તો જ્ઞાન છે. “જ્ઞાનવિગ્રહ” તે આત્માનું શરીર છે. ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે, પણ મૃતક કલેવર એવા આ જડ શરીરમાં તે મૂર્છાઈ ગયો છે. જીવતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે. શ્રી સમયસારની ૯૬મી ગાથામાં કહે છે કે ભગવાન આત્મા તો પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે, ને શરીર તો જડ મૃતક કલેવર છે. અજ્ઞાની ભિન્ન ચૈતન્યને ચૂકીને શરીર તે જ હું, “શરીરની ક્રિયા મારાથી થાય છે—એવી માન્યતાથી મૃતક કલેવરમાં મૂર્ણિત થયો છે. તે અજ્ઞાનીને આત્મા શરીરથી ભિન્ન ભાસતો નથી. નિશ્ચયથી આત્મા તો વિજ્ઞાનઘન છે, અને શરીરના સંયોગથી જીવનું કથન કર્યું તે વ્યવહાર છે; પણ ત્યાં ખરેખર જીવને શરીરવાળો જ માની લે તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. અરે જીવ! શરીર તો મડદું છે, ને તું તો ચૈતન્યઘન છો, માટે “હું શરીરને ચલાવું છું”—એવું મૃતક કલેવરનું અભિમાન છોડી દે. શરીર તો મૃતક કલેવર છે. તે તારા ધર્મનું સાધન નથી. તારો આત્મા અમૃતપિંડ વિજ્ઞાનઘન છે તે જ તારા ધર્મનું સાધન છે. શરીરને જીવ કહ્યો ત્યાં જીવ તો વિજ્ઞાનઘન છે, ને શરીર જડ છે, તેનાથી જીવ જાદો છે એમ સમજવું.
વ્યવહારનો બીજો પ્રકાર (૨) વળી વ્યવહારનો બીજો પ્રકાર એ છે કે અભેદ આત્મામાં જ્ઞાનદર્શનાદિના ભેદો પાડીને કથન કર્યું તે વ્યવહાર છે, પણ ત્યાં ખરેખર આત્મા તો અભેદ-એક છે. જાણે તે આત્મા, શ્રદ્ધા કરે તે આત્મા, આનંદ તે આત્મા–એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com