________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મોક્ષ છે. મોક્ષ આત્મામાં થાય છે. તેનો ઉપાય પણ આત્માનો વીતરાગભાવ છે; અને તે વીતરાગભાવ એક જ પ્રકારનો છે. તેને જે સમજતો નથી તેને નિમિત્તથી વ્રતાદિના અનેક ભેદ પાડીને સમજાવ્યું છે, પહેલાં સ્ત્રી, વેપાર વગેરેને અશુભ પરિણામનાં નિમિત્ત બનાવતો, પણ આત્માના ભાનપૂર્વક અંશે વીતરાગતા થતાં, હિંસા વગેરેના અમુક નિમિત્તો છૂટી ગયાં, ત્યાં નિમિત્ત છૂટવાની અપેક્ષાએ અહિંસા-સત્ય વગેરે ભેદ પાડીને સમજાવ્યું છે, પણ ત્યાં જે વ્રતનો શુભરાગ છે તે કાંઈ ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. હિંસાભાવ છૂટયો ત્યાં હિંસાના નિમિત્ત પણ છૂટયાં. રાગ-દ્વેષ વખતે સ્ત્રી વગેરે નિમિત્તો હતાં, વીતરાગભાવ થતાં તે નિમિત્ત છૂટી ગયાં તેથી તે નિમિત્ત છૂટવાની અપેક્ષાએ બ્રહ્મચર્યવ્રત વગેરે કહીને વીતરાગભાવ ઓળખાવ્યો છે, પણ વ્રતાદિના શુભભાવ છે તે કાંઈ વીતરાગભાવ નથી. વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના વ્રતાદિને
ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે અનાસક્તિભાવે જગતનાં કામ કરવાં-એમ અજ્ઞાની લોકો કહે છે, પણ તે વાત મિથ્યા છે. પરનાં કામ આત્મા કરી જ શકતો નથી, છતાં હું તેને કરું એમ માને છે તે જ મિથ્યાત્વ છે. જડ ઈદ્રિયોને જીતવી એમ અજ્ઞાની માને છે, તે પણ જૂઠી વાત છે. ઈદ્રિયો જડ છે તેને શું જીતવી? પણ અંદર આત્માનું ભાન થતાં ઈદ્રિયો તરફનું વલણ છૂટયું ત્યાં ઇંદ્રિયોનું નિમિત્ત છૂટી ગયું, તેથી ઈદ્રિયોને જીતી એમ કહેવાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ભૂમિકા અનુસાર વીતરાગભાવ થયો તે મોક્ષમાર્ગ છે, અને તે ભૂમિકામાં વ્રતાદિનો શુભરાગ પણ હોય છે. જ્યાં વીતરાગભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગ પ્રગટયા છે ત્યાં વ્રતાદિ ભેદોને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો; પણ જેને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો જ નથી તેના એકલા રાગને ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી કહેતા. અહીં તો જેને યથાર્થ તત્ત્વનાં નિશ્ચયશ્રદ્ધા-જ્ઞાન પ્રગટયાં છે એવા જીવની વાત છે. નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન વગર તો મોક્ષમાર્ગનો અંશ પણ હોય નહિ
મુનિને ચૈતન્યની નિશ્ચયશ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં લીનતાથી એવો વીતરાગભાવ થયો કે હિંસા-ચોરી–પરિગ્રહ વગેરેનો અશુભભાવ થતો નથી, ત્યાં તેને અહિંસાવ્રત, સત્યવ્રત વગેરેના ભેદોથી સમજાવ્યું છે, પણ ત્યાં મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. તે વીતરાગભાવ એક જ જાતનો છે, રાગ અને નિમિત્તો છૂટવાની અપેક્ષાએ પાંચ વ્રત વગેરે ભેદોથી મોક્ષમાર્ગનું કથન કરીને સમજાવ્યું છે. માટે યથાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com