________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૫૭ વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૪ શુક્રવાર, તા. ૧૭-૪-પ૩ આ મોક્ષમાર્ગપ્રકાશક છે. મોક્ષમાર્ગ એટલે શું? આત્માની પર્યાયમાં રાગદ્રષ-અજ્ઞાનભાવરૂપ વિકાર છે તે સંસાર છે, અને તે વિકારરહિત પૂર્ણ નિર્મળ જ્ઞાનાનંદદશા પ્રગટે તેનું નામ મોક્ષ છે, અને તે મોક્ષનું કારણ તે મોક્ષમાર્ગ છે. શુદ્ધ આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે મોક્ષમાર્ગ છે. પરજીવનું જીવન કે મરણ આત્મા કરી શકતો નથી, અને દયા વગેરેનો શુભભાવ થાય તે પણ ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ત્રણે વીતરાગભાવરૂપ છે. મારો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી છે એવી વીતરાગી શ્રદ્ધા થાય તે સમ્યગ્દર્શન છે. પરનું ભલું-બૂરું હું કરી દઉં-એવી માન્યતા તે અજ્ઞાન છે. આત્માની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ તે જ મોક્ષમાર્ગ છે, તેને જે ઓળખતો નથી તેને વ્યવહારનયથી વ્રત વગેરેના ભેદો પાડીને સમજાવ્યું છે. વ્યવહાર શ્રદ્ધા તે કાંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગી રત્નત્રય જ છે. પણ તેને ભેદ પાડીને સમજાવ્યું છે.
જીવાદિ સાતે તત્ત્વો ભિન્ન ભિન્ન જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવી, સાતે તત્ત્વોના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. યથાર્થ તત્ત્વશ્રદ્ધા અને જ્ઞાન પૂર્વક વીતરાગભાવ થયો તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનાનંદ સ્વરૂપનું યથાર્થ ભાન થયું હોય, ને વિકાર થાય તે મારા સ્વભાવને માટે બેકાર છે, ને જડની ક્રિયાથી તો મારી શાંતિ નથી જ:- આવી શ્રદ્ધા-જ્ઞાન સહિત વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે; પણ જે જીવ એવા ભાવને ઓળખતો નથી તેને વ્રતાદિ ભેદ પાડીને સમજાવ્યું છે, તેનું નામ વ્યવહાર છે. મોક્ષમાર્ગરૂપ વીતરાગભાવ તો એક જ પ્રકારનો છે; છતાં અનેક પ્રકારોથી તેનું કથન કરવું તે વ્યવહાર છે. એનો અર્થ એમ નથી કે વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે પણ મોક્ષમાર્ગ છે. વ્યવહાર શ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી, પણ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેનું સ્વરૂપ સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડીને કહ્યું છે.
રાગાદિ તે મોક્ષમાર્ગ નથી. પૈસા ખરચે તેથી કાંઈ ધર્મ થઈ જતો નથી, અને પૈસાથી પુણ્ય પણ નથી. પૈસા ખર્ચે તેમાં મંદકષાય હોય તો પુણ્ય છે; ધર્મ તો જુદી ચીજ છે.
મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. આત્માની પરમ આનંદદશા પ્રગટે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com